Home Blog Page 625

સુરતના માંગરોળ સામૂહિક દુષ્કર્મના પકડાયેલ આરોપી શંકરનું મોત

સુરતના માંગરોળમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. સગીરાને પીંખનાર પોલીસે ત્રણેય પરપ્રાંતીય આરોપીઓની ઓળખ કરી તેની શોધમાં હતા. ત્યારે માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ હોવાની બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી. જ્યાં ત્રણેય આરોપીઓ પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. બે આરોપીને પકડી લીધા હતા. જે પૈકી આજે આરોપી શિવશંકરને શ્વાસ લેવામાં તકલીફ થતા સુરત સિવિલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં આરોપી શિવશંકરનું મોત નિપજ્યું છે.

માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ છૂપાયા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારબાદ આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણેય આરોપીએ પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થયો હતો.

આ પણ વાંચો :-

ગૃહમંત્રી અમિત શાહ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી રતન ટાટાને શ્રદ્ધાંજલિ

0

ટાટા ગ્રુપના વડા, દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર રતન ટાટાનું નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. રતન નવલ ટાટાએ મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહ્યું. ટાટા સન્સના ચેરમેને તેમના મૃત્યુની પુષ્ટિ કરતું સત્તાવાર નિવેદન જારી કર્યું છે. હાલમાં જ તેની ખરાબ તબિયત અંગેના સમાચાર આવ્યા હતા, જેને તેણે ખુદ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર નકારી કાઢ્યા હતા.

ગુજરાત સરકારે રતન ટાટાના નિધન પર એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મુંબઇ ગયા હતા. CM ભૂપેન્દ્ર પટેલે રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રતન ટાટાનું ગત મોડી રાત્રે અવસાન થયું હતું. સ્વર્ગસ્થનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ લેન, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખાતે રાખવામા આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે મુંબઈ પહોંચ્યા હતા. બપોર બાદ તેઓ ગાંધીનગર પરત ફરશે.

રતન ટાટાએ દેશમાં સૌપ્રથમ વાર કાર ઇન્ડિકાનું ઉત્પાદન શરૂ કર્યું હતું. દેશમાં 100 ટકા બનેલી આ કારને પહેલી વાર 1998માં એટો એક્સપોમાં અને જેનેવા ઇન્ટરનેશનલ મોટર શોમાં પ્રદર્શિત કરી હતી. તેમના નામે વિશ્વની સૌથી સસ્તી કાર ટાટા નેનો બનાવવાની ઉપલબ્ધિ પણ છે.

ટાટા ગ્રુપે મુખ્ય હસ્તાંતરણ–વર્ષ 2000માં ટાટા ટી દ્વારા 45 કરોડ ડોલરમાં ટેટલીનું હસ્તાતંરણ કર્યું હતું. ત્યાર બાદ 2007માં ટાટા સ્ટીલ દ્વારા 6.2 અબજ પાઉન્ડમાં કોરસનું હસ્તાંતરણ છે. 2008માં ટાટા મોટર્સ દ્વારા 2.3 અબજ ડોલરમાં જેગુઆર લેન્ડ રોવરનું હસ્તાંતરણ છે.

ટાટા ગ્રુપની કુલ 26 કંપનીઓ સ્ટોક માર્કેટમાં લિસ્ટ છે, જેમાંથી આઠ કંપનીઓ એવી છે, જેનું માર્કેટ કેપ રૂ. એક લાખ કરોડથી વધુ છે. ટાટા ગ્રુપને સોલ્ટ ટુ સોફ્ટવેર કહેવામાં આવે છે.

આ પણ વાંચો :-

હવે ઉત્તર પ્રદેશમાં વધુ એક ટ્રેન ઉથલાવવા ષડયંત્ર

0

ઉત્તર પ્રદેશમાં વધુ એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુપીના બિજનોરમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો મામલો સામે આવ્યો છે. અહીં રેલવે ટ્રેક પર પથ્થરો પાથરવામાં આવ્યા હતા. અહીં મેમૂ એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર બનતા બાલ-બાલ બચી ગઈ. બિજનોરમાં રેલવે ટ્રેક પર પથરો પાથરવામાં આવ્યા હતા જેના કારણે એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ શકી હોત, પરંતુ આ દુર્ઘટના ટળી ગઈ. પ્રાત માહિતી પ્રમાણે મેમૂ એક્સપ્રેસ ટ્રેન સહારનપુરથી મુરાદાબાદ જઈ રહી હતી અને તેને ઉઠાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

Narrow escape for train in UP's Bijnor ...

બિજનોરના ગઢમાલપુર રેલવે ક્રોસિંગ પર રેલવે ટ્રેક પર પથ્થરો પાથરવામાં આવ્યા હતા. મેમૂ ટ્રેન પથ્થરોને તોડતા નીકળી ગઈ. ત્યારે ડ્રાઈવરે પથ્થરથી ટ્રેનના ટકરવાનો મોટો અવાજ સાંભળ્યો. ત્યારબાદ ડ્રાઇવર એ ઈમરજન્સી બ્રેક લગાવીને ગાડી રોકી અને જોયું તો અપ અને ડાઉન લાઈનના રેલવે પાટા પર બંને તરફ લગભગ 20 મીટર સુધી પથ્થરો પાથરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

અમદાવાદના ઓગણજ વિસ્તારના મંડળી ગરબામાં થયું ફાયરિંગ, જાણો સમગ્ર મામલો ?

0

ગુજરાતમાં નવરાત્રિની ધૂમ ધામ ચાલી રહી છે. ઠેર-ઠેર ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગરબા દરમિયાન નાના-મોટી બોલાચાલીના પણ સમાચાર સામે આવતા હોય છે. પરંતુ અમદાવાદમાં ગઈકાલે ગરબા દરમિયાન ફાયરિંગ કરવાની ઘટના સામે આવી હતી. સાતમા નોરતે અમદાવાદ શહેરના ગોતા પાસે આવેલા મંડળી ગરબામાં ચાલુ ગરબે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મોડી રાત્રિના ગરબા દરમિયાન અચાનક કોઈ બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ અજાણ્યા શખ્સો દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ થયા બાદ હાજર સુરક્ષાકર્મીઓએ ફાયરિંગ કરનાર શખ્સને ઘટનાસ્થળેથી રવાના કરી દીધો હતો. આ ઘટના બાદ મંડળી ગરબાને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાં હાજર ગરબા રસિકો ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા હતા.

અજાણ્યા શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યું હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રીએ આખી રાત ગરબા રમવાની છૂટ આપી છે, જેથી વહેલી સવાર સુધી ગરબાનું આયોજન થઇ રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે 6:15 વાગે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર આ ફાયરિંગની ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ શખ્સ બંદૂક લઇને ગરબામાં કેવી રીતે પહોંચ્યો હતો. આ બંદૂક લાઇસન્સવાળી હતી કે કેમ? તેવા અનેક સવાલો ઉભા થાય છે. હવે જોવાનું એ રહ્યું છે આ ઘટનાને લઇને પોલીસ આયોજન વિરૂદ્ધ કેવા પગલાં લે છે.

આ પણ વાંચો :-

દેશના ‘રતન’નું નામ ભારત રત્ન માટે પ્રસ્તાવિત, મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય

0

ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસે તેમને ભારત રત્ન આપવાની માગ કરી છે. એના માટે મહારાષ્ટ્રની શિંદે કેબિનેટે ઠરાવ પસાર કર્યો છે. એ ઠરાવમાં દેશના ‘રતન’ને મરણોપરાંત ભારત રત્ન આપવાની માગ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર હવે મહારાષ્ટ્ર કેબિનેટના આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય લેશે.

દેશના દિગજ્જ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મોડી રાત્રે 86 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. વિનમ્ર ઉદ્યોગપતિની નામના ધરાવતા રતન ટાટાના અવસાનના અહેવાલથી સામાન્ય માણસથી લઈને નેતાઓ તથા ઉદ્યોગજગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઉંમરને લગતી સમસ્યાઓને પગલે ભારતીય ઉદ્યોગજગતના પિતામહ તરીકેની નામના દરાવતા ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમના કુશળ નેતૃત્વ હેઠળ ટાટા જૂથે મીઠાથી લઈને સોફ્ટવેર સહિતના વિવિધ ક્ષેત્રમાં વિસ્તરણ કર્યું હતું.

‘ભારત રત્ન’ દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન છે, જેની શરૂઆત વર્ષ 1954માં કરવામાં આવી હતી. ભારત રત્ન સમ્માન માટે તમામ વ્યક્તિ, જાતિ, વ્યવસાય, પદ અને લિંગના ભેદભાવ વગર પાત્ર છે. આ સન્માન રાજનીતિ, કલા, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં કોઇ વિચારક, વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ, લેખક અને સામાજિક કાર્યકરને આપવામાં આવે છે.

ભારત રત્ન આપવાની શરૂઆત 2 જાન્યુઆરી 1954માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કરી હતી.સૌથી પ્રથમ સમ્માન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રમનને આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

રતન ટાટાના કરી શકશે અંતિમ દર્શન, 3.30 વાગ્યે નીકળશે અંતિમ યાત્રા

0

ટાટા ગ્રુપના વડા, દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર રતન ટાટાનું નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. રતન નવલ ટાટાએ મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહ્યું. ટાટા સન્સના ચેરમેને તેમના મૃત્યુની પુષ્ટિ કરતું સત્તાવાર નિવેદન જારી કર્યું છે. હાલમાં જ તેની ખરાબ તબિયત અંગેના સમાચાર આવ્યા હતા, જેને તેણે ખુદ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર નકારી કાઢ્યા હતા.

Ratan Tata

તમને જણાવી દઈએ કે પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારના નિયમો તદ્દન અલગ છે. પારસીઓમાં અંતિમ સંસ્કારની પરંપરા 3 હજાર વર્ષ જૂની છે. હજારો વર્ષ પહેલાં પર્શિયા (ઈરાન)થી ભારતમાં આવેલા પારસી સમુદાયમાં ન તો મૃતદેહને બાળવામાં આવે છે કે ન તો દફનાવવામાં આવે છે. પારસી ધર્મમાં, મૃત્યુ પછી, મૃતદેહને ગીધ માટે ટાવર ઓફ સાયલન્સ અથવા દખ્મા તરીકે ઓળખાતા પરંપરાગત કબ્રસ્તાનમાં ખાવા માટે ખુલ્લામાં છોડી દેવામાં આવે છે.

ગીધનું મૃતદેહ ખાવું એ પણ પારસી સમુદાયની પરંપરાનો એક ભાગ છે. જો કે, રતન ટાટાના અંતિમ સંસ્કાર હિંદુ વિધિ પ્રમાણે કરવામાં આવશે. અગાઉ સપ્ટેમ્બર 2022માં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર પણ હિંદુ વિધિ પ્રમાણે કરવામાં આવ્યા હતા. કારણ કે કોરોના મહામારી દરમિયાન મૃતદેહોના અગ્નિસંસ્કારની પદ્ધતિઓમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. તે દરમિયાન પારસી સમુદાયના અંતિમ સંસ્કારના રિવાજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

એક સમયે વર્તમાન ઈરાન એટલે કે પર્શિયાની વસ્તી ધરાવતા આ સમુદાયના લોકો હવે આખી દુનિયામાં બહુ ઓછી સંખ્યામાં બચ્યા છે. 2021માં કરાયેલા સર્વે મુજબ વિશ્વમાં પારસીઓની સંખ્યા 2 લાખથી ઓછી છે. વિશ્વભરમાં અંતિમ સંસ્કારની અનોખી પરંપરાને કારણે આ સમુદાયને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ટાવર ઓફ સાયલન્સ માટે યોગ્ય જગ્યાના અભાવ અને ગરુડ અને ગીધ જેવા પક્ષીઓના અભાવને કારણે, પારસી લોકોએ અંતિમ સંસ્કાર કરવાની રીત બદલવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો :-

PM મોદીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યું, સન્માનમાં કહ્યું આ મોટી વાત

0

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટા હવે નથી રહ્યા. બુધવારે 9 ઓક્ટોબરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. રતન ટાટાએ 86 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. રતન ટાટા ને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રતન ટાટાના નિધન પર દેશની તમામ હસ્તીઓ અને લોકો તરફથી શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતના PM નરેન્દ્ર મોદીએ પણ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Image

PM મોદીએ કહ્યું, ‘શ્રી રતન ટાટાજીનું સૌથી અનોખું પાસું એ હતું કે તેઓ મોટા સપના જોવા અને બીજાને કંઈક આપવાનો જુસ્સો ધરાવે છે. તેઓ શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, પશુ કલ્યાણ જેવા મુદ્દાઓને આગળ ધપાવવામાં મોખરે હતા. મને શ્રી રતન ટાટાજી સાથેની મારી અસંખ્ય મુલાકાતો યાદ છે. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે હું તેમને અવારનવાર મળતો હતો. અમે વિવિધ મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરતા હતા. મને તેમના વિચારો ખૂબ જ ઉપયોગી લાગ્યા. દિલ્હી આવ્યા પછી પણ આ બેઠકો ચાલુ રહી. તેમના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.’

મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકારે રતન ટાટાના નિધન પર એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. બંને રાજ્ય સરકારોએ રતન ટાટાના માનમાં રાજ્ય શોક જાહેર કર્યો છે. આ સમયગાળા દરમિયાન, સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવશે અને કોઈ મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં. મહારાષ્ટ્રના સીએમ શિંદેએ નિર્દેશ આપ્યો છે કે રતન ટાટાના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવે.

આ પણ વાંચો :-

માંડવીમાં વિધર્મીનો સગીરા ઉપર બળાત્કાર

સુરત જિલ્લામાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે માંગરોળનાં બોરસરાં ગામની સીમમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ત્યારે હવે માંડવીમાં 14 વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની હચમચાવતી ઘટના બની છે. વિધર્મી યુવકે સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

REPUBLICADAINIK | Balatkar-Rape - REPUBLICADAINIK

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના માંડવી તાલુકાના એક ગામની માત્ર 14 વર્ષની દીકરીને પેટમાં દુખાવો ઉપડતા આ આખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સિરાજ પઠાણ 14 વર્ષની સગીરાને લલચાવી અને ફોસલાવીને ઓટોરિક્ષામાં બેસાડીને અવાવરુ જગ્યા પર લઈ જતો હતો. જે બાદ તેની પર દુષ્કર્મ ગુજારતો હતો. સિરાજે આવું કૃત્ય અનેકવાર કર્યું હોવાનું સામે આવ્યું છે. જે બાદ સગીરાને પેટમાં દુખાવો થતા તેની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ સગીરા ગર્ભવતી છે તેમ જણાવ્યું હતું. જોકે, આ સાંભળતા જ પરિવાર પર જાણે દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.

દરમિયાન, ભોગ બનનાર સગીરાને પેટમાં દુ:ખાવો થતાં તેણીને પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબીબી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે સગીરાને પૂછતા તેણીએ સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી. આ મામલે પીડિતાનાં પરિવારે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આરોપી વિધર્મી યુવકની ઓળખ અરબાઝ સિરાજ પઠાણ તરીકે થઈ છે. પોલીસે તેની વિરુદ્ધ દુષ્કર્મ સહિતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

અમેરિકાના કેન્ટકીમાં દર્દીને લઈ જઈ રહેલું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, 3 ક્રુ મેમ્બરના મોત

અમેરિકાના કેન્ટકીમાં એક દર્દીને સારવાર માટે લઈ જઈ રહેલું મેડિકલ હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 3 ક્રુ મેમ્બરના મોત થયા છે. કેન્ટકી સ્ટેટ પોલીસના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના સોમવારે સાંજે ઓવેનટોનમાં સ્ટેટ હાઈવે-22 પાસે બની હતી. આ હેલીકોપ્ટર એર ઈવૈક લાઈફટીમનું માલિકીનું હતું, જેમાં ત્રણ કર્મીઓ સામેલ હતા.

આ ત્રણેક મૃતકો નામ – ગેલ એલેમેન, બેથની એકેન અને જેમ્સ વેલ્શ છે. એર ઈવેક લાઈફટીમે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે ગ્રાન્ટ કાઉન્ટી સ્થિત ક્રૂ મેમ્બર એક દર્દીને લઈ જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન પણ દુર્ઘટનાની તપાસ પોતાની રીતે કરી રહ્યા છે.

એર ઈવેક લાઈફટીમે કહ્યું કે આ એક ખૂબ દુખદ દુર્ઘટના છે અને અમારી સંવેદાન કર્મચારીઓના પરિવારો અને મિત્રો સાથે છે. એ તપાસ દરમિયાન એફએએ અને એનટીએસબીની સાથે મળીને કામ કરશે.

આ પણ વાંચો :-

મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલાં વસ્ત્ર પહેરશે રામલલા, પહેલી દિવાળીની તૈયારીઓ શરૂ

0

અયોધ્યામાં આ વર્ષે ૨૨ જાન્યુઆરીએ થયેલી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ પહેલી દિવાળી છે એટલે મંદિરમાં બે લાખ દીવા પ્રગટાવવામાં આવશે અને મંદિરમાં ભવ્ય લાઇટિંગ કરવામાં આવશે, પણ એમાં ચાઇનીઝ લાઇટોનો વપરાશ કરવામાં નહીં આવે. આ સિવાય રામલલા અને તેમના ભાઈઓને પણ ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલાં વસ્ત્રો પહેરાવવામાં આવશે. મુખ્ય મંદિર અને રામ જન્મભૂમિ પથ પર દીવા પ્રગટાવવામાં આવશે અને લાઇટો લગાવવામાં આવશે. દિવાળી નિમિત્તે મંદિરમાં તમામ આરતી વખતે ભગવાન માટે સ્પેશ્યલ ભોગ તૈયાર કરવામાં આવશે.

Ram Mandir: રામલલા રોજ કરે છે સફેદ ગાય અને સુવર્ણ ગજના દર્શન, રામ મંદિરમાં થાય છે રાજકુમારના આગતા-સ્વાગતા | Moneycontrol Gujarati

આ સિવાય રામલલ્લા અને તેમના ભાઈઓને પણ ફેશન ડીઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડીઝાઈન કરેલા વસ્ત્રો પહેરાવવામાં આવશે મુખ્ય મંદિર અને રામ જન્મભૂમી પથ પર દીવા પ્રગટાવવામાં આવશે અને લાઈટો લગાવવામાં આવશે. દિવાળી નિમિતે મંદિરમાં તમામ આરતી વખતે ભગવાન માટે સ્પેશ્યલ ભોગ તૈયાર કરવામાં આવશે. રામ જન્મભૂમી સંકુલમાં કુલ બે લાખ દીવા પ્રગટાવવામાં આવશે.જોકે દિવામાંથી નીકળતા તેલને કારણે કાળા ડાઘ પડતા હોવાથી ચોકકસ જગ્યાઓ પર દીવા મુકવામાં નહિં આવે. ત્યાં લાઈટો ગોઠવવામાં આવશે.

રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ દિવાળીના દિવસે અન્ય પૂજારીઓ સાથે મળીને વેદિક પદ્ધતિથી પૂજા કરશે. મંદિર સંકુલને લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવશે.

આ પણ વાંચો :-