Home Blog Page 625

બાબા સિદ્દીકી મર્ડર કેસમાં બિશ્નોઈના ભાઈ અનમોલના સંપર્કમાં હતા શૂટર

0

મુંબઈમાં બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે, શૂટરો લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોન બિશ્નોઈના સીધા સંપર્કમાં હતા. અધિકારીઓને ખાતરી છે કે બાબા સિદ્દીકીની હત્યા પાછળ બિશ્નોઈ ગેંગનો હાથ છે, જોકે હત્યાનું કારણ જાણી શકાયું નથી.

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકી મર્ડર કેસની તપાસ દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને પહેલીવાર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની શૂટર્સ સાથે સીધી કડી મળી છે. હત્યાના શંકાસ્પદ ત્રણ શૂટરોએ હત્યા પહેલા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ (સ્નેપચેટ) દ્વારા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાતચીત કરી હતી. અનમોલ બિશ્નોઈ શૂટર અને કાવતરાખોર પ્રવીણ લોંકરના સંપર્કમાં પણ હતો. અનમોલ કેનેડા અને અમેરિકાથી આરોપીઓના સંપર્કમાં હતો. આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચે બાબા સિદ્દીકી હત્યા કેસમાં અત્યાર સુધીમાં 10 ધરપકડ કરી છે. જેમાં બે શૂટર્સ અને એક હથિયાર સપ્લાયરનો સમાવેશ થાય છે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં શૂટર શિવકુમાર ગૌતમ અને ફરાર આરોપી સ્નેપચેટ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા અને સૂચના મળ્યા બાદ તરત જ મેસેજ ડિલીટ કરી દેતા હતા. એ જ રીતે, જ્યારે ધરપકડ કરાયેલા આરોપીઓની સ્નેપચેટ્સની ઝીણવટભરી તપાસ કર

આ પણ વાંચો :-

પ્રિયંકા ગાંધીએ વાયનાડ સીટ પરથી નોંધાવી ઉમેદવારી

0

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે રોડ શો બાદ વાયનાડ લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ સીટ ખાલી પડી હતી. ઉમેદવારી નોંધાવતા સમયે પ્રિયંકા ગાધીની સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, તેમની માતા સોનિયા ગાધી અને રાહુલ ગાંધી હાજર હતા. અહીં સૌથી મોટી વાત જણાવી દઇએ કે, પ્રિયંકા ગાંધીએ પહેલીવાર કોઈ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે.

પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં નોમિનેશન ભરતા પહેલા રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાજર રહ્યાં હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સવારે 11 વાગ્યા બાદ કલપેટ્ટા ન્યૂ બસ સ્ટેન્ડથી રોડ શોની શરૂઆત કરી હતી. રોડ શો બાદ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી જનસભાને સંબોધી હતી.

2024ની લોકસભા ચૂંટણીમાં બંને બેઠકો પરથી જીત્યા બાદ રાહુલ ગાંધીએ અમેઠીને જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. આ કારણે વાયનાડ સીટ ખાલી પડી અને ભાજપએ વાયનાડ લોકસભા પેટા ચૂંટણી માટે પ્રિયંકા ગાંધી સામે નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર નવ્યાએ 2007માં બી.ટેક. પૂર્ણ કર્યું છે. હાલ તેઓ કોઝિકોડ કોર્પોરેશનમાં કાઉન્સિલર છે અને ભાજપ મહિલા મોરચાના રાજ્ય મહા સચિવ તરીકે પાર્ટી માટે કામ કરે છે.

ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ વાયનાડ પેટાચૂંટણીને લઈને મોટું નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધીએ વાયનાડની જનતાની માફી માંગવી જોઈએ, કારણ કે તેમણે અહીંના લોકોનો બેકઅપ તરીકે ઉપયોગ કર્યો છે. જ્યારે અમેઠીએ તેમને નકારી કાઢ્યા ત્યારે વાયનાડે તેમને સ્વીકાર્યા હતા. તેમણે વાયનાડના લોકોને જાણ કર્યા વિના બીજી બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેમને લાગે છે કે તે ફેમિલી એસ્ટેટ અથવા પ્રાઈવેટ લિમિટેડ કંપની છે.

આ પણ વાંચો :-

ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ‘દાના’ વાવાઝોડાનો ખતરો, સ્કૂલ-કોલેજો બંધ

0

‘દાના’ વાવાઝોડું બંગાળની ખાડી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાથી ઓડિશા સૌથી વધુ પ્રભાવિત થશે. તેને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે વિવિધ તૈયારીઓ કરી છે. ઓડિશા સરકારે રાજ્યના બે મુખ્ય મંદિરો જગન્નાથ મંદિર અને કોણાર્ક મંદિરને ભક્તો માટે બંધ કરી દીધા છે. આ આદેશ હાલમાં 25 ઓક્ટોબર સુધી અમલમાં છે. આ પછી સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ સરકાર આ મંદિરો ખોલવા અંગે નિર્ણય લેશે.

'દાના' વાવાઝોડાથી દરિયા કિનારાના 2 રાજ્યો ટેન્શનમાં, સ્કૂલ-કોલેજો બંધ, 197 ટ્રેનો રદ કરાઈ 1 - image

મળતી માહિતી મુજબ, જગન્નાથ મંદિર અને કોણાર્ક મંદિર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામો છે. ભારત સહિત વિશ્વભરમાંથી દરરોજ હજારો લોકો અહીં યાત્રાએ આવે છે. આ ભીડને મેનેજ કરવા માટે પ્રશાસને મોટા પાયે વ્યવસ્થા કરવી પડશે. વાવાઝોડાની સ્થિતિમાં ભક્તોને તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે આ બંને મંદિરોને 25મી સુધી બંધ કરી દીધા છે. મંદિરો ઉપરાંત રાજ્યના સંગ્રહાલયોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

મંદિરોમાં ભક્તોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર ફોર્સની 51 ટીમો, ફાયર બ્રિગેડની 178 અને NDRFની 10 ટીમો બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેમની ઓડિશાની 3 દિવસની મુલાકાત મુલતવી રાખી છે. માછીમારોને દરિયાકિનારાની નજીક ન જવા માટે કહેવામાં આવ્યું છે. 750 રાહત કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG), આર્મી, એરફોર્સ અને નેવીને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે. વાયુસેનાના વિમાનો અને નૌકાદળના જહાજો નજીકમાં ફરતા રહેશે.

હવામાન વિભાગના અહેવાલ અનુસાર બંગાળની ખાડી પર એક લૉ પ્રેશર ઝોન સર્જાયું હતું જે હવે વાવાઝોડામાં રૂપાંતરિત થઇ ગયું છે. જેના લીધે ભારતમાં દરિયા કિનારાના રાજ્યોમાં ભારે તબાહી સર્જાઈ શકે છે. ઓડિશામાં ભુવનેશ્વર ખાતે મૉક ડ્રીલ પણ શરૂ કરી દેવામાં આવી હતી. ઓડિશાની સરકારે તો 250 રાહત કેન્દ્ર અને 500 અસ્થાયી શેલ્ટર પણ તૈયાર કરી દીધા છે. ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRAF) ના 1,000 જવાનોને રાજ્યના સશસ્ત્ર દળોની 30 પ્લાટુન સાથે વિવિધ જિલ્લાઓમાં તૈનાત કર્યા છે.

આ પણ વાંચો :-

બોમ્બે હાઇકોર્ટે છોટા રાજનને આપ્યા જામીન, આજીવન કેદની સજા નાબૂદ કરી

0

બોમ્બે હાઈકોર્ટે બુધવારે ગેંગસ્ટર છોટા રાજનને જામીન આપતાં મોટી રાહત આપી છે. મધ્ય મુંબઈના ગામદેવીમાં ગોલ્ડન ક્રાઉન હોટેલના માલિક જયા શેટ્ટીની 4 મે, 2001ના રોજ હોટલના પહેલા માળે છોટા રાજનની ગેંગના બે કથિત સભ્યો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને જયા શેટ્ટીની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યારબાદ 30 મે 2024 ના રોજ વિશેષ MCOCA કોર્ટે રાજનને અન્ય લોકો સાથે દોષિત ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. દરમિયાન બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા નાબૂદ કરી છે.

છોટા રાજન વિરુદ્ધ ખંડણી અને સંબંધિત ગુનાઓ માટે ઘણા કેસ નોંધાયેલા છે, તેથી હોટલ વ્યવસાયીની હત્યા કેસમાં તેની અને અન્ય આરોપીઓ સામે MCOCA હેઠળ આરોપો પણ ઉમેરવામાં આવ્યા હતા. અગાઉના બે અલગ-અલગ ટ્રાયલમાં અન્ય 3 આરોપીઓને હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને એકને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. રાજન 2011માં પત્રકાર જે ડેની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને હાલમાં તે દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

મુંબઈના ચેમ્બુરમાં રહેતા રાજેન્દ્ર સદાશિવ નિખલજેને અંડરવર્લ્ડે છોટા રાજન નામ આપ્યું હતું. શાળા છોડ્યા પછી, રાજેન્દ્ર સદાશિવે ફિલ્મની ટિકિટો બ્લેક કરવાનો ધંધો શરૂ કર્યો અને ધીમે ધીમે રાજન નાયર ગેંગમાં જોડાયો હતો. રાજન નાયરને બડા રાજન કહેતા હતા. રાજને એક છોકરીના પ્રેમમાં ગેંગ શરૂ કરી હતી પરંતુ બાદમાં તેની ગર્લફ્રેન્ડે તેની ગેંગમાં રહેલા અબ્દુલ કુંજુ સાથે લગ્ન કર્યા હતા. આ પછી બડા રાજન અને કુંજુ વચ્ચે દુશ્મની થઈ અને કુંજુએ બડા રાજનની હત્યા કરાવી હતી.

આ પછી છોટા રાજનની વાર્તા શરૂ થાય છે. છોટા રાજન દાઉદ ઈબ્રાહિમના સંપર્કમાં આવ્યો અને બંનેએ સાથે મળીને મુંબઈમાં અંડરવર્લ્ડ સિન્ડિકેટને લાંબા સમય સુધી સંભાળ્યું હતું. દાઉદે છોટા રાજનને તેની ગેંગમાં સામેલ કર્યો હતો અને છોટા રાજને મુંબઈ શહેરમાં દાઉદના નામે આતંક ફેલાવ્યો હતો. તે ખાસ કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દાઉદ ઈબ્રાહિમ અને છોટા રાજન માટે પ્રખ્યાત હતી. છોટા રાજને મુંબઈમાં ખંડણીનો ધંધો સંભાળ્યો અને ઘણા મોટા ફિલ્મ નિર્માતાઓ પાસેથી ખંડણી પેટે મોટી રકમ વસૂલવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો :-

હવે તો જજ પણ નકલી !

0

ગુજરાતમાં પીએમઓના નકલી અધિકારી કિરણ પટેલથી શરૂ થયેલો સિલસિલો બોગસ સરકારી વિભાગ, નકલી આઈપીએસ અધિકારી, નકલી સરકારી કચેરી, નકલી સીએમઓ અધિકારી સુધી પહોંચ્યો હતો. પરંતુ હવે ગુજરાતમાં નકલી જજ પણ સામે આવ્યા છે. એટલું જ નહીં આશ્ચર્યની વાત તો એ છે કે સિટી સિવિલ કોર્ટની સામે જ નકલી જજ કોર્ટ ચલાવતો હતો, આમ છતાં આટલા સમય સુધી ન્યાયતંત્ર અંધારામાં રહ્યું હતું.

અમદાવાદમાં નકલી કોર્ટ ઊભી કરી પોતે જજ બનીને કરોડોની ઠગાઈ કરનાર મોરીસ  ક્રિશ્ચયનની ધરપકડ | Ahmedabad Ma Nakli Court Ubhi Kari Pote Judge Banine  Karodoni Thagai Karnar Moris ...

મોરીસ ક્રિશ્ચિયન નામનો એક વકીલ ઝડપાયો છે, જેણે સરકારી જમીનો પોતાના નામે કરી દેવા પોતે જ અરજદાર બન્યો, પોતે જ આખી બનાવટી આર્બિટ્રેશન કોર્ટ ઉભી કરી, પોતે જ આર્બિટ્રેશનનો જજ બન્યો અને પોતાની જ ફેવરમાં જમીન ફાળવવાનો એવોર્ડ કરી જમીન પચાવી પાડવાનું કૌભાંડ કર્યું છે. આરોપીએ નકલી લવાદ બનીને વાંધાવાળી જમીનો પચાવી પાડવા માટે અનેક ઓર્ડર કર્યા હતા. આરોપી ક્રિશ્ચિયને વાંધાવાળી જમીન પચાવી પાડવાના હેતુથી જ નકલી લવાદથી લઈને નકલી કોર્ટ સુધીનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે.

આરોપી દ્વારા પોતાના ક્લાયન્ટ વિરુદ્ધ ચાલી રહેલ કેસને લઈને બનાવટી સ્ટેટમેન્ટ બનાવવામાં આવ્યા હતા. જોકે તેની કરતૂતને કારણે હાલ તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. સમગ્ર મામલે આરોપીએ બનાવટી આર્બિટ્રેશન પ્રોસિડિંગ ઉભી કરીને કોર્ટમાં પણ રજૂ કર્યા હતા. કારંજ પોલીસ મથકે સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રાર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. સિટી સિવિલ કોર્ટે હુકમમાં નોંધ્યુ છે કે, પાલડી પાસે આવેલી સરકારી જમીન પચાવી પાડવા માટે ગુનાહિત કાવતરું રચીને ફ્રોડ એવોર્ડ ઉભો કરવામાં આવ્યો હતો.

બોગસ આર્બીટ્રેટર જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને ફ્રોડનો આ એકમાત્ર હુકમ નથી આપ્યો. હાલમાં કોર્ટમાં બીજી સરકારી જમીનો પચાવી પાડવા માટે 10 જેટલા કેસોમાં હુકમો કર્યા છે, જે કેસો હાલમાં સિટી સિવિલ કોર્ટમાં પડતર છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે અન્યની આશરે 100 એકરથી વધુ અબજો રૂપિયાની કિંમતી જમીનોના હુકમો બનાવટી આર્બિટ્રેટર મોરીરા સેમ્યુઅલ દ્વારા કરવામાં આવ્યા છે. નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનને ૧૧થી વધુ મિલકતો આ રીતે ખોટા આદેશ કરી આપી દીધી છે. આ તમામ 11 મિલકતોનું એવોર્ડ કરાવવા કોર્ટમાં દિવાની દરખાસ્ત કરી હોય તેમાં ફોજદારી કાર્યવાહી થશે.

મહત્વની વાત એ છે કે, મોરીસ સેમ્યુઅલએ દરખાસ્ત કરનારા વતી દલીલો પણ કરી હતી અને દરેક સ્ટેજે કોર્ટને ગેરમાર્ગે દોરી સાચી હકીકતો રજૂ કરી નહોતી. નકલી જજે હાઇકોર્ટ જજ જેવું ડાયસ ઉભુ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં એવી વિગત ખુલી છે કે, નકલી જજએ ગાંધીનગરના સેક્ટર 24 ખાતે આખીય નકલી કોર્ટ ઉભી કરી હતી. જ્યાં તેણે હાઇકોર્ટના જસ્ટિસ પાસે હોય તેવું ડાયસ બનાવ્યું હતું. ઉપરાંત એક ચોપદાર પણ રાખ્યો હતો તે જ્યાં જાય ત્યાં આગળ ચોપદાર રહેતો હતો અને તે ડાયસ પર બેસીને જજ હોય તેમ જ બોગસ ઓર્ડરો કરતો હતો.

આ પણ વાંચો :-

શેરબજારમાં રોકાણકારોના રૂ.8.51 લાખ કરોડથી વધારે સ્વાહા

0

શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ 930 પોઈન્ટ ઘટીને 80,220 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 310 પોઈન્ટ અથવા 1.25% ઘટીને 24,472ના સ્તરે બંધ થયો. તે જ સમયે, નિફ્ટી બેંક પણ 700 થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાં ICICI બેન્કના શેર ગ્રીન ઝોનમાં હતા. બાકીના તમામ 29 શેર રેટ એલર્ટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ શેરોમાં સૌથી મોટો ઘટાડો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર (M&M શેર)માં 3.29 ટકા આવ્યો છે.

Investor wealth eroded by Rs 7.3 lakh crore as Sensex crashes 1,000 points. Here are key factors behind the mayhem - The Economic Times

આ ઉપરાંત JSW સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, L&T, મારુતિ સુઝુકી, IndusInd Bank, Tata Motors, SBI જેવા શેર લગભગ 3 ટકા તૂટ્યા છે. NSEના 2,825 શેરોમાંથી 299 શેર વધ્યા હતા, જ્યારે 2,466 શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. 60 શેર યથાવત રહ્યા હતા. 48 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે, જ્યારે 150 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ હતા. 49 શેર અપર સર્કિટ પર અને 309 શેર લોઅર સર્કિટ પર હતા.

સેન્સેક્સ અને નિફ્ટી સિવાય મંગળવારે શેરબજારમાં બેન્ક નિફ્ટી, એસએમઈ ઈન્ડેક્સ અને અન્ય તમામ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આપણે FPI ના ઉપાડ અને શેરબજાર પર તેની અસર વિશે વાત કરીએ તો, ઓક્ટોબર મહિનો ભારતીય શેરબજાર માટે ઉથલપાથલથી ભરેલો રહ્યો છે. બજારમાં સતત ઘટાડો અને કરેક્શનનો સમયગાળો જોવા મળ્યો હતો.

આ 10 શેરો વિખેરાઈ ગયા

  • વર્ધમાન હોલ્ડિંગ્સનો શેર આજે 14.22% ઘટીને રૂ. 4,549.90 પ્રતિ શેર પર બંધ થયો હતો
  • GRSE શેર 12.34% ઘટીને રૂ. 1581.65 પર હતો
  • અંબર એન્ટરપ્રાઈઝ ઈન્ડિયાનો શેર 11.31% ઘટીને રૂ. 5,627.05 પર બંધ થયો હતો
  • જના સ્મોલ ફાઇનાન્સ બેન્કનો શેર પણ 11 ટકા ઘટીને રૂ. 457.50 પર બંધ થયો હતો
  • મઝગાંવ ડોક શિપયાર્ડનો શેર આજે 10 ટકા ઘટીને રૂ. 4206 પર બંધ થયો હતો
  • સુપ્રિમ ઇન્ડસ્ટ્રીઝનો શેર 10.48 ટકા ઘટીને રૂ. 4,485 પર બંધ થયો હતો
  • મેંગલોર રિફાઇનરીના શેર 7 ટકાના ઘટાડા સાથે રૂ. 147 પર બંધ થયા હતા
  • SJVNના શેર પણ 7 ટકા તૂટ્યા છે. એનએલસી ઈન્ડિયાનો શેર 6.77 ટકા ઘટ્યો હતો
  • તે જ સમયે, પીએનબીનો શેર પણ 7 ટકા ઘટીને રૂ. 95 પર બંધ થયો હતો
  • રોકાણકારોને રૂ. 8.51 લાખ કરોડનું નુકસાન થયું છે

આ પણ વાંચો :-

ગૌતમ અદાણી અંબુજા સિમેન્ટ કંપનીમાં રૂ.8100 કરોડમાં હિસ્સો ખરીદશે!

0

અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ સીમેન્ટ ઉદ્યોગમાં ફરી એક મોટો દાવ લગાવ્યો છે. અદાણી ગ્રૂપની સીમેન્ટ કંપની અંબૂજા સીમેન્ટ્સએ સીમેન્ટ બજારમાં તેના પગલાં વધુ મજબૂત કર્યા છે. કંપનીએ તેના વિસ્તાર અભિયાન હેઠળ મંગળવારે રૂ. 8,100 કરોડમાં ઓરિએન્ટ સીમેન્ટનું અધિગ્રહણ કરવાની જાહેરાત કરી છે. અંબુજા સીમેન્ટ્સ ઓરિએન્ટ સીમેન્ટ્સના વર્તમાન પ્રમોટર્સ અને કેટલાક પબ્લિક શૅરહોલ્ડર્સ પાસેથી 46.8 ટકા શૅર્સ ખરીદશે. આ ખરીદી માટેનું ભંડોળ સંપૂર્ણપણે આંતરિક સંશાધનો દ્વારા એકત્ર કરાશે.

Gautam Adani એ કરી એક વધુ ડીલ, 8100 કરોડમાં ખરીદશે આ કંપની - મુંબઈ સમાચાર

એક્સચેન્જ ફાઈલિંગમાં અંબુજા સીમેન્ટ્સે જણાવ્યું કે ઓરિએન્ટ સીમેન્ટની ખરીદીથી અંબુજા સીમેન્ટ્સની વાર્ષિક ક્ષમતામાં 1.66 કરોડ ટનનો ઉમેરો કરશે. કંપની પ્રતિ શૅર રૂ. 395.40ની કિંમતે વધારાનો 26 ટકા હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર લાવશે.

આ રોકાણ પાછળનું તર્ક આપતાં અંબુજાએ જણાવ્યું હતું કે આનાથી કંપનીને દક્ષિણ અને પશ્ચિમ ભારતના મુખ્ય બજારમાં તેની હાજરી 8.5 MTPA સુધી વધારવામાં મદદ મળશે. તેનો અખિલ ભારતીય બજાર હિસ્સો 2 ટકા સુધરવાની અપેક્ષા છે. કંપનીએ જણાવ્યું હતું કે ત્રીજા વર્ષ સુધીમાં ક્ષમતાનો ઉપયોગ વધીને 85 ટકા થવાની ધારણા છે. અંબુજા અને એસીસી બ્રાન્ડ બિઝનેસ વેચાણમાં વધુ મદદ કરશે. પ્રીમિયમ સિમેન્ટનું પણ વેચાણ કરશે.

અંબુજાએ જણાવ્યું હતું કે ઓરિએન્ટ સિમેન્ટ લગભગ દેવા મુક્ત છે અને આ એક્વિઝિશન તેની બેલેન્સ શીટને વધુ મજબૂત બનાવશે. તેણે એમ પણ કહ્યું કે આ એક્વિઝિશન તેના એકંદર ROCEમાં પણ સુધારો કરશે. મંગળવારે, અંબુજા સિમેન્ટનો શેર 1.38% ના ઘટાડા સાથે રૂ. 564 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આ પણ વાંચો :-

UBVS નામના રાજકીય પક્ષે લોરેન્સ બિશ્નોઈને મહારાષ્ટ્ર ચૂંટણી લડવાની ઓફર

0

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને એક રાજકીય પક્ષ તરફથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડવાની ઓફર મળી છે. ઉત્તર ભારતીય વિકાસ સેના (UBVS) નામનો આ પક્ષ ભારતના ચૂંટણી પંચ અને મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચમાં નોંધાયેલ છે. તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનીલ શુક્લાએ લોરેન્સ બિશ્નોઈને પત્ર લખીને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવાની વિનંતી કરી છે.

UBVS પ્રમુખ સુનીલ શુક્લાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, “મુંબઈ વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઉત્તર ભારતીય વિકાસ સેનાના 4 ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. લોરેન્સ બિશ્નોઈની મંજૂરી બાદ, વધુ 50 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.” તેમણે વધુમાં કહ્યું કે અમે લોરેન્સ બિશ્નોઈમાં શહીદ ભગત સિંહને જોઈએ છીએ.

લોરેન્સ બિશ્નોઇને લખેલા પત્રમાં UBVS પ્રમુખ સુનીલ શુક્લાએ કહ્યું છે કે, અમને તમારામાં શહીદ ભગત સિંહ દેખાય છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ અને અન્ય પાંચ ઉત્તર ભારતીય રાજ્યોના ઉત્તર ભારતીયો, જેઓ મહારાષ્ટ્રમાં જન્મેલા અને ઉછર્યા હતા, જેઓ ઓબીસી, એસસી અને એસટી છે, તેમને અનામતથી વંચિત રાખવામાં આવ્યા કારણ કે તેમના પૂર્વજો ઉત્તર ભારતીયો હતા. જો ભારત એક એકમ છે તો શા માટે આપણે આ અધિકારથી વંચિત છીએ?

સુશીલ શુક્લાએ આગળ લખ્યું, ‘અમે તમને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપીએ છીએ. ઉત્તર ભારતીય વિકાસ સેનાના કાર્યકર્તાઓ અને અધિકારીઓ ખાતરી કરશે કે તમે શાનદાર પ્રદર્શન સાથે ચૂંટણી જીતો અને તમારા સમાજનો ઉત્કર્ષ કરો. અમે તમારી જવાબની રાહ જોઈ રહ્યા છીએ.

આ પણ વાંચો :-

રાષ્ટ્રવિરોધી કામ કરનારા ફૈઝલે ‘ભારત માતાની જય’ ના નારા લગાવ્યા

0

રાષ્ટ્ર વિરોધી નારા લગાવવા બદલ ધરપકડ કરાયેલા મધ્યપ્રદેશના યુવક ફૈઝલે આજે મંગળવારે હાઈકોર્ટના આદેશ પર ભોપાલ પોલીસ સ્ટેશનમાં આવેલા ત્રિરંગાને 21 વખત સલામી આપી અને દરેક વખતે ભારત માતાની જયના ​​નારા લગાવ્યા હતા. તેણે ‘પાકિસ્તાન ઝિંદાબાદ અને ભારત મુર્દાબાદ’ના નારા લગાવવા બદલ પસ્તાવો પણ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે, તેણે રીલ બનાવતી વખતે ભૂલથી તે સ્લોગનનો ઉપયોગ કર્યો હતો.

ફૈઝલને જામીન આપતાં મધ્યપ્રદેશ હાઈકોર્ટની જબલપુર બેંચે એવી શરત મૂકી હતી કે તેણે મહિનામાં બે વખત ભોપાલના મિસરોડ પોલીસ સ્ટેશનમાં તિરંગાને સલામી આપવી પડશે. જ્યાં સુધી મામલો થાળે ન પડે ત્યાં સુધી તેણે મહિનાના પહેલા અને ચોથા મંગળવારે તિરંગાને સલામી આપવી પડશે અને ‘ભારત માતા કી જય’ ના નારા લગાવવા પડશે. કોર્ટના આદેશ બાદ ફૈઝલે તેની શરૂઆત કરી છે.

આરોપી ફૈઝલ ઉર્ફે ફૈઝાનની મે મહિનામાં ભોપાલના મિસરોડ પોલીસ સ્ટેશન ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 153B(રાષ્ટ્રીય એકતા માટે પ્રતિકૂળ નિવેદનો) હેઠળ FIR દાખલ કર્યા પછી ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે, ફૈઝાને પાકિસ્તાનના સમર્થનમાં અને ભારત વિરુદ્ધ નારા લગાવ્યા હતા. ફરિયાદ પક્ષે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, તેની ક્રિયાઓ વિવિધ ગ્રુપ વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સમાન છે અને તે સંવાદિતા અને રાષ્ટ્રીય એકતા માટે જોખમી છે. બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે, તેમના અસીલને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વકીલે જામીનનો વિરોધ કરતા કહ્યું કે, અરજદાર રીઢો ગુનેગાર છે અને તેની સામે 14 ફોજદારી કેસ નોંધાયેલા છે.

આ પણ વાંચો :-

દેશની અનેક CRPF સ્કૂલોને બોમથી ઉડાવી દેવાની ધમકી

0

દિલ્હીની વધુ બે અને હૈદરાબાદની એક સ્કૂલ સહિત દેશભરમાં અનેક CRPF સ્કૂલોને ઈ-મેઈલ થકી બોમ્બની ધમકી મળી છે. આ ઘટના દિલ્હીના રોહિણી વિસ્તારમાં સીઆરપીએફ સ્કૂલની દીવાલમાં થયેલા બ્લાસ્ટના બે દિવસ બાદ બની છે. આ સાથે જ ગત એક સપ્તાહમાં અનેક ઈન્ડિય એરલાઈન્સને 100થી વધારે ધમકીઓ મળી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઈમેલ સોમવારની રાત્રે સ્કૂલ મેનેજમેન્ટનો મોકલવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે સ્કૂલ મેનેજમેન્ટને ઈમેલ દ્વારા બોમ્બની આ ધમકીઓ મળી હતી. નોંધનીય છે કે આ ધમકીઓ દિલ્હીના રોહિણી સ્થિત CRPF સ્કૂલની દિવાલ પાસે બોમ્બ વિસ્ફોટના એક દિવસ બાદ મળી હતી. બોમ્બ વિસ્ફોટમાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આસપાસની દુકાનો અને વાહનોના કાચ તૂટી ગયા હતા. પોલીસ આ બોમ્બની ધમકીઓની તપાસ કરી રહી છે અને હાઈ એલર્ટ પર છે.

દિલ્હીમાં CRPF સ્કૂલ પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટની દિલ્હી પોલીસ ખાલિસ્તાન એંગલથી તપાસ કરી રહી છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર શેર કરાયેલ એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે CRPF સ્કૂલ પાસે બોમ્બ બ્લાસ્ટ ભારતીય એજન્ટો દ્વારા ખાલિસ્તાન સમર્થકોને નિશાન બનાવવાના જવાબમાં કરવામાં આવ્યો હતો. સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ પોલીસને એક શકમંદ પણ મળી આવ્યો છે, જેની પોલીસ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.

બીજી તરફ દિલ્હી પોલીસે રાજધાનીના વિવિધ બજારોમાં જ્યાં તહેવારોની સિઝનમાં ખરીદદારોની ભીડ હોય ત્યાં સુરક્ષા વધારી દીધી છે. રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં CRPF સ્કૂલની સામે વિસ્ફોટની ઘટના બાદ પોલીસે રેલવે અને મેટ્રો કર્મચારીઓને એલર્ટ રહેવા માટે કહ્યું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, અમે અમારા સ્ટાફને દરેક રેલવે અને મેટ્રો સ્ટેશન પર કડક તકેદારી રાખવા માટે કહ્યું છે. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિઓની તપાસ માટે વધારાના દળો તૈનાત કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), સરકારી રેલવે પોલીસ (GRP) અને અન્ય હિતધારકોની સંયુક્ત પેટ્રોલિંગ ટીમો તૈનાત કરવામાં આવી છે. જો ટીમ કોઈ શંકાસ્પદ ગતિવિધિઓ જોશે તો તેઓ તરત જ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરશે.

આ પણ વાંચો :-