Home Blog Page 611

કથાવાચક જયા કિશોરી પાસે ગાયની ચામડીનું બનેલું બેગ, લોકોએ કરી ટ્રોલ

0

દેશની જાણીતી આધ્યાત્મિક ઉપદેશક અને ગાયિકા જયા કિશોરી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જોકે, આ વખતે તેનું કારણ તેમનો પ્રચાર નથી. થોડા દિવસો પહેલા જયા કિશોરી એરપોર્ટ પર બ્રાન્ડેડ બેગ સાથે જોવા મળી હતી. તેની રૂ. 2 લાખથી વધુ કિંમતની કસ્ટમાઈઝ્ડ ડિઓર બેગને કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આખી દુનિયાને ત્યાગનો ઉપદેશ આપનાર જયા કિશોરી પર લોકો વિરુદ્ધ વર્તન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. 29 વર્ષીય જયા કિશોરી જે ‘ડિયોર બુક ટોટ’ લઈને જતી જોવા મળી હતી, તેને બનાવવામાં ગાયના ચામડાનો ઉપયોગ થતો હોવાના દાવાને કારણે વિવાદ ઊભો થયો છે.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. X યુઝર વીણા જૈને લખ્યું કે, ‘વિવાદ બાદ જયા કિશોરીએ સોશિયલ મીડિયા પરથી પોતાનો વીડિયો હટાવી દીધો છે. તે પોતે જ બિન-ભૌતિકવાદનો પ્રચાર કરતા દેખાય છે અને તેઓ પોતાને ભગવાન શ્રીકૃષ્ણની ભક્ત પણ કહે છે. બીજી એક વાત: આ બ્રાન્ડેડ બેગ વાછરડાના ચામડાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જેની કિંમત રૂ. 2 લાખથી વધુ છે.’

અન્ય યુઝરે લખ્યું, ‘જયા કિશોરી લોકોને ભૌતિકવાદી ન બનવાનું કહે છે, તેમ છતાં તે પોતે 2 લાખથી વધુની કિંમતની વૈભવી બેગ વાપરે છે. બધા ઉપદેશકો એવા છે જેઓ પૈસા કમાવવા અને વૈભવી જીવનશૈલી જીવવા માટે આપણા ધર્મનો ઉપયોગ કરે છે.’

અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, ‘કેવી રીતે જયા કિશોરી ઝૂંપડીમાં રહેવાનો દાવો કરે છે અને તેના અનુયાયીઓને પૈસા પાછળ ન ભાગવા ઉપદેશ આપે છે જ્યારે તે પોતે 2 લાખ રૂપિયાની બેગ ખરીદે છે.’ હેન્ડબેગમાં ચામડાના ઉપયોગ પર પણ જોરદાર ટીકા થઈ રહી છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘ગાયની પૂજા કરવાની વાત કરનાર ઉપદેશક એક કંપનીની બેગનો ઉપયોગ કરી રહ્યા છે જે ગાયના ચામડામાંથી તેની પ્રોડક્ટ બનાવે છે.’

આ પણ વાંચો :-

આજે 28 ઑક્ટબરે સોનું થયુ સસ્તું, જાણો શું છે તમારા શહેરમાં સોનાનો ભાવ

0

આજે ધનતેરસથી પહેલા સોનું સસ્તુ થયુ. સોનામાં 200 રૂપિયા સુધી ઘટાડો આવ્યો છે. દિલ્હી, નોએડા, ગાજિયાબાદ, લખનઊ અને જ્યપુર સહિત ઉત્તર ભારતના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 80,300 રૂપિયાની આસપાસ છે. જ્યારે, 22 કેરેટ ગોલ્ડના રેટ 73,400 રૂપિયાના સ્તર પર છે. જ્યારે ચાંદી 97,900 રૂપિયા પર છે. અહીં જાણો શું દિવાળી સુધી વધારે સસ્તુ થશે ગોલ્ડ?

આજે સોનાનો ભાવઃ જન્માષ્ટમી પર સોનું અને ચાંદી મોંઘા થયા, જાણો આજે શું છે 22 કેરેટ સોનાનો ભાવ - Gold Price Today: Gold and silver became expensive on Janmashtami, know what is

શું તમે ઉચ્ચતમ સ્તરની આસપાસ છે સોનું
ભારતમાં મૌસમી માંગ અને પશ્ચિમ એશિયા સંઘર્ષથી ભૂ-રાજનૈતિક જોખમ જેવા ઘણા અન્ય કારકોની સ્પષ્ટ અસર દેખાય રહી છે. જૂલાઈમાં સરકારના સોના અને અન્ય મેટલ પર કસ્ટમ ડ્યૂટીમાં કપાતની બાદ સ્થાનીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં સાત ટકાની તેજ ઘટાડો જોવાને મળ્યો હતો. હવે તહેવા અને લગ્નની સીઝનના કારણે ડિમાંડ વધવા લાગી છે.

કેવી રીતે નક્કી થાય છે સોનાની કિંમત?

દેશમાં સોનાની કિંમત ઘણા ફેક્ટર્સ પર નિર્ભર કરે છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સ્થિતિ અને કરેંસી એકસચેંજ રેટ સામેલ છે. વૈશ્વિક બજારમાં જ્યારે સોનાની કિંમતોમાં ઉછાળો આવે છે. તો તેની અસર ભારતીય બજાર પર પણ પડે છે. તેના સિવાય. તહેવારોની સીઝનમાં વધતી માંગ પણ સોનાની કિંમતોમાં વધારો કરે છે.

ભાજપે ઝારખંડમાં હેમંત સોરેન સામે ગમલિયાલ હેમ્બ્રોમને મેદાનમાં ઉતાર્યા

0

ભાજપે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી 2024 માટે 2 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ અગાઉ પાર્ટીએ 66 ઉમેદવારોની જમ્બો યાદી બહાર પાડી હતી. એવામાં હવે ભાજપે તેના ક્વોટાના તમામ 68 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપે ટુંડીથી વિકાસ મહતો અને બરહેત સીટથી ગમલિયાલ હેમબ્રોમને મેદાનમાં ઉતાર્યા છે.

તમને જણાવી દઈએ કે ગમલિયાલે બરહેત સીટ પરથી AJSUની ટિકિટ પર 2019ની વિધાનસભા ચૂંટણી પણ લડી હતી. તેમને અહીં કુલ 2573 વોટ મળ્યા હતા. મુખ્યમંત્રી હેમંત સોરેન બરહેટથી ચૂંટણી લડી રહ્યા છે. 2019ની ચૂંટણીમાં હેમંતે ભાજપના ઉમેદવાર સાઈમન માલ્ટોને 25 હજાર કરતા વધુ મતોથી હરાવ્યા હતા. સોરેન 2014માં દુમકાથી ચૂંટણી લડયા હતા, ત્યારે તેમને ભાજપના લુઇસ મરાંડીએ હરાવ્યા હતા. આ સીટ પર 20 નવેમ્બરે મતદાન થશે. એવામાં, ચાલો જાણીએ કોણ છે ગમલિયાન હેમ્બ્રોમ, જેમને પાર્ટીએ બરહેટથી ઉમેદવાર બનાવ્યા છે.

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઈને NDA પક્ષો BJP, AJSU પાર્ટી, JDU અને LJP-R એ સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 81 સભ્યોની ઝારખંડ વિધાનસભામાં ભાજપ તરફથી 68 બેઠકો, AJSU પાર્ટી તરફથી 10, JDU તરફથી 2 અને LJP-R તરફથી 1 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે એનડીએ દ્વારા તમામ 81 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

સલમાન ખાન પછી હવે પપ્પુ યાદવને લોરેન્સ ગેંગની ધમકી

0

સલમાન ખાનને મારી નાખવાની ધમકી બાદ હવે બિહારના મજબૂત નેતા અને પૂર્ણિયા લોકસભાના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કથિત રીતે ફોન પર ધમકી આપવામાં આવી છે. પપ્પુ યાદવને મળેલી ધમકી બાદ રાજકીય માહોલ ગરમાયો છે. મળતી માહિતી અનુસાર, પપ્પુ યાદવને 2-2 ગેંગસ્ટરે ધમકી આપી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સ દ્વારા અપક્ષ સાંસદને ધમકી આપવામાં આવી છે. આ જ ગેંગે મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી પણ લીધી હતી. હવે પપ્પુ યાદવને તેમના દ્વારા ધમકી આપવામાં આવી છે.

Lawrence Bishnoi gang's threat to Bihar MP Pappu Yadav: Tracking you, stay away from Salman Khan case - India Today

આ ધમકી પપ્પુ યાદવને UAE ના એક નંબર પરથી કોલ કરીને આપવામાં આવી છે. મુંબઈમાં ગોપાલગંજના વતની અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ, પપ્પુ યાદવે ટ્વીટ કરીને લૉરેન્સ બિશ્નોઈને બે ટકાનો ગુનેગાર ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે જો કાયદો પરવાનગી આપે છે, તો તે 24 કલાકની અંદર લૉરેન્સ બિશ્નોઈના નેટવર્ક પર હુમલો કરી દેશે. જણાવી દઇએ કે, લાલુ પ્રસાદ યાદવના જમાનામાં પપ્પુ યાદવે શક્તિશાળી રાજપૂત નેતાઓ સાથે સીધો પંગો લીધો હતો.

મહારાષ્ટ્ર સરકારમાં 3 વખત ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે બાંદ્રામાં તેમના ધારાસભ્ય પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પપ્પુ યાદવ પણ જીશાનને મળવા ગુરુવારે મુંબઈ ગયા હતા. જીશાનને મળ્યા બાદ પપ્પુએ કહ્યું હતું કે તે દરેક પરિસ્થિતિમાં બાબા સિદ્દીકીના પરિવારની સાથે છે.

જીશાન સિદ્દીકીને મળ્યા બાદ પપ્પુ યાદવે શુક્રવારે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને મળવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તે શૂટિંગ માટે મુંબઈની બહાર હોવાથી તેઓ તેને મળી શક્યા નહોતા. સલમાન ખાન સાથે ફોન પર વાત કરતી વખતે પપ્પુ યાદવે તેમને કહ્યું કે ગભરાવાની જરૂર નથી, તે તેમની સાથે છે. કાળિયાર શિકાર કેસને લઈને સલમાન ખાન લોરેન્સ ગેંગના ટોપ ટાર્ગેટ છે અને તેને વારંવાર ધમકીઓ મળી રહી છે.

આ પણ વાંચો :-

વડાપ્રધાન મોદીએ કહ્યું- C-295 પ્લેન ભારતને સશક્ત બનાવશે

0

આજે દેશના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરાની મુલાકાતે છે. રવિવારે મોડી રાત્રે તેઓ ગુજરાતના વડોદરા પહોંચી ગયા હતા. તેમનું વિમાન વડોદરા એરપોર્ટ ઉપર રાત્રે 1.30 વાગ્યે ઉતર્યું હતું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવી પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદી અને સ્પેનિશ રાષ્ટ્રપતિ ગુજરાતને અને દેશનો મોટી ગિફ્ટ આપશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં બનેલું પહેલી સી-295 પ્લેન લોન્ચ કરશે. સ્પેન પરત ફરતા પહેલા પેડ્રો મંગળવારે દેશની આર્થિક રાજધાની મુંબઈની મુલાકાત લશે.

દિવ્યાંગ છાત્રા દિયાને મળવા કાફલામાંથી નીચે ઉતર્યા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને પેડ્રો સાંચેઝ – Gujaratmitra Daily Newspaper

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં C-295 એરક્રાફ્ટના કોમ્પલેક્સનું ઉદઘાટન કર્યુ. પહેલીવાર આ એરક્રાફ્ટનું યુરોપની બહાર મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે. ભારતની ટાટા કન્સોર્ટિયમ અને એરબસ સાથે મળીને બનાવશે.. જોકે તમામ પાર્ટ્સ લગાવવાનું અને પ્લેનના ટેસ્ટિંગથી લઈને ડિલિવરી સુધીનું કામ ટાટા જ કરશે.. આ પ્લેન ઈન્ડિયન એરફોર્સના એવરો-748નું સ્થાન લેશે.. આ પ્રોજેક્ટનો ખર્ચ 22 હજાર કરોડ રૂપિયાનો છે.

ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રોડ-શો સ્વરૂપે એરપોર્ટથી એસેમ્બલી પ્લાન્ટ સુધી જવા રવાના થયા છે. આ રોડ-શોના રૂટ પર વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઇ મોદીની એક ઝલક પામવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોડ-શો દરમિયાન તેમનું અભિવાદન કરવા, તેમની એક તસ્વીર-સેલ્ફી લેવા માટે રીતસરની પડાપડી થઇ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ તકે વડાપ્રધાનની સુરક્ષામાં એસપીજી સહિતની વિવિધ એજન્સીઓ તથા વડોદરા પોલીસ જોડાઇ છે.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્ર ચૂંટણી માટે ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, જુઓ લિસ્ટ

0

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય તાપમાન વધવા લાગ્યું છે. કોંગ્રેસે આજે શનિવારે તેના 23 ઉમેદવારોની જાહેરાત કરી છે. આના થોડા સમય બાદ હવે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી દીધી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, આસામના CM હિમંતા બિસ્વા સરમા, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ સહિત 40 નેતાઓના નામ સામેલ છે. આ તમામ દિગ્ગજો વિધાનસભા ચૂંટણી અને નાંદેડ લોકસભા પેટાચૂંટણીમાં પક્ષના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરશે.

BJP creates more space for minorities in centre and states - The Economic Times

આ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સહિત 40 નેતાઓના નામ સામેલ છે. આ તમામ નેતાઓ વિધાનસભા ચૂંટણી અને નાંદેડ લોકસભા પેટાચૂંટણીમાં પાર્ટી  ઉમેદવારો માટે પ્રચાર કરશે.

સ્ટાર પ્રચારકોની યાદી

  • નરેન્દ્ર મોદી
  • જગત પ્રકાશ નડ્ડા
  • રાજનાથ સિંહ
  • અમિત શાહ
  • નીતિન ગડકરી
  • યોગી આદિત્યનાથ
  • ડૉ.પ્રમોદ સાવંત
  • ભૂપેન્દ્રભાઈ પટેલ
  • વિષ્ણુ દેવ સાય
  • ડૉ.મોહન યાદવ
  • ભજનલાલ શર્મા
  • નાયબ સિંહ સૈની
  • હિમંતા બિસ્વા સરમા
  • શિવરાજ સિંહ ચૌહાણ
  • દેવેન્દ્ર ફડણવીસ
  • ચંદ્રશેખર બાવનકુલે
  • શિવ પ્રકાશ
  • ભૂપેન્દ્ર યાદવ
  • અશ્વિની વૈષ્ણવ
  • નારાયણ રાણે
  • પિયુષ ગોયલ
  • જ્યોતિરાદિત્ય સિંધિયા
  • રાવસાહેબ દાનવે પાટીલ
  • અશોક ચવ્હાણ
  • ઉદયન રાજે ભોંસલે
  • વિનોદ તાવડે
  • આશિષ શેલાર
  • પંકજા મુંડે
  • ચંદ્રકાંત (દાદા) પાટીલ
  • સુધીર મુનગંટીવાર
  • રાધાકૃષ્ણ વિખે પાટીલ
  • ગિરીશ મહાજન
  • રવીન્દ્ર ચવ્હાણ
  • સ્મૃતિ ઈરાની
  • પ્રવીણ દારેકર
  • અમર સાબલે
  • મુરલીધર મોહોલ
  • અશોક નેતે
  • ડૉ.સંજય કુટે
  • નવનીત રાણા

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અને વર્તમાન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહાગઠબંધને 278 સીટોની વહેંચણીને આખરી ઓપ આપી દીધો છે. ભાજપના ઉમેદવારોની આગામી યાદી ટૂંક સમયમાં આવશે. અત્યાર સુધીમાં ભાજપે કુલ 99 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી કહે, શિવસેના (એકનાથ શિંદે જૂથ) 45 બેઠકો પર અને NCP 38 બેઠકો પર છે.

આ પણ વાંચો :-

રાજકોટમાં 10 નામાંકિત હોટેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

0

દિવાળીના તહેવાર ટાણે રાજકોટની 10 જાણીતી હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. શહેરની ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટેલ, સિઝન્સ હોટેલ, હોટેલ ગ્રાન્ડ રેજંસી સહિતની અનેક હોટેલને એક સાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ મળ્યો છે. જેને પગલે રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ છે.

મળતી માહિતી મુજબ, કેન દિન નામના સેન્‍ડરે ઇ-મેઇલ કરીને દસ હોટેલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ સેન્‍ડરે ધ ઇમ્‍પિરીયલ પેલેસ હોટેલ, સસયાજી હોટેલ, સીઝનસ હોટેલ, બીકોન હોટેલ્‍સ, હોટેલ ભાભા, હોટેલ પેરેમાઉન્‍ટ, હોટેલ જ્‍યોતી, ધ એલીમેન્‍ટ બીઝ અને ધ ગ્રાન્‍ડ રીજેન્‍સીને ઇ-મેઇલ કરીને ધમકી આપી છે. આ મેઇલ આજની તારીખે ૧૨-૪૫ કલાકે થયો હોવાનું જાણવા મળ્યું છે.

હોટેલોને આ પ્રકારની ધમકી ઇ-મેઇલથી મળતાં સંચાલકો, મેનેજરોમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસને જાણ કરવામાં આવતાં એસઓજી, ક્રાઇમ બ્રાંચ, એલસીબી, પીસીબી, બોમ્‍બ સ્‍ક્‍વોડ, જે તે પોલીસ સ્‍ટેશનની ટીમોએ જેને ધમકી મળી તે હોટેલ ખાતે પહોંચી ખુણેખુણા ચેક કરવાનું શરૂ કર્યુ હતું.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્ર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી 23 ઉમેદવારોની બીજી યાદી

0

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેની બીજી યાદી પણ બહાર પાડી છે. જેમાં 23 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે કોંગ્રેસે મહારાષ્ટ્ર ચૂંટણી માટે પોતાની પ્રથમ યાદીમાં 48 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. હવે બીજી યાદીમાં 23 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ રીતે કોંગ્રેસે મહારાષ્ટ્ર માટે કુલ 71 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બીજી યાદી અનુસાર કોંગ્રેસે જલગાંવ (જમોડ)થી સ્વાતિ સંદીપ વાકેકર અને ભુસાવલ બેઠક પરથી ડો.રાજેશ તુકારામ માનવંતકરને ઉમેદવાર જાહેર કર્યા છે.

Maharashtra Assembly polls: Congress releases second list of 23 candidates

શ્રીરામપુરના ધારાસભ્ય લહુ કાંડેની ટિકિટ કાપવામાં આવી છે. તેમની જગ્યાએ હેમંત ઓગલેને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સુનિલ કેદારના પત્ની અનુજા કેદારને સાવનેરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે સામે મજબૂત ઉમેદવાર સુરેશ ભોયરને તક આપવામાં આવી છે.

વિપક્ષી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદીમાં 25 વર્તમાન ધારાસભ્યોને જાળવી રાખ્યા છે. આ યાદી કોંગ્રેસ, NCP (SP) અને શિવસેના (UBT)ની મહા વિકાસ અઘાડી (MVA) દ્વારા જાહેર કરવામાં આવ્યાના એક દિવસ બાદ આવી છે. 20 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં મહા વિકાસ અઘાડી પક્ષો 85-85 બેઠકો પર ચૂંટણી લડશે. 288 માંથી 270 બેઠકો પર MVA ઘટકો વચ્ચે સર્વસંમતિ સધાઈ છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ ગુરુવારે પુષ્ટિ કરી હતી કે MVA મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે સીટ વહેંચણી પર સમજૂતી પર પહોંચી ગઈ છે. તેમના મતે, કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના તમામ ગઠબંધન ભાગીદારો દરેક 85 બેઠકો પર ચૂંટણી લડશે. આ સિવાય શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે પણ પુષ્ટિ કરી છે કે તમામ MVA સહયોગી દરેક 85 સીટો પર ચૂંટણી લડશે.

આ પણ વાંચો :-

ગુરુગ્રામમાં એક મકાનમાં લાગી આગ, 4 લોકો જીવતા ભૂંજાયા

0

દિવાળીમાં આગ લાગવાના ઘણા બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક આગ લગાવની ઘટના પ્રકાશમાં આવી છે. હરિયાણાના ગુરૂગ્રામના એક મકાનમાં શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ લાગી છે. આ દર્દનાક ઘટનામાં મકાનની અંદર રહેલા 4 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. શુક્રવારે મોડી રાત્રે સરસ્વતી એનક્લેવના જી બ્લોકમાં આવેલા એક મકાનમાં આગ લાગી હોવાની ઘટના બની છે. આગમાં 4 લોકોના મૃત્યુ થયા છે. ફાયર બ્રિગેડની ટીમોએ ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

હરિયાણાના ગુરૂગ્રામથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. સરસ્વતી એનક્લેવના જી બ્લોકમાં આવેલા એક મકાનમાં આગ લાગી હોવાની ઘટના બની છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દર્દનાક ઘટનામાં મકાનની અંદર રહેલા 4 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. 4 લોકોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તમામ મૃતકો ગારમેન્ટ કંપનીમાં ટેલરનું કામ કરતા હતા. તમામ લોકો મૂળ બિહારના રહેવાસી છે.

ગુરૂગ્રામના સરસ્વતી એનક્લેવના જી બ્લોકમાં શુક્રવારે મોટી રાત્રે લગભગ 2:00 વાગે આગ લાગી હતી. આગની ચપેટમાં આવતાં ચાર લોકોના મોત થયા છે. જીવતા સળગી જનારા લોકોની ઉંમર 18 વર્ષથી 28 વર્ષની વચ્ચે છે.

પ્રાથમિક જાણકારી અનુસાર તમામ લોકો ગારમેન્ટ કંપનીમાં ટેલરનું કામ કરતા હતા. તમામ લોકો મૂળ બિહારના રહેવાસી છે. મૃતકોમાં એક પરણિત હતો. તેની પત્ની અને બાળકો દિવાળીના તહેવાર પર ઘરે ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું અનુમાન છે, જોકે તપાસ બાદ આગ લાગવાનું સાચું કારણ જાણી શકાશે.

આ પણ વાંચો :-

મહેસૂલ વિભાગમાં સાગમટે બદલી, 79 ડે.કલેક્ટરને અપાયું ટ્રાન્સફર, જુઓ લીસ્ટ

0

ગુજરાતના મહેસુલ વિભાગ દ્વારા ગત મોડી સાંજે બદલી અને બઢતીની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં રાજ્યના 79 ડેપ્યુટી કલેક્ટરની બદલી કરવામાં આવી છે. જ્યારે કે, 44 મામલતદારોને નાયબ કલેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. આ યાદીમાં રાજ્યના કેટલાક DEO અને DPEOનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી બાદ ઘણા લાંબા સમય પછી બઢતી અને બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે.

CM Bhupendra Patel to meet govt, industry representatives to promote Vibrant Gujarat Global Summit | Gandhinagar News - The Indian Express

આ પણ વાંચો :-