Home Blog Page 600

નીતીશ કુમાર ફરી નરેન્દ્ર મોદીના ચરણસ્પર્શ કર્યો, જાણો વડાપ્રધાને શું કર્યું

0

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે દરભંગામાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચરણસ્પર્શ કરવાનો પ્રયાસ કરીને બધાને ચોંકાવી દીધા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં 73 વર્ષીય નીતીશ કુમાર 74 વર્ષના પીએમ મોદી તરફ હાથ જોડીને ચાલતા જોવા મળ્યા પછી તેમણે પીએમ મોદીની નજીક પહોંચીને તેમના ચરણ સ્પર્શ કરવા ઝૂક્યા હતા. જોકે, એ સમયે પીએમ મોદી તેમને ચરણ સ્પર્શ કરતા અટકાવ્યા હતા અને તેમની સાથે હાથ મિલાવતા જોવા મળે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બિહારની મુલાકાતે હતા. આ દરમિયાન તેમનો દરભંગામાં એક સરકારી કાર્યક્રમ હતો, જેમાં તેમણે બિહારના લોકોને 12 હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓની ભેટ આપી છે. પીએમએ દરભંગા AIIMS સહિત આરોગ્ય, રસ્તા, રેલ અને ઉર્જા ક્ષેત્રની 25 વિકાસ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન, શિલાન્યાસ કર્યોં હતો. આ દરમિયાન મંચ પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, નિત્યાનંદ રાય, બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા સહિત ઘણા નેતાઓ હાજર હતા.

જોકે આ પહેલીવાર નથી જ્યારે નીતીશ કુમારે આવું કર્યું હોય. આ પહેલા પણ તેઓ પીએમ મોદીના ચરણ સ્પર્શ કરી ચૂક્યા છે. જ્યારે દિલ્હીમાં એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી ત્યારે બિહારના સીએમ નીતીશ કુમારે પીએમ મોદીના પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે મોદીએ તેમને પકડી લીધા હતા.

ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ જ્યારે પીએમ મોદી બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા પરિસરનું ઉદ્ધાટન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે સીએમ નીતિશ કુમાર પણ તેમની સાથે હતા. જ્યારે પીએમ મોદી નીતિશ કુમાર પાસે બેઠા હતા ત્યારે અચાનકથી નીતિશે તેમનો હાથ પકડી લીધો અને તેમની આંગળી ચેક કરવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

આ પણ વાંચો :-

ગિરનારની લીલી પરિક્રમામાં બે દિવસમાં હાર્ટ એટેકથી નવનાં મોત

0

જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત્ પ્રારંભ ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી થયો છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકોએ વહેલા આવી પહોંચ્યા હતા. પરિણામે સોમવારની સવારે જ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે વહેલી પરિક્રમા કરવા માટે ઇંટવા ગેટને ખુલ્લો મૂક્યો હતો. બાદમાં જય ગિરનારીના નાદ સાથે ભાવિકોએ લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. તારીખ 11 અને 12 એમ 2 દિવસમાં પરિક્રમાના અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના લોકોનાં હાર્ટ-એટેકથી મોત થયાં હોવાનું સામે આવ્યું છે.

Girnar Lili Parikrama : જૂનાગઢમાં લીલી પરિક્રમા શરૂ થાય તે પહેલા જ લાખો લોકોએ કરી પૂર્ણ - YouTube

જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા બે દિવસમાં હાર્ટ એટેકના કારણે થઇને નવ લોકોના મોત થયા છે. છાતીમાં થતો દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થઇ રહ્યો છે. મૃત્યુ પામનાર તમામ નવ પરિક્રમાર્થીઓ પુરૂષો છે. ફક્ત 2 દિવસમાં 9 પરિક્રમાર્થીઓના મોતની લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવિકોને પરિક્રમાના રૂટ પર થતો છાતીમાં દુઃખાવો જીવલેણ સાબિત થયો છે.

જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત્ પ્રારંભ ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી થયો છે. જોકે, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકોએ વહેલા આવી પહોંચ્યા હતા. પરિણામે સોમવારની સવારે જ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે વહેલી પરિક્રમા કરવા માટે ઇંટવા ગેઇટને ખુલ્લો મૂક્યો હતો. બાદમાં જય ગિરનારીના નાદ સાથે ભાવિકોએ લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. જોકે, આ પરિક્રમા દરમિયાન માત્ર બે દિવસમાં જ નવ ભાવિકોના હાર્ટ એટેકથી મોત થયાં છે.

જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના જણાવ્યા પ્રમાણે 6 મૃતદેહોને સિવિલ હોસ્પિટલ અને 1 મૃતદેહને ભેંસાણ સીએચસી ખાતે ખસેડવામાં આવેલ છે. જેમાં 11 નવેમ્બરના રોજ 4 ભાવિકોના મૃત્યુ થયા હતા અને 12 નવેમ્બરના રોજ વધુ 3 ભાવિકો મૃત્યુ પામ્યા હતા. આ તમામ મૃતકોની ઉંમર 50થી 70 વર્ષની હોવાની જાણવા મળેલ છે. લોકો પણ પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

ગિરનારની ૩6 કિલોમીટરની લીલી પરીક્રમાનો ઇન્દ્રેશ્વરભારતી બાપુ ગેઇટ, દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે વિધિવત પૂજન કરીને પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. ભાવિકોના ઘસારાને ધ્યાને રાખીને સોમવારે વહેલી સવારે 6 કલાકે પરિક્રમાનો ગેટ ખોલી નખાયો હતો. અને રાતના 8 વાગ્યા સુધીના 20 કલાક દરમિયાન સાતેક લાખ ભાવિકોએ વિધિવત આરંભ પૂર્વે પ્રવેશ કર્યો હતો, જે પૈકીના ચાર લાખ ભાવિકો હાલ તળેટીથી લઈને પરીક્રમાના રૂટ ઉપર છે, જયારે બાકીના ત્રણેક લાખ ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી દીધી છે.

આ પણ વાંચો :-

ઉદ્ધવ ઠાકરે બાદ હવે ભાજપના નેતા નીતિન ગડકરીના હેલિકોપ્ટરનું ચેકિંગ

0

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન નેતાઓની બેગ ચેક કરવાનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ છે. શિવસેના UBT ચીફ ઉદ્ધવ ઠાકરેએ વાંધો ઉઠાવ્યા પછી, ભારતીય જનતા પાર્ટીએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમની બેગ તપાસવામાં આવી રહી છે. તાજેતરમાં જ ચૂંટણી અધિકારીઓ દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની બેગની પણ તપાસ કરવામાં આવી હતી.

જોકે, હવે લાતૂરમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ગડકરીની હેલિકોપ્ટરમાં રાખવામાં આવેલી બેગની પણ તપાસ કરવામાં આવી છે. આ પહેલાં પણ ઉદ્ધવ ઠાકરેની બેગની તપાસને ચૂંટણી પંચે એસઓપીનો ભાગ જણાવ્યો હતો. ઠાકરેની બેગની બે વાર તપાસ કરાયા બાદ આ વિવાદ ઉભો થયો છે. પૂર્વ મુખ્યમંત્રીએ આ કાર્યવાહીને વિધાનસભા ચૂંટણી પહેલાં વિપક્ષને પરેશાન કરવાની બિનજરૂરી કાર્યવાહી જણાવી.

મહારાષ્ટ્ર ભાજપે કહ્યું કે, ‘જવા દો, કેટલાક લોકોને દેખાડો કરવાની આદત છે. જુઓ આ વીડિયો, 7 નવેમ્બરે યવતમાલ જિલ્લામાં અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસની બેગની તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેમણે કોઈ વીડિયો બનાવ્યો નહીં. આ પહેલા 5 નવેમ્બરના રોજ કોલ્હાપુર એરપોર્ટ પર દેવેન્દ્ર ફડણવીસની બેગની તપાસ કરવામાં આવી હતી. બંધારણને માત્ર દેખાડો કરવા માટે અપનાવવામાં આવતું નથી, તેનું પાલન કરવું પણ જરૂરી છે. અમે માત્ર વિનંતી કરીએ છીએ કે, દરેકને બંધારણની જાણકારી હોવી જોઈએ.”

શિવસેના (UBT) આ મામલે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયોમાં તેઓ ચૂંટણી અધિકારીઓને પૂછે છે કે, વારંવાર બેગની તપાસની જરૂર કેમ પડી? વીડિયોમાં અધિકારીઓના અનેક નામ, પદ અને નુયક્તિ પત્ર માગીને પૂછે છે કે, હજુ સુધી તમે કેટલા લોકોની તપાસ કરી?

આ પણ વાંચો :-

ઝારખંડમાં 1 વાગ્યા સુધીમાં આટલું મતદાન, CRPF જવાનને વાગી ગોળી

0

ઝારખંડ વિધાનસભા ચૂંટણી દરમિયાન લાતેહારમાં ચૂંટણી ફરજ પર તૈનાત CRPF જવાનને ગોળી મારવામાં આવી છે. જવાનની ઓળખ સંતોષ યાદવ તરીકે થઈ છે. ગોળી વાગ્યા બાદ ઘાયલ જવાનને સારવાર માટે મેદિનીરાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી ડોક્ટરોએ વધુ સારવાર માટે રાંચી રીફર કર્યો હતો. ઘાયલ સૈનિકને રાંચીની મોટી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે.

ગુજરાત ચૂંટણી : 89 બેઠકનું મતદાન પૂર્ણ, નર્મદા જિલ્લામાં સૌથી વધુ 73 ટકા - BBC News ગુજરાતી

વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન થઇ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યાના છ કલાક સુધીમાં 39.12 %વોટિંગ થયું છે

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 1 વાગ્યા સુધીમાં 46.25% મતદાન નોંધાયું છે. સવારે 11 વાગ્યા સુધી 29.31% મતદાન થયું હતું. અત્યાર સુધીમાં ખુંટી જિલ્લામાં સૌથી વધુ 34% અને રામગઢ જિલ્લામાં સૌથી ઓછું 24.17% મતદાન થયું છે.

વડાપ્રધાને ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું, “આજે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થઇ છે. હું તમામ મતદારોને લોકશાહીના આ તહેવારમાં પૂરા ઉત્સાહ સાથે મતદાન કરવા વિનંતી કરું છું. આ પ્રસંગે, હું મારા તમામ યુવા મિત્રોને અભિનંદન આપું છું જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે! યાદ રાખો – પહેલા મતદાન, પછી જલપાન!”

હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) તરફથી રાંચીથી ચૂંટણી લડી રહેલા મહુઆ માઝીએ વહેલી સવારે મતદાન કર્યા બાદ કહ્યું, ‘હું દરેકને મને વોટ કરવાની અપીલ કરું છું. હું ઈચ્છું છું કે અહીં વિકાસ થાય. રાંચી રાજધાની જેવી લાગતી નથી અને હું તેને રાજધાની બનાવવા માંગુ છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોનો અનુભવ છે

આ પણ વાંચો :-

સલમાન ખાન અને શારુખાન બાદ હવે અભિનેત્રી અક્ષરા સિંહનો જીવ જોખમમાં !

0

સલમાન ખાન અને શારુખાન બાદ હવે પ્રખ્યાત ભોજપુરી અભિનેત્રી અક્ષર સિંહ પણ ખંડણી કેસમાં ધમકીભર્યો ફોન આવ્યો છે અને તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ભોજપુરીની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી પાસેથી ફોન પર 50 લાખ રૂપિયાની ખંડણીની રકમની માંગણી કરવામાં આવી છે.

અક્ષર સિંહ ખંડણીના પૈસા નહીં આપે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ફોન કરનારે કહ્યું છે કે જો 2 દિવસમાં આ રકમ નહીં આપવામાં આવે તો તેને મારી નાખવામાં આવશે.

અભિનેત્રી અક્ષરા સિંહે આ મામલે બિહારના દાનાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે દાનાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે લેખિત ફરિયાદ આપી છે. તેની ફરિયાદ બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અક્ષરાના ફેન્સને આ માહિતી મળતા જ તેમણે અભિનેત્રીની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ચાહકોનું કહેવું છે કે, પોલીસે જલદી આરોપીને શોધીને સજા કરવી જોઈએ. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે, આ માત્ર છેડતીનો મામલો છે કે કોઈ મોટી દુશ્મની છે.

આ પણ વાંચો :-

ખાટુશ્યામ મંદિરમાં રેલિંગ તૂટવાથી અકસ્માત, 7 શ્રદ્ધાળુઓ ઘાયલ

0

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર સ્થિત ખાટુશ્યામ મંદિરમાં રેલિંગ તૂટવાને કારણે અકસ્માત થયો હતો. અહીં, એકાદશીના દિવસે, બરેલી વળાંક સ્થિત ખાટુશ્યામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. ભીડના કારણે મંદિરની રેલિંગ તૂટી ગઈ, જ્યાં ભક્તો 12 ફૂટની ઊંચાઈએથી પડી ગયા. આ અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

શાહજહાંપુર સ્થિત ખાટુશ્યામ મંદિરમાં એકાદશીના દિવસે શ્યામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને રાજ્ય ધોરીમાર્ગ સહિત અનેક માર્ગો પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ દરમિયાન મંદિરની અંદર જવા માટે બીજા માળે ભારે ભીડ એકઠી થઈ હતી. ભીડને કારણે કેટલાક લોકો સિમેન્ટની રેલિંગ પર ઉભા રહી ગયા હતા. વધારે વજનના કારણે સિમેન્ટની રેલિંગ તૂટીને નીચે પડી ગઈ હતી. ઘાયલ ભક્તોમાં પુરુષોની સાથે બાળકોનો પણ સમાવેશ થાય છે.

ભક્તોને ઈજા થતા મંદિરમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને મેડિકલ કૉલેજ મોકલવામાં આવ્યા હતા. અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં કુલ 7 લોકો ઘાયલ થયા છે. અકસ્માતની માહિતી મળતાં જ SP સિટી અને CO સિટી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એકાદશીના આ પ્રસંગ માટે મંદિર પ્રશાસને કોઈની પણ પરવાનગી લીધી નહોતી. પોલીસ પ્રશાસનને પણ ખબર નહોતી. અકસ્માત બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ટ્રાફિક જામને દૂર કરવા માટે લાંબો સમય સ્થળ પર ઉભા રહ્યા હતા

આ પણ વાંચો :-

વાવ અને વાયનાડ તથા ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં નિરસ મતદાન

0

આજે ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન છે. ઝારખંડની 81 વિધાનસભા બેઠકોમાંથી આજે પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાન છે. આ તમામ 43 સીટો પર એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ વચ્ચે જોરદાર ટક્કર છે. જ્યારે ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન છે.

આ વખતે વાવ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયા જંગ છે. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત અને ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે પૂર્વ ભાજપ નેતા માવજી પટેલે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન થઇ રહ્યું છે. વહેલી સવારે સાત વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાર કલાકમાં 24.39% વોટિંગ થયું છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 15 જિલ્લાની 43 બેઠકો પર મંગળવારે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધી 29.31% મતદાન થયું હતું. અત્યાર સુધીમાં ખુંટી જિલ્લામાં સૌથી વધુ 34% અને રામગઢ જિલ્લામાં સૌથી ઓછું 24.17% મતદાન થયું છે.

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં 13 નવેમ્બર અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે કુલ 2.60 કરોડ મતદારોમાંથી 1.37 કરોડ મતદારો બુધવારે પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન કરશે. બાકીની 38 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થશે. ઝારખંડમાં પહેલા તબક્કામાં બુધવારે સૌથી વધુ છ બેઠકો પૂર્વ સિંહભૂમ જિલ્લામાં છે. ત્યાર પછી પલામુ, પશ્ચિમી સિંહભૂમ અને રાંચી જિલ્લામાં પાંચ-પાંચ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો પર બુધવારે સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. જોકે, 950 મતદાન મથકો પર સાંજે 4 વાગ્યે મતદાન પૂરું થઈ જશે. રાજ્યમાં 43માંથી 17 બેઠકો સામાન્ય, 20 એસટી અને 6 બેઠકો એસસી માટે અનામત છે.

આ પણ વાંચો :-

મહેન્દ્રસિંહ ધોનીને ઝારખંડ હાઈકોર્ટે છેતરપિંડીના કેસમાં ફટકારી નોટિસ

0

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ઝારખંડ હાઈકોર્ટે મંગળવારે નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે ધોનીને તેના ભૂતપૂર્વ ભાગીદારો મિહિર દિવાકર અને સૌમ્ય દાસ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં નોટિસ મોકલી છે. કોર્ટે ધોનીને કોર્ટમાં આવીને આ મામલામાં પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા આદેશ આપ્યો છે.

IPL 2025: Chennai Super Kings Boss Clears Air On MS Dhoni's IPL Retention As Uncapped Player - Oneindia News

મળતી માહિતી મુજબ, મિહિર દિવાકર અને સૌમ્ય દાસ ‘આરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડ’ના ડિરેક્ટર છે. બંનેએ મહેન્દ્ર સિંહ ધોની સાથે તેમના નામે ક્રિકેટ એકેડમી ખોલવાનો કરાર કર્યો હતો. જોકે, થોડા સમય પછી MS ધોનીએ મિહિર દિવાકર અને સૌમ્યા દાસ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ધોનીએ 5 જાન્યુઆરીએ ઝારખંડની રાજધાની રાંચીમાં તેની વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.

મિહિર દિવાકર અને સૌમ્ય દાસે આ સમગ્ર મામલે ઝારખંડ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેઓએ રાંચીના ન્યાયિક મેજિસ્ટ્રેટના નિર્ણયને પડકાર્યો હતો. આ જ કેસની સુનાવણી હાઈકોર્ટમાં થઈ હતી. હવે જોવાનું એ રહે છે કે નોટિસ મળ્યા બાદ ધોની કેટલો સમય પોતાનો પક્ષ રજૂ કરે છે. કારણ કે તેમને કઈ તારીખ સુધીમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તે અંગે કોઈ નક્કર માહિતી નથી.

IPL 2025માં રમવા માટે ધોની તૈયાર છે. ટૂંક સમયમાં ધોની IPLમાં રમવા માટેની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળશે. CSKએ તેને આગામી સિઝન માટે રૂ. 4 કરોડમાં જાળવી રાખ્યો છે. ધોનીએ કહ્યું હતું કે, એક ખેલાડી તરીકે તે છેલ્લા કેટલાક વર્ષોમાં જે પણ ક્રિકેટ રમી રહ્યો છે તેનો તે આનંદ માણવા માંગે છે.

આ પણ વાંચો :-

બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો, જાણો શું કહ્યું ?

0

દેશભરમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. ઉત્તર પ્રદેશથી શરૂ થયેલી બુલડોઝરની કાર્યવાહી પર કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું છે કે કોઈ પણ સરકાર મનસ્વી રીતે કામ કરી શકે નહીં અને કોઈની સંપત્તિ પણ મનસ્વી રીતે છીનવી શકાય નહીં. કોર્ટે કહ્યું છે કે માત્ર આરોપી અથવા દોષિતનું ઘર તોડવું બંધારણની વિરુદ્ધ છે. જો કોઈનું મકાન ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવશે તો અધિકારીઓ જવાબદાર રહેશે.

Bulldozing laws of country': Supreme Court again slams 'bulldozer justice' | Latest News India - Hindustan Times

સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યોમાં કાયદાનું શાસન હોવું જોઈએ. કોઈની મિલકત મનસ્વી રીતે લઈ શકતા નથી. જો કોઈ દોષિત હોય તો પણ કાયદેસર રીતે મકાન તોડી શકાય છે. આરોપી અને દોષિત બનવું એ ઘર તોડવાનો આધાર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંપત્તિ પર મનસ્વી રીતે બુલડોઝરનો ઉપયોગ કરવા બદલ અધિકારીઓને જવાબદાર ગણવામાં આવશે. જો કોઈ અધિકારી મનસ્વી અને ગેરકાયદેસર પગલાં લેશે તો તેને સજા થશે. ગુના માટે સજા કરવી એ કોર્ટનું કામ છે. આરોપી અને દોષિતોને પણ અમુક અધિકારો હોય છે. માત્ર આરોપી હોવાના કારણે ઘર તોડી પાડવું એ કાયદાનું ઉલ્લંઘન છે.

જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે તેણે બંધારણ હેઠળ બાંયધરી આપવામાં આવેલા અધિકારોને ધ્યાનમાં લીધા છે જે વ્યક્તિઓને રાજ્યની મનસ્વી કાર્યવાહીથી રક્ષણ પૂરું પાડે છે. તે જણાવે છે કે કાયદાનું શાસન વ્યક્તિઓને ખાતરી કરવા માટે એક માળખું પૂરું પાડે છે કે તેમની મિલકત મનસ્વી રીતે છીનવી લેવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે તેણે સત્તાના વિભાજન તેમજ કાર્યકારી અને ન્યાયિક શાખાઓ તેમના સંબંધિત વિસ્તારોમાં કેવી રીતે કાર્ય કરે છે તેના પર પણ વિચાર કર્યો.

આરોપી એક હોય તો સજા આખા પરિવારને કેમ આપવી? કોઈને પણ કાર્યવાહી કરતાં પહેલા એનો પક્ષ રજૂ કરવાની તક આપવી જોઈએ. ગેરકાયદે બાંધકામ હોય તો પણ કાર્યવાહી કરવા માટે સમય આપવો જોઈએ. નિયમ મુજબ નોટિસ આપવી જોઈએ અને પછી કોઈ આવા એક્શન લેવાય. જેમના પણ મકાનો ખોટી રીતે તોડી પાડવામાં આવ્યા છે તેમને સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે. બુલડોઝરની કાર્યવાહી પક્ષપાત આધારિત ન હોવી જોઈએ. બુલડોઝર ન્યાય સ્વીકાર્ય જ નથી. બુલડોઝરની કાર્યવાહી જ કાયદાનો ન્યાય ન હોવાનો ભય દર્શાવે છે.

આ પણ વાંચો :-

૧૩ નવેમ્બર, ૨૦૨૪/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને બુધવારના દિવસે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ-

માનસિક ઉગ્રતા રહે. ઇચ્છિત આવકની પ્રાપ્તિ અટકે. સ્વાસ્થ્ય સાચવવું. નવા નાણાંકીય રોકાણો ટાળવા. માતૃપક્ષ તરફથી ચિંતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.

વૃષભઃ-

આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાન સુખ સારૂં મિત્રોથી લાભ મળે. દામ્પત્ય જીવનમાં એકરાગિતા રહે. ભાગ્ય સારૂ રહે. નોકરી ધંધામાં રાહત.

‌મિથુનઃ-

માનસિક ચિંતા વધે. આકસ્મિક ખર્ચની સંભાવના છે. સંતાનની પ્રગિતથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણાં ફસાઇ જવાનો યોગ છે. સાંજે પરિસ્થિતિમાં સુધારો જણાય.

કર્કઃ-

દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણીશીલતા , સ્નેહનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્યજીવનમાં પ્રેમ જળવાય.

‌સિંહઃ-

આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ઉચાટ રહે. પરિવારમાં મનમેળ રહે. શરદી-ખાંસી કફથી સાચવવું. સંતાન અંગે ચિંતા રહે. ધંધાકીયક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.

કન્યાઃ-

દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જીવનસાથીની પ્રગતિથી આનંદ. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ તથા હાડકાના દુઃખાવાની કાળજી રાખવી.

તુલાઃ-

નાણાંકીય રોકાણમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાદ વિવાદ ટાળવો. નોકરી-ધંધામાં ચિંતાનું વાતાવરણ સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની તબિયતની ચિંતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.

વૃ‌શ્ચિકઃ-

આત્મબળ વધતાં અગત્યના નિર્ણયો મક્કમતાથી લઇ શકાશે. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નોકરી, ધંધામાં પ્રગતિ થતી જણાય. યથ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.

ધનઃ-

નાણાંકીય આવક વધતી જણાય. નાના ભાઇ બહેનની ચિંતા હળવી થતી જણાય. માતૃસુખ સારૂ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન-સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકરઃ-

સમાજસેવા ક્ષેત્રે મન પરોવાય પરિણામે યશ-પ્રતિષ્‍ઠા વધે. પરિવારમાં આનંદ અને કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્ર‌ગતિથી આનંદ થાય. સાડી, ડ્રેસ મટીરીયલ, તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ-

આત્મવિશ્વાસમાં વધારો થતો અનુભવાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાનની ચિંતા સતાવે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે. પાણીથી દૂર રહેવું.

મીનઃ-

મનમાં ચંચળતા વધે. વિચારવાયુનું પ્રમાણ વધે. ધનપ્રાપ્તિના યોગ બને છે. નવા પ્રેમસંબંધોનું નિર્માણ થાય. ઝવેરાત, સોના ચાંદીની ખરીદી શક્ય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.