Home Blog Page 574

શેરબજારમાં આજે સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી

0

અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક કડાકાની અસર હવે ભારતીય શેરબજારમાં પણ દેખાઈ રહી છે. ભારતીય શેરબજાર ખુલતાંની સાથે જ સેન્સેક્સમાં 1100 થી વધુ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 330થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જેના લીધે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. જ્યારે બેન્ક નિફ્ટીની વાત કરીએ તો એમાં પણ 750થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. હાલમાં સેન્સેક્સ રિકવરી મોડમાં દેખાઈ રહ્યો છે અને તે 722 પોઈન્ટના કડાકા સાથે 79459 પર જ્યારે નિફ્ટી 214 પોઈન્ટના કડાકા સાથે 23984 પર ટ્રેડ થઈ રહી છે. નિફ્ટીએ 24 હજારની સપાટી ગુમાવી દીધી છે.

શેરબજારમાં ગુરુવારે સાર્વત્રિક વેચવાલીથી બીએસઇના તમામ ઇન્ડેક્સ તૂટ્યા હતા. બીએસઇ આઈટી ઇન્ડેક્સ, ટેક, રિયલ્ટી, પાવર, ઓઇલ ગેસ ઇન્ડેક્સ, મેટલ, બેન્કેક્સ ઇન્ડેક્સ 1 થી અઢી ટકા સુધી તૂટ્યા હતા. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં 800 પોઇન્ટ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 875 પોઇન્ટનો કડાકો બોલાયો છે. બેંક નિફ્ટી 765 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 740 પોઇન્ટ તૂટ્યા છે.

બીએસઈ સેન્સેક્સના ટોપ 30 શેર્સમાં બે શેર સિવાય તમામ શેર્સમાં કડાકો બોલાઈ ગયો છે. સૌથી મોટો કડાકો ઈન્ફોસિસના શેર્સમાં બોલાયો હતો. જ્યારે નિફ્ટી 50ના 47 શેર્સની હાલત ખરાબ દેખાઈ રહી છે. એશિયન પેઈન્ટ્સના શેર્સ પણ 2 ટકાથી વધુ તૂટી ગયા છે.

 

આ પણ વાંચો :-

સરકારી ગ્રાંટની રકમ ધારાસભ્યની ખાનગી પેઢીની નથી, અરવિંદ રાણા પોસ્ટર્સ લગાડીને શું સિધ્ધ કરવા માંગે છે?

  • પોતાના મતવિસ્તારના કામો કરાવીને ચૂંટાયેલો લોકપ્રતિનિધિ કોઇની ઉપર ઉપકાર કરતો નથી, પ્રજાની કમાણીમાંથી મળતા ભાડા, ભથ્થાનો આંકડો તપાસશે તો ખ્યાલ આવશે
  • લોકો ચામડી ચીરી નાંખતા કર-વેરા ભરે છે. બદલામાં પ્રાથમિક સુવિધાઓ મળે છે, ધારાસભ્ય કે કોર્પોરેટર પોતે કામ કરાવ્યાની ‘ડંફાસ’ મારતો હોય તો ભ્રમથી વિશેષ નથી
     
  • મહાપાલિકાનુ તંત્ર કામ નથી કરતુ તો તંત્રનો કાન આમળો, પક્ષના નેતૃત્વને ફરિયાદ કરો, બેઠકમાં ચર્ચા કરો, પરંતુ  આંતરિક વિવાદનો ગંદવાડ શેરીઓમા શા માટે?
     
  • સુરતના તળ કોટ વિસ્તારમાંથી લોકો હિજરત શા માટે કરી રહ્યા છે. કારણ તપાસો અને ઉકેલ લાવો બાકી ‘અશાંતધારા’થી કોઇ અંધારામાં નથી
    પાછલા કેટલાક સમયથી સુરતની ભાજપ શાસિત મહાપાલિકામાં ખુદ ભાજપના જ સભ્યો વિપક્ષની ભૂમિકામાં આવી ગયા છે. સામાન્ય સંજોગોમાં મહાપાલિકાની વહિવટી કામગીરી માટે પક્ષની બેઠકમાં આક્રમક ચર્ચા થાય એ માની શકાય પરંતુ આજકાલ સુરત શહેરના ધારાસભ્ય અરવિંદ રાણાએ બીજા કોઇ સામે નહીં પરંતુ પોતાના જ પક્ષના મેયર સામે બાંયો ચઢાવીને મહાપાલિકાની વહિવટલક્ષી કામગીરીને શેરીઓમાં ઘસડી ગયા છે. આવું કરીને કદાચ ધારાસભ્ય અરવિંદ રાણા પોતે કાર્યદક્ષ ધારાસભ્ય હોવાનું પુરવાર કરવા માંગતા હશે પરંતુ સામસામે પત્ર વહેવાર કરીને અને પ્રચાર માધ્યમોમાં જાહેર કરીને પોતાની અને પક્ષની આબરૂનું લીલામ કરી રહ્યા છે.
    અરવિંદ રાણા તળ સુરતી છે અને મૂળ સુરત ગણાતા રાણાવાડ, કોટસફીલ રોડ, ભાગળ, નાનપુરા, બેગમપુરા, સગરામપુરા, ખટોદરા, સોનીફળીયા, રાજમાર્ગ સહિતના વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે. તળ સુરતી હોવાના નાતે પોતાના મતવિસ્તારની ચિંતા કરે એ વ્યાજબી ગણી શકાય અને પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો થવા જ પણ જોઇએ પરંતુ આના માટે પોતાના જ પક્ષ શાસિત મહાપાલિકાના મેયર સામે ખુલ્લે આમ પત્રવ્યવહાર કરીને લોકોને વહાલા થવા પક્ષની આબરૂનું લીલામ કરવામાં આવે એ પક્ષની નેતાગીરીએ હરગીજ ચલાવી લેવું જોઇએ નહીં પરંતુ અરવિંદ રાણાએ શરૂ કરેલી જાહેર લડાઇને પક્ષનું શિર્ષનેતૃત્વ પણ રોકી શક્યું નથી.
    મતલબ બની શકે કે અરવિંદ રાણાને પક્ષના નેતૃત્વનું છુપું પીઠબળ હોઇ શકે અને ખરેખર આવું હોય તો આવનારા સમયમાં ભાજપના પતન માટે વિપક્ષની જરૂર નહીં રહે. આમ તો સુરતના ૧૪ ધારાસભ્યો પૈકી વરાછાના કુમાર કાનાણી, કતારગામના વિનુ મોરડીયા પણ ક્યારેક આક્રમક મુડમા જોવા મળે છે. પરંતુ આ બન્‍ને ધારાસભ્યોએ ક્યારેય પણ પક્ષના નેતૃત્વ સામે સીધો પડકાર કર્યો નથી. પડદા પાછળના ઇરાદા જગજાહેર હોવા છતાં પક્ષની આબરૂનું લીલામ થાય એવો ફજેતો કર્યો નથી. અરવિંદ રાણા એક સિનિયર ધારાસભ્ય છે. ભૂતકાળમાં કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવવા ઉપરાંત પક્ષના વરિષ્‍ઠ નેતા ફકીર ચૌહાણના નેતૃત્વ હેઠળ કામ કરી ચૂક્યા છે. પરંતુ હજુ પણ ફૂટપાથની નેતાગીરીથી આગળ વધી શક્યા નથી. ‘અશાંતધારા’ને લઇને પણ તેમની સામે લોકો શંકાની નજર કરી રહ્યા છે. બની શકે કે અરવિંદ રાણા એવા ભ્રમમાં હશે કે તેઓ જે કરી રહ્યા છે, તેની કોઇને જાણ નથી.
    ખેર, અશાંતધારાને લઇને અલગ ચર્ચા કરી શકાય પરંતુ હાલમાં અરવિંદ રાણા જે કરી રહ્યા છે તે કદાચ લોકોના હિતને આગળ ધરીને કરી રહ્યા હશે પરંતુ પક્ષના હિતમાં જરાપણ નથી. આમ પણ સુરત શહેરનો મૂળભૂત જૂનો વિસ્તાર એટલે કે સેન્ટ્રલ ઝોનમાં હવે નવા વિકાસના કામો કરવાનો કોઇ જ અવકાશ નથી. માત્ર રોડ, રસ્તા, પાણી, ગટરની લાઇનો મેન્ટેન કરવામાં આવે તો પણ સેન્ટ્રલ ઝોન રાબેતા મુજબ ધબકતો રહેશે. એટલું ચોક્કસ કહી શકાય કે રોડ ભલે સાંકડા હોય પરંતુ સિમેન્ટ કોંક્રીટના એટલે સી.સી. રોડ બનાવવામાં આવે તો તેનું આયુષ્ય લાંબુ અને ટકાઉ બને પરંતુ તેના માટે જાહેરમાં હોબાળો મચાવવાની જરૂર નથી. એક ધારાસભ્ય તરીકે અરવિંદ રાણાને સરકારની ગ્રાંટ મળે છે પરંતુ આ ગ્રાંટની રકમ પણ આખરે પ્રજાના ટેક્સના નાણાં છે. મતલબ અરવિંદ રાણા સરકારની ગ્રાંટની રકમની પોતાની ખાનગી મૂડી હોવાંનુ કહેવા માંગતા હોય તો પણ અરવિંદ રાણા માટે આ વાત જરા પણ શોભાસ્પદ નથી.
    શાસક કોઇપણ હોય આખરે એ ચૂંટાયેલા ટ્રસ્ટી છે, મતલબ લોકોએ વહિવટ કરવા માટે ચૂંટીને એક ટ્રસ્ટી તરીકે મોકલ્યા છે. એ ગ્રામ પંચાયત હોય કે પાલિકા હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય આખરે આ બધા જ લોકપ્રતિનિધિઓ છે અને બધાએ જ પ્રજા અને દેશ માટે કામ કરવાનું છે અને એટલે જ આજકાલ ‘સંવિધાન’ના મુદ્દે શાસક અને વિપક્ષમાં ધમાચકડી ચાલી રહી છે. અરવિંદ રાણા પોતીકા મતવિસ્તારના પ્રશ્નોને લઇને ચાલતા હોય તો કોઇ મોટો ઉપકાર કરતા નથી, આ તેમની નૈતિક અને કાયદાકીય પણ ફરજ છે. પરંતુ અરવિંદ રાણાએ એ ભૂલવું જોઇએ નહીં કે મહાપાલિકામા પણ પોતીકા ભાજપ પક્ષનુ શાસન છે. મતલબ મેયર સામે ઉડાડવામાં આવતો કીચડ પોતાની ઉપર પણ ઉડી રહ્યો છે.
    બધા જ ચૂંટાતા લોકોપ્રતિનિધિઓ માત્રને માત્ર લોકસેવા કરવા માટે ચૂંટાતા હોત તો પક્ષાપક્ષીની લડાઇ જ ન હોય. પરંતુ દુનિયા આખી જાણે છે કે રાજકીય પક્ષો અને સરકારમાં કેવા કેવા ‘ખેલ’ ચાલે છે. મતલબ અરવિંદ રાણા અને મેયર દક્ષેશ માવાણીએ પણ એક વાત સમજવી જોઇએ કે તમે જે કંઇ કરી રહ્યા છો એ લોકો ઉપર હરગીજ ઉપકાર કરતા નથી અને કાયદાની રૂએ મળેલી સત્તાનો દુરૂપયોગ કરતા હશો તો આજે નહીં તો કાલે જરૂર ‘બેનકાબ’ થઇ જશો અને ત્યારે લોકોને મોઢું બતાવવા લાયક નહીં રહો. ચૂંટાયેલા લોકસેવક તરીકે સરકારની એટલે પ્રજાની તિજોરીમાંથી પ્રજાની ચામડી ચીરાઇ જાય એવા ભાડાભથ્થા ચૂકવવામાં આવે છે. પ્રજાના પરસેવાના ટેક્સના નાણાંમાંથી લોકસેવકો એ.સી.ગાડીમાં ફરે છે. મતલબ લોકસેવા કરવાના બદલામાં પ્રજા મહેનતાણું ચૂકવે છે.
    અને છતાં છાશવારે સપાટી ઉપર આવતા આર્થિક કૌભાંડોમાં પણ ક્યાંકને ક્યાંક ચૂંટાયેલા લોકસેવકની સંડોવણીની વાતો આવે છે ત્યારે પ્રજાને ચોક્કસ દુઃખ થતું હશે પરંતુ એક વખત મત આપી ચૂકેલા મતદાર માટે લાચારી સિવાય કંઇ જ બચતું નથી.
    લોકસેવાના કામનો ઝંડો લઇને પોતીકા પક્ષના લોકો સામે મેદાનમા ઉભેલા અરવિંદ રાણાને સમયસર રોકવામાં નહીં આવે તો આવનારા દિવસો અન્ય ધારાસભ્ય કે કોર્પોરેટર પણ શેરીઓમાં જઇને કીચડ ઉડાડતા હશે.
    પોતે કામ કરાવ્યા હોવાના શેરીઓમાં પોસ્ટર લગાડવાથી ‘હીરો’ બની જવાંતુ નથી. લોકો બધું જ જાણતા હોય છે. થોડા દિવસ પહેલા એવી ચર્ચા ચાલી હતી કે જુના શહેરમાંથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે. આ વાતમાં કેટલુ તથ્ય છે એ તપાસનો વિષય છે પરંતુ કોઇ ચોક્કસ કારણોસર લોકો સ્થળાંતર (હિજરત) કરી રહ્યા હોય તો માત્ર અરવિંદ રાણાએ નહીં ભાજપના સમગ્ર નેતૃત્વએ ચોક્કસ મનોમંથન કરવું જોઇએ અને કારણો જાણીને મજબૂરીથી થઇ રહેલું સ્થળાંતર રોકવું જોઇએ. બાકી ‘અશાંતધારા’ના નામથી ચાલી રહેલી પ્રવૃત્તિ તરફ પણ નજર કરવી જરૂરી હોવાનું જણાઇ રહ્યું છે.
    સુરત ભાજપના લોકપ્રતિનિધિઓએ સામે સામે શિંગડા ભેરવવાની શરૂ કરેલી લડાઇ રોકવામાં નહીં આવે તો આવતી કાલે ભાજપની આબરૂનું જ ધોવાણ થશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મૌન ધારણ કરી લેશો તો પક્ષના અસંતુષ્ટોને પણ‌ વિવાદમાં કુદી પડવાનુ મેદાન મળી જશે.

    આ પણ વાંચો :-

દિલ્હીમાં 60 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને મફત સારવાર મળશે: અરવિંદ કેજરીવાલ

0

દિલ્હીમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ પહેલા AAPએ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વૃદ્ધો માટે સંજીવની યોજના શરૂ કરી છે. પક્ષની આ યોજના મુખ્યત્વે વૃદ્ધોના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ યોજના હેઠળ દિલ્હીમાં 60 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને મફત સારવાર મળશે. યોજનાની જાહેરાત દરમિયાન, AAP કન્વીનરે કહ્યું, “હું દિલ્હીના લોકો માટે સંજીવની લઈને આવ્યો છું. જે અંતર્ગત 60 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. કામદારો નોંધણી માટે ઘરે-ઘરે જશે.

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે જેમ જેમ ઉંમર વધે છે તેમ 100 બીમારીઓ આપણને ઘેરી લે છે. સારવાર કેવી રીતે કરવી તેની ચિંતા ઘેરી વળે છે. ઘણી વખત બાળકો તેમના માતા-પિતાની કાળજી લેતા નથી. જેમ લક્ષ્મણજી સંજીવની જડીબુટ્ટી લઈને આવ્યા હતા. તેવી જ રીતે દિલ્હીમાં સરકાર બન્યા બાદ દિલ્હી સરકાર વૃદ્ધો માટે સંજીવની યોજના લાવશે. જેમાં મફત સારવાર થશે. કોઈ મર્યાદા કે શ્રેણી નથી.

આ પણ વાંચો :-

બિકાનેરમાં ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં બોમ્બ વિસ્ફોટ, 2 સૈનિકોના મોત, એક ઈજાગ્રસ્ત

0

રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં તોપ પ્રેક્ટિસ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. આ દરમિયાન બોમ્બ વિસ્ફોટની માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં બે જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એક જવાન ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જના નોર્થ કેમ્પમાં આવેલા ચાર્લી સેન્ટરમાં થઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સૈનિકને સુરતગઢની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

તે પહેલાં 21 ઓગસ્ટ 2024, રોજ રાજસ્થાનના જેસલમેરના રામદેવરા વિસ્તારમાં એરફોર્સના ફાઇટર એરક્રાફ્ટમાંથી બોમ્બ જેવી વસ્તુ પડવાને કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં 8 ફૂટ ઊંડો ખાડો સર્જાયો હતો.આ ઘટના વસતીથી દૂર નિર્જન વિસ્તારમાં બની હતી. આના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના બાદ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી.

આ પણ વાંચો :-

ભારતની આ ફિલ્મ ઓસ્કારની રેસમાંથી બહાર, જાણો ઓસ્કાર 2025 ક્યારે યોજાશે?

0

97મા ઓસ્કાર એવોર્ડ્સમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર કેટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી “લાપતા લેડીઝ” ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ છે. કિરણ રાવના નિર્દેશનમાં બનેલી આ હિન્દી ફિલ્મ એ 15 ફિચર ફિલ્મોની યાદીમાં સામેલ નથી જે અંતિમ પાંચમા સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરશે. એકેડમી ઑફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આજે બુધવારે સવારે આની જાહેરાત કરી હતી.

એકેડમી એવોર્ડસ જે ઓસ્કારના નામે પણ ઓળખાય છે તે ફિલ્મ જગતના સૌથી સર્વોચ્ચ એવોર્ડસ માંથી એક માનવામાં આવે છે, અને દરેક ફિલ્મ મેકરનું સપનું હોય છે તે એવોર્ડને મેળવવાનું. દર વર્ષે ભારતમાંથી અમુક ફિલ્મો ઓસ્કારના નોમિનેશન માટે મોકલવામાં આવે છે. બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીના ટોપ 15 ના લિસ્ટમાંથી ‘લાપતા લેડિઝ’ બહાર નીકળી ગઈ છે. ત્યારે આ વર્ષનો 2025 નો 97 મો એકેડમી એવોર્ડ માર્ચ, 2025 ને રવિવારના રોજ યોજાશે.

ટોપ 15 માંથી ‘લાપતા લેડિઝ’ જે ‘લાપતા લેડીઝ‘ ના નવા નામે નોમિનેટ કરી હતી તે બહાર નીકળી ગઈ છે પરંતુ ભારત તરફથી બ્રિટિશ-ઇન્ડિયન ફિલ્મમેકર સંધ્યા સાગરીની ફિલ્મ ‘સંતોષ’ ટોપ 15 માં શોર્ટ લિસ્ટ થઈ છે, આ લિસ્ટમાં આ ફિલ્મોનો સમાવેશ થાય છે.

  • ધ ગર્લ વિથ ધ નીડલ’ (ડેનમાર્ક)
  • યુનિવર્સ લેંગ્વેજ’ (કેનેડા)
  • એમિલિયા પેરેઝ’ (ફ્રાન્સ)
  • આઈ એમ સ્ટિલ હીયર’ (બ્રાઝિલ)
  • વેવ્સ’ ( ચેક રિપબ્લિક)
  • ધ સીડ ઓફ ધ સેક્રેડ ફિગ’ (જર્મની)
  • દાદી કે મરને સે પહલે લાખોં કૈસે કમાયે’ (થાઇલેન્ડ)
  • ટચ’ (આઇસલેન્ડ)
  • આર્મન્ડ’ (નોર્વે)
  • નીકેપ’ (આયર્લેન્ડ)
  • ડાહોમી’ (સેનેગલ)
  • ફ્રોમ ગ્રાઉન્ડ ઝીરો’ (પેલેસ્ટાઇન)
  • ફ્લો’ (લેટવિયા)
  • વર્મિગ્લિયો’ (ઇટાલી)
  • સંતોષ’ (ઈન્ડિયા)

જ્યારે કિરણ રાવની લાપતા લેડીઝને ઓસ્કાર માટે ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવી ત્યારે દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત હતા પરંતુ હવે ફિલ્મ પહેલા રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. અન્ય સ્પર્ધકો છે “ટચ”, “નીકેપ”, “વર્મીગ્લિઓ”, “ફ્લો”, “આર્મન્ડ”, “ફ્રોમ ગ્રાઉન્ડ ઝીરો”, “ડાહોમી”, અને “હાઉ ટુ મેક મિલિયંસ બિફોર ગ્રેન્ડમા ડાઈસ”. એકેડેમી અનુસાર, 85 દેશો અથવા પ્રદેશોએ એવી ફિલ્મો રજૂ કરી હતી જે 97મા ઓસ્કાર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર કેટેગરી માટે લાયક હતી.

આ વર્ષે ઓસ્કાર 2 માર્ચ 2025 ના રોજ લોસ એન્જલસમાં સાંજે 7 વાગ્યાથી શરૂ થશે જેનું લાઈવ પ્રસારણ અમેરિકાની એબીસી ચેનલ પર થશે. ભારતીય સમય મુજબ આ અવોર્ડનું જીવંત પ્રસારણ બીજા દિવસે એટલે કે 3 માર્ચે સવારે 4:30 વાગ્યાથી જોઈ શકાશે. વર્ષ 2024માં ભારત તરફથી ‘ ટુ કિલ અ ટાઈગર’ એકમાત્ર ફિલ્મ હતી જે નોમિનેટ થઈ હતી.

આંબેડકર મુદ્દે અમિત શાહના બચાવમાં ઉતર્યા પીએમ મોદી, જાણો ટ્વીટ કરીને શું કહ્યું ?

0

સંસદની કાર્યવાહીનો આજે 19મો દિવસ છે. ગઈકાલે લોકસભામાં વન નેશન, વન ઇલેક્શન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કાયદા અને ન્યાય પ્રધાન અર્જુન રામ મેઘવાલે ONOE બિલ રજૂ કર્યું હતું. જેના સમર્થનમાં 269 મત પડ્યા હતા.હવે આ બિલ JPCને મોકલવામાં આવશે. સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થવામાં હવે માત્ર 2 દિવસ બાકી છે.

સંસદના ચાલુ શિયાળુ સત્રમાં બંને ગૃહોમાં બંધારણ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ લોકસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. ત્યારે ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. લોકસભામાં વન નેશન, વન ઇલેક્શન સંબંધિત બિલ લાવવામાં આવ્યું હતું, જે વિભાજન પછી ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું અને જેપીસીને મોકલવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું, ‘ડો.આંબેડકર વિરુદ્ધ કોંગ્રેસના પાપોની સંપૂર્ણ યાદી છે. કોંગ્રેસે તેમને એક નહીં પરંતુ બે વખત ચૂંટણીમાં હરાવ્યા હતા. પંડિત નેહરુએ તેમની સામે પ્રચાર કર્યો અને તેમની હારને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો હતો. તેમને ભારત રત્ન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સાથે જ સંસદના સેન્ટ્રલ હોલમાં તેમના પોટ્રેટને સન્માનનું સ્થાન ન આપવું એ પણ કોંગ્રેસની વિચારસરણી દર્શાવે છે.

વન નેશન વન ઈલેક્શન બિલ પર હરિયાણાના મંત્રી અનિલ વિજે કહ્યું કે,આ ખૂબ જ સારો નિર્ણય છે. રંવાર ચૂંટણી કરાવવામાં ઘણો સમય અને નાણાંનો વ્યય થાય છે અને આદર્શ આચારસંહિતા વારંવાર લાગુ થવાથી કામની ગતિ ઘટી જાય છે. પીએમ મોદી દેશને ઝડપી વિકાસ તરફ લઈ જવા માંગે છે અને તેના માર્ગમાં આવતા તમામ અવરોધોને દૂર કરી રહ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ‘અમિત શાહે આંબેડકરનું અપમાન કર્યું છે. અમે તેમના રાજીનામાની માંગ કરીએ છીએ. શાહે દેશની જનતા પાસે માફી માંગવી જોઈએ. જ્યારે અમિત શાહ બાબા સાહેબ વિશે બોલતા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, જેટલી વખત તમે આંબેડકરનું નામ લો છો, તેટલું જ જો તમે ભગવાનનું નામ લીધું હોત તો તમે 7 વાર સ્વર્ગમાં પહોંચી ગયા હોત. એટલે કે બાબા સાહેબનું નામ લેવું એ ગુનો છે. તે સમયે મેં હાથ ઊંચો કરીને તેમને બોલતા રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મને બોલવાનો મોકો મળ્યો નહીં. બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણની ચર્ચા થઈ રહી હતી એટલે અમે ચૂપ રહ્યા હતા.’

આ પણ વાંચો :-

કીમમાં યુનિયન બેંકના લોકર રૂમની દીવાલ તોડી ચોરોએ લાખો રૂપિયા અને દાગીના ઉઠાવ્યા

સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા પાસે આવેલા યુનિયન બેંકને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ દિવાલમાં બાકોરું પાડીને ચોરીની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. કીમના યુનિયન બેન્કમાં ચોરીમાં ₹9 લાખ રોકડા અને 49 તોલા સોનાની ચોરી થયાનો ખુલાસો,  રોકડ અને દાગીના સહિત ₹40.35 લાખની મત્તાની ચોરી, તસ્કરોએ બેંકની દિવાલમાં બાકોરું પાડી 6 લોકર તોડ્યા હતા. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા અને આ મામલે તપાસ શરુ કરી છે.

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા પાસે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આવેલી છે. વહેલી સવારે બેંકમાં સેફ ડીપોઝીટ લોકર છે ત્યાં પાછળની બાજુમાં એક રૂમમાં બાકોરું પાડીને ચોરી કરવામાં આવી હતી. સવારે ચોરી અંગેની જાણ બેંકમાં થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.

જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે વહેલી સવારે કીમ ચોકડી પાસે કોસંબા પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડીયામાં સેફ ડીપોઝીટ લોકર છે ત્યાં પાછળની બાજુમાં એક રૂમમાં બાકોરું પાડીને ૬ જેટલા લોકરમાંથી ચોરી થઇ હોવાનું જણાય છે. એ લોકરમાં શું હતું અને કોનું છે તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. ડોગ સ્કવોર્ડ અને એફએલએલની ટીમે ઘટના સ્થળે વિઝીટ કરી છે, જિલ્લાની પોલીસની એસઓજી, એલસીબી, ડીવાયએસપી કામરેજ, કોસંબા,કીમની અલગ અલગ 7 જેટલી ટીમો તપાસમાં જોડાઈ છે અને ઘરફોડ ચોરીનો ગુનાનો ભેદ ઝડપથી ઉકેલવાની કામગીરી કરાઈ રહી છે. હાલમાં પ્રાથમિક પૂછપરછમાં બેંક દ્વારા કોઈ ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી ના હતી, આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-

સુરતના ઉધનામાં ફાયરિંગ કરનાર કુખ્યાતોનું પોલીસે કાઢ્યું સરઘસ

સુરતના ઉધનામાં આરાધ્યા કોર્પોરેશન ઓફિસમાં 2 રાઉન્ડ ફાયરિંગ મામલે પોલીસે આરોપી ગુરુમુખ ચીકલીઘર, શુભમ ઉર્ફે માફિયાનો વરઘોડો નીકળ્યો હતો. ફરિયાદી અને આરોપી ગુરુમુખ વચ્ચે પૈસાની લેતી દેતી હતી. ફરિયાદીના ઓફિસ પર ફાયરિંગને અંજામ આપવામાં આવ્યો હતો. સ્થળ પર લાવી પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યુ. અગાવ 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ ગુરમુખ ઉર્ફે ગુરૂ અને શુભમ ઉર્ફે માફિયા જેઓ નેપાળ ભાગવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓને ટેક્નિકલ સર્વેલન્સનાં આધારે ઝડપી પાડ્યા છે. જેમાં આરોપી ગુરમુખ ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમજ તેની સામે 2020માં ડીંડોલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302 હેઠળ હત્યાનો કેસ દાખલ થયેલ છે.તો શુભમ ઉર્ફે માફિયા સામે 2022માં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 302 હેઠળ ગુનો નોંધાયેલ છે.

થોડા સમયે સુરતનાં ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગરમાં ભાજપનાં સક્રિય કાર્યકર દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભાજપના સક્રિય કાર્યકર ઉમેશ તિવારીની પોલીસે અટકાયત કરી હતી. ઉમેશ તિવારીનું રિવોલ્વર લાયસન્સ પોલીસ તરફથી રદ કરવામાં આવશે. તેમજ અગાઉ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે બાબતે હાથ ધરાશે તપાસ તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં મકાનમાં લાગી ભીષણ આગ, શ્વાસ રુંધાતા 6 લોકોનાં મોત, 4 બેભાન

0

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બુધવારે કઠુઆના શિવનગર વિસ્તારમાં એક નિવૃત્ત ડીએસપીના ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં આગ લાગતાં ઘરની અંદર સૂઈ રહેલા છ લોકોના કરૂણ મોત થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોના મોત ગૂંગળામણને કારણે થયા છે. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના નિવૃત્ત ડીએસપી અવતાર ક્રિષ્નાના ઘરમાં બની હતી. જ્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને સૂતેલા લોકોને ભાગવની તક પણ મળી ન હતી.

માહિતી અનુસાર મદદ માટે આવેલા એક પાડોશી પણ દુર્ઘટના વખતે બેભાન થઈ ગયા હતા. બેભાન થઈ ગયેલા લોકોને કઠુઆની જીએમસી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી હતી. માહિતી અનુસાર જેમના ઘરમાં આગ લાગી તે નિવૃત્ત પોલીસ અધિકારીનું મકાન હતું. જેમાં નિવૃત્ત ડીએસપી પણ મૃત્યુ પામી ગયા હતા.

  • ગંગા ભગત- ઉંમર 17 વર્ષ
  • દાનિશ ભગત- ઉંમર 15 વર્ષ
  • અવતાર કૃષ્ણ- ઉંમર 81 વર્ષ
  • બરખા રૈના- ઉંમર 25 વર્ષ
  • તાકશ રૈના- ઉંમર 3 વર્ષ
  • અદ્વિક રૈના- ઉંમર 4 વર્ષ

કઠુઆ શહેરના શિવ નગર વિસ્તારમાં આગની ઘટનામાં એક જ પરિવારના 6 સભ્યોના અચાનક મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મૃતકોના પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. હું જિલ્લા વહીવટીતંત્રના સતત સંપર્કમાં છું. મંડલ પ્રમુખ શ્રી રાહુલ જીના નેતૃત્વમાં ભાજપ કાર્યકર્તાઓની અમારી ટીમ સ્થળ પર મદદ કરી રહી છે. ઓમ શાંતિ

આ પણ વાંચો :-

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! રવિચંન્દ્ર અશ્વિને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

0

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસેબનના ગાબામાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ મેચ બાદ ભારતના સ્ટાર સ્પિન ઑલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. પાંચમા દિવસે જ્યારે વરસાદના ટી બ્રેક વખતે મેચ અટકી ત્યારે ટીમ ઈન્ડિયાના સભ્યો ડ્રેસિંગ રૂમાં હતા. તે સમયે અશ્વિનને કોહલીએ ગળે લગાવ્યો હતો અને તે ભાવુક થઈ ગયો હતો. જે બાદ તે ટેસ્ટ ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત કરશે તે નિશ્ચિત થઈ ગયું હતું.

રવિચંદ્રન અશ્વિને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “આજે મારો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેનો છેલ્લો દિવસ હતો. એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે હું હવે આ રમત સાથે જોડાયેલો નહીં રહું. પરંતુ હું ચોક્કસપણે આ રમત સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો રહીશ.” અશ્વિને તેની એક્સ પોસ્ટ પર લખ્યું, “ઘણા વિચાર કર્યા પછી, મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. અવિસ્મરણીય ક્ષણોથી ભરપૂર, ભારતનું પ્રતિનિધિત્વ કરતી મારી અત્યાર સુધીની સફર અવિશ્વસનીય રહી છે. મારા સાથી ખેલાડીઓ, કોચ, BCCI અને સૌથી અગત્યનું ચાહકોને તેમના અતૂટ સમર્થન માટે આભાર. નવા પડકારો મારી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ હંમેશા મારા હૃદયમાં વિશેષ સ્થાન જાળવી રાખશે.

ઓફ સ્પિનર​અશ્વિને ટીમ ઈન્ડિયા માટે કુલ 287 મેચ રમી છે. જેમાંથી તેણે 106 ટેસ્ટ મેચમાં કુલ 537 વિકેટ લીધી છે. તેને 200 ઇનિંગ્સમાં બોલિંગ કરવાની તક મળી. તે 37 વખત પાંચ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે, જ્યારે 8 વખત તે મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તેની શ્રેષ્ઠ બોલિંગમાં 59 રનમાં 7 વિકેટ અને મેચમાં 140 રનમાં 13 વિકેટ છે.

વનડે ક્રિકેટની વાત કરીએ તો અશ્વિને 116 મેચોમાં 707 રન બનાવ્યા છે. જ્યારે 156 વિકેટ પણ લીધી છે. ભારત માટે અશ્વિનને 65 ટી 20 મેચોમાં રમવાની તક મળી. આ દરમિયાન 72 વિકેટ લીધી. અશ્વિન 2011મં વનડે વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમમાં પણ સામેલ હતા.

આ પણ વાંચો :-