Home Blog Page 566

લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત, ઓમ બિરલાએ વિપક્ષને આપી સલાહ

0

સંસદનું શિયાળુ સત્ર આજે સમાપ્ત થઈ રહ્યું છે. આજે સંસદની કાર્યવાહી શરૂ થયા બાદ પ્રથમ વખત પરિસરની બહાર પક્ષ અને વિપક્ષ વચ્ચે સંગ્રામ જોવા મળી રહ્યો છે. જ્યાં ભાજપના સાંસદો મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે. તો, વિપક્ષના સાંસદો ચોકથી સંસદ તરફ કૂચ કરી રહ્યા છે.

એક મોટા નિર્ણયમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સંસદના ગેટ પર વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મુક્યો છે. ઓમ બિરલાએ એક દિવસ પહેલા સંસદમાં કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે થયેલી ધક્કામુક્કી બાદ આ નિર્ણય લીધો છે. એક દિવસ પહેલા સંસદના ગેટ પર પ્રદર્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સાંસદોએ એકબીજા સાથે ધક્કામુક્કી કરી હતી. દરમિયાન ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

લોકસભાના સમાપન સમારોહ દરમિયાન એવી પરંપરા છે કે સમાપન ભાષણ શાસક પક્ષ અને વિપક્ષના નેતા દ્વારા આપવામાં આવે છે, પરંતુ આ પહેલીવાર બન્યું છે કે લોકસભાની કાર્યવાહી સમાપન ભાષણ વિના અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હોય.

રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઈન્ડિ ગઠબંધનમાં સામેલ અન્ય પક્ષોના સાંસદોએ રાજ્યસભામાં ડૉ. બી.આર. આંબેડકર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીના વિરોધમાં વિજય ચોકથી સંસદ સુધી કૂચ શરૂ કરી હતી. તેઓ અમિત શાહનું રાજીનામું માંગી રહ્યા છે.

આ પણ વાંચો :-

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન

0

ભારતીય રાષ્ટ્રીય લોકદળના વડા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું શુક્રવારે (20 ડિસેમ્બર) અવસાન થયું. તેમણે તેમના ગુરુગ્રામના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેઓ 89 વર્ષના હતા. ચૌટાલા ચાર વખત હરિયાણાના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા.

તેઓ 2 ડિસેમ્બર, 1989ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા અને 171 દિવસ સુધી આ પદ પર રહ્યા. આ પછી તેઓ 12 જુલાઈ 1990ના રોજ સીએમ બન્યા અને પાંચ દિવસ સુધી સીએમ રહ્યા.

ઓમ પ્રકાશ ચૌટાલાના પિતા ચૌધરી દેવીલાલ બે વખત હરિયાણાના સીએમ રહી ચૂક્યા છે. તેઓ 21 જૂન, 1977ના રોજ પ્રથમ વખત સીએમ બન્યા અને લગભગ બે વર્ષ સુધી આ પદ પર રહ્યા. ત્યારબાદ તેઓ 20 જૂન, 1987ના રોજ સીએમ બન્યા અને બે વર્ષ અને 165 દિવસ સુધી આ પદ પર રહ્યા. હાલમાં ચૌટાલા પરિવારની ત્રીજી પેઢી હરિયાણાના રાજકારણમાં છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં ગુંડાઓના આતંક બાદ પોલીસ એક્શનમાં, આરોપીની ધરપકડ, બે પોલીસકર્મી સસ્પેન્ડ

0

અમદાવાદમાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખૌફ જ રહ્યો ન હોય તેનો એક વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શહેરના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ આતંક મચાવ્યો હતો. જોકે આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલા પોલીસને પણ આ અસામાજિક તત્વોએ ધક્કો મારી પોલીસવાહનમાં બેસાડી દીધા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે આ લુખ્ખાતત્વોએ પોલીસની ગાડીને ત્યાંથી રવાના થવા મજબૂર કરી દીધી હતી અને ખાખીનો પાવર પણ આ લુખ્ખાતત્વો સામે ઓછો પડી ગયો હોય તેમ પોલીસકર્મીઓ જીપ્સીને લઈ પરત ફર્યા હતા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ત્યાં જ હવે શહેરીજનોમાં પણ ખૌફ છે કે, પોલીસની હાજરી ન હોય અને અસામાજિક તત્વો મન પડે એ રીતે વર્તે એ તો સમજી શકાય પરંતુ પોલીસની હાજરીમાં પણ બેફામ વર્તન કરતા હોવાનો વીડિયો વાઈરલ થતાં સવાલો ઊઠ્યા છે. આ મામલે બે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધી એક શખ્સની અટકાયત કરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રખિયાલના ગરીબનગરમાં અસામાજિક તત્વોનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અસામાજિક તત્વો હાથમાં તલવાર સાથે સમગ્ર વિસ્તારને બાનમાં લઈ રહ્યા છે. હાલ આ ઘટનામાં પોલીસે સમીર શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. જ્યારે પોલીસે અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી રહી છે. રખિયાલ પોલીસે ગુન્હો નોંધ્યો છે તેમજ અન્ય એક ગુન્હો બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે.

રખિયાલમાં પોલીસની હાજરીમાં લુખ્ખા તત્ત્વોની દાદાગીરીનો વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, એક શખસ પોતાના હાથમાં તલવાર રાખીને રોડ પર ખૌફ દેખાડી રહ્યો હતો. જેની સાથે અન્ય એક શખસ પણ હથિયાર સાથે જોવા મળી રહ્યો હતો. અસામાજિક તત્ત્વો પોલીસને ધમકાવીને કહ્યું હતું કે, ‘બહોત મારુંગા સાહેબ’ તેમ છતાં પોલીસ ચૂપચાપ બધુ જોતી રહી હતી. તેમજ આરોપીએ પોલીસને પોતાની જ વાનમાં બેસાડીને દરવાજો બંધ કરીને ઘટના સ્થળ છોડવા કહ્યું હતું. જ્યારે સમગ્ર મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ચાર આરોપીઓને પકડવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીએ શોધખોળ હાથ ધરી. પીસીઆર વાનના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

આ પણ વાંચો :-

જયપુરમાં પેટ્રોલ પંપ પર CNG ટેન્કરમાં બ્લાસ્ટ, 30થી વધુ લોકો દાઝ્યા

0

રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં LPG અને CNG ટ્રક વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી, જેના કારણે ભારે તબાહી મચી ગઈ. આ અકસ્માતમાં 5 લોકો જીવતા સળગીને મોતને ભેટ્યા છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ વિસ્તાર ભયજનક બની ગયો છે, અને આસપાસના રસ્તાઓને સલામતી માટે ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

જિલ્લા કલેક્ટર જીતેન્દ્ર સોનીએ પાંચ લોકોના મૃત્યુની પુષ્ટિ કરી હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. એક સાક્ષીએ જણાવ્યું હતું કે તેણે સળગતી ટ્રકમાં બે લોકોના મૃતદેહો જોયા હતા.

મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ એસએમએસ હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી હતી. ઘાયલો પૈકી ઘણા લોકોની હાલત ગંભીર છે અને તેમને ICUમાં ખસેડવામાં આવ્યા છે. એસએમએસ મેડિકલ કોલેજના આચાર્ય ડૉ. દીપક મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ ડોકટરોની એક ટીમ ઈજાગ્રસ્તોની સારવાર કરી રહી છે. ઘણા લોકો 70 ટકાથી વધુ દાઝી ગયા હોવાનું કહેવાય છે. હોસ્પિટલ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, હાલમાં બર્ન વોર્ડમાં 35 લોકો છે. ડોક્ટરોએ કહ્યું કે તેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. દર્દીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે વધુ એક ICU વોર્ડ ઉભો કર્યો છે.

આ દુર્ઘટનામાં 23થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઈમરજન્સી વોર્ડમાં પહોંચી ઘાયલોની સ્થિતિની સમીક્ષા કરી હતી. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટીમ દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને જીવલેણ હાલતમાં રહેલા લોકોને બચાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

૨૦ ડિસેમ્બર, ૨૦૨૪/ આ રાશિના જાતકો માટે શુક્રવાર ચિંતાજનક, તો આ રાશિને મળશે સારા સમાચાર, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભાવમાં ચિડિયાણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સા‍વધાની રાખવી જરૂરી. આરોગ્ય જ‍ળવાય.

વૃષભઃ

દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યાર બાદ મોજ, શોખ-આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાયો સાવધાની પૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતું જણાય.

મિથુનઃ

હાજરજવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્‍વભાવ રહે. કંઇક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસધાત નો ભોગ ન બનાય અેનું ધ્યાન રાખવું. પડવા- વાગવાથી તથા વાહન અકસ્માત થી સાચવવું. નોકરી ધંધા માટે સામાન્ય દિવસ.

કર્કઃ

આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્‍વભાવમાં સરળતા વધે, દામ્પત્ય જીવનમાં ઉદાસીના અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહઃ

માનસિક ટેન્શન રહે. સ્‍વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યાઃ

આવકનું પ્રમાણ ધટે. વાણીમાં ઉગર્તા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલાઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે અેવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્ય ના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં સોતોષ.

ધનઃ

આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અસંતોષ રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધામાં માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકરઃ

માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવક માં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થય સારૂં રહેતું જણાય.

કુંભઃ

આત્મવિશ્વાસ જળવાય. આવક માં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી-ખાંસી રહે. આઇસક્રીમ-ઠંડા પીણા થી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીનઃ

નાના ભાઇ બહેનોના વ્યવહાર થી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકત ના વ્યવહારો માં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિધાર્થીમિત્રો ને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

ભાજપના મહિલા સાંસદનો રાહુલ ગાંધી પર ગંભીર આરોપ

0

બાબાસાહેબ આંબેડકરના અપમાન સાથે જોડાયેલા મુદ્દા પર વિપક્ષ અને સત્તાપક્ષના સાંસદોએ ગુરુવારે સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યુ હતું. આ દરમિયાન થયેલી ધક્કા-મુક્કીમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન રાજ્યસભામાં સરકારે રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. નાગાલેંડના ભાજપના સાંસદ ફાન્ગનૉન કોન્યાકૂએ આરોપ લગાવ્યો કે, જ્યારે સંસદમાં મકર દ્વાર પાસે અન્ય સાંસદોની સાથે પ્રદર્શન કરતી હતી ત્યારે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી મારી એકદમ નજીક આવ્યા હતા અને બૂમબરાડા પાડવા લાગ્યા હતા.

આ પહેલા ભાજપાધ્યક્ષ જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમારા સાંસદો સાથે ધક્કામુક્કી કરી હતી. અમારા બે સાંસદો ઈજાગ્રસ્ત થયા છે. નાગાલેન્ડ ભાજપનાં મહિલા સાંસદ કોન્યાકને રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હતો.

જોકે સંસદમાં ગુરુવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કો મારી પાડી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે રાહુલે સ્પષ્ટતા કરી હતી કે અમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા અને ત્યારે ધક્કામુક્કી થઈ ગઈ હતી.

આ પહેલા રાજ્યસભામાં ગૃહના નેતા જે પી નડ્ડાએ સંસદ પરિસરમાં ભાજપના સાંસદો સાથે રાહુલ ગાંધીએ કરેલા આચરણની નિંદા કરી હતી. કેન્દ્રીય મંત્રી નડ્ડા અને કિરણ રિજિજુએ રાહુલ ગાંધી પર સંસદમાં પ્રવેશ દ્વારા પર મહિલા ભાજપ સાંસદો સામે બળ પ્રયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે માફીની માંગ કરી હતી.

આ પણ વાંચો :-

મુંબઈ બોટ દુર્ઘટનામાં 3 નૌસેનિક સહિત 13 લોકોના મોત

0

મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી લગભગ 110 મુસાફરો સાથેની ફેરી બોટ પલટી જતાં 13 લોકોનાં મોત થયાં છે અને પાંચની હાલત ગંભીર છે. અત્યાર સુધીમાં લગભગ 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ફેરી માલિકના જણાવ્યા અનુસાર નેવીની સ્પીડબોટ સાથે અથડાયા બાદ આ અકસ્માત થયો હતો. ફેરી બોટના માલિક રાજેન્દ્રએ જણાવ્યું હતું કે નૌકાદળની એક સ્પીડ બોટ ફેરી બોટ સાથે ટકરાઇ હતી. ફેરી દરરોજ બપોરે 3 વાગ્યાની આસપાસ એલિફન્ટા જાય છે.

આ અકસ્માત બાદ જે 99 લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમાં હૈદરાબાદનો રહેવાસી ગણેશ પણ સામેલ છે. તેમણે કહ્યું કે બોટમાં બાળકો સહિત 100થી વધુ મુસાફરો હતા. તેણે કહ્યું,3.30 વાગ્યે ટિકિટ ખરીદ્યા પછી, હું બોટમાં ચડ્યો અને ડેક પર ગયો. મેં જોયું કે સ્પીડ બોટ જેવું જહાજ અમારી બોટની નજીક પૂરપાટ ઝડપે ચક્કર લગાવી રહ્યું હતું. તેણે જણાવ્યું કે બોટમાં મુસાફરી કરી રહેલા એક નૌકાદળના કર્મચારીનું અકસ્માતમાં પગ કપાઈ જવાને કારણે મૃત્યુ થયું હતું.

ગણેશે કહ્યું, ‘બોટ, જે પાછળથી નૌકાદળની બોટ હોવાનું બહાર આવ્યું, તે અરબી સમુદ્રમાં ચક્કર લગાવી રહી હતી, જ્યારે અમારી બોટ મુંબઈ નજીકના લોકપ્રિય પર્યટન સ્થળ એલિફન્ટા ટાપુ તરફ જઈ રહી હતી. હું બપોરે 3.30 વાગ્યે બોટમાં ચડ્યો.’ તેણે કહ્યું,’એક ક્ષણ માટે મારા મગજમાં એવો વિચાર આવ્યો કે નૌકાદળની બોટ અમારી બોટ સાથે અથડાઈ શકે છે, અને પછીની થોડીક સેકન્ડોમાં તે બન્યું’ ગણેશે કહ્યું કે દુર્ઘટના સમયે દુર્ભાગ્યપૂર્ણ નીલ કમલ બોટના ડેક પર તે ઊભો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નિલકમલ નામની બોટ મુંબઇ નજીકના લોકપ્રિય પર્યટન સ્થળ એલિફેન્ટા આઇલેન્ડ તરફ જઇ રહી હતી ત્યારે તે પલટી ગઇ હતી. તેમણે જણાવ્યું કે સાંજે લગભગ 4 વાગે એક નાની બોટ નિલકમલ સાથે ટકરાઈ હતી. એક રક્ષા અધિકારીએ જણાવ્યું કે નૌકાદળ અને તટરક્ષક દળે મોટા પાયે બચાવ અભિયાન શરૂ કર્યું છે. જેમાં નૌકાદળની 11 નૌકાઓ, ત્રણ મરીન પોલીસની નૌકાઓ અને એક કોસ્ટ ગાર્ડ બોટ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

સુપ્રસિદ્ધ લેખિકા હિમાંશી શેલતને મળ્યો કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર

0

સુપ્રસિદ્ધ લેખિકા હિમાંશી શેલતને કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. વર્ષ 2024 માટે તેમને આ પુરસ્કાર મળ્યો છે. સ્વ. કવિ કુવેમ્પુની યાદમાં આ એવોર્ડ આપવામાં આવે છે. 77 વર્ષીય હિમાંશી શેલતને જાન્યુઆરી 2025માં એવોર્ડ એનાયત કરવામાં આવશે.

Adil Mansuri | Gujarat Sahitya Academy | સર્જક અને સર્જન - YouTube

 

રાષ્ટ્રકવિ કુવેમ્પુ ટ્રસ્ટ દ્વારા 2013માં સાહિત્યિક પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય બંધારણમાં સમાવિષ્ટ કોઈપણ ભારતીય ભાષામાં શ્રેષ્ઠ સાહિત્ય સર્જન કરનાર સર્જકોને પ્રતિવર્ષ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. પુરસ્કારમાં રજત ચંદ્રક અને પ્રમાણપત્ર ઉપરાંત રૂપિયા પાંચ લાખની રોકડ રકમનો સમાવેશ થાય છે. તદઅનુસાર 2024ના આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે ટ્રસ્ટના અધ્યક્ષ બી. એલ. શંકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ સર્વસંમતિથી ડૉ. હિમાંશી ઈન્દુલાલ શેલતની ગુજરાતી ભાષામાં તેમનાં પ્રદાન દ્વારા ભારતીય સાહિત્યને સમૃદ્ધ બનાવવા માટે પસંદગી કરવામાં આવી છે.

1947માં ગુજરાતના સુરતમાં જન્મેલાં હિમાંશીબેને વી. એસ. નાયપોલની નવલકથાઓ પર પીએચડી પૂર્ણ કરી હતી. તેમણે નિબંધો, નવલકથાઓ, વિવેચકો અને અનુવાદિત કૃતિઓ સહિત 20 પુસ્તકો લખ્યાં છે. 1996માં હિમાંશીબેનને તેમના ટૂંકી વાર્તા સંગ્રહ ‘અંધારી ગલીમાં સફ઼ેદ ટપકાં’ માટે ગુજરાતી માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. હવે રાષ્ટ્રકવિ કુવેમ્પુ ટ્રસ્ટ દ્વારા તેમને કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કારના ભાગરૂપે રોકડ પુરસ્કાર તરીકે 5 લાખ રૂપિયા, સિલ્વર મેડલ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે.

આ પણ વાંચો :-

નર્મદ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો સડ્યાંત્ર

0

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલો મૂકીને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો સડ્યાંત્ર દ્વારા રચાયેલ નાટક નિષ્ફળ ગયું છે. સીસીટીવી ફૂટેજની મદદથી આ ઘૂસણખોરી અને બદનામીના પ્રયાસનો ભાંડો ફૂટ્યો છે.

મંગળવારે નર્મદ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કારોબારીની જાહેરાત કરાઈ હતી. જેમાં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન વિભાગમાં ભણતો વિદ્યાર્થી વિજય કટારિયાને કોઈ મહત્ત્વનું પદ ન મળતા નારાજ હતો. જેના કારણે વિદ્યાર્થી વહેલી સવારથી જ કેમ્પસમાં થેલા સાથે ફરતો દેખાયો હતો. જેમાં દારૂની ૧૫થી૨૦ ખાલી બોટલો જમા કરી હતી. કળા યાત્રા પૂર્ણ થયા બાદ કુલપતિ તેમજ રજિસ્ટાર સહિતના મહેમાનો ભોજન માટે કન્વેન્શન હોલ પાસે આવેલા ડાઈનિંગ હોલમાં ભોજન લઈ રહ્યા હતા. તે દરમિયાન વિજય કટારિયા દ્વારા ખાલી બોટલો કુલપતિની ગાડીની સામે ફેંકી તમાશો કર્યો હતો. જેને પગલે બુધવારથી શરૂ થયેલા યુવા મહોત્સવ કરતાં વધુ ચર્ચા વિદ્યાર્થીએ કરેલા તમાશાની હતી.

આમ એબીવીપીના બે જૂથો વચ્ચેની લડાઈને કારણે યુનિવર્સિટીની છબિ ખરડાઈ હતી. જેને પગલે કુલપતિ દ્વારા વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ દૂર કરવામાં આવી છે. જોકે કળા યાત્રા પૂર્ણ થયા બાદ થયેલા તમાશાને કારણે વિદ્યાર્થીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા. આમ યુવા મહોત્સવના પ્રથમ દિવસે કળા યાત્રાથી વધુ ચર્ચા વિદ્યાર્થી દ્વારા કરાયેલા તમાશાની હતી.

વિશ્વવિદ્યાલયે આ ઘટના અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસના આદારે વિજય કટારિયા વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. યુનિવર્સિટીના કુલપતિ અને ફેકલ્ટી મેમ્બર્સે આ ઘટનાને ગંભીરતાથી લીધું છે અને કહ્યું છે કે આવી ગતિવિધિઓ શિખશણસ્થાન માટે અનુકૂળ નથી. યુનિવર્સિટી દ્વારા આ અંગે વેસુ પોલીસ મથકમાં પણ જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

રૂપિયો ઐતિહાસિક તળિયે ગયો

0

ગુરુવારે શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો 12 પૈસા ઘટીને 85.06 ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વે 2025 માટેના તેના અંદાજોને સમાયોજિત કર્યા છે, જે વધુ સાવધ નાણાકીય નીતિના વલણનો સંકેત આપે છે. આનાથી ભારતીય રૂપિયા સહિત ઇમર્જિંગ માર્કેટ કરન્સી પર દબાણ આવશે.

ફેડરલ રીઝર્વની મૌદ્રિક નીતિમાં કડક કે આશાવાદીઓ ને વૈશ્વિક સ્તર પર ડોલર મજબૂતી પ્રદાન કરે છે. ખાસ કરીને ઉભરતી અર્થતંત્રમાં, ભારત પણ સામેલ છે, આ પરિસ્થિતિમાં નબળી હતી કારણ કે અમેરિકી ડોલરમાં વધારો થશે, આ દેશો પર દબાણ વધી રહ્યું છે. હિસાબથી નુકસાનની વાત કરીએ તો રૂ.

આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં, રૂપિયો નબળા વલણ સાથે ખુલ્યો અને ડોલર સામે 85.00 ના સ્તરને વટાવી ગયો.

આયાતકારોની માંગ, વિદેશી મૂડીનો પ્રવાહ અને સ્થાનિક ઇક્વિટી બજારોમાં નરમ વલણ વચ્ચે ડોલર અમેરિકન ચલણ સામે 85.06 ની સર્વકાલીન નીચી સપાટીએ ગબડી ગયો હતો, જે અમેરિકન ચલણ સામે 12 પૈસા ઘટીને 85.06 ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. નો ઘટાડો દર્શાવે છે.

બુધવારે અમેરિકી ડોલર સામે રૂપિયો 84.94 ના સ્તર પર બંધ થયો હતો. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય ચલણો સામે યુએસ ડૉલરની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે, તે 0.01 ટકા વધીને 108.03 પર હતો. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ 0.42 ટકા ઘટીને $73.08 પ્રતિ બેરલ થઈ ગયું છે.

આ પણ વાંચો :-