Home Blog Page 564

દેશભરમાં ઠંડીનો કહેર યથાવત…..! ઉત્તર ભારતમાં શીતલહેરનો ત્રાસ

0

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલી હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઘણા રાજ્યોનું હવામાનમાં બદલાવઆવ્યો છે. જેમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. તેમજ દિલ્હી-NCRમાં આકાશમાં વાદળો છવાયા છે. સોમવારે સવારે પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. એટલે કે કડકકતી ઠંડીની સાથે વરસાદ પણ પડી રહ્યો છે.

દેશભરમાં તીવ્ર ઠંડીનું પ્રમાણ યથાવત છે આ સાથે અનેક વિસ્તારોમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડીની લહેર અને ગાઢ ધુમ્મસનો પ્રભાવ છે, જ્યારે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની અસર છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં થયેલા ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જમ્મુ-કાશ્મીરમાં “ચિલ્લાઇ કલાન” નામનો 40 દિવસનો શિયાળાનો કઠોર સમયગાળો શરૂ થયો છે. શ્રીનગરમાં તાપમાન -8.5°C નોંધાયું છે, જે છેલ્લા 133 વર્ષમાં ત્રીજીવાર બની રહ્યું છે. આ હાડકાં જમાવી દેતી ઠંડીએ લોકોને ગરમ કપડા અને હીટરોના શરણામાં જીવવા મજબૂર બનાવ્યા છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા 28 ડિસેમ્બર સુધીમાં હવામાનમાં મોટા ફેરફારની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય રહેવાના કારણે હવામાનમાં બદલાવ થશે. 27 થી 31 ડિસેમ્બરના વચ્ચે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે.

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે 26 ડિસેમ્બર પછી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતમાં અસર કરશે, જેના કારણે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં ચક્રવાતી પવનોની સ્થિતિ સર્જાઇ શકે છે. આ સાથે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજવાળા પવનોનું પ્રવાહ વધી શકે છે, જે હિમાલયના વિસ્તારમાં ભારે વરસાદ અને હિમવર્ષા લાવી શકે છે.

આ પણ વાંચો :-

૨૩ ડિસેમ્બર, ૨૦૨૪/ આ રાશિ માટે સોમવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થય રહે. શરદી-ખાંસી, થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી ધંધામાં પ્રગતિ થતી  જણાય. માન સન્માન માં વધારો થાય.
વૃષભઃ
આધાત્મિક વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં રહે છે. ધંધાકીય ક્ષેત્રે સૅફળતા મળતી જણાય.
મિથુનઃ
વાહનસુખ, મકાન-મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહન ની ખરીદી શકય બને. માતાની તબિયત માં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.
કર્કઃ
આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત શગુ ઓથી સાવધ રહેવું.
સિંહઃ
આનંદ-ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાં ની ખરીદી શકય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શકય બને. આરોગ્ય સારૂં જળવાશે.
કન્યાઃ
માનસિક આનંદ વધતો જણાય. આરોગ્ય સારૂં જ‍ળવાશે. વધારો થાય. ઉખ્ણવાત ની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.
તુલાઃ
સંધર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. મતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભયું વાતાવરણ રહે. સ્વાસ્થય અંગેની સુખાકારી જળવાય.
વૃશ્ચિકઃ
આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. પરિવારમાં સુખ-શાંતિ સમૃધ્ધિ જળવાય. સ્થવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.
ધનઃ
નોકરી ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતાા યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.
મકરઃ
આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શકય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્ય હાથ પર લઇ શકાય. જુની ઉધરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃધ્ધિ થાય.
કુંભઃ
દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તંવું ફળ પ્રાપ્ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી ધંધામાં દિવસ શાંતિ થી પસાર કરી દેવો.
મીનઃ
શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઇ, ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજય દુર સંચાર, જળ આ‌ધારિત કાર્યો તથા સુગંધીત દ્ગવ્યો, ચાંદી, રબ્બરના વેપારવાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂં રહેશે. આખની કાળજી રાખવી.

દલિત વિદ્યાર્થીઓના વિદેશમાં શિક્ષણનો ખર્ચ ઉઠાવશે: અરવિંદ કેજરીવાલ

0

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દલિત વિદ્યાર્થીઓ માટે ‘ડૉ.’ આંબેડકર શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે. આ શિષ્યવૃત્તિ દ્વારા, આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જોતા દલિત વિદ્યાર્થીઓનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓના બાળકો પણ આ શિષ્યવૃત્તિનો લાભ મળશે.

અરવિંદ કેજરીવાલે 21 ડિસેમ્બર 2024ના રોજ બાબા સાહેબના સન્માનમાં દિલ્હીના લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે જો આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતશે, તો દિલ્હી સરકાર ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિ યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ, જે દલિત વિદ્યાર્થીઓએ વિદેશી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લીધો છે તેમના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓના બાળકોને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવશે.

આ અવસર પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે ડૉ. ભીમરાવ આંબેડકરે પણ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં અભ્યાસ છોડવો પડ્યો હતો. કારણ કે તેમની પાસે પૈસા ન હતા. બાદમાં ફંડની વ્યવસ્થા કરીને તેમણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તેમણે કહ્યું, “આપ એ સુનિશ્ચિત કરશે કે દિલ્હીનો કોઈ પણ દલિત વિદ્યાર્થી પૈસાની અછતને કારણે પોતાનો અભ્યાસ અધૂરો ન છોડે. આ ડૉ. આંબેડકરને અમારું સન્માન અને સાચી શ્રદ્ધાંજલિ છે.”

આ પણ વાંચો :-

નેપાળમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા

0

શનિવારે સવારે નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સવારે લગભગ 4 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જુમલા જિલ્લામાં ધરતીની નીચે 10 કિમી ઊંડાઈમાં હતું.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

આ પણ વાંચો :-

ઉત્તરાખંડમાં ભયાનક ભૂસ્ખલનના દૃશ્યો કેમેરામાં કેદ, હાઈવે બંધ

0

ઉત્તરાખંડથી એક ભયાનક ભૂસ્ખલનની વીડિયો સામે આવ્યો છે. આ ભૂસ્ખલનની ઘટના ધારચૂલા-તવાઘાટ નેશનલ હાઈવે પર બની હતી. આ ઘટના ભયાનક હતી કે ધૂળના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા અને હાઇવે પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો.

આ ભૂસ્ખલન એટલો ભયાનક હતો કે મોટા મોટા પથ્થરો તૂટીને નેશનલ હાઈવે પર ધસી આવ્યા હતા. જેના પગલે વાહનોની અવર-જવર અટકી ગઇ હતી. અચાનક જ પર્વત પરથી ખડકો ધસવાના દૃશ્યો કેમેરામાં લોકોએ કેદ કરી લીધા હતા. હાલ બંને બાજુએ ઘણા વાહનો અટવાઈ ગયા છે અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર ભૂસ્ખલનના સંકેત મળી જતાં લોકોએ તેમના વાહનો પહેલાથી જ અટકાવી દીધા હતા અને ઘટનાને કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે હાઇવે પણ ઠપ થઇ ગયો છે. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી.

આ પણ વાંચો :-

સંસદમાં ધક્કામુક્કી કેસમાં તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, ભાજપ-કોંગ્રેસે કરી સામસામે ફરિયાદ

0

રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા આપવામાં આવેલું નિવેદન મોટા વિવાદનું કારણ બની ગયું છે. આ અંગે સંસદમાં શાસક પક્ષ અને વિપક્ષના વિરોધ દરમિયાન બોલાચાલી બાદ ધક્કા મુક્કી થઈ હતી, જેમાં ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા. સાંસદોએ રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે પણ આવા જ આક્ષેપો કર્યા હતા. બંનેએ દિલ્હી પોલીસમાં FIR નોંધાવી હતી. હવે આ મામલે ક્રાઈમ બ્રાન્ચના ટીમ તપાસ કરશે.

ભાજપના બે સાંસદોને ઈજા થવા અંગે પક્ષની ફરિયાદના આધારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલ FIR કેસ ક્રાઈમ બ્રાન્ચને મોકલવામાં આવ્યો છે. આટલું જ નહીં ક્રાઈમ બ્રાન્ચની ટીમ કોંગ્રેસે કરેલી ફરિયાદની પણ તપાસ કરશે. રાહુલ સામેના આરોપો ગંભીર રીતે ઈજા પહોંચાડવાથી લઈને બળનો ઉપયોગ કરવા અને ધમકી આપવા સુધીના છે.

પુરાવા તરીકે મીડિયા કેમેરાના ફૂટેજ પણ એકત્રિત કરવામાં આવશે. ફૂટેજ એકત્રિત કરવા માટે લોકસભા સ્પીકરની પરવાનગી લેવામાં આવશે. નિવેદન અને ફૂટેજ પ્રાપ્ત કર્યા પછી, ઘટના સ્થળ પર દ્રશ્ય ફરીથી રિક્રીએટ કરવામાં આવશે. રાહુલ ગાંધી અને અન્ય સાંસદોને નોટિસ મોકલવામાં આવશે. નિવેદન નોંધ્યા બાદ રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવશે. કોંગ્રેસની ફરિયાદમાં ભાજપના સાંસદો પર મલ્લિકાર્જુન ખડગેને ધક્કો મારવાનો અને એસસી/એસટી એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસ આ ફરિયાદની પણ તપાસ કરી રહી છે.

આ સમગ્ર વિવાદ ત્યારે થયો જ્યારે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ભાષણ દરમિયાન કોંગ્રેસ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના વારંવાર ઉલ્લેખ પર ટિપ્પણી કરી. શાહે કોંગ્રેસ પર આંબેડકરના નામનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આંબેડકરનું નામ લેવું કોંગ્રેસ માટે ‘ફેશન’ બની ગયું છે. આ પછી કોંગ્રેસે અમિત શાહ પર આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. આ નિવેદનને લઈને ગૃહમાં હોબાળો થયો હતો અને ભાજપના બે સાંસદો પણ ઘાયલ થયા હતા. જેમાં ઓડિશાના બાલાસોરના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા હતા અને ફર્રુખાબાદના સાંસદ મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા, ત્યારબાદ તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

અમદાવાદના સાબરમતી IOC રોડ પર પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

0

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી એક વ્યક્તિના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતાં ચકચાર મચી જવા પામ્યો છે. સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનાર બળદેવભાઇ સુખડીયા ઘાયલ થયા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. આ ઘટનામાં ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર રૂપેન બારોટે આ પાર્સલ ગૌરવ ગઢવી થકી બળદેવભાઇ સુખડીયાને મોકલ્યું હતું. પાર્સલ રિસિવ કરનાર બળદેવભાઇ સુખડીયા હાઈકોર્ટમાં કારકૂન તરીકે નોકરી કરે છે. આ ઘટના પાછળ જવાબદાર લોકોમાં જેનું નામ ખુલ્યું છે અને જેણે પાર્સલ મોકલ્યું હતું તે રૂપેન બારોટના છૂટાછેડા થયા હતા, તેની પત્ની બળદેવભાઈને ભાઈ માને છે. બળદેવભાઈ હાઈકોર્ટમાં નોકરી કરે છે તેથી રૂપેનને શંકા હતી કે બળદેવભાઈના કારણે તેમના છૂટાછેડા થયા છે, જેની અદાવત રાખીને બદલો લેવા રૂપેને આ કૃત્ય કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

સેક્ટર-1ના JCP નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, “આ વિસ્ફોટ પારિવારિક વિવાદને લગતા અંગત કારણોસર કરાયો હોવાનું જણાય છે. અમે પાર્સલ પહોંચાડનાર ગૌરવ ગઢવીની ધરપકડ કરી છે અને કાવતરામાં સામેલ અન્ય વ્યક્તિઓને શોધી રહ્યા છે.”સમગ્ર મામલે હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે, અને તપાસ ચાલી રહી છે. બીજા સાથીદારનું ઠેકાણું શોધવા અને હુમલામાં વપરાયેલ IED વિશે વધુ વિગતો મેળવવા માટે પોલીસ ગઢવીની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો :-

કારગિલ યુદ્ધનો હીરો કહેવાતા ગોવાળ તાશી નામગ્યાલનું નિધન

0

લદ્દાખનો એ ગોવાળીયો જે વગર લડે કારગિલ યુદ્ધનો હીરો કહેવાતો હતો તે હવે આપણી વચ્ચે નથી રહ્યા. વાસ્તવમાં 1999માં લદ્દાખના કારગિલ સેક્ટરમાં પાકિસ્તાનની ઘૂસણખોરી અંગે ભારતીય સેનાને સૌ પ્રથમ ચેતવણી આપનાર ભરવાડ તાશી નામગ્યાલનું આર્યન ખીણમાં અવસાન થયું હતું. તેઓ 58 વર્ષના હતા. નામગ્યાલે આ વર્ષની શરૂઆતમાં તેમની પુત્રી સેરિંગ ડોલકર સાથે દ્રાસમાં 25મા કારગિલ વિજય દિવસ નિમિત્તે આયોજિત ઉજવણીમાં હાજરી આપી હતી. તાશી નામગ્યાલની પુત્રી વ્યવસાયે શિક્ષિકા છે.

ભારતીય સેનાના લેહ સ્થિત ‘ફાયર ઍન્ડ ફ્યુરી કોર્પ્સ‘એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું કે, અમે તાશી નામગ્યાલને તેમના આકસ્મિક નિધન પર શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એક દેશભક્ત હવે આપણી વચ્ચે નથી રહ્યા. લદ્દાખના બહાદુર – તમારી આત્માને શાંતિ મળે. દુઃખની આ ઘડીમાં અમે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભારતીય સેનાએ નામગ્યાલને શ્રદ્ધાંજલિ આપતાં 1999માં ઓપરેશન વિજય દરમિયાન રાષ્ટ્ર માટે તેમના અમૂલ્ય યોગદાનને પ્રકાશિત કર્યું અને કહ્યું કે તેમનું નામ ઇતિહાસમાં ‘સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે.’

નોંધનિય છે કે, તાશી નમગ્યાલનું લદ્દાખની આર્યન ખીણમાં ગારખોનમાં અવસાન થયું હતું. 1999માં મેની શરૂઆતમાં તાશી નામગ્યાલે તેમના ગુમ થયેલા યાકની શોધમાં બટાલિક પર્વતમાળા તરફ પ્રયાણ કર્યું. અહીં તેણે પઠાણી પોશાકમાં સજ્જ કેટલાક લોકોને બંકર ખોદતા જોયા, જે સિવિલ ડ્રેસમાં પાકિસ્તાની સૈનિકો હતા. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તેણે તરત જ ભારતીય સેનાને તેની જાણ કરી. તાશી નામગ્યાલે આપેલી આ સમયસર માહિતીએ ભારતના સૈન્ય પ્રતિભાવને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

તાશી નામગ્યાલ દ્વારા સમય પર આપવામાં આવેલી સૂચનાએ ભારતની સૈન્ય પ્રતિક્રિયાને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 3 મે અને 26 જુલાઈ 1999 વચ્ચે લડાયેલા કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ ઝડપથી એકત્ર થઈ શ્રીનગર-લેહ હાઇવેને બ્લોક કરીને પાકિસ્તાનના ગુપ્ત મિશનને નિષ્ફળ બનાવ્યું હતું. આ યુદ્ધમાં ભારતની જીતમાં તાશી નામગ્યાલની સતર્કતાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય સેનાએ કારગિલ યુદ્ધમાં તેમની ભૂમિકા માટે તાશીને બહાદુર અને દેશભક્ત ગોવાળ ગણાવ્યા હતા.

આ પણ વાંચો :-

રશિયાના કઝાન શહેરમાં મોટો હુમલો, 9/11 ની જેમ 3 બિલ્ડિંગમાં ડ્રોન ઘૂસ્યું

0

રશિયાના કઝાન શહેરમાં આજે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ દરમિયાન એક બહુમાળી ઈમારતને નિશાન બનાવવામાં આવી છે. આ હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક ડ્રોન ઈમારત સાથે અથડાતું જોવા મળે છે. યુક્રેનને આ હુમલાની શંકા છે.

અહેવાલો અનુસાર, રશિયાની રાજધાની મોસ્કોથી લગભગ 720 કિલોમીટર દૂર કઝાનમાં આ ઘટના બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ડ્રોન સીધો આવીને ઈમારતમાં ઘૂસી જાય છે. માહિતી અનુસાર આ હુમલો યુક્રેન દ્વારા જ કરવામાં આવ્યો હતો. હુમલામાં લગભગ 3 જેટલી ઈમારતોને નિશાન બનાવવામાં આવી હતી. કઝાન રશિયાનું 8મું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે. લગભગ 8 ડ્રોન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો અને ગીચ વસતી ધરાવતા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બની શકે કે હવે આ હુમલા બાદ રશિયા યુક્રેન સામે આક્રમક કાર્યવાહી કરી શકે છે. જેના લીધે યુદ્ધમાં ભયંકર અથડામણ જોવા મળી શકે છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે પણ આ હુમલાનો જવાબ આપ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયાની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ કઝાન શહેર ઉપર યુક્રેનના એક ડ્રોનને નષ્ટ કરી દીધું છે. તે જ સમયે, રશિયન મીડિયા એજન્સી સ્પુટનિકને કઝાનના મેયર કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ડ્રોન હુમલાના કારણે, સોવેત્સ્કી, કિરોવસ્કી અને પ્રીવોલ્ઝસ્કી ત્રણ જિલ્લાઓમાં ઘરોમાં આગ લાગી છે.

આ પણ વાંચો :-

RBIએ આ બેંક પર લગાવ્યો 27 લાખનો દંડ, ગ્રાહકો પર શું થશે અસર?

0

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વારંવાર નિયમોનું પાલન ન કરવા બદલ બેંકો પર દંડ લાદે છે. એવામાં RBIએ ઇન્ડસઇન્ડ બેંક પર 27.30 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. દંડ એટલા માટે કેમ કે, જમા થયેલ રાશિ પર વ્યાજ દર સંબંધિત નિયમોનું પાલન કર્યું ન હતું. આ માહિતી સેન્ટ્રલ બેંક દ્વારા આપવામાં આવી છે. 31 માર્ચ, 2023 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિ અંગે ઇવેલ્યુએશન કરવામાં આવ્યું હતું. વૈધાનિક નિરીક્ષણ બાદ RBIએ બેંકને નોટિસ જારી કરી હતી.

ઈન્ડસઈન્ડ બેન્કના જવાબ અને જાહેરાત સંબંધિત પ્રેઝન્ટેશનનો અભ્યાસ કર્યા બાદ આરબીઆઈને જાણવા મળ્યું હતું કે, અયોગ્ય કંપનીઓના નામે કેટલાક બચત ખાતા ખોલવા સાથે સંબંધિત આરોપો સાચા સાબિત થયા છે. આ માટે દંડ લાદવો જરૂરી છે. જો કે, આરબીઆઈએ જણાવ્યું હતું કે નિયમનકારી પાલનમાં ક્ષતિઓ પર આ દંડ લાદવામાં આવ્યો છે અને તેનો હેતુ ઇન્ડસઇન્ડ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ઘોષણા કરવાનો નથી.

અન્ય એક કિસ્સામાં, કેન્દ્રીય બેંકે નો યોર કસ્ટમર (KYC) ધોરણોનું પાલન ન કરવા બદલ મન્નાપુરમ ફાઇનાન્સ પર 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે 31 માર્ચ, 2023 સુધી નાણાકીય સ્થિતિ અંગે એનબીએફસીનું વૈધાનિક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને કંપનીને નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ પર મનપ્પુરમ ફાઇનાન્સના જવાબ પર વિચાર કર્યા પછી, કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે કંપની ગ્રાહકોની સ્વીકૃતિ સમયે જારી કરનારી ઓથોરિટીની ચકાસણી સુવિધાથી ગ્રાહકોના પાનની ચકાસણી કરવામાં નિષ્ફળ ગઈ છે.

અગાઉ પણ, નિયમોનું પાલન ન કરવા બદલ રિઝર્વ બેંક દ્વારા ઘણી અલગ-અલગ બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ તમને જણાવી દઈએ કે, બેંકો પર આરબીઆઈ દ્વારા લાદવામાં આવેલા આવા દંડની ગ્રાહકો પર અસર થશે નહીં. બેંકને લગતા વ્યવહાર સરળતાથી ચાલુ જ રહેશે. બેંક દ્વારા આપવામાં આવેલા લાભો પર પણ ગ્રાહકોને કોઈ જ અસર નહીં થાય.

આ પણ વાંચો :-