Home Blog Page 560

બાજપાઇનું ‘સુશાસન’ ક્યારે આવશે? ગરીબ સુદામાની સંખ્યા વધી રહી છે, પરંતુ પેલો કૃષ્ણ ક્યાંય દેખાતો નથી

  • ચારે તરફથી ઘેરાઇ ગયેલા લોકો હવે કંઇક આશા સાથે મંદિરો તરફ દોડી રહ્યા છે. કાશ, ઇશ્વરની કૃપાથી રાહત મળે
  • સુરતમાં તાજેતરમાં યોજવામાં આવેલા ધાર્મિક કાર્યક્રમોમાં અપેક્ષા કરતા વધુ ‘માનવમેળા’ ઉભરાયા હતા, ક્ષેત્રપાળ મંદિર અને સણિયાના વિહતધામની સાલગીરીમાં ઊમટી પડેલી મેદનીના ચહેરા ઉપર સતત વિવશતા તરી આવતી હતી. મોટાભાગના લોકો માટે આર્થિક સમસ્યા મુખ્ય મુદ્દાે હતો
  • વેપાર, ઉદ્યોગમાં મંદી-તેજી આવવી એક પ્રક્રિયા છે, પરંતુ મુશ્કેલીના દિવસોમાં જનજીવન ધબકતું રાખવાની સરકારની ફરજ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની સંવેદના પ્રગટ થતી નથી
  • વડાપ્રધાન મોદીએ ગરીબી, મજબૂરી, વિવશતા બધું જ નજીકથી જોયું છે. મજબૂર માતાને બળબળતા તાપમાં ખેતરમાં કામ કરતી જોઇ છે. પરિવાર માટે લોકોના વાસણ, પાણી, વાંસીદા કરતી જોઇ છે અને છતાં અનુકંપા કેમ પોકારી ઊઠતી નથી

એક વાત ચોક્કસ છે કે વર્તમાન શાસનવ્યવસ્થાથી લોકોને સંતોષ નથી. ગરીબ, મધ્યમવર્ગી પરિવારોને મોટરકાર, બંગલાના અભરખા નથી. સમાજનો આ એક એવો મોટો વર્ગ છે, જેને શાંતિથી જીવવું છે. રહેવા માટે ઘર અને કામકાજ માટે સારી રોજગારી અથવા નોકરીની જરૂર છે. પરંતુ મોટાભાગના પરિવારો આર્થિક રીતે દુઃખી-દુઃખી છે. સંતાનોને ભણાવવા છે, પરંતુ પૂરતી આવક નથી, સારૂ કહી શકાય એવું ઘર લેવું છે, પરંતુ કમાણી નથી. મતલબ છાશવારે નવી રોજગારી, નવા રોકાણો અને નવી નોકરીઓના દાવા કરતી સરકાર દેશના મોટાભાગના લોકોને ભ્રમણામાં જિવાડી રહી છે. જાણે આવતીકાલે નોકરી અને રોજગારનો વરસાદ કરવામાં આવશે. સરકારની મોટાભાગની જાહેરાતો પોકળ અને લલચામણી પુરવાર થતી આવી છે. પરિણામે, ગરીબ વધુ ગરીબ અને મધ્યમવર્ગી પરિવાર ફરી ગરીબાઇમાં ધકેલાઇ રહ્યો છે.

વેપાર-ધંધા મરી પરવારે એટલે સ્વભાવિક ગુનાખોરી વધવાની જ, કારણ, ભૂખ્યા બેઠેલા ‌પરિવારના પેટનો ખાડો પૂરવા માણસ હેવાન બન્યો હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ બનવા પામી હતી અને હજુ પણ બનતી રહે છે. ઘણા કિસ્સામાં પરિવારનો મોભી અથવા તો આખા પરિવારે સામૂહિક આપઘાત કર્યા હોવાની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ અનેક લોકોના કમોત, વકરતી જતી ગુનાખોરી સામે શાસનવ્યવસ્થા જાણે રીઢી બની ગઇ છે. ઘટનાઓ બને છે. ગુના નોંધાય છે અને લોકો બેમોત મરે છે. પરંતુ સામાજિક, આર્થિક કે રોજગારીની સમસ્યાઓ ઉકેલવામાં શાસનવ્યવસ્થા ધરાર નિષ્ફળ નિવડી છે જાણે માણસના મોતની ઘટના એક જંતુના મોતથી વિશેષ નથી.
વેપાર, ઉદ્યોગમાં મંદી આવવી એ કોઇ નવાઇની વાત નથી કે પ્રથમ વખતની ઘટના નથી પરંતુ આવા વરવા સમયે લોકોને સરકારી ખજાનામાંથી રાહત આપવી કે વેપાર-ઉદ્યોગને ધમધમતા રાખવા છુટછાટ આપવી-આમાનું કંઇ જ કરવામાં આવતું નથી. રાહત આપવાનું બાજુએ રહ્યું, બલ્કે ટેક્સના માળખામાં વધારો કરીને વધારાની લાત મારવામાં આવી છે. લોકો રોજ સવારે એક નવી આશા સાથે ઊઠે છે અને સાંજે એક લાંબા નિસાસા સાથે ઊંઘી જાય છે. હવે લગભગ કાયમી બીમારી જેવી બની ગયેલી બેરોજગારી અને બેકારીની સમસ્યાથી લોકો વાજ આવી ગયા છે. શાસનવ્યવસ્થા કંઇક નવું કરશે એવી આશાઓ હવે સાવ મૃત બની ચૂકી
છે. સમાજનો ખૂબ મોટો વર્ગ દિશા ‌િવ‌હીન બની ગયો છે. યુવા પેઢીને હવે ભારતમા રહેવાનું ‘ઝેર’ જેવું લાગી રહ્યું છે. તો કેટલાક યુવાઓ ‘ઝેર’ પીને જીવનલીલા સંકેલી રહ્યા છે.
આ બધાની વચ્ચે ‘‘હાર્યાે જુગારી બમણું રમે’’ એ કહેવત અનુસાર હવે લોકોના દિલ અને દિમાગમાં કોમવાદનું ઝેર રેડવામાં આવી રહ્યું છે. અને ‘હિંદુવાદ’ ના નામે ચાલી રહેલી, ખતરનાક રાજકીય પ્રવૃ‌િત્ત‌ આવનાર સમયમાં ભાવિ પેઢી માટે ઘાતક પુરવાર થશે. પરંતુ આ વાત કોણ સમજાવે? સત્તાનો નશો ટકાવી રાખવા થોડા લોકો મરવાના હોય તો ભલે મરે- આ ગણિત એક દિવસ દેશને ભયાનક ‘કોમવાદ’ની આગમાં હોમી દેશે અને અાવા જ ભયના કારણે ખમતીધર લોકો અન્ય દેશ તરફ દોડી રહ્યા છે અને જેની પાસે વિકલ્પ જ નથી એવા લોકોએ વર્તમાન શાસન પ્રણાલિને સ્વીકારી લેવા સિવાય છુટકો નથી.
અને આવા જ કારણોસર લોકોની ઇશ્વર તરફની શ્રદ્ધામાં વધારો થઇ રહ્યો છે ક્રમશઃ ખૂબ મોટો વર્ગ મંદિરો તરફ વળી રહ્યો છે. આમ પણ માણસ થાકી જાય ત્યારે સ્વાભાવિક ઇશ્વરના શરણે જ જવાનો. પાછલા કેટલાક દિવસો દરમિયાન સુરતમાં અને રાજ્યમાં બનેલી અને બનતી રહેલી ધાર્મિક ઘટનાઓ તરફ નજર કરવામાં આવે તો સુરતમાં એક-બે નહીં, ત્રણ ત્રણ સ્થળોએ મોટા પાયા ઉપર ધાર્મિક કથાઓ ઉપરાંત મંદિર નિર્માણ, ખાતમુર્હૂત સહિતના કરાયેલા આયોજનોમાં ખૂબ મોટાપાયે લોકો એક આશા સાથે ઊમટી પડ્યા હતા. આ સાથે મંદિરોમાં પણ ક્રમશઃ શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે આ બધી ઘટનાઓ સુચવે છે કે લોકો સંપૂર્ણ સુખી નથી. નજીકના જ દિવસોમાં સુરતના સુપ્રસિદ્ધ ક્ષેત્રપાળ હનુમાનજી મંદિરની સાલગીરાની અને સણિયા હેમાદ સ્થિત વિહત માતાના મંદિરની ઉજવાયેલી સાલગીરામાં એક આશા સાથે શ્રદ્ધાળુઓનું કી‌િડયારું ઉભરાયું હતું. સામાન્ય સંજોગોમાં એકલ દોકલ શ્રદ્ધાળુઓની હાજરી હોય ત્યાં અચાનક શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થવા માંડે તો ચોક્કસ કોઇક કારણ હોઇ શકે.
આ ઉપરાંત અન્ય ધાર્મિક સ્થળોએ માથું ઝુંકાવવા આવતા મોટાભાગના લોકોની આર્થિક સમસ્યા મુખ્ય મુદ્દો હોવાનું તારણ બહાર આવી રહ્યું છે. ઘણા લોકો  પોતાના સંતાનોને વિદેશ મોકલવાની ચિંતા વ્યક્ત કરતા જણાયા હતા, જ્યારે ખૂબ ઓછા લોકો પોતાના સંતાનોની લગ્ન સંબંધી ચિંતા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. પરંતુ સરેરાશ લોકો વર્તમાન વેપાર-ધંધામાં ભયાનક મંદી, બેરોજગારીથી પીડાઇ રહ્યા હતા. સુરતને લાગે વળગે છે ત્યાં સુધી મુખ્ય બે ઉદ્યોગો ડાયમંડ અને કાપડ ઉદ્યોગ લગભગ મરી પરવાર્યા જેવી હાલત છે. સુરતી પરિવારોનો મુખ્યધંધો ગણાતા જરીના ધંધામાં પણ હવે ‘કસ’ રહ્યો નથી મતલબ ૮૫ લાખની વસ્તીથી ફાટફાટ થતા સુરતમાં બેરોજગારી ચારે તરફથી ભરડો લઇ ચૂકી છે. કદાચ વાહનો વેચાતા હશે અને ડિઝલ, પેટ્રોલનું વેચાણ પણ વધ્યું હશે, પરંતુ આ  ઘટના લોકો સુખી હોવાનો એક માપદંડ નથી.
હકીકત એ છે કે વધતી જતી બેરોજગારી દૂર કરવા સરકારે તત્કાળ રાહત આપે એવા કોઇ જ પગલા ભર્યા નથી બલ્કે ‘ટેક્સ’માં વધારો કરવામાં આવ્યો છે. સુરત મહાપાલિકાના વસુલવામાં આવતા મિલકતવેરાની રકમ અને થોડું મોડુ થાય તો વસૂલવામાં આવતુ અને વ્યાજ ઉપર નજર નાંખવામાં આવે તો ચામડી ચિરાઇ જાય એવા ‌િબલો ફટકારવામાં આવે છે. પરંતુ આ વ્યથા ક્યાં કરવી? કોની સામે કરવી? કારણ, જ્યારે કોઇ સાંભળનારું જ ન હોય, અનુકંપા મરી પરવારી હોય ત્યાં ફરિયાદ કરવાનો કોઇ મતલબ નથી અને એટલે જ આર્થિક વિટંબણામાંથી પસાર થઇ રહેલા લોકો માટે માનસિક દુઃખ  હળવું કરવા માટે ધર્મસ્થાનો જ એક માત્ર આશાનું કિરણ બની રહ્યા છે. મંદિરમાં બહાર આવીને મૂર્તિ રૂપિયાની થપ્પી પકડાવવાની નથી, પરંતુ એક સનાતન સત્ય છે કે ‘ઇશ્વરની કૃપાથી કોઇ મોટી કૃપા’નથી.
ધંધા-રોજગારમાં બેકારીની સમાંતર વિકરાળ બનતી જતી મોંઘવારીની સમસ્યા રોજ સવાર પડે ને અનેક પરિવારોને રડાવતી હશે. બની શકે કે ઘણા પરિવારો પાણી અને રોટલી ખાઇને ઊંઘી જતા હશે અનેક પરિવારના માસૂમ ભૂલકાઓના મોઢેથી દૂધના ગ્લાસ છીનવાઇ ગયા હશે. આ હવે ખાનગી નથી, બેરોજગારી, બેકારી અને મોંઘવારીની સમસ્યા દિવસે-દિવસે વિકરાળ બનતી જાય છે. સરકારમાં બેઠેલા લોકો અને ચંદ પૂજીપતિઓને બાદ કરતા સમાજનો ખૂબ મોટો વર્ગ ઘણા લાંબા સમયથી પીડાઇ રહ્યો છે અને આ વિટંબણાનો અંત ક્યારે આવશે એ પણ ખબર નથી.
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઇની આજે ૧૦૦મી જન્મ જયંતી હતી આ દિવસને આપણી સરકાર ‘‘સુશાસન દિવસ’’ તરીકે ઊજવી રહી છે. બાજપાઇની સરકારમાં ચોક્કસ ‘‘સુશાસન’’ હતું જ લોકોની આર્થિક સ્થિતિ કેવી હતી તેના કરતા લોકો ઉચાટ વગર જિંદગી જીવી રહ્યા હતા. બાજપાઇની સરકાર વખતે લોકોમાં વિદેશ સ્થળાંતર થવાનું લેશમાત્ર આકર્ષણ નહોતું. શાળાઓમાં શિક્ષણકાર્ય ‘સુસારુપણે’ ધમધમી રહ્યું હતું. વેપાર- ઉદ્યોગ પણ રાબેતા મુજબ ધમધમતા હતા. રોજ સાંજ પડે ને ગરીબના ઘરમાં પણ આનંદનો ઉજાસ રેલાતો હતો, પરંતુ આજે આખી સ્થિતિ વિપરીત છે.
‘સુશાસન’ની કલ્પના કરવી જ મુશ્કેલ છે. ચારે તરફ ભ્રષ્ટાચારના અજગરભરડાએ લોકોનો મજબૂર કરી દીધા છે. હવે લૂંટવા માટે બંદૂક બતાવવાની જરૂર નથી. કાયદાનો ડર બતાવીને આચરવામાં આવતા ભ્રષ્ટાચારને નજીકથી જોવામાં આવે તો આંખે અંધારા આવી જાય એવી હાલત છે.
બીજી તરફ દેશના ખૂબ મોટા વર્ગની ઉમીદ ગણાતા વડાપ્રધાનનું મૌન પ્રજા માટે સવિશેષ અકળાવનારું છે. કારણ કે વડાપ્રધાને ગરીબી, મજબૂરી, વિવશતાને ખૂબ નજીકથી જોયા છે. બળબળતા તાપમાં ખેતરમાં કામ કરતી વૃદ્ધ જનેતાને વડાપ્રધાને તેમને શૈશવકાળમાં ખૂબ નજીકથી જોઇ છે. વૃદ્ધ માતાનો કરચલીઓથી નિસ્તેજ થઇ ગયેલો ચહેરો અને પરિવારના પેટનો ખાડો  પૂરવા માટે લોકોના વાસણ, પાણી, વાંસીદા કરતી મજબૂર મહિલાઓને નજીકથી અનુભવી છે અને છતાં વડાપ્રધાનનું મૌન કોઇ વિપરીતકાળ તરફ આંગળી ચીંધી રહ્યું છે.
દેશની કથળતી જતી આર્થિક હાલતના સમયમાં વડાપ્રધાને પેલા કૃષ્ણની માફક ‘ગોવર્ધન’ પર્વત ઉઠાવવા દોડવાની જરૂર છે, પરંતુ વીતેલા વર્ષોની હાલતમાં દેશમાં ‘સુદામા’ની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, પરંતુ સોનાની નગરીમાં આળોટતો ગરીબી દૂર કરનારો ‘કૃષ્ણ’ ક્યાંય દેખાતો નથી.

૨૬ ડિસેમ્બર, ૨૦૨૪/ આજે આ દિવસ પર આ રાશિઓના ખુલી શકે છે ભાગ્યના દરવાજા, થઈ શકે છે ધન લાભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા બપોર બાદ આવકનું પ્રમાણ ધટે. અગ્તયના કાયો બપોર સુધી પૂરા કરવા. આરોગ્ય સાચવવું.
વૃષભઃ
બપોર સુધી પ્રતિકુળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શકય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહકાર મળે.
મિથુનઃ
આવકનું પ્રમાણ જળવાય. હોટલ, વીમો એકાઉન્ટીંગ ક્ષેત્રે કાર્ય કરતી વ્યકિતઓને વિશેષ લાભ. સંતાનની પ્રગતિ થી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાયોણાં પ્રતિકુળતા વર્તાય. આથી ધીરજ ધરવી.
કર્કઃ
શુભ પ્રસંગનું આયોજન શકય બને. નાણાંકીય ક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ પ્રતિષ્ઠામાં વધારો થાય.
સિંહઃ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે. નવા રચનાત્મક કાયોની શરૂઆત શકય બને. જમીન, મકાન થી લાભ. સ્થાવર જંગમ મિલતની ખરીદી, વેચાણ શકય બને. આરોગ્યની કાળજી જરૂરી.
કન્યાઃ
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગ‌િતથી આનંદ થાય. કાર્યમાં સફળતા યશ વધે. માતા-પિતાનું આરોગ્ય જળવાય. ટેક્ષ કન્સલટન્ટ, ઇમ્પોટે એકસપોર્ટના ધંધામાં વિશેષ લાભ. હાડકાના દુઃખાવાથી સાચવવું.
તુલાઃ
વિનયી, વિવેકી માનવતાવાદી વલણને કારણે યશ. પ્રતિષ્ઠા વધે. સાચુ ખોટુ પારખવાની કુદરતી શકિતને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટીક જાહેર ખબર ટ્રાન્સપોર્ટના ક્ષેત્રે માં લાભ. છાતી પેટના રોગોથી સાવધાની જરૂરી.
વૃશ્ચિકઃ
સ્‍વભાવમાં ઉગ્રતા જણાય. નાણાંકીય આવક સામાન્ય રહે. શરદી-ખાંસીનો ઉપદ્ગવ રહેતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરે, આવક વધતાં આનંદ જળવાય. સ્વાસ્થયમાં સુધારો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે.
ધનઃ
આનંદ વધે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. બપોર બાદ આવકમાં ધટાડો થાય. ખર્ચનું પ્રમાણ વધે. વિચારો ઉપર કાબુ રાખવો.
મકરઃ
ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગ્તયના નિર્ણયો મોકુફ રાખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંધર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ધટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય.
કુંભઃ
દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય.આવક જળવાશે. છતાં ધંધામાં નાણાં ઉછીના આપવા નહીં. અન્યથા ફસાઇ જવાના યોગ છે.
મીનઃ
સંતાન સબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી માથાના દુઃખાવાની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃધ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળે તથા આવકમાં પણ વધારો થાય.

ઉત્તરાખંડમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ ખીણમાં ખાબકતાં 3ના મોત

0

ઉત્તરાખંડમાં એક દુર્ઘટના સર્જાઇ છે. અલ્મોડાથી હલ્દવાની તરફ આવી રહેલી રોડવેઝની બસ ભીમતાલ નજીક ઉંડી ખાઇમાં પડી હતી. અકસ્માત બાદ ચારે બાજુ ચીસાચીસ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા 26થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ અને સ્થાનિકોની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ-તંત્રએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ-રાહત કામગીરી હાથ ધરી છે. ખીણમાંથી ઘાયલોને બહાર કાઢવામાં ખુબ મુશ્કેલી થઈ રહી છે. ઘાયલોને દોરડાં અને ખભા પર રાખીને પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે. અકસ્માતનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી, પણ એમ માનવામાં આવે છે કે ડ્રાઇવરની ચૂકથી આ અકસ્માત થયો હતો. જોકે, પોલીસની ટીમ હાલમાં ઘટનાની તપાસમાં લાગેલી જ છે.

બીજી તરફ, 15 એમ્બ્યુલન્સ હલ્દ્વાની મોકલવામાં આવી છે. મોટા સ્તરે બચાવ ટીમ કામે લાગી છે. હાલ ઘાયલોને સીએચસી ભીમતાલ લઈ જવાયા છે. જ્યારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અકસ્માતને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.

આ પણ વાંચો :-

સુરતના આ મિનરલ વોટર કંપનીઓના પાણી પણ પીવા જેવા નહીં !

સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 11 મહિનામાં 14 મિનરલ વોટર પેકેજ્ડ બોટલ અને જારના નમૂનાઓ ચકાસણી અર્થે લીધા હતા. જે પૈકી 9 નમૂના ફેઈલ થયા છે. 7 નમૂનામાં પીએચ મૂલ્ય 6.5 કરતા ઓછું હતું, જ્યારે આ મૂલ્ય 6.5થી 8.5 વચ્ચે હોવું જરૂરી છે. એક નમૂનામાં ક્લોરાઇડ અને હાર્ડનેસ 500થી વધુ સ્તરે જોવા મળ્યું.

આ કંપનીઓનાં નમૂના ફેલ

  • કષ્ટભંજન એન્ટરપ્રાઇઝિસ
  • એચ. એન. ટ્રેડર્સ
  • વરૂણ એન્ટરપ્રાઇઝિસ
  • ફ્રેશ સ્ટ્રીમ બેવરેજેસ
  • રાઠોડ બ્રધર્સ
  • બ્રીથ બેવરેજેસ
  • પી.એમ. માર્કેટિંગ
  • નિરાલી બેવરેજેસ એન્ડ ફૂડ
  • ગજાનંદ ફૂડ એન્ડ બેવરેજેસ

તમામ ડ્રિન્કિંગ વોટર પ્લાન્ટના ધારકો સામે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આ તમામ મિનરલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ સામે ફૂડ એજ્યુકેટીંગ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સુરત શહેરના વિવિધ ઝોનમાંથી 14 સ્થળેથી પાલિકાની ટીમે મિનરલ વોટરના સેમ્પલ લીધા હતા. જેમાં તમામ સેમ્પલની તપાસ બાદ સામે આવ્યું છે કે 14માંથી 9 નમુના ફેલ થયા છે. હવે ફેલ ગયેલા નમૂના સામે યોગ્ય તપાસ કરવામાં આવશે. જેમાં શહેરમાં વધુ તપાસ કરતા કેટલાય મિનરલ વોટરના પ્લાન્ટ સામે ગુણવત્તાનો સવાલ ઉભો થશે. ત્યારે આ 9 પ્લાન્ટ દ્વાર અપાતા પાણીની ગુણવત્તા યોગ્ય ન હોવાનો ખુલાસો થયો છે તેમાં PH મૂલ્ય જરૂરી કરતાં નીચે જોવા મળ્યું તથા ક્લોરાઈડ અને હાર્ડનેસની માત્ર નિયત કરતાં ઓછી જોવા મળી છે.

આ પણ વાંચો :-

ઓખામાં જેટી ખાતે ક્રેન તૂટી જતાં 3 લોકોના મોત, જાણો સમગ્ર બાબત ?

0

દ્વારકાના ઓખા જેટી ખાતે ક્રેન તૂટી પડવાના કારણે દુર્ઘટના સર્જી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ક્રેન તૂટી જવાથી ત્યાં કામ કરતાં ત્રણેય શ્રમિકોના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઓખા જેટી ઉપર 108, ફાયર વિભાગ, પોલીસ તેમજ કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે.

ઓખા જેટી પર કામ શરૂ હતું, તે દરમિયાન જ અચાનક ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાંથી બે શ્રમિકો ક્રેન નીચે દટાઈ ગયા હતાં અને એક શ્રમિક દરિયામાં પડી ગયો હતો. ક્રેન નીચે દબાયેલા બંને શ્રમિકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું,

ઓખા પેસેન્જર જેટી પાસે ક્રેન નીચે દબાતા મજૂરોના મોત નીપજ્યાં છે જેમાં દુર્ઘટના સર્જાતા 3 લોકો ક્રેન નીચે દબાઈ પાણીમાં પડી ગયા હતા. જે ત્રણ મજૂરોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે તેમના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે લઇ જવાયા છે. આ દુર્ઘટના બાદ ઓખા જેટી પર GMB કોસ્ટ ગાર્ડ, પોલીસ વિભાગ, ફાયર ટીમ તથા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી કરી છે.

મૃતક શ્રમિકની ઓળખ જીતેન કરાડી, અરવિંદ કુમાર અને નિશાંત સિંહ તરીકે થઈ છે. હાલ, તંત્ર દ્વારા તમામના મૃતદેહને નજીકની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવી છે.

આ પણ વાંચો :-

ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની ધરપકડ થશે? કેજરીવાલે કર્યો મોટો દાવો

0

દિલ્હીમાં મહિલા સન્માન યોજના અને વૃદ્ધો માટેની સંજીવની યોજના મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે છે. ભાજપે અરવિંદ કેજરીવાલ પર છેતરપિંડી અને જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે આગામી થોડા દિવસોમાં નકલી કેસ બનાવીને મુખ્યમંત્રી આતિશીની ધરપકડ કરવામાં આવી શકે છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આતિશી પણ હાજર રહ્યા હતાં.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હાલમાં જ ED, CBI અને ITની એક બેઠક થઈ છે અને ટૂંક સમયમાં જ અમારા તમામ નેતાઓ પર દરોડા પાડવામાં આવશે. અમને એવી માહિતી પણ મળી રહી છે કે ટ્રાન્સપોર્ટ વિભાગમાં આતિશી વિરુદ્ધ બનાવટી કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેની ધરપકડ થવી જોઈએ. અમને ચૂંટણીમાં રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે.

દિલ્હી ભાજપા અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, આપણે સતત ડિજિટલ ફ્રોડ વિશે સાંભળીએ છીએ. અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકોને ડિજિટલ ફ્રોડની દિશામાં લઈ જઈ રહ્યા છે. દિલ્હીમાં AAPની સરકાર છે પરંતુ AAP સરકાર જનતાને ચેતવણી આપી રહી છે કે, 2100 રૂપિયાની કોઈ સ્કીમ નથી. સંજીવની નામની કોઈ યોજના કેબિનેટમાં ગઈ નથી. અરવિંદ કેજરીવાલ દિલ્હીની જનતાને છેતરવાનું કામ કરી રહી છે.

આ પણ વાંચો :-

અઝરબૈજાનથી રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ, 15ના મોત

કઝાકિસ્તાનમાં 98 લોકો સાથેનું વિમાન ક્રેશ થયું છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના અલ્માટી એરપોર્ટ પાસે થઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. ઉડાન ભર્યા બાદ તરત જ આ અકસ્માત થયો હતો. વિમાન એક ઈમારત સાથે અથડાયું અને અનેક ભાગોમાં તૂટી પડ્યું. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃત્યુઆંક વધી શકે છે. વિમાનમાં 93 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા.

કેટલાક અહેવાલો અનુસાર અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ 8243માં 98 લોકો સવાર હતા. મોટી સંખ્યામાં જાનહાનીની શક્યતા છે. જોકે જાનહાની અંગેના સત્તાવર અહેવાલ હજુ મળ્યા નથી.

કઝાકિસ્તાનના કટોકટી મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે ગ્રોઝનીમાં ગાઢ ધુમ્મસને કારણે પ્લેનને અક્તાઉ તરફ વાળવામાં આવ્યું હતું. અઝરબૈજાન એરલાઈન્સનું આ વિમાન દુર્ઘટના પહેલા ઘણી વખત એરપોર્ટ પર ચક્કર લગાવ્યું હતું. જાનહાનિ વિશેની વિગતો અથવા અકસ્માતનું ચોક્કસ કારણ તાત્કાલિક ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો :-

NASAના અવકાશયાત્રીઓએ ISS પર ક્રિસમસની કરી ઉજવણી કરતા શરૂ થયો વિવાદ

0

NASA અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર તેના સાથી ક્રૂ મેમ્બર્સ સાથે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરી રહી છે. તેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર 23 ડિસેમ્બર, 2024ના રોજ પોતાના પરિવાર, મિત્રો અને નાસાની ટીમને “મેરી ક્રિસમસ”ની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ખાસ ઉજવણીનો વીડિયો NASA એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે, જેમાં સુનિતા વિલિયમ્સ, ડોન પેટિટ, નિક હેગ અને બૂચ વિલ્મોર દેખાઇ રહ્યા છે.

આ શંકાઓના જવાબમાં, NASAએ સ્પષ્ટતા કરી કે ISS પર તાજેતરમાં મોકલવામાં આવેલ ક્રિસમસ ડેકોરેશન, સ્પેશિયલ ગિફ્ટ્સ અને તહેવાર માટેના ભોજનને SpaceX દ્વારા નવેમ્બર અંતે મોકલવામાં આવ્યા હતા. NASAના જણાવ્યા અનુસાર, આ સામાન ISS પર પહોંચવાનો પ્રયાસ કરીને, અવકાશયાત્રીઓ માટે તહેવારોની મજા માણવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

નાસાએ આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘ISS પર તાજેતરમાં મોકલેલા સામાનના આ ક્રિસમસ ડેકોરેશન, સ્પેશિયલ ગીફ્ટ અને તહેવારને ધ્યાનમાં રાખીને ભોજન મોકલવામાં આવ્યું હતું. આ ડિલિવરી નવેમ્બરના અંતમાં SpaceX દ્વારા કરવામાં આવી હતી. ISS પર સવાર સાત અવકાશયાત્રીઓ અને કોસ્મોનોટ્સને મોકલવામાં આવેલા પેકેજોમાં હેમ, ટર્કી, શાકભાજી, પાઈ અને કૂકીઝ જેવા સ્વાદિષ્ટ ભોજનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાંતા હેટ અને નાનું ક્રિસમસ ટ્રી પણ મોકલવામાં આવ્યું હતું. નાસા આ ક્રિસમસ સેલિબ્રેશનનો વીડિયો ઓનલાઈન શેર કર્યો છે.

આ પણ વાંચો :-

પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઇક, 15 લોકોના મોત

0

પાકિસ્તાનમાં આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન ખુલ્લેઆમ પાક આર્મીની કત્લેઆમ કરી રહ્યું છે. સુરક્ષા દળો માટે તહરીક-એ-તાલિબાન કાળ બની ગયો છે. કયારેક બોમ્બ વિસ્ફોટો તો કચારેક ગોળીબાર કરીને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાની સેનાના જવાનોને મારી રહી છે. પાકિસ્તાનના લોકોને તો છોડો સેનાના જવાનો પણ હવે ટીટીપીથી ડરે છે.

હવે પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાનનો ડર વધી રહ્યો છે. રીટીપીના કરને નકારી કાઢવા માટે પાકિસ્તાને હવે અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો છે. હા. પાકિસ્તાને અરૂધાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ૧૫ લોકોના મોત થયા છે. પાકિસ્તાનના આ પગલાથી અફધાન તાલિબાન લાલઘૂમ થઈ ગયા છે. હવે તેણે બદલો લેવાના શપથ લીધા છે.

વાસ્તવમાં પાકિસ્તાને મંગળવારે દાવો કર્યો હતો કે તેણે અરુધાનિસ્તાનની અંદર અનેક તાલિબાન (CB) સ્થાનોને નિશાન બનાવ્યા હતા અને હવાઈ હુમલા કર્યા હતા. પાક સેનાનો દાવો છે કે આ હુમલાઓમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનું એક ટ્રેનિંગ સેન્ટર નષ્ટ કરવામાં આવ્યું હતું અને ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા.

તાલિબાનના સૂત્રોએ દાવો કર્યો છે કે પાકિસ્તાનના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ૧૫ લોકો માર્યા ગયા છે. પાકિસ્તાને તેની સરહદે આવેલા પંક્તિકા પ્રાંતમાં સ્થિત પહાડી વિસ્તારમાં આકાશમાંથી બોમ્બ ફેંકયા હતા. જોકે, એ સ્પષ્ટ નથી કે પાકિસ્તાની જેટ અફઘાનિસ્તાનની અંદર કક્યાં સુધી ગયા અને કેવી રીતે હુમલા કરવામાં આવ્યા.

પાકિસ્તાને અફધાનિસ્તાનના પ્રતિકા પ્રાતના બર્મલ જિલ્લા પર હવાઈ હુમલો કર્યો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૧૫ લોકો માર્યા ગયા અને મળત્યુઆંક વધવાની આશંકા છે. ૨૪ ડિસેમ્બરની રાત્રે થયેલા હુમલામાં લમણ સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યાં એક પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા.

તાલિબાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઈનાયતુલ્લા ખ્વારઝમીએ પાકિસ્તાની દાવાઓને નકારી કાઢ્યા અને X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કર્યું કે હવાઈ હુમલામાં “નાગરિકો, મોટાભાગે વઝીરિસ્તાની શરણાર્થીઓ” માર્યા ગયા હતા. ખ્વારેઝમીએ જણાવ્યું કે, હુમલામાં “ઘણા બાળકો અને અન્ય નાગરિકો શહીદ અને ઘાયલ થયા હતા”, જોકે જાનહાનિની ​​સત્તાવાર સંખ્યા આપવામાં આવી નથી. સૂત્ર મુજબ, ઓછામાં ઓછા 15 મૃતદેહો મળી આવ્યા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, અને શોધ પ્રયાસો ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની ધારણા છે.

આ પણ વાંચો :-

કોંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જુઓ લિસ્ટ

0

દિલ્હીની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં 26 ઉમેઘ્વારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

મંગળવારે મોડી સાંજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 35 બેઠકો માટેના ઉમેવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે, 26 બેઠકો પર ઉમેદવારોના નામ જ મંજૂર થયા હતા. બાકીની 9 બેઠકો હાલમાં પેન્ડિંગ રાખવામાં આવી છે. દિલ્હી ચૂંટણીને લઈને કોંગ્રેસ સીઈસીની આ બીજી બેઠક હતી.

GflKUd5boAAdykB

અગાઉ કોંગ્રેસે તેની યાદીમાં કુલ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં પાર્ટીએ નરેલાથી અરુણા કુમારી, છતરપુરથી રાજીન્દર તંવર, બુરારીથી મંગેશ ત્યાગી, આદર્શ નગરથી શિવાંક સિંઘલ, બાદલીથી દેવેન્દ્ર યાદવ, સુલ્તાનપુર માજરાથી જય કિશન, નાગલાઈ જાટથી રોહિત ચૌધરી, શાલીમારબાગથી પ્રવીણ જૈન, વજીરપુરથી રાગીની નાયક, સદર બજારથી અનિલ ભારદ્વાજ, ચાંદની ચોકમાંથી મુદિત અગ્રવાલ, બલ્લીમારનથી હારૂન યુસુફ, તિલક નગરમાંથી પી.એસ.બાવાને ટિકિટ અપાઈ હતી.

આ ઉપરાંત કોંગ્રેસે દ્વારકાથી આદર્શ શાસ્ત્રી, નવી દિલ્હીથી સંદીપ દીક્ષિત, કસ્તુરબા નગરથી અભિષેક દત્ત, છતરપુરથી રાજીન્દર તંવર, આંબેડકર નગરથી જય પ્રકાશ, ગ્રેટર કૈલાશથી ગરવિત સિંઘવી, પટપડગંજથી અનિલ કુમાર,સીલમપુરથી અબ્દુલ રહેમાન, મુસ્તફાબાદથી અલી મહેદીને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-