Home Blog Page 558

દેશના એકમાત્ર વડાપ્રધાન જેના હસ્તાક્ષર ચલણી નોટ પર જોવા મળે

0

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે નિધન થયું. તેમણે દેશના નાણામંત્રી અને RBI ગવર્નરની જવાબદારી સંભાળી હતી. તેમણે એક વિશેષ સન્માન પણ પ્રાપ્ત છે. તેઓ દેશના એકમાત્ર એવા વડાપ્રધાન છે જેમના હસ્તાક્ષર ભારતીય ચલણી નોટો પર જોવા મળે છે. 2005માં પણ જ્યારે તેઓ વડાપ્રધાન પદ પર હતા ત્યારે ભારત સરકારે 10 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. તેના પર મનમોહન સિંહના હસ્તાક્ષર હતા. જો કે તે સમયે નોટો પર ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરના હસ્તાક્ષર થતા હતા. પરંતુ 10 રૂપિયાની નોટ પર આ ખાસ બદલાવ થયો હતો.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રહી ચૂક્યા છે. તેઓ 16 સપ્ટેમ્બર 1982 થી 14 જાન્યુઆરી 1985 સુધી આ પદ પર હતા. આ દરમિયાન છપાયેલી નોટો પર તેમના હસ્તાક્ષર હતા. ભારતમાં હજુ પણ આ પ્રણાલી અસ્તિત્વમાં છે કે ચલણ પર રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનના હસ્તાક્ષર નહીં, પરંતુ RBI ગવર્નરના હસ્તાક્ષર થાય છે.

ભારતને નવી આર્થિક નીતિના માર્ગ પર લાવવાનો શ્રેય ડૉ.મનમોહન સિંહ ને આપવામાં આવે છે. તેમણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI), રૂપિયાનું અવમૂલ્યન, ટેક્સમાં ઘટાડો અને જાહેર ક્ષેત્રની કંપનીઓના ખાનગીકરણને મંજૂરી આપીને નવી શરૂઆત કરી. આર્થિક સુધારાની વ્યાપક નીતિ શરૂ કરવામાં તેમની ભૂમિકા સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવે છે. તેમની નીતિઓએ જ ભારતીય અર્થતંત્રને ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણની દિશામાં લઈ જવાનું કામ કર્યું. તેમણે 1996 સુધી નાણામંત્રી તરીકે આર્થિક સુધારાનો અમલ ચાલુ રાખ્યો.

તેમણે 2008ના વૈશ્વિક નાણાકીય મંદી દરમિયાન પણ દેશનું નેતૃત્વ કર્યું અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે એક વિશાળ પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી. તેમના કાર્યકાળ દરમિયાન જ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ‘આધાર’ની શરૂઆત કરવામાં આવી હતી. આ સિવાય તેમણે મોટા પાયા પર નાણાકીય સમાવેશને પણ પ્રોત્સાહન આપ્યું અને વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દેશભરમાં બેંક શાખાઓ ખોલવામાં આવી. રાઈટ ટુ ફૂડ એક્ટ અને રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ જેવા અન્ય સુધારા પણ તેમના કાર્યકાળ દરમિયાન થયા.

આ પણ વાંચો :-

ઈઝરાયલના હુમલામાં WHO ચીફ માંડ-માંડ બચ્યા, પ્લેન ક્રૂના સભ્યો ઘાયલ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસ યમનના સના એરપોર્ટ પર બોમ્બમારાથી માંડ-માંડ બચ્યા હતા. જ્યારે બોમ્બમારો થયો ત્યારે ટેડ્રોસ યુનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના તેના સાથીદારો સાથે પ્લેનમાં સવાર થવાના હતા. WHOના ડાયરેક્ટર જનરલે પોતે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ગુરુવારે યમનના સના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં બચી ગયા હતા. આ હુમલામાં લગભગ બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ડો. ટેડ્રોસ તેમના સંયુક્ત રાષ્ટ્ર (યુએસ) અને ડબ્લ્યુએચઓના સાથીદારો સાથે ફ્લાઇટમાં સવાર થવાના હતા અને તે જ ક્ષણે હુમલો થયો હતો. આ દરમિયાન ફ્લાઈટ ક્રૂના એક સભ્ય અને ડ્રાઈવરને ઈજા થઈ હતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ એદનોમે એક પોસ્ટમાં જણાવ્યું કે યુએનના સ્ટાફને બંધક બનાવી લેવાયા બાદ તેમને મુક્ત કરાવવા વાતચીત માટે અમે યમન ગયા હતા. ત્યાં સ્વાસ્થ્ય અને માનવીય સ્થિતિનું આકલન કરવાનું અમારું મિશન ખતમ થઇ ગયું. જ્યારે અમે ફ્લાઈટમાં બેસવા માટે પહોંચ્યા એરપોર્ટ પર બોમ્બમારો કરી દેવાયો. જેમાં અમારા વિમાનના ક્રૂ મેમ્બર્સમાંથી એક તેની લપેટમાં આવી ગયો હતો.

આ પણ વાંચો :-

સલમાન ખાનની ફિલ્મ સિકંદરનું ટીઝર આજે રિલીઝ નહિ થાય, જાણો આ છે કારણ ?

સલમાન ખાનની ફિલ્મ સિકંદરનું ટીઝર આજે શુક્રવારે ભાઈજાનના બર્થ ડે પર રિલીઝ થવાનું હતું. ફેન્સ તેમના ટીઝરને લઈને ઘણા ઉત્સુક હતા. પરંતુ હવે તેની રિલીઝ કેન્સલ કરી દેવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સિંકદર ફિલ્મ પ્રોડક્શન હાઉસ નડિયાદવાલા ગ્રેડસન એન્ટરટેનમેન્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીના નિધનથી અમે ઘણા દુખી છીએ અને અમે ખૂબ દુ:ખ સાથે જણાવી રહ્યા છીએ કે સિકંદરનું ટીઝર રિલીઝ મોકૂફ રાખવામાં આવ્યું છે.

દર વર્ષે ઈદ પર સલમાન ખાન પોતાની ફિલ્મોથી થિયેટરોમાં ધૂમ મચાવી નાખે છે. જો કે વર્ષ 2024માં તેમની એક પણ ફિલ્મ રીલીઝ થઈ ન હતી. પરંતુ હવે ‘સિકંદર’ની જાહેરાત અને ટીઝર રીલીઝના સમાચારે ચાહકોનો ઉત્સાહ બમણો કરી દીધો છે. ‘સિકંદર’ 2025ની ઈદ પર રીલીઝ કરવાની યોજના છે. સલમાન ખાને આ વર્ષની શરૂઆતમાં આ ફિલ્મની જાહેરાત કરી હતી અને ત્યારથી ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

સલમાન ખાને તેમની ફિલ્મ ‘સિકંદર’નું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જેમાં તેઓ ફોર્મલ સૂટ પહેરીને હાથમાં ભાલો પકડેલ જોવા મળે છે. તેમનો રફ અને પાવરફુલ લુકથી ચાહકો ઉત્તેજિત છે. સલમાને પોસ્ટર સાથે લખ્યું, ‘કાલે સવારે 11.07 વાગ્યે ફરી મળીશું. આવતીકાલે સિકંદરનું ટીઝર આવી રહ્યું છે.’ આ પોસ્ટ પર ચાહકોનું રિએકશન આવ્યું છે. સલમાનની પોસ્ટ પર ચાહકોએ ઘણો પ્રેમ વરસાવ્યો છે. કોમેન્ટ કરતાં એક ચાહકે લખ્યું, ‘આ ગયા સબકા બાપ!’ બીજાએ કમેન્ટ કરી, ‘ઓહ માય ગૉડ, શું લૂક છે સલમાન ખાન!’ ઘણા ચાહકોએ તેમને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ આપી છે.

આ પણ વાંચો :-

પીએમ મોદીએ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી

0

વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિવંગત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા આપવા પહોંચ્યા હતા. બંને ટોચના નેતાઓએ પૂર્વ પીએમના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના અંતિમ દર્શન માટે આજે મોતીલાલ નેહરુ માર્ગ જઈ શકે છે. પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહ હાલમાં અહીં રાખવામાં આવ્યા છે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું, ‘આ દુઃખદ સ્થિતિ છે. ડૉ.મનમોહન સિંહ કોંગ્રેસ અને દેશનું અસલી પ્રતીક હતા. આઝાદી પછી તેઓ હીરો હતા. દરેક વ્યક્તિએ તેમની દૂરંદેશી અને દેશ પર શાસન કરવાની ક્ષમતા જોઈ… 28મી ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસ સહિત 7 દિવસ માટે કોંગ્રેસના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

ત્યારે દેશના બે વખત વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહને દેશ દુનિયાના નેતાઓ શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને તેમના નિધન અંગેની જાણકારી આપી છે. તેમને ટ્વીટ કરતા લખ્યું કે 2 વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું, “ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન, સરદાર ડૉ. મનમોહન સિંહ જીના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. તેઓ એક મહાન રાજનેતા અને દૂરંદેશી નેતા હતા. એક શીખ, એક અનુકરણીય વ્યાવસાયિક અને એક અદ્ભુત માનવી. નાણાં તરીકે. પ્રધાન તરીકે તેમના કાર્યકાળ દરમિયાન અને રાષ્ટ્રના નેતૃત્વને ભારતીયો દ્વારા લાંબા સમય સુધી કૃતજ્ઞતા અને સ્નેહ સાથે યાદ કરવામાં આવશે અને મને તેમની સાથે કામ કરવાનો લહાવો મળ્યો છે મુખ્ય આર્થિક સલાહકાર તરીકે, જિનીવામાં અમારી પોસ્ટિંગ દરમિયાન જ્યારે તેઓ સાઉથ કમિશનના વડા હતા અને પછી નાણા પ્રધાન અને વડા પ્રધાન તરીકે તેમના કાર્યકાળ દરમિયાન જીનીવા, બ્રાઝિલમાં રાજદૂત અને પછી ન્યૂયોર્કમાં વડા પ્રધાનની મુલાકાતની યજમાની કરવાનો લહાવો મળ્યો હતો. ગુરશરણ જી અને તેમની પુત્રીઓ પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના.

આ પણ વાંચો :-

આવતીકાલે મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર

0

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, જેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, તેઓ શાંતિપ્રિય સ્વભાવ અને નમ્ર શૈલી માટે જાણીતા હતા. વય સંબિધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે તેમને દિલ્હીના એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન તેમણે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા હતા.

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહને રાત્રે જ તેમના દિલ્હી નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. આવતીકાલે (શનિવાર) સવારે 11 વાગ્યે અંતિમ સંસ્કારની શક્યતા છે, જેમાં કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. તેમની એક દીકરી વિદેશમાં છે અને તેના આગમન બાદ જ અંતિમ વિદાયની પ્રક્રિયા થશે. ડૉ. મનમોહન સિંહના નિધન પર કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું, “ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. અમે આનાથી દુઃખી છીએ. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મારા ખૂબ જ નજીકના સંબંધો હતા. તેમનું નિધન અમારા માટે દુઃખની વાત છે. હું પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. સિંઘને હું શ્રદ્ધાંજલિ આપું છું.

NCP (SP) પ્રમુખ શરદ પવારે ગુરુવારે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે દેશે એક મહાન અર્થશાસ્ત્રી, દૂરંદેશી સુધારક અને વૈશ્વિક રાજનેતા ગુમાવી છે. તેમણે કહ્યું, “ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું છે. આપણા દેશે તેના એક મહાન અર્થશાસ્ત્રી, એક સ્વપ્નદ્રષ્ટા સુધારક અને વૈશ્વિક રાજનેતા ગુમાવ્યા છે.” સિંઘની કેબિનેટમાં કૃષિ મંત્રી રહેલા પવારે કહ્યું, “તેમનું નિધન એ અસહ્ય ખોટ છે. તેઓ નમ્રતા, ધૈર્ય, સહિષ્ણુતા અને કરુણાને મૂર્તિમંત કરનાર એક ઈશ્વરી આત્મા હતા. ભારતના આર્થિક સુધારાના શિલ્પકાર તરીકે, તેમનો વારસો તેમની આત્માને શાંતિ આપે. આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપો.

આ પણ વાંચો :-

સુરતમાં સામૂહિક હત્યાનો પ્રયાસ, પત્ની અને બાળકનું મોત, જાણો સમગ્ર બાબત ?

સુરતમાં સામૂહિક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે. પારિવારીક મન દુ:ખમાં ખૂની ખેલ ખેયાલો છે. સગા દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળક પર હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ બનાવમાં પત્ની અને બાળકનું મોત થયું છે.

સરથાણા વિસ્તારમાં પોતાના જ પરિવારની સામૂહિક હત્યાનો પ્રયાસ થયો છે. યુવકે તેના માતા અને પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા હતા. યુવકે પોતાને પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું હતુ. સ્મિત જીયાણી નામના યુવકે પરિવારજનોની હત્યા કરી. ઘટનામાં પત્ની અને બાળકનું મોત થયું. માતા, પિતા અને યુવક હાલ સારવાર હેઠળ છે. પરિવારમાં આંતરીક કલેહને કારણે બની ઘટના. જીયાણી પરિવાર મુળ અમરેલીના સાવરકુંડલાના રહેવાસી છે.

હાલમાં સ્થાનિક રહીશો પાસેથી મળતી માહિતી અનુસાર પારિવારિક મનદુ:ખના કારણે ઘરમાં માથાકૂટ અને કંકાસ ચાલતો હતો. જેને લઇને સ્મિતે તણાવમાં હતો અને જેના લીધે આ ઘટનાનો અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જ્યારે પરિવારમાં અંદરો અંદર મન દુઃખ હોવાથી બબાલ ચાલતી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈ સ્મિત દ્વારા ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત સામે આવી રહી છે. નોંધનીય છે કે, પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી છે.

આ પણ વાંચો :-

ફેમસ RJ સિમરન સિંહનું રહસ્યમય મોત, ફ્લેટમાં મળી લાશ!

0

જમ્મુના ફેમસ RJ સિમરન સિંહનું ગુરુગ્રામમાં મોત થઈ ગયું છે. તેના મોતના સમાચાર આવતા ચારેતરફ શોકનો માહોલ છવાઈ ગયો છે. સૂચના મળ્યા બાદ ગુરુગ્રામ પોલીસ તપાસમાં લાગી ગઈ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધારે ફોલોઅર્સ છે. તે પહેલા એક ફેમસ રેડિયો જોકી રહી ચૂકી છે. હાલમાં તે ફ્રીલાન્સર હોવાનું કહેવાતું હતું.

જાણકારી અનુસાર, તેનું મોત તેના જ ફ્લેટમાં થયું છે. શરૃઆત તપાસમાં આ આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે. તેની લાશ ફાંસીના ફંદે લટકતી જોવા મળી હતી. હાલમાં તેની બોડી પરિવારને સોંપી દેવામાં આવી છે. તે જમ્મુની રહેવાસી હતી. તે તેના એક મિત્ર સાથે અહીં રહેતી હતી. તેણે જ પોલીસને સૂચના આપી હતી. સેક્ટર 47માં પોતાના જ ફ્લેટમાંથી તેની લાશ મળી છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. મોત પાછળનું કારણ પોલીસ જાણવામાં લાગેલી છે. આરજે સિમરન રેડિયોની દુનિયાનું ફેમસ નામ હતી. તેના અવાજના લોકો દિવાના હતા અને તેણે ફેન્સના દિલોમાં ખાસ જગ્યા બનાવી હતી. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હતી.

તેના મોતના સમાચાર સામે આવતા જ લોકો ઈન્સ્ટાગ્રામ પર તેને શોધવા લાગ્યા, હાલમાં તેની અંતિમ પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એક વીડિયો છે, જેમાં તે પોતાના વિચાર પંજાબીમાં શેર કરતી દેખાઈ રહી છે. વીડિયોમાં આરજે સિમરન કહે છે કે, તૂ અચ્છા લગતા હૈ પર કહેતી નહીં, તેરી બાતો પર ભી ખૂબ હંસી આતી હૈ, લેકિન જાનકર હંસતી નહીં, મેરે પર ચાંસ મારને કી જરુર નહીં હૈ. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ જોઈ તેના ચાહનારા લોકો ખૂબ ભાવુક થઈ રહ્યા છે. ફેન્સ તેનો વીડિયો જોઈ તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આ પણ વાંચો :-

RBI ગવર્નરથી પૂર્વ વડાપ્રધાન બનવા સુધીની ડૉ. મનમોહન સિંહનું સફર

0

ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવાર, તા. 26 ડિસેમ્બર, 2024ના રોજ 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે ગઈકાલે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. મનમોહન સિંહને અગાઉ ચાર વખત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. 1990ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું.

ડૉ. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અખંડ ભારતના પંજાબ પ્રાંત (હાલ પાકિસ્તાન) ના એક ગામમાં થયો હતો. તેમણે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક પાસ કર્યું અને યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આગળનું શિક્ષણ પૂર્ણ કર્યું. 1957માં તેમણે અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી હતી. 1962 માં, તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીના નફીલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં D.Phil પૂર્ણ કર્યું. તેમણે જીનીવામાં મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1971માં ડૉ. સિંહ વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર બન્યા અને 1972માં તેઓ નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બન્યા હતા.

જ્યારે વિદેશમાં પીએચડી કર્યા બાદ તેમને ડોક્ટરની પદવી મળી હતી. આ પછી મનમોહન સિંહે પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અર્થશાસ્ત્ર ભણાવ્યું. વિદ્યાર્થીઓ તેમને શિક્ષક તરીકે ખૂબ પસંદ કરતા. તમને જણાવી દઈએ કે તેઓ જીનીવામાં સાઉથ કમિશનમાં સેક્રેટરી જનરલ તરીકે પણ નિયુક્ત થયા હતા. મનમોહન સિંહ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર અને 1972માં નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર પણ રહી ચૂક્યા છે. આ પછી, તેઓ આયોજન પંચના ઉપાધ્યક્ષ, રિઝર્વ બેંકના ગવર્નર, વડાપ્રધાનના આર્થિક સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના અધ્યક્ષ પણ રહ્યા.

તેમણે ઘણા આંતરરાષ્ટ્રીય મંચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે 1993 માં વિયેનામાં કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ અને માનવ અધિકારો પર વિશ્વ પરિષદ માટે સાયપ્રસમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. 1972માં તેમને નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવવામાં આવ્યા હતા. પછીના વર્ષોમાં, તેમણે આયોજન પંચના ઉપાધ્યક્ષ, વડા પ્રધાનના આર્થિક સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.

1991માં મનમોહન સિંહ આસામના રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. આ પછી તેઓ વર્ષ 1995, 2001, 2007 અને 2013 માં ફરીથી રાજ્યસભાના સાંસદ રહ્યા. જ્યારે ભાજપ 1998 થી 2004 સુધી સત્તામાં હતું ત્યારે મનમોહન સિંહ રાજ્યસભામાં વિપક્ષના નેતા હતા. 1999માં તેઓ દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લડ્યા હતા પરંતુ જીત્યા ન હતા. 2004માં કોંગ્રેસ સત્તામાં આવતાની સાથે જ તેમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2009માં કોંગ્રેસ ફરી સત્તામાં આવી અને ફરી એકવાર ડો.સિંઘને વડાપ્રધાન બનાવવામાં આવ્યા.

મનમોહન સિંહને ભારતનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ (1987), જવાહરલાલ નહેરુ બર્થ સેંટેનરી એવોર્ડ ઓફ ધ ઈન્ડિયન સાઈન્સ કોંગ્રેસ (1995), વર્ષના શ્રેષ્ઠ નાણાં પ્રધાન (1993 અને 1994) માટે એશિયા મની એવોર્ડ, વર્ષના શ્રેષ્ઠ નાણાં પ્રધાન માટે યુરો મની એવોર્ડ (1993), કેમ્બ્રિજ યુનિવર્સિટીનું એડમ સ્મિથ પુરસ્કાર (1956), અને સેન્ટ જોન્સ કોલેજ, કેમ્બ્રિજ (1955) ખાતે વિશિષ્ટ પ્રદર્શન માટે રાઈટ પ્રાઈઝ સામેલ છે. ડો. સિંહને કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીઓ તરફથી માનદ પદવીઓ એનાયત કરવામાં આવી છે.

ડો. મનમોહન સિંહે 2004 થી 2014 સુધી યુપીએ સરકારમાં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી અને તેઓ ત્રણ પુત્રીઓના પિતા છે. તેઓ 1991માં દેશના નાણામંત્રી પણ રહી ચૂક્યા છે, તે સમયે નરસિમ્હા રાવની સરકાર હતી. નિષ્ણાતોના મતે, ડો.મનમોહને દેશમાં આર્થિક સુધારામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે બજેટ રજૂ કરતી વખતે તેમને વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ જેવી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી, જેણે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત અને વેગ આપ્યો હતો અને આ જાહેરાતોને કારણે દેશમાં વેપાર નીતિ, ઔદ્યોગિક લાઈસન્સિંગ અને બેંકિંગ ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ હતી.

આ પણ વાંચો :-

૨૭ ડિસેમ્બર, ૨૦૨૪ / શુક્રવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ
બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્તિતિ સારી રહેશે. પરિવારમાં આનંદ જળવાશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં લભા. બપોર બાદ આવક ધટતાં માનસિક અશાંતિ વધે. નવા રોકાણો ટાળવા. દામ્પત્ય જીવનમાં સંતોષ.
વૃષભઃ
બપોર સુધી આપની તથા પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી બને છે. આવક અંગે પણ અસંતોષ રહે. બપોર પછી પરિસ્તિતિમાં સુધારો થતો જણાય. આવક અને આરોગ્ય બન્ને જળવાય. દામ્પત્ય સુખ માં પણ વૃધ્ધિ થાય.
મિથુનઃ
આર્થિક બાબતો અંગેસારો દિવસ. પરિવારમાં પણ શાંતિ રહે. રોકાણો માંથી લાભ. નોકરી ધંધામાં સફળતા. સંતાન સુખમાં વધારો થાય. પરંતુ બપોર બાદ તમામ પરિસ્તિતિ માં ધટાડો થતો જણાય. આવક ધટે, નોકરીમાં ચિંતા તથા આરોગ્ય સાચવવું.
કર્કઃ
દિવસ દરમ્યાન શુભ ફળનો અનુભવ થાય. માનસિક શાંતિ રહે. આવક વધતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શકય બને. નવું જાણવાનો યોગ બને. ધંધામાં લાભ. મિત્રોનો સહકાર મળે.
સિંહઃ
થોડા નકારાત્મક વિચારો સતાવે, છતાં આવક વધતી જણાય. કુટુંબમાં સંપ રહે. કાર્ય સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્ય સારૂં રહે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે.
કન્યાઃ
નાણાંની વૃધ્ધિ થતી જણાય. નાના-ભાઇ બહેનની સફળતા આનંદ. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી જરૂરી. માતાની તબિયતનું ધ્યાન રાખવું, આરોગ્ય સંબંધી ચિંતા દૂર થતી જણાશે.
તુલાઃ
જુસ્સો, ચાણકય નીતી, સાચું ખોટું પારખવાની કુદરતી શકિતમાં વધારો થાય. ન્યાયી વલણ રહે. આવકનો નવો સ્ત્રોત ખુલતો જણાય. ખરીદ-વેચાણ ફાયનાન્સ, બ્રેકર કાચ. પ્લાસ્ટીકના ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય.
વૃશ્ચિકઃ
બપોર સુધીનો સમય સારો છે. આવક જળવાય. મિત્રોનો તથા સંતાનનો સાથ. સહકાર મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ ‌પરિસ્થિતિ વિપરિત થતી જણાય. આવક ઘટે. માનસિક ટેન્સન વધે. આરોગ્ય સાચવવું. ખર્ચ ધટાડવો.
મકરઃ
આનંદની અનુભુતિ થાય. નિર્ણય શકિત વધે. પૈસાનો બગાડ અટકાવવો. નોકરી ધંધામાં સારા સમાચાર મળે. લક્ષ્મીનો વખતસર લાભ મળે. જુના મિત્રો નળે તથા નવી ઓળખાણ થાય. અન્યની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય.
કુંભઃ
ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. ઓછી મહેનતે વધુ લાભ મળતો જણાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શકય બને. નવો ધંધો કરવાનો રસ્તો મળે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. પિતુસુખમાં વૃધ્ધિ થાય. નફાકારક રોકાણો કરી શકાય.
મીનઃ
દિવસની શરૂઆતમાં તબિયતમાં ઢીલાશ રહે. શરદી-ખાંસીનો ઉપદ્ગવ રહે. બપોર બાદ તબિયત સુધરતી જણાય. ભાગ્યનો સાથ મળવાનો કારણે આવકમાં વધારો થતો જણાય. આધાત્મિક ઉન્નતિ થાય. થોડી માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

મોઝામ્બિકમાં ચૂંટણીને લઇને કોર્ટના ચુકાદા બાદ હિંસક દેખાવ, હિંસામાં 150નાં મોત

મોઝામ્બિકની સુપ્રીમ કોર્ટના એક ચુકાદાથી દેશમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. મોઝામ્બિકમાં દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રીલીમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડેનિયલ ચેપોને ૯ ઓક્ટોબરે યોજાયેલી વિવાદાસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં 162 લોકોના મોત થયા છે. જેમાં બે પોલીસ અધિકારી પણ સામેલ છે. આ માહિતી અધિકારીઓએ મંગળવારે આપી હતી.

મોઝામ્બિકાના ગૃહમંત્રી પાસ્કોલ રોંડાએ આજે મોડી રાત્રે માપુતો શહેરમાં એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હિંસા અને લૂંટફાટ શરૂ થઈ ગઈ છે. આ હિંસા ચૈપોના પ્રતિસ્પર્ધી અને ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવાર વેનાંસિયો મોંડલેનના યુવા સમર્થકોએ ભડકાવી છે.

ગૃહમંત્રીએ કહ્યું કે, અત્યાર સુધીમાં 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર દેશમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. રાષ્ટ્રીય પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ તાજેતરની હિંસાની ઘટનામાં 33 લોકોના મોત થયા છે અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ ઉપરાંત હિંસા દરમિયાન મોઝામ્બિકાના માપુટોમાં આવેલી જેલમાં 1534 કેદીઓ ફરાર થઈ ગયા છે. જેલમાં કુલ 2,500થી વધુઓ કેદીઓ અથવા આરોપીઓ હતા. ગૃહમંત્રીએ કહ્યું કે, પોલીસના બે વાહનો સહિત 25 વાહનોને આંગ ચાંપવામાં આવી છે. જ્યારે ભીડે 11 પોલીસ ચોકીઓ અને એક જેલ પર હુમલો કરી તોડફોડ કરી છે, જેમાં 1534 કેદીઓ ફરાર થઈ ગયા છે.

મોઝામ્બિકાના ગૃહમંત્રી પાસ્કોલ રોંડાએ આજે મોડી રાત્રે માપુતો શહેરમાં એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હિંસા અને લૂંટફાટ શરૂ થઈ ગઈ છે. આ હિંસા ચૈપોના પ્રતિસ્પર્ધી અને ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવાર વેનાંસિયો મોંડલેનના યુવા સમર્થકોએ ભડકાવી છે.

આ પણ વાંચો :-