Home Blog Page 557

હવે સંગમ નગરી મહાકુંભમાં પ્રથમ વાર બનશે ડોમ સિટી, ચાલો જાણીએ ભાડું ?

0

ઉત્તર પ્રદેશમાં સંગમ નગરી પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ ચાલી રહી છે. જાન્યુઆરી 2025માં પ્રયાગરાજમાં મહાકુંભ 2025 યોજાવા જઈ રહ્યો છે. આ વખતે મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. 45 દિવસ સુધી ચાલનાર મહાકુંભ હિંદુઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

મળતી માહિતી મુજબ આ વખતે મહાકુંભમાં દેશ-વિદેશના 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેશે. તંત્ર તરફથી મહા કુંભ મેળાની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. ભક્તો અને પ્રવાસીઓની સુવિધા માટે વહીવટીતંત્ર દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં હવે ભક્તોની સુવિધા માટે ટેન્ટના કેમ્પ સાથે પહેલીવાર ડોમ સિટી બનાવવામાં આવી રહી છે. જાણો ડોમ સિટીની વિશેષતા અને અહીં એક દિવસ રોકાવાના ભાડા વિશે વિગતવાર.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહાકુંભ વિસ્તારમાં હાજર રેલ વિસ્તારમાં ડોમ સિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. સિટીમાં 22 મોટા સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવ્યા છે, જેમાં જમીનથી લગભગ 15 ફૂટની ઊંચાઈ પર ફાઈબર શીટથી ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. ડોમ સિટીમાં એક સાથે લગભગ 84 જેટલા ડોમ અને 175 વુડન કોટેજ બનાવવામાં આવી રહ્યા છે. દરેક ડોમની નીચે ચાર-ચાર વુડન કોટેજ બનાવવામાં આવશે.

ડૉમ સિટીમાં ડૉમમાં રહેવાનું એક દિવસનું ભાડું 1,11,000 રૂપિયા છે. જો કે, આ ભાડું સ્નાન ઉત્ત્સવ અને તેનાથી આગળના એક દિવસનું છે. બાકીના દિવસોમાં એક રાત્રિ રોકાણ માટે 81,000 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત, સામાન્ય દિવસોમાં વૂડન કોટેજમાં રહેવા માટે, તમારે દરરોજ 41,000 રૂપિયા ખર્ચવા પડશે, જ્યારે પીક દિવસોમાં, તમારે તેના માટે 61,000 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં શહેરમાં ગમે ત્યાંથી પીકઅપ અને ડ્રોપ તેમજ સવારના નાસ્તા અને લંચના ખર્ચનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

ધરતી પર 37500 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકશે મહાકાય એસ્ટરોઈડ! NASAનું એલર્ટ

0

અમેરિકન સ્પેસ એજન્સી NASA અનુસાર, 2024 YC1 અને 2024 YQ2 નામના બે એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થવાના છે. વર્ષના અંત પહેલા બે એસ્ટરોઇડ, 2024 YC1 અને 2024 YQ2, પૃથ્વી પાસેથી પસાર થશે. નાસાએ સ્પષ્ટ કર્યું છે કે આનાથી પૃથ્વીને કોઈ ખતરો નથી. આ બંને એસ્ટરોઇડ પૃથ્વીથી લગભગ 639,000 માઈલના અંતરેથી પસાર થશે, જે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં બમણાથી વધુ છે. તેમની નિકટતા હોવા છતાં, તેમની પૃથ્વી સાથે ટકરાવાની કોઈ શક્યતા નથી. બંને એસ્ટરોઇડની ઝડપ 30 હજાર કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હશે.

2024 YC1 એ એક વિશાળ એસ્ટરોઇડ છે, જે લગભગ 170 ફૂટ (52 મીટર)નું માપ ધરાવે છે, જે મોટા કોમર્શિયલ એરલાઇનર જેટલું છે. તે લગભગ 20,666 mph (33,240 km/h)ની ઝડપે પૃથ્વી પાસેથી પસાર થશે. તે 28 ડિસેમ્બર, 2024 ના રોજ ભારતીય સમય અનુસાર બપોરે 2:29 વાગ્યે પૃથ્વી પર પહોંચશે. તેના વિશાળ કદ અને ઝડપી ગતિ હોવા છતાં, તે પૃથ્વીથી સુરક્ષિત અંતરે રહેશે.

2024 YQ2 એ પ્રમાણમાં નાનો લઘુગ્રહ છે, જે લગભગ 80 ફૂટ (24 મીટર) પહોળો છે. તે 23,313 માઈલ પ્રતિ કલાક (37,500 km/h)ની ઝડપે પ્રવાસ કરે છે. 2024 YC1 ની જેમ, તે પણ 28 ડિસેમ્બર, 2024 ના રોજ લગભગ 639,000 માઈલના અંતરે પૃથ્વી પાસેથી પસાર થશે. આ એક અનોખો સંયોગ છે કે બંને એસ્ટરોઇડ એક જ દિવસે પૃથ્વીની નજીકથી પસાર થશે.

એસ્ટરોઇડએ સૌરમંડળની રચનામાંથી બચેલા ટુકડાઓ છે. તેમનો અભ્યાસ વૈજ્ઞાનિકોને એ સમજવામાં મદદ કરે છે કે ગ્રહોની રચના કેવી રીતે થઈ અને જીવન માટે જરૂરી તત્વોની રચના કેવી રીતે થઈ. ઈતિહાસમાં પૃથ્વી પર એસ્ટરોઈડ અથડાવાના અનેક વિનાશક ઉદાહરણો જોવા મળ્યા છે. સૌથી વિનાશક ઘટના 66 મિલિયન વર્ષો પહેલા બની હતી, જ્યારે એક મોટા લઘુગ્રહે ડાયનાસોરનો નાશ કર્યો હતો.

આ પણ વાંચો :-

ડો મનમોહન સિંહની અંતિમયાત્રા નીકળી, રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર

0

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિહના આજે સવારે 11.45 કલાકે નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર રાજકીય સમ્માન સાથે થશે. ગૃહમંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી છે કે તેમના સ્મારક બનાવવા માટે સરકાર રાજી થઈ ગઈ છે. માત્ર જગ્યા શોધવા માટે થોડો સમય માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે નિધન થયું હતું. નિગમબોધ ઘાટ પર શનિવારે સવારે 11.45 કલાકે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પક્ષના રાજકારણથી ઉપર ઉઠી દેશના દરેક દિગ્ગજ નેતાઓ જ નહીં વિદેશના નેતાઓએ પણ શુક્રવારે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ વડાપ્રધાનને જે રીતે દેશ-વિદેશમાં તેમના આર્થિક સુધારા અને ભારતના વિકાસમાં યોગદાન બદલ યાદ કરાયા છે તે જોતાં ‘ઈતિહાસ મારા પ્રત્યેક મીડિયા-વિપક્ષ કરતાં દયાળુ રહેશે’ તેવું મનમોહન સિંહનું કથન સાચું પડયું છે.

એઆઈસીસી ખાતેથી હવેથી પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને નિગમ બોધ ઘાટ લઈ જવામાં આવી રહ્યો છે. તેમની અંતિમ યાત્રા શરૂ થઇ ચૂકી છે. ત્યાં તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાશે. તેમની અંતિમ વિધિમાં વડાપ્રધાન મોદી પણ જોડાશે.

આ પણ વાંચો :-

જાપાન અને ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.1 અને 5.7ની તીવ્રતા

0

શનિવારે વહેલી સવારે જાપાન અને ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જાપાનમાં ભૂકંપની તીવ્રતા 5.1 રહી હતી જ્યારે ફિલિપાઈન્સમાં ભૂકંપની તીવ્રતા 5.7 હોવાનું કહેવાય છે. જો કે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી નથી.

ઉત્તરપૂર્વ જાપાનમાં શનિવારે સવારે 5.1 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. અહીં મિયાગી અને ફુકુશિમા પ્રાંતમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા, પરંતુ સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી ન હતી. અગાઉ જાપાનની હવામાન એજન્સીએ શનિવારે સવારે 4:10 વાગ્યે જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 4.10 હતી. જોકે હજુ સુધી કોઈ મોટી જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

આ પણ વાંચો :-

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે અટલ ટનલ પર સેંકડો પ્રવાસીઓ ફસાયા

0

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે અને પ્રવાસીઓ તેની ભરપૂર મજા લઈ રહ્યા છે, પરંતુ આ હિમવર્ષા વહીવટીતંત્ર માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. હિમાચલ પ્રદેશમાં શુક્રવારે રાત્રે હિમવર્ષાના કારણે સેંકડો પ્રવાસીઓ ફસાયા હતા. પોલીસ અને પ્રશાસને તેમને સલામત સ્થળે પહોંચાડવા માટે ઘણા પ્રયાસો કરવા પડ્યા હતા. અંતે પ્રવાસીઓને હોટલ અને લોકોના ઘરોમાં બેસાડવામાં આવ્યા હતા. અટલ ટનલ અને સોલાંગ ખીણ વચ્ચે લગભગ 1200 વાહનો અટવાયા હતા.

જણાવી દઇએ કે, વરસાદ અને હિમવર્ષાના કારણે રાજ્યમાં 2 નેશનલ હાઈવે સહિત 30થી વધુ માર્ગો બંધ છે, જે અનેક સ્થળોએ પરિવહન પર અસર કરી રહ્યા છે. વધુમાં, કેટલીક જગ્યાએ વરસાદે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. હિમાચલ પ્રવાસ માટે આવેલા લોકો માટે સફર રોમાંચક હોવાની સાથે કઠિન બની ગયો છે. જેના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

ભારે બરફ અને ઠંડી વચ્ચે શિમલા, કુફરી, નારકંડા અને સોલંગ વેલી જેવા પ્રખ્યાત પર્યટન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 24 થી 26 ડિસેમ્બરના સમયગાળામાં મિડ હિલ્સ અને હાઈ હિલ્સમાં ભારે હિમવર્ષા અને નીચા વિસ્તારોમાં ધુમ્મસ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

આજે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે થશે પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર

0

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે શનિવારે રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. સવારે 11.45 કલાકે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. આ પહેલા, તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન 3, મોતીલાલ નહેરુ રોડ, નવી દિલ્હીથી સવારે 8 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલયમાં લાવવામાં આવશે. સવારે 8.30 થી 9.30 સુધી સામાન્ય જનતા અને કાર્યકરો તેમને શ્રદ્ધાંજલિ આપશે. તેમની અંતિમ વિદાયની તૈયારી 9:30 પછી શરૂ થશે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે કે ડો.મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર 28 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 11:45 વાગ્યે નિગમબોધ ઘાટ, નવી દિલ્હી ખાતે થશે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને આગ્રહ કર્યો હતો કે પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવામાં આવે જ્યાં તેમનું સ્મારક બની શકે. કોંગ્રેસ પાર્ટીએ આગામી સાત દિવસ માટે તેના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.

આ પણ વાંચો :-

૨૮ ડિસેમ્બર, ૨૦૨૪ : આ રાશિના જાતકોને કષ્ટભંજન દેવની અસીમ કૃપાથી દરેક દુઃખ-દર્દ થશે દુર, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
આર્થિક ક્ષેત્રે શુભ ફળ પ્રાપ્ત થતું જણાય છે. નોકરીમાં શાંતિ. હયાત ધંધામાંથી લાભ મેળવી શકાય તથા નવા ધંધાની શરૂઆતના યોગ બને છે. માતૃસુખ, પિતૃસુખ તથા વાહન સુખમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય.
વૃષભઃ
દિવસની શરૂઆત સુંદર રીતે થાય. આવક જળવાય. કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. ભાગ્ય બળવાન બને છે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. ધાર્મિક ભાવના વધતી જણાય. જમણા હાથની કાળજી રાખવી જરૂરી.
મિથુનઃ
જીવનસાથી સાથે પ્રેમ જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. આવક બાબતમાં સામાન્ય સ્થિતિ બની રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. સ્થાવર જંગમ મિલક્તથી લાભ. પિતાની તબિયત સાચવવી.
કર્કઃ
માનસિક આનંદ જળવાય. નાણાંકીય પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ જળવાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળે. આરોગ્ય જળવાય.
સિંહઃ
સંતાનની પ્રગતિથી હર્ષ. વિદ્યાર્થી વર્ગને સફળતા. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. સેવાકાર્યમાં સમય વ્યતીત થાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. શરદી, ખાંસી, કફની સમસ્યાનો સામનો કરવો પડે.
કન્યાઃ
જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. એકાઉન્ટીંગ, બેંક, વીમા, એડવોકેટ જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાથી પરેશાની રહે.
તુલાઃ
કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા રોકાણોનું યોગ્ય રીતે આયોજન કરી શકાય. પરિવારમાં પરસ્પર પ્રેમનું વાતાવરણ જળવાય. માતૃસુખ, વાહનસુખમાં વધારો થાય. સ્વાસ્થય સારૂં રહેશે.
વૃશ્ચિકઃ
બેંક બેલેન્સ વધતું જણાય. પરિવારમાં મિશ્રફળ અનુભવાય. સંતાન અંગેની ચિંતા સતાવે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ચામડીના રોગોની કાળજી રાખવી.
ધનઃ
આવક બાબતમાં થોડો અસંતોષ રહે. સામાજીક કાર્યોમાં ખર્ચ થાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. આરોગ્ય જળવાય.
મકરઃ
વિચારશીલતા તથા નવું શીખવાની ભાવના વધતી જણાય. જ્યોતિષનો શોખ રહે. ડૉક્ટર, શિક્ષણ, બાંધકામ તથા સરકારી ખાતામાં કામ કરતા વ્યક્તિઓને વિશેષ લાભ. પિતા કે વડીલ સાથે મતભેદ ટાળવા.
કુંભઃ
ધંધામાં મોટું નાણાંકીય જોખમ લેવાથી દૂર રહેવું. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં અન્યથા નાણાં ફસાઈ જવાની શક્યતા છે. આવક જળવાય. મિત્રોથી લાભ. સંતાન સુખમાં વધારો થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.
મીનઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ વર્તાય. રોકાણોમાંથી યોગ્ય આવક મળતી જણાય. મિત્રોથી લાભ. યશ-પ્રતિષ્‍ઠા વધે. આરોગ્ય જળવાય.

આ પણ વાંચો :-

સુઝુકી મોટર કોર્પોરેશનના ભૂતપૂર્વ ચેરમેન ઓસામૂ સુઝુકીનું નિધન

0

ઓસામું સુઝુકીકે જેઓ જાપાનની જાણીતી ઓટોમોબાઈલ કંપની સુઝુકી મોટર કોર્પોરેશનના ભૂતપૂર્વ ચેરમેન હતા અને લાંબા સમયથી હેડ તરીકે જવાબદારી સંભાળતા હતા તેમનું 94 વર્ષની ઉંમર અવસાન થયું છે. તેમણે સુઝુકી મોટરને ગ્લોબલ ઓટોમોબાઈલ બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી.

વર્ષ 1980ના દાયકામાં ભારતમાં સસ્તી અને ટકાઉ કારોની ભારે અછત હતી. ઓસામુ સુઝુકી તે સમયે આ અંગે રહેલી તકને જોઈ અને ભારત સરકાર સાથે મળી કામ શરુ કર્યું. ભારતમાં પહેલી કાર મારુતિ 800 વર્ષ 1983માં લોંચ થઈ હતી. તેની કિંમત આશરે રૂપિયા 47,500 Sતી, જે મધ્યમ વર્ગના પરિવાર માટે બેસ્ટ હતી. ઓસામુ સુઝુકી પોતે આ પ્રોજેક્ટમાં વ્યક્તિગત રીતે સામેલ રહ્યા હતા.

તેમણે વર્ષ 1958માં કરિયરની શરૂઆત સુઝુકી મોટર સાથે જોડાઈને કરી હતી. તેમણે કંપનીના મેનેજમેન્ટ તથા સ્ટ્રેટેજીક પાસામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 1978માં તેઓ સુઝુકી મોટરના અધ્યક્ષ બન્યા હતા. વર્ષ 2000માં તેઓ કંપનીના ચેરમેન બન્યા હતા.

આ પણ વાંચો :-

મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગાર અબ્દુલ રહેમાનનું પાકિસ્તાનમાં મોત

0

મુંબઈમાં આતંકવાદી હુમલાના ગુનેગાર અને આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના ડેપ્યુટી ચીફ હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું મોત થયું છે. મક્કીનું મોત હાર્ટ એટેકને લીધે થયું છે, એમ પાકિસ્તાની મિડિયાએ દાવો કર્યો છે. ભારતમાં 26/11ના મુંબઈ હુમલાના કથિત માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના સંબંધી અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (JUD)ના નાયબ વડા હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી મોતને ભેટ્યો છે. શુક્રવારે લાહોરમાં હાર્ટ એટેકથી તેનું મોત થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મક્કી મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના ડેપ્યુટી ચીફનો સંબંધી હતો. જમાત-ઉદ-દાવા (JuD) અનુસાર, પ્રોફેસર અબ્દુલ રહેમાન મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતો અને લાહોરની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં આજે તેનું મોત થયું છે.

મક્કીની મે, 2019માં પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને લાહોરમાં નજરકેદ કરવામાં આવ્યો હતો. વર્ષ 2020માં પાકિસ્તાનની એક કોર્ટે પણ તેને આતંકવાદી ધિરાણ સંબંધિત કેસોમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. આ પછી તેની બહુ ચર્ચા થઈ નહોતી. જાન્યુઆરી, 2023માં મક્કીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા પણ ‘વૈશ્વિક આતંકવાદી’ જાહેર કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી, મુસાફરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને હથિયારો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

મુંબઈ આતંકવાદી હુમલા ઉપરાંત, મક્કી લાલ કિલ્લાના હુમલામાં તેની સંડોવણીને કારણે ભારતની સુરક્ષા એજન્સીના રડાર પર હતો. 22 ડિસેમ્બર, 2000ના લાલ કિલ્લા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મક્કીનો પણ હાથ હોવાનું સામે આવ્યું હતું. આ હુમલામાં લશ્કરના છ આતંકવાદીઓ લાલ કિલ્લા પર ઘૂસી ગયા હતા અને કિલ્લાની રક્ષા કરી રહેલા સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો..

આ પણ વાંચો :-

મેલબર્ન ટેસ્ટ મેચની સુરક્ષામાં મોટી ચૂક, કોહલીને મળવા મેદાનમાં ઘુસી આવ્યો વ્યક્તિ

0

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટ મેચના બીજા દિવસે જ્યારે વિરાટ સ્લીપમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે આ વિદેશી વ્યક્તિ અચાનક દર્શકોની ગેલેરીમાંથી ઊભો થઈ ગયો અને મેદાન પર દોડવા લાગ્યો અને વિરાટ કોહલીને ગળે લગાક્યો. જોકે બાદમાં સુરક્ષાકર્મીઓએ આ વ્યક્તિને પકડી લીધો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચાલી રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે સુરક્ષામાં ભારે ક્ષતિ જોવા મળી હતી. પ્રેક્ષક ગેલેરીમાંથી બહાર આવ્યા બાદ એક વિદેશી વ્યક્તિ અચાનક મેદાન પર દોડી આવ્યો અને ભારતીય ખેલાડીઓને મળવાનો પ્રયાસ કરવા લાગ્યો.

બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં, ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં રમતના બીજા દિવસે, તેમની પ્રથમ ઇનિંગની 97મી ઓવરમાં, એક વ્યક્તિ અચાનક સ્ટેન્ડ પરથી કૂદી ગયો અને સીધો મેદાન પર સુરક્ષાકર્મીઓને ચકમો આપીને દોડી આવ્યો અને આ સમયે ફિલ્ડિંગ કરી રહેલા ભારતીય ખેલાડીઓએ પહોંચી ગયો. જેમાં તેણે પહેલા સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહેલા રોહિત શર્મા પાસે જવાનો પ્રયાસ કર્યો પરંતુ બાદમાં તે વ્યક્તિ સીધો વિરાટ કોહલી પાસે ચાલ્યો ગયો.

આ વ્યક્તિને જોઈને દરેક વ્યક્તિ અનુમાન લગાવી રહી છે કે, આ એ જ વ્યક્તિ છે જેણે વર્ષ 2023માં ભારતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત ODI વર્લ્ડ કપની મેચ દરમિયાન મેદાન પર કોહલી પાસે ગયો હતો, જેમાં તેના ટી-શર્ટ પર લખેલો મેસેજ પણ લગભગ આવો જ હતો.

ઓસ્ટ્રેલિયન ટીમે બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં તેની પ્રથમ ઇનિંગમાં 474 રન બનાવ્યા હતા, જેમાં તેની ટેસ્ટ કારકિર્દીની 34મી સદી ફટકારનાર સ્ટીવ સ્મિથના બેટમાંથી 140 રનની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. સ્મિથ હવે ભારત વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ બની ગયો છે, જેમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ આ તેની 11મી ટેસ્ટ સદી પણ હતી. ટીમ ઈન્ડિયા માટે પ્રથમ દાવમાં બુમરાહનો જાદુ બોલ સાથે જોવા મળ્યો, જે 4 વિકેટ લેવામાં સફળ રહ્યો.

આ પણ વાંચો :-