Home Blog Page 553

ISROના નવા અધ્યક્ષ બનશે ડૉ. વી નારાયણન

0

વી નારાયણન ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના નવા અધ્યક્ષ બનશે. ભારત સરકારે મંગળવારે આ જાણકારી આપી. વી નારાયણન ઇસરોના અધ્યક્ષ તરીકે ડૉ. એસ સોમનાથનું સ્થાન લેશે. વી નારાયણન અવકાશ વિભાગના સચિવ તરીકે પણ કાર્યભાર સંભાળશે. કેબિનેટની નિમણૂક સમિતિના આદેશ મુજબ, વી નારાયણન 14 જાન્યુઆરીએ વર્તમાન ઈસરો (ISRO)ના વડા એસ સોમનાથના સ્થાને ચાર્જ સંભાળશે. તેઓ આગામી બે વર્ષ સુધી અથવા આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ પદની જવાબદારી સંભાળશે.

વિજ્ઞાનના ક્ષેત્રમાં ડોક્ટર વી નારાયણનનું મોટું નામ છે. 1989 માં આઈઆઈટી ખડગપુરથી તેમણે ક્રાયોજેનિક એન્જીનિયરિંગમાં એમટેક કર્યું છે. તેમણે એરોસ્પેસ એન્જીનિયરિંગમાં પીએચડીની ડિગ્રી લીધી છે. નારાયણન 1984 માં ઈસરોમાં જોઈન થયા હતા. ઈસરોમાં ચાર દાયકા કરતાં વધુ સમયગાળાના અનુભવ દરમિયાન તેઓ અનેક મહત્વના પદ પર ફરજ બજાવી ચુક્યા છે.

તેમણે આદિત્ય અંતરિક્ષ યાન અને GSLV MK III મિશનો, ચંદ્રયાન 3 અને ચંદ્રયાન 3 માં પ્રોપલ્શન સિસ્ટમમાં પણ યોગદાન આપી ચુક્યા છે. તેઓ મેનેજમેન્ટ કાઉન્સિલ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પ્રોજેક્ટના અધ્યક્ષ પણ છે. સાથે જ તેઓ ગગનયાન માટેના હ્યુમન રેટેડ સર્ટિફિકેશન બોર્ડના અધ્યક્ષ પણ છે. તેઓ હાલ લિક્વિડ પ્રોપ્શન સિસ્ટમ સેન્ટરના ડાયરેક્ટર છે.

વી નારાયણને એબ્લેટીવ નોઝલ સિસ્ટમ, કોમ્પોઝિટ મોટર કેસ અને કોમ્પોઝિટ ઇગ્નીટર કેસના પ્રક્રિયા આયોજન, પ્રક્રિયા નિયંત્રણ અને અમલીકરણમાં યોગદાન આપ્યું હતું. હાલમાં નારાયણન LPSC ના નિયામક છે, જે ISROના મુખ્ય કેન્દ્રોમાંનું એક છે, જેનું મુખ્ય મથક વાલીયામાલા, તિરુવનંતપુરમ ખાતે છે, જેમાં બેંગલુરુમાં એક યુનિટ છે. નારાયણન પાસે 40 વર્ષનો અનુભવ છે. તે રોકેટ અને સ્પેસક્રાફ્ટ ઓપરેશનમાં નિષ્ણાત છે.

આ પણ વાંચો :-

૮ જાન્યુઆરી ૨૦૨૫/ આ રાશિ માટે બુધવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.
વૃષભઃ
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકુળતા માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.
મિથુનઃ
મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ-પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.
કર્કઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી ધંધામાં પ્રગતિ.
સિંહઃ
માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજ શોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારૂ.
કન્યાઃ
વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.
તુલાઃ
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.
વૃશ્ચિકઃ
મોજશોખનું પ્રમાણ વધશે આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.
ધનઃ
દિવસ દરમ્યાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે.
મકરઃ
માનસિક સ્વાસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે. પરંતુ બગાડ અટકાવવો. ભાઇ-બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.
કુંભઃ
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.
મીનઃ
ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્‍ઠા વધે.આવકમાં વૃધ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રીવર્ગથી લાભ. નોકરીયાતને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

ભુજમાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં 32 કલાક સુધી ફસાયેલી ઇન્દિરાનું મોત

0

ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. જે યુવતીને બચાવવા કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તેમજ ગાંધીનગરથી પણ NDRFની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. જે યુવતીનું તંત્રએ રેસ્ક્યુ કર્યું હતું. જે બાદ યુવતીને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, 500 ફૂટ ઊંડા બોરવેલમાં 32 કલાક સુધી ફસાયેલી યુવતીનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર, બોરવેલમાં ફસાયેલી 21 વર્ષીય ઇન્દિરા મીણાનું રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. રેસ્ક્યુ દરમિયાન મૃતદેહને બોરવેલમાંથી 300 ફૂટ ઉપર આવ્યા બાદ ફરી નીચે પટકાયો હતો. જોકે યુવતીના મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, મૃતદેહ ફૂલી જવાથી મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી નથી.

આ યુવતીને 32 કલાક બાદ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. જે બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી છે. હાલ પોલીસ પ્રશાસન દ્વારા યુવતીના પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગઇકાલે ભુજ તાલુકાનાં કંઢેરાઈ ગામમાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. ઘટનાને 28 કલાક વીતી ગયા હોવા છતાં પણ યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે તંત્ર સતત મહેનત કરી રહ્યું છે. જો કે હજુ તેની મહેનતને સફળતા મળી નથી. તંત્ર દ્વારા બે હુક જોડીને બહાર કાઢવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં પણ તંત્રને સફળતા મળી નથી.જો કે હવે યુવતી માત્ર 100 ફૂટના જ અંતરે હોવાનું જાણવા મળી રહ્યું છે. આથી હવે તે ટૂંક સમયમાં જ બહાર આવે તેવી શક્યતા છે.

મળતી માહિતી અનુસાર, રેસ્ક્યુ સાધનોમાંથી યુવતી છટકી જતાં બોરવેલ નીચે પડી ગઈ હતી. 30 કલાકમાં બે-બે વખત 100 ફૂટ સુધીના અંતરે આવ્યાં બાદ ફરી 500 ફૂટ નીચે સરકી જતી હતી. જેથી ટીમ માટે યુવતીનું રેસ્ક્યુ ઓપરેશન કરવું એક ચેલેન્જિંગ હતું, પરંતુ અંતે ટીમે યુવતીનું રેસ્ક્યુ કરી લીધું છે. જોકે, યુવતીનો જીવ બચાવવામાં સફળતા મળી નથી.

આ પણ વાંચો :-

સુરતના પુણા ગામમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ, આગની જ્વાળાથી 6 દાઝ્યા

0

સુરતના પુણા ગામમાં વહેલી સાવરે ગેસનો બાટલો બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા હતાં. પુણા ગામ વિસ્તારમાં આવેલ નાલંદા સ્કૂલની સામે રાધે કૃષ્ણ સોસાયટીના એક ઘરમાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો. ગેસનો બાટલો બ્લાસ્ટ થતા મોટો આવાજ આવ્યો હતો. જેથી સ્થાનિકો જાગી ગયા હતા સાથે જ અફડાતફડી મચી ગઈ હતી.

આજે સવારે ગેજ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો. જેમાં આગની ઝપેટમાં આવેલા એક જ પરિવારના 6 લોકો અને ઉપર રહેતો એક વ્યક્તિ આગમાં દાઝી ગયા હતા. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, ઘરનો સ્લેબ પણ તૂટી ગયો હતો. જેના કારણે ઉપર રહેતો વ્યક્તિ નીચે આવીને પડ્યો હતો. આ ઘટનાની જાણકારી મળતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તમામ ઘાયલોને સુરતની સરકારી હોસ્પિટલ અને બાજમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

ઇજાગ્રસ્તના નામ

  • પપ્પુ ગજેન્દ્ર ભદોરીયા
  • સોના બેન
  • મોનિકા બેન
  • જનવી બેન
  • અમન ભાઈ
  • ગોપાલભાઈ ઠાકુર

સુરતના પુણા ફાયર સ્ટેશનના ઈન્ચાર્જ ભૂપેન્દ્ર સિંહ રાજે જણાવ્યું હતું કે ઘરમાં રાખેલી ગેસની બોટલ લીકેજ થવાના કારણે આગ લાગી હતી. હરિકૃષ્ણ સોસાયટીમાં ત્રીજા માળે આવેલા મકાનની અંદર સવારે ગેસ લીકેજ થયો હતો. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ઘરના એક સભ્યએ લાઈટ ચાલુ કરી. આ અકસ્માત ફ્લેશ ફાયરને કારણે થયો હોઈ શકે છે. આગમાં ગેસનો બાટલો ફાટતો નથી, પરંતુ બોટલની પાઇપમાંથી ગેસ લીકેજ થવાને કારણે તે આખા ઘરમાં ફેલાઈ ગયો હતો. ઘરમાં કોઈએ લાઈટ ચાલુ કરી હશે અથવા માચીસ સળગાવી હશે, જેના કારણે સ્પાર્ક થયો હશે. જેના કારણે વિસ્ફોટ થયો હતો. ઘરના તમામ સભ્યો (3 બાળકો અને માતા-પિતા) અને ચોથા માળે વોશરૂમમાં બેઠેલ વ્યક્તિ ઘાયલ થયા છે.

આ પણ વાંચો :-

નેપાળ-તિબેટ ભૂકંપમાં 95થી વધુ લોકોનાં મોત

0

નેપાળ-તિબેટ સરહદ પર 7.1ની તીવ્રતાના ભૂકંપના લીધે સમગ્ર ચીન, ભારત, ભૂટાન અને બાંગ્લાદેશમાં આંચકા અનુભવાયા હતા. જેમાં જાનહાનિ અને સંપત્તિના નુકસાનના પ્રથમ અહેવાલો તિબેટમાંથી આવ્યા હતા. વહેલી સવાર 6.35 વાગ્યાથી છેલ્લા છ કલાકમાં ભૂકંપના કુલ 14 આચંકાઓના કારણે ભારે તારાજી સર્જાઈ છે.

ચીનની સમાચાર એજન્સીના અહેવાલ મુજબ 95 લોકો મૃત્યુ પામ્યા હતા અને 130 ઘાયલ થયા હતા. જયારે તિબેટમાં ઘર પડવાના અને નુકશાનના અનેક વિડીયો સ્થાનિકોએ શેર કર્યા છે. દર મિનિટે ભૂકંપના નાના-મોટા આચંકાઓ આવી રહ્યા છે. નેપાળના કાઠમાંડૂમાં પણ શક્તિશાળી ભૂકંપના આંચકાના કારણે લોકો ભયભીત બન્યા હતા. સવારે સાતથી આઠ વાગ્યા સુધીમાં જ ઓછામાં ઓછા છ વખત ભૂકંપના આંચકાઓ આવ્યા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ગત રાત્રે દક્ષિણ ઈરાનમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે 10 કિલોમીટરની ઊંડાઈએ જોવા મળ્યું હતું. જો કે આ ભૂકંપને કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી, પરંતુ ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો :-

સુરતના પલસાણામાં યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

0

સુરત જિલ્લામાં પલસાણાના હરીપુરા ગામની સીમમાં ઝાડી ઝાંખરામાંથી હત્યા કરાયેલી હાલતમાં અજાણ્યા યુવકનો મૃતદેડ મળતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ડરીપુરા ગામની સીમમાં ઝાડી ઝાંખરા માંથી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતાં કડોદરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસ તપાસમાં યુવકના શરીરે ઈજાના નિશાન હોય તેની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી તેમજ મૃતક યુવક કોણ છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો :-

દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેર, 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ પરિણામ

0

દિલ્હીની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીના રોજ મતદાન, 8 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. દિલ્હીની 70 વિધાનસભા સીટો માટે ચૂંટણી યોજાવાની છે. આ વખતે પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળશે.

આ પહેલા સોમવારે (છઠ્ઠી જાન્યુઆરી) ચૂંટણી પંચે અંતિમ મતદાર યાદી જાહેર કરી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 83,49,645 છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા 71,73,952 છે. જ્યારે થર્ડ જેન્ડરની સંખ્યા 1,261 છે.

ચૂંટણી પંચે એ વિવાદ વચ્ચે દિલ્હીના મતદાતાઓની અંતિમ યાદી જાહેર કરી છે જેમાં મતદાર યાદીમાંથી મતદારોના નામ હટાવવાના આક્ષેપો થઈ રહ્યા હતા. થોડા દિવસો પહેલા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર મતદાર યાદીમાંથી મતદારોના નામ હટાવવા માટે અરજી દાખલ કરવાનો આરોપ લગાવ્યો હતો.

દિલ્હી વિધાનસભાના ગઠન બાદ 1993માં પહેલીવાર ચૂંટણી યોજાઇ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત મળી હતી. જોકે પાંચ વર્ષમાં ભાજપે ત્રણ વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા. મદનલાલ ખુરાનાએ કૌભાંડના આરોપમાં ખુરશી ગુમાવી, સાહિબ સિંહ વર્માએ મોંઘવારીના કારણે રાજીનામું આપ્યું જ્યારે સુષ્મા સ્વરાજ માત્ર બે જ મહિના મુખ્યમંત્રી રહી શક્યા.

આ પણ વાંચો :-

અમિત શાહે લોન્ચ કર્યું ‘ભારતપોલ’, હવે વિદેશમાં બેઠેલા ગુનેગારો નહીં રહે સુરક્ષિત

0

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે સીબીઆઈનું ભારતપોલ પોર્ટલ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય દેશમાં ઇન્ટરપોલ જેવી સિસ્ટમ સ્થાપિત કરવાનો છે. સીબીઆઈએ આ અત્યાધુનિક ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કર્યું છે અને આ પોર્ટલ સીબીઆઈ હેઠળ કામ કરશે. આની મદદથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વિદેશમાં છુપાયેલા ભાગેડુઓ અથવા અન્ય મામલાની માહિતી સીધી ઈન્ટરપોલ પાસેથી મેળવી શકશે.

આ પોર્ટલ આંતરરાષ્ટ્રીય પોલીસિંગ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ સહાયક સાબિત થશે. આ પોર્ટલ ખાસ કરીને સાયબર ક્રાઈમ, ફાયનાન્સિયલ ક્રાઈમ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ, હ્યુમન ટ્રાફિકિંગ અને ઈન્ટરનેશનલ ગુનાઓની તપાસ ઝડપી બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. આના દ્વારા રિયલ ટાઈમ માહિતી મેળવવાનું પણ શક્ય બનશે.

ભારતપોલ એક સામાન્ય પોર્ટલ છે, જેને સીબીઆઈએ ઈન્ટરપોલની તર્જ પર તૈયાર કર્યું છે. આ પોર્ટલમાં CBI, ED, NIA અને તમામ રાજ્યોની પોલીસ જેવી તમામ તપાસ એજન્સીઓનો સમાવેશ થશે. ઈન્ટરપોલની તર્જ પર તમામ રાજ્યોની સીબીઆઈ, ઈડી, એનઆઈએ અને પોલીસ સહિત તમામ એજન્સીઓને એક કોમન પોર્ટલ દ્વારા જોડવામાં આવશે. આ પોર્ટલ દ્વારા કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટના, ગંભીર ગુના, નાર્કો, સાયબર ક્રાઈમ માટે વોન્ટેડ ગુનેગારો સુધી પહોંચવાનું સરળ બનશે.

આ પોર્ટલ શરૂ કરવાનો હેતુ ઈન્ટરપોલ સાથે ભારતીય સુરક્ષા એજન્સીઓના સંકલનને સરળ બનાવવાનો છે. હવે રાજ્યોની પોલીસને એ પણ ફાયદો મળશે કે આ પોર્ટલ દ્વારા તેઓ ઈન્ટરપોલને કોઈ પણ અપરાધીની માહિતી માટે સીધી વિનંતી કરી શકશે. હાલમાં રાજ્યોએ પહેલા સીબીઆઈને અપીલ કરવી પડે છે. સીબીઆઈ તેને ઈન્ટરપોલને મોકલે છે. પરંતુ હવે આ કામ સીધું કરવામાં આવશે.

આ પણ વાંચો :-

યૌન શોષણ કેસમાં આસારામને સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન

0

સુપ્રીમ કોર્ટે મંગળવારે (7 જાન્યુઆરી) દુષ્કર્મ કેસમાં આસારામને વચગાળાના શરતી જામીન આપ્યા છે. 2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે રાહત આપવામાં આવી છે. આસારામને 31 માર્ચ સુધી માટે જામીન અપાયા છે. સાથે જ, એસસીએ આસારામને આદેશ આપ્યો છે કે તેઓ અંતરિમ જામીન પર મુક્ત થયા પછી પોતાના અનુયાયીઓને નહીં મળે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે 86 વર્ષીય આસારામ હ્રદયરોગ ઉપરાંત વૃદ્ધાવસ્થાથી જોડાયેલી વિવિધ આરોગ્ય સમસ્યાઓથી પીડિત છે.

સુપ્રીમ કોર્ટે આસારામને હૃદયની સારવારની શરતો સાથે વચગાળાના જામીન આપ્યા છે. જણાવી દઈએ કે આસારામ પોતાના જ ગુરુકુળની એક વિદ્યાર્થીની સાથે યૌન શોષણના મામલામાં અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ભોગવી રહ્યા છે. તેમને માત્ર તબીબી આધાર પર વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, આસારામને જોધપુર સેન્ટ્રલ જેલમાંથી ભગત કી કોઠીના હેલ્થ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આસારામના વકીલે જણાવ્યું કે તે હાર્ટ પેશન્ટ છે અને તેમને હાર્ટ એટેક આવી ચુક્યો છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપવાના સમયે પોલીસકર્મીઓને તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે વચગાળાના જામીન પર છૂટ્યા બાદ આસારામ પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ નહીં કરે અને પોતાના અનુયાયીઓને પણ નહીં મળે.

સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો છે કે ‘આસારામ બાપુને ત્રણ પોલીસકર્મીઓની એસ્કોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શરત એ રહેશે કે તેઓ પુરાવા સાથે છેડછાડ નહીં કરે. સાથે જ તેમને તેમના અનુયાયીઓને સામૂહિક રીતે મળવાની પરવાનગી નહીં આપવામાં આવે.’ જાણવું જરૂરી છે કે એસસીનો આ નિર્ણય ગુજરાતમાંના તે બળાત્કાર કેસ સંદર્ભે આવ્યો છે જેમાં તેઓ આયુષ્ય કાળની સજા ભોગવી રહ્યા છે. જોકે, રાજસ્થાનમાં નોંધાયેલા એવા જ એક કેસને લઈને તેઓ હજી પણ કસ્ટડીમાં છે.

આ પણ વાંચો :-

યાત્રીગણ ધ્યાન દે! સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 રહેશે 60 દિવસ માટે બંધ

0

સુરત રેલવે સ્ટેશનને મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટેશન હબ બનાવવાની કામગીરી ચાલી રહી છે. રિડેવલોપમેન્ટ માટે પ્લેટફોર્મ નંબર 2 અને 3ને 60 દિવસ માટે બંધ રાખવામાં આવશે. બન્ને પ્લેટફોર્મ પરથી પસાર થતી ટ્રેનો ઉધનાથી ડાયવર્ટ કરાઈ. સુરતથી મુંબઈ જતી 122 ટ્રેન હવે ઉધના રેલવે સ્ટેશનથી ઓપરેટ થશે. વડોદરા તરફ જતી 79 ટ્રેન પણ ઉધના રેલવે સ્ટેશન તરફ ડાયવર્ટ કરાઈ. ટ્રેનનો સમય અને પ્લેટફોર્મ અંગે તમામ માહિતી માટે ક્યુઆર કોડ જાહેર કરાયો. હવે લોકો ડાયવર્ટ થયેલ ટ્રેનની માહિતી ક્યુઆર કોડની મદદથી મેળવી શકશે.

ભારતીય રેલ્વે આ મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ માટે રેલ્વે સતત તેનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે. રેલ્વે સ્ટેશનોને વધુ સુધારવા અને વિકસાવવા માટે સતત કામ કરે છે. આ માટે રેલવેએ કેટલીકવાર કેટલાક રેલવે સ્ટેશનોના પ્લેટફોર્મ બંધ કરવા પડે છે. જેથી ત્યાં વિકાસના કામો થઈ શકે. જેના કારણે અનેક મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે તે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી પસાર થતી ઘણી ટ્રેનોને શિફ્ટ કરવી પડે છે. રેલ્વે પાસેથી મળેલી તાજેતરની માહિતી મુજબ, ગુજરાતમાં સુરત રેલ્વે સ્ટેશનના બે પ્લેટફોર્મ 60 દિવસથી બંધ છે.

આ ટ્રેનો ડાઇવર્ટ થશે

  • અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ લોકશક્તિ અમદાવાદ -ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ
  • અમદાવાદ-પુને દુરન્તો એક્સપ્રેસ અમદાવાદ-દાદર ગુજરાત મેલ
  • અમદાવાદ-હાવડા એક્સપ્રેસ અમદાવાદ-બરૌની એક્સપ્રેસ
  • અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ- અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ
  • અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ ડબલ ડેક્કર અમદાવાદ-તિરુચિલ્લાપલ્લી સ્પેશિયલ
  • અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ અમદાવાદ-પુરી સુપરફાસ્ટ
  • અમદાવાદ-પુરી એક્સપ્રેસ- અમદાવાદ-યશવંતપુર સુપરફાસ્ટ
  • એક્સપ્રેસ અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન સહિતની ૧૦૮ ટ્રેનોને ઉધના સ્ટેશને ડાયવર્ટ કરાઇ છે.

પ્લેટફોર્મ નંબર ૨ અને ૩ બંધ થવાના કારણે, આ પ્લેટફોર્મ પર આવતી કેટલીક ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પરથી ચલાવવામાં આવશે. પ્લેટફોર્મ નંબર ૨ પર આવતી અપ લાઇન ની ૧૨૨ મેલ એક્સપ્રેસ અને પ્લેટફોર્મ નંબર ૩ પર આવતી ડાઉન લાઇન ની ૭૯ ટ્રેનો સુરત શહેરના અન્ય રેલવે સ્ટેશનો, ખાસ કરીને ઉધના સ્ટેશન પર થોભશે. ૮ જાન્યુઆરી પછી સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૧ અને ૪ પરથી ટ્રેનો ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો :-