Home Blog Page 550

મહાકુંભમાં પહોંચી સૌથી સુંદર સાધ્વી, જાણો પત્રકારને શું કહ્યું ?

0

મહાકુંભ 2025નો આરંભ 13 જાન્યુઆરીએ થઈ ગયો છે. સંગમ તટ પર નાગા સાધુઓનો હઠયોગ, સંતોની તપસ્યા અને ભક્તોની શ્રદ્ધા દરેકનું ધ્યાન ખેંચી રહી છે. આ દરમિયાન એક સાધ્વીનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેણે ઈન્ટરનેટ પર ચકચાર મચાવી દીધી છે.

જ્યારે પત્રકારએ તેની સુંદરતાની પ્રશંસા કરતાં પૂછ્યું કે તેઓએ એટલી સુંદર હોવા છતાં સંન્યાસનું જીવન કેમ પસંદ કર્યું, તો સાધ્વીએ જવાબ આપ્યો, “મારે જે કરવું હતું તે હું કરી ચૂકી છું. હવે આ જીવનમાં મને શાંતિ મળે છે.” બાદમાં સાધ્વીએ તેની ઉંમર 30 વર્ષ જણાવી અને કહ્યું કે તે છેલ્લા બે વર્ષથી સંન્યાસ જીવન જીવી રહી છે. આ વિડિઓ પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ આવી છે. કેટલાક લોકોએ સાધ્વીના સંન્યાસ જીવનને બિરદાવ્યું અને તેને પ્રેરણાદાયી ગણાવ્યું. જ્યારે ઘણા યૂઝર્સે પ્રશ્ન ઊભા કરતાં સાધ્વીને ઢોંગી ગણાવી.

એક યૂઝરે લખ્યું, “કઈ સાધ્વી એટલો શ્રૃંગાર કરે છે બહેન? સાચી સાધ્વીઓ તેમના અંદરની ઉજાસના કારણે સુંદર અને તેજસ્વી લાગે છે.” બીજાએ ટાંકણું કરીને કહ્યું, “ચાલ-ચાલ મિત્ર ગાડી કાઢ, હવે બાબા બનવા છે.” જ્યારે ત્રીજાએ જણાવ્યું કે તેનાથી શું ફર્ક પડે છે કે કોઈ ત્યાગને કઈ નજરથી જુએ છે. પરંતુ આ જોઈને સારા લાગ્યું કે એક 30 વર્ષીય યુવતીએ બધું છોડીને છેલ્લા 2 વર્ષથી સાધ્વી બની છે.

આ પણ વાંચો :-

ભારતીય શેરબજારમાં મોટો કડકો, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટયો

0

પવિત્ર સ્નાનના પહેલા દિવસે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન, BSE સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો જ્યારે નિફ્ટી 500 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. જેના કારણે છેલ્લા ચાર કારોબારી દિવસમાં રોકાણકારોના આશરે 17 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. અમેરિકન ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો છે. સોમવારની શરૂઆતમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 23 પૈસા તૂટીને 86.7ના ઓલ ટાઈમ લો પર પહોંચી ગયો હતો.

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યો હતો. બપોરે 2.12 કલાકે સેન્સેક્સ 960 અને નિફ્ટી 326 પોઇન્ટના ઘટાડા સાથે કારોબાર કરતાં હતા. છેલ્લા થોડા દિવસોથી ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં વેચવાલી જોવા મળી રહી છે. છેલ્લા 20 વર્ષોમાં, કુંભ મેળા દરમિયાન દર વખતે શેરબજારમાં ઘટાડો થયો છે. સૌથી મોટો ઘટાડો 2015માં નાસિકમાં યોજાયેલા કુંભ મેળા દરમિયાન જોવા મળ્યો હતો.

યુએસ ડોલર સતત મજબૂત થઇ રહ્યો છે. 6 કરન્સી બાસ્કેટ સામે અમેરિકન ડોલર 0.22 ટકા વધીને 109.72 ના બે વર્ષની ઉંચી સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. 10 વર્ષની યુએસ બોન્ડ યીલ્ડ 4.76 ટકા થઇ છે, જે ઓક્ટોબર 2023 પછી સૌથી ઉંચુ સ્તર છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો પણ 1.44 ટકાની તેજીમાં 80.91 ડોલર પ્રતિ બેરલ ટ્રેડ થઇ રહ્યો છે.

આ પણ વાંચો :-

પ્રયાગરાજ મહાકુંભમાં બે દિવસમાં 11 ભક્તોને આવ્યો હાર્ટઍટેક

0

પ્રયાગરાજમાં આજથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં છેલ્લા બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ અટેક આવ્યા હતા. જેમાં છ દર્દીઓને મેળામાં પરેડ મેદાન પર ઉપસ્થિત કેન્દ્રીય હોસ્પિટલમાં અને પાંચ દર્દીઓને સેક્ટર-20ની સબ સેન્ટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કુલ 11માંથી નવ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે બે દર્દીઓની સ્થિતિ ગંભીર બનતાં તેમને એસઆરએન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

રવિવારે મેળામાં શરૂ કરેલા કેન્દ્રીય હોસ્પિટલની 10 બેડના આઈસીયુ વોર્ડ હાર્ટ અટેકના દર્દીઓથી ભરાઈ ગયું હતું. ડોક્ટર્સે હાર્ટ અટેક આવવા પાછળનું કારણ વરસાદ અને ઠંડી હોવાનું જણાવ્યું છે. તેમણે મહાકુંભમાં પવિત્ર સ્નાન કરતાં શ્રદ્ધાળુઓને સાવચેતીઓ રાખવા સલાહ આપી છે.

તબીબી વિશેષજ્ઞોએ મહાકુંભમાં આવેલા ભક્તોને સાવચેત રહેવાની સલાહ આપી છે, ખાસ કરીને પવિત્ર સ્નાન દરમિયાન. હૃદયરોગના હુમલાના મુખ્ય કારણો પૈકી એક ઠંડી હવામાં ઠંડા પાણીમાં સ્નાન કરવું છે. જણાવી દઇએ કે, ઠંડા પાણીમાં સ્નાન કરવાથી શરીરની નસો થીજી શકે છે, જેનાથી રક્ત પુરવઠામાં વિક્ષેપ પડે છે, જેની શરીર પર ખરાબ અસર પડી શકે છે. આ સ્થિતિએ રક્ત પુરવઠામાં વિક્ષેપ આવવાથી હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે. તબીબોનું કહેવું છે કે, જ્યારે પણ કોઇ વ્યક્તિને છાતીમાં બળતરા, દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અથવા હાથ, કમર અને જડબામાં દુખાવાનો અનુભવ થાય, ત્યારે તેમણે તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ, કારણ કે આ હૃદયરોગનો સંકેત હોઈ શકે છે.

આ પણ વાંચો :-

મોદી સરકારમાં સૌથી લાંબા સમય સુધી રાજ્યપાલ પદ પર રહેવાનું વિક્રમ

0

આનંદીબેન પટેલ સૌથી લાંબા સમય સુધી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રહેવાનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, મોદી સરકારમાં સૌથી વધારે સમય સુધી રાજ્યપાલના પદ પર રહેનારા એક માત્ર રાજ્યપાલ છે. ઉત્તર પ્રદેશમાં અમુક એવા રાજ્યપાલ પણ હતા, જેઓ ફક્ત 4 દિવસ અથવા 33 દિવસ જ પદ પર રહ્યા.

આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ 29 જૂલાઈ 2019ના રોજ તત્કાલિન રાજ્યપાલ રામ નાઈકનો કાર્યકળ ખતમ થયા બાદ નિયુક્ત કર્યા હતા. તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ 29 જૂલાઈ, 2024ના રોજ સમાપ્ત થઈ ગયો. જો કે તેમની નિયુક્તિના આદેશમાં ઉલ્લેખ કર્યો હતો કે, પાંચ વર્ષ અથવા આગામી રાજ્યપાલની નિયુક્ત સુધી આ પદ પર બન્યા રહેશે. આ જ કારણે તેઓ હજુ સુધી રાજ્યપાલનું પદ સંભાળી રહ્યા છે.

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, મોદી સરકારમાં અત્યાર સુધીમાં જેટલા પણ રાજ્યપાલ નિયુક્ત કર્યા છે, તેમાં આનંદીબેન પટેલ જ સૌથી વધારે સમય સુધી આ પદ પર રહેવાનો અવસર મળ્યો છે. જો તેઓ 23 જૂલાઈ 2025 સુધી આ પદ રહેશે તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેનો તેમના કાર્યકાળના 6 વર્ષ પુરા થઈ જશે.

સંવિધાન લાગૂ થયા બાદથી અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશમાં કૂલ 24 રાજ્યપાલ નિયુક્ત થયા. પણ તેમાંથી ફક્ત 7 રાજ્યપાલ જ પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પુરો કરી શક્યા. આ 7 રાજ્યપાલમાં આનંદીબેન પટેલનું નામ સામેલ થઈ ગયું છે.

આ પણ વાંચો :-

સંગમ નગરી મુલાયમ સિંહની પ્રતિમા મૂકાતાં વિવાદ, સાધુ-સંતોએ કર્યો વિરોધ

0

સંગમ નગરી પ્રયાગરાજમાં આજથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં બનાવવામાં આવેલા એક કેમ્પમાં સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની પ્રતિમા મૂકાતાં વિવાદ સર્જાયો છે. અખિલ ભારતીય અખાડા પરિષદ સહિત અન્ય સંતોએ આ પ્રતિમાનો વિરોધ કરતાં કહ્યું છે કે, ‘હિન્દુઓની પવિત્ર આસ્થાના આ પર્વમાં હિન્દુ વિરોધી નેતાની પ્રતિમા હિન્દુઓનું અપમાન કરી રહી છે.

પ્રતિમાની સ્થાપના પર અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યું કે, ‘મુલાયમ સિંહ યાદવ હિન્દુ વિરોધી અને સનાતન વિરોધી વિચારધારા ધરાવે છે. મુલાયમ સિંહ યાદવની પ્રતિમા સ્થાપિત કરવાનો ઉદ્દેશ અમને એ ઘટના યાદ અપનાવવાનો છે કે, જેમાં તેમના લોકોએ હિન્દુઓની હત્યા કરી હતી.

વધુમાં મહંતે જણાવ્યું હતું કે, ‘અમને મુલાયમ સિંહ સાથે કોઈ વાંધો નથી. તે અમારા મુખ્યમંત્રી રહ્યા ચૂક્યા છે. પરંતુ આ પ્રતિમા સ્થાપિત કરીને તેઓ શું સંદેશ આપવા માગે છે. બધા જાણે છે કે, રામ મંદિર આંદોલનમાં તેમણે શું કર્યું હતું. તે હંમેશાથી હિન્દુ વિરોધી, સનાતન વિરોધી અને મુસલમાનોના હિતેચ્છી રહ્યા છે.’ જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદે પણ મહંત રવિન્દ્ર પુરીના નિવેદનને સમર્થન આપ્યું હતું. આજથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં આજે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. અત્યારસુધીમાં 60 લાખ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. જો કે, આ મહાકુંભ મેળામાં એક કેમ્પમાં સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની મૂર્તિ મૂકતાં વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો :-

અમરેલી લેટરકાંડ મામલે સુરતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પરેશ ધાનાણીની અટકાયત

0

અમરેલી લેટરકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા હવે સુરતમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી. જેના પગલે આજે વહેલી સવારથી જ વરાછા મીનીબજાર ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચી રહ્યા હતા, જ્યારે આંદોલનની ચીમકીને પગલે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને પ્રતાત દૂધાત પહોંચતા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે.

નોંધનીય છે કે, આંદોલનની ચીમકીના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આંદોલનની પરમિશન આપવામાં આવી નથી. વરાછા પોલીસે પરમિશન આપી નથી. આવામાં મહિલા પોલીસની સ્પેશિયલ ટીમ પણ ગોઠવાઈ હતી. જ્યારે 5 પોલીસ વાન ખડકી દેવાઈ હતી અને 100થી વધુ પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો.

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ‘અમરેલીમાં પાટીદાર સાથે જે બન્યું છે, તેને ન્યાય અપાવવા માટે લડત લડી રહ્યા છે. અમે માનગઢ ચોક ખાતે ધરણાં પ્રદર્શન માટે પરવાનગી માંગી હતી, પરંતુ પોલીસે પરવાનગી આપી ન હતી.’ ‘ખરેખર આ પ્રકારના ધરણાં પ્રદર્શન માટે પરવાનગી લેવાની જરૂર હોતી નથી. અમે પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે શાંતિથી ધરણાં કરવાના હતા. હાલ અહીં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. જો અમને પરવાનગી આપવામાં નહી આવે તો અમે વરાછા પોલીસ સ્ટેશનમાં જ ધરણાં શરૂ કરી દઇશું.’

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.

આ પણ વાંચો :-

૧૨ જાન્યુઆરી, ૨૦૨૪/ આ રાશિ માટે રવિવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ. શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા નો અનુભવ થાય. નવા રોકાણો ફાયદા કારક સાબિત થાય. આધાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ

માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. નાના ભાઇ-બહેન સાથે પ્રેમ ભાવ વધે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

મિથુનઃ

આત્મવિશ્વાસ વધવાનો કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદા કારક સાબિત થાય.ટેલીફોન, મોબાઇલ, કોમ્પ્યુટર ક્ષેત્રે થી વિશેષ લાભ.

કર્કઃ

માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ધટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ રહે. શેરબજાર થી લાભ. રોકાણો દ્ગારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારૂં રહેશે.

સિંહઃ

સત્ય બોલવાને કારણે ‌અપ્રિય થવાય. સ્વભાવામાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. સાફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ

વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ

ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે, સફળતા મળતી જણાય. પરિણામે આવક ‍વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શકય બને. ઠંડાપીણા, આઇસક્રીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મ‍ળતો જણાય.

વૃશ્ચિકઃ

મોજશોખમાં ખર્ચ વધવાની શકયતા છે. વ્યસનમાં ફસા‍વાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થે ની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુઓ તથા ક્ષાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ

દિવસ દરમ્યાન ઉશકેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આક જળવાશે. મશીનરી, એસ્ટેટ, વિજળીના સામાન સંદેશ વ્યવહારનો લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્ગવ રહે.

મકરઃ

માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ધટે. ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંધર્ષ વધુ કરવો પડે. દામપ્તત્ય જીવનમાં આનંદ જળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભ-

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઇ-બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફ થી લાભ સંતાનો ની પ્રગતિથી આનંદ. વિધાર્થીમિત્રો ને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ

આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા અેવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

સુરત ખાતે ‘Brain Loves Rhythm’ વિષય પર શિક્ષકો માટે વર્કશોપ યોજાઇ

સુરતના ગજેરા ગ્લોબલ સ્કૂલમાં ‘Brain Loves Rhythm‘ શીર્ષક હેઠળ એક અદ્ભુત વર્કશોપનું આયોજન કર્યું હતું, જેનું સંચાલન પ્રખ્યાત ELT નિષ્ણાત શ્રી એન્ડ્ર્યૂ સ્ટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. 35 વર્ષથી વધુના આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા શ્રી સ્ટીલે રિધમ, સંગીત અને ફોનેટિક જ્ઞાન સાથે ભાષા અભ્યાસ સુધારવા માટેની કૌશલ્યપૂર્ણ પ્રવૃત્તિઓનો અનોખો સંયોગ રજૂ કર્યો.

વર્કશોપ માં સુરતની વિવિધ CBSE શાળાઓના 70 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. આ વર્કશોપમાં દર્શાવવામાં આવ્યું કે કેવી રીતે રિધમ આધારિત પ્રવૃત્તિઓ પેટર્ન ઓળખવામાં સહાય કરે છે, વ્યાકરણની સમજણ મજબૂત કરે છે અને મનોરંજક સંગીતમય ચેન્ટ્સ અને ઈન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ દ્વારા યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. રિધમ, સંગીત અને આનંદથી ભરેલું આ જીવન્ત સત્ર શિક્ષકો માટે અનુભવો આધારિત શીખવાના માધ્યમથી શીખવવાની નવી રીત પ્રદાન કરીને મનોરંજક તેમજ માહિતીપ્રદ સાબિત થયું.

સત્ર દરમિયાન ભાગ લેતાં શિક્ષકોને રિધમ આધારિત શૈક્ષણિક પદ્ધતિઓમાં AI સાધનોના સમાવેશના મૂલ્યવાન દર્શન થયા અને તેનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના લક્ષ્યો સાથેનો સંબંધ સમજાયો. આ ઇવેન્ટે શીખવાની નવીનતમ પદ્ધતિ તરીકે અનુભવી શીખવાના મહત્વને પ્રકાશિત કર્યું.

આ પણ વાંચો :-

કન્નૌજ રેલ્વે સ્ટેશન નજીક ઇમારતનો લીંટલ ધરાશાયી, 36 કામદારો દટાયા

0

કન્નૌજમાં એક મોટો અકસ્માત થયો. અહીં અમૃત ભારત યોજના હેઠળ રેલ્વે સ્ટેશન પાસે એક ઇમારત બનાવવામાં આવી રહી હતી. શનિવારે બપોરે લગભગ 2:20 વાગ્યે ઇમારતનો લીંટેલ ધરાશાયી થયો. અકસ્માત બાદ કામદારોમાં અફડાતફડી મચી ગઈ હતી. કાટમાળ નીચે લગભગ 36 કામદારો દટાયા હતા, જેમાંથી 6 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય કામદારો હજુ પણ અટવાયેલા છે.

રેલ્વે સ્ટેશન પરિસરમાં ચાલી રહેલા બ્યૂટિફિકેશન કાર્ય દરમિયાન થયો આ અકસ્માતઆ અકસ્માત કન્નૌજ રેલ્વે સ્ટેશન પરિસરમાં ચાલી રહેલા બ્યીટિફિકેશન કાર્ય દરમિયાન થયો હતો. અહીં એક નિર્માણાધીન ઈમારતનો લેટર અચાનક ધરાશાયી થઈ ગયો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સતત હૉસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.

ઘટનાસ્થળ પર સ્થાનિક પોલીસ ફોર્સ સાથે SDRFની ટીમ પણ રવાના કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચીને રાહત કાર્યમાં ગતિ લાવવા અને ઈજાગ્રસ્તોની સંપૂર્ણ સારવાર કરાવવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તો જલદી સારા થાય તેવી કામના કરી છે.

આ પણ વાંચો :-

લિકર નીતિને કારણે દિલ્હી સરકારને 2000 કરોડનું નુકસાન, જાણો કેગ રિપોર્ટમાં….

0

દિલ્હી ચૂંટણી પહેલાં દિલ્હી લિકર પોલિસી પર કેગ રિપોર્ટ આવી ગયો છે. દિલ્હી સરકારની હવે રદ થઈ ચૂકેલી આબકારી નીતિ પર કેગના રિપોર્ટમાં અનેક ખામીઓને ઉજાગર કરવામાં આવી છે. જેમાં ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. લિકર કૌભાંડથી સરકારી તિજોરીને 2,026 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભાજપનો આરોપ છે કે, નીતિના અમલીકરણમાં ખામી રહી છે. આપ નેતાઓને પણ લાંચ મળી છે. દારૂ કૌભાંડને કારણે થયેલા નુકસાનનો આંકડો પહેલી વાર સામે આવ્યો છે.

આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકારી તિજોરીને રૂ. 2026 કરોડનું નુકસાન થયું છે. કેજરીવાલ સરકાર દ્વારા ખોટમાં હોવા છતાં કેટલાક બિડરોને લાઇસન્સ આપવામાં આવ્યા હતા, જેનાથી અનેક સવાલો ઊભા થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આમ આદમીને નુકસાન વેઠવું પડ્યું હતું, જ્યારે આપ નેતાઓને લાંચ મળી હતી. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મનીષ સિસોદિયા અને તેમના મંત્રીઓએ નિષ્ણાતોની પેનલે કરેલી ભલામણો પર ધ્યાન નહોતું આપ્યું. દારૂની દુકાનો માટે લાઇસન્સ જારી કરવામાં ઉલ્લંઘન થયું હતું.

લિકર કૌભાંડ અંગે ભાજપના દાવા પર AAP નેતા સંજય સિંહે જણાવ્યું હતું કે, ‘આ CAG રિપોર્ટ ક્યાં છે? આ દાવાઓ ક્યાંથી આવી રહ્યા છે? શું આ ભાજપ કાર્યાલયમાં સુપરત કરવામાં આવ્યું હતું? ભાજપના નેતાઓએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. એક તરફ તેઓ દાવો કરે છે કે CAG રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી, તો બીજી તરફ તેઓ આવા દાવા કરે છે?

દિલ્હી સરકારના નુકસાનની વિગતો આપતાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક રિટેલરને નીતિ ખતમ થતાં પહેલાં લાઇસન્સ સરન્ડર કરી દીધાં હતાં. સરકારે તેમનો ફરીથી ટેન્ડર નહોતાં આપ્યાં. એને કારણે રૂ. 890 કરોડનું નુકસાન થયું હતું. આ ઉપરાંત સરકારે કેટલાક લાઇસન્સધારકોને છૂટ આપી હતી. આ કારણે પણ રૂ. 941 કરોડનું નુકસાન થયું હતું. વળી સરકારે કોરોના મહામારીમાં પ્રતિબંધને કારણે રૂ. 144 કરોડની લાઇસન્સ ફી પણ માફ કરી દીધી હતી, જેથી આવકમાં મોટું નુકસાન થયું હતું, એમ રિપોર્ટ કહે છે.

આ પણ વાંચો :-