Home Blog Page 533

આજે ગુજરાતનું બજેટ રજૂ કરશે નાણામંત્રી કનુભાઇ દેસાઇ

0

ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇ વિધાનસભામાં આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવાના છે. કનુભાઇ દેસાઇ વિધાનસભા પહોંચ્યા છે. કનુભાઇ દેસાઇ બેગની બદલે લાલ પેથીમાં ગુજરાત બજેટ 2025 રજૂ કરવાના છે. તમને જણાવી દઇયે કે, કનુભાઇ દેસાઇ સતત ચોથી વખત ગુજરાતનું બજેટ રજૂ કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ દેવવ્રતના ભાષણથી શરૂ થઈ ગયું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધનમાં ગુજરાતના વિકાસના પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે છેલ્લો અઢી દાયકાને ગુજરાતનો સુવર્ણકાળ ગણાવતા તેમણે ઉમેર્યુ હતુ કે, વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે વિકસીત ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ રોડમેપ તૈયાર કર્યો છે.

બજેટ પહેલા બીજા દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં દેખાવો કર્યા હતા. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ દેખાવો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ હાથકડીઓ અને પોસ્ટર પહેરીને કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોને જે રીતે હાથકડી અને સાંકળ બાંધીને મોકલવામાં આવ્યા હતા તેને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

આ વખતે કનુભાઈ દેસાઈ પર રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પ્રથમ દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. જ્યારે બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.

“ડુબકી લગાવવાથી ન મળે મોક્ષ”, શ્રી રવિશંકરે મહાકુંભ વિશે શું કહ્યું ?

0

પ્રયાગરાજ મહાકુંભમાં દેશ-વિદેશના 50 કરોડથી વધુ લોકોએ શ્રદ્ધાપૂર્વક ડુબકી લગાવી છે. એવામાં હરિયાણાના જીંદના સેક્ટર 7માં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત ફસલ બચાવો જાતિ બચાવો કાર્યક્રમમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે હાજરી આપી હતી. આ દરમિયાન આધ્યાત્મિક ગુરુએ એક મોટી વાત કહી છે.

ધર્મગુરૂએ કહ્યું કે મહાકુંભ દરમિયાન ફક્ત સંગમમાં ડૂબકી લગાવવાથી મોક્ષ પ્રાપ્ત થતો નથી. મોક્ષ મેળવવા માટે જ્ઞાન જરૂરી છે. ખાપ્સના અભિયાનને ટેકો આપતા તેમણે કહ્યું કે લગ્ન એક ગામ અને એક કુળમાં ન થવા જોઈએ. આ જાતિને બચાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, હિન્દુ લગ્ન કાયદામાં સુધારો કરવો જોઈએ. આ રૂઢિચુસ્તતા નથી પણ વૈજ્ઞાનિક આધાર છે.

શ્રી શ્રી રવિશંકરે આ કાર્યક્રમમાં ખાપને સંદેશ આપ્યો કે, ‘પોતપોતાના ગામોમાં વ્યસન મુક્તિનો સંદેશ ફેલાવો અને નશાના આ દલદલમાં ફસાયેલા યુવાનોને બચાવો. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે યુવાનોએ ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ. તે તેમની વચ્ચે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.’

જ્ઞાનેશ કુમારે સીઈસી તરીકેનો કાર્યભાર સંભાળ્યો, જાણો શું કહ્યું ?

0

નવા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. સીઈસી રાજીવ કુમાર નિવૃત્ત થતાં જ્ઞાનેશ કુમાર ને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે બઢતી આપવામાં આવી છે. એક વર્ષ પહેલા તેઓ ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત થયા હતા અને સોમવારે એમને સીઈસી બનાવ્યા છે. જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન તેમજ રામ મંદિર ટ્રસ્ટની સ્થાપના સહિતમાં એમણે મુખ્ય ભૂમિકા ભજવી હોવાથી તેઓ મોદી સરકારની ગૂડ બુકમાં હોવાનું મનાય છે. અહીં જાણો તેમના વિશે વધુ વિગત.

જ્ઞાનેશ કુમારે ચાર્જ સંભાળ્યા પછી મતદારોને સંબોધતા કહ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણ માટેનું પહેલું પગલું મતદાન છે. બંધારણ મુજબ ચૂંટણી પંચ હંમેશાં મતદારોની પડખે ઊભું રહ્યું છે. દેશના નિર્માણ માટે પહેલું કદમ મતદાન છે, તેથી દેશના દરેક નાગરિક કે જેમણે અઢાર વર્ષની ઉંમર પૂરી હોય તેમણે પણ મતદાન કરવું જોઈએ.

જ્ઞાનેશ કુમાર જાન્યુઆરી 2024માં સહકાર મંત્રાલયમાં સચિવ તરીકે નિવૃત્ત થયા હતા અને માર્ચ 2024માં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મંગળવારે સાંજે રાજીવ કુમાર નિવૃત્ત થયાના એક દિવસ પછી તેઓ 26મા સીઈસી તરીકે શપથ લેશે. સુખબીર સિંહ સંધુ સાથે કુમારને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન બંને ચૂંટણી પંચનો ભાગ હતા.

નિવૃત્ત સિનિયર સનદી અધિકારી જ્ઞાનેશ કુમાર નવા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી 2029 સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન તેઓ 20 વિધાનસભા ચૂંટણી, 2027 માં રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી તેમજ 2029 ની લોકસભા ચૂંટણી સહિતની ચૂંટણી પંચની કામગીરીનું નેતૃત્વ કરશે.

ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત થયાના લગભગ એક વર્ષ પછી, જ્ઞાનેશ કુમારને સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે બઢતી આપવામાં આવી. મંગળવારે નિવૃત્ત થનારા રાજીવ કુમારના અનુગામી તરીકે નવા સીઈસીની પસંદગી માટે વડા પ્રધાનના નેતૃત્વ હેઠળની ઉચ્ચ-સ્તરીય પેનલની બેઠકના કલાકો પછી કુમારની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી .

પાયલ હોસ્પિટલ CCTV વીડિયો લીક કેસમાં મહારાષ્ટ્રથી 2 અને યુપીથી 1 આરોપીની ધરપકડ

0

અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા મહારાષ્ટ્રથી પાયલ હોસ્પિટલ CCTV કાંડમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજવલ તેલી નામના બે શખ્સના ડિવાઇસમાંથી સંખ્યાબંધ બિભત્સ વીડિયો મળી આવ્યા છે. ગુજરાતની અનેક હોસ્પિટલના CCTV હેક થયા હોવાની આશંકા છે. અનેક રાજ્યોના અલગ અલગ પ્રકારના વીડિયો આરોપીઓ પાસેથી મળી આવ્યા છે. અમદાવાદ સાઇબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં પાયલ હોસ્પિટલના CCTV હેક થયા હોવાનું સામે આવ્યું હતું અને તે બાદ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ રેકેટમાં અત્યાર સુધી 7થી 8 લોકોની પૂછપરછ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી ટેલિગ્રામ અને યુ ટ્યુબ ચેનલ હેન્ડલર્સનું નામ સામે આવ્યું છે. મહારાષ્ટ્રથી પકડાયેલા બે શખ્સોને અમદાવાદ લાવવામાં આવશે અને વધુ પૂછપરછ કરવામાં આવશે. આ કૌભાંડ ઇન્ટરનેશનલ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટની પાયલ મેટરનીટી હોમ હોસ્પિટલમાંથી મહિલા દર્દીઓની સોનોગ્રાફી, બ્રેસ્ટ ચેક, ગાયનેક સારવાર, બાળકનાં જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપ સહિતની સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે.

અમદાવાદ સાયબર બ્રાન્ચ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડતાં તપાસના તાર મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. આ કેસમાં મહારાષ્ટ્રના સાંગલી અને લાતુરથી આ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમના નામ પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજ્વલ તેલી હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે વધુ એક આરોપીની ધરપકડ ઉત્તર પ્રદેશથી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 7 લોકોની પૂછપરછ ચાલી રહી છે. ટૂંંક સમયમાં આ ત્રણેય આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે.

મેટરનીટી હોસ્પિટલોમાં પ્રસૂતાઓની સારવાર અને તપાસના વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલો ઉપર અપલોડ કરીને કમાણીનો દેશવ્યાપી ગંદો ધંધો ચાલી રહ્યો છે. આવો ચોંકાવનારો ઘટસ્ફોટ અમુક વીડિયો રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનો ખુલાસો થયા બાદ થયો છે. ફરિયાદ નોંધીને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે રાજકોટમાં ધામા નાખી હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફના નિવેદનો નોંઘ્યાં હતાં.

દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત પહેલાં કેજરીવાલ અને આતિશીને મળ્યું આમંત્રણ

0

દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે? આ પ્રશ્ન પરનો સસ્પેન્સ આજે સમાપ્ત થવા જઈ રહ્યો છે. નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થોડા કલાકોમાં કરવામાં આવશે. ભાજપ આજે દિલ્હીના મુખ્યમંત્રીનું નામ ફાઇનલ કરવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ કાર્ડ પણ આવી ગયું છે અને આમંત્રણ કાર્ડ અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ભૂતપૂર્વ સીએમ આતિશીને પણ મોકલવામાં આવ્યું છે. નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે એટલે કે 20 ફેબ્રુઆરીએ બપોરે રામલીલા મેદાનમાં યોજાશે. નવા મુખ્યમંત્રી માટે ઘણા નામોની ચર્ચા થઈ રહી છે, પરંતુ તેમાંથી સૌથી મુખ્ય નામ પ્રવેશ વર્માનું છે, જેમણે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ માટે રાજકારણીઓ અને ફિલ્મ સ્ટાર્સ ઉપરાંત, ખાસ મહેમાનોને પણ આમંત્રણ પત્રો મોકલવામાં આવી રહ્યા છે, જેમાં અધ્યક્ષ, મહિલા/પુરુષ ઓટો ડ્રાઇવરો, કેબ ડ્રાઇવરો અને દિલ્હીના ખેડૂત નેતાઓના નામનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષ બાદ પ્રચંડ જીત મેળવ્યા બાદ પણ ભાજપ હજી સુધી મુખ્યમંત્રીનો ચહેરો રજૂ કરી શકી નથી. જો કે, આજે સાંજે સાત વાગ્યે યોજાનારી ભાજપ ધારાસભ્યો દળની બેઠકમાં CM ના નામની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. આવતીકાલે બપોરે 12.35 વાગ્યે દિલ્હીના રામલીલા મેદાન પર નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે.

અમેરિકાથી ડિપોર્ટ કરાતા નાગરિકો સાથે આતંકીઓ જેવો વ્યવહાર, જુઓ વિડિઓ

0

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી, ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પ્રત્યે કડક રહ્યા છે. ભારત સહિત ઘણા દેશોમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશોમાં પાછા મોકલવામાં આવ્યા છે. ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ત્રણ વિમાનો ભારત મોકલ્યા છે. હાથકડી પહેરેલા આ ભારતીયોના ફોટા અને વીડિયો પર ઘણો હોબાળો થયો હતો.

વ્હાઇટ હાઉસે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાથકડી પહેરાવતો એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. વ્હાઇટ હાઉસના સત્તાવાર પેજ પર પોસ્ટ કરાયેલા આ 41 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

દેશનિકાલ કરતા પહેલા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે? વીડિયોમાં, એક પોલીસ અધિકારી એક સ્થળાંતરિત વ્યક્તિને હાથકડી પહેરાવતા જોઈ શકાય છે. વીડિયોમાં દેશનિકાલ કરાયેલા વ્યક્તિનો ચહેરો દેખાતો નથી, પરંતુ તેને હાથકડી અને પગમાં બેડીઓ બાંધેલી જોવા મળે છે. એરપોર્ટ પર હાથકડી અને સાંકળો રાખવામાં આવી છે. વીડિયોમાં, એક માણસ પગમાં બેડીઓ બાંધીને વિમાનમાં ચઢતો જોવા મળે છે.

અત્યાર સુધી ભારતના 332 જેટલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને પકડીને ત્રણ સૈન્ય વિમાનમાં ભારત ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન તેમને હાથમાં હાથકડી અને પગમાં સાંકળ બાંધીને ખુંખાર અપરાધીઓની જેમ જ લાવવામાં આવ્યા હતા. વ્હાઈટ હાઉસે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને કેવી રીતે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તેનો એક વીડિયો પણ શેર કર્યો છે.

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું, કહ્યું મહાકુંભ…..

0

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહાકુંભ પર અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મમતા બેનર્જીએ બંગાળ વિધાનસભામાં કહ્યું કે મહાકુંભ હવે ‘મળત્યુ કુંભ’ માં ફેરવાઈ ગયો છે. તેમણે યોગી આદિત્યનાથની સરકાર પર આકરો પ્રહાર કરતાં આરોપ લગાવ્યો કે મહાકુંભમાં VVIP લોકો માટે ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે, જ્યારે સામાન્ય જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, તેમણે મહાકુંભમાં થયેલી નાસભાગના મામલે પણ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે ત્યાં ભીડને નિયંત્રિત કરવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી.

મમતા બેનર્જીએ વિધાનસભામાં કહ્યું, “આ ‘મળત્યુ કુંભ’ છે. હું મહાકુંભનો સન્માન કરું છું. હું પવિત્ર ગંગા માતાનું પણ સન્માન કરું છું, પરંતુ અહીં કોઈ યોગ્ય યોજના નથી, કેટલાં લોકોનો બચાવ થયો છે? અમીર અને VVIP લોકો માટે એક લાખ રૂપિયા સુધીના ટેન્ટની સુવિધા છે, પરંતુ ગરીબ લોકો માટે અહીં કોઈ વ્યવસ્થા નથી. મેળામાં નાસભાગ સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ તેને રોકવા માટે વ્યવસ્થા કરવી ખૂબ જ અગત્યની છે. શું સરકારે તેના માટે કઈ યોજના બનાવી છે?”

પશ્ચિમ બંગાળ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન મમતા બેનર્જીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળા અંગે ભાજપ સરકારની ટીકા કરી. તેમણે કહ્યું કે મહાકુંભ હવે ‘મળત્યુ કુંભ’માં ફેરવાઇ ગયું છે. મંગળવારે, મમતા બેનર્જીએ વધુ એક ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપના વિધાયકો દ્વારા તેમના પર બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ સાથે મળી જવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જે અંગે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરશે.

અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી જિતેન્દ્રનંદ સરસ્વતીએ કહ્યું, ‘સંત સમાજ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સખત નિંદા કરે છે. મહાકુંભ સનાતન સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતિક છે.’ જયારે સ્વામી અધોક્ષજાનંદ દેવ તીર્થે કહ્યું, ‘મમતા બેનર્જીએ પોતે પ્રયાગરાજ મહાકુંભમાં આવવું જોઈએ અને તેનું અવલોકન કરવું જોઈએ. મહાકુંભ કહેવાય છે, જેમાં 50 કરોડથી વધુ સનાતનીઓએ પુણ્ય પ્રાપ્ત કર્યું અને દિવ્ય અનુભવ મેળવ્યો, તેને મૃત્યુનો કુંભ કહેવો તે અત્યંત નિંદનીય છે.’

કેરળમાં ફૂટબોલ મેચ પહેલા આતિશબાજીમાં 30 થી વધુ લોકો ઘાયલ

0

કેરળમાં એક ફૂટબોલ મેચ દરમિયાન ગંભીર દુર્ઘટના બની હતી, મલ્લપુરમમાં એક ફૂટબોલ સ્ટેડિયમમાં આતિશબાજી દરમિયાન આગ લાગી હતી, જેમાં 30 લોકો થોડા ઘાયલ થયા હતાં. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી જાનહાનીના કોઈ એહવાલ નથી.

અહેવાલ મુજબ એરિકોડના ફૂટબોલ સ્ટેડિયમમાંઓલ-ઈન્ડિયા સેવન્સ ફૂટબોલ ટુર્નામેન્ટ હેઠળ યુનાઇટેડ એફસી નેલીકુથ અને કેએમજી માવુર વચ્ચેની ફાઇનલ મેચ રમાઈ રહી હતી. આ મેચ પહેલા ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. ફટાકડા ફૂટ્યા પછી, તે દૂર દૂર સુધી ફેલાઈ ગયા, જેના કારણે સ્ટેડીયમાં બેઠેલા લોકો તેની ચપેટમાં આવી ગયા. આ ઘટના બાનાતા દર્શકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો.

આ ઘટના ગઈકાલે રાત્રે લગભગ 8.30 વાગ્યે બની હતી. મેચની શરૂઆત પહેલા ફટાકડાના ફોડવામાં આવ્યા હતાં. કેટલાક ફટાકડા ગેલેરીની આગળની લાઈનમાં બેઠેલા દર્શકો વચ્ચે પડ્યા. જેના કારણે કેટલાક લોકો દાઝી ગયા અને કેટલાક ફટાકડાથી બચવા માટે દોડતી વખતે પડી ગયા. ઘાયલોમાં મોટાભાગના બાળકો છે. સ્થાનિક લોકો અને પોલીસે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આગ ઓલવવા માટે મુક્કમથી ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કે ઘાયલોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, કોઈને ગંભીર ઈજાઓ થઈ નથી.

આજે દિલ્લીના મુખ્યપ્રધાનના નામની થશે જાહેરાત, જાણો કોના નામની ચર્ચા

0

આજે દિલ્લીના મુખ્યપ્રધાનના નામની જાહેરાત થશે. પ્રદેશ કાર્યાલયમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે. મુખ્યપ્રધાન ચૂંટાયેલા ધારાસભ્યમાંથી એક હોવાની ચર્ચા છે. પાર્ટીએ 15 ધારાસભ્યના નામ જાહેર કર્યા છે. જેમાંથી 9 નામ શોર્ટલિસ્ટ કરાયા છે. બેઠકમાં કેબિનેટ મંત્રીઓના નામની પણ જાહેરાત થઈ શકે. આવતીકાલે રામલીલા મેદાનમાં શપથ સમારોહ યોજાશે. તૈયારીઓની જવાબદારી પાર્ટીના મહાસચિવોને સોંપાઈ.

નેતાઓનું કહેવું છે કે બુધવારે સવારે ધારાસભ્ય પક્ષની બેઠક પહેલા નિરીક્ષકની જાહેરાત કરવામાં આવશે. દરમિયાન, દિલ્હી પ્રદેશ ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવો વિનોદ તાવડે અને તરુણ ચુઘ, જેઓ શપથ ગ્રહણ સમારોહના પ્રભારી છે, સાથે રામલીલા મેદાનનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ, તેમની બેઠક રાજ્ય કાર્યાલયમાં યોજાઈ, જેમાં રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષે પણ ભાગ લીધો. બેઠક પછી, તાવડે, ચુઘ અને સચદેવે લેફ્ટનન્ટ ગવર્નરને મળ્યા.

મુખ્યમંત્રી પદના દાવેદારોમાં, ચર્ચામાં રહેલા નામોમાં નવી દિલ્હીથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હરાવનારા પ્રવેશ વર્મા, ભૂતપૂર્વ વિપક્ષી નેતા વિજેન્દ્ર ગુપ્તા, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ સતીશ ઉપાધ્યાય, ભૂતપૂર્વ રાજ્ય સંગઠન મહાસચિવ પવન શર્મા, જમ્મુ કાશ્મીર અને ગોવાના સહ-પ્રભારી આશિષ સૂદ, ભાજપના રાષ્ટ્રીય સચિવ મનજિંદર સિંહ સિરસા, રેખા ગુપ્તા, શિખા રાય, અજય મહાવર, જીતેન્દ્ર મહાજન, રવિન્દ્ર ઇન્દ્રજ, કૈલાશ ગંગવાલ અને કરનૈલ સિંહ સૈનીનો સમાવેશ થાય છે. જો કોઈ સાંસદને આ જવાબદારી મળે છે તો મનોજ તિવારી પણ આ રેસમાં છે.

૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ / બુધવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ:

મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલા આવક મેળવવી શક્ય બને. પ‌રિવારના સભ્યોની પ્રગ‌તિથી આનંદ છતાં થોડું ગુસ્સાવાળું વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભ:

અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય ‌‌દિવસ છે. પ‌રિવારમાં શાં‌તિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પ‌ત્નિ સાથે પ્રેમ જળવાય. ‌મિત્રોથી સહકાર મળે.‌

મિથુન:

મનનું ‌સિધ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પ‌રિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો થાય. તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગ‌તિથી આનંદ વધે.

કર્ક‌‌:

દિવસ દરમ્યાન આનંદની અનુભૂ‌તિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. વન વાહનની કરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગ‌તિ થાય. આથી આવક વધે. ઠંડા પીણા, પાણી આઇસક્રીમના ધંધામાં ‌વિશેષ લાભ. ‌

સિંહ

થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પ‌રિવારના તમામ સભ્યોની પ્રગ‌તિ આનંદદાયક સા‌બિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યા:

સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગ‌તિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આ‌‌ર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલા:

આંનદની અનુભૂ‌તિ થાય. ‌હિંમત અને ‌વિદ્રતામાં વધારો થાય. અણુઉર્જા, ઇલેકટ્રો‌નિક્સ, પુસ્તકાલય, કુ‌રિયર જેવા ધંધામાં ‌વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃ‌શ્ચિક

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફથી ‌ચિંતા રહે. પ‌ત્નિ સાથે પ્રેમ જળવાય. ‌પ્રિય પાત્રનું ‌મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરીમાં ધંધામાં શાં‌તિ રાખવી.

ધન:

જીવનમાં અસંતોષ જણાય. પણ માન‌સિક ‌સ્થિરતા જળવાઇ રહે. ખોટી ‌‌વિચાર મનનો કબજો ન લઇ લે એનું ધ્યાન રાખવું. ‌મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે આનદમાં વધારો થાય.

મકર:

નવી નોકરીમાં અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગ‌તિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ આ‌‌ર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં ‌વિશેષ લાભ.

કુંભ:

ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધેશે. પરંતું ખોટો ખર્ચ અટકાવવો. શેર બજાર, સ્ત્રી શણગારના સાધનો ના ક્ષેત્રે ‌વિશેષ લાભ. પ‌ત્નિ ના ગુસ્સાને સામનો કરવો પડે.આરોગ્ય જળવાય.

મીન:

મજબૂત આત્મબળને કારણે સાહ‌‌સિક ‌નિર્ણય લઇ શકો. પ‌રિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની ત‌બિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા, વાગ્વાથી સાચવવું. સંતાન સુખ સારૂં.