Home Blog Page 529

મહાકુંભમાં સ્નાન કરતા પહેલા આ રિપોર્ટ વાંચીને જજો

0

પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભનું આયોજન વધુ ભવ્ય રીતે કરવામાં આવ્યું છે, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહાકુંભમાં દેશ-વિદેશથી લોકો આસ્થાની ડૂબકી લગાવવા માટે આવી રહ્યાં છે. ત્યારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ના એક રિપોર્ટના માધ્યમથી સોમવારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ને જાણ કરવામાં આવી હતી કે પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન વિવિધ સ્થળોએ ગંદા પાણીનું સ્તર સ્નાન માટે પાણીની મૂળભૂત ગુણવત્તાને અનુરૂપ નથી.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ને સુપરત કરેલા અહેવાલમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પ્રયાગરાજમાં સંગમનું પાણી મહાકુંભ દરમિયાન સ્નાન કરવા યોગ્ય નથી. પાણીમાં ફેકલ કોલિફોર્મનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું છે. આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે ૫૩ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે. સીપીસીબી અનુસાર, ગંદા પાણીના દૂષણનું સૂચક ‘ફેકલ કોલિફોર્મ’ ની મર્યાદા પ્રતિ 100 મિલી 2500 યુનિટ છે.

એનજીટી અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ, ન્યાયિક સભ્ય ન્યાયાધીશ સુધીર અગ્રવાલ અને નિષ્ણાત સભ્ય એ. સેન્થિલ વેલની બેન્ચ પ્રયાગરાજ ખાતે ગંગા અને યમુના નદીઓમાં ગંદા પાણીના પ્રવાહને રોકવાના મુદ્દા પર સુનાવણી કરી રહી હતી. બેન્ચે જણાવ્યું હતું કે સીપીસીબીએ 3 ફેબ્રુઆરીના રોજ એક રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં ચોક્કસ પાલન ન થયું હોય અથવા ઉલ્લંઘનો તરફ ઇશારો કરવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ‘નદીની પાણીની ગુણવતા વિવિધ અવસરો પર તમામ દેખરેખ સ્થળો પર ગંદા પાણી ‘ફેકલ કોલીફોર્મ’ના સંબંધમાં સ્નાન માટે ગુણવતાના અનુરૂપ નથી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન મોટી સંખ્યામાં લોકો નદીમાં સ્નાન કરે છે, જેના કારણે ગંદા પાણીની સાંદ્રતા વધે છે.

ભાજપ દેશનો સૌથી ધનવાન પક્ષ, જાણો કેટલી છે કમાણી?

0

નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશમાં ભાજપને સૌથી વધુ 4340.47કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. આ રકમ સાથે જ ફંડ મેળવનારા રાજકીય પક્ષોમાં ભાજપ ટોચના સ્થાને છે. ADR દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. ભાજપે પોતાને વર્ષ 2023-24 દરમિયાન 4340.47 કરોડ રૂપિયા મળ્યાની જાહેરાત કરી હતી. જેમાંથી માત્ર 50 ટકા જ ખર્ચ કરવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા પણ કરી હતી.

ADRએ જણાવ્યું હતું કે ભાજપે મળેલા કુલ ફંડના 50 ટકા એટલે કે આશરે 2211.59 કરોડ રૂપિયા ખર્ચ નથી કર્યો. જ્યારે કોંગ્રેસને ગત નાણાકીય વર્ષ દરમિયાન 1225.12 કરોડ રૂપિયા દાન તરીકે મળ્યા હતા. જેની સામે 1025 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા, જે કુલ આવકના 83 ટકા છે. તમામ પક્ષોને સૌથી વધુ ફંડ ઇલેક્ટોરલ બોન્ડથી મળ્યું છે. ઇલેક્ટોરલ બોન્ડથી ભાજપને સૌથી વધુ 1685.63 કરોડ, કોંગ્રેસને 825.36 કરોડ, આમ આદમી પાર્ટીને 10.15 કરોડ રૂપિયા મળ્યા હતા. આ ત્રણેય પક્ષોને કુલ 2524 કરોડ રૂપિયા એટલે કે આશરે 43ટકા રકમ ઇલેક્ટોરલ બોન્ડથી મળી હતી.

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે મે મહિનામાં ઇલેક્ટોરલ બોન્ડ રદ કર્યા હતા, એક RTIમાં ADRને બેન્કે જવાબ આપ્યો હતો કે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન વિવિધ રાજકીય પક્ષોએ તેમને ઇલેક્ટોરલ બોન્ડથી મળેલા રૂ. 4507 કરોડ વટાવી લીધા છે. જેમાં રાષ્ટ્રીય પક્ષોની રકમ 2524.13 કરોડ રૂપિયા એટલે કે 55.99 ટકા છે. કોંગ્રેસે સૌથી વધુ ચૂંટણી સાથે સંકળાયેલો આશરે 619 કરોડનો ખર્ચ કર્યો હતો, જ્યારે 340 કરોડ વહીવટી અને સામાન્ય ખર્ચનો સમાવેશ થાય છે. CPIMએ 56 કરોડ વહીવટી ખર્ચ કર્યો હતો. જ્યારે 47 કરોડ કર્મચારીઓ પાછળ ખર્ચ થયો હતો.

રણવીર અલ્હાબાદિયાની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી, જાણો સમગ્ર મામલો?

0

કપ્રિય યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા વિવાદોમાં ફસાયેલા છે. સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં જવું અને અભદ્ર મજાક કરવી તેના માટે ભારે પડ્યું. મામલો એટલો વધી ગયો કે ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ FIR નોંધાઈ. આની વિરુદ્ધ યુટ્યુબરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર મંગળવારે સુનાવણી યોજાઈ હતી.

દેશભરમાં તેમની સામે દાખલ કરાયેલી તમામ FIR ને એક સાથે જોડવાની માંગ કરવામાં આવી હતી. રણવીર યુટ્યુબ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના એક એપિસોડમાં અલ્હાબાદિયા ગયો હતો અને આ દરમિયાન તેણે કેટલીક ટિપ્પણીઓ કરી હતી. જેનાથી દેશમાં હોબાળો મચી ગયો હતો. તેમના પર અશ્લીલ કોમેડી કરવાનો આરોપ લગાવીને FIR દાખલ કરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયાને પૂછ્યું, ‘ફક્ત એટલા માટે કે તમે પ્રખ્યાત થયા છો, શું તમારી પાસે કંઈપણ કહેવાનું લાઇસન્સ છે?’ માતાપિતા વિશે અશ્લીલ વાતો કહી. આ બતાવે છે કે તેના મનમાં કંઈક ગંદકી છે. આ દરમિયાન રણવીર અલ્હાબાદના વકીલ અભિનવ ચંદ્રચુડે કહ્યું કે, અરજદારને ધમકીઓ મળી રહી છે. કાપેલી જીભ લાવનાર વ્યક્તિને ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે રણવીરની ધરપકડ પર વચગાળાની રોક લગાવી રાહત તો આપી પરંતુ આકરી ઝાટકણી પણ કાઢી હતી. તેનો પાસપોર્ટ સરેન્ડર કરવા કહ્યું છે. તેમજ આ પ્રકારના શો રજૂ ન કરવાનો આદેશ પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મગજની ગંદકી અને વિકૃત વિચારસરણી છે. તમારી આ હરકતોના કારણે તમારા માતા-પિતા અને બહેનો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા છે.

અલ્હાબાદિયાને મળી રહેલી ધમકીઓ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો તમે ચીપ પબ્લિસિટી માટે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરશો, તો અન્ય લોકો પણ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરશે અને જીભ કાપવાની ધમકીઓ આપશે. જસ્ટિસ એમ કોટિશ્વર સિંહે જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે, જો પોલીસ તમને પૂછપરછ માટે બોલાવે છે તો તે તમને સુરક્ષા પણ આપશે. જેથી તમારે ધમકીઓથી ડરવાની જરૂર નથી.

નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર થયેલી નાસભાગ મુદ્દે RPFનો રિપોર્ટ

0

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી નાસભાગને લઈને RPF એ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે રેલવેની જાહેરાત બાદ મુસાફરોની ભીડ પ્લેટફોર્મ નંબર 12-13 થી 16 તરફ ભાગવા લાગી, જેનાથી પ્લેટફોર્મ નંબર 12,13,14,15,16 પર જતાં તમામ રસ્તા સંપૂર્ણરીતે જામ થઈ ગયા હતાં. સ્ટેશન પર સતત વધી રહેલી ભીડને ધ્યાનમાં રાખતાં RPF ઈન્સ્પેક્ટરે સ્ટેશન ડાયરેક્ટરને સ્પેશિયલ ટ્રેનને ઝડપથી ચલાવવાની સલાહ આપી હતી.

રિપોર્ટ અનુસાર ડ્યૂટી પર તહેનાત આરપીએફ સ્ટાફ જ્યારે 8.45 વાગે ભીડથી ભરેલા FOB 2 અને 3 ને ખાલી કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે જાહેરાત થઈ કે કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 12થી જશે. તેના થોડા સમય બાદ ફરીથી સ્ટેશન પર જાહેરાત થઈ કે કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 16થી જશે. તે બાદ મુસાફરોએ નાસભાગની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. આરપીએફ અનુસાર રાત્રે 8.48 વાગે ડ્યૂટી સ્ટેશન ઈન્ચાર્જને નાસભાગની માહિતી આપી.

જ્યારે આ દુર્ઘટના થઇ ત્યારે 14 નંબરના પ્લેટફોર્મ પર મગધ એક્સપ્રેસ, પ્લેટ ફોર્મ 15 પર ઉત્તર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ઉભેલી હતી. તેના મુસાફરો પણ હતા. પ્લેટફોર્મ 14 પર પ્રયાગરાજ એક્સપ્રેસમાં બેસવા માટે યાત્રીઓનાં ટોળા હતા. યાત્રી પ્લેટફોર્મ 12-13 અને 14-15 પર સીડીઓ ચડવા લાગ્યા હતા. જેના કારણે ફુટઓવર બ્રિજ 2 અને 3 માં ભારે ભીડ થઇ ગઇ હતી. આ સીડીઓમાં મગધ એક્સપ્રેસ, ઉત્તર સંપર્ક ક્રાંતિ અને પ્રયાગરાજ એક્સપ્રેસના યાત્રીઓ પણ ઉતરી રહ્યા હતા. તેમાં ધક્કા મુક્કી શરૂ થઇ ગઇ અને તેના કારણે કેટલાક યાત્રીઓ લપસીને સીડીઓ પર પડવા લાગ્યા હતા.

દુર્ઘટના અંગેના રિપોર્ટ રેલવે સુરક્ષા દળના ઇન્સપેક્ટર રેંકના અધિકારીએ તૈયાર કરી છે. તે રિપોર્ટ 16 ફેબ્રુઆરી દિલ્હી જોનના વરિષ્ઠ અધિકારીઓને સોંપી દેવાયા છે. સુત્રો અનુસાર રિપોર્ટમાં સામે આવ્યું કે, દુર્ઘટનાની રાત્રે એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી કે, મહાકુભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 12 થી રવાના થશે, જો કે થોડા સમય બાદ એક બીજી જાહેરાત કરવામાં આવી. જેમાં કહેવાયું કે, મહાકુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 થી રવાના થશે. આ જાહેરાતની સાથે જ 12 નંબરના પ્લેટફોર્મ પર રહેલા હજારો લોકો 16 નંબરનાં પ્લેટફોર્મ પર ભાગવા લાગ્યા હતા.

તપાસ રિપોર્ટમાં ખુલાસા…

  1. પ્લેટફોર્મ નંબર 12 પર 12560 શિવગંગા એક્સપ્રેસ રવાના થઇ
  2. શિવગંગા એક્સપ્રેસ રવાના થતા સ્ટેશન પર અચાનક યાત્રીઓની ભીડ ઉમટી પડી
  3. ફુટઓવર બ્રિજ 2 અને 3 માં લોકોએટલા હતા તે તે જામ થઇ ગયો હતો.
  4. પ્લેટફોર્મ 12 થી લઇને 16 પર ભારે સંખ્યામાં યાત્રીઓ હાજર હતા.
  5. પ્લેટફોર્મ 12 થી 16 પણ મોટી સંખ્યામાં યાત્રીઓ હતા.
  6. ફુટઓવર બ્રિજ 2 પર ભીડ વધ્યા બાદ નવી દિલ્હી રેલવે સ્ટેશનના સહાયક સુરક્ષા આયુક્તે તુરંત જ એક્શન લીધું અને સ્ટેશન નિર્દેશકને વધારે ટિકિટો નહીં આપવા માટે જણાવ્યું હતું.
  7. કર્મચારીઓને તુરંત જ ત્રણેય પ્લેટફોર્મ અને ફુટઓવર બ્રિજ પર પહોંચવા માટે જણાવ્યું હતું

સુરતમાં ફરી બન્યો ગ્રીષ્મા હત્યાકાંડ, પ્રેમીએ પ્રેમિકાનું ગળું કાપી પોતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

સુરતના માંગરોળ તાલુકામાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના સામે આવી છે. માંગરોળના વાંકલ-બોરિયા માર્ગ પર એક યુવકે યુવતીનું ચપ્પુ વડે ગળું કાપી નાખતાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ યુવકે પોતે પણ ગળું કાપી નાખ્યું. ગળામાં ત્રણ ઇંચ જેટલો ઘા વાગતાં યુવકની સ્વરપેટી કપાઈ ગઈ છે અને હાલ તેની સારવાર સુરત સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.

સુરત જિલ્લાના વાંકલ ગામે પ્રેમ પ્રકરણમાં યુવાને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને ગળાના ભાગે ચાકુના કામ મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી તેમજ યુવાને ગળે ચાકુ ફેરવીને પોતે પણ આપઘાતની કોશિશ કરી છે સુરત જિલ્લાના વાંકલ ગામે બોરીયા પાટીયા પાસે આજે સવારે સુરેશ જોગી અને તેજસ્વની ચૌધરી બંને છેલ્લો વર્ષથી પ્રેમ સંબંધ હતો ત્યારે બોરીયા ગામના પાટીયા પાસે યુવતીની હત્યા કરાયેલી મૃતદેહ મળી આવ્યો હતો.

આ સમગ્ર ઘટના બનતાની સાથે યુવકે પણ પોતાની જાતને ઈજા પહોંચાડી હતી અને તેણે પણ તેના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી મરવાનો પ્રયત્ન કર્યો હતો.આ સમગ્ર ઘટનામાં યુવકની સ્વરપેટીને નુકસાન પહોંચ્યું છે અને સુરતની સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.યુવકની હાલમાં કોઈ પૂછપરછ થાય તેવી હાલત નથી તેવું પોલીસનું કહેવું છે.તો યુવતીના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પરિવારના સભ્યોને જાણ કરાઈ છે યુવક નર્મદા જિલ્લાનો રહેવાસી છે.

સુરત પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના જીતેન્દ્ર કાછ઼ડને 17359 મતથી વિજય

રાજ્યમાં પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકાની સામાન્ય 2 નગરપાલિકાની મધ્યવર્તી તથા જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીનું મતગણતરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં પણ ભાજપ જીત તરફ ચાલી રહ્યો છે. જ્યારે બે મોટા અપસેટ થયા છે. જેમાં ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડસમાનો પરાજય થયો છે. જ્યારે જુનાગઢ મનપાની ચૂંટણીમાં 6 વાર ડે.મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે.

66 નગરપાલિકામાં 61.65 ટકા મતદાન થયું છે. જે 2018ની સરખામણીમાં 3.35 ટકા ઓછું છે. એકંદરે વર્ષ 2018માં 75 નગપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું. નગરપાલિકાની 1844 બેઠકમાંથી 167 બેઠક બિન હરીફ થતા 66 પાલિકાઓની 1677 બેઠક માટે 4374 ઉમેદવારો માટે મતદાન થયું હતું. 66 પાલિકાની 167 બિન હરિફમાંથી ભાજપની 162, કોંગ્રેસની 1 અને અન્ય 4 સીટ બિન હરીફ થઈ છે.

સુરત પાલિકાના વોર્ડ નંબર 18 ની ખાલી પડેલી બેઠક પર રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે.

સુરત પાલિકાની પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. તેમાં 31.35 ટકા મતદાન થવા પામ્યું હતું. આ મતદાન બાદ ત્રણેય પક્ષોએ જીતના દાવા કર્યા હતા. જોકે, આજે સાત રાઉન્ડની મત ગણતરી થઈ હતી. તેમાં ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર કાછ઼ડને 17359 મત કોંગ્રસના સંજય રામાનંદીને 10102 મત અને બહુ ગાજેલા વિપક્ષ આપને 1917 મત મળ્યા હતા. આ પેટા ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા મજલિસએ એતીહાલદુલ મુસ્લિમ પક્ષના ઉમેદવાર 2618 મત મળ્યા હતા. સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર 7267 મતે વિજેતા જાહેર થયાં હતા.

૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૫/ આ રાશિ માટે મંગળવારના દિવશે પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો, આજ દિવસે દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આજે દિવસ દરમ્યાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. ‌પત્નિ સાથે પ્રેમ પૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

વૃષભઃ

આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુનઃ

આજે પણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે છે.

કર્કઃ

આર્થિક દૃષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જુના રોકાણો થી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહઃ

સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમાત સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યાઃ

આવકમાં વધારો થતાં ન પ્રફુલ્લીત રહે. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. સકારી લખાણ પત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલાઃ

પરોપકાર હિંમત, ગૂંઢ માનસ તથા છટાદાર વાણી રહે. અણુ ઉર્જા સંશોધન, ઇલેકટ્રોનિક્સ, બુક્સસેલરના ધંધામાં વધારો પ્રગતિ થાય. માતા તથા પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારો કરવી પડશે.

વૃશ્ચિકઃ

આવકમાં ઘટોડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્ય ની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા. વાદ-વિવાદ ટાળવાની સલાહ છે.

ધનઃ

ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધા શરૂ કરી શકાય. ‌આર્થિક રીતે આવક વધતા માનસિક અશાંતિ ઓછી થતી જણા. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.‌

મકરઃ

આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાસલ થાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃ પક્ષ તરફથી આનંદા સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભઃ

ભાગ્ય બળવાન બને છે. જોરે આવક મેળવી શકાય. પ‌રિણામે ‌દિવસ દરમ્યાન પ્રસન્નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પ‌રિવારમાં પ્રેમ જળવાય. યાત્રા પ્રવાસના યોગ બને છે. નોકરી ધંધામાં લાભ મળતો જણાય.

મીનઃ

આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા માથાનો દુઃખવો રહે. આંખની કાળજી રાખવી.

જાણો ક્યારે શરૂ થશે પવિત્ર ચાર ધામ યાત્રા ? આ દિવસે જ ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર ખુલશે

0

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાર ધામોમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીનો સમાવેશ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે કોઈ ચાર ધામ યાત્રા પૂર્ણ કરે છે, તેના બધા પાપોનો નાશ થાય છે. તેમજ તે વ્યક્તિનું જીવન સુખી અને સમૃદ્ધ બને છે. આ વર્ષે 2025માં ચાર ધામ યાત્રા એપ્રિલ માસમાં શરૂ થશે અને આ મંદિરોના કપાટ દર્શન માટે ખુલશે.

ચાર ધામ યાત્રા આ વર્ષે 30 એપ્રિલ 2025 થી શરૂ થશે. આ દિવસે જ ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર ખુલશે. કેદારનાથ મંદિરના કપાટ 2 મે 2025 ના રોજ ખુલશે. તેની બાદ બદ્રીનાથના કપાટ 4 મે 2025 ના રોજ શ્રદ્ધાળુઓ માટે ખુલશે. ઉત્તરાખંડમાં સ્થિત આ ચાર ધામોના દર્શન માટે શ્રદ્ધાળુઓ દેશના અનેક વિસ્તારોમાંથી આવે છે. ચારધામ યાત્રા 6 મહિના સુધી ચાલે છે. ત્યારબાદ હિમવર્ષાના પગલે બધા મંદિરોના કપાટ બંધ થાય છે.

૧. યમુનોત્રી

ચાર ધાર યાત્રા દરમિયાન, યમુનોત્રીના પહેલા દર્શન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે યમુનોત્રીથી તમારી યાત્રા શરૂ કરો છો, તો તમારી ચારધામ યાત્રા કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે. યમુનોત્રીમાં માતા યમુનાની પૂજા કરવામાં આવે છે. અહીં દેવી યમુનાનું મંદિર આવેલું છે.

૨. ગંગોત્રી

ચાર ધામ યાત્રાનો બીજો પડાવ ગંગોત્રી ધામ છે. અહીં માતા ગંગાને સમર્પિત એક મંદિર આવેલું છે. ગંગોત્રીના દર્શન કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે.

૩. કેદારનાથ ધામ

દરેક શિવભક્ત પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વાર કેદારનાથ ધામની મુલાકાત લેવા માંગે છે. કેદારનાથ ધામ ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક છે. કેદારનાથ ચાર ધામ યાત્રાનો ત્રીજો પડાવ છે. કેદારનાથના દર્શન કરવાથી બાબા કેદારનાથના વિશેષ આશીર્વાદ મળે છે.

૪. બદ્રીનાથ

ચારધામ યાત્રા બદ્રીનાથની મુલાકાત સાથે સમાપ્ત થાય છે. , ધાર્મિક માન્યતાઓ અનુસાર, બદ્રીનાથ ધામના દર્શન કરવાથી ભક્તોના બધા પાપ ધોવાઈ જાય છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનમાં ખુશીઓ આવે છે.

મહાકુંભમાં ફરી આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

0

મહાકુંભમાં ફરી એકવાર આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આ વખતે સેક્ટર 8માં અનેક પંડાલ બળીને રાખ થઈ ગયા હતા. જોકે ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હોવાની જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં 30 દિવસમાં આગની આ 5મી ઘટના હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા 15 ફેબ્રુઆરીએ મહાકુંભમાં આગ ભડકી હતી અને ત્યારે સેક્ટર 18 અને 19માં અનેક પંડાલ તેની લપેટમાં આવી ગયા હતા. જ્યારે 7 ફેબ્રુઆરીએ પણ શંકરાચાર્ય માર્ગ પર સંત હરિહરાનંદના પંડાલમાં આગની ઘટના બની હતી.

મહાકુંભ મેલામાં આગ લાગવાની પહેલાની ઘટનાઓ પણ નોંધાવાઇ છે. આ વર્ષે, મહાકુંભના આરંભના 7મા દિવસે, 3 ફેબ્રુઆરીએ, સેક્ટર 19 માં આગ લાગી હતી. આ આગથી ઘણા તંબુ બળીને નષ્ટ થઈ ગયા અને ઘણા સિલિન્ડર ફાટ્યા. એ પછી, 9 ફેબ્રુઆરીના રોજ, સેક્ટર 9ના કલ્પવાસીઓના તંબુમાં સિલિન્ડર લીકેજના કારણે આગ લાગી હતી. આ સિલિન્ડર લીકેજનું કારણે આગ ખુબ જ ઝડપથી ફેલાઈ હતી.

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

0

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ અંગે દિલ્હી પોલીસે એક નિવેદન જારી કર્યું છે. બે ટ્રેનોના નામ સરખા હોવાથી મુસાફરો મૂંઝવણમાં મુકાયા કે તેમણે કઈ ટ્રેન પકડવી. પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેનના આગમનની જાહેરાત બાદ, પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેનની રાહ જાેઈ રહેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જતી વખતે ભાગદોડ મચી હતી.
દિલ્હી પોલીસે રવિવારે જણાવ્યું હતું કે બે ટ્રેનો પ્રયાગરાજ એક્સપ્રેસ અને પ્રયાગરાજ સ્પેશિયલના નામ સમાન હોવાને કારણે મૂંઝવણ ઊભી થઈ હતી..

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ ૧૬ પર આવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના કારણે પ્લેટફોર્મ ૧૪ પર પ્રયાગરાજ એક્સપ્રેસની રાહ જાેઈ રહેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે મૂંઝવણમાં, પ્લેટફોર્મ ૧૪ પરના મુસાફરોએ વિચાર્યું કે તેમની ટ્રેન પ્લેટફોર્મ ૧૬ પર આવી રહી છે, જેના કારણે મુસાફરોમાં નાસભાગ મચી જેના પરિણામે ૧૮ લોકોનાં મોત થયા. જનરલ ટિકિટ ધરાવતા મુસાફરો પ્લેટફોર્મ ૧૨, ૧૩ અને ૧૪ તરફ દોડવા લાગ્યા.

નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી પ્રયાગરાજ માટે ચાર ટ્રેનો રવાના થવાની હતી, જેમાંથી ત્રણ મોડી ચાલી રહી હતી. જેના કારણે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ ગઈ. ભાગદોડ સમયે, પ્રયાગરાજ એક્સપ્રેસ પ્લેટફોર્મ ૧૪ પર, મગધ એક્સપ્રેસ પ્લેટફોર્મ ૧૨ પર, સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ પ્લેટફોર્મ ૧૩ પર અને ભુવનેશ્વર રાજધાની નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ૧૫ પર ઉભી હતી.. દિલ્હી પોલીસે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ અંગેની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને ડીસીપી રેન્કના અધિકારીના નેતૃત્વમાં તપાસ શરૂ કરી હતી.

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં ૨૫થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલમાં ચાલી રહી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. સરકારેમૃતકોના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘાયલ લોકોને ૨.૫ લાખ અને સામાન્ય ઇજા પામેલા લોકોને ૧ લાખ રૂપિયા આપવામાં આવશે.

અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની યાદી
૧. બક્સુર બિહારના રહેવાસી રવિંદી નાથના પત્ની આહા દેવી, ઉંમર ૭૯ વર્ષ
૨. સંગમ વિહાર દિલ્હીના રહેવાસી ઉપેન્દ્ર શર્માની પત્ની પિંકી દેવી, ઉંમર ૪૧ વર્ષ
૩. સરિતા વિહાર દિલ્હીના રહેવાસી ઉમેશ ગિરીના પત્ની શીલા દેવી, ઉંમર ૫૦ વર્ષ
૪. વ્યોમ, ધર્મવીરનો પુત્ર, બવાના દિલ્હી, ઉંમર ૨૫ વર્ષ
૫. પૂનમ દેવી, મેઘનાથના પત્ની, બિહારના સારણના રહેવાસી, ઉંમર ૪૦ વર્ષ
૬. પરણા બિહારના રહેવાસી સંતોષની પત્ની લલિતા દેવી, ઉંમર ૩૫ વર્ષ
૭. સુરુચી, મનોજ શાહની પુત્રી, મુઝફ્ફરપુર, બિહારના રહેવાસી, ઉંમર ૧૧ વર્ષ
૮. કૃષ્ણા દેવી, બિહારના સમસ્તીપુરના રહેવાસી વિજય શાહના પત્ની, ઉંમર ૪૦ વર્ષ
૯. વિજય સાહ, રામ સરૂપ સાહનો પુત્ર, સમસ્તીપુર, બિહારનો રહેવાસી, ઉંમર ૧૫ વર્ષ
૧૦. નીરજ, ઇન્દ્રજીત પાસવાનનો પુત્ર, નિવાસી, વૈશાલી, બિહાર, ઉંમર ૧૨ વર્ષ
૧૧. શાંતિ દેવી, બિહારના નવાદાના રહેવાસી રાજ કુમાર માંઝીના પત્ની, ઉંમર ૪૦ વર્ષ
૧૨. પૂજા કુમાર, બિહારના નવાદાના રહેવાસી રાજ કુમાર માંઝીની પુત્રી, ઉંમર ૮ વર્ષ
૧૩. સંગીતા મલિક, મોહિત મલિકની પત્ની, રહેવાસી, ભિવાની, હરિયાણા, ઉંમર ૩૪ વર્ષ
૧૪. મહાવીર એન્ક્‌લેવના રહેવાસી વીરેન્દ્ર સિંહની પત્ની પૂનમ, ઉંમર ૩૪ વર્ષ
૧૫. મમતા ઝા, વિપિન ઝાના પત્ની, દિલ્હીના નાંગલોઈના રહેવાસી, ઉંમર ૪૦ વર્ષ
૧૬. રિયા સિંહ, ઓપિલ સિંહની પુત્રી, રહેવાસી, સાગરપુર, દિલ્હી, ઉંમર ૭ વર્ષ
૧૭. બેબી કુમારી, દિલ્હીના બિજવાસનના રહેવાસી પ્રભુ શાહની પુત્રી, ઉંમર ૨૪ વર્ષ
૧૮. મનોજ પુત્ર પંચદેવ કુશવાહ નિવાસી નાંગલોઈ દિલ્હી ઉંમર ૪૭ વર્ષ