Home Blog Page 510

સુનિતા વિલિયમ્સનો અવકાશ યાત્રાનો અંત, આજે પૃથ્વી પર વાપસી

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર બુધવારે 19 માર્ચે પૃથ્વી પર પાછા આવી રહ્યા છે. બંને અવકાશયાત્રીઓ SpaceX ક્રૂ કેપ્સ્યુલમાં સમુદ્રમાં ઉતરશે. આ કેપ્સ્યુલ ખોલ્યા બાદ અવકાશયાત્રીઓને સ્ટ્રેચર પર લાવવામાં આવશે. તે બીમાર હોવાથી તેને સ્ટ્રેચર પર લાવવામાં આવશે . આ એટલા માટે છે કારણ કે તે અવકાશયાત્રીઓના સુરક્ષા પ્રોટોકોલનો એક ભાગ છે.

અવકાશયાત્રીઓ અવકાશમાં મહિનાઓ ગાળ્યા પછી ચાલી શકતા નથી. તેમના શરીરમાં ઘણા ફેરફારો પણ થાય છે, જે તેમના સંતુલન અને સ્નાયુઓને અસર કરે છે. વાસ્તવમાં, ગુરુત્વાકર્ષણ પૃથ્વી પર આપણા શરીરને નિયંત્રણમાં રાખે છે, પરંતુ અંતરિક્ષમાં આવું થતું નથી. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પૃથ્વી તરફ સતત ફ્રી-ફોલમાં છે. આનાથી અવકાશયાત્રીઓ વજનહીન લાગે છે. જ્યારે તેઓ લાંબા સમય સુધી અવકાશમાં રહે છે, ત્યારે તેમનું શરીર તેના માટે તૈયાર થઈ જાય છે. એટલા માટે જ્યારે સુનીતા વિલિયમ્સ અને બુલ વિલમોર પૃથ્વી પર આવશે ત્યારે તેમને સ્ટ્રેચર પર રાખવામાં આવશે.

સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ઈલોન મસ્કની સ્પેસ એક્સે મિશન શરૂ કર્યું હતું. સુનિતા વિલિયમ્સ અને બુચની જગ્યાએ નાસાએ અન્ય ચાર અંતરીક્ષયાત્રીઓને સ્પેસ સ્ટેશન પહોંચાડ્યા છે. ડ્રેગન નામક અંતરીક્ષયાનને પૃથ્વી પર પરત આવવામાં આશરે 17 કલાકનો સમય લાગશે. ભારતીય સમય અનુસાર 19 માર્ચે વહેલી સવારે 3:27 વાગ્યે ફ્લોરિડા નજીક પેરાશૂટની મદદથી યાન દરિયામાં ઉતરશે.

સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરે 5 જૂન, 2024 ના રોજ પૃથ્વી છોડી દીધી હતી અને ISS પર રહેવાની તેમની યોજના માત્ર થોડા સમય માટે હતી. જો કે, થોડા સમય પછી, ઇજનેરોએ સ્ટારલાઇનરમાં હિલીયમ લીક અને પ્રોપલ્શન સિસ્ટમમાં ખામી શોધી કાઢી, જે અવકાશયાનને પરત કરવા માટે અસુરક્ષિત બનાવે છે. ઓગસ્ટ 2024માં, નાસાએ વિલંબને સ્વીકાર્યો અને કહ્યું કે તેણે 2025ની શરૂઆતમાં સ્પેસએક્સ મિશન દ્વારા તેમના પરત આવવાની યોજના શરૂ કરી. સ્ટારલાઇનર સપ્ટેમ્બર 2024 માં અવકાશયાત્રીઓ વિના પૃથ્વી પર પાછો ફર્યો, અન્ય અવકાશયાન માટે ડોકિંગ પોર્ટને મુક્ત કરી.

ઇઝરાયલે તોડ્યો યુદ્ધવિરામ! ગાઝામાં ઘાતક એર સ્ટ્રાઈક, 200 થી વધુના મોત

હમાસ અને ઇઝરાયેલ વચ્ચે થયેલા યુદ્ધ વિરામના પહેલા તબક્કામાં બને તરફથી બંધકોને છોડવામાં આવ્યા હતાં અને વિસ્થાપિત થયેલા પેલેસ્ટીનીયન્સને ઘરે પરત ફરવાની મંજુરી આપવામાં આવી હતી, ત્યાર બાદ શાંતિ સ્થાપવાની આશા દેખાઈ હતી. એવામાં ઈઝરાયેલે ફરીથી ગાઝા પર એર સ્ટ્રાઈક શરુ કરી છે, આ સાથે જ ઈઝરાયેલે યુદ્ધવિરામ કરારને એકપક્ષીય રીતે ઉથલાવી દીધો છે. ઇઝાયેલની એર સ્ટ્રાઈકમાં 200 થી વધુ લોકો માર્યા ગયા છે.

ગાઝામાં તૈનાત ડોક્ટરો અને સાક્ષીઓના જણાવ્યા અનુસાર, મધ્ય ગાઝાના દેઇર અલ-બલાહમાં ત્રણ ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો, ગાઝા શહેરમાં એક ઇમારત પર હુમલો કરવામાં આવ્યો હતો, અને ખાન યુનિસ અને રફાહમાં પણ લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો.

અહેવાલ અનુસાર ગાઝા પર ઇઝરાયલી હુમલામાં આર્મ્ડ રેઝિસ્ટન્સ ગ્રુપ હમાસના વરિષ્ઠ અધિકારી મહમૂદ અબુ વત્ફાનું મોત થયું છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) અને ઇઝરાયલ સુરક્ષા એજન્સીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ગાઝા પટ્ટીમાં હમાસના ટાર્ગેટ્સ પર હુમલાઓ કરી રહ્યા છે. અહેવાલ મુજબ સોમવારે ગાઝા હુમલા માટે ઇઝરાયલ દ્વારા વ્હાઇટ હાઉસની સલાહ લેવામાં આવી હતી.

ગયા અઠવાડિયે, ટ્રમ્પ વહીવટીતંત્રે યુદ્ધવિરામ લંબાવવાનો પ્રયાસ કર્યો અને બંને પક્ષો સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો. કતારની રાજધાની દોહામાં યોજાયેલી આ વાતચીત કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ ગઈ હતી. વ્હાઇટ હાઉસે કહ્યું કે, હમાસે તેના પ્રસ્તાવને ફગાવી દીધો. સ્થાનિક સમય અનુસાર, સવારે 2 વાગ્યે હવાઈ હુમલો શરૂ થયો હતો. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ 7 ઓક્ટોબર 2023 ના રોજ શરૂ થયું, જ્યારે હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી યુદ્ધમાં 48,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા હોવાના અહેવાલો છે.

વિશ્વએ મહાકુંભના રૂપમાં ભારતનું ભવ્ય સ્વરૂપ અનુભવ્યું: વડાપ્રધાન મોદી

0

લોકસભામાં મહાકુંભ પર બોલતા, વડાપ્રધાન મોદીએ કહ્યું કે મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તેની સફળતામાં લોકોએ ફાળો આપ્યો છે. હું દેશભરના ભક્તોનો, યુપીના લોકોનો, ખાસ કરીને પ્રયાગરાજના લોકોનો આભાર માનું છું. તેમણે કહ્યું કે મહાકુંભમાં આપણે રાષ્ટ્રીય ચેતનાના જાગૃતિના સાક્ષી બન્યા. વિશ્વએ મહાકુંભના રૂપમાં ભારતનું ભવ્ય સ્વરૂપ જોયું. દુનિયા આપણી સંસ્કૃતિને આત્મસાત કરી રહી છે.

વડાપ્રધાને મહાકુંભમાંથી ઘણા અમૃત નીકળ્યા હોવાનું જણાવીને ઉલ્લેખ કર્યો કે,એકતાનું અમૃત તેનો સૌથી પવિત્ર પ્રસાદ છે. મહાકુંભ એક એવો કાર્યક્રમ હતો જેમાં દેશના દરેક ક્ષેત્ર અને દરેક ખૂણાના લોકો ભેગા થયા હતા. પ્રયાગરાજમાં લોકો “હું નહીં પણ આપણે” એવી લાગણી સાથે એકઠા થયા. જ્યારે સંગમના કિનારે વિવિધ ભાષાઓ અને બોલીઓ બોલતા લોકો હર હર ગંગેનો નારા લગાવે છે, ત્યારે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની ઝલક દેખાય છે અને એકતાની લાગણી વધે છે. વડાપ્રધાને કહ્યું કે, પરંપરા સાથે આપણે મોટા લક્ષ્યો પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે નદી ઉત્સવની પરંપરાનો વિસ્તાર કરવો પડશે. નદી મહોત્સવ નદીઓનું સંરક્ષણ કરશે.

મહાકુંભમાં આપણે જોયું કે, નાના અને મોટા વચ્ચે કોઈ ભેદ નહોતો. આ ભારતની એક મોટી તાકાત છે. આ દર્શાવે છે કે એકતાનું અદ્ભુત તત્વ આપણી અંદર વણાયેલું છે. આપણી એકતાની શક્તિ એટલી પ્રબળ છે કે તે આપણને વિભાજીત કરવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.એકતાની આ ભાવના ભારતીયોનું મોટું સૌભાગ્ય છે. આજે દુનિયામાં પ્રવર્તી રહેલા અવ્યવસ્થાના સમયમાં, એકતાનું આ પ્રદર્શન આપણી સૌથી મોટી તાકાત છે. વિવિધતામાં એકતા એ આપણી વિશેષતા છે. તેનું વિશાળ સ્વરૂપ પ્રયાગરાજ મહાકુંભમાં અનુભવાયું છે.

આપણી જવાબદારી છે કે આપણે વિવિધતામાં એકતાના આ લક્ષણને સમૃદ્ધ બનાવતા રહીએ. મહાકુંભમાંથી આપણને ઘણી પ્રેરણા મળી છે. આપણા દેશમાં ઘણી નાની-મોટી નદીઓ છે, જેમાંથી ઘણી નદીઓ સંકટનો સામનો કરી રહી છે. કુંભમાંથી પ્રેરણા લઈને આપણે નદી ઉત્સવની પરંપરાને નવો વિસ્તાર આપવો પડશે. આપણે આ વિશે ચોક્કસ વિચારવું જોઈએ. આનાથી વર્તમાન પેઢી પાણીનું મહત્વ સમજશે. નદીઓનું રક્ષણ કરવામાં આવશે. મને વિશ્વાસ છે કે મહાકુંભમાંથી ઉત્પન્ન થતું અમૃત આપણા સંકલ્પોની સિદ્ધિ માટે એક મજબૂત માધ્યમ બનશે.

સુરત પોલીસ એક્શનમાં, અસામાજિક તત્વોના ત્રણ ગેરકાયદે મકાનનો ભુક્કો બોલાવ્યો

રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર હથોડા ઝીંકીને ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આરોપી રાહુના ત્રણ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. રાહુલ દીપડે સૂર્યા મરાઠી મર્ડર કેસ સહિત મારામારી અને હત્યા 22 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે 100 કલાકની અંદર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાન અભિયાન અંતગર્ત 22 જેટલા શખ્સોને બોલાવી પૂછપરછ કરી હતી. આ તમામ આરોપીઓ વિરૂદ્ધ કડ કાર્યવાહી કરવામાં આવશે.

100 કલાકના આ અભિયાન હેઠળ 22 શખ્સને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્ટેશન પર બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને ‘કાન પકડીને’ બેસી જવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા આ શખ્સોની વારંવાર પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે વિશેષ તપાસ દરમિયાન 1300 જેટલા ગુનેગારોને યાદી બનાવી છે. તેમાં 300 ગંભીર ગુનાઓમાં સામેલ છે.

રાજ્યમાં અસામાજિક ગુંડા તત્ત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ અસામાજિક તત્ત્વોની યાદીમાં કેવા તત્ત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા, ખંડણી ઉઘરાવનારા, ધાક-ધમકી આપનારા, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન-જુગારનો ધંધો કરનારા, ખનીજ ચોરી જેવા ગુનામાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો કરીને જનતામાં ભય ફેલાવનારાનો આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ આદેશ મળતાની સાથે જ લિસ્ટ બન્યા અંગે ડીસીપી ભાવેશ રોઝીયાએ કહ્યું કે, અસામાજિક તત્ત્વો, બોડી ઑફેન્સ, ઓર્ગેનાઈઝ ક્રાઈમ અને પ્રોપર્ટી ઑફેન્સમાં સંડોવાયેલા ગુનેગારોની યાદી તૈયાર કરવા અને તાત્કાલિક પગલાં ભરવા જણાવવામાં આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ ટાર્ગેટ મુજબ વિશેષ તપાસ શરૂ કરી છે, જેમાં 1300 ગુનેગારોને ઓળખી લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઔરંગઝેબ વિવાદ નાગપુરમાં હિંસા, પથ્થરમારો-આગચંપી, વાહનોમાં તોડફોડ

0

મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર મુદ્દે ચાલી રહેલો વિવાદ નાગપુરમાં હિંસક બન્યો છે. જેમાં હિંદુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કબરને દુર કરવાની માંગ કરી રહ્યા છે. જેનો વિરોધ કરવા સોમવારે નાગપુરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કેટલાક સંગઠનોએ પ્રતીકાત્મક રીતે ઔરંગઝેબની કબરનું દહન કર્યું. જ્યારે ત્યારબાદ થયેલી હિંસામાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. નાગપુરમાં 163 ધારા લાગુ પાડી પોલીસ પ્રશાસને અને લોકોને ઘરની બહાર નહીં નીકળવાનો અનુરોધ કર્યો છે.

ઔરંગઝેબની પ્રતીકાત્મક રીતે કબર દહન દરમિયાન ઉપયોગમાં લેવાતી ચાદર પર વિવાદ ઉભો થયો હતો. જેના કારણ કે મુસ્લિમ સમુદાયે દાવો કર્યો હતો કે ચાદર પર ધાર્મિક વસ્તુઓ લખેલી હતી. જેનાથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી હતી. જેના લીધે નાગપુરના મહલ વિસ્તારમાં શિવાજીની પ્રતિમા સામે મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું.

તમને જણાવી દઈએ કે, મહલમાં અશાંતિ બાદ, સીઝ ઓપરેશનમાં ડેપ્યુટી પોલીસ કમિશનર નિકેતન કદમ ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે અન્ય બે પોલીસકર્મીઓ પણ પથ્થરમારાના શિકાર બન્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચિટનીસ પાર્કથી શુક્રાવરી તાલાબ રોડ હિંસાથી સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જ્યાં તોફાનીઓએ કેટલાક ફોર-વ્હીલર વાહનોને આગ ચાંપી દીધી હતી. તેમણે કહ્યું કે લોકોના ઘરો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

પોલીસ કમિશનર રવિન્દ્ર સિંઘલે જણાવ્યું હતું કે શહેરમાં BNSની કલમ 163 (IPCની કલમ 144ની જેમ) લાગુ કરવામાં આવી છે. તે જ સમયે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે 20 પોલીસ ટીમો બનાવવામાં આવી છે.

બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોડી રાત્રે રાજ્ય ભાજપ પ્રમુખ અને કેબિનેટ મંત્રી ચંદ્રશેખર બાવનકુલે સાથે બેઠક યોજી હતી. આ પછી બાવનકુલે નાગપુર જવા રવાના થયા. મુખ્યમંત્રીએ તેમને ઘટનાનો અહેવાલ રજૂ કરવા કહ્યું છે. છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. એ.સી.પી.એ જણાવ્યું હતું કે જિલ્લામાં એક કંપની અને SRPFની બે પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે.

૧૮ માર્ચ, ૨૦૨૫ / મંગળવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ:

આવક ઓછી થવાના કરાણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી-ખાંસી, થાક લાગવાની તરલીફો સહન કરવી પડે. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માન વધારો થાય.

વૃષભ:

આધાત્મિકતા માં વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાળવાનો યોગ બને છે. ભાગ્ય સારૂ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મેળવી જણાય.

મિથુન:

વાહન સુખ મકાન મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શકય બને. માતાની તબિયત માં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્ક:

આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતા જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત શગુ ઓથી સાવઘ રહેવું.

સિંહ:

આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાં ની ખરીદી શકય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શકય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યા:

માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો ‍વધારો તાય. ઉખ્ણવાત ની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો માઇગ્રેન થી પરેશાની વધે. માતાની તબિયત ની કાળજી રાખવી અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલા;

સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે, ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણયા. માતૃપક્ષ તરફી ‌ચિંતા રહે. પ‌રિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થય અંગેની સુખાકારી જળવાય.

વૃ‌શ્ચિક;

આજે આપના ‌‌મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. ‌મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પ‌રિવારમાં સુખ-શાં‌તિ સમૃ‌ધ્ધિ જળવાય. સ્થાવર જંગમ ‌મિલકત થી લાભ મેળવી શકાય.

ધન:

નોકરી ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકર:

આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. પ‌રિવાર માં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પ‌રિણામે નાણામાં વૃ‌ધ્ધિ થાય.

કુંભ‌‌:

દિવસ દરમ્યાન માન‌સિક પ‌રિતાપ રહે. નકારાત્મક ‌વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પ‌‌રિણામે ‌‌જેવા ‌વિચારો તેવું ફળ પ્રાપ્ત થાય. આથી હકારાત્મક ‌વિચારો કરવાની સલાહ છે. નોકરી ધંધામાં ‌દિવસ શાં‌તિથી પસાર કરી દેવો.

મીન:

શંખચલ્લી જેવા ‌વિચારો ટાળવા. મીઠાઇ-ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વા‌ણિજય, દુરસંચાર જળ આધા‌‌રિત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી રબ્બરના વેપાળ વાળાને લાભ, પ‌ત્નિ સાથે પ્રેમ જળવાળે. આરોગ્ય સારૂં રહેશે. આંખની કાળજી રાખવી.

અમદાવાદની તંદૂર હોટલમાં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો

0

અમદાવાદ એરપોર્ટ પાસે તંદૂર હોસ્પિટલમાંથી 22 વર્ષીય નસરીનબાનુની લાશ મળી આવતા ચકચારી મચી હતી. યુવતીની લાશ મળી ત્યારથી પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ કેસને લઈને હોટેલના તમામ સીસીટીવી ચકાસ્યા હતાં જેમાં તેમની નસરીનનો હત્યારો મળી ગયો છે. પોલીસે હાલ આ મામલે શંકાના આધારે ચિંતન વાઘેલા નામના યુવકની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ચિંતન વાઘેલા નામનો યુવક નસરીનબાનુ સાથે રૂમમાં ગયો હતો. ત્યારબાદ યુવક એકલો ત્યાંથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ રૂમમાં કોઈ પ્રવેશ્યુ હોય તેવું જણાતું નથી. બાદમાં નસરીન મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસનું માનવું છે કે, ચિંતને નસરીનને ગળે ટૂંપો આપી હત્યા કરી હશે. બાદમાં તે આણંદ તરફ ભાગ્યો હોવાનું જાણ થતાં પોલીસે તાત્કાલિક ધોરણે તેને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર ઘટના?

મૂળ ઉત્તર પ્રદેશના કાજીપુર સંત કબીર નગરની રહેવાસી અને હાલ રામોલની રહેવાસી 23 વર્ષીય નસરીનબાનુ ફિરોજ અખ્તરભાઈ અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂટ કોર્ટમાં નોકરી કરતી હતી. રવિવારે (16 માર્ચ) બપોરે એરપોર્ટ પોલીસને એરપોર્ટ નજીક હાસોલ ચોકી સામે હોટેલ તંદુરના રૂમમાંથી તેની લાશ મળી હોવાની જાણ થઈ હતી. આ બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોટેલ ઉપર પહોંચી ગયા હતા અને હોટેલના સીસીટીવી ફૂટેજ અને FSLની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે ‘ચંદ્રયાન-5’ મિશન ને આપી મંજૂરી, ISRO પ્રમુખે કરી જાહેરાત

કેન્દ્ર સરકારે મહત્વાકાંક્ષી ‘ચંદ્રયાન-5 મિશન’ને મંજૂરી આપી દીધી છે. આ મિશન હેઠળ ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામ વજનનું રોવર મોકલવામાં આવશે. ઈસરોના અધ્યક્ષ વી. નારાયણને આ સમાચારની પુષ્ટી કરી અને કહ્યું કે આ મિશન જાપાનના સહયોગથી હાથ ધરવામાં આવશે. રવિવારે એક સન્માન સમારોહમાં બોલતા ISROના વડાએ કહ્યું કે ચંદ્રયાન-5 ને તાજેતરમાં જ લીલી ઝંડી આપવામાં આવી છે.

ઈસરોએ ચંદ્રયાન-3 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું, જેમાં લેન્ડર ‘વિક્રમ’ એ 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ‘સોફ્ટ લેન્ડિંગ’ કર્યું હતું. આ ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ હતી, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.

અગાઉ ઇસરો ‘ચંદ્રયાન-4’ મિશન પર પણ કામ કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય ચંદ્ર પરથી માટી અને ખડકોના નમૂના લાવવાનો છે. અહેવાલો અનુસાર, તેને 2027માં લોન્ચ કરવામાં આવી શકે છે. ચંદ્રયાન મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી અને ત્યાં હાજર ખનિજોનો અભ્યાસ કરવાનો છે. ઈસરોના વૈજ્ઞાનિકો આ દિશામાં સતત કામ કરી રહ્યા છે અને અવકાશ સંશોધનના ક્ષેત્રમાં ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. ચંદ્રયાન-5 મિશનની જાહેરાત પછી દેશભરના વૈજ્ઞાનિક સમુદાયમાં ઉત્સાહ છે અને હવે બધાની નજર આ નવા મિશન પર ટકેલી છે.

“કાયદામાં રહેજો, નહીં તો ભોગવવું પડશે!” ગૃહમંત્રી હર્ષ સંઘવીના આકરા તેવર, ગુનેગારોને ચેતવણી

0

ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુંડાતત્વોને ચેતવણી આપી છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો. ગૃહમંત્રીએ ખૂંખાર ગુંડાઓને ઉદેશીને ચીમકી ઉચ્ચારી છે કે સુધરી જાઓ નહીંતર.. વધુ કડક કાયદાનો સામનો કરવો તૈયારી રહેજો. અમદાવાદની ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલ એકશનમાં આવ્યા છે. આજે સાંજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળશે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના લો એન્ડ ઓર્ડરને લઇને મહત્વની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાય હાજર રહેશે. આ ઉપરાંત તમામ જિલ્લાના IG, પોલીસ કમિશ્નર અને SP પણ બેઠકમાં પણ હાજર રહેશે. એક પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના આકરા તેવર જોવા મળ્યા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્ણાટક સરકારના નિર્ણયની ટીકા કરી. વધુમાં તેમણે કહ્યું કે આખરે કર્ણાટકની કોંગ્રેસ સરકારની માનસિકતા છતી થઈ છે. કર્ણાટક સરકાર ચોક્કસ સમાજને લાભ કરાવવા માટે બિલ લાવી. સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લીમનોને અનામત અપાયું છે. કર્ણાટકની કોંગ્રેસ સરકાર જે બિલ લાવી છે તેનાથી અનેક લોકોને અન્યાય થશે.હું કર્ણાટક સરકારના નિર્ણયને વખોડુ છું.

આ ઉપરાંત, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્ણાટક સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા એક બિલ અંગે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં જે બિલ પસાર કરવામાં આવ્યું છે તે તેમની માનસિકતાને સ્પષ્ટપણે દર્શાવે છે. તેમણે આ નિર્ણયને નિમ્ન કક્ષાનો ગણાવતા કહ્યું હતું કે દેશના કોઈપણ રાજ્યમાં પહેલીવાર સરકારી ટેન્ડરમાં મુસ્લિમ સમાજને 4 ટકાનું રિઝર્વેશન આપવામાં આવ્યું છે. સંઘવીએ કર્ણાટક સરકાર પર વિવિધ ચૂંટણીઓમાં આપેલા વચનો પૂરા કરવા માટે સરકાર પાસે નાણાં ન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કર્ણાટક સરકારના આ નિર્ણયને વખોડ્યો હતો અને ભગવાન તેમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

ગોધરા કાંડ અંગે લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં પીએમ મોદીએ શું કહ્યું ?

0

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રસિદ્ધ પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટમાં ગુજરાતના ગોધરા કાંડ અંગે મહત્ત્વના ખુલાસા કર્યાં હતા. 3 કલાકના આ પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રશ્નોનો અંગે ખાસ ચર્ચાઓ કરી હતી. 2002માં થયેલા ગોધરાકાંડ વિશે પણ પીએમ મોદીએ ચર્ચા કરી હતી. જ્યારે આ અંગે લેક્સ ફ્રિડમેને પીએમ મોદીને અનેક બાબતના ધારદાર સવાલો કર્યા ત્યારે વડા પ્રધાને તેનો જવાબ પણ શાનદાર આપ્યો હતો.

પીએમ મોદીએ તે સમયની કેન્દ્ર સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, “તે સમયે કેન્દ્રમાં વિપક્ષની સરકાર હતી અને તેમણે ગુજરાત રમખાણો દરમિયાન અમારી સામેના ખોટા કેસોમાં અમને સજા કરાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.” જો કે, તેમણે ઉમેર્યું કે તેમના તમામ પ્રયત્નો છતાં, ભારતના ન્યાયતંત્રએ સમગ્ર ઘટનાનું ખૂબ જ વિગતવાર વિશ્લેષણ કર્યું અને ત્યારબાદ આરોપીઓને કાયદેસરની સજા થઈ છે.

2002ના રમખાણો પહેલાની પરિસ્થિતિ વર્ણવતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “તમે 2002ના રમખાણો વિશે વાત કરો તે પહેલાં, હું તમને એ સમયની પરિસ્થિતિનો યોગ્ય ખ્યાલ આપવા માટે પાછલા વર્ષોની કેટલીક ઘટનાઓ યાદ કરાવવા માંગુ છું. 24 ડિસેમ્બર 1999ના રોજ કાઠમંડુથી દિલ્હી જતું વિમાન હાઇજેક કરીને કંદહાર લઈ જવામાં આવ્યું હતું. વર્ષ 2000માં લાલ કિલ્લા પર આતંકવાદી હુમલો થયો હતો અને ઓક્ટોબર 2001માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર આતંકવાદી હુમલો થયો હતો.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુલ્લડના કારણની વાત કરતા કહ્યું કે, ટ્રેનમાં આગની ઘટનાએ કેટલાક લોકોએ હિંસા માટે પ્રેરિત કર્યા હતાં. કેન્દ્રમાં સત્તામાં રહેલા વિપક્ષે અમારી સરકાર પર આરોપો લગાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોર્ટે પરિસ્થિતિ જોઈ અને અમને નિર્દોષ જાહેર કર્યા. અમારા રાજકીય વિરોધીઓ ઇચ્છતા હતા કે અમારા પરના આરોપો સાચા સાબિત થાય. જે લોકો જવાબદાર હતા તેમને કોર્ટમાંથી ન્યાય મળ્યો.