Home Blog Page 506

૩ એપ્રિલ, ૨૦૨૫ / ગુરુવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

‌િદવસ દરમ્યાન નવી શકિતનો સંચાર થતો જણાય. આવકનું પાસું મજબૂત બને. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

વૃષભઃ

કાર્યક્ષેત્રે આગેવાન થવાની વૃત્તિ પેદા થાય. અભિમાન વધતું જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમીકલના ધંધામાં વિશેષ લાભ. આવક જળવાય. પત્નિ સાથે સંબંધમાં મધુરતાનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ

સ્વાભાવમાં જીદ્દી પણું વઘતું જણાય. આવકનું પ્રમાણ જળવાય પરંતુ ખર્ચ પણ વધતો જણાય. શરદી ખાંસીની તકલીફ રહે. મિત્રો તથા સંતાનો સાથે ઉગ્રતા ટાળવી. સ્વાસ્થ્ય સારૂ રહે.

કર્કઃ

સ્વભાવમાં ભાવનાત્મતા નું પ્રમાણ વધે. નવા વસ્ત્રો ખરીદ કરવાના યોગ બને ચે. નાના ભાઇ બહેનો પ્રગતિ થી આનંદ. વાહન સુખ મિલકત સુખમાં વૃધ્ધિ નાણાંકીય, વ્યવહારોમાં લાભ.

સિંહઃ

નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. અગત્યના નિર્ણયો ફાયદા કરાક પૂરવાર થતા જણાય. સંતાનની પ્રગતિ થી હર્ષ. આવક જળવાય. કાર્યક્ષેત્રે ભાગ્યનો સાથ મલે.

કન્યાઃ

વાણીમાં મીઠાશ જળવાય. આવકનું પ્રમાણ જળવાય. દગા-ફટકાથી સાચવવું. સ્થાવર જંગમ મિલકત અંગે લાભ ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. લોહી થી થતા રોગોથી સાચવવું.

તુલાઃ

ઘંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લઇ શકાય. ખોટંુ લાગે અેવા પ્રસંગનું નિર્માણ થાય. પરિવારમાં લાગણી ભરેલા સંબંધો જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ

જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકો. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળૈ છે. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાવચેતી જરૂરી. હરીફાને શીકસ્ત આપી શકો.

ધનઃ

વિચારવાયુંનું પ્રમાણ વધે. ધાર્મિક સંગઠન માં સામેલ થઇ શકાય. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. ભાગ્યોનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યસિધ્ધિ શકય બને.

મકરઃ

સ્ત્રીવર્ગથી સફળતા મળતી જણાય. અગત્યના નાણાંકીય નિર્ણયો ટાળવા. પરિવારમાં ઉદાસીનતા વર્તાય. સંતાન સુખમાં વૃ‌ધ્ધિ થતી જણાય. પડવા વાગવા થી સાચવવું. મિત્રોનો સાથ મળવી શકાય.

કુંભઃ

જીવનસાથી સાથે મતભેદ ટાળવા. હકારાત્મક વિચારો કરવા હિતાવહ છે. લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. વાહન સુખ-મિલકત સુખમાં વધારો થતો જણાય. માતૃસુખ-પિતુસુખમાં વધારો થતો જણાય.

મીનઃ

ખોટા ખર્ચ ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય બળવાન બને છે. નાના યાત્રા-પ્રવાસ ના યોગ બને છે. નોકરીમાં બઠતી બદલી સંભવ, વૈવાહિક જીવનમાં આનંદ. સાંઘાના દુઃખાવાથી સાચવવું.

રાંચીમાં ભાજપ નેતા અનિલ ટાઈગરની ગોળી મારીને હત્યા, જાણો

0

ઝારખંડની રાજધાની રાંચીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયતનાં સભ્ય અનિલ ટાઈગરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના બુધવારે સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી. ધોળા દિવસે બનેલી આ ઘટનાને કારણે ભીડભાડવાળા કાંકે ચોકમાં દોડધામ મચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ઝારખંડના પાટનગર રાંચીના કાંકે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજે ચારેક વાગ્યા આસપાસ અજાણ્યા શખ્સોએ ભૂતપૂર્વ જિલ્લા પંચાયતનાં સભ્ય અનિલ ટાઇગરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની વધુ તપાસ શરૂ કરી હતી.

ગોળીબારની ઘટના બાદ સ્થાનિક લોકોએ કાંકે ચોકને બ્લોક કરી દીધો હતો. લોકોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. કાંકે ચોક પર આટલી મોટી ભીડ હોવા છતાં, ગુનેગારોએ ઘટનાને અંજામ આપ્યો. તેની હત્યા શા માટે કરવામાં આવી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ભાજપના પ્રદેશ પ્રમુખ બાબુલાલ મરાંડીએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “ભાજપ રાંચી ગ્રામીણ જિલ્લા મહામંત્રી અને ભૂતપૂર્વ જિલ્લા પરિષદ સભ્ય અનિલ ટાઇગરને ગુનેગારો દ્વારા ગોળી મારવાના સમાચારથી હું આઘાત પામ્યો છું. ગુનેગારો નિર્ભયતાથી જનપ્રતિનિધિઓ પર હુમલો કરી રહ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે, જ્યાં ન તો જનપ્રતિનિધિઓ સુરક્ષિત છે કે ન તો સામાન્ય નાગરિકો.

દરિયાઈ દાણચોરી સામે INS તરકશની મોટી સફળતા, હિન્દ મહાસાગરમાં 2,500 કિલો ડ્રગ્સ જપ્ત

0

ભારતીય નૌકાદળના ફ્રન્ટલાઈન ફ્રિગેટ INS તરકશે પશ્ચિમ હિંદ મહાસાગરમાં મોટી સફળતા મેળવી છે. નૌકાદળે 2,500 કિલોથી વધુ માદક દ્રવ્યોની દાણચોરીને અટકાવી છે. આ પ્રવૃત્તિ દરિયાઈ સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતાને મજબૂત બનાવવાના ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. INS તરકશે તેની અદ્યતન ક્ષમતાઓ અને ઝડપથી પ્રતિક્રિયા આપવાની ક્ષમતા દ્વારા આ કામગીરીને સફળ બનાવી.

INS તરકશ જાન્યુઆરી 2025થી પશ્ચિમ હિંદ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષા માટે તૈનાત છે અને કમ્બાઈન્ડ ટાસ્ક ફોર્સ (CTF) 150 સાથે સંકળાયેલું છે. આ ટાસ્ક ફોર્સ કમ્બાઈન્ડ મેરીટાઇમ ફોર્સ (CMF)નો ભાગ છે, જે બહેરીનમાં સ્થિત છે. ઓપરેશન એન્જેક ટાઈગર હેઠળ, INS તરકશને શંકાસ્પદ જહાજોની ગતિવિધિઓ અંગે ભારતીય નૌકાદળના P8I વિમાન તરફથી મહત્વપૂર્ણ માહિતી મળી.

INS તરકશે બોર્ડિંગ ટીમ અને મરીન કમાન્ડોઝની મદદથી શંકાસ્પદ જહાજ પર કાર્યવાહી કરી. શોધખોળ દરમિયાન, વિવિધ કાર્ગો હોલ્ડમાં સંગ્રહિત 2,386 કિલો હશીશ અને 121 કિલો હેરોઈન મળી આવ્યું. જપ્ત કરાયેલા માદક દ્રવ્યોની કિંમત બજારમાં અબજો રૂપિયાની ગણવામાં આવે છે.

આ કામગીરી માત્ર ભારતીય નૌકાદળની સતર્કતા દર્શાવતી નથી, પણ દરિયાઈ ગુનાઓ સામેના લડતમાં દેશની પ્રતિબદ્ધતાને પણ સ્પષ્ટ કરે છે. INS તરકશના સાહસથી, નશો અને ગેરકાયદેસર તસ્કરી પર નિયંત્રણ લાવવા માટે નૌકાદળનો મહત્વપૂર્ણ ફાળો વધુ મજબૂત થયો છે.

બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 4 લોકોનાં મોત

બનાસકાંઠામાં એક ગોઝારી ઘટના બની છે. થરાદ નજીક દેવપુરા ગામ પાસે નર્મદા મુખ્ય કેનાલમાં એક કાર ખાબકવાની દુર્ઘટનામાં ત્રણ બાળકો અને એક પુરુષના સહિત 4 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે નગરપાલિકાની ટીમ અને ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને લાશોને કેનાલમાંથી બહાર કાઢ્યા છે, જ્યારે એક મહિલાની શોધખોળ હજુ પણ ચાલુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કાર નર્મદા મુખ્ય કેનાલમાં ખાબકી હતી. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા, જેમાં ત્રણ બાળકો અને એક પુરુષની લાશ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી છે. એક મહિલા હજુ પણ ગુમ છે અને ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે

રામ નવમી રેલી માટે પોલીસ દ્વારા સુરક્ષા માટે ડ્રોન સર્વેલન્સ શરૂ

રામ નવમીનો તહેવાર નજીક આવતાં સુરત પોલીસે શહેરમાં કોમી સૌહાર્દ જળવાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે. 6 એપ્રિલ, 2025ના રોજ રામ નવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ભીડભાડવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા મજબૂત કરવા માટે ડ્રોન પેટ્રોલિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઉધના પોલીસે ખાસ કરીને ઉધના રેલવે સ્ટેશન પર ડ્રોન સર્વેલન્સ શરૂ કર્યું છે, જ્યાં હજારો મુસાફરોની સતત અવરજવર રહે છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગડબડ ન થાય તે માટે પોલીસે અદ્યતન ટેકનોલોજીનો સહારો લીધો છે. ડ્રોનની મદદથી સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ પગલું ભક્તોને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવામાં મદદ કરશે. રામ નવમીના દિવસે સુરતમાં વિવિધ સંગઠનો દ્વારા રેલીઓનું આયોજન કરવામાં આવે છે.

આ રેલીઓના રૂટ પર સુરક્ષા મજબૂત કરવા પોલીસે ડ્રોન સર્વેલન્સની સાથે ગ્રાઉન્ડ પેટ્રોલિંગ પણ હાથ ધર્યું છે. ખાસ કરીને સંવેદનશીલ સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ દળ સતત મોનીટરીંગ કરી રહ્યું છે. ઉધના રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેથી રેલી દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય.

મુંબઈથી દુબઈ 2 કલાકમાં? જાણો પાણીની અંદર હાઇ-સ્પીડ રેલ કોરિડોર વિશે

મુંબઈ અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના દુબઈ પાસે આવેલા ફુજિરાહ વચ્ચે અન્ડરવોટર રેલવે ટનલ બાંધીને બેઉ શહેરો વચ્ચે રેલવે-સર્વિસ શરૂ કરવાની યોજના UAEના નેશનલ એડ્વાઇઝર બ્યુરો લિમિટેડ દ્વારા થોડાં વર્ષો પહેલાં તૈયાર કરવામાં આવી હતી, પણ આ પ્રોજેક્ટ પર એ પછી કોઈ અપડેટ આવી નથી. હાલમાં આ કંપનીએ આ રેલવે અન્ડરવોટર ટનલ કેવી દેખાશે અને કેવી રીતે માત્ર બે કલાકમાં આ પ્રવાસ પૂરો કરશે એનો વિડિયો યુટ્યુબ પર મૂક્યો છે.

અહેવાલો અનુસાર, આ પ્રોજેક્ટ 2030 સુધીમાં પૂરો થવાની ધારણા રાખવામાં આવી છે અને એ સફળ રીતે અમલી બને તો પાણીની નીચેથી મુંબઈથી દુબઈનો પ્રવાસ કરવાનો ઉમંગ અનેરો થશે. દુબઈ અને મુંબઈ વચ્ચે 1,200 માઇલ (આશરે 2,000 કિમી) લાંબી પાણીની અંદરની ટ્રેન બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

UAEના સંબંધિત પદાધિકારીઓના દાવા મુજબ આ દુબઇ અને મુંબઇ અંડરવોટર રેલ નેટવર્કથી માત્ર UAE અને ભારત જ નહીં, પણ અન્ય દેશોને પણ ફાયદો થશે. બ્યુરોના વડા અબદુલ્લા અલશેહીએ કહ્યું હતું કે અમે ભારતના મુંબઇને દુબઇના ફુજૈરાહ સાથે દરિયા હેઠળ અલ્ટ્રા-હાઇ-સ્પીડ રેલ નેટવર્ક વડે જોડવા માગીએ છીએ. આનાથી વેપારને વેગ મળશે.

  • અહીં કેટલીક મુખ્ય વિગતો છે:
  • અહેવાલો અનુસાર, આ ટ્રેનની ગતિ 600 થી 1000 કિમી/કલાકની વચ્ચે હશે.
  • મુંબઈથી દુબઈની સફર માત્ર 2 કલાકમાં પૂર્ણ થશે.
  • આ પાણીની અંદર ટ્રેન પ્રોજેક્ટ સસ્તો નહીં હોય અને તેના માટે અબજો ડોલરના રોકાણની જરૂર પડશે.
  • આ ટ્રેન માત્ર મુસાફરોની સુવિધામાં વધારો કરશે નહીં પરંતુ દુબઈથી ભારત સુધી ક્રૂડ ઓઇલ અને અન્ય માલસામાનના પરિવહન માટે એક નવો માર્ગ પણ બનાવશે.
  • આ પ્રોજેક્ટ પર હાલમાં ચર્ચા ચાલી રહી છે. જોકે, જો તેને મંજૂરી મળી જાય તો તેને 2030 સુધીમાં પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે.
  • આ ટ્રેન હવાઈ સેવાઓને સખત સ્પર્ધા આપશે. આ ટ્રેન શરૂ થયા પછી, બંને દેશો વચ્ચે મુસાફરી અત્યંત સરળ બનશે. લોકો ફક્ત 2 કલાકમાં એક દેશથી બીજા દેશમાં પહોંચી શકશે

ભૂપેશ બઘેલની મુશ્કેલીઓમાં વધી, 6000 કરોડના કૌભાંડમાં CBIએ આરોપી બનાવ્યા

0

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનેએ મહાદેવ એપ કૌભાંડમાં તેમને આરોપી બનાવ્યા છે અને તેમની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મહાદેવ બેટિંગ એપના રૂ. 6000 કરોડના ઓનલાઈન સટ્ટા કૌભાંડથી જોડાયેલા કેસમાં CBIએ બઘેલનું નામ FIRમાં સામેલ કર્યું છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે એક અઠવાડિયા પહેલાં એજન્સીએ ચાર રાજ્યોમાં 60 સ્થાનો પર દરોડા પાડ્યા હતા. જેમાં બઘલેના નિવાસસ્થાન, અમુક અમલદાર અને પોલીસ અધિકારીઓનાં ઘર સામેલ હતાં. તેમને છ નંબરના આરોપી બનાવ્યા છે.

FIRમાં કહેવામાં આવ્યું છે કે મહાદેવ બુક એપના માલિકોએ પોલીસ અધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓને પ્રોટેક્શન મની તરીકે મોટી રકમ આપી. જેથી તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓ વિરુદ્ધ એક્શન લેવામાં ન આવે. આ રૂપિયા હવાલા દ્વારા પોલીસ અને તંત્રના અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતા હતા અને પછી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓ સુધી પહોંચાડતા હતા. આ રીતે ઘણા પોલીસ અને તંત્રના અધિકારીઓએ પોતાને ફાયદો પહોંચાડવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો. એજન્સીએ 18 ડિસેમ્બર 2024એ આ મામલે એફઆઇઆર નોંધાવી હતી.

મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવવામાં આવી હતી. તેની પર યુઝર્સ પોકર જેવા કાર્ડ ગેમ્સ અને અન્ય ગેમ રમી શકતાં હતાં. આ એપ દ્વારા ક્રિકેટ, ફુટબોલ, બેડમિન્ટન, ટેનિસ, જેવી રમતોમાં સટ્ટાબાજી પણ કરવામાં આવતી હતી. તેની શરૂઆત 2019એ છત્તીસગઢના ભિલાઈના રહેવાસી સૌરભ ચંદ્રાકારે કરી હતી.

પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં લઇ જવાશે, જાણો

0

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક લથડી છે. તેમનું બ્લડ સુગર લેવલ વધતા તબિયત બગડી છે. જ્યારે તેમની પ્રાથમિક સારવાર ડોકટરે તેમને દિલ્હી જવાની સલાહ આપી છે. જેના પગલ લાલુ યાદવે દિલ્હી લઈ જવાશે. તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવશે. જેમા મળતી માહિતી મુજબ લાલુ પ્રસાદ યાદવ છેલ્લા બે દિવસથી બીમાર હતા. જ્યારે આજે સવારથી તેમની તબિયત વધુ બગડી ગઈ છે.

લાલુ પ્રસાદ યાદવને ગયા વર્ષે જુલાઈમાં દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક બીમારીઓની સારવાર કરાવી છે, જેમાં 2022 માં સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. 2022માં, લાલુને કિડનીની બીમારી હોવાનું નિદાન થયું હતું. તેમની કિડનીનો માત્ર 25 ટકા ભાગ યોગ્ય રીતે કામ કરી રહ્યો હતો.

ડૉક્ટરોએ લાલુ પ્રસાદ યાદવને ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી, ત્યારબાદ સિંગાપોરમાં રહેતી તેમની દીકરી રાહિની આચાર્યએ તેની એક કિડની પિતાને દાન કરી. 5 ડિસેમ્બર 2022ના રોજ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

વકફ સુધારા બિલ પર લોકસભામાં ચર્ચા શરૂ, વિપક્ષનો હોબાળો, જાણો કિરેન રિજિજુએ શું કહ્યું

0

વકફ સુધારા બિલ પર લોકસભામાં ચર્ચા શરૂ. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુ તેને પ્રશ્નકાળ પછી બપોરે 12 વાગ્યે ગૃહમાં ચર્ચા માટે રજૂ કરશે. સ્પીકર ઓમ બિરલાએ બિલ પર ચર્ચા માટે 8 કલાકનો સમય નક્કી કર્યો છે. તેમાંથી NDAને 4 કલાક 40 મિનિટનો સમય આપવામાં આવ્યો છે, જ્યારે વિપક્ષને બાકીનો સમય મળ્યો છે.

ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને નીતિશ કુમારની જનતા દળ યુનાઈટેડ (JDU)એ બિલને સમર્થન જાહેર કર્યું છે. બંને પક્ષોએ પોતાના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ પણ જાહેર કર્યો છે.

કિરેન રિજિજુએ કહ્યું કે મુસ્લિમોમાં પણ જેઓ વકફ હેઠળ તેમની મિલકતનું સંચાલન કરવા માગે છે તેમનું સ્વાગત છે. જો કોઈ વ્યક્તિ ટ્રસ્ટ દ્વારા પોતાની મિલકતનું સંચાલન કરવા માંગે છે તો તેને તેમ કરવાની છૂટ છે.

તમારા ટ્રસ્ટનું સંચાલન ચેરિટી કમિશનર દ્વારા કરવામાં આવે છે. તમે કેવી રીતે કહી શકો કે કમિશનર મારી જાતિનો હોવો જોઈએ? તેવી જ રીતે, આપણે કેવી રીતે કહી શકીએ કે વક્ફ બોર્ડમાં ફક્ત મુસ્લિમો જ હશે. આનો ધાર્મિક વ્યવસ્થા સાથે કોઈ સંબંધ નથી. 2013 પછી, અમે કેટલાક ફેરફારો કર્યા. કેટલાકે શંકા વ્યક્ત કરી હતી. કેટલાકે કહ્યું કે સરકાર મસ્જિદ અને દરગાહને છીનવી લેશે. અમે મુસ્લિમોની સંપત્તિ છીનવી લઈશું.

રિજિજુએ લોકસભામાં જણાવ્યું હતું કે દેશમાં હાલમાં 8.72 લાખ વકફ મિલકતો છે. જો આપણે તેનો યોગ્ય ઉપયોગ કરીશું, તો માત્ર મુસ્લિમોનું ભાગ્ય જ નહીં પરંતુ દેશનું ભાગ્ય બદલાઈ જશે. હું જમ્મુ અને કાશ્મીર ગયો, એક મહિલા વક્ફ બોર્ડના અધ્યક્ષ બન્યા. તેમણે કહ્યું કે અગાઉ આવક અને તેના રેકોર્ડ માટે કોઈ સિસ્ટમ નહોતી. તેમના આગમન પછી, આવક 40 કરોડ રૂપિયા થઈ ગઈ. હઝરતબલ દરગાહમાં સમારકામ અને નવીનીકરણનું કામ પણ ચાલી રહ્યું છે.

વક્ફ સુધારા બિલમાં ઘણા સુધારાઓની ભલામણ કરવામાં આવી હતી, અમે તેમને બિલમાં સામેલ કર્યા. સંસદીય સમિતિઓ વચ્ચે ઘણા મુદ્દાઓ છે. સૂચન નાનું હોય તો પણ અમે તેનો સમાવેશ કર્યો છે. આ બધી વ્યવસ્થા જોયા પછી, દરેકના મનમાં આશા જાગશે. એક નવી સવાર આવવાની છે.

ગૌરવ ગોગોઈએ કહ્યું- આ બિલ બંધારણના મૂળભૂત માળખા પર હુમલો છે

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે 2013માં યુપીએ સરકાર વિશે તેમણે જે કંઈ કહ્યું તે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારું અને જૂઠાણું છે. તેમણે આરોપો લગાવ્યા અને ભ્રમ ફેલાવ્યો. હું એ પણ ભાગ્યશાળી છું કે ગયા ગૃહમાં મેં અયોધ્યા રામ મંદિર પર મારા પક્ષનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. આજે હું વિપક્ષ વતી વક્ફ બિલ પર મારો વિચાર રજૂ કરી રહ્યો છું. બંને કિસ્સાઓમાં ફક્ત એક જ માર્ગદર્શક છે. ભારતનું બંધારણ.

બંધારણ કહે છે કે દરેકને સામાજિક, ધાર્મિક અને રાજકીય ન્યાય અને સમાનતા મળવી જોઈએ. આ બિલ બંધારણના મૂળભૂત માળખા પર હુમલો છે. મંત્રીનું આખું ભાષણ સંઘીય માળખા પર હુમલો છે. આ બિલ દ્વારા આ સરકારના 4 ઉદ્દેશ્યો છે. બંધારણને નબળું પાડવું, ભ્રમ ફેલાવવો અને લઘુમતીઓને બદનામ કરવા, ભારતીય સમાજને વિભાજીત કરવો અને ચોથો ઉદ્દેશ્ય લઘુમતીઓને મતાધિકારથી વંચિત રાખવાનો છે.

ફોર્બ્સ અબજોપતિઓની યાદીમાં ભારત 205 અબજોપતિઓ સાથે ત્રીજા ક્રમે, જાણો

0

ભારતે વૈશ્વિક આર્થિક પાવરહાઉસ તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે, ફોર્બ્સની વાર્ષિક અબજોપતિઓની યાદીમાં કુલ 205 અબજોપતિઓ સાથે વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આ ભારતને યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન પછી જ સ્થાન આપે છે. ભારતના અબજોપતિઓની સંયુક્ત સંપત્તિ નોંધપાત્ર રીતે વધીને આશરે $1.1 ટ્રિલિયન થઈ ગઈ છે, જેનું મુખ્ય કારણ શેરબજારમાં તેજી અને આર્થિક સુધારા છે.

વિશ્વભરમાં અબજોપતિઓની સંખ્યા સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે, જેમાં ફોર્બ્સની 2025 અબજોપતિઓની યાદીમાં 3,028 વ્યક્તિઓનો સમાવેશ થાય છે જે ગયા વર્ષ કરતા 247 વધુ છે. તેમની સામૂહિક સંપત્તિ 16.1 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે, જે પાછલા વર્ષ કરતા 2 ટ્રિલિયન ડોલરનો વધારો છે, જે અમેરિકા અને ચીન સિવાયના દરેક રાષ્ટ્રના GDP ને વટાવી ગઈ છે. અબજોપતિઓની સરેરાશ સંપત્તિ હવે 5.3 બિલિયન ડોલર છે.

આ યાદી મુજબ ટેસ્લા અને સ્પેસએક્સના સહ-સ્થાપક ઇલોન મસ્ક વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં પ્રથમ સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 342 બિલિયન ડોલર છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ બીજા નંબરે છે અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ત્રીજા નંબરે છે. આ વર્ષે કુલ 3,028 રોકાણકારો, વારસદારો અને ઉદ્યોગપતિઓએ ફોર્બ્સની વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

ચીન 450 અબજોપતિઓ માટે બીજા ક્રમનો સૌથી મોટો દેશ છે. જેમની સંયુક્ત સંપત્તિ 1.7 ટ્રિલિયન ડોલર છે. જોકે 2024માં બજારમાં કડાકો અને શેરબજારમાં મંદીની ચીનની સંપત્તિ પર નોંધપાત્ર અસર પડી છે. જેના કારણે લગભગ 400 બિલિયન ડોલરનું નુકસાન થયું.

ટિકટોકની પેરેન્ટ કંપની બાયટેન્સના સહ-સ્થાપક ઝાંગ યિમિંગ ચીનના સૌથી અમીર વ્યક્તિ બન્યા. બાયટેન્સે તેના શેર ફરીથી ખરીદ્યા પછી આ વાત સામે આવી છે, જેનાથી કંપનીનું મૂલ્ય 312 બિલિયન ડોલર થયું છે. પરિણામે ઝાંગની વ્યક્તિગત સંપત્તિ આશરે 65.5 બિલિયન ડોલર સુધી વધી ગઈ. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ટિકટોકને અમેરિકન માલિકને વેચવા અથવા યુએસ પ્રતિબંધનો સામનો કરવા માટે 5 એપ્રિલની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2025મા ભારત ત્રીજા ક્રમે છે. જેમા 205 અબજોપતિઓ પાસે 941 અબજ ડોલરની સામૂહિક સંપત્તિ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી 92.5 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. જે પેટ્રોકેમિકલ્સ, તેલ અને ગેસ, ટેલિકોમ, રિટેલ, મીડિયા અને નાણાકીય ક્ષેત્રે કાર્યરત છે.

ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 56.3 બિલિયન ડોલર છે અને તેઓ યાદીમાં 28મા ક્રમે છે. ગૌતમ અદાણી ગ્રુપના ચેરમેન છે. જે પોર્ટ એરપોર્ટ, વીજળી અને ગ્રીન એનર્જી ક્ષેત્રે કામગીરી કરે છે.