Home Blog Page 493

ચૈત્ર નવરાત્રી 2025: ચૈત્ર નવરાત્રી આજથી શરૂ, જાણો ઘટસ્થાપનનું મુહૂર્ત, પૂજા વિધિ અને અષ્ટમી-નવમીની તારીખ

0

હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રી વિશેષ મહત્વ છે. આ પવિત્ર તહેવાર ચૈત્ર શુક્લ પ્રતિપદાથી શરૂ થઈ નવ દિવસ સુધી ચાલે છે. વર્ષ 2025માં, ચૈત્ર નવરાત્રી 30 માર્ચથી શરૂ થઈ 6 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે.

મા દુર્ગાનું હાથી પર આગપૂમન

આ વર્ષે નવરાત્રી રવિવારથી શરૂ થઈ રહી છે, જે અનુસાર મા દુર્ગા હાથી પર સવાર થઈ પૃથ્વી પર પધારશે. ધાર્મિક માન્યતા મુજબ, હાથી પર દુર્ગાના આગમનથી ધન-સંપત્તિમાં વધારો થાય છે અને દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થાય છે.

આવર્તન, ચૈત્ર નવરાત્રીની શરૂઆત આજથી એટલે કે રવિવાર, 30 માર્ચથી થઈ રહી છે. હિન્દુઓના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તેનો સમાપન રામ નવમીના દિવસે થાય છે. ચાલો જાણીએ કે આજે કયા શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન કરી શકાય અને અષ્ટમી તથા નવમી કઈ તારીખે આવે છે.

ઘટસ્થાપનનું મુહૂર્ત (Chaitra Navratri 2025 Ghatasthapana Muhurat)

પંચાંગ મુજબ, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તારીખ આજે એટલે કે 30 માર્ચ છે. તેથી, 30 માર્ચે ઘટસ્થાપનનો સમય સવારે 06:13 વાગ્યાથી 10:22 વાગ્યા સુધી રહેશે. આ સમયે ઘટસ્થાપન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. ઉપરાંત, તમે દોપહોરે 12:01 થી 12:50 વચ્ચે પણ અભિજિત મુહૂર્તમાં ઘટસ્થાપન કરી શકો છો.

ક્યારે છે અષ્ટમી અને નવમી? (Chaitra Navratri Ashtami-Navami Kab Hai)

આ વર્ષે ચૈત્ર નવરાત્રીમાં 8 દિવસ સુધી માતા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. તેથી, 5 એપ્રિલે ચૈત્ર નવરાત્રીની અષ્ટમી તારીખનો પૂજન અને કન્યા પૂજન કરવામાં આવશે. ત્યારબાદ, 6 એપ્રિલે ચૈત્ર નવરાત્રીની નવમી તારીખની પૂજા અને 7 એપ્રિલે રામ નવમીનો ઉત્સવ ઉજવવામાં આવશે.

ચૈત્ર નવરાત્રી પૂજા વિધિ (Chaitra Navratri Puja Vidhi)

1. નવરાત્રીના પહેલા દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન વગેરે કરીને શુદ્ધ વસ્ત્રો પહેરો.

2. પછી ઘરના મંદિર પાસે લાકડાના પટિયાં પર લાલ રંગનું કપડું બિછાવો.

3. હવે આ ચોકી પર માતા દુર્ગાની મૂર્તિ અને તેની બાજુએ ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો.

4. માતાના સમક્ષ માટીના વાસણમાં જૌ વાવો, કારણ કે નવરાત્રી દરમિયાન જૌ વાવવાનું ખાસ મહત્વ છે.

5. હવે માટીના કલશમાં પાણી ભરી, તેના પર નારિયેળ મૂકો અને તેને લાલ ચુંદડીથી બાંધી દો.

6. કલશ પર સ્વસ્તિક બનાવો અને માતાના સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો.

7. માતાને ફળ, ફૂલ, શ્રૃંગાર સામાન વગેરે અર્પિત કરો.

8. પૂજા દરમિયાન ‘ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે’ મંત્રનો જપ કરો.

9. નવરાત્રીના નવ દિવસ માટે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે, તેથી માતાના સમીપ ઘીનો દીવો પ્રગટાવો.

10. દીવો પ્રગટાવતા સમયે તેમાં વપરાતા કપડાના વાટનો લંબાઈનો ખાસ ધ્યાન રાખવો જોઈએ જેથી તે નવ દિવસ સુધી સળગતો રહે.

11. હવે માતાની આરતી કરો અને મંત્રોનો જપ કરો.

12. ત્યારબાદ, માતાને ઘરમાં બનાવેલી દુધની ખીરનો ભોગ લગાવો અને તે પછી તે પ્રસાદ રૂપે ઘરના સભ્યોમાં વિતરો.

૩૦ માર્ચ, ૨૦૨૫ / આ રાશિ માટે રવિવારના દિવશે પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો, આજ દિવસે દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ-

દિવસની શરૂઆત ઉગ્રતાથી થતી જણાય. પરંતુ બપોર બાદ એમાં સુધારો થતો જણાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. બપોર સુધી ખર્ચનું પ્રમાણ વધારે રહે. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે.

વૃષભઃ-

આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. માનસિક શાંતિ રહેશે. પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. સંતાન સુખ સારૂ મળે. વિદ્યાર્થીમિત્રોને નવું જાણવાનો યોગ બને છે. દામ્પત્ય જીવનમાં શાંતિ રહે.‌

મિથુનઃ-

દિવસ દરમ્યાન જીદ્દી પણું વધે. માનસિક અશાંતિ વધે. આકસ્મિક ખર્ચ આવી પડે. નાણાં ફસાઇ જવાની શક્યતા છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ પેદા થાય. બપોર પછી પરિસ્થિતિ સુધરતી જણાય.

કર્કઃ-

દિવસ દરમ્યાન ભાગ્ય સાથ આપતું જણાય. ધાર્મિક કાર્યોનું આયોજન શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. નાણાંકીય વ્યવહારમાં સાવધાની રાખવી. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે.‌

સિંહઃ-

આવકનું પ્રમાણ વધશે પરંતુ માનસિક ઉચાટ પણ રહેશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી-ખાંસી-કફનો ઉપદ્રવ રહે. પરિવારમાં સુખ-શાંતિ વધશે. સંતાન સંબંધી ચિંતા રહે. નકારાત્મક વિચાર ઉપર કાબુ રાખવો.

કન્યાઃ-

આજનો દિવસ આપને માટે આનંદ-દાયક પુરવાર થશે. આવક વધતી જણાશે. પરિવારમાં મનમેળ રહેશે. જીવનસાથીની સફળતાથી આનંદ તથા સંબંધોમાં મધુરતા જળવાશે. આરોગ્ય સારૂ રહેશે.

તુલાઃ-

સાંજ સુધી માનસિક ચિંતા રહેશે. કોઇપણ જાતના નાણાંકીય રોકણમાં સાવધાની રાખવી. સંતાન સાથે ઉગ્રતા ટાળવી. નોકરી-ધંધામાં મન શાંત રાખીને કાર્ય કરવું. માતાની તબિયત સાચવવી. વાહન ચલાવતાં ધ્યાન રાખવું.

વૃ‌શ્ચિકઃ-

ઉત્તમ દિવસ. આત્મબળ વધે. અગત્યના નિર્ણયો મક્કમતાથી લઇ શકાશે. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. ભાઇ-બહેનોની ચિંતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માનમાં વધારો થાય.

ધનઃ-

ગઇ કાલનો અજંપો દુર થાય. નાણાંકીય આવક વધતી જણાય. માતાની તબિયતમાં સુધારો જણાય. ધંધામાં પણ નોંધપાત્ર પ્રગતિ થાય. માન-સન્માન વધે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય.

મકરઃ-

આદ્યાત્મિક પ્રગતિ થાય. બીજાને મદદ કરવાની ભાવના પ્રબળ બને. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. સંતાન સાથે પ્રેમ વધે. નવી બાબતોમાં જાણકારી વધે. સ્વાસ્થ્ય સારૂં રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

કુંભઃ-

આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકની નવી દિશા ખુલતી જણાય. પરિવારમાં સ્નેહ વધે માન-સન્માન વધે. ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાનની તબિયત સંબંધી ચિંતા રહે. ભાગ્ય સાથ આપતું જણાય.

મીનઃ-

મનમાં જાત જાતના વિચારો આવે. શુભ તત્ત્વનો અહેસાસ થાય.પ્રેમ સંબંધો વધે.ધનવાન થવાના યોગ બને. ઝવેરાત-સોનુ-ચાંદી ખરીદ કરી શકાય. ભાગીદારી, દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.

અમદાવાદ: સ્કાય સિટી ટાઉનશીપમાં હુમલો, ધોકા-પાઈપ વડે કર્યો હુમલો, 11 આરોપી ઝડપાયા

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી સ્કાય સિટી ટાઉનશીપમાં ગુરુવારે રાત્રે 11 વાગ્યા આસપાસ 20-25 શખ્સોએ ધોકા અને પાઇપ વડે એક વ્યક્તિ પર ગંભીર હુમલો કર્યો હતો. હુમલામાં ઇસમ ગંભીર રીતે ઘવાયો અને લોહી લુહાણ થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ HD ન્યૂઝના તમામ પ્લેટફોર્મ પર અહેવાલ પ્રસિદ્ધ થયા અને ગણતરીની મિનિટોમાં અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટ સક્રિય થઈ ગયા. તેમણે એલસીબી અને બોપલ પોલીસની ટીમ સાથે તાત્કાલિક કાર્યવાહી કરતા માત્ર એક કલાકની અંદર 11 આરોપીઓને ઝડપી પાડ્યા.

આ બનાવ સ્કાય સિટી ટાઉનશીપની સિક્યુરિટી પર અનેક સવાલો ઉભા કરે છે. જો સિક્યુરિટી ગાર્ડ્સએ પોતાનું કામ સારી રીતે કર્યું હોત તો આ હુમલાને રોકી શકાયો હોત. આ ઘટનાની શરુઆત માત્ર બે લોકો વચ્ચેના વિવાદથી થઈ હતી, જે થોડા જ સમયમાં 20-25 લોકોના જૂથમાં ફેરવાઈ ગયો. ટાઉનશીપની સિક્યુરિટી ત્યાં હાજર હોવા છતાં તેમણે પોલીસને જાણ કરી નહોતી અને જો કે, હુમલો શરૂ થયો ત્યારબાદ પણ 108 એમ્બ્યુલન્સને બોલાવવાનો પ્રયાસ નહોતો કરાયો.

એક કલાકમાં 11 આરોપીઓ ઝડપાયા
અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે આ ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. બોપલ પોલીસ અને એલસીબીની ટીમે માત્ર એક કલાકની અંદર 11 આરોપીઓની ધરપકડ કરી, જેનાથી પોલીસની ઝડપભરી કામગીરી જોઈ શકાય છે. હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ તોફાની હુમલાની ઘટનાને કારણે ટાઉનશીપમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિક રહેવાસીઓએ ટાઉનશીપમાં વધુ સુરક્ષા વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે. સોસાયટીઓના ચેરમેનો અને સેક્રેટરીઓ આ મામલે શું પગલાં લે છે એ જોવાનું રહેશે.

આ ઘટનામાં ઝડપાયેલા આરોપીઓ પર IPCની વિવિધ કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. SP ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે અમદાવાદ ગ્રામીણ પોલીસ સમાજમાં અસામાજિક તત્વોને છૂટ છાટ નહીં આપે અને આવા તોફાનો રોકવા માટે કડક કાર્યવાહી કરશે.

સૈફ અલી ખાન પર હુમલા કેસમાં આરોપી શરીફુલ ઇસ્લામે જામીન માગ્યા

0

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપી શરીફુલ ઇસ્લામ શહજાદે મુંબઈ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. શરીફુલે પોતાના વકીલ દ્વારા દાવો કર્યો હતો કે તેણે કોઈ ગુનો કર્યો નથી અને તેની સામે નોંધાયેલો કેસ ખોટો છે. પોલીસે તેને 19 જાન્યુઆરીએ થાણેથી ધરપકડ કરી હતી.

હાલમાં, આ કેસ બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહ્યો છે, પરંતુ તે મુંબઈ સેશન્સ કોર્ટના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે અને એકવાર પોલીસ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરશે, પછી કેસ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. હાલમાં પોલીસે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, શરીફુલ 16 જાન્યુઆરીની સવારે સૈફના 12મા માળના એપાર્ટમેન્ટમાં ઘૂસી ગયો અને તેના પર છ વાર છરીથી હુમલો કર્યો, પછી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસનું કહેવું છે કે શરીફુલ ચોરીના ઇરાદે સૈફના ઘરમાં ઘુસ્યો હતો. આ દરમિયાન તેણે અભિનેતા અને તેના સ્ટાફ સભ્ય ગીતા પર લાકડાના હથિયાર અને હેક્સા બ્લેડથી હુમલો કર્યો. હુમલા પછી સૈફને પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. આ પછી તેમને 21 જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

શરીફુલને પોલીસે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજના આધારે પકડી લીધો હતો, જેમાં તે સીડી પર જોવા મળ્યો હતો. જોકે, શરીફુલે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે તેમની વિરુદ્ધની એફઆઈઆર નકલી છે અને તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છે.શરીફુલે તેની જામીન અરજીમાં આ વાત કહી હતી.

શરીફુલની જામીન અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પોલીસ પાસે બધા પુરાવા છે અને તેઓ કેસને કોઈપણ રીતે પ્રભાવિત કરી શકતા નથી. હાલમાં, આ કેસ બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહ્યો છે, પરંતુ પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ થયા પછી તેને મુંબઈ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. હાલમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી નથી. શરીફુલના વકીલે કોર્ટમાં તેમને જામીન આપવા માટે અપીલ કરી છે કારણ કે આ કેસ કથિત રીતે કોઈ નક્કર આધાર વિના નોંધવામાં આવ્યો છે.

સુરતના વિવાદિત નેતા ભરત પટેલ BJPમાંથી સસ્પેન્ડ, જાણો

સુરતના લીંબાડા બેઠકના ભાજપ નેતા ભરત પટેલ મુશ્કેલીમાં મુકાયા છે. તેમની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તેમની ધરપકડ પણ કરી લીધી છે. આ મામલે પ્રાંત અધિકારીએ ફરિયાદી બનીને કાર્યવાહી કરી છે. ભરત પટેલ, જેઓ માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય છે, તેમણે બેંકના નકલી લેટર પેડનો ઉપયોગ કરીને બોજા મુક્તિના ખોટા દાખલા રજૂ કર્યા હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલે ભાજપના વિવાદિત નેતા ભરત પટેલ સામે જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખે કાર્યવાહી કરી છે. વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. સુરતના ભાજપના નેતા ભરત પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા ધરપકડ કરવામાં આવી છે. જેમાં પ્રાંત અધિકારીએ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે. ભરત પટેલ માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય છે.

ભરત પટેલે બેન્ક ઓફ બરોડાની અરેઠ માંડવી શાખામાંથી લોન લીધી હતી, છતાં આ આરોપીએ બેન્ક ઓફ બરોડાનો નકલી લેટર પેડ બનાવી 95 લાખનો દાખલો રજૂ કર્યો હતો. જ્યારે માંડવીની નેગામા સેવા સહકારી મંડળીનો 16 લાખનો બોજા મુક્તિનો દાખલો રજૂ કર્યો હતો. આ મામલે માંગરોળ મામલતદાર ચકાસણી કરતાં દાખલો ખોટો હોવાનું પુરવાર થયું હતું. જેથી આ મામલે પ્રાંત અધિકારીએ જાતે ફરિયાદી બનીને કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા ભરત પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

1 એપ્રિલથી હોટેલમાં રહેઠાણ અને ભોજન થશે મોંઘું, જીએસટી રેટમાં વધારો

0

1 એપ્રિલથી હોટલમાં રોકાવું અને જમવા માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે. ન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ કહ્યુંકે, એક નાણાકીય વર્ષમાં કોઇ પણ સમયે દૈનિક 7500 રૂપિયા થી વધારે રૂમ ભાડું વસૂલનાર હોટલને આગામી વર્થ માટે સ્પેસિફાઇડ પરિસર માનવામાં આવશે. આવા પરિસરની અંદર જ આપવામાં આવતી રેસ્ટોરન્ટ સર્વિસ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે 18 ટકા જીએસટી લાગુ પડશે. 1 એપ્રિલ, 2025થી આવા રેસ્ટોરેન્ટ જે હોટેલની અંદર ચાલે છે, તેની ટેક્સેબિલિટી ટ્રાન્ઝેક્શનલ વેલ્યૂ કે સપ્લાયની વેલ્યૂ પર આધારિત હશે.

તે હાલના ડિક્લેયર્ડ ટેરિફ સિસ્ટમનું સ્થાન લેશે. ડિક્લેયર્ડ ટેરિફ સિસ્ટમમાં રહેવા માટે ભાડા પર આવેલી જગ્યા પર આવપામાં આવતી તમામ સુવિધા માટે ચાર્જિસ સામેલ છે, જેમ કે ફર્નિચર, એસી, રિફ્રિજરેટ કે અન્ય સુવિધાઓ. CBIC સ્પેસિફાઇડ પરિસરમાં આપવામાં આવતી રેસ્ટોરેન્ટ્સ સર્વિસ ટોપિક પર જારી કરેલા FAQ માં આ વાત જણાવી છે.

CBIC મુજબ, રેસ્ટોરેન્ટ સર્વિસ ધરાવતી આવી હોટેલ જેનું રૂમ ભાડું પાછલા વર્ષમાં 7500 રૂપિયા દૈનિકથી વધારે હતું, તેની અંદર આપવામાં આવતી રેસ્ટોરેન્ટ સર્વિસ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાતે 18 ટકા જીએસટી લાગુ થશે. અલબત્ત એવી હોટેલ જેનું રૂમ ભાડું પાછલા વર્ષમાં 7500 રૂપિયાથી વધારે નથી, તેની અંદર રેસ્ટોરેન્ટ સર્વિસ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગર 5 ટકા જીએસટા લાગુ થશે.

સુરતમાં મોકડ્રિલ વચ્ચે લાગી મોટી આગ, 11 લોકોને રેસ્કયૂ કરી બચાવ્યા

સુરતમાં NSG કમાન્ડોની મોકડ્રિલ અલગ અલગ જગ્યાએ ચાલી રહી છે. ત્યારે અલથાણ ભીડરાડ રોડ ઉપર આવેલ ખાનગી કોમ્પલેક્ષના હોટલમાં NSG કમાન્ડો રોકાયા હતા. ત્યાં મોડી રાતે તે કોમ્પ્લેક્સના હોટલમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આશરે 160 જેટલા NSG કમાન્ડો હોટલમાં રોકાયા હતાં.

ફાયરની 10 જેટલી ગાડીઓ બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં 10 લોકોનું ફાયરના જવાનોએ રેસ્ક્યું કર્યું હતું. ફાયરના જવાનોએ પાણીનો મારો ચાલવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. NSG કમાન્ડો અને તેઓના હથિયાર પણ સહી સલામત છે. આગ લાગવાનું કારણ એકબંધ રહેવા પામ્યું છે.

સુરતમાં ફાયર વિભાગ મોકડ્રિલ કરી રહ્યું હતુ તે દરમિયાન બિલ્ડિંગમાં પ્રંચડ બ્લાસ્ટ થયો અને લોકો દોડતા થયા હતા,આ બિલ્ડિંગમાં 160 NSG જવાનો હોટલમાં રોકાયા હતા તો NSG કમાન્ડો સમજ્યા કે મોકડ્રિલ છે પરંતુ જયારે સાચી આગ લાગી ત્યારે સૌ કોઈ દોડતા થઈ ગયા હતા,ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને બિલ્ડિંગમાંથી 9 લોકોને રેસ્કયૂ કરીને બચાવવામાં આવ્યા હતા, ફાયરના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ.

સુરતમાં ફાયર વિભાગ મોકડ્રિલ કરતુ હતુ અને તેની વચ્ચે આગ લાગી હતી ત્યારે આ ઘટનામાં સૌ કોઈ ચિતિંત થયા હતા,એટલા માટે ચિંતિત થયા હતા કે બિલ્ડિંગમાં બ્લાસ્ટ થયો હતો, ત્યારે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો,આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી, તો ફાયર વિભાગે સુરક્ષિત રીતે તમામ લોકોને ઘરની બહાર નીકાળ્યા હતા અને રાહતનો શ્વાસ લીધો હતો, આગ કેમ લાગી તેનું સાચું કારણ સામે આવ્યું નથી અને ફાયર વિભાગ આ મામલે તપાસ કરી રહી છે.

કુણાલ કામરાની મુશ્કેલીમાં વધારો, મુંબઈ પોલીસે વધુ 3 FIR નોંધાવી

0

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલીઓ વધવા લાગી છે. ખાર પોલીસે કામરા વિરુદ્ધ વધુ ત્રણ કેસ નોંધ્યા છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, એક કેસ જલગાંવના મેયર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે અને અન્ય બે ફરિયાદો નાસિકના બે વેપારીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે. ખાર પોલીસે કુણાલ કામરાને બે વખત પૂછપરછ માટે બોલાવ્યા છે. પરંતુ તેઓ હજુ સુધી દેખાયા નથી.

ડેપ્યુટી સીએમ પર તેમની વાંધાજનક ટિપ્પણી બાદ પોલીસે કામરાને ત્રણ સમન્સ જારી કર્યા છે. ત્રીજા સમન્સમાં, પોલીસે કોમેડિયનને 31 માર્ચે ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવા કહ્યું છે. શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે ખાર પોલીસ સ્ટેશનમાં કામરા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. છેલ્લા બે સમન્સમાં કામરા પોતાનો પક્ષ રજૂ કરવા પોલીસ સમક્ષ હાજર થયો ન હતો.

કામરાની ટિપ્પણીને પગલે રાજકીય તોફાન ઊઠ્યું છે. એકનાથ શિંદેના સમર્થકોએ તેમના નેતાને અપમાનિત કરવા બદલ કામરાની આલોચના કરી, જ્યારે કામરાના પ્રશંસકોએ “અભિવ્યક્તિની સ્વતંત્રતા” માટે તેમનો સમર્થન કર્યું. 23 માર્ચે, જ્યાં કામરાએ પ્રદર્શન કર્યું હતું, ત્યાં શિંદેના સમર્થકોએ તોડફોડ કરી, જ્યારે શિવસેના કાર્યકર્તાઓએ ખાર પોલીસ સ્ટેશન અને MIDC પોલીસ સ્ટેશનમાં કામરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.7ની તીવ્રતા

અફઘાનિસ્તાનમાં શનિવારે વહેલી સવારે ભૂકંપ આવ્યો છે. અફઘાનિસ્તાનમાં સવારે 5.16 વાગે રેક્ટર સ્કેલ 4.7 અને 4.3 ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા. તમને જણાવી દઇયે કે, શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપથી મ્યાનમારમાં 140 થી વધુ લોકોના મોત અને 700 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

સ્થાનિક સમય મુજબ સવારે 4:51 અને 5:16 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા હતા. ભૂકંપના કારણે લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી હતી. જોકે, હાલમાં કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. ગઈકાલે 28 માર્ચે મ્યાનમાર અને થાઈલેન્ડમાં પણ જોરદાર ભૂકંપ અનુભવાયા હતા, જેની તીવ્રતા 7 થી વધુ હતી, તે જ સમયે અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

ભૂકંપથી મ્યાનમારમાં હાહાકાર, અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત

શુક્રવારે ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ભયાનક ભૂકંપ આવ્યો. ભૂકંપની તીવ્રતા 7.7 હતી, જે ખૂબ જ મજબૂત હતી. આ ભૂકંપને કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ અને લોકો ગભરાઈ ગયા. માહિતી અનુસાર, ભૂકંપમાં ઓછામાં ઓછા 694 લોકોના મોત થયા છે અને 1,670 થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, મૃત્યુઆંક હજુ પણ વધુ હોવાની આશંકા છે. આ સાથે, દેશમાં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. બચાવ કાર્ય હાલમાં ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. મ્યાનમાર-થાઈલેન્ડમાં જે રીતની તબાહી મચી છે તેને જોતાં મોતનો આંકડો 1000ને પાર નીકળી ગયો છે જ્યારે ઘાયલોની સંખ્યા 2376 થઈ ગઈ છે.

મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક સાગાઈંગમાં શુક્રવારે બપોરે 12:00 કલાકે 7.7ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ વેર્યો હતો. વિનાશક ભૂકંપની મિનિટો પછી 6.4ની તીવ્રતાના આફ્ટર શોક્સ પણ અનુભવાયા હતા. આમ, મ્યાનમારમાં 50 મિનિટના ટૂંકાગાળામાં ભૂકંપના ત્રણ મોટા ઝટકા નોંધાયા હતા. ત્યાર પછીના આફ્ટર શોક્સની તીવ્રતા ઘટતી ગઈ હતી. આગામી 24 કલાકમાં હજુ વધુ ભૂકંપ હજુ વધુ ભૂકંપ આવવાનું જોખમ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

જુન્ટાના વડા મિન આંગ હ્લેઇંગે એક વીડિયો ભાષણમાં કહ્યું, મેં રાહત પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય સમર્થનની વિનંતી કરી છે. શુક્રવારે બપોરે મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક હતું. આ પછી, લગભગ 11 મિનિટ પછી, 6.4 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેનો અંદાજ છે કે મૃત્યુઆંક 1,000 થી વધુ હોઈ શકે છે. મ્યાનમારના લશ્કરી જુન્ટાના નેતા જનરલ મીન આંગ હ્લેઇંગે મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા વધવાની ​​ચેતવણી આપી છે. તેમણે કોઈપણ દેશને સહાય અને દાન આપવા આમંત્રણ પણ આપ્યું, જ્યારે મેજર જનરલ ઝાવ મીન તુને કહ્યું કે નેપીડો, માંડલે અને સાગાંગ શહેરોની હોસ્પિટલો ઘાયલ લોકોથી ભરેલી છે.

બીજીબાજુ બેંગકોકમાં બાંધકામ હેઠળની એક ઈમારત પત્તાના મહેલની જેમ સેકંડોમાં કડડભૂસ થઈ જતાં અનેક કામદારો ઈમારતના કાટમાળમાં ફસાઈ ગયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે ત્રણ કામદારોનાં મોત નીપજ્યાં છે અને 90થી વધુ લાપતા છે તેમ સંરક્ષણ મંત્રી ફુમથામ વેચાયાચીએ કહ્યું હતું. એડિનબર્ગ યુનિવર્સિટીમાં જીયોસાયન્સ સ્કૂલના સિસ્મોલોજી અને રોક ફિઝિક્સમાં પર્સનલ ચેર પ્રોફેસર ઈયાન મેને જણાવ્યું કે, બંને દેશોમાં ભૂકંપમાં અંદાજે 10000થી એક લાખ લોકોના માર્યા ગયા હોવાની આશંકા છે. માંડલેમાં સ્થિત મસ્જિદ તૂટી પડી હતી. આ મસ્જિદમાં શુક્રવારની નમાઝ પઢી રહેલાં 20થી વધુ લોકોનાં મોત થયા છે. આ સિવાય પણ અન્ય બે મસ્જિદો અને ઐતિહાસિક 90 વર્ષ જૂનો અવા બ્રિજ તૂટી પડયા હતા.