Home Blog Page 488

વકફ બિલ મુદ્દે રાહુલ ગાંધીનાં આકાર પ્રહાર, કહ્યું કે RSSનું ધ્યાન ખ્રિસ્તીઓ તરફ…..

0

વકફ સંશોધન બિલને સંસદના બંને ગૃહમાં પસાર કરી દેવામાં આવ્યું છે. પરંતુ હજુ આ મામલે રાજકારણમાં આકરો તાપ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષે આ મામલે સુપ્રીમમાં જવાની વાત કરી છે. ત્યારે હવે વકફ સુધારા બિલ પસાર થયા બાદ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહારો કરતાં કહ્યું હચે કે ભવિષ્યમાં અન્ય સમુદાયોને નિશાન બનાવવાની આશંકા છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અંગ્રેજી અખબારનો અહેવાલ શેર કર્યો અને લખ્યું કે મેં કહ્યું હતું કે વકફ બિલ હાલમાં મુસ્લિમો પર હુમલો કરે છે, પરંતુ ભવિષ્યમાં અન્ય સમુદાયોને પણ નિશાન બનાવવામાં આવશે. તેમણે આગળ લખ્યું કે વકફ બાદ RSSનું ધ્યાન ખ્રિસ્તીઓ તરફ જતા વધુ સમય નથી લાગ્યો. બંધારણ એકમાત્ર ઢાલ છે જે આપણા લોકોને આવા હુમલાઓથી રક્ષણ આપે છે અને તેનું રક્ષણ કરવું એ આપણું સામૂહિક કર્તવ્ય છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ જે અહેવાલ શેર કર્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે સંસદમાં વક્ફ બિલ સફળતાપૂર્વક પસાર થયા બાદ RSSનું ધ્યાન કેથોલિક ચર્ચની જમીન પર ગયું છે. RSS-સંલગ્ન મેગેઝિન ઓર્ગેનાઇઝરના વેબ પોર્ટલ પર ‘ભારતમાં કોની પાસે વધુ જમીન છે? કેથોલિક ચર્ચ vs.વક્ફ બોર્ડ ચર્ચા’ શીર્ષકવાળા લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે કેથોલિક સંસ્થાનો પાસે 7 કરોડ હેક્ટર જમીનની માલિકી છે અને તેને સૌથી મોટા બિન-સરકારી જમીન માલિક તરીકે વર્ણવવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીએ આ બિલની ટીકા કરતા કહ્યું કે, ‘આ બિલ મુસ્લિમોને નબળા પાડવા અને તેમની સંપત્તિ અને ધાર્મિક અધિકારો છીનવી લેવાનો પ્રયત્ન છે. કોંગ્રેસ પાર્ટી આ કાયદાનો સખત વિરોધ કરે છે કારણ કે તે ભારતના મૂળભૂત વિચાર પર હુમલો કરે છે અને કલમ 25, ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.’

ભારતીય શૂટર સિફત કૌર સમરાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો

0

ભારતની યુવા શૂટર સિફત કૌર સમરાએ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF) વર્લ્ડ કપ 2024માં ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધાનું આયોજન આ વખતે આર્જેન્ટિનામાં થયું હતું, જ્યાં સિફતે પોતાની શૂટિંગ ક્ષમતા અને ધ્યાનની દ્રઢતા દ્વારા દરેકને મંત્રમુગ્ધ કરી દીધા.

સિફત પંજાબના ફરીદકોટ જિલ્લાના એક નાનકડા ગામથી આવે છે અને તે ખેડૂત પિતાની પુત્રી છે. તેના સંઘર્ષ અને શ્રમની કથા ઘણી વધુ પ્રેરણાદાયક છે. તેણે MBBS જેવી અગત્યની ડિગ્રીનો અભ્યાસ શરૂ કર્યો હતો, પણ મીડિયા અનુસાર તે અભ્યાસ અને શૂટિંગ વચ્ચે સંતુલન સાધવામાં મુશ્કેલી અનુભવી રહી હતી. છતાં, તેણીએ હાર નથી માની અને સતત મહેનત કરી.

વર્ષ 2023માં, સિફતે 50 મીટર થ્રી પોઝિશન રાઇફલ સ્પર્ધામાં બ્રિટનના શૂટર સાયોનેડનો વિશ્વ રેકોર્ડ તોડી, નવા 469.6 પોઈન્ટના રેકોર્ડ સાથે પોતાનું સ્થાન ઇતિહાસમાં નોંધાવ્યું હતું.

નેપાળમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા

નેપાળમાં શુક્રવારે સાંજે 7:52 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તરાખંડનું પિથોરાગઢ હતું અને તે 20 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. હાલમાં આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, નેપાળની સાથે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

નેપાળ વિશ્વના સૌથી વધુ સક્રિય ધરતીકંપવાળા વિસ્તારોમાંનું એક છે, જ્યાં ભૂકંપનું જોખમ સતત રહે છે. આ પહેલાં પણ આ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. શુક્રવારે (28 માર્ચ, 2025) મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. તે જ દિવસે નેપાળમાં સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા બિહાર, સિલીગુડી અને ભારતના અન્ય પડોશી વિસ્તારોમાં પણ અનુભવાયા હતા.

કેનેડામાં ભારતીયની છરીના ઘા મારીને હત્યા, જાણો હાઈ કમિશને શું કહ્યું?

કેનેડાના ઓટાવામાં એક ભારતીયની હત્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં કેનેડામાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર ઓટાવા નજીક રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પર ભારતીય દૂતાવાસે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ વધુમાં જણાવ્યું છે કે, જોકે ઘટનાની વિગતો તાત્કાલિક જાણી શકાઈ નથી. કેનેડા પોલીસે આ હત્યા કેસમાં એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયતમાં લીધો છે.

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, ‘અમે રૉકલેન્ડમાં ભારતીય નાગરિકની ચાકૂ મારીને કરવામાં આવેલી હત્યાથી ખૂબ દુઃખી છીએ. પોલીસે જણાવ્યું છે કે, એક શંકાસ્પદ શખસની અટકાયત કરવામાં આવી છે. અમે સ્થાનિક સમુદાય દ્વારા શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ.’

હાઈ કમિશને સોશિયલ મીડિયા પર લખ્યું , “ઓટાવા નજીક રોકલેન્ડમાં છરાબાજીથી એક ભારતીય નાગરિકના મૃત્યુથી અમને ખૂબ જ દુઃખ થયું છે. પોલીસે માહિતી આપી છે કે આ કેસમાં એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમે ભારતીયોના સ્થાનિક જૂથ દ્વારા સંપર્કમાં છીએ, જેથી અમે પીડિત પરિવારને શક્ય તેટલી મદદ પૂરી પાડી શકીએ.”

અભિનેતા મનોજ કુમારના અંતિમ સંસ્કાર ટૂંક સમયમાં કરવામાં આવશે, બોલિવૂડ શોકાતૂર

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે સવારે નિધન થયું હતું. તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે શનિવારે સવારે મનોજ કુમારનો પાર્થિવ દેહ પવન હંશ સ્મશાનગૃહે લવાયો હતો. જ્યાં સન્માન સાથે મનોજ કુમારને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વીલિન થયો હતો. અભિનેતાની વિદાયથી બોલિવૂડ આખું શોકાતૂર થયું હતું.

ઉલ્લેખની છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેઓ તેમની દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા છે. તેની યાદગાર ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘ક્રાંતિ’, ‘ઉપકાર’, ‘શહીદ’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ અને ‘રોટી કપડા ઔર મકાન’ સહિત ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે મનોજ કુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગોસ્વામી છે અને તેમનો જન્મ 1937માં થયો હતો.

અભિનેતાની દેશભક્તિની ફિલ્મો એટલી હિટ રહી હતી કે તેમનું નામ જ ‘ભારત કુમાર’ પડી ગયું હતું. તેમના નિધનના સમાચાર સાંભળ્યા બાદ બધા આઘાતમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. મનોજ કુમારના પાર્થિવ દેહને સ્મશાનભૂમિમાં લાવવામાં આવ્યો હતો.

ગોળ અને ચણાનો નાસ્તો કરવાથી શરીર બનશે અનેકગણું મજબૂત, જાણો ફાયદા અને નુકશાન

તમે તમારા વડીલોને ચણાની સાથે ગોળ ખાતા અનેકવાર જોયા હશે. ચણા અને ગોળને એકસાથે ખાવાથી માત્ર સ્વાદની દ્રષ્ટિએ જ બહુ સારું નથી, પરંતુ સ્વસ્થ રહેવાની ચાવી પણ તેમાં છુપાયેલા છે. જણાવી દઈએ કે, ગોળ અને શેકેલા ચણાને પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટના પાવર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણા અને ગોળ ખાવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરની પાચનક્રિયા સુધારવાની સાથે ગોળ અને ચણા શરીરમાં ઉર્જાથી ભરે છે. ગોળ અને ચણા ખાવાથી થાક પણ દૂર થાય છે.

ગોળ અને ચણા બંને ખૂબ જ આરોગ્યપ્રદ અને પોષણથી ભરપૂર છે. ગોળમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર અને પ્રોટીન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

તે જ સમયે ચણામાં પ્રોટીન, ફાઇબર, મેંગેનીઝ, વિટામિન બી6, ફોલેટ અને આયર્નની માત્રા વધુ હોય છે. ગોળ અને ચણાને ઘણી રીતે ખાઈ શકો છો. ઘણા લોકો ગોળ અને ચણાને એકસાથે ભેળવીને ખાય છે, જ્યારે કેટલાક તેને અલગ-અલગ ખાય છે. તેને સાથે ખાવાથી માંસપેશીઓ અને હાડકાં મજબૂત થાય છે. સવારે ખાલી પેટ બંને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જાણો ખાલી પેટે ચણા અને ગોળ ખાવાના ફાયદા.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે
રોજ ખાલી પેટે ગોળ અને ચણા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત બને છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, ઝિંક, સેલેનિયમ જેવા મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ તમામ ખનિજો શરીરને ફ્રી રેડિકલથી બચાવવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં ઘણી મદદ કરે છે. દરરોજ સવારે ખાલી પેટે ગોળ અને ચણા ખાવાના અદ્ભુત કાયદા છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે.
કબજિયાતથી છુટકારો મેળવો
જે લોકોને પેટના દુખાવા અને કબજિયાતની સમસ્યા હોય તેમણે પણ ખાલી પેટે ચણા અને ગોળ ખાવા જોઈએ, તેનાથી અપયો અને કબજિયાતની સમસ્યા હંમેશ માટે દૂર થઈ જશે. ગોળ પાચન ઉત્સેયકોને સુધારે છે. દરરોજ સવારે ખાવાથી પેટ ખૂબ સારી રીતે સાફ થાય છે. આનાથી શરીરમાં જમા થયેલી ગંદકી સંપૂર્ણ રીતે ઠીક થઈ જાય છે.

જે લોકોના શરીરમાં એનિમિયા હોય તેમણે પણ ચણા અને ગોળ ખાવા જોઈએ. ગોળ અને ચણા બંનેમાં પ્રોટીન, પોટેશિયમ અને કાર્બોહાઇડ્રેટ મોટી માત્રામાં જોવા મળે છે. રોજ ખાલી પેટ ચણા અને ગોળ ખાવાથી માંસપેશીઓ સારી રીતે કામ કરે છે. સ્નાયુઓ અને હાડકાંને મજબૂત કરે છે.

ગુજરાતમાં ફૂંકાશે જોરદાર પવન, આજથી 10 એપ્રિલ સુધી યલો એલર્ટ, જાણો હવામાનની આગાહી

0

આગામી દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં તીવ્ર ગરમી પડવાની શક્યતા છે. કેટલાક સ્થળોએ પવન ફૂંકાશે અને અન્ય સ્થળોએ આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગ અનુસાર, આગામી 6 દિવસ સુધી રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભારે ગરમી પડવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, દિલ્હીમાં 10 એપ્રિલ સુધીમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. છેલ્લા 24 કલાકમાં, દિલ્હી-NCRમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્યની નજીક છે, ત્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે છે.

આગામી 6 દિવસ સુધી રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભારે ગરમી પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, દિલ્હીમાં 10 એપ્રિલ સુધીમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. છેલ્લા 24 કલાકમાં, દિલ્હી-NCRમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધવામાં આવ્યો છે. જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્યની નજીક છે, ત્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે છે.

હવામાન નિષ્ણાતોને મતે આગામી રવિવારથી બુધવાર એમ ચાર દિવસ તાપમાન 44 ડિગ્રી થઈ શકે છે. આ સાથે ગુજરાતમાં ભરમાં આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. જે બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગરમીની સાથે સાથે કેટલાક રાજ્યોમાં હીટવેવની અસર પણ વધવા લાગી છે. રાજસ્થાન, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારો તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 4 થી 6 એપ્રિલ દરમિયાન કેરળ અને દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે. 5 એપ્રિલે તમિલનાડુ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં પણ વરસાદની શક્યતા છે.

આજથી દિલ્હીમાં લાગુ થશે આયુષ્માન યોજના

0

દિલ્હીમાં રહેતા લોકો માટે સારા સમાચાર છે. આજથી ગરીબોને આયુષ્માન યોજનાનો લાભ મળશે. આ સુવિધા હેઠળ નોંધાયેલા વ્યક્તિઓ દિલ્હી સહિત દેશભરની ખાનગી હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી કે દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે શનિવારે એક એમઓયુ પર હસ્તાક્ષર કરશે.

કેન્દ્ર સરકારની આયુષ્માન યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સારી સારવાર આપવા માટે છે. આ લોકોને દિલ્હીમાં પણ આ યોજનાનો લાભ મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેની પાસે AAY કાર્ડ છે તેમના કાર્ડ પહેલા બનાવવામાં આવશે. આ પછી બીપીએલ કાર્ડ ધારકોનો વારો આવશે. 10 એપ્રિલ સુધીમાં ઓછામાં ઓછા 1 લાખ લોકો માટે આયુષ્માન યોજના બનાવવાનું લક્ષ્ય છે.

તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે AB-PMJAY લાગુ કરવાનું વચન આપ્યું હતું. આ મામલે અધિકારીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે AB-PMJAY સાથે આ યોજનાઓને મર્જ કરવાની વિચારણા ચાલી રહી છે. સંભવત આગામી સમયમાં લોકોને વધુ સુવિધા આપતી આ યોજનાઓને AB-PMJAYમાં સમાવેશ કરવામાં આવી શકે છે.

CM રેખા ગુપ્તાએ સત્તામાં આવ્યા પછી તેમની પહેલી કેબિનેટ બેઠકમાં AB-PMJAYનો સમાવેશ કર્યો હતો. આ મહિનાની શરૂઆતમાં તેમના પહેલા બજેટ ભાષણમાં ગુપ્તાએ જાહેરાત કરી હતી કે દિલ્હી સરકાર ફક્ત આ યોજના લાગુ કરશે નહીં, પરંતુ દરેક પાત્ર પરિવારને પાંચ લાખ રૂપિયાનું વધારાનું ટોપ-અપ પણ આપશે. આ પછી પરિવારદીઠ વીમા કવચ 10 લાખ રૂપિયા હશે. દિલ્હીમાં સત્તામાં આવ્યા બાદ તેમણે જણાવ્યું અમે નાગરિકોને વધુ સુવિધા આપવા તેમના હિતમાં અનેક નિર્ણયો લીધા છે તેમ જ નવી યોજનાઓ પણ શરૂ કરીશું.

૫ એપ્રિલ, ૨૦૨૫ / આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જુના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે થાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. નોકરી-ધંધામાં પ્રગતિ.

વૃષભઃ

મોજશોખ વધતાં ખર્ચનું પ્રમાણ પણ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ. સ્થાવર-જંગમ મિલક્તથી લાભ. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું. લીવરની સમસ્યાથી સાચવવું.

મિથુનઃ

સ્વભાવમાં વિનોદી વૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદ-વિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતિ જળવાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

કર્કઃ

માનસિક શાંતિ જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતા-પિતાનો સાથ-સહકાર મળતો જણાય. એમની ચિંતા ઓછી થાય. દામ્પત્ય જીવનમાં આનંદ. ભાગ્ય બળવાન.

સિંહઃ

તમામ ક્ષેત્રે આનંદ-ઉત્સાહનો અનુભવ થાય. આવક વધે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગારના ધંધામાં લાભ.

કન્યાઃ

મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડાપીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગના ધંધામાં લાભ.

તુલાઃ

શરીરમાં આળસ વધે. પરિવારમાં લાગણીશીલતાનું પ્રમાણ વધશે. નાણાંકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે.

વૃશ્ચિકઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાના ભાઈ-બહેનોની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી જરૂરી. સફેદ વસ્તુના ધંધામાં લાભ.

ધનઃ

માનસિક આનંદ વર્તાય. જીવનની સમસ્યાઓ વ્યવહારિક રીતે હલ કરી શકશો. કોમ્પ્યુટર, પેકેજી‍ંગ, કોમ્યુનિકેશનનાં ધંધામાં લાભ મળશે. સ્થાવર-જંગમ મિલક્તના ખરીદ-વેચાણ શક્ય બને. ખોટી સોબતથી સાચવવું.

મકરઃ

આદ્યાત્મિકતા વધે. સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ

મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. શેરબજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવું જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.

મીનઃ

ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે. પરિવારમાં શાંતિ જળવાય. જુના રોકાણોથી લાભ. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલીંગ તથા પાણીને લગતા ધંધામાં લાભ.

મંદીએ મોઢું ફાડયુંઃ ફોર વ્હીલના વેચાણમાં 12 ટકાનો ઘટાડો

0

સમગ્ર ગુજરાતમાં ગત વર્ષની સરખામણીમાં 13000 ફોર વ્હીલ ઓછી વેચાતા કુલ વેચાણ 1 લાખ નીચે, છેલ્લા 3 મહિનામાં 22 ટકાનું ગાબડું: ટુ વ્હિલરમાં પણ 2.72 લાખ નંગ વેચાણ ઘટયું.

સમગ્ર ગુજરાતમાં કારનું વેચાણ 2023-24ના સમાન સમયગાળાની સરખામણીએ 2024-25ના Q4 મા 12% ઘટયું છે. કારનું વેચાણ 1.11 લાખથી ઘટીને માત્ર 98,000 યુનિટ થયું છે – જે સમાન સમયગાળાની સરખામણીમાં વાર્ષિક ધોરણે નોંધપાત્ર ૧૨% ઘટાડો છે.

નિષ્ણાતો તેને શેરબજારમાં કેશ માટે જવાબદાર માને છે, જે ખરીદદારોની સંપત્તિની અસર પર અસર કરે છે. 2023-24ના સમાન ગાળામાં 2.75 લાખ એકમોની સરખામણીએ તાજેતરના ક્વાર્ટરમાં ટુ-વ્હિલરના વેચાણમાં સાધારણ 1%, 2.72 લાખ યુનિટનો ઘટાડો થયો છે. સમગ્ર રાજ્યમાં એકંદરે વાહનોનું વેચાણ 2023-24ના Q4 મા આશરે 4.34 લાખ એકમોથી ઘટીને ચાલુ નાણાકીય વર્ષના (Q4 મા 4.22 લાખ થયું છે.

અમદાવાદમા વાહનનું વેચાણ ૨૦૨૩-૨૪ના Q4 મા લગભગ 77,000 એકમોથી ઘટીને Q4 2024-25માં લગભગ 76,000 થયું હતું. ફોર-વ્હીલર 48,000 થી ઘટીને આશરે 46,500, જ્યારે ટુ-વ્હીલર્સ ૧૯,૦૦૦ થી ઘટીને લગભગ 18,000 યુનિટ થયા છે. આ એકંદરે ૪ ટકાનો ઘટાડો દર્શાવે છે.

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન ગુજરાતના અધ્યક્ષ પ્રણવ શાહે જણાવ્યું હતું કે કારના વેચાણમાં ક્વાર્ટર દર ક્વાર્ટર એટલે કે 2024-25ના Q3 થી Q4 સુધીનો ઘટાડો 30% જેટલો ઊંચો છે. કોવિડ પછી કારના વેચાણમાં સતત વધારો થયો છે. પરંતુ ભારતમાં નબળું પ્રદર્શન, વેચાણ પર પણ અસર થઈ છે. ભારતમાં સ્ટોક માર્કેટમાં પણ ઘટાડો થયો છે.

ઇલેસ્ટ્રિક વાહનોમાં 33 ટકાનો ઘટાડો

સમગ્ર ગુજરાતમાં EV વેચાણને વધુ સખત ફટકો પડયો છે. 2023-24ના ચોથા ક્વાર્ટરમાં આંકડો લગભગ 22,000 એકમોથી ઘટીને 2024-25ના સમાન ગાળામાં આશરે 14.900 થઈ ગયો જેમા 33 ટકાનો જંગી ઘટાડો છે. રાજ્યમાં કુલ EV વેચાણમાં અમદાવાદનો હિસ્સો લગભગ ૨૦% છે. સુરત 25% સાથે આગળ છે, જ્યારે વડોદરા અને રાજકોટ લગભગ 10% યોગદાન આપે છે. બાકીનું વેચાણ અન્ય જિલ્લાઓમાં ફેલાયેલું છે.

શિતલ મોટર્સના પ્રમોટર અરવિંદ ઠક્કરે મુખ્ય મુદ્દા તરીકે નીતિગત વિલંબ તરફ ધ્યાન દોર્યું હતું ગુજરાત સરકારે 2025-26ના તેના તાજેતરના બજેટમાં સંપૂર્ણ બેટરીથી ચાલતા EV માટે મોટર વ્હીકલ ટેક્સ પર 5% રિબેટની દરખાસ્ત કરી હતી આનાથી ટેક્સ રેટ 6% થી ઘટાડીને 1% થઈ જશે .પરંતુ સત્તાવાર ગેઝેટ હજી પ્રકાશિત થયું નથી આનાથી EV વેચાણ અટકી રહ્યું છે. જે લોકો એપ્રિલ સુધી તેમની ખરીદીમાં વિલંબ કરે છે તેઓ હજુ પણ વાહનોનું બુકિંગ કરાવતા નથી તેઓ સરકારના સત્તાવાર આદેશોની રાહ જોઈ રહ્યા છે.