Home Blog Page 480

કડોદરા નિયોલ ચેક પોસ્ટ પાસેથી વિદ્યાર્થી સહિત બે રૂપિયા 1.81લાખના ગાંજા સાથે પકડાયા

સુરત કડોદરા રોડ નિયોલ ચેક પોસ્ટ પાસેથી રૂપિયા 1.81 લાખના ગાંજાના જથ્થા સાથે પોલીસે વિદ્યાર્થી સહિત બેને ઝડપી પાડ્યા છે. જ્યારે ગાંજો આપનાર બે ને વોન્ટેડ જાહેર કરાયા છે. સારોલી પોલીસે જણાવ્યું હતું કે, સર્વલન્સ સ્ટાફના માણસોઍ બાતમીના આધારે નિયોલ ચેક પોસ્ટથી સાબર ગામ ત્રણ રસ્તા નજીક સર્વીસ રોડ પરથી બિકાસકંદર્પ પરીડા (ઉ.વ.21.,ધંધો અભ્યાસ, રહે, ગાયત્રીનગર સોસાયટી અમરોલી) અને ચંદ્રમણી પ્રભાકર પ્રદાન (ઉ.વ.24. રહે, નવેલી ગામ શ્રીનિવાસપુર, દીગાપાડા કોદલા ગંજમ ઓરીસ્સા)ને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 1,81,770ના મતાનો 18.177 કિલોગ્રામ ગાંજા કબજે કર્યો હતો. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં ગાંજાનો જથ્થો ભુખા પાંડી (રહે, સચીના ગામ, કોદલા, ગંજામ, ઓરીસ્સા) અને કાના પરીડા (રહે, બોલી નૈવપલ્લી, કોદલા, ગંજામ, ઓરીસ્સા)એ આપ્યો હોવાની કબુલાત કરતા બંને જણાને વોન્ટેડ બતાવ્યા છે.

અતિશય ગરમીમાં શરીરને ઠંડક આપતું શ્રેષ્ઠ કુદરતી પીણું, જાણો

ઉનાળાની ઋતુમાં શરીરનું તાપમાન ઠંડુ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુ પડતી ગરમીને કારણે સ્ટ્રોકનું જોખમ વધારે રહે છે અને હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે. આ ઋતુમાં ઘણા બધા એવા ખોરાક જોવા મળે છે, જેના સેવનથી શરીર અંદરથી ઠંડુ રહે છે. આજે, એક એવા પીણા વિશે જાણો જેનું સેવન ડોક્ટરો પણ કરવાની ભલામણ કરે છે, આ સમર ડ્રિન્કમાં એન્ટિ-માઇક્રોબાયલ ગુણ હોય છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

સમર ડ્રિન્ક રેસીપી
સૌપ્રથમ કોથમીરના પાનને નાના ટુકડામાં કાપીને સારી રીતે ધોઈ લો. આ પછી, મિક્સરમાં થોડું જીરું અને લીંબુનો રસ ઉમેરો અને તેને સારી રીતે પીસી લો. જો તમે ઈચ્છો તો સ્વાદ માટે ગોળ ઉમેરી શકો છો. આ પછી, સવારે ખાલી પેટ આ ડ્રિન્ક પીવો

આ સમર ડ્રિન્ક પીવાના ફાયદા
એક્સપર્ટ અનુસાર કોથમીરના પાનમાં કુદરતી ઠંડકના ગુણ હોય છે. આવી સ્થિતિમાં, સવારે ખાલી પેટે કોથમીરનો રસ પીવાથી શરીરની ગરમી ઓછી થાય છે.

  • ત્વચા માટે ફાયદાકારક: કોથમીરનો રસ ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ ફાયદાકારક છે. ખાસ કરીને તે ત્વચાની શુષ્કતા અને ફંગલ ચેપ જેવી સમસ્યાઓને દૂર કરી શકે છે.
  • ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે : કોથમીરમાં હાજર ઉત્સેચકો ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી હૃદય સ્વસ્થ રહે છે અને નિયમિત રીતે કાર્ય કરે છે.
  • હાડકાં માટે પણ ફાયદાકારક : પાચન સંતુલિત કરવામાં મદદ કરે છે અને આંતરડા અને પેટ માટે ફાયદાકારક છે. ધાણામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, તેથી તે હાડકા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
  • લોહીની ઉણપ દૂર કરે : જે લોકોને એનિમિયા અથવા લોહીની ઉણપ હોય છે તેઓ તેના સેવનથી વધુ ફાયદા મેળવી શકે છે. ઉપરાંત, જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકો નિયમિતપણે તેનું સેવન કરતા રહે તો તેમનું બ્લડ પ્રેશર પણ સુધરી શકે છે.
  • વજન ઝડપથી ઘટાડી શકાય : કોથમીરના પાનમાં ઓછી કેલરી અને વધુ ફાઇબર હોય છે જે વજન ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. સવારે ખાલી પેટે થોડા દિવસો સુધી સતત પીવાથી વજન ઝડપથી ઘટી શકે છે.

વક્ફ કાયદા મુદ્દે બંગાળમાં ભયંકર હિંસા, કલમ 163 લાગુ, ઈન્ટરનેટ બંધ

0

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુમતીવાળા મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ (સુધારા) કાયદાના વિરોધ દરમિયાન ફાટી નીકળેલી હિંસાના સંદર્ભમાં 110 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી , પોલીસે શનિવારે જણાવ્યું હતું.

શુક્રવારે નવા કાયદાને લઈને માલદા, મુર્શિદાબાદ, દક્ષિણ 24 પરગણા અને હુગલી જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે પોલીસ વાન સહિત અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી, સુરક્ષા દળો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે આ બધા જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મુર્શિદાબાદમાં ૧૧૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. “હિંસા સંદર્ભે સુતીમાંથી લગભગ 70 લોકોની અને સમસેરગંજમાંથી 41 લોકોની ધરપકડ કરવામાં આવી હતી,” એક પોલીસ અધિકારીએ જણાવ્યું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે સવારે આ હિંસાગ્રસ્ત સ્થળોએ પરિસ્થિતિ તણાવપૂર્ણ રહી હતી, પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. તેમણે જણાવ્યું હતું કે સૌથી વધુ અસરગ્રસ્ત મુર્શિદાબાદ જિલ્લામાં, હિંસા જોવા મળેલા સ્થળોએ પ્રતિબંધક આદેશો લાગુ કરવામાં આવ્યા છે અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.

“સુતી અને સમસેરગંજ વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલુ છે. કોઈને પણ ક્યાંય ફરીથી એકત્ર થવાની મંજૂરી નથી. અમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખલેલ પહોંચાડવાના કોઈપણ પ્રયાસને મંજૂરી આપીશું નહીં,” એક અધિકારીએ લોકોને “સોશિયલ મીડિયા પરની અફવાઓ” પર ધ્યાન ન આપવાની અપીલ કરતા કહ્યું. સુતીમાં થયેલી અથડામણ દરમિયાન પોલીસ ગોળીબારમાં ઘાયલ થયેલા એક કિશોરને કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

મમતા બેનર્જી સરકારનું મૌન બહેરાશકારક છે,” તેમણે કહ્યું.
અધિકારીએ કહ્યું કે હિંસા પાછળના લોકોની ઓળખ થવી જોઈએ, તેમની ધરપકડ કરવી જોઈએ અને કાયદાની કડક કલમો હેઠળ કાર્યવાહી કરવી જોઈએ.

ધોડદોડ રોડના વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી 22 લાખ પડાવી લેવાયા

સુરત ઘોડદોડ રોડના એક વેપારીને સાયબર માફિયાઓએ મુંબઈ પોલીસ અને સી.બી.આઈ.ના ઓફિસર તરીકે ઓળખ આપી મની લોન્ડરીંગના કેસમાં ડીજીટલ એરેસ્ટ કરી રૂપિયા 22 લાખ પડાવ્યા હતા. આખરે વેપારીને છેતર્યા હોવાનો ભાસ થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાયબર ક્રાઈમ પોલીસે જણાવ્યું હતું કે, ઘોડદોડ રોડ કોટક બેન્કની બાજુમાં નીરજ ઍપાર્ટમેન્ટમાં રહેતા નરેશભાઈ રમણલાલ શાહને ગત તા 15 નવેમ્બરના રોજ બપોરના સાડા ત્રણ વગ્યાથી 21 નવેમ્બર સુધીમાં સાયબર માફિયાઓએ મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાંથી તેમજ સી.બી.આઈ. માંથી ઓફિસર રાજેશ મિશ્રાના નામે વિડીયો કોલ કર્યો હતો. ત્યારબાદ નરેશભાઈને તમારા આધારકાર્ડ ઉપર ખરીદવામાં આવેલા સીમકાર્ડના મોબાઈલ નંબર ઉપરથી છોકરીઓને ખરાબ મેસેજ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ આવી છે. ઉપરાંત નરેશ ગોયલના કેસમાં પણ તમારા આધારકાર્ડ દ્વારા ટ્રાન્જેકશન થયુ હોવાનુ બહાર આવતા તમારી મની લોન્ડરીંગના ગુનામાં ડીજીટલ એરેસ્ટ કરાતા હોવાનું જણાવી પ્રોપટી વિગતો મેળવી હતી.

ત્યારબાદ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના લેટર પેટ ઉપર સમીટ કરી નરેશભાઈ પાસે બેન્ક એકાઉન્ટ વેરીફિકેશન કરવા માટે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના યુકો બેન્કના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું, અને જો રૂપિયા ટ્રાન્સફર નહી કરો તો એરેસ્ટ કરવાની ધમકી આપી હતી.

સાયબર માફિયાઓની ધમકીથી ગભરાઈને નરેશભાઈ શાહએ તેમના સુરત પીપલ્સ બેન્કના ખાતામાંથી ફીક્સ ડિપોઝીટ તોડી આરટીજીએસ મારફતે યુકો બેન્કના ખાતામાં રૂપિયા 22,00,400 ટ્રાન્સફર કર્યા હતા. જે રૂપિયા માફિયાઓએ નરેશભાઈને 24 કલાકમાં પરત કરી આપવાનું કહ્યું હતું. પરંતુ રૂપિયા પરત નહી કરી ઉપરથી વેરીફિકેશનના બહાને વધુ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેવાતા નરેશભાઈને તેઓ સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનો ખ્યાલ આવ્યો હતો. જેથી નરેશભાઈએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

મેડિકલ સ્ટોર માંથી સલ્ફર દવા ના પડીકા ખરીદતા નિકુંજના CCTV સામે આવ્યા

સુરત 118 રત્ન કલાકારોને પાણીમાં ઝેરી પ્રવાહી ભેળવી પાણી પીવડાવવાના પ્રકરણમાં કાપોદ્રા પોલીસને મોટી સફળતા મળી છે. જે મેડિકલ સ્ટોર પરથી નિકુંજે ઝેરી દવાના પડીકા ખરીદ્યા હતા એ મેડિકલ સ્ટોરના CCTV ફૂટેજ મેળવી પોલીસે એક મજબૂત પુરાવો ભેગો કર્યો છે.

કાપોદ્રા પોલીસે આરોપીના મોબાઈલ ડેટા ના આધારે આરોપી સુધી પહોંચી હતી. આરોપી નિકુંજે 12 દિવસ પહેલા દવા માટે મેડિકલ ના રૂપિયા ચુકવણી કરી તે દિશા ના તાર પોલીસ ને સફળતા સુધી લઈ ગઈ હતી.

સીસીટીવી માં આરોપી નિકુંજ સેલફોસ ની દવા લેતા નજરે પડ્યો હતો. નિકુંજે પોતાના મિત્ર પાસેથી ₹8,00,000 વ્યાજ પર લીધા હતા. લોન ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. કંપનીના ફિલ્ટર વોટર કુલર પાસે જઈને તેણે આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હિંમત ન થતાં તે ત્યાં ઊભો રહી ગયો હતો. હાલમાં કાપોદ્રા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

National Herald કેસમાં EDની કાર્યવાહી, 700 કરોડની સંપત્તિ કરાશે જપ્ત

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે નેશનલ હેરાલ્ડ કેસમાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની રૂ.700 કરોડથી વધુની સંપત્તિનો કબજો લેવાની કાર્યવાહી શરૂ કરી છે, આ કંપની કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે જોડાયેલી છે. આ સંપત્તિમાં દિલ્હી, મુંબઈ અને લખનૌમાં આવેલી મુખ્ય મિલકતોનો સમાવેશ થાય છે જેમાં મુખ્યત્વે રાષ્ટ્રીય રાજધાનીમાં બહાદુર શાહ ઝફર માર્ગ પરનું આઇકોનિક હેરાલ્ડ હાઉસ છે.

EDની તપાસમાં જાણવા મળ્યું કે, આ કેસમાં લગભગ 988 કરોડ રૂપિયાનું કાળું નાણું કમાયું હતું. જેના કારણે 20 નવેમ્બર, 2023 ના દિવસે AJLની સંપત્તિ અને શેર જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત લગભગ 751 કરોડ રૂપિયા છે. આ કાર્યવાહી હવે 10 એપ્રિલના દિવસે કોર્ટ દ્વારા મંજૂર થઈ ગઈ છે. નવેમ્બર 2023 માં, ED એ દિલ્હી, મુંબઈ અને લખનૌમાં 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો તેમજ 90.2 કરોડ રૂપિયાના AJL શેરને કામચલાઉ રીતે જપ્ત કર્યા હતા.

AJL, જે નેશનલ હેરાલ્ડ પ્રકાશિત કરે છે, તે યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડની માલિકીની છે જેમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પ્રત્યેક 38% હિસ્સો ધરાવે છે, જે તેમને બહુમતી શેરધારકો બનાવે છે. યંગ ઈન્ડિયન અને AJL પ્રોપર્ટીનો ઉપયોગ 18 કરોડ રૂપિયાના બોગસ દાન, 38 કરોડ રૂપિયાના બોગસ એડવાન્સ ભાડા અને 29 કરોડ રૂપિયાની બોગસ જાહેરાતોના રૂપમાં ગુનાની આગળની આવક માટે કરવામાં આવ્યો હતો તેમ EDએ આક્ષેપ કર્યો હતો.

આગ્રામા કરણી સેનાની રક્ત સ્વાભિમાન રેલીનો આરંભ: તલવારો અને ડંડા લઈને પહોંચ્યા યુવાનો

0

આગ્રામાં શનિવારે કરણી સેનાના કાર્યકરો અને પોલીસ આમને સામને આવી ગયા. કરણી સેનાના 80 હજારથી વધુ કાર્યકરો રાણા સાંગાની જયંતિ મનાવવા માટે આગ્રા પહોંચી ગયા છે. ઉત્તર પ્રદેશ સિવાય હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાંથી પણ કાર્યકરો આવ્યા છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કાર્યકરોની સંખ્યા 3 લાખ સુધી પહોંચી શકે છે.

ઉત્તર પ્રદેશના આગરામા કરણી સેનાના રક્ત સ્વાભિમાન રેલીની શરૂઆત થઈ ગઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાણા સાંગાની જન્મજયંતિ પર આયોજિત આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો હાજરી આપશે. આ માટે સમાજ સાથે સંકળાયેલી લગભગ 10 સંસ્થાઓએ ભેગા થવાનું આહ્વાન કર્યું છે. આ રેલીમા લોકો તલવાર સહિતના હથિયારો લઈને જોવા મળી રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર પ્રદેશના આગ્રામાં કરણી સેનાની રક્ત સ્વાભિમાન રેલી શરૂ થઈ ગઈ છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો શુક્રવાર રાતથી જ આવી રહ્યા હતા. રેલીમાં લગભગ એક લાખ લોકો પહોંચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કરણી સેનાની સ્વાભિમાન રેલી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના મહત્વપૂર્ણ સ્થળોએ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

5 વાગ્યા પછી અમારો સમય
ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવતે કહ્યું કે અમે પ્રસ્તાવના દ્વારા સરકારને સાંજે 5 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપી રહ્યા છીએ. ત્યાં સુધી જો તેઓ અમારી માંગણી સ્વીકારે તો ઠીક છે. તેમણે કહ્યું કે સાંજે ૫ વાગ્યા સુધીનો સમય સરકાર અને વહીવટનો છે. ત્યાર પછી આપણો સમય શરૂ થશે.

રાજ્યસભામાં ઔરંગઝેબ વિવાદ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને મહારાણા સાંગા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ પણ આ મામલે સપા નેતાનો વિરોધ કર્યો હતો. તે જ સમયે, કરણી સેનાએ આગ્રામાં સાંસદના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કર્યું, અને તેમના પર વિવાદાસ્પદ નિવેદનો દ્વારા રાણા સાંગાની છબી ખરડવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. હવે રાણા સાંગાની જન્મજયંતિ પર કરણી સેના સાંસદ સામે વિરોધ પ્રદર્શન કરીને પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહી છે.

દિલ્હી એરપોર્ટ પર આંધી-વરસાદનો કહેર, 200થી વધુ ફ્લાઇટ મોડી પડી

0

શુક્રવારે મોડીસાંજે દિલ્હીમાં આવેલા ધૂળની આંધીને કારણે ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ્સ કામગીરીમાં વિલંબ થયો હતો. શનિવારે સવારે લગભગ 7 વાગ્યા સુધી આ સ્થિતિ રહી. શુક્રવાર મોડી સાંજથી શનિવાર સવાર સુધી 205થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી અને 50થી વધુ ફ્લાઇટ્સને ડાઇવર્ટ કરવી પડી હતી. એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટા ભાગની ફ્લાઇટ્સ સરેરાશ એક કલાક મોડી પડી હતી.

આંધી- તોફાનના કારણે IGI એરપોર્ટ પર હવાઈ સેવાઓ લગભગ ઠપ્પ થઈ ગઈ હતી. શુક્રવારે સાંજે આવેલા આધી- તોફાનને કારણે આજે પણ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઈટની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ફ્લાઇટ્સ મોડી પડવાના કારણે સેંકડો મુસાફરો અટવાઈ પડ્યા હતા. આંધી- તોફાનના કારણે શનિવારે સવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

હકીકતમાં, શુક્રવારે સાંજે દિલ્હી અને NCR વિસ્તારોમાં આવેલા ભયંકર વાવાઝોડાને કારણે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવાઈ સેવાઓ લગભગ ઠપ્પ થઈ ગઈ હતી તેમ કહીએ તો પણ ખોટું નથી. શનિવારે સવારે પણ આંધી તોફાનની અસર જોવા મળી હતી. જેના કારણે સેંકડો મુસાફરો કલાકો સુધી અટવાયા હતા. શુક્રવાર સાંજથી આજે સવાર સુધી ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી 200 થી વધુ સ્થાનિક ફ્લાઇટ્સ મોડી સાંજથી ઉડાન ભરી શકી ન હતી. આંધી તોફાનને કારણે લગભગ 25 ફ્લાઇટ્સ તેમના નિર્ધારિત સ્થળોથી ડાયવર્ટ કરવામાં આવી હતી અને સાત ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. એરલાઇન્સની આ બેદરકારી બાદ સોશિયલ મીડિયા પર ફરિયાદોનો મારો થઈ રહ્યો હતો.

આ અંગે એર ઈન્ડિયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “ભારે આંધી અને તોફાની પવનો અને ખરાબ હવામાનને કારણે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ફ્લાઇટ કામગીરી પર અસર પડી છે. દિલ્હી જતી અને આવતી અમારી કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી રહી છે અથવા ડાયવર્ટ થઈ રહી છે, જેના કારણે અમારા ફ્લાઇટ શેડ્યૂલ પર અસર થવાની સંભાવના છે. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને વિક્ષેપ ઓછો કરવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ.”

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતા

0

શનિવાર બપોરે 1 વાગ્યાના અરસામાં પાકિસ્તાનમાં 5.8 તીવ્રતાનો નાપાસો તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના ઝટકા જમ્મુ-કાશ્મીર સહિત અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર 10 કિલોમીટર ઊંડાણે હતું, જેની ભૂમધ્ય રેખા ઉપર સ્થાનાક 33.63 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 72.46 ડિગ્રી પૂર્વ રેખાંશ નોંધાયું હતું.

પાકિસ્તાન યુરેશિયન અને ઇન્ડિયન ટેક્ટોનિક પ્લેટના સીમાડે આવેલો દેશ છે અને એટલે કરીને આ પ્રદેશ ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. બાલોચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વા, ફેડરલી એડમિનિસ્ટર્ડ ટ્રાયબલ એરિયાઝ અને ગિલગિત-બાલ્તિસ્તાન યુરેશિયન પ્લેટના દક્ષિણ ભાગે આવેલ છે, જ્યારે સિંધ, પંજાબ અને પાકિસ્તાની કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર ઇન્ડિયન પ્લેટના ઉત્તર-પશ્ચિમ ભાગે આવેલ છે. આ પ્લેટો વચ્ચેની ટક્કર હોવાને કારણે પાકિસ્તાનમાં વારંવાર ધૃજનક ભૂકંપ આવતા રહે છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

બિન હથિયારી PSIની 472 જગ્યા માટે આવતી કાલે તા. 13મી એપ્રિલે લેખિત પરીક્ષા યોજાશે

0

સુરત ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-ર૦ર૫ દરમ્યાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની 472 જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા તા. 13 મી ના રોજ અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં યોજવામાં આવનાર છે. જે માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તા.13 મી સુધી ચાલુ રહેશે. એક લાખ જેટલા ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કર્યા છે. આ પરીક્ષામાં 3-3 કલાકના બે પેપર હશે.આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરિતી વગર યોજાય તે માટે 8000 થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારી / કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક PI / PSIને ભરતી બોર્ડના પ્રતિનિધી તરીકે નિમણુંક આપવામાં આવી છે.

લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનીટરીંગ કરવામાં આવનાર છે. શારીરિક કસોટી દરમ્યાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક / ફોટોગ્રાફને લેખિત પરીક્ષાના બન્ને પેપર પહેલા વેરીફીકેશન કરવામાં આવનાર છે તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે મોનીટરીંગ કરવામાં આવશે.

અમદાવાદ શહેર, સુરત શહેર તથા વડોદરા શહેર ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશ્નરશ્રીઓના જનરલ સુપરવિઝન હેઠળ તેમજ IGP / DIGP કક્ષાના સિનીયર પોલીસ અધિકારીશ્રીઓની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતીના સુપરવિઝન હેઠળ યોજવામાં આવનાર છે. તા. 13 મી ના રોજ યોજાનાર આ લેખિત પરીક્ષા કોઇપણ જાતની ગેરરીતી વગર યોજાય તે માટેની તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે. આ પરીક્ષામાં ગેરરિતી કરનાર કે ગેરરિતીમાં મદદ કરનાર વિરૂધ્ધ સખ્ત પગલાઓ ભરવામાં આવશે.