Home Blog Page 480

પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 26 મુસાફરોની સંપૂર્ણ યાદી

0

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ગુસ્સો છે. લોકોની આંખો નામ છે. આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા. આતંકી હુમલા બાદ સેના પહલગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં વિવિધ સ્થળોએ સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમનો સાઉદી અરેબિયા પ્રવાસ છોડીને પરત ફર્યા હતા અને અહીં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત તમામ ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકો ક્યાંના હતા

ક્ર.મૃતકોનું નામરાજ્ય/શહેર
1શુભમ દ્વિવેદીઉત્તર પ્રદેશ
2સુશીલ નેથાનિયલમધ્ય પ્રદેશ
3નીરજ ઉધવાણીઉત્તરાખંડ
4યેન. રામચંદ્રકેરળ
5મુનિષ રંજનબિહાર
6દિનેશ અગ્રવાલચંદીગઢ
7દિલીપ દસાલીમહારાષ્ટ્ર
8બિટન અધિકારીકોલકાતા
9હેમંત સુહાસમુંબઈ
10સંજય લક્ષ્મણમુંબઈ
11વિનય નરવાલહરિયાણા
12અતુલ શ્રીકાંતથાણે
13પ્રશાંત સત્પથીઓડિશા
14સમીર ગુહારકોલકાતા
15દિલીપ દસાલીમુંબઈ
16જે.સચચંદ્રવિશાખાપટ્ટનમ
17M. સોમીસેટ્ટીબેંગ્લોર
18સંતોષમહારાષ્ટ્ર
19મંજુનાથ રાવકર્ણાટક
20કસ્તુરબા ગાન્વોટેમહારાષ્ટ્ર
21ભારત ભૂષણબેંગ્લોર
22સુમિતભાવનગર
23યતીશભાવનગર
24શૈલેષભાઈસુરત
25ટાગેહેલિંગઅરુણાચલ પ્રદેશ
26M. સોમીસેટ્ટીબેંગલુરુ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું, “ભારે હૃદય સાથે, હું પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને મારી અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારત આતંક સામે ઝુકશે નહીં. આ ઘાતકી આતંકવાદી હુમલાના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.”

મંગળવારે દક્ષિણ કાશ્મીરના પહલગામમાં એક મુખ્ય પર્યટન સ્થળ પર આતંકવાદીઓએ હુમલો કરતાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. શાહ હુમલાના કલાકોમાં મંગળવારે રાત્રે અહીં પહોંચ્યા એ હતા અને પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાતે પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. ગૃહમંત્રીએ સુરક્ષા સમીક્ષા બેઠકની પણ અધ્યક્ષતા કરી હતી, જેમાં લેફ્ટનન્ટ ગવર્નર પણ હાજર હતા.

પહેલગામમાં થયેલા હુમલાની રાજનાથ સિંહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?

0

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાની ઘટનામાં 26 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઘટનાની ગુંજે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. આ તમામની વચ્ચે રાજનેતાઓથી લઈને સેલિબ્રિટીઓએ પણ દુઃખ વલ્યક્ત કર્યું છે. ભારત દેશના લોકોએ પાકિસ્તાન પર હુમલો કરવાની માંગ ઉઠાવી છે. આ તમામની વચ્ચે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહનું નિવેદન સામે આવ્યું છે.

શું કહ્યું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે
હું દેશવાસીઓને આશ્વાસન આપું છું કે, ભારત સરકાર જરૂરી દરેક પગલાં લેશે. અમે ફક્ત એવા લોકો પર જ નથી જઈ રહ્યા જેમણે આ કર્યું. અમે એવા લોકો સુધી પણ પહોંચીશું જેમણે પડદા પાછળ બેસીને ભારતની ધરતી પર આવી નાપાક પ્રવૃત્તિઓનું ષડયંત્ર રચ્યું છે. ભારત આટલી જૂની સભ્યતા અને આટલો જૂનો દેશ છે, જેને આવા આતંકવાદી કૃત્યોથી ડરાવી શકાય નહીં. આ માટે જવાબદારોને ટુંક સમયમાં જ જોરદાર પ્રતિસાદ મળતો જોવા મળશે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે પહેલગામમાં આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ હુમલામાં 26 લોકોના મોત થયા છે. સૂત્રોએ જણાવ્યું કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના વડાઓ, સંરક્ષણ સચિવ અને સેનાના સૈન્ય ઓપરેશન્સના મહાનિર્દેશક હાજર હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સિંહે સશસ્ત્ર દળોને તેમની લડાઇ તૈયારી વધારવા અને આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં ‘મિની સ્વિટ્ઝર્લેન્ડ’ તરીકે ઓળખાતા મુખ્ય પર્યટન સ્થળ પર આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. તેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. તેમણે કહ્યું કે મૃતકોમાં બે વિદેશીઓ છે જેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE) અને નેપાળના હતા. માર્યા ગયેલાઓમાં બે સ્થાનિક લોકોનો પણ સમાવેશ થાય છે.

ઇસ્તંબુલમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા

તુર્કીની આપત્તિ અને કટોકટી વ્યવસ્થાપન એજન્સીએ જણાવ્યું હતું કે બુધવારે ઇસ્તંબુલમાં 6.2 ની પ્રાથમિક તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કોઈ નુકસાન કે ઈજાના તાત્કાલિક અહેવાલ નથી.

યુનાઇટેડ સ્ટેટ્સ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ભૂકંપ 10 કિલોમીટર (લગભગ 6 માઇલ) ની ઊંડાઈમાં હતો. તેનું કેન્દ્ર ઇસ્તંબુલથી લગભગ 40 કિલોમીટર (25 માઇલ) દક્ષિણપશ્ચિમમાં મારમારાના સમુદ્રમાં હતું. ત્યારબાદ અનેક આફ્ટરશોક્સ આવ્યા, જેમાં 5.3 ની તીવ્રતાનો એક આંચકો પણ સામેલ હતો. આપત્તિ અને કટોકટી વ્યવસ્થાપન એજન્સીએ રહેવાસીઓને ઇમારતોથી દૂર રહેવા વિનંતી કરી.

અહેવાલો મુજબ, આ ઝટકો આસપાસના ઘણા વિસ્તારોમાં પણ મહેસૂસ થયો હતો. ટર્કી બે મુખ્ય ફોલ્ટ લાઇનો વચ્ચે આવેલું છે, જેના કારણે અહીં વારંવાર ભૂકંપ આવતા રહે છે. નોંધનીય છે કે 6 ફેબ્રુઆરી 2023ના રોજ 7.8 તીવ્રતાનો ભૂકંપ અને ત્યારબાદ આવેલા એક વધુ શક્તિશાળી ઝટકાથી ટર્કીના દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભાગોમાં ભારે તબાહી મચી હતી, જેમાં 11 પ્રાંતોમાં લાખો ઇમારતો ધરાશાયી અથવા નુકસાનગ્રસ્ત થઇ ગઈ હતી અને 53,000થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા. સાથે જ પાડોશી દેશ સીરીયાના ઉત્તર ભાગમાં પણ આશરે 6,000 લોકોનાં જીવ ગયા હતા.

આર્થિક પરેશાનીઓ વચ્ચે ‘તારક મહેતા’ ફેમ અભિનેતાની આત્મહત્યા, ઇંડસ્ટ્રીમાં શોક

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’, ‘ક્રાઈમ પેટ્રોલ’, ‘યે રિશ્તા કયા કહેલાતા હે’, ‘ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ’ જેવી લોકપ્રિય સિરિયલો અને શોમાં ભૂમિકા ભજવનાર અભિનેતા લલિત મનચંદાએ આત્મહત્યા કરી લીધી છે. સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશનએ તેમના અવસાનની અધિકૃત પુષ્ટિ કરી છે. સંસ્થાએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવસભર પોસ્ટ દ્વારા અભિનેતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર, લલિતે મેરઠમાં પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને તેમનો મૃતદેહ પંખા સાથે લટકેલી અવસ્થામાં મળ્યો હતો. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ મૃતદેહ તેમના શોકાતુર પરિવારજનોને સુપરત કરવામાં આવ્યો છે.

લલિતના પરિવાર પાસેથી એકત્રિત માહિતી અનુસાર, અભિનેતા રવિવારે રાત્રે પોતાના ઓરડામાં ગયા હતા અને સોમવારે સવારે જ્યારે તેમના પરિવારના સભ્યો તેમને ચા માટે જગાડવા આવ્યા, ત્યારે તેમનો મૃતદેડ પંખા સાથે લટકતો મળી આવ્યો. પરિવારે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. અભિનેતા તેમની પત્ની તરુ મનચંદા, 18 વર્ષીય પુત્ર ઉજ્જવલ અને પુત્રી શ્રેયા મનચંદાને છોડીને ગયા છે.

કાશ્મીરમાં આતંકી હુમલાની અસરો: ટૂરિસ્ટ બુકિંગમાં ઘટાડો, ઉદ્યોગ પડકારમાં

પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાએ સમગ્ર દેશમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. હુમલામાં અનેક નિર્દોષ પ્રવાસીઓના મોત થતાં લોકોમાં ગુસ્સો અને ડર બંને જોવા મળ્યો છે. આ ઘટનાની અસર કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગ પર પણ સીધી પડી છે. ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોના લોકો, જેમણે ગરમીઓની ছુટ્ટીઓ માટે કાશ્મીરનું બુકિંગ કરાવ્યું હતું, તેમણે યાત્રા રદ્દ કરી દીધી છે. ટ્રાવેલ એજન્સીઓ અને હોટલ માલિકોનું કહેવું છે કે સીઝનની ચમક દરમિયાન આવી પરિસ્થિતિ પહેલાં કદી જોવાઈ નહોતી.

હોટલ્સ, હોમસ્ટે અને હાઉસબોટ્સના બુકિંગ રદ્દ થવાને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખાસ કરીને વિદેશી પ્રવાસીઓ, જે કાશ્મીરના કુદરતી સૌંદર્ય અને ઠંડી વાતાવરણ માટે આવતા હતા, તેમણે પણ ટૂર રદ્દ કર્યા છે. કેટલીક ટ્રાવેલ કંપનીઓના મતે, અત્યારે 6 મહિના સુધી નવા બુકિંગની સંભાવના ઓછી છે. પહેલગામ, ગુલમર્ગ અને સોનમર્ગ જેવા લોકપ્રિય સ્થળોએ હાલ ચાહકોની સંખ્યા ન્યૂનતમ સ્તરે છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને હોટલ ઉદ્યોગમાં કામ કરતા હજારો લોકોને રોજગારી પર પણ અસર પડી છે.

જમ્મુ અને કાશ્મીરનું પ્રવાસનનો છેલ્લા 5 વર્ષમાં સારો એવો વિકાસ થયો હતો. અહીં ભારતીય પ્રવાસી કરતા વિદેશી પ્રવાસીઓ વધારે આવતા હોય છે. 2024ની વાત કરવામાં આવે તો, 65,452 જેટલા વિદેશી પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીર આવ્યાં હતા. આ વખતે સંખ્યા વધવાની આશા હતી પરંતુ હવે તે આંકડો ઘટવાનો છે. કારણે કે, મોટા ભાગના લોકોએ કાશ્મીરનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. આ સ્થિતિમાં સુધાર આવતા ઘણો સમય લાગશે તેવું સ્થાનિક વેપારીઓ, હોટલ માલિકો અને ટ્રાવેલ એજન્ટોનું કહેવું છે.

સાવધાન! સુરતમાં સિલિંગનો પોપડો પડતાં 12 વર્ષના બાળકનું મોત

સુરત છતમાંથી પોપડા પડતા 12 વર્ષના બાળકનું મોત થયુ છે. 11 દિવસની સારવાર બાદ બાળકનું મોત થયુ. 11 એપ્રિલે બાળક પર છતના પોપડા પડ્યા હતા. એપાર્ટમેન્ટમાં રમતી વખતે બાળક પર પોપડા ખર્યા હતા. છતના પોપડા પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ. સુરતના સીમાડા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ઘટના બની છે. એકના એક દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

સરથાણાના સીમાડા ભગવાન નગરમાં આવેલા બ્લુસીટી એપાર્ટમેન્ટમાં 12 વર્ષીય મંત્ર કેતનભાઇ અકબરી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતાનો 12 વર્ષીય પુત્ર મંત્ર એકનો એક દીકરો હતો. પિતા કેતનભાઇ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે દરમિયાન મંત્ર ઘર નજીક આવેલી સ્કૂલમાં ધોરણ-6માં અભ્યાસ કરતો હતો.ગત 11 એપ્રિલના રોજ બપોરે મંત્ર સોસાયટીના મિત્ર સાથે એપાર્ટમેન્ટના નીચે રમી રહ્યો હતો. દરમિયાન એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી પીઓપીનો પોપડો મંત્રના માથા ઉપર પાડતા બાળક ત્યાં જ ઢળી પડ્યો હતો.

ઘટનાના પગલે મંત્રના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે મંત્રને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.માથામાં ગંભીર ઇજાના પગલે બે-બે હોસ્પિટલ લઈને એકના એક પુત્રને લઈને પરિવાર ફર્યો હતો. જો કે, આજે 11 દિવસની સારવાર બાદ મંત્રએ મોત સામે લડી આખરે દમ તોડી દીધો હતો. અકબરી પરિવારના એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ બનાવ અંગે વધુ આગળની તપાસ સરથાણા પોલીસ કરી રહી છે.

પહેલગામમાં હુમલો કરનાર શંકાસ્પદ 3 આતંકીઓના સ્કેચ જાહેર

0

જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી TRFએ લીધી છે. તે ફાયનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સની કાર્યવાહીથી બચવા માટે બનાવવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના વધી રહેલા વર્ચસ્વમાં ઘટાડો કરવાનું છે. ટાર્ગેટ કિલિંગ જેવા અનેક કિસ્સામાં ટીઆરએફ સામેલ છે. સોશિયલ મીડિયા પર તેઓ એક્ટિવ છે. કાશ્મીરની અંદર ચાલતી દરેક ગતિવિધિઓ પર નજર રાખે છે. અગાઉ તેણે પોતાની હિટ લિસ્ટ પણ જારી કરી હતી. આ લિસ્ટમાં ભાજપના નેતાઓ, સેના અને પોલીસ અધિકારીઓના નામ સામેલ છે.

જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલાને લઈ મોટા સમાચાર આવ્યા છે. પર્યટકોની પૂછપરછ બાદ સ્કેચ તૈયાર કરાયા છે. આ સ્કેચ હવે જાહેર કરાયા છે.પર્યટકોનાં જણાવ્યા અનુસાર, 2 આતંકી પશ્તોન ભાષામાં વાતચીત કરતા હતા. હુમલાખોરોમાં બે વિદેશી આતંકી પણ સામેલ હોવાની વાત સામે આવી છે. જ્યારે, સ્થાનિક આતંકી બિજબેહરા અને ત્રાલના હોવાની માહિતી છે. આતંકીઓએ નિર્દોષ પર્યટકો પર AK-47 થી ફાયરિંગ કર્યુ હતું.

જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં રજાઓ માણવા આવેલા પ્રવાસીઓ પર કેટલાક આતંકીઓએ હુમલો કર્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આંતકવાદીઓ પોલીસ અને આર્મીની યુનિફોર્મમાં ત્યાં આવ્યા હતા અને પર્યટકોને ધર્મનું પૂછીને ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 પ્રવાસીઓનાં મોત નીપજ્યા છે. જ્યારે 17 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી TRFએ લીધી છે. તે ફાયનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ(FATF)ની કાર્યવાહીથી બચવા માટે બનાવવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના વધી રહેલા વર્ચસ્વમાં ઘટાડો કરવાનું છે. ટાર્ગેટ કિલિંગ જેવા અનેક કિસ્સામાં ટીઆરએફ સામેલ છે. સોશિયલ મીડિયા પર તેઓ એક્ટિવ છે. કાશ્મીરની અંદર ચાલતી દરેક ગતિવિધિઓ પર નજર રાખે છે. અગાઉ તેણે પોતાની હિટ લિસ્ટ પણ જારી કરી હતી. આ લિસ્ટમાં ભાજપના નેતાઓ, સેના અને પોલીસ અધિકારીઓના નામ સામેલ છે.

મોરારી બાપુએ શ્રીનગરમાં કથા પાંચમી દિવસે સ્થગિત કરી

0

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધી 26 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 25 પર્યટકો અને 1 સ્થાનિકનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે. હાલ સમગ્ર દેશમાં ભારે આક્રોશની સ્થિતિ છે. આ હુમલામાં 2 વિદેશી નાગરિકોનાં પણ મોત નિપજ્યાં છે. મોરારી બાપુએ માનસ શ્રીનગર નામની પોતાની કથાને 5 માં દિવસે જ સમાપન કર્યું હતું. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલી આપ્યા બાદ પોતાની કથા અહીં જ પુર્ણ થઇ રહી છે તેવી જાહેરાત કરી હતી.

કથાકાર મોરારીબાપુએ જણાવ્યું કે, જે લોકો આ હુમલાનો ભોગ બન્યા છે,
તેમાંથી કેટલાક તેમની કથા સાંભળવા માટે આવી રહ્યા હતા. કથા સ્થળ પર પહોંચે તે પહેલા જ તેઓ આ દુર્ઘટનાનો શિકાર બન્યા, જે વાતથી તેઓ અત્યંત વ્યથિત છે. તેમણે મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવારજનો પ્રત્યે સાંત્વના પાઠવી.

વધુમાં બાપુએ કહ્યું કે, આ હુમલો અત્યંત દુઃખદ અને નિંદનીય છે. આવી હિંસાથી માનવતાને ભારે નુકસાન થાય છે. તેમણે ઘાયલ થયેલા લોકોને જલ્દી સ્વસ્થ થવાની કામના પણ કરી છે. મોરારીબાપુનો આ દુઃખ વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમની સંવેદના સ્પષ્ટપણે જોઈ શકાય છે.

શેરબજારમાં આજે સેન્સેક્સમાં 500 પોઈન્ટ અપ, નિફ્ટીએ પણ ભરી ઉડાન

શેરબજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહેતા સેન્સેક્સ નિફ્ટી વધ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 79595 સામે 500 પોઇન્ટથી વધુ ઉછાળે આજે 80142 ખુલ્યો હતો. આઈટી શેરમાં તેજીથી સેન્સેક્સ ઉપરમાં 80254 સુધી ઉછળ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24357 સામે આજે 24357 ખુલ્યો હતો. બેંક નિફ્ટી 450 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 750 પોઇન્ટથી વધુ ઉછળ્યા હતા. સેન્સેક્સના બ્લુચીપ સ્ટોક એચસીએલ ટેક 5.5 ટકા, ટેક મહિન્દ્રા 2.5 ટકા ઇન્ફોસીસ, ઇન્ડ્સઇન્ડ બેંક અને ટાટા મોટર્સના શેર 1 થી 2 ટકા વધ્યા હતા.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ, ટાટા કોમ્યુનિકેશન્સ, વારી એનર્જી, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, હુહતામાકી ઇન્ડિયા, ડેલ્ટા કોર્પ, 360 વન ડબલ્યુએએમ, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, વરુણ બેવરેજીસ, ગોકલદાસ એક્સપોર્ટ્સ અને અંબુજા સિમેન્ટ્સના શેર આજના ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં રહેશે.કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ ૫૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦,૧૦૯.૫૫ પર ખુલ્યો. જ્યારે NSE પર નિફ્ટી 0.64 ટકાના વધારા સાથે 24,321.45 પર ખુલ્યો.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ, ટાટા કોમ્યુનિકેશન્સ, વારી એનર્જી, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, હુહતામાકી ઇન્ડિયા, ડેલ્ટા કોર્પ, 360 વન ડબલ્યુએએમ, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, વરુણ બેવરેજીસ, ગોકલદાસ એક્સપોર્ટ્સ અને અંબુજા સિમેન્ટ્સના શેર આજના ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં રહેશે.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીનાં મોત

0

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે (22 એપ્રિલ)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

ગઇકાલે હુમલા બાદ સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળઠિયાનું મોત થયું હોવાની પુષ્ટિ થઇ હતી. જે બાદ આજે વહેલી સવારે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈનું મોત થયું હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે, જે ગઇકાલથી ગુમ હતા.

ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર ગયું હતું, જેમાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર, તેમનાં પત્ની કાજલબેન યતીશભાઇ અને પુત્ર સ્મિત યતીશભાઈ ગઇકાલથી ગુમ હતાં. જેમાં કાજલબેન સહીસલામત મળી આવ્યાં છે. જોકે, દુર્ભાગ્યવશ યતીશભાઇ અને પુત્ર સ્મિતનું હુમલામાં મોત થયું હોવાની સુરક્ષાદળો દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે.

ભાવનગરના 45 વર્ષીય મૃતક યતીશભાઇ પરમાર હેર સલૂન ચલાવતા હતા, જ્યારે એમનો 17 વર્ષીય પુત્ર સ્મિત 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી મુજબ ભાવગરના મૃતક પિતા-પુત્ર અને સુરતના મૃતક શૈલેશભાઈ કળઠીયાના મૃતદેહને વતનમાં લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના બે લોકો પણ સંપર્કવિહોણા થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. યતીનભાઇ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. યતિષભાઈ પરમાર અને તેમના દિકરા સ્મિત પરમાર અને તેમના માતા કાજલબેન પરમાર શ્રીનગર ખાતે મોરારીબાપુની કથા સાંભળવા ગયા હતા. પરિવારમાં માત્ર કાજલબેન પરમારનો સંપર્ક થઈ શક્યો છે જેમની સાથે ભાવનગરના પરિવારે વાતચીત કરી હતી.

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિનુભાઇ ડાભીના દીકરા અશ્વિન ડાભીએ જણાવ્યું હતું કે, 16 તારીખે મારા પપ્પા અહીંયાથી 15 દિવસના ટુર માટે ગયા હતા, જમ્મુ અને કાશ્મીર અને ત્યાં મોરારીબાપુની કથા સાંભળવાની હતી. ત્યાર પછી વૈષ્ણોદેવી દર્શન માટે જવાના હતા. બાદમાં 30 એપ્રિલે ભાવનગર પરત આવવાના હતા. તેઓ પહલગામના આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યારે તેમની સ્થિતિ સારી છે. મારી મમ્મી સાથે વાત થઇ છે.

ભાવનગર ગ્રુપના 20 સભ્યોનું લિસ્ટ

  • યતિષભાઈ સુધીરભાઈ પરમાર (મૃતક)
  • સ્મિત યતિષભાઈ પરમાર (મૃતક)
  • વિનુભાઈ ત્રિભોવનભાઇ ડાભી (સારવાર હેઠળ)
  • કાજલબેન યતિષભાઈ પરમાર
  • લીલાબેન વિનુભાઈ ડાભી
  • ધીરુભાઈ ડાયાભાઇ બારડ
  • મંજુલાબેન ધીરુભાઈ બારડ
  • મહાસુખભાઈ રાઠોડ
  • પુષ્પાબેન મહાસુખભાઈ રાઠોડ
  • હરેશભાઈ નાનજીભાઈ વાઘેલા
  • ખુશી હરેશભાઈ વાઘેલા
  • અસ્મિતાબેન હરેશભાઈ વાઘેલા
  • મંજુબેન હરજીભાઈ નાથાણી
  • સાર્થક મનોજભાઈ નાથાણી
  • હરજીભાઈ ભગવાનભાઈ નાથાણી
  • હર્ષદભાઈ ભગવાનભાઈ નાથણી
  • ચંદુભાઈ જેરામભાઈ બારડ
  • ચંદુભાઈ તુલસીભાઈ બારડ
  • ગીતાબેન ચંદુભાઈ બારડ