Home Blog Page 471

વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલનો ચોંકાવનારો આરોપ, 3 દર્દીના મોતનો દાવો

અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઈ (VS) હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં 3નાં મોત થયાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ કર્યો છે. 500થી વધારે દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવી હતી. ચાંદખેડા વોર્ડના કોંગ્રેસનાં કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ક્લિનિકલ રિસર્ચ મામલે કોઈ એથિકલ કમિટીની રચના કરવામાં આવી નથી પરંતુ મારી પાસે ક્લિનિકલ રિસર્ચ માટે હોસ્પિટલે કરેલા MOUની કોપી છે. જેમાં વીએસ હોસ્પિટલના ડીન ડો. પારુલ શાહની સહી પણ છે. ડો. દેવાંગ રાણાને NHL કોલેજના ડીન દ્વારા ક્લિનિકલ રિસર્ચ માટે નિમણૂક કરવામાં આવ્યા છે જેનો ઓર્ડર પણ છે.

રાજશ્રીબેન કેસરીએ આક્ષેપ કર્યો છે કે વી.એસ.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટથી લઈ તમામ અધિકારીઓને આ બાબતોની જાણ હતી. 500થી વધારે દર્દીઓ ઉપર ક્લિનિકલ ટ્રાયલ થયું છે અને મારી જાણમાં આવ્યું છે ત્યાં સુધી ત્રણ દર્દીઓના મૃત્યુ પણ થયા છે જે અંગે અત્યારે અમે હાલમાં તપાસ કરી રહ્યા છીએ. ક્લિનિકલ રિસર્ચ વિભાગના વડા ડો. દેવાંગ રાણાએ જાન્યુઆરી મહિનામાં પણ પત્ર લખ્યો હતો. ડો. દેવાંગને વી.એસ.હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. પારુલ શાહ અને ડો. ચેરી શાહ માનસિક હેરાન કરી રહ્યાં છે. તેઓના કૌભાંડને છાવરવા માટે ડો. દેવાંગ રાણાનો ભોગ લેવામાં આવ્યો છે. ખોટા વ્યક્તિને આશરો આપી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં જે માહિતી આપવામાં આવી હતી તે સદંતર ખોટી આપવામાં આવી છે.

દેવાંગ રાણાએ ખુલાસો કર્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે મારી કામગીરી માત્ર ક્લિનિકલ રિસર્ચ ટ્રાયલ એગ્રીમેન્ટ મુજબ થયું છે કે નહીં તે અંગે જોવાની છે. કોઈપણ નાણાકીય વ્યવહારો કરવાની જવાબદારી મારી નથી. નાણાની વહેંચણી સુપ્રિટેન્ડેન્ટના જ આદેશ મુજબ થઈ છે. હોસ્પિટલમાં જેટલા પણ ટ્રાયલ કરવામાં આવ્યા છે તે તમામની માહિતી હોસ્પિટલના સુપ્રિટેડન્ટના જાણમાં મૂકવામાં આવી છે. ક્લિનિકલ ટ્રાયલ વી.એસ. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની જાણમાં જ થયા છે. જે અંગેની ખરાઈ NHL મેડિકલ કોલેજના ફાર્મોકોલોજી વિભાગના વડા ડો. સુપ્રિયા મલ્હોત્રા દ્વારા કરવામાં આવી છે. જે પૈસા મારા ખાતામાં જમા થયા છે તે પૈસા મારા મહેનતાણાના પૈસા છે. તમામ એકાઉન્ટમાં હું જોઈન્ટ હોલ્ડર જ છું.

આમ આદમી પાર્ટી દિલ્હી મેયરની ચૂંટણી નહીં લડે, જાણો

0

દિલ્હીમાં મેયરની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી (AAP) એ જાહેરાત કરી હતી કે MCD મેયર માટે પોતાના ઉમેદવાર ઉભા રાખશે નહીં. AAP દિલ્હીના પ્રમુખ સૌરભ ભારદ્વાજે કહ્યું, પક્ષએ નિર્ણય લીધો છે કે આ વખતે અમે મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉભો રાખીશું નહીં. ભાજપે પોતાના મેયરની પસંદગી કરવી જોઈએ, ભાજપે પોતાની સ્થાયી સમિતિ બનાવવી જોઈએ અને કોઈપણ બહાના વગર દિલ્હી પર શાસન કરવું જોઈએ, તેમ પણ સૌરભે જણાવ્યું હતું.

પૂર્વ સીએમ આતિશીએ કહ્યું કે, હાલમાં તોડફોડ બાદ એમસીડીમાં ભાજપની બહુમત છે. અમે તોડફોડની રાજનીતિ નથી કરતા. તો આ વખતે ચૂંટણી નહીં લડીએ. ભાજપ પોતાની ટ્રિપલ એન્જીનની સરકાર ચલાવે. દિલ્હીમાં કાયદો અને સફાઈની જવાબદારી નિભાવે. અમે એક મજબૂત વિપક્ષની રાજનીતિ નિભાવીશું. આતિશીએ કહ્યું કે, ભાજપે તોડફોન કરીને નિગમમાં પોતાનું સંખ્યાબળ વધારી દીધું છે. જો અમારી ચૂંટણી જીતવી હોય તો અમારે તોડફોડ કરવી પડી, જે અમે નહીં કરીએ.

આમ આદમી પાર્ટીના મેયર ચૂંટણીમાં ભાગ ન લેવાના નિર્ણય બાદ ભાજપ તરફથી પ્રહારો થયા છે. ભાજપના દિલ્હી પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે આમ આદમી પાર્ટી સારી રીતે જાણે છે કે દિલ્હી નગર નિગમમાં તેઓ બહુમત ખોઈ ચુક્યા છે. છેલ્લા અઢી વર્ષમાં નગર નિગમની જાળવણી અને પ્રશાસનિક કામ બંધ પડ્યા છે. તેના કારણે આમ આદમી પાર્ટી ચૂંટણી બહિષ્કારનું નાટક કરી રહી છે.

ઝારખંડમાં 8 નક્સલીઓનું એન્કાઉન્ટર, 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો નક્સલી ઠાર

0

ઝારખંડના બોકારો જિલ્લામાં નક્સલવાદીઓને મોટો ફટકો પડ્યો છે. ઝારખંડ પોલીસ સાથેની ભીષણ અથડામણમાં 8 નક્સલીઓ માર્યા ગયાના સમાચાર છે. પોલીસ મુખ્યાલયમાંથી મળેલી માહિતી અનુસાર, લગભગ 8 મૃતદેહ મળી આવ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે માર્યા ગયેલા ઘણા નક્સલીઓના માથા પર ઈનામ હતું. આ એન્કાઉન્ટર નક્સલી વિવેકની ટુકડી સાથે થયું હતું, જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ છે. એન્કાઉન્ટર બાદ મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.

અહેવાલો અનુસાર, લુગુ પહાડીઓમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં ઘણાં અન્ય નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સોમવારે (21મી એપ્રિલ)આજે સવારે ઝારખંડના બોકારો જિલ્લાના લાલપાનિયા વિસ્તારના લુગુ ટેકરીઓ ખાતે રાજ્ય પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહીમાં આઠ નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સૈનિકોએ એક SLR અને એક INSAS રાઇફલ જપ્ત કરી છે. હજુ સુધી કોઈ જવાન ઘાયલ થયાના સમાચાર નથી.

ઝારખંડ પોલીસ અને સુરક્ષા દળો વચ્ચેની આ ભીષણ અથડામણમાં અડધા ડઝનથી વધુ નક્સલીઓ માર્યા ગયા છે. ઝારખંડ પોલીસ મુખ્યાલય પાસેથી મળેલી માહિતી અનુસાર, વિસ્તારમાં નક્સલીઓના એક મોટા જૂથના ફરતા હોવાની માહિતીના આધારે, નક્સલીઓએ ઓપરેશન માટે બહાર ગયેલા સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. જે બાદ, જવાબી હુમલામાં, ઝારખંડ પોલીસ અને કેન્દ્રીય દળોએ નક્સલીઓ સામે ગોળીબાર કર્યો.

ભૂસ્ખલનના કારણે જમ્મુ-કાશ્મીરમાં ફસાયા અનેક ગુજરાતી પ્રવાસીઓ

0

જમ્મુ-કાશ્મીરમાં થયેલા ભૂસ્ખલનને લીધે ઘણા ગુજરાતી પ્રવાસી ફસાયા હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ 50 કરતા વધારે પ્રવાસી ભરેલી બસ જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં ફસાયેલી હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 30 મુસાફરો ગાંધીનગર અને 20 પાલનપુરના છે. પ્રાથમિક માહિતી મુજબ તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ભૂસ્ખલન બાદ અનેક વાહનો ફસાયા છે જેમાં ગુજરાતની એક બસ ફસાઈ ગઈ છે. બસના મુસાફરો શ્રીનગરથી પરત ફરી રહ્યા હતા ત્યારે ખરાબ હવામાનના કારણે બસ રામબન જિલ્લામાં અટવાઈ ગઈ છે. બનાસકાંઠાના કલેક્ટર દ્વારા રામબનના કલેક્ટર અને બસમાં હાજર મુસાફર સાથે સીધી વાતચીત કરવામાં આવી છે. રામબન જિલ્લા પ્રશાસનની ટીમ બચાવ કામગીરી માટે સ્થળ પર પહોંચી રહી છે. કૉંગ્રેસના વિધાનસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી હતી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું .

જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતા

0

આજે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જમ્મુ કાશ્મીરમાં આવેલા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન હોવાનું પ્રકાશમાં આવ્યું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેની ઊંડાઈ 130 કિમીની હતી. સ્વાભાવિક છે કે, અફઘાનિસ્તાન પણ જમ્મુ અને કાશ્મીરની નજીક હોવાથી, ત્યાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

શું ₹ 2000થી વધુના UPI પેમેન્ટ પર લાગશે GST? સરકારે કરવી સ્પષ્ટતા, જાણો

0

આજના ડિજિટલ યુગમાં લોકો રોકડના બદલે વધુપડતા UPI પેમેન્ટનો ઉપયોગ કરે છે. માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં, પરંતુ ગામડાઓમાં પણ UPI પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધતો જઈ રહ્યો છે. જોકે સોશિયલ મિડિયા પર ફેલાઈ રહેલી એક અફવાએ UPI પેમેન્ટ કરનારાઓમાં ચિંતા ફેલાવી છે. જોકે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ફક્ત અફવા છે અને આ પ્રકારનો કોઈ નિયમ લાગુ કરવામાં આવ્યો નથી.

GST UPI Payments: શું UPI પેમેન્ટ પર ટેક્સ લાગશે?
સરકારે સ્પષ્ટતા કરી છે કે તે 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર GST લાદવાનું વિચારી રહી નથી. સરકાર 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST) લાદવાનું વિચારી રહી છે તેવા અહેવાલોને સ્પષ્ટ કરતા, નાણા મંત્રાલયે કહ્યું કે આ સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, હાલમાં સરકાર સમક્ષ આવો કોઈ પ્રસ્તાવ નથી. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) જેવા ચોક્કસ ચાર્જ પર GST વસૂલવામાં આવે છે.

MDR પણ દૂર કરવામાં આવ્યો
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ (CBDT) એ જાન્યુઆરી 2020 થી ગ્રાહકથી વેપારી (P2M) વચ્ચેના UPI વ્યવહારો પર MDR દૂર કરી દીધો છે. મંત્રાલયે કહ્યું, હાલમાં UPI વ્યવહારો પર કોઈ MDR વસૂલવામાં આવતો નથી, તેથી આ વ્યવહારો પર કોઈ GST લાગુ પડતો નથી. UPI વ્યવહારોમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે, જે નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 21.3 લાખ કરોડથી વધીને માર્ચ 2025 સુધીમાં રૂ. 260.56 લાખ કરોડ થઈ ગઈ છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે સરકાર UPI દ્વારા ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

લોકોમાં ફેલાયેલા ભ્રમને દૂર કરવા માટે કેન્દ્રીય પરોક્ષ કર અને મર્યાદા શુલ્ક બોર્ડ (CBIC) એ X (ટ્વિટર) પર સ્પષ્ટતા આપી. CBIC એ ટ્વીટ કરીને કહ્યું હતું કે UPI ટ્રાન્ઝેક્શન પર GST લગાડવાના દાવા નકામા છે. જાન્યુઆરી 2020થી CBDT એ P2M (Person to Merchant) UPI ટ્રાન્ઝેક્શન પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) દૂર કર્યો છે, જેના કારણે GST લાગુ પડતો નથી. સરકાર 2021-22થી UPIને પ્રોત્સાહન આપવા માટે યોજના ચલાવી રહી છે, જેમાં 2023-24 સુધી ₹3631 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ચોમાસા પૂર્વે તૈયારી અંગે કલેક્ટર કચેરીમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન, જાણો

બેઠકમાં કલેકટરશ્રીએ ચોમાસા દરમિયાન તમામ લાઈન ડિપાર્ટમેન્ટને રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલરૂમ ચાલુ રાખવા, શહેર અને જીલ્લામાં જે વિસ્તારોમાં પાણી ભરાવાના, પુર, ખાડીપુરના પ્રશ્નો ઉદ્દભવે છે તે સમસ્યાનો ઉકેલ લાવવા ત્યાં જરૂરી કામગીરી કરવા, ચોમાસા દરમિયાન જીલ્લામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલા લેવા, પીવાના પાણીની વ્યવસ્થા તથા ક્લોરિનેશન, ડ્રેનેજ/કાંસ, ગટર, કેનાલ, બોગદા સાફ કરાવવા અને વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કલેકટરશ્રીએ જણાવ્યું કે, ચોમાસામાં દુર્ઘટનાઓ ન બને તે શુભ સંકેત છે, પરંતુ કુદરતી કે માનવસર્જિત દુર્ઘટનાઓ બને ત્યારે તેનો મક્કમપણે સહિયારા પ્રયાસોથી જ ઉકેલ શક્ય બને છે જેથી પૂર્વ તૈયારીઓ જરૂરી હોવાનો મત વ્યક્ત કરી સૌને વિભાગવાર આગોતરૂ આયોજન કરવા અનુરોધ કર્યો હતો. તેમજ સુરત જીલ્લામાં છેલ્લા ૧૦ વર્ષમાં નદી, ડેમ, જળાશયો, કેનાલ, દરીયા, વરસાદી પાણીનો ભરાવો થયેલ સ્થળોએ પાણીમાં અકસ્માતે ડુબી જવાથી થયેલ માનવ મૃત્યુ તેમજ ભારે પવન અને વરસાદમાં ઝાડ, થાંભલા, હોર્ડીંગ્ઝ અને ટાંકી પડવાથી થયેલ માનવ મૃત્યુ તેમજ ગટરના ઢાંકણા ખુલ્લા રહેવાના કારણે તેમજ ખુલ્લા બોરવેલ/ટ્યુબવેલના કારણે થતા માનવ મૃત્યુનું વિશ્લેષણ કરી લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા યોગ્ય પ્રિ મોનસુન કામગીરી કરી તેમજ સાવચેતી/તકેદારીના યોગ્ય પગલાઓ લઈ આવી દુર્ઘટનાઓ ટાળી શકાય તેમ હોય માટે જરૂરી યોગ્ય પ્રિ મોનસુન કામગીરી કરવા તેમજ સાવચેતી/તકેદારીના યોગ્ય પગલાઓ લઈ આવી દુર્ઘટનાઓ ટાળવા આયોજન કરવા જણાવેલ છે.

આ ઉપરાંત ચોમાસા દરમિયાન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત મકાનોના સર્વે કરી બોર્ડ લગાવવા, જોખમી ઝાડ, વીજ પોલ, હોર્ડીંગ્ઝ, મકાનો દુર કરવા, ફાયર અને શોધ બચાવના સંસાધનો ચકાસવા, જિલ્લામાં આવેલા ડેમનું પ્રી- મોનસુન ઈન્સ્પેક્શન, વૃક્ષ પડવાના કિસ્સાઓમાં વૃક્ષો હટાવવા અને રસ્તાઓ ક્લિયર કરવા, સુવાલી બીચ, ડુમસ, ડભારી બીચ સહિત હરવા ફરવાના સ્થળો પર દુર્ઘટના ન બને તે માટે સાવચેતીના તમામ પગલા લેવા તેમજ જે રસ્તા/કોઝવે પરથી પાણી પસાર થતા હોય તે રસ્તા બ્લોક કરી રાઉન્ડ ધી કલોક પોલીસ બંદોબસ્ત રાખવા બાબત, આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરવા માટે શાળાઓની યાદી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવાનો પુરવઠો જળવાય, વીજળી, ગેસ, અનાજ, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની આવશ્યક સેવાઓ જળવાય રહે, વધુ વરસાદના કારણે કેટલાક ગામડાઓ વિખૂટા પડી જાય છે ત્યાં અગાઉથી જ સ્થળાંતરકરાવવા બાબત, નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાય છે તેની અગાઉથી ઓળખ કરી આ સમસ્યાના ઉકેલ માટે સંપર્ક કરવાના અધિકારીશ્રીની માહિતી સબંધિત વિભાગોને આપવા સહિતની બાબતો અંગે કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

અતિવૃષ્ટિ કે વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોની પાક નુકસાનીનો સર્વે કરવા અન્ય સહાય ચૂકવણાં અંગે અગાઉથીજ સર્વે ટીમ બનાવી સહાય સમયસર ચૂકવાય તે માટે સૂચના આપી. હજીરા નોટિફાઈડ એરિયા માટે નવું ઈઆરસી સેન્ટર બનાવવા દરખાસ્ત કરવા જણાવેલ.

કલેકટરશ્રીએ ખાસ કરીને નેશનલ હાઈવે, સ્ટેટ, પંચાયત હસ્તકના રસ્તાઓ, મેટ્રો, DFCIL સહિતના રસ્તાઓ પરના ખોદકામ, પેચવર્ક જુન પહેલા પૂર્ણ કરી ટ્રાફીક જામ તેમજ અકસ્માતો ન થાય તે બાબતે કાર્યવાહી કરવા જણાવેલ છે.

કલેકટરશ્રીએ વિગતો આપતા કહ્યું કે, છેલ્લા ૧૦ વર્ષો દરમિયાન સરેરાશ ૧૫૯૮ એમ.એમ. વરસાદ વરસ્યો છે. ૨૦૨૪ના વર્ષ દરમિયાન ૨૧૯૯ એમ.એમ. જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પુર, ભારે વરસાદ, વાવાઝોડાના સંજોગોમાં તકેદારીના તમામ પગલાઓ લઈ, લોકોનું, પશુઓનું સમયસર સ્થળાંતર થાય જેથી દુર્ધટનાઓ નિવારી શકાય તે માટે યોગ્ય કરવા જણાવ્યું હતું. ડેમમાંથી પાણી છોડવાના પ્રસંગે તેમજ ભારે વરસાદની આગાહીના મેસેજો ગ્રામ્ય કક્ષા સુધી છેવાડાના તમામ લોકો અને પશુપાલકોને મળે તેમજ પુર અને ડેમમાંથી પાણી છોડવાના પ્રસંગે નદીની અંદર પશુઓ ચરાવવા સહિતની પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવે તે બાબતે જણાવેલ છે. ભારે વરસાદની આગાહીના સમયે નિચાણવાળા અને પાણી ભરાવાની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ/આંગણવાડીઓ અગાઉથી જ બંધ રાખવામાં આવે જેથી શાળાના બાળકોને રેસ્ક્યુ કરવા જેવા બનાવો બને નહી. નદીઓ માટે સાઈન બોર્ડ તેમજ પાણીના ગેજની વિગતો જાહેર જનતા માટે પ્રદર્શીત કરવા બાબત, પશુ રોગચાળા તેમજ પશુઓની દવાનો જથ્થો જાળવી રાખવા, દરીયામાં ગયેલ માછીમારો અને બોટનો ડેટા રાખવા બાબત, અદ્યોગીક અકસ્માતો નિવારવા બાબત જણાવેલ છે. તેમજ અર્બન ફલડ અંગે અધ્યયન અહેવાલ તૈયાર કરવા એસ.એમ.સી.ને સૂચના આપવામાં આવી આ ઉપરાંત બંધ પડેલા બોરવેલ/ટુબવેલ, અવાવરૂ કુવાઓમાં બાળકોના પડી જવાના કારણે થતા અકસ્માતો નિવારવા માટેના પગલાઓ લેવા તમામ વિભાગને જણાવેલ છે.
બે

આફ્રિકાના કોંગોમાં 400 યાત્રીઓથી ભરેલી બોટમાં આગ બાદ તબાહી, 148ના કરુણ મોત

આફ્રિકન દેશ કોંગોમાંથી એક દુ:ખદ દુર્ઘટનાના સમાચાર મળ્યા છે. અહીં એક બોટ પલટી જવાથી એક મોટો અકસ્માત થયો હતો, જેમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 148 લોકોનાં મોતના સમાચાર છે તેમજ અનેક લોકો ગુમ હોવાનું કહેવાય છે. રેસ્ક્યુ-ઓપરેશન ચાલુ છે.

એચબી કોંગોલો નામની બોટ માટનકુમુ બંદરથી બોલોમ્બા જવા માટે રવાના થઈ હતી. આમાં લગભગ 400 મુસાફરો સવાર હતા. આ મોટો અકસ્માત ત્યારે થયો જ્યારે મ્બાન્ડાકા શહેર નજીક મોટરથી ચાલતી લાકડાની હોડીમાં અચાનક આગ લાગી. આ ઘટનામાં લગભગ 100 લોકો ઘાયલ થયા હતા બચી ગયેલા લોકોને મ્બાન્ડાકા ટાઉન હોલ ખાતેના કામચલાઉ આશ્રયસ્થાનમાં લઈ જવામાં આવ્યા હતા તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ દુ:ખદ અકસ્માત ત્યારે થયો જ્યારે એક મહિલા બોટ પર ભોજન બનાવી રહી હતી. બોટમાં અચાનક આગ લાગવાથી મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકો નદીમાં કૂદી પડ્યાં, પણ તેમને તરતા આવડતું ન હતું. આ કારણે તેમનું મૃત્યુ થયાં. હજુ પણ મોટી સંખ્યામાં લોકો ગુમ હોવાના અહેવાલ છે. રેડ ક્રોસ અને પ્રાંતીય અધિકારીઓની મદદથી બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધી રહી છે.

ઉલ્લેખનીય છે કે મધ્ય આફ્રિકન દેશમાં જીવલેણ બોટ અકસ્માતોના સમાચાર વારંવાર આવતા રહે છે. માર્ચની શરૂઆતમાં કોંગોમાં એક બોટ પલટી જતાં 25 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં ઘણા ફૂટબોલ ખેલાડીઓ પણ હતા. ડિસેમ્બર 2024માં પણ આવા બે અકસ્માતો થયા હતા. કોંગોની બુસીરા નદીમાં એક પેસેન્જર બોટ પલટી જતાં 38 લોકોનાં મોત થયાં હતાં. આના ચાર દિવસ પહેલાં જ બીજી બોટ ડૂબવાથી 25 લોકોનાં મોત થયાં હતાં તેમજ ઓક્ટોબરમાં કોંગોના કિવુ તળાવમાં એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા 78 લોકોનાં મોત થયાં હતાં.

ચાર વર્ષની બાળકીને ઈજા પહોંચાડવાના આક્ષેપથી રાજકોટ કંપાયું, જાણો

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચાર વર્ષની બાળકીના ગુપ્તાંગમાં ઇજા પહોંચાડવાના ગંભીર આરોપે શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. બાળકીની માતાએ સ્કૂલની શિક્ષિકા મિત્તલબેન વિરુદ્ધ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઇજા પહોંચાડવા, પોક્સો એક્ટ, અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગત 11 એપ્રિલ, 2025ના રોજ બાળકી સ્કૂલથી ઘરે આવી ત્યારે તેણે માતાને ગુપ્તાંગમાં દુખાવાની ફરિયાદ કરી. શરૂઆતમાં માતાએ તેને ગરમીના કારણે બળતરા માની, પરંતુ બીજા દિવસે બાળકીના ગુપ્તાંગમાંથી ચીકણો પદાર્થ અને પરુ નીકળતું જોતાં માતાને શંકા જાગી. તેમણે તાત્કાલિક બાળકીના પિતાને જાણ કરી, અને બાળકીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે તપાસ કરતાં બાળકીના ગુપ્તાંગમાં ઇજા થઈ હોવાનું જણાયું. બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં તે બે દિવસથી સારવાર હેઠળ છે. બાળકીએ સ્કૂલના સ્ટાફના ફોટા જોતાં શિક્ષિકા મિત્તલબેન પર આરોપ મૂક્યો, જેના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી.

આ ગંભીર કેસમાં શિક્ષિકા વિરુદ્ધ પોક્સો, એટ્રોસિટી ઍક્ટ તેમજ ઇજા પહોંચાડવા જેવી IPCની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કેસની ગંભીરતા જોતા તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને બાળકીને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

હાલમાં પોલીસ દ્વારા શિક્ષિકા મિતલબેનના વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ શિક્ષણ ક્ષેત્રમાં નૈતિકતાની સીમાઓ વિશે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. શાળાની મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી. આ ઘટના હજી એકવાર એ વાત પર ભાર મૂકે છે કે બાળકોની સુરક્ષા માટે શાળાઓમાં જાગૃતતા અને કડક નિયમો ફરજિયાત છે. પેરેન્ટ્સ માટે પણ જરૂરી છે કે બાળકમાં થતી કોઈ પણ શારીરિક કે માનસિક અસ્વસ્થતા જણાય તો તાત્કાલિક પગલું ભરે.

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપ આવ્યો છે. આ વખતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ હતી. જોકે ભૂકંપ એટલો ભારે હતો કે તેની અસર ભારતના કાશ્મીર સુધી અનુભવાઈ હતી અને કાશ્મીરમાં પણ આફ્ટરશૉક આવતા લોકો ગભરાઈ ગયા હતા. આ વખતે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનના બોર્ડર વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો.

માહિતી અનુસાર અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનની બોર્ડર વિસ્તારમાં આ વખતે ભૂકંપનો જોરદાર ઝટકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 86 કિલોમીટર ઊંડે હોવાની જાણકારી મળી છે. જેના કારણે કાશ્મીર સુધી ભૂકંપના આફ્ટરશૉક આવતા લોકો ઘર છોડીને બહાર મેદાનોમાં દોડી આવ્યા હતા.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.