Home Blog Page 459

વટવા GIDCમાં ભીષણ આગ: કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, બે કામદારો ઘાયલ

અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. GIDC ફેઝ 4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં છે. સોલવન્ટ અને ઈથાઈલ કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ફેક્ટરીની આજુબાજુમાં આવેલી ત્રણથી ચાર ફેક્ટરી તેમજ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે.

હાલ આ ઘટનામાં બે લોકોને ઈજા થતાં સારવાર અર્થે મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફેક્ટરીમાં કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ રહી છે, જેના કારણે ફાયરબ્રિગેડને કાબૂ મેળવવામાં વધારે મહેનત કરવી પડી રહી છે. ફાયરબ્રિગેડની અત્યારે કુલ 19 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે છે અને આગને ચારે તરફથી કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગના ધુમાડા જીઆઇડીસી રોડ ઉપર દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા.

અટવા GIDC આગમાં ઈજાગ્રસ્ત થયેલાના નામ

  • નીતિનભાઈ (ઉં.વ.55) 70% દાઝ્યા
  • રાજેશભાઈ (ઉં.વ.40) 19% દાઝ્યા

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીની મુશ્કેલીઓમાં વધારો, કોર્ટનો નોટિસ

0

દિલ્હીની એક અદાલતે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસની નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ પાઠવી છે. આ પહેલા પણ આ કેસમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હવે આ મામલે કોર્ટમાં આરોપપત્ર પણ દાખલ કરવામાં આવ્યો છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હી સ્થિત રાઉઝ એવેન્યુ કોર્ટમાં મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે આરોપપત્ર રજૂ કરવામાં આવ્યું છે. ઈડીના આરોપ મુજબ, આ કેસમાં પૈસાની હેરફેર કરવામાં આવી હતી અને તેમાં કોંગ્રેસના ટોચના નેતાઓ સામેલ હતા.

આ કેસનો મુખ્ય મુદ્દો AJLના સંપાદન સાથે સંબંધિત છે, જે એક સમયે નેશનલ હેરાલ્ડ અખબારનું સંચાલન કરતું હતું. આરોપો અનુસાર, કોંગ્રેસે AJL ને 90 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપી હતી, જે પાછળથી યંગ ઈન્ડિયનને માત્ર 50 લાખ રૂપિયામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. સોનિયા અને રાહુલ ગાંધી બંને યંગ ઈન્ડિયનમાં 38-38% હિસ્સો ધરાવે છે. આનાથી કંપનીને AJL ની 2,000 કરોડ રૂપિયાથી વધુની મિલકતો પર નિયંત્રણ મળ્યું, જે દેશના મુખ્ય શહેરોમાં દિલ્હી, લખનૌ અને મુંબઈમાં સ્થિત છે.

કોર્ટે કહ્યું કે ચાર્જશીટ પર ધ્યાન આપતા સોનિયા અને રાહુલને પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર છે. સ્પેશીયલ કોર્ટના જજ વિશાલ ગોગણેએ કહ્યું કે કોઈપણ તબક્કે કેસ રજૂ કરવાનો અધિકાર એ નિષ્પક્ષ ટ્રાયલનો જીવ છે. કોર્ટે કહ્યું કે આજે સાંજ સુધીમાં આરોપીઓને નોટિસ મોકલવામાં આવે

‘આ અભ્યાસક્રમ કોણે નક્કી કર્યો?’ આર. માધવને NCERT પર ઉઠાવ્યા સવાલ

0

NCERT માં શાળાના બાળકોને ભણાવવામાં આવતા ઐતિહાસિક અભ્યાસક્રમ પર બોલીવુડ અભિનેતા આર. માધવને પ્રશ્નો ઉઠાવ્યા છે. ધોરણ 7 ના પુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનત પરના વિભાગો દૂર કરવાના કથિત નિર્ણય પર ચાલી રહેલી ચર્ચામાં જોડાતા, અભિનેતાએ પૂછ્યું કે પહેલાના ઇતિહાસના અભ્યાસક્રમમાં હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો પૂરતો સમાવેશ કેમ ન કરવામાં આવ્યો? મુઘલો પર 8 પ્રકરણો બનાવવામાં આવ્યા હતા, પરંતુ ચોલ સામ્રાજ્યના વારસાને ફક્ત એક જ પ્રકરણમાં કેમ આવરી લેવામાં આવ્યો છે?

આ ટિપ્પણી તેમણે ત્યારે કરી છે જ્યારે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ સાતની ઇતિહાસની પુસ્તિકામાંથી દિલ્હી સલ્તનતમાં શાસન કરનાર મુઘલ સામ્રાજ્યના મોટા વિભાગો હટાવી દીધા છે. તેમાં મમલૂક, તુગલક, ખિલજી અને લોધી જેવા વંશો સામેલ હતા. આ દૂર કરવામાં આવેલા વિભાગો સાથે જ આધુનિક ભારતનાં સામાજિક આંદોલનો અને જાતિવ્યવસ્થાને લગતા અંશો પણ હટાવવામાં આવ્યા છે. હવે નવા પાઠમાં નવી વિગતોમાં મેક ઈન ઈન્ડિયા, બેટી બચાવો બેટી પઢાવો, તથા ચારધામ યાત્રા, શક્તિ પીઠ અને જ્યોતિર્લિંગ જેવી યાત્રાઓ દ્વારા ધરતીની પવિત્રતાની વાતો ઉમેરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે જ્યારે મેં શાળામાં ઇતિહાસ ભણ્યો હતો, ત્યારે મુઘલ ઈતિહાસ પર આઠ અધ્યાય હતા, હડપ્પા અને મોહેંજો-દડો પર બે અધ્યાય, બ્રિટિશ શાસન અને સ્વતંત્રતા આંદોલન પર ચાર અધ્યાય, અને દક્ષિણના રાજવંશો – ચૌલ, પાંડ્ય, પલ્લવ અને ચેર પર ફક્ત એક અધ્યાય હતો. તેમણે દરેક યુગની ટાઇમલાઇનની તુલના પણ કરી.

આર. માધવનએ દાવો કર્યો કે, “બ્રિટિશ અને મુઘલોએ લગભગ 800 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું, જ્યારે ચૌલ સામ્રાજ્ય 2400 વર્ષ જૂનું છે.” ચૌલોએ 7મી સદીથી 13મી સદી સુધી, લગભગ 500 વર્ષ શાસન કર્યું. બ્રિટિશોએ લગભગ 200 વર્ષ અને મુઘલોએ લગભગ 300 વર્ષ ભારત પર શાસન કર્યું. તેમણે કહ્યું હતું કે ભલે તમિળ વિશ્વની સૌથી જૂની ભાષા છે, પણ કોઈ તેને ઓળખતું નથી. તેમણે પ્રશ્ન કર્યો હતો કે સિલેબસ કોણ નક્કી કરે છે? આપણા સંસ્કૃતિમાં રહેલા વૈજ્ઞાનિક જ્ઞાનની આજે મજાક ઉડાવવામાં આવે છે.”

સુરતના પાલનપોરમાં મેટ્રો પ્લાન્ટથી ઉડતી સિમેન્ટથી આરોગ્યને ગંભીર ખતરો

સુરતના રાંદેર ઝોનમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ પાલનપોર વિસ્તારમાં ગૌરવ પથ પર આવેલા મેટ્રો કંપનીના સિમેન્ટ પ્લાન્ટને કારણે સ્થાનિક નાગરિકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્લાન્ટમાં મટીરીયલ તૈયાર કરતી વખતે ઉડતી સિમેન્ટના ધૂળકણો આસપાસના વિસ્તારોમાં ફેલાઈ રહી છે, જેના કારણે રહેવાસીઓમાં શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી તકલીફો વધી રહી છે.

જેમ જેમ મેટ્રોનું કામ વધી રહ્યું છે, તેમ તેમ ટ્રાફિકની સમસ્યા અને રસ્તાઓ બંધ થવાને કારણે લોકોમાં તણાવ વધ્યો છે. આ સાથે હવે ઉડતી સિમેન્ટના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે પણ ગંભીર ખતરો ઊભો થયો છે. સ્થાનિક નાગરિકો દ્વારા અગાઉ પણ સુરત મહાનગરપાલિકા પાસે અનેક ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ કોઇ અસરકારક પગલાં લેવામાં આવ્યા નહિં.

આ અંગે જાગૃત નાગરિક પર્યાવરણ પ્રેમીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ પ્લાન્ટમાં મટીરીયલ તૈયાર કરતા હોય તે સમયે સિમેન્ટ નાખવામાં આવે છે જેની ડમરીઓ ઊડીને સ્થાનિક પ્રજાજનોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે આજુબાજુના સ્થાનિક રહેવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. શરદી, ખાંસી, શ્વાસની તકલીફ સ્થાનિક રહેવાસીઓમાં આવી ગયા છે. આ અંગે અનેક ફરિયાદ પાલિકાને થઈ હોવા છતાં પણ કોઈ પરિણામ ન આવતા મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે. મુખ્યમંત્રીને ફરિયાદ બાદ આ સમસ્યાનો નિકાલ થાય છે કે નહી તે સમય જ બતાવશે.

શેરબજારમાં આજે સેન્સેક્સમાં 400 પોઈન્ટ અપ, નિફ્ટી 24,350ને પાર

ગુરુવારે સ્થાનિક શેર માર્કેટ બંધ રહ્યા બાદ આજે શુક્રવારે સ્થાનિક શેરબજારોમાં તેજી જોવા મળી છે. ખુલ્યા પછી સેન્સેક્સ 400 પોઈન્ટના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે નિફ્ટી પણ લગભગ 100 પોઈન્ટના વધારા સાથે 24400 ની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. બેંક નિફ્ટીમાં લગભગ 300 પોઈન્ટનો વધારો જોવા મળ્યો. મિડકેપ-સ્મોલકેપ શેરોમાં થોડો વધારો જોવા મળ્યો. ઓટો અને આઈટી શેરોમાં વધારો જોવા મળ્યો. રિલાયન્સ પણ વધી રહ્યું હતું. નિફ્ટીના ટોચના લાભકર્તાઓમાં અદાણી સ્ટોક્સનો સમાવેશ થાય છે.

આજે શુક્રવાર, 2 મેના રોજ અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટીમાં અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, જિયો ફાઇનાન્શિયલ્સ, એમ એન્ડ એમ, હિન્ડાલ્કો સૌથી વધુ વધ્યા હતા. એટરનલ સૌથી વધુ હારનાર હતો. આ ઉપરાંત, JSW, ONGC, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ પણ ઘટાડામાં હતા. સેન્સેક્સ પર એક્સિસ બેંક, ICICI બેંક, મારુતિ, M&M, ઇન્ડસઇન્ડ બેંકનું વર્ચસ્વ જોવા મળ્યું. ટાઇટન, નેસ્લે, બજાજ ફિનસર્વ જેવા શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

ભારતીય રૂપિયો 1 ઓક્ટોબર, 2024 બાદ પ્રથમ વખત ડોલર સામે 84નું લેવલ તોડવા સક્ષમ બન્યો છે. આજે 40 પૈસા મજબૂત બની 84.09 પર ખૂલ્યા બાદ 83.90 થયો હતો. ઈક્વિટી અને ડેટ માર્કેટમાં મજબૂત મૂડી રોકાણના પગલે ફોરેક્સ માર્કેટ નબળું પડ્યું હોવાનું કરન્સી ટ્રેડર્સે જણાવ્યું છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે દ્વિપક્ષીય વેપાર કરાર થવાની શક્યતાઓના સંકેત આપ્યા હતા. જેથી ભારતને ટેરિફમાં રાહત મળવાની અપેક્ષા વધી છે. બીજી બાજુ ચીન પણ અમેરિકા સાથે ટ્રેડવૉર મુદ્દે વાતચીત કરવા સહમત થયું છે. વિશ્વની બે મહાસત્તા આ મામલે ઉકેલ લાવે તેવી સંભાવના સાથે વૈશ્વિક સ્તરે ટેરિફ તણાવની ભીતિ ઘટી છે. પરિણામે શેરબજારને ટેકો મળ્યો છે.

દેશને મળ્યું નવું વિઝિંજમ બંદર, પીએમ મોદીએ કેરળમાં કર્યો ઉદ્ઘાટન

0

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં 8900 કરોડ રૂપિયાના ખર્ચે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, એક બાજુ વિશાળ દરિયો છે, જેમાં અનેક અવસર છે અને બીજી તરફ પ્રકૃતિની સુંદરતા છે. આ બંને વચ્ચે વિઝિંજામ ઈન્ટરનેશનલ ડીપવૉટર મલ્ટીપર્પઝ સીપોર્ટ છે, જે નવા યુગના વિકાસનું પ્રતીક છે. જો ગુજરાતના લોકો આ પોર્ટ જોશે તો તેઓ અદાણીને ફરિયાદ કરશે, આટલું મોટું પોર્ટ છે તેમ પણ વડા પ્રધાને કહ્યું હતું.

આ દેશનો પ્રથમ ડેડિકેટેડ કંટેનર ટ્રાન્સશિપમેંટ પોર્ટ છે. વિઝિંજામ ભારતમાં ડીપપાવરનું સૌથી મોટું પોર્ટ છે. તેને બનાવવા પાછળ 8867 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ પોર્ટને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ અંતર્ગત ભારતના સૌથી મોટા પોર્ટ ડેવલપર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ બનાવવામાં આવ્યો છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું, આ પોર્ટની ક્ષમતા આગામી સમયમાં વધીને ત્રણ ગણી થશે. વિશ્વના મોટા માલવાહક જહાજો આવી શકશે. પહેલા ભારતનું 75 ટકા ટ્રાન્સશિપમેંટ દેશની બહારના પોર્ટથી થતું હતું, તેનાથી ભારતને રેવન્યૂનું નુકસાન થતું હતું પરંતુ હવે આવું નહીં થાય. આ પોર્ટથી સ્થાનિકોને રોજગારી પણ મળશે. ભારતના દરિયાકાંઠાના રાજ્યો, આપણા પોર્ટ શહેરો, વિકસિત ભારતના વિકાસના મહત્ત્વપૂર્ણ કેન્દ્રો બનશે. તેમણે કહ્યું – પોર્ટ અર્થતંત્રની સંપૂર્ણ સંભાવના ફક્ત ત્યારે જ સાકાર થઈ શકે છે જ્યારે માળખાગત સુવિધાઓ અને વ્યવસાય કરવાની સરળતા બંનેને પ્રોત્સાહન આપવામાં આવે. છેલ્લા 10 વર્ષમાં ભારત સરકારની પોર્ટ અને જળમાર્ગ નીતિનો આ બ્લુપ્રિન્ટ રહ્યો છે.

ચંડોળા તળાવ કેસનો માસ્ટરમાઈન્ડ લલ્લા બિહારી ક્રાઇમ બ્રાન્ચના જાળમાં

અમદાવાદનું મીની બાંગ્લાદેશ કહેવાતા ચંડોળા તળાવના વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યાં છે. ત્યારે ચંડોળા તળાવ પર ઘુસણખોરોને આશ્રય આપનાર લલ્લા બિહારી આખરે પોલીસ સકંજામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીની અટકાયત રાજસ્થાનથી કરી છે. પુત્ર ફતેહ બાદ પિતા લલ્લા બિહારી પણ ઝડપાયો છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના 72 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થાય તે પહેલા જ લલ્લા બિહારીને ઝડપી પાડવામાં આવ્યો છે.

ઘુસણખોર કરાવનાર અને કુખ્યાત ભૂ-માફિયા લલ્લા બિહારીની પુછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છો. આજે ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીની 4 પત્નીઓ અને તેની પુત્રવધુની પુછપરછ હાથ ધરી હતી. જેમાં પણ અનેક ખુલાસાઓ થયા હતા. ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીની ચાર પત્નીઓના ઘર સહિત કુલ 5 સ્થળે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. જેમાં અનેક બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચના દરોડા દરમિયાન પોલીસને 9.50 લાખ રોકડ મળી આવી હતી. તેમજ સોનાના દાગીના અને રુપિયા ગણવાનું મળીન પણ મળી આવ્યું હતું. પોલીસ દ્વારા લલ્લા બિહારીની પત્નીઓ અને પુત્રવધુઓની પૂછપરછ હાથ ધરાઈ છે.જેમાં લલ્લા બિહારીના સંભવિત આશ્રયસ્થાનો વિશે પણ પૂછપરછ કરાઈ છે. જે બાદ લલ્લા રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ હોઈ શકે તે શંકાએ ત્યાં પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા લલ્લાના બેન્ક એકાઉન્ટની પણ તપાસ હાથ ધરાઈ છે.

લલ્લાની કાળી કમાણી પર નજર કરીએ તો લલ્લા બિહાર ચંડોળામાં ગેરકાયદે રહેવા વ્યક્તિદીઠ ₹3 થી 3.50 લાખ રુપિયા વસૂલતો હતો. બોગસ આધાર કાર્ડ માટે ₹1.50 થી 2 લાખ રુપિયા વસૂલતો હતો. ચંડોળામાં ગેરકાયદે વસવાટ માટે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવતો.ચંડોળા ફાર્મ હાઉસમાંથી લેટર પેડ અને સહી સિક્કા પણ મળ્યા હોવાનો ખુલાસો થયો છે. ઝૂપડાંઓના માસિક ભાડા પેટે ₹5,000 રુપિયા વસૂલતો હતો. રિક્ષા અને વાહનોના પાર્કિંગના ₹20 થી 50 રુપિયા વસૂલતો હતો. ગેરકાયદે બોરના પાણી આપીને પણ દર મહિને કમાણી કરતો હતો. સૌથી મોટી કાળી કમાણી બાંગ્લાદેશી મહિલાઓના દેહવેપારના ધંધામાંથી કરતો હોવાનો ખુલાસો થયો છે. ગેરકાયદે પાર્ટી પ્લોટ ભાડે આપીને પણ લાખોની કમાણી કરતો હતો.

ભાવનગરમાં માર્ગ દુર્ઘટના, હાઈવે પર 3 ના કરૂણાંતિકાભર્યા મોત

ભાવનગરના વલ્લભીપુર-અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. કાનપર ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં કુલ 3 લોકોના મોત થયા. બાબરાના ઉદ્યોગપતિનો પરિવાર કારમાં જઇ રહ્યો હતો ત્યારે પુરઝડપે આવી રહેલી ટ્રકે તેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઉદ્યોગપતિ ભૂપતભાઈ બોરસાણીયાનું ઘટનાસ્થળેજ મોત થયું.

મળતી માહિતી મુજબ, મુળ લાઠી તાલુકાના મતિરાળા ગામના વતની છેલ્લા ઘણાં સમયથી બાબરા ખાતે રહેતા ભુપતભાઈ રામજીભાઈ બોરસાણીયા ગુરૂવારે તેમના પૌત્ર જયભાઈ, એકતાબેન સાથે GJ-06-PD-0925 નંબરની કારમાં તથા અન્ય એક કારમાં ધ્રુવભાઈ તથા તેમના પત્નિ દ્રષ્ટિબેન અમદાવાદથી બાબરા ખાતે આવી રહ્યાં હતા. ત્યારે વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ પહેલા આવતા નાળા પાસે વલ્લભીપુર તરફથી આવી રહેલા આઈસર વાહને તેમની કાર સાથે અકસ્માત સર્જતા કારમાં સવાર જયભાઈ, એકતાબેન તથા ભુપતભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પરિવારના ત્રણ સભ્યોના મોત
ભુપતભાઈ શામજીભાઈ બોરસણીયા (ઉ.વ.80)
જયભાઈ (ઉ.વ.30)
એકતાબેન (ઉ.વ.28)

સુરતમાં 23 વર્ષની શિક્ષિકા અને 13 વર્ષના વિદ્યાર્થી સંબંધ મામલે ખુલાસાની ભૂકંપ જેવી અસર

સુરત શહેરમાં ગુરુ-શિષ્ય સંબંધને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. સુરતની એક 23 વર્ષની શિક્ષિકા અને 13 વર્ષના વિદ્યાર્થીનો વિવાદાસ્પદ કિસ્સો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ યુવા શિક્ષિકાએ પોતાના કિશોર વિદ્યાર્થીનું અપહરણ કરીને ભાગી ગઈ હતી. આ અંગે બાળકના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ બાદ પુણા પોલીસે ચાર દિવસની શોધખોળ પછી શિક્ષિકા અને વિદ્યાર્થીને ગુજરાત-રાજસ્થાન સરહદથી પકડી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, આ શિક્ષિકા અને કિશોર વિદ્યાર્થી વચ્ચે અનેક વખત શારીરિક સંબંધો સ્થાપિત થયા હતા. આ કેસમાં હવે બંનેના મેડિકલ પરીક્ષણ દરમ્યાન એક નવો અને આઘાતજનક ખુલાસો થયો છે કે, શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ છે. શિક્ષિકાએ દાવો કર્યો છે કે આ ગર્ભ 13 વર્ષના વિદ્યાર્થીનો છે. જાણવા મળ્યું છે કે આ બંને છેલ્લા એક વર્ષથી શારીરિક સંબંધ ધરાવતા હતા.

છેલ્લા વર્ષથી એકાંતમાં સમય વિતાવતા હતા! પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતના પરવત પાટિયા વિસ્તારમાં વસવાટ કરતા મૂળ રાજસ્થાનના એક કરિયાણા દુકાનદારના 13 વર્ષીય પુત્રનું અપહરણ તેની શાળાની જ શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિક્ષિકા, માનસી રજનીકાંત નાઈ, તેની ટયુશન ટીચર પણ હતી. આ અંગે પુણા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. આ શિક્ષિકા મૂળ મહેસાણાની વતની છે અને હાલમાં વિદ્યાર્થીના ઘરની નજીક જ રહેતી હતી.

પોલીસે મહિલા શિક્ષિકા સામે બાળકોને જાતીય શોષણથી રક્ષણ આપતો કાયદો (પોક્સો) હેઠળ કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, માનસીને હાલમાં પાંચ માસનો ગર્ભ છે. તેની પૂછપરછ દરમ્યાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. માનસીએ તપાસમાં કહ્યું છે કે, ગત એક વર્ષથી આ વિદ્યાર્થી તેની પાસે એકલો જ અભ્યાસ કરતો હતો. આ કારણે તેઓ ઘણીવાર એકાંતનો લાભ લેતા હતા, જેના પરિણામે તે ગર્ભવતી બની છે. પુણા પોલીસે માનસીના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને હવે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

પહલગામ આતંકવાદી હુમલા પર NIAનો મોટો ખુલાસો, બેતાબ ઘાટીમાં છૂપાવ્યા હથિયારો

0

જમ્મુ અને કાશ્મીરના પહલગામની બૈસરન ઘાટીમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આ ક્રૂર હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા. NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) દ્વારા હાથ ધરવામાં આવેલા આ હુમલાનો પ્રાથમિક તપાસ અહેવાલ બહાર આવ્યો છે, જેમાં પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

NIAના શરૂઆતના રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. આ મુજબ આ હુમલો પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૌયબા, ISI અને પાકિસ્તાની સેનાના સહયોગથી કરવામાં આવ્યો હતો. આ હુમલાનું આયોજન ISI ના ઈશારે પાકિસ્તાનમાં લશ્કરના મુખ્યાલયમાં કરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં બેઠેલા તેમના હેન્ડલરોના સંપર્કમાં હતા. તેમને પાકિસ્તાન તરફથી દિશા નિર્દશ અને ફંડિંગ ભંડોળ મળી રહ્યું હતું.

પ્રારંભિક તપાસ રિપોર્ટમાં, NIA એ લગભગ 150 લોકોના નિવેદનો રેકોર્ડ પર નોંધ્યા છે. આ પ્રારંભિક તપાસ અહેવાલમાં 3D મેપિંગ અને મનોરંજનના પ્રારંભિક અહેવાલો પણ શામેલ છે. હુમલા બાદથી NIAની ટીમ પહેલગામમાં હાજર છે. આ સમયે, NIA ના DG પણ પહેલગામની મુલાકાતે છે. ડીજી એનઆઈએ પહેલગામ હુમલાની તપાસમાં સામેલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી રહ્યા છે.

તપાસ ટીમે બૈસરન ખીણમાં હુમલાની ઘટનાનું 3D મેપિંગ અને ઘટનાનું રિક્રિએશન કર્યું છે. આનાથી બેતાબ ખીણમાં શસ્ત્રો છૂપાયેલા હોવાનું જાણવામાં મદદ મળી છે. ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં વપરાયેલા કારતુસનો પણ સમાવેશ થતો હતો. તેને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલવામાં આવ્યા છે. NIAના ડાયરેક્ટર જનરલ (DG) ના નેતૃત્વ હેઠળ તૈયાર કરાયેલો આ રિપોર્ટ ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપવામાં આવશે. જેના આધારે આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન સામે કાર્યવાહી કરવામાં આવશે. પુરાવા યુએન અને એફએટીએફ જેવા સંગઠનો સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે.