Home Blog Page 457

ખેડબ્રહ્મા નજીક હિંગટીયા ખાતે ભીષણ અકસ્માત, ત્રણ લોકોના મોત, બચાવ કામગીરી શરૂ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર હિંગટીયા પાસે શનિવારે બપોરે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. અંબાજી-વડોદરા રૂટની એસટી બસ, એક જીપ અને બાઈક વચ્ચે થયેલા આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે છ લોકો ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ખેડબ્રહ્મા પોલીસ હોસ્પિટલ પહોંચી છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ત્રણેય વાહન વચ્ચે કોઈ અગમ્ય કારણોસર અથડામણ થઈ હતી, જેના પરિણામે આ મોટી દુર્ઘટના સર્જાઇ હતી. ખેરોજ પોલીસે અકસ્માત સ્થળ પર ટ્રાફિકને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી છે, કારણ કે અકસ્માતના કારણે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ખેડબ્રહ્માની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.આઈ પણ પોતાના સ્ટાફ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોની સારવાર અંગે માહિતી મેળવી હતી.

ગોવા શિરગાંવમાં શ્રી લેરાઈ જાત્રા દરમિયાન ભાગદોડ, 7 લોકોના મોત, 50થી વધુ ઘાયલ

0

ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લૈરાઈ ‘જાત્રા દરમિયાન એક દુ:ખદ ઘટના બની. જેમાં ભાગદોડને કારણે 7 લોકોના મોત થયા અને 50થી વધુ લોકો ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક ગોવા મેડિકલ કોલેજ (GMC) અને માપુસા સ્થિત ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અકસ્માત ત્યારે થયો જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરંપરાગત ‘જાત્રા’માં ભાગ લેવા માટે એકઠા થયા હતા.

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આઠ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 50 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. આરોગ્ય વિભાગે પરિસ્થિતિને સંભાળવા માટે તાત્કાલિક અને વ્યાપક પગલાં લીધાં છે. માહિતી મળતાની સાથે જ 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ઘટનાસ્થળે જવા સૂચના આપવામાં આવી હતી.

લૈરાઈ જાત્રા શું છે

લૈરાઈ દેવી એક આદરણીય હિન્દુ દેવી છે, જેની પૂજા મુખ્યત્વે ગોવામાં થાય છે, ખાસ કરીને દક્ષિણ ગોવાના શિરોડા ગામમાં. લૈરાઈ દેવીને સમર્પિત મંદિર સ્થાનિક લોકો અને નજીકના વિસ્તારોના ભક્તો માટે એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક કેન્દ્ર છે.

લૈરાઈ દેવી ‘જાત્રા’, જેને શિરગાંવ ‘જાત્રા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગોવાનો એક મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે, જે દર વર્ષે બિચોલીમ તાલુકાના શિરગાંવ ગામમાં લૈરાઈ દેવીના માનમાં ઉજવવામાં આવે છે. આ જાત્રા હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનામાં (માર્ચ-એપ્રિલ) થાય છે અને ઘણા દિવસો સુધી ચાલે છે. આ તહેવારની સૌથી મુખ્ય વિશેષતા અગ્નિમાં ચાલવાની પરંપરા છે, જેમાં “ધોંડ” તરીકે ઓળખાતા ભક્તો સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલે છે. આ ધાર્મિક વિધિ તેમની શ્રદ્ધા અને આધ્યાત્મિક શુદ્ધતાનું પ્રતીક છે.

આ અગ્નિવ્રત પહેલાં, ભક્તો ઉપવાસ કરે છે, પ્રાર્થના કરે છે અને માનસિક તૈયારી કરે છે, જે તેમના સમર્પણ અને સાધના દર્શાવે છે. આ તહેવાર દરમિયાન, દેવીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં મંત્રજાપ, ઢોલ અને પ્રસાદ જેવી પરંપરાઓ કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિમાં ભાગ લેવા અને દેવીના આશીર્વાદ મેળવવા માટે હજારો ભક્તો અને પ્રવાસીઓ આવે છે. શિરગાંવ ‘જાત્રા’ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી પણ ગોવાના અનોખા સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતો એક ભવ્ય કાર્યક્રમ પણ છે.

રાજકોટમાં ચાર પાકિસ્તાની નાગરિકોની ધરપકડ, બે દાયકાથી ગેરકાયદેસર વસવાટ

રાજકોટ જિલ્લામાંથી ચાર પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે. વર્ષો પહેલા પાકિસ્તાનથી રાજકોટ આવ્યા બાદ પરત પાકિસ્તાન ન ફર્યા હોવાનું સામે આવ્યું છે. લગભગ બે દાયકા કરતા વધુ સમયથી તેઓ ગેરકાયદે રાજકોટમાં રહેતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. રાજકોટ ગ્રામ્ય LCBની ટીમે લોધીકા તાલુકામાં રહેતા એક સગીર સહિત ચાર પાકિસ્તાનીઓને લાવી પૂછપરછ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટમાં હાલમાં લોંગ ટર્મ વિઝા ઉપર 752 પાકિસ્તાની નાગરિકો રહે છે. જેમાંથી 738 હિન્દુઓ છે. આ તમામ પાકિસ્તાની નાગરિકો સ્ટુડન્ટ વિઝા, નોકરી અને લગ્ન સહિતના કારણોસર આવેલા છે.

શોર્ટ ટર્મ વિઝા ઉપર આવેલા પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે. લોંગ ટર્મ વિઝા પર આવેલા નાગરિકો માટે હજૂ સુધી કોઈ આદેશ થયો નથી. રાજકોટમાં એક બાંગ્લાદેશી નાગરિક પણ લોંગ ટર્મ વિઝા ઉપર રહે છે. પહેલગામના ત્રાસવાદી હૂમલા પછી દેશભરમાં ગેરકાયદે રહેતાં બાંગ્લાદેશી નાગરિકોને શોધીને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેના પગલે રાજકોટ પોલીસ પણ છેલ્લા ઘણા દિવસોથી ગેરકાયદે રહેતાં બાંગ્લાદેશી નાગરિકોને શોધી રહી છે. અત્યાર સુધીમાં આવા 13 બાંગ્લાદેશી નાગરિકો શોધી કાઢવામાં આવ્યા છે. આમ છતાં વધુ કોઈ બાંગ્લાદેશી નાગરિકો રાજકોટમાં રહી રહ્યા છે કે કેમ તે અંગે એસઓજી અને સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે.

સુરતમાં આવેલા ચાર દિવસ બાદ મધ્ય પ્રદેશની મોડલનો આપઘાત

0

મધ્ય પ્રદેશથી 4 દિવસ પહેલાં જ સુરત આવેલી મૉડલે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. સુરતના સારોલી કુંભારિયા ગામમાં આવેલી સારથી રેસિડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. તે અને તેની બહેનપણીઓ મૉડલિંગનું કામ કરે છે. સુખપ્રીતે ઘરે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

સુખપ્રીત કૌર મધ્ય પ્રદેશના એક નાનાં શહેરમાંથી મોડેલિંગમાં કારકિર્દી બનાવવા માટે સુરત આવી હતી. તેના પરિજનો અને સહેજ પડોશીઓએ જણાવ્યું કે તે હંમેશા હસતી અને મિલનસાર યુવતી હતી. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. પોલીસે સ્યુસાઈડ નોટ મળી આવી છે કે નહીં તે અંગે હજુ કોઈ અધિકૃત માહિતી આપી નથી.

સુખપ્રીત સુરતમાં તેની બહેનપણી સાથે સારથી રેસિડેન્સીમાં રહેતી હતી. સુખપ્રીતની ફ્રેન્ડ જ્યારે ઘરે આવે છે ત્યારે સુખપ્રીતના મૃતદેહને પંખા સાથે લટકતો જોઇને ગભરાઇ જાય છે અને તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરે છે.પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.

જમ્મુ કશ્મીર અને ગુજરાતમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર આવી રહી તીવ્રતા

0

જમ્મુ કશ્મીર અને ગુજરાતમાં ભૂકંપના ઝટકા અનુભવામાં આવ્યા છે. જો કે, ખુશનસીબે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ નથી. ગુજરાતમાં શુક્રવારે મોડીરાત્રે 3.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જમ્મુ કશ્મીરમાં રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 2.7 રહી. લેહ-લદ્દાખમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા 3.9 રહી.

ભૂકંપ માટે અતિ સંવેદનશીલ ગણાતા કચ્છની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. મંગળવાર, 22 એપ્રિલ, 2025ની મોડી રાત્રે લગભગ 11:26 વાગ્યે કચ્છ જિલ્લામાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો, જેની પુષ્ટિ ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા કરવામાં આવી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.

ગુજરાતમાં ભૂકંપનું વધુ જોખમ

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (GSDMA) મુજબ, ગુજરાત ભૂકંપની દૃષ્ટિએ વધુ જોખમવાળો વિસ્તાર છે. છેલ્લા 200 વર્ષમાં ગુજરાતમાં નવ મોટા ભૂકંપ આવ્યા છે. GSDMA મુજબ, 26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં આવેલો ભૂકંપ છેલ્લા બે શતાબ્દીઓમાં ભારતમાં આવેલો ત્રીજો સૌથી મોટો ભૂકંપ હતો. આ ભૂકંપમાં અંદાજે 13,800 લોકોના મોત થયા હતા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.

રિક્ટર સ્કેલ મુજબ ભૂકંપની તીવ્રતા કેટલી હોય તો શું અનુભવાય?

  • 0 થી 1.9: માત્ર સીઝ્મોગ્રાફથી જાણ થાય
  • 2 થી 2.9: બહુ ઓછો કંપન, માત્ર સંવેદનશીલ લોકો અનુભવી શકે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસેથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નીચર હિલી શકે
  • 6 થી 6.9: ઇમારતના પાયા ફાટી શકે
  • 7 થી 7.9: ઇમારતો ધરાશાયી થઈ શકે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, ભારે વિનાશ
  • 9 કે તેથી વધુ: અતિ ભયંકર વિનાશ, ધરતીનું કંપણ સ્પષ્ટ અનુભવાય

ભૂકંપ કેમ આવે છે?

ભૂકંપ પૃથ્વીની સપાટી પર થતા કુદરતી પરિવર્તનોના પરિણામે આવે છે. મુખ્યત્વે પૃથ્વીની આંતરિક રચનામાં થતા તણાવ અને ગતિવિધિઓના કારણે આ આપત્તિ સર્જાય છે. ભારતમાં ખાસ કરીને હિમાલય વિસ્તારમાં આવેલી ટેક્ટોનિક પ્રવૃત્તિઓ ભૂકંપ માટે જવાબદાર છે. ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચેના અથડામણથી તણાવ ઊભો થાય છે, જેનાથી ઊર્જા સર્જાય છે અને તે ભૂકંપના રૂપે બહાર આવે છે.

૩ મેં, 2025 / શનિવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષ:

માનસિક અસ્થિરતા વર્તાય. આ‍વકનું પ્રમાણ ઘટતું જણાય. ખર્ચનું પ્રમાણ વધે. નાના ભાઇ બહેનોની ચિંતા રહે. આરોગ્ય જા‍ળવવું. મગજમાં ઇજા થાય તો બેદરકાર રહેવું નહીં.

વૃષભ:

માનસિક સ્થિરતા જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની ચિંતા સતાવે. કાર્યક્ષેત્રે વધ મહેનત કરવી પડે. જીવનસાથી સાથે આનંદ, પરંતુ જીવનસાથીની તબિયતની કાળજી જરૂરી.

મિથુન :

આર્થિક બાબતો મો નબળો દિવસ. નાના ભાઇ બહેનોની તબિયત સાચવવી. નવા રોકાણો કરતી વખતે સાવધાની જરૂરી. સંતાનની પ્રગતિથી સ્વાસ્થય સાચવવાની સલાહ છે. લોહી સંબંધી રોગોથી પરેશાન રહે.

કર્ક :

મગજ ઉપર ભાર રહે. ડિપ્રેશનના દર્દીઓએ વિશેષ સાચવવું. આવક જળવાય. સંતાન સાથે વાદ વિવાદ ટાળવા. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ . ખોટી સોબતથી સાચવવું.

સિંહ :

ખર્ચનું પ્રમાણ વધે. શરદી ખાંસી તાવનો ઉપદ્રવ રહે. આજે બહાર નીકળવાનું ટાળવું. ચેપ લાગવાની શક્યતા છે. નોકરીમાં ંશાંતિ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય સારૂં.

કન્યા :

આ‍વક જળવાય. છતાં નાણાંની વખતસર હેરફેરમાં પરેશાનીનો અનુભવ થાય. હાડકાનો દુઃખાવો તથા આંખની કાળજી રાખવી જરૂરી. પિતાની તબિયત સાચવવી. જીવનસાથીના ગુસ્સાનો સામનો કરવો પડે.

તુલા :

આ‌ર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ બહેનોની ચિંતા સતાવે. આરોગ્ય સાચવવું. બિમાર વ્યક્તિઓ માટે વિશેષ સાવધાની જરૂરી. પિતાની તબિયત સાચવવી. રોકાણો કરવામાં સાવધાની જરૂરી.

વૃશ્ચિક :

કાબેલીતથી સફલતા મેળવી શકાય. અધિકારનો દુુરુપયોગ કરવો નહીં. માનસિક ચિંતા રહે. મુત્ર‌િંપડ, આમાશય, પિત્ત જન્ય રોગો તથા માનસિક રોગોથી સાવધાની જરૂરી. વકીલ, સેલ્સમેન, ટેકનોલોજીના વ્યવસાયથી લાભ.

ધન :

માનસિંક ચિંતા રહે. વિચારોમાં નકારાત્મકતા વધતી જણાય. ડીપ્રેશન વાળી વ્યક્તિને એકલી મુકવી નહીં. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથી સાથે આનંદ જળવાય. મિત્રોનો સહકાર મળે.

મકર :

મનોબળ વધતું જણાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. માથાના દુઃખાવાની સમસ્યા રહે. પરિવારના સભ્યોની ‌િંચતા સતાવે. કાર્યક્ષેત્રે વધ મહેનત જરૂરી. મિત્રોની સલાહ ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં.

કુંભ :

નાણાંનો બગાડ અટકાવવો. હયાત રોકાણોમાંથી આવક જળવાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. વાહન સુખ મળે. નોકરી ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો ટાળવા.

મીન :

સ્વભાવમાં આત્મવિશ્વાસ તથા ગુસ્સાનું પ્રમાણ વધે. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતા જણાય. આરોગ્ય જળવાય. વિજાતિય વ્યક્તિઓ સાથેના સંબંધમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો નથી.

ઝઘડિયા ગુનાઓને લઇ ન્યાયની જીત, નિર્ભયા કેસમાં આરોપીને ફાંસીની સજા

ભરૂચના ઝઘડિયા GIDCમાં 16 ડિસેમ્બર 2024માં 10 વર્ષની બાળકીના અપહરણ, દુષ્કર્મ અને ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં કોર્ટે દ્વારા આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ કિસ્સામાં આરોપીએ પોલીસમાંક્રૂર કબૂલાત કરી હતી, કે, “હા…સાહેબ… પહેલાં મેં રેપ કર્યો, પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો હતો.

“પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી વિજય પાસવાનની ધરપકડ કરી હતી. આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા 72 દિવસમાં પૂર્ણ થઈ હતી, જેમાં સરકારી વકીલ પીબી પંડ્યાની દલીલોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે, જે સમાજમાં એક મજબૂત સંદેશ મોકલવા માટે મહત્વપૂર્ણ છે.

હા…સાહેબ… પહેલાં મેં રેપ કર્યો, પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો હતો. આ ક્રૂર કબૂલાત ભરૂચના ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી પર રેપ ગુજારનાર હેવાને આપી હતી. એ હેવાન વિજય પાસવાનને તો પોલીસે 16 ડિસેમ્બર 2024માં ગણતરીના કલાકોમાં જ તેના ઘરેથી ઝડપી લીધો, પણ તેની હેવાનિયત સાંભળીને પોલીસના પણ રૂંવાડાં ઊંભાં થઈ ગયાં હતાં. તો માસૂમે 8 દિવસના સારવાર બાદ મોતને ભેટી હતી. ત્યારે જિંદગીનો જંગ હારેલી બાળકીને કોર્ટે ન્યાય આપ્યો છે અને ચાર્જશીટના 72 દિવસમાં આરોપીને કોર્ટે ફાંસીની ફટકારી છે.

મેંગલુરુમાં હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ તંગદિલીનો માહોલ, ચુસ્ત બંદોબસ્ત

0

દક્ષિણ કન્નડના મેંગલુરુ શહેરમાં ગુરુવારે રાત્રે એક હિન્દુ કાર્યકર્તા સુહાસ શેટ્ટીની હત્યા થયા બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સુહાસ શેટ્ટી, ફાઝિલ હત્યા કેસનો મુખ્ય આરોપી હતો અને તેના વિરુદ્ધ ઘણા ગુનાહિત કેસ ચાલતા હતા. જાણકારી મુજબ, જ્યારે સુહાસ પોતાની કારમાં પાંચ અન્ય સાથીદારો સાથે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેને બે વાહનોથી આવેલી ગેંગે ઘેરી લીધો અને તેના પર ઘાતક હથિયારોથી હુલ્લડો કર્યો. ગંભીર ઈજાઓ સાથે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું.

પોલીસે ઘટનાની તાત્કાલિક નોંધ લઈ તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમો બનાવી છે. પોલીસના દાવા મુજબ હુમલાખોરોની ઓળખ થઇ ચૂકી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. સમગ્ર શહેરમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાવત રહે તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા મૃતકના અંતિમ સંસ્કાર માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.

હત્યાની ઘટના બાદ મેંગલુરુમાં 6 મે સુધી 144 કલમ લાગુ કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં કાફી સશસ્ત્ર દળો તૈનાત કરાયા છે. પાંચ નજીકના જિલ્લાઓમાંથી અધિકારીઓ અને પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. KSRPની 22 ટુકડીઓ પણ તૈનાત છે જેથી કોઈ પણ જાતનો ધમાસાણ કે વિરોધ થશે તો તાત્કાલિક કાબૂ મેળવવામાં આવી શકે. પોલીસ દ્વારા હિંસક ટોળાઓ કે અણધારી હરકતો સામે કડક પગલાં લેવા ચેતવણી આપવામાં આવી છે.

સુહાસ શેટ્ટીની હત્યા પછી તેની અંતિમ યાત્રાને લઈને શહેરી વિસ્તારોમાં સંવેદનશીલ માહોલ છે. હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રાની મંજૂરી માટે માગ ઉઠાવવામાં આવી છે, જ્યારે પ્રશાસને હાલ કોઇ પરવાનગી આપી નથી. સ્થિતિ ને શાંતિપૂર્ણ રાખવા માટે પોલીસ સતત સંપર્કમાં છે અને પબ્લિકને શાંતિ જાળવવા અનુરોધ કર્યો છે. સમગ્ર ઘટના ફરીથી હિન્દુ-મુસ્લિમ સંબંધોની સંવેદનશીલતા સામે પ્રશ્ન ચિહ્ન ઉભું કરી રહી છે.

અભિનેતા વિષ્ણુ પ્રસાદનું લિવર કેન્સરને કારણે નિધન

ફિલ્મ જગતના વધુ એક કલાકારે આજે દુનિયાને અલવિદા કહ્યું. પ્રખ્યાત અભિનેતા કેન્સર જેવા ગંભીર રોગનો ભોગ બન્યા અને જંગ હારી ગયા. મલયાલમ અભિનેતા વિષ્ણુ પ્રસાદનું શુક્રવારે નિધન થયું. છેલ્લા કેટલાક દિવસોથી તેમની કેન્સરની સારવાર ચાલી રહી હતી. ગયા મહિને વિષ્ણુ પ્રસાદની બીમારી જાહેર થઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેતા લીવર કેન્સર એટલે કે લીવર સિરોસિસથી પીડિત હતા. આ બીમારીથી પરેશાન થઈને તેણે લોકો પાસે મદદ માંગી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે લીવર ટ્રાન્સપ્લાન્ટ વિશે વાત કરી રહ્યો હતો. તેમની બીમારીની સર્જરી થાય તે પહેલાં જ તેમનું અવસાન થયું.

મલયાલમ અને તમિલ ફિલ્મ અભિનેત્રી સીમા જી નાયરે પણ તેમના ફેસબુક એકાઉન્ટ પર વિષ્ણુ પ્રસાદને શ્રદ્ધાંજલિ આપી. તેમણે પોસ્ટમાં લખ્યું,’વિષ્ણુ પ્રસાદે અંતિમ વિદાય લીધી. આટલા વર્ષોનો સંબંધ! એ સંબંધ ત્યારે શરૂ થયો જ્યારે તે એશિયાનેટની પહેલી મેગા સિરિયલ ગોકુલમમાં મારા ભાઈ તરીકે કામ કરવા આવ્યો. મને નહોતું લાગતું કે તે આટલો જલ્દી ગુડબાય કહેશે, જ્યારે તે ગયો ત્યારે તેણે કહ્યું હતું કે તે ફરીથી પાછો આવશે… તેની પાસે જીવવાની ઇચ્છા પણ હતી, આપણને પણ જીવવાની આશા હતી. હવે, જ્યારે મને આ ખબર મળી ત્યારે મેં કવિતા (તેમની પત્ની) ને ફોન કરીને પૂછ્યું કે શું આ સાચું છે. બીજી બાજુથી રડવાનો અવાજ એ જવાબ હતો. અંતિમ સંસ્કાર પરમ દિવસે થશે. ગુડબાય વિષ્ણુ!’

નાના પડદા પર પોતાની ભૂમિકાઓ માટે પ્રખ્યાત વિષ્ણુ પ્રસાદે અનેક ટીવી શો અને ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેમાં ‘કાસી’, ‘કાઈ એથુમ દૂરથુ’, ‘રનવે’, ‘મમ્બાઝક્કલમ’, ‘લોકનાથન IAS’ અને પાઠકાનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, વિષ્ણુનું મૃત્યુ ત્યારે થયું જ્યારે તેનો પરિવાર અને મિત્રો તેના લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ભંડોળ એકત્ર કરી રહ્યા હતા. જોકે અભિનેતાની પુત્રી તેના લીવરનો એક ભાગ દાન કરવા માટે પહેલાથી જ આગળ આવી ચૂકી હતી, પરંતુ પરિવારને સર્જરી માટે 30 લાખ રૂપિયા એકત્ર કરવાની જરૂર હતી. આ પ્રયાસને ટેકો આપવા માટે, એસોસિએશન ઓફ ટેલિવિઝન મીડિયા આર્ટિસ્ટ્સ (ATMA) એ તબીબી ખર્ચ માટે ભંડોળ એકત્ર કરવાનું શરૂ કર્યું. જોકે, ગુરુવારે વિષ્ણુની તબિયત વધુ બગડી ગઈ, જેના કારણે તેમનું મૃત્યુ થયું.