Home Blog Page 444

TikTok લાઈવસ્ટ્રીમ દરમ્યાન ઇન્ફલુઅન્સરની હત્યા, મેક્સિકોમાં ચકચાર

મેક્સિકોના જાલિસ્કો રાજ્યમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. મંગળવારે, 23 વર્ષીય લોકપ્રિય સોશિયલ મીડિયા પ્રભાવક અને મોડેલ વેલેરિયા માર્ક્વેઝની ટિકટોક લાઇવસ્ટ્રીમ દરમિયાન બ્યુટી સલૂનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ગુઆડાલજારાની બહારના ભાગમાં આવેલા જાલિસ્કોના ઝાપોપન શહેરમાં બની હતી. જાલિસ્કો રાજ્યના અધિકારીઓએ બુધવારે આ ઘટનાની પુષ્ટિ કરી.

જાલિસ્કો રાજ્યના ઝાપોપન શહેરમાં, ગુઆડાલજારાની બહાર આવેલા બ્યુટી સલૂનમાં, વેલેરિયા માર્ક્વેઝ ટિકટોક પર લાઇવસ્ટ્રીમ કરી રહી હતી. આ દરમિયાન, તે એક ડિલિવરી બોય સાથે વાતચીત કરતી હતી, ત્યારે અચાનક તેણે તેના પર ગોળીબાર શરૂ કર્યો. હુમલાખોરે વેલેરિયાને છાતી અને માથામાં ગોળીઓ મારી, જેના કારણે તેનું તાત્કાલિક મૃત્યુ થયું. આ ભયાનક ઘટના લાઇવસ્ટ્રીમ દ્વારા હજારો લોકો સુધી પહોંચી, જેના કારણે સમગ્ર મેક્સિકોમાં આઘાત પણ લાગ્યો છે અને સાથે ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. જાલિસ્કો રાજ્યના અધિકારીઓએ બુધવારે આ ઘટનાની પુષ્ટિ કરી અને તપાસ શરૂ કરી.

વેલેરિયા માર્ક્વેઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તેના ચાહકો, અનુયાયીઓ અને સમર્થકોના શોક અને ગુસ્સાના સંદેશાઓથી ભરાઈ ગયા છે. લોકો આ ક્રૂર હત્યાની નિંદા કરી રહ્યા છે અને તેના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. લાઇવસ્ટ્રીમ દરમિયાન થયેલી આ હત્યાએ ન માત્ર વેલેરિયાના પ્રિયજનોને, પરંતુ સમગ્ર મેક્સિકોની જનતાને આઘાત આપ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ અને સ્થાનિક નાગરિકો સરકાર પાસે આ મામલે કડક કાર્યવાહી અને ઝડપી ન્યાયની માંગ કરી રહ્યા છે.

વેલેરિયાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર લોકો આ ક્રૂર હત્યા સામે રોષ અને શોક વ્યકત કરી રહ્યા છે. લાઇવસ્ટ્રીમ દરમિયાન વેલેરિયાની હત્યા ફક્ત તેનાં ફેન્સ માટે જ નહીં, પરંતુ સમગ્ર મેક્સિકો માટે એક મોટો આઘાત છે. સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા યુઝર્સ સરકાર પાસે આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હાલમાં, પોલીસ અને તપાસ એજન્સીઓ આ હત્યાનું કારણ શોધવા અને હુમલાખોરને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

દિલ્હીથી બિહાર જતી બસમાં આગ લાગતાં પાંચ જણ જીવતા ભૂંજાયા

0

ઉત્તર પ્રદેશના લખનૌમાં એક બસમાં અચાનક આગ લાગતાં તેમાં સવાર બે બાળકો સહિત પાંચ મુસાફરો જીવતા ભૂંજાયા છે. આ બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી, પરંતુ લખનૌ પહોંચતાં અચાનક તેમાં આગ લાગી હતી. બસમાં લગભગ 80 લોકો સવાર હતા. આગની ઘટના દરમિયાન મોટાભાગના મુસાફરો બસમાં ઊંઘી રહ્યાં હતાં. જાણકારી પ્રમાણે માત્ર 10 જ મિનિટમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. બસમાં અચાનક લાગેલી આગના કારણે 5 મુસાફરોનું અકાળે મોત થયું છે.

દિલ્હીથી બિહાર જઈ રહેલી બસમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ બસમાં 60 મુસાફરો સવાર હતા, જેમાંથી 5 લોકો આગમાં જીવતા ભડથું થયાં છે. બસનો ડ્રાઈવર બચવા માટે કાચ તોડીને બહાર ભાગ્યો હતો. માત્ર 10 જ મિનિટમાં બસ બળીને ખાખ થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. એક વ્યક્તિએ જણાવ્યું કે, પહેલા બસમાં ધૂમાડો આવ્યો એટલે શ્વાસ લેવામાં તકલિફ થઈ હતી અને જેવી જ આગ લાગી એટલે અફરાતરફીનો માહોલ સર્જાયો હતો.

જોકે આ બસમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસના જણાવ્યા પ્રમાણે બસમાં પાંચ-પાંચ કિગ્રાનાં સાત ગેસ સિલિન્ડર હતાં. જોકે કોઈ સિલિન્ડર ફાટ્યો નથી. પોલીસે આગ લાગવા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બસમાં આગ લાગતાં જ બસ ડ્રાઈવર અને કંડક્ટર જીવ બચાવી ભાગી ગયા હતા. બસમાં સવાર મુસાફરોએ પોતાની જાતમહેનતે બસના કાચ તોડી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પહેલાં બસમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. ત્યાર બાદ આગની જ્વાળાઓમાં બસ લપેટાઈ હતી.

કર્નલ સોફિયા કુરેશી પર ટિપ્પણી મામલે મંત્રીને સુપ્રીમ કોર્ટની કડક ફટકાર

0

મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહના કર્નલ સોફિયા કુરૈશી વિશેના વિવાદાસ્પદ નિવેદનને લઈને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે મધ્ય પ્રદેશ હાઇકોર્ટના આદેશ પર કોઈ સ્ટે નહીં મૂકે. CJI બી.આર. ગવઈએ વિજય શાહને ફટકાર લગાવતાં કહ્યું હતું કે તમે કેવાં પ્રકારનો નિવેદન આપી રહ્યા છો? તમે મંત્રી છો. મંત્રી થઈને આવા શબ્દોનો ઉપયોગ કરો છો? શું આ મંત્રીને શોભે છે?

સુપ્રીમ કોર્ટે વિજય શાહના કેસમાં હાઈકોર્ટના આદેશ પર કોઈ હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો છે. માફી માગવા પણ આદેશ આપ્યો છે. બીજી તરફ મધ્યપ્રદેશ હાઈકોર્ટે આજે ફરી આ મામલે પોલીસની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું કે, વિજય શાહ વિરૂદ્ધ નોંધાયેલી એફઆઈઆર આટલી નબળી કેમ છે? તમે કોઈપણ દબાણ વિના તપાસ કરો. એફઆઈઆરમાં સંપૂર્ણ આદેશને સામેલ કરી ફરીથી વ્યવસ્થિત લખો. ગઈકાલે જસ્ટિસ અતુલ શ્રીધરન અને જસ્ટિસ અનુરાધા શુક્લાની બેન્ચે મંત્રી વિરૂદ્ધ એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો હતો. જેના પર આજે થયેલી સુનાવણી પર પોલીસની એફઆઈઆર પર વાંધો ઉઠાવતાં તેને ફરીથી લખવા આદેશ આપ્યો છે.

મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ મામલાની સુઓમોટો નોંધ લીધી અને ડીજીપીને ચાર કલાકમાં વિજય શાહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો. કોર્ટના આદેશ પર બુધવારે સાંજે વિજય શાહ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી, જેને વિજય શાહે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે, કોર્ટે FIR અંગે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે.

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં ફરીથી એન્કાઉન્ટર, એક આતંકી ઠાર

0

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસે તેના X હેન્ડલ પર એન્કાઉન્ટર વિશે માહિતી આપી છે. આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના નદીર ગામને ઘેરી લીધું હતું.

મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઘેર્યા છે. જેમાંથી એકને ઠાર માર્યો છે. જ્યારે બીજા બે સાથે હજ અથડામણ ચાલુ છે.સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ જમ્મુ-કાશ્મીરના ત્રાલના નાદિર ગામમાં થઈ રહ્યું છે. આ વિસ્તાર દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવે છે. સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર 03 આતંકવાદીઓ ફસાયેલા હોવાની શક્યતા છે. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલુ છે.

મોડી રાત્રે ફેક્ટરીમાં ગટરના ટાંકીમાં વિસ્ફોટ, 20 લોકો ઘાયલ, ઘરોમાં પાણી ઘૂસ્યા

0

તમિલનાડુના કુડ્ડલોર જિલ્લાના મુધુનગર નજીક કુડીકાડુ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક ફેક્ટરીમાં ગટરની ટાંકી ફાટવાથી 20 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટાંકીમાંથી પાણી લીક થવાને કારણે, વિસ્તારના ઘરોને પણ નુકસાન થયું હતું અને ગામમાં પાણી ઘૂસી ગયું હતું.

આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિસ્ફોટથી માત્ર ફેક્ટરી પરિસરને જ નહીં પરંતુ નજીકના રહેણાંક વિસ્તારોને પણ ભારે નુકસાન થયું હતું. ઝાકરીના જણાવ્યા મુજબ, વિસ્ફોટને કારણે ટાંકીમાંથી ઝેરી પાણી લીક થયું, જેના કારણે નજીકના ઘરોમાં પાણી ભરાઈ ગયા અને ગામમાં મિલકતને નુકસાન થયું.

ગટર ટાંકીમાં વિસ્ફોટ થયા બાદ રાતભર બચાવ કામગીરી ચાલુ રહી. સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓએ સલામતી અને પર્યાવરણ પર થતી અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે.

યુપીમાં બે મહિલાઓએ પરંપરાઓને આપી પડકાર, કર્યા લગ્ન એકબીજા સાથે

0

ઉત્તર પ્રદેશના બદાયૂંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બે મહિલાએ સેમ સેક્સ મેરેજ કર્યા છે. બે મહિલાઓએ મંગળવારે બુદાયુંની સિવિલ લાઇન્સ કોર્ટ સંકુલમાં સ્થિત એક મંદિરમાં એકબીજાને હાર પહેરાવ્યા હતા અને જીવનસાથી તરીકે સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આશા (30) અને જ્યોતિ (28)એ પોતાને કથિત ‘લવ જેહાદ’નો ભોગ બનેલા ગણાવ્યા હતા અને તેમના વકીલ દિવાકર વર્મા સહિત ઘણા લોકોની હાજરીમાં તેમના સંબંધોને ઔપચારિક સ્વરૂપ આપ્યું હતું. કલેક્ટર કચેરી પરિસરમાં શિવ મંદિરમાં યોજાયેલા પ્રતિકાત્મક સમારોહમાં આશાએ તેના પતિની ભૂમિકા ભજવી હતી જ્યારે જ્યોતિએ પત્નીની ભૂમિકા ભજવી હતી.

એડવોકેટ દિવાકર વર્માએ જણાવ્યું હતું કે,’આશા અને જ્યોતિ નામની બે છોકરીઓ બદાયૂં કોર્ટ પરિસરમાં આવેલા તેમના ચેમ્બરમાં પહોંચી અને એકબીજા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.’ વર્માએ કહ્યું કે, તેમણે બંને છોકરીઓને કહ્યું કે તમે કાયદેસર રીતે લગ્ન કરી શકતા નથી કારણ કે તેઓ એક જ લિંગના છે, ત્યારબાદ બંને છોકરીઓએ કલેક્ટર કચેરીના શિવ મંદિરમાં માળા અર્પણ કરીને એકબીજા સાથે “લગ્ન” કર્યા હતા.

‘લવ જેહાદ’નો ભોગ બનેલી આશાએ દાવો કર્યો હતો કે બે મુસ્લિમ છોકરાઓએ નામ બદલીને પ્રેમનું નાટક કર્યુ અને બાદમાં તેમની સાથે છેતરપિંડી કરી. યુવતીએ આરોપ લગાવ્યો કે કાયદો પણ ગુનેગારોને સજા આપતો નથી. જ્યોતિએ પણ આવા જ આરોપો લગાવ્યા અને કહ્યું કે, ભલે તેમના લગ્ન કાયદેસર રીતે માન્ય ન હોય, પણ તે અને આશા જીવનભર સાથે રહેશે.

ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલા, 22 બાળકો સહિત 65 પેલેસ્ટિનિયનના મોત

ઈઝરાયલે મંગળવારે રાત્રે અને બુધવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાં તીવ્ર હવાઈ હુમલા કર્યા, જેમાં 65 લોકોનાં મોત થયા, જેમાં 22 બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલા અમેરિકાની મધ્યસ્થીમાં હમાસ દ્વારા એક ઈઝરાયલી-અમેરિકી બંધકની મુક્તિના એક દિવસ બાદ થયા. હમાસને નષ્ટ કરવાના લક્ષ્ય સુધી યુદ્ધ ચાલુ રહેશે, જેનાથી યુદ્ધ વિરામની આશાઓ ધૂંધળી થઈ છે. ઈઝરાયલી સેનાએ જબલિયા વિસ્તારના રહેવાસીઓને ખાલી કરવાની ચેતવણી આપી, ત્યારબાદ હમાસના માળખાને નિશાન બનાવ્યું, પરંતુ હુમલા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.

ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધી 52,908 લોકો માર્યા ગયા અને 119,721 ઘાયલ થયા, જ્યારે સરકારી મીડિયા ઓફિસે મૃત્યુઆંક 61,700 ગણાવ્યો, જેમાં કાટમાળમાં ગુમ થયેલા હજારો લોકોને પણ મૃત જાહેર કરાયા. હુમલાઓએ ગાઝાના 90% ઘરોને નુકસાન પહોંચાડ્યું, અને મોટાભાગની વસ્તી વિસ્થાપિત થઈ છે.

રશિયા,ચીન અને યુકેએ ગાઝામાં સહાય વિતરણ માટે યુએસ-ઇઝરાયલની યોજનાને નકારી કાઢી છે, તેના બદલે ઇઝરાયલને ગાઝા પરનો બે મહિનાથી લાગુ નાકાબંધી હટાવવા અપીલ કરી છે. સાઉદી અરેબિયાની મુલાકાત લેવા જઈ રહેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ ગાઝામાં સંઘર્ષને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવા માટે કામ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ આ યુદ્ધને રોકવા માગતા નથી. તેઓ હમાસને ખતમ કરી દેવાનું નિવેદન આપી રહ્યા છે.

ગાઝાના આરોગ્ય મંત્રાલય અનુસાર,ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ઓછામાં ઓછા 52,908 સ્થાનિકો માર્યા ગયા છે અને 119,721 ઘાયલ થયા છે. સરકારી મીડિયા ઓફિસે મૃત્યુઆંક 61,700 દર્શાવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, કાટમાળ નીચે ગુમ થયેલા હજારો લોકોને પણ મૃત જાહેર કરવામાં આવ્યા છે.

સુરતમાં યુવકનો સંસારી અંત: પૂર્વ પત્ની સહિત 10 લોકો સામે દુષ્પ્રેરણાનો આરોપ

સુરતમાં પ્રેમ કરીને પ્રપંચ કરવાની ઘટના અવાર-નવાર પ્રકાશમાં આવતી હોય છે. સુરત શહેરમાં પણ એવું જ કંઈક બન્યું, 30 વર્ષીય યુવકને પ્રેમનું પરિણામ દગો મળ્યોને અંત યુવક વીડિયો બનાવી વ્યથા ઢાલવી પોતાના જીવનને ટૂંકાવી દીધું.મૃતકે આપઘાત કરતા પહેલાં વીડિયો બનાવ્યો હતો અને વીડિયોમાં તેણે પૂર્વ પત્ની શીતલ પર આપઘાત માટે દુષ્પ્રેરણાનો આરોપ લગાવ્યો હતો. હાલ પોલીસે આ મામલે આરોપીના દાવા અનુસાર, તેની પૂર્વ પત્ની અને પ્રેમીની ધરપકડ કરી અન્ય 10 આરોપીઓની શોધખોળ કરી આ મામલે તપાસ હાથ ધરી છે.

સુરતના વરાછા વિસ્તારમાં 30 વર્ષીય વેપારી જયદીપ સાટોડિયાના આપઘાતે ચકચાર મચાવી છે. જયદીપે ઝેરી દવા પીને જીવન ટૂંકાવતા પહેલાં એક વીડિયો રેકોર્ડ કર્યો, જેમાં તેણે પૂર્વ પત્ની શીતલ રાઠવા અને તેના સાથીઓ પર માનસિક ત્રાસ આપી આપઘાત માટે દુષ્પ્રેરણા કરવાનો આરોપ લગાવ્યો. ઉત્રાણ પોલીસે શીતલ અને તેના કથિત પ્રેમી મોહસિન ઉર્ફે ટાઇગરની ધરપકડ કરી, અન્ય 10 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

જયદીપે 2023માં શીતલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નજીવનમાં વારંવાર ઝઘડા થતા. વીડિયોમાં જયદીપે જણાવ્યું, “શીતલે મને અને મારા પરિવારને હેરાન કર્યા. તેણે ખોટા કેસ કરાવ્યા, ઘરે આવી ધમકીઓ આપી. મારી હિંમત તૂટી ગઈ.” તેણે શીતલના આગ્રહ પર અન્ય સગાઈ તોડી લગ્ન કર્યા હોવાનું પણ ઉલ્લેખ્યું, પરંતુ શીતલે તેની “જિંદગી બગાડી નાખી.” જયદીપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી કે, “પુરુષો માટે પણ કાયદો બનાવો, જેથી અમારે મરીને સાચું સાબિત ન કરવું પડે.”

જયદીપના આપઘાતના સમાચાર મળતા જ તેની પૂર્વ પત્ની શીતલ અને તેનો પ્રેમી નવસારી ખાતે એક હોટલમાં છુપાઈ ગયા હતા. પોલીસે નવસારીની હોટલમાંથી બન્નેને ઝડપી પાડ્યા હતા. સાથે જ અન્ય 10 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. યુવકે આપઘાત પહેલા સુસાઇડ નોટ અને મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યો હતો. જયદીપે એક વાર નહીં પણ ત્રણ વાર આપઘાત કરવાના પ્રયત્ન કર્યા હતા કેમ કે તેના મોબાઈલમાંથી ત્રણ વીડિયો મળ્યા છે. બે વખત અગાઉ પણ તેણે વીડિયો બનાવ્યા હતા પરંતુ ત્યારે તેને આપઘાત કરવાની હિંમત થઈ ન હતી. જોકે ત્યાર બાદ યુવક પર ફરી ત્રાસ વધતા તેણે વીડિયો બનાવી આપઘાત કરી લીધો હતો. આ વીડિયો સમગ્ર કેસમાં મહત્વનો સાબિત થયો છે, જેના આધારે પોલીસે 12 સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને જયદીપની મોપેડમાંથી સ્યુસાઇડ નોટ મળી, જેમાં શીતલના માનસિક ત્રાસની વિગતો હતી. ઉત્રાણ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આપઘાત માટે દુષ્પ્રેરણા) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. આ ઘટનાએ સમાજમાં પુરુષોના માનસિક સ્વાસ્થ્ય અને કાનૂની રક્ષણના મુદ્દે ચર્ચા જગાવી છે.

પાકિસ્તાની પત્રકારનો વિસ્ફોટક ખુલાસો: કહ્યું મોદીએ બધું જ હાંસલ કરી લીધું

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થયો છે. પરંતુ જ્યારે આ તણાવ ચાલી રહ્યો હતો, ત્યારે પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઘણા જુઠ્ઠાણા ફેલાવ્યા. પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે, પાકિસ્તાને ભારતના ઘણા શસ્ત્રોનો નાશ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ આ દાવા પોકળ નીકળ્યા. હવે એક પાકિસ્તાની પત્રકારે પોતે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે અને પોતાના દેશને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. આ પાકિસ્તાની પત્રકારે એમ પણ કહ્યું કે પીએમ મોદીએ બધું જ હાંસલ કરી લીધું છે.

પાકિસ્તાની પત્રકારે શું કહ્યું?
પાકિસ્તાની પત્રકારે પાકિસ્તાન પર સવાલ ઉઠાવતા કહ્યું, ‘હું તમને બતાવીશ, હું તમને ચિત્ર બતાવીશ, આ તે મોદી છે જે તમે જોઈ રહ્યા છો.’ તમે મારા ડાબા ખભા ઉપર આ S-400 મિસાઇલ જોઈ શકો છો. તેનો સેટઅપ. અમે દાવો કર્યો હતો કે અમે આ બેનો નાશ કર્યો છે.

અહીં પાકિસ્તાની પત્રકાર પાકિસ્તાની સરકારને કહેવા માંગે છે કે તમે S-400 ને નષ્ટ કરવાનો દાવો કર્યો હતો પરંતુ અહીં S-400 બિલકુલ બરાબર દેખાય છે. તમને જણાવી દઈએ કે S-400 ભારતની મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલી છે, જેણે તણાવ દરમિયાન પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો.

પાકિસ્તાની પત્રકારે કહ્યું, ‘તેઓ (પીએમ મોદી) ઉધમપુર બેઝ પર ભાષણ આપી રહ્યા છે અને જુઓ, તેમણે દુનિયાને બતાવવા માટે તેની પાછળ S-400 મૂક્યું છે અને અમે (પાકિસ્તાને) આ જ બેઝ પર S-400નો નાશ કરવાનો દાવો કર્યો હતો.’ પીએમ મોદીએ એ જ S-400 પોતાની પાછળ રાખ્યું છે અને કહી રહ્યા છે કે, જુઓ, તે મારી પાછળ સલામત રીતે ઊભું છે, અને જુઓ, હું મારા લોકો સાથે વાત કરી રહ્યો છું, તે સંપૂર્ણ હાવભાવ આપી રહ્યા છે. અને અહીં (પાકિસ્તાન) આપણે કહી રહ્યા છીએ કે આપણે જીતી ગયા.

પીએમ મોદી વિશે આ કહ્યું
પાકિસ્તાની પત્રકારે કહ્યું, ‘પીએમ મોદીએ બધું જ હાંસલ કરી લીધું છે.’ તેમણે તમારા (પાકિસ્તાન) પાણી પુરવઠો બંધ કરી દીધો. તેમણે (ભારતીય સેનાએ) તમારા 50 માણસોને મારી નાખ્યા. ભાઈ આપણે કયું જીત્યું? 1971 પછી એવું બન્યું છે કે ભારત આપણા દરેક શહેર, દરેક ઠેકાણા સુધી પહોંચવામાં સફળ રહ્યું છે અને પીએમ મોદી તેમની સેના સાથે વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે કે હવે તમારો કોઈ પણ ખૂણો સુરક્ષિત નથી. શું આ આપણી જીત છે?

AIના યુગમાં મોટું ઝટકો: માઇક્રોસોફ્ટમાં 6800 કર્મચારીઓ માટે જોબ ખતમ

0

ટેકનોલોજી જગતના દિગ્ગજ માઇક્રોસોફ્ટે કંપનીના વૈશ્વિક વર્કફોર્સમાંથી 3 ટકા કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. કંપનીની આ તાજેતરની છટણી હેઠળ અંદાજે 6,000 કરતાં વધુ કર્મચારીઓ નોકરી ગુમાવશે. નોંધનીય છે કે 2023માં કંપનીએ 10,000 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા, ત્યારબાદ આ બીજી સૌથી મોટી છટણી ગણાય છે.

કંપનીએ બરખાસ્ત કર્મચારીઓને બે વિકલ્પ આપ્યા છે. કર્મચારીઓને તેમની સેવા સમાપ્ત થયા પછી 60 દિવસનું વેતન આપવામાં આવશે. આ ઉપરાંત છૂટા થનારા કર્મચારીઓ ઇનામ અને બોનસ માટે પણ પાત્ર રહેશે. કંપનીએ તાજેતરમાં કામગીરીના મૂલ્યાંકન સંબંધિત સિસ્ટમમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જેના હેઠળ કાર્યક્ષમતા સંબંધિત મુદ્દાઓને કારણે કાઢવામાં આવેલા કર્મચારીઓને આગામી બે વર્ષ સુધી ફરીથી નોકરીમાં લેવામાં નહીં આવે.

આ સિવાય દેખાવને આધારે કાઢવામાં આવેલા કર્મચારીઓને સ્પષ્ટ અપેક્ષા અને સુધારા માટે સમયમર્યાદા આપવામાં આવશે. એટલે કે કર્મચારીઓ ‘પર્ફોર્મન્સ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન (PIP)’નો વિકલ્પ પસંદ કરી શકે છે અથવા તેઓ 16 અઠવાડિયાના વિચ્છેદ વેતન સાથે ‘ગ્લોબલ વોલેન્ટરી સેપરેશન એગ્રીમેન્ટ’ સ્વીકારી શકે છે. જે કર્મચારીઓ PIP પસંદ કરે છે, તેમણે પાંચ દિવસની અંદર નિર્ણય લેવો પડશે અને તેઓ પછી બીજું પેકેજ મેળવી શકશે નહીં.

કંપનીમાં જૂન 2024 સુધીમાં કુલ 2,28,000 કર્મચારીઓ હતા, જેમાંથી લગભગ 1,985 કર્મચારી વોશિંગ્ટનમાં છે. કંપની તેના વૈશ્વિક વર્કફોર્સમાંથી 3 ટકા કર્મચારીઓને છૂટા કરી રહી છે. તેમાં તમામ સ્તરની ટીમો અને ભૌગોલિક વિસ્તારોના હજારો કર્મચારીઓ સામેલ છે. કંપનીએ જણાવ્યું હતું કે આ છટણીનો આ નિર્ણય ખર્ચ પર નિયંત્રણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં ભારે મૂડીરોકાણ વચ્ચે લેવામાં આવ્યો છે.