Home Blog Page 432

મુંબઈમાં મેઘરાજાનું તાંડવ, જનજીવન પર ભારે અસર, રેડ એલર્ટની ચેતવણી

0

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સોમવારે 75 વર્ષનો રેકોર્ડ તૂટ્યો અને અનરાધાર વરસાદે મુંબઈને જળબંબોળ કરી દીધું ત્યારે આજે પણ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને જનજીવન ખોરવાયું છે. દક્ષિણ મુંબઈના નરિમાન પોઈન્ટ ખાતે એક કલાકમાં 104 મિમિ વરસાદ નોંધાયો હતો. હવમાન ખાતાએ આજ માટે પણ આગાહી કરી છે અને શહેરને રેડ એલર્ટ આપ્યું

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં નોંધાયેલા વરસાદે મે મહિનામાં છેલ્લા 107 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એટલું જ નહીં આ વરસાદ છેલ્લા 75 વર્ષમાં સૌથી વહેલું ચોમાસુ પણ લઈને આવ્યો છે. 190ની શરૂઆતમાં મુંબઈમાં ચોમાસુ આટલું વહેલું આવી ગયું હતું.

મુંબઈમાં ભરતીનું એલર્ટ
મુંબઈના દરિયાકાંઠે 12.13 કલાકે 4.88 મીટરની ઊંચી ભરતી અને 23.56 કલાકે 4.18 મીટરની ઊંચી ભરતી આવવાની શક્યતા છે, જ્યારે બીજા દિવસે, 28 મેના રોજ, 18.13 કલાકે 1.60 મીટરની નીચી ભરતી અને 0.03 મીટરની નીચી ભરતી આવવાની શક્યતા છે.

મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ
આજે માટે, IMD એ રત્નાગિરિ, સિંધુદુર્ગ, કોલ્હાપુર અને સતારા માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત રાયગઢ, પુણે, બીડ, હિંગોલી, નાંદેડ અને પરભણી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈ, થાણે, જલગાંવ, નાસિક, અહિલ્યાનગર, સાંગલી, જાલના અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

એક જ પરિવારના 7 સભ્યોના મૃતદેહ કારમાં મળ્યા, સામૂહિક આપઘાતથી ચકચાર

0

હરિયાણાના પંચકૂલામાં સોમવારે મોડી રાત્રે સામૂહિક આપઘાતના કારણે ચકચાર મચી છે. મૂળ ઉત્તરાખંડના પરિવારના સાત લોકોના મૃતદેહ મળી આવ્યા. આશંકા છે કે દંપતી, તેમના ત્રણ બાળકો અને બે વૃદ્ધોએ એકસાથે ઝેર ખાઈને આપઘાત કર્યો છે.

ઘટનાની જાણ થતાં જ તમામને સૌપ્રથમ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં એક જ વ્યક્તિને છોડી તમામને મૃત જાહેર કરવામાં આવ્યા. જે બાદ જે વ્યક્તિ બચી ગઈ હતી તેણે પણ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો. પંચકૂલા પોલીસના ડીસીપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. FSLની ટીમ દ્વારા તમામ પૂરાવા એકત્ર કરવામાં આવ્યા છે.

સ્થાનિક રહેવાસીએ જણાવ્યું, “હું તે માણસ પાસે ગયો અને તેને તેના ઠેકાણા વિશે પૂછ્યું. તેણે મને કહ્યું કે તેનો પરિવાર બાગેશ્વર ધામથી પાછો ફરી રહ્યો છે. તેમને કોઈ હોટેલ મળી નહીં અને તેમણે કારમાં રાત વિતાવવાનું નક્કી કર્યું ત્યાર બાદ તેણે કહ્યું કે કારમાં બધા મરી ગયા છે અને હું પણ 5 મિનિટમાં મરી જઈશ. આ પછી તે માણસે કારમાં નજર નાખી તો અંદર 6 લાશ પડેલી દેખાય ત્યાર બાદ તેણે પોલીસને એલર્ટ કર્યું હતું.

પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈટ નોટ મળી છે જેમાં સામૂહિક આપઘાતનું કારણ લખાયેલું હતું. પરિવારે ભારે દેવાના કારણે આત્મહત્યા કરી હતી. દેવું હદ બહાર જતાં રહેતાં ભરપાઈ શકે તેવો કોઈ માર્ગ જ રહ્યો નહોતો તેથી પરિવારને મોત વ્હાલું લાગ્યું અને બધાએ ભેગા મળીને ઝેર પી લીધું. પ્રવિણ મિત્તલે થોડા સમય પહેલાં દેહરાદૂનમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો શરુ કર્યો હતો પરંતુ તેમાં પણ કંઈ ન વળ્યું અને દેવું હદ બહાર જતાં રહ્યું હતું.

ઓડિશામાં એલેપ્પી એક્સપ્રેસ પર પથ્થરમારો, ત્રણ આરોપીઓની ધરપકડ

0

ઓડિશાના સંબલપુર જિલ્લામાં ફરી એકવાર ટ્રેન પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો છે. અહીં, ખેત્રજાપુરના તાલભાટાપાડા વિસ્તારમાં એલેપ્પી એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ખેતરાજપુર અને તાલભાતાપાડા વચ્ચે ટ્રેન થોડા સમય માટે રોકાઈ હતી. લીલો સિગ્નલ ન મળવાને કારણે ટ્રેન રોકી દેવામાં આવી હતી.

આ દરમિયાન, પરિસ્થિતિનો લાભ લઈને ત્રણ યુવાનોએ ટ્રેનના એક જનરલ ડબ્બા પર પથ્થરમારો કર્યો. જોકે, આ ઘટનામાં કોઈ મુસાફર ઘાયલ થયાના અહેવાલ નથી, પરંતુ મુસાફરોમાં ચોક્કસ ગભરાટનું વાતાવરણ હતું. ટ્રેન રોકાતાની સાથે જ અચાનક પથ્થરમારાથી અરાજકતા મચી ગઈ. સદનસીબે પથ્થરો કોઈ મુસાફરને ન વાગ્યા અને મોટી દુર્ઘટના ટળી ગઈ.

પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી
ઘટનાની માહિતી મળતા જ રેલ્વે પ્રોટેક્શન ફોર્સે તાત્કાલિક કાર્યવાહી કરી અને કેસ નોંધ્યો. આ પછી આરોપીઓની શોધ શરૂ કરવામાં આવી હતી. આરપીએફની તપાસમાં આ ઘટનામાં ત્રણ યુવાનો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. બધાની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા યુવાનો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી ઘટનાઓ રેલ્વે મુસાફરોની સલામતી માટે ગંભીર ખતરો છે અને તેને કોઈપણ સંજોગોમાં સહન કરી શકાતી નથી.

POCSO કેસમાં બ્રિજ ભૂષણ શરણ સિંહને મોટી રાહત

0

WFI ના ભૂતપૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને POCSO કેસમાં કોર્ટમાંથી મોટી રાહત મળી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પોલીસના ક્લોઝર રિપોર્ટને સ્વીકારી લીધો છે. કોર્ટના આ નિર્ણય પછી, POCSO કેસની કાર્યવાહી પૂર્ણ માનવામાં આવશે. આ અંગે, બ્રિજભૂષણ સિંહના ધારાસભ્ય પુત્ર પ્રતીક ભૂષણ સિંહે એક પોસ્ટમાં લખ્યું, અમને ખોટા અને બનાવટી કેસમાં ન્યાયિક વિજય મળ્યો છે. દરેક પાયાવિહોણા આરોપ હવે ન્યાયના કઠેડામાં ખુલ્લા પડી રહ્યા છે. આ સત્યનો વિજય છે અને ભવિષ્યમાં પણ આ વિજય ચાલુ રહેશે.

તમને જણાવી દઈએ કે પોલીસે 2023 માં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં, સગીર પહેલવાનએ કોર્ટને કહ્યું હતું કે તે દિલ્હી પોલીસની તપાસથી સંતુષ્ટ છે. તેઓ ક્લોઝર રિપોર્ટની વિરુદ્ધ નથી. આના પર પોલીસે સગીર સંબંધિત કેસ રદ કરવાની માંગણી સાથે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. સગીરના પિતાએ કહ્યું હતું કે તેમણે કથિત અન્યાયનો બદલો લેવા માટે બ્રિજ ભૂષણ વિરુદ્ધ જાતીય સતામણીની ખોટી ફરિયાદ નોંધાવી હતી.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, કોર્ટે મહિલા કુસ્તીબાજો સાથે સંકળાયેલા કથિત જાતીય સતામણીના કેસોના સંદર્ભમાં તેમની સામે નોંધાયેલા જાતીય સતામણીના કેસને રદ કરવાની માંગ કરતી બ્રિજ ભૂષણ સિંહની અરજી પર નોટિસ જારી કરી હતી. દિલ્હી હાઈકોર્ટે આ નોટિસ ત્યારે જારી કરી હતી જ્યારે બ્રિજ ભૂષણે તેમની સામે દાખલ કરાયેલ ચાર્જશીટ રદ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી.

ગયા વર્ષે બ્રિજ ભૂષણે કોંગ્રેસ પર આ આરોપ લગાવ્યો હતો
બ્રિજભૂષણ કેસને લઈને આખા દેશમાં હોબાળો મચી ગયો. મહિલા કુસ્તીબાજોએ પણ તેમનો વિરોધ કર્યો હતો. ગયા વર્ષે, બ્રિજભૂષણે તેમના પરના આરોપો અંગે એક નિવેદન આપ્યું હતું, જેનાથી રાજકીય વર્તુળોમાં ભારે હોબાળો મચી ગયો હતો. બ્રિજભૂષણ સિંહે કહ્યું હતું કે કોંગ્રેસે WFI ને નિયંત્રિત કરવા અને ભાજપ પર હુમલો કરવાના કાવતરામાં કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાનો પ્યાદા તરીકે ઉપયોગ કર્યો હતો.

૨૭ મે, ૨૦૨૫ / મંગળવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

બપોર સુધી પ્રક‌ૃતિ રહે. ત્યારબાદ લાગણીશીલતા વધતી જણાય. આર્થિક પાસુ મજબૂત બને. કાર્યમાં સફળતા મળતી જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમીકલના ધંધાર્થીઓ માટે લાભ. સટ્ટો-જુગાર ટાળવા. ખોટી સોબત મિત્રોથી પરેશાની વધે.

વૃષભઃ

માનસિક સ્વસ્થતા જળવાય. મોજ શોખમાં ખર્ચ વધે. સાથે સાથે આવક પણ વધે. પરિવારમાં આનંદ આરોગ્ય સાચવવું. પેટની સમસ્યા સતાવે. લાંચ રૂશ્વત લેવાથી દૂર રહેવું. ભાગ્યનો સાથ મળે. ધંધાકીય ક્ષેત્રે આનંદ.

મિથુનઃ

નિખાલસ અને ચારિત્રવાન રહેશો આવકનું પલ્લું ભારી થતું લાગે. પરિવારમાં ઉગ્રતા વર્તાય. માતૃસુખ-વાહનસુખમાં વધારો. જીવનસાથી સાથે અસંતોષ રહે. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે શાંતિ જાળવવી.

કર્કઃ

આનંદનો અનુભવ થાય. નાણાંકીય વ્યવહારોમાં ફાયદો. પરિવારમાં સંપ, નોકરી ધંધામાં કાર્યક્ષેત્રે સફળતા. વિશ્વાસઘાત થવાના યોગ છે. માન-સન્માનમાં વધારો થાય. સ્નાયું સંબંધી સમસ્યા જણાય.

સિંહઃ

નકારાત્મક વિચારોને કારણે સમસ્યા ઊભી થતી જણાય. આર્થિક બાબતો અંગે લાભ. પરિવારમાં આનંદ ઉત્સાહ સ્થાવર મિલકતમાંથી લાભની શક્યતા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી, ખાંસી, કફનો ઉપદ્રવ રહે.

કન્યાઃ

નાણાંકીય બાબતોમાં નુકસાન થવાના યોગ છે. આત્મવિશ્વાસ ઘટતો જણાય. માથાનો દુઃખાવો રહે. દીલમાં અજંપો રહે. માતાની તબિયત સાચવવી. સંતાનની પ્રગતિ થતી જણાય. ભાગ્ય સાથ આપતું જણાય.

તુલાઃ

લાગણીશીલતા વધે. ખોટું લાગે એવા પ્રસંગો ઊભા થાય. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં ચિંતા નું વાતાવરણ રહે. પત્ની સાથે વૈમન્સ્ય તથા મતભેદ ટાળવા. અગ્તિથી સાચવવું. માથુ-મગજ તથા નેત્ર રોગો સાચવવું.

વૃશ્ચિકઃ

ગુસ્સાનું વાતાવરણ રહે. આર્થિ બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભ ફળની પ્રાપ્તિ થાય. સંતાનથી આનંદ. આરોગ્ય સાચવવું જરૂરી. ચર્મરોગોથી સાચવવું.

ધનઃ

દિવસ દરમ્યાન અજંપો રહે. નાણાંકીય ક્ષેત્રે મધ્યમ દિવસ. સંતાનની પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં થોડો આનંદ જળવાય. નસીબથી આવક મળતી જણાય. મગજના રોગોથી સાચવવું.

મકરઃ

શાંતિનો અનુભવ થાય. નવા ભાઇ-બહેનોની ચિંતા રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. માતા સાથે મતભેદ ટાળવા. સંતાનોના વ્યવહારમાં લાગણીનું પ્રમાણ વધે. કરોડરજ્જુ, હાડકાના રોગોથી પરેશાની રહે.

કુંભઃ

વિચારો ડામાડોળ રહે. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી ફાયદો મળતો જણાય. પાણીથી દૂર રહેવું.

મીનઃ

માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કરેલા કાર્યમાં બરકત મળતી જણાય. સંતાનની પ્રગતિના સાથી બની શકાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. આરોગ્ય સાચવવું.

રાજ્યમાં કોરોનાએ પકડી રફ્તાર! મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 43 કેસ નોંધાયા

0

મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના ચેપના કેસ વધવા લાગ્યા છે. રાજ્યમાં કોરોના ચેપના કુલ 43 નવા કેસ નોંધાયા છે. વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, પુણેમાં કોરોનાના 8 નવા કેસ નોંધાયા છે. આ સાથે, મહારાષ્ટ્રમાં કોરોના ચેપના કુલ સક્રિય કેસોની સંખ્યા 209 થઈ ગઈ છે.

કુલ 300 કેસ નોંધાયા
જાન્યુઆરીથી મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 300 કેસ નોંધાયા છે. જાન્યુઆરીમાં 1, ફેબ્રુઆરીમાં 1, માર્ચમાં 0, એપ્રિલમાં 4 અને મે મહિનામાં 242 કેસ નોંધાયા હતા. બહાર આવેલા આંકડા મુજબ, મે મહિનામાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. આ મહિનામાં કુલ કેસના 80 ટકા કેસ નોંધાયા છે.

87 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા
મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. જોકે, કોઈ નવા મૃત્યુ નોંધાયા નથી. જાન્યુઆરીથી મુંબઈમાં કુલ કેસોની સંખ્યા 248 છે. મહારાષ્ટ્રમાં કુલ કોવિડ કેસમાંથી 82.67% (300 માંથી 248) મુંબઈના છે. દરમિયાન, અત્યાર સુધીમાં 87 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થઈને પાછા ફર્યા છે.

કોવિડ-19 ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો સામેલ છે. આ સાથે, ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ન આવવી જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં મુશ્કેલી એ મુખ્ય જોખમી સંકેત છે. જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો અનુભવ થાય, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હોસ્પિટલ અથવા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

દાહોદમાં વંદે ભારત સહિત બે ટ્રેનોને પીએમ મોદી આપી લીલી ઝંડી

0

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ તેમની ઓપરેશન સિંદૂર પછીની પ્રથમ ગુજરાત મુલાકાત છે, જે દરમિયાન તેઓ રૂ. 82,950 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડોદરામાં તેમના આગમન પર સિંદૂર સન્માન યાત્રા યોજાઈ, જેમાં હજારો નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ યાત્રા દરમિયાન શહીદ જવાનોના પરિવારજનો અને કર્નલ સોફિયા કુરેશીના પરિવારે પણ હાજરી આપી, જે રાષ્ટ્રીય એકતા અને નારીશક્તિનું પ્રતીક બન્યું.

વડાપ્રધાન મોદીએ વડોદરાથી શરૂઆત કરી દાહોદમાં રૂ. 24,000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, જેમાં 9000 એચપીનું ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન અને રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો સમાવેશ થાય છે. તેમણે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ અને વલસાડ-દાહોદ એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી. આ ઉપરાંત, આણંદ-ગોધરા, મહેસાણા-પાલનપુર સહિતની રેલ લાઇનનું ડબલિંગ અને સાબરમતી-બોટાદ રેલ લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન પૂર્ણ થયું. મહીસાગર અને દાહોદના 193 ગામો અને એક શહેરની 4.62 લાખ વસ્તીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા રૂ. 181 કરોડની યોજનાઓનું લોકાર્પણ થયું.

પીએમ મોદીએ અમદાવાદ-સોમનાથ વંદે ભારત ટ્રેન, વલસાડ-દાહોદ નવી ટ્રેન અને કલોલ-કટોસણ વચ્ચે નવી ફ્રેઈટ ટેન સેવાનો શુભારંભ કરાવ્યો હતો. આ ટ્રેમથી યાત્રાળુઓની સુવિધા વધશે, માલસામાનનું વહન ઝડપી બનવાનું છે. પીએમ મોદી નરેન્દ્ર મોદી રેલ મંત્રાલય દ્વારા દાહોદમાં ₹21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરીંગ શોપ – રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કર્યું હતું.

નોંધનીય છે કે, PMએ દાહોદમાં રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરી નિરીક્ષણ પણ કર્યું હતું. રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટના લોકાર્પણ સાથે સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પીએમ મોદી નવ નિર્મિત પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું તે દરમિયાન પીએમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. એટલું જ નહીં પરંતુ વડા પ્રધાન દ્વારા દાહોદ નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ, સ્માર્ટ લાઈબ્રેરી, સ્માર્ટ પ્રા. શાળા, ટ્રક ટર્મિનલ-ડોરમેટરી, દૂધમતી રિવરફ્રન્ટ જેવા અનેક પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે.

પીએમ મોદી રોડ શોમાં કાર્યકરોને લાવતા બસ ડ્રાઈવરનું હ્રદયરોગથી મોત

0

ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી આજે બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીના રોડ શો માટે વિવિધ વિસ્તારોમાંથી કાર્યકરો આવી શકે તે માટે એસટી વિભાગે બસો દોડાવી હતી. પીએમ મોદીના વડોદરાના રોડ શોમાં લોકોને લઈને આવનાર એક એસટી બસ ડ્રાઈવરનું મોત થયું છે. વડોદરામાં એસટી બસ ડ્રાઈવર મિતેષ જાડિયાનું હૃદય રોગના હુમલાને પગલે મોત થયું છે.

વડોદરામાં પીએમ મોદીના રોડ શો દરમિયાન ભારે ગરમીને પગલે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો સ્થળ પર કાર્યકરોને લઇને આવેલા એસટી બસ ડ્રાઈવરને હાર્ટએટેક આવ્યો હતો. કાર્યકરોને ઉતારી બસમાં બેઠા હતા ત્યારે આ ઘટના બની હતી. અસહ્ય બફારા અને ગરમીના કારણે મિતેષભાઈને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ગમગીની છવાઈ ગઈ છે.

રાજ્યસભાની 8 બેઠકો માટે ચૂંટણીનો જાહેરાત, 19 જૂને મતદાન યોજાશે

0

ચૂંટણી પંચે રાજ્યસભાની આઠ બેઠકો માટે મતદાનની જાહેરાત કરી છે. આ દ્વિવાર્ષિક ચૂંટણીઓ 19 જૂનના રોજ યોજાશે. આમાં, બે રાજ્યો આસામ અને તમિલનાડુમાં આઠ બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણી યોજાવાની છે. તમને જણાવી દઈએ કે આઠ સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થવાનો છે. આવી સ્થિતિમાં, આ આઠેય બેઠકો માટે મતદાન થશે. મતગણતરી પણ 19 જૂનના રોજ સાંજે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આસામની બે અને તમિલનાડુની છ બેઠકો પર મતદાન થશે.

તમિલનાડુમાં છ બેઠકો માટે ચૂંટણી
વાસ્તવમાં, આસામના બે અને તમિલનાડુના છ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ જૂન અને જુલાઈમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, ચૂંટણી પંચે સોમવારે આ આઠ બેઠકો માટે 19 જૂને દ્વિવાર્ષિક ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. સ્થાપિત પરંપરા મુજબ, મત ગણતરી પણ 19 જૂનની સાંજે થશે. માહિતી અનુસાર, તમિલનાડુના છ સભ્યો – અંબુમણિ રામદાસ (પટ્ટાલી મક્કલ કાચી), એન ચંદ્રશેખરન (ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ), એમ શનમુગમ (દ્રવિડ મુનેત્ર કઝગમ), પી વિલ્સન (ડીએમકે) અને વૈકો (મારુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ) – નો કાર્યકાળ 24 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

આસામની બે બેઠકો માટે ચૂંટણી
તેવી જ રીતે, આસામના બે રાજ્યસભા સભ્યો, વીરેન્દ્ર પ્રસાદ વૈશ્ય (ભારતીય જનતા પાર્ટી) અને મિશન રંજન દાસ (ભાજપ)નો કાર્યકાળ 14 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું જાહેરનામું 2 જૂને બહાર પાડવામાં આવશે.

પાંચ વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી
તમને જણાવી દઈએ કે આ ઉપરાંત દેશના ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે એક જાહેરનામું બહાર પાડીને આ માહિતી આપી છે. ભારતના ચૂંટણી પંચે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની 5 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીની તારીખ પણ જાહેર કરી છે. આ પાંચેય બેઠકો પર ૧૯ જૂને મતદાન થશે. મતગણતરી 23 જૂને થશે.

મુંબઈમાં વરસાદે મચાવી હાહાકાર, હજારો લોકોને સ્થળાંતરનો આદેશ

0

મુંબઈ હવામાન: મહારાષ્ટ્રમાં ચોમાસુ સમય પહેલા આવી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આ વર્ષે દક્ષિણપશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રમાં સામાન્ય કરતાં વહેલું પહોંચી ગયું છે અને આગામી થોડા દિવસોમાં તે સંપૂર્ણપણે સક્રિય થવાની સંભાવના છે અને મુંબઈમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે રેડ એલર્ટ જારી કર્યું છે.

મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે. તટીય કોંકણમાં છેલ્લા બે દિવસથી ભારે પ્રિ મોનસૂન વરસાદ વરસી રહ્યો હતો. મુંબઈમાં હાલમાં આઠ વિસ્તારોને રેડ એલર્ટ પર રખાયા છે. જેમાં બોરિવલી, સાંતાક્રૂજ, પવઈ, મુલુન્ડ, વર્લી, ચેમ્બુર, કોલાબા અને અલીબાગનો સમાવેશ થાય છે. જ્યારે મુંબઈ, થાણે અને કલ્યાણ સહિત વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પર છે.

હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે યલો એલર્ટ જારી કર્યું છે, જેનો અર્થ એ છે કે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, જે સામાન્ય જનજીવનને અસર કરી શકે છે. મુંબઈ, થાણે અને પાલઘર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ માટે ચેતવણી જારી કરવામાં આવી છે, જ્યાં દરિયાઈ પવન અને વીજળી પડવાની ઘટનાઓ થવાની સંભાવના છે, જેના માટે સ્થાનિક વહીવટીતંત્રે નાગરિકોને વધુ સાવધાની રાખવાની અપીલ કરી છે. આજ મુંબઈના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

મહારાષ્ટ્રના ઈતિહાસની વાત કરીએ તો રાજ્યમાં 35 વર્ષમાં પહેલીવાર મોનસૂનનું આટલું વહેલું આગમન થયું છે. આમ તો દક્ષિણ પશ્ચિમ મોનસૂન સામાન્ય રીતે સાત જૂન આજુબાજુ મહારાષ્ટ્ર અને 11 જૂને મુંબઈ પહોંચે છે. હવામાન વિભાગે કોંકણ અને પ.મહારાષ્ટ્રના અમુક ભાગોમાં આગામી થોડા દિવસે માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

તૈયારી અને રાહત પગલાં

  • BMC અને MHADA એ આવી 96 ઇમારતોની ઓળખ કરી છે જેને વરસાદની ઋતુ દરમિયાન જોખમી ગણવામાં આવી છે. આ ઇમારતોમાં રહેતા લગભગ 3100 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની સૂચના આપવામાં આવી છે.
  • પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવા માટે, ગટરોની સફાઈ, પમ્પિંગ સ્ટેશનોનું સમારકામ અને કટોકટી નિયંત્રણ ખંડનું નિરીક્ષણ વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે.
  • બીએમસીએ 24×7 ખુલ્લું રહેતું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સક્રિય કર્યું છે જ્યાં નાગરિકો કોઈપણ કટોકટીની જાણ કરી શકે છે.
  • સ્થાનિક ટ્રેન અને બસ સેવાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને મુસાફરોને સલામત રહેવા અને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા માટે જરૂરી સલાહ આપવામાં આવી છે.