Home Blog Page 352

સુરતમાં વધુ એક ડાયમંડ કંપનીએ 80 રત્નકલાકારોની કરી છટણી

સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના માર વચ્ચે વધુ એક ડાયમંડ કંપનીએ કારીગરોને છૂટા કર્યા છે. અમેરિકાએ જાહેર કરેલા વધુ ટેરિફના અમલની સાથે જ રત્નકલાકારો માટે આ માઠા સમાચાર સામે આવ્યા છે. સુરતના કતારગામની ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સ કંપનીએ કારીગરોને છૂટા કરવાની જાહેરાત કરી છે.

કંપનીએ અચાનક 80 જેટલા રત્નકલાકારોને છૂટા કર્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ક્રિસ ડિયામ જેમ્સના જુદા જુદા ડિપાર્ટમેન્ટના કારીગરોને છૂટા કરાયા છે. ક્રિસ ડીયામ વિદેશના વેપારીનું જોબ વર્કનું કામ કરતી હતી.

ટ્રમ્પના ટેરિફની ડાયમંડ ઉદ્યોગને કેવી રીતે અસર થશે?
સુરતના ડાયમંડ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત રહ્યાં છે. સામાન્યરીતે સમજીએ તો દુનિયામાં જો 12 ડાયમંડ કટિંગ થાય છે તો તેમાંથી 9 ડાયમંત્ર સુરતમાં કટિંગ થાય છે. જ્યારે વિશ્વમાં સૌથી વધારે જો કોઈ ડાયમંડની ખરીદી કરતો દેશ હોય તો તે અમેરિકા છે.

જેથી 50 ટકા ટેરિફની અસર સૌથી વધારે સુરતના ડાયમંડ ઉદ્યોગને થવાની છે. ડાયમંડ સાથે સાથે ટેક્સટાઇલ ઉદ્યોગ પણ એટલું જ પ્રભાવિત થવાનું છે. સુરતના ડાયમંડ વેપારીઓએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે.

એટલું જ નહીં પરંતુ અમેરિકામાં હીરાના વેપારીઓએ ડોલાન્ડ ટ્રમ્પને વિનંતી કરી છે કે, ડાયમંડ પર ટેરિફ ના લગાવવામાં આવે અને જો લગાવે છે તે તેના દરમાં ઘટાડો કરવામાં આવે. ત્યાંના વેપારીઓને ડર એવો પણ છે કે, ટેરિફની અસર ભારત કરતા વધારે અમેરિકાને થવાની છે.

બાહુબલી: ધ એપિક’નું ભવ્ય ટીઝર રિલીઝ – રાજામૌલીએ ચાહકોને આપી દિવાળી પહેલાં સુપર ભેટ

બાહુબલી સિરીઝ દ્વારા ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવનાર નિર્દેશક એસ.એસ. રાજામૌલી હવે ફરીથી ચાહકો માટે એક ભવ્ય ભેટ લઈને આવ્યા છે. મેકર્સે તેમની નવી ફિલ્મ ‘બાહુબલી: ધ એપિક’નું ટીઝર જાહેર કરી દીધું છે, જે સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે.ટીઝરમાં દેખાડાયેલા દ્રશ્યો ચમત્કારથી ઓછા નથી લાગતા અને દર્શકોને ફરીથી શૌર્ય, ભવ્યતા અને ભાવનાઓની દુનિયામાં લઈ જવાનું વચન આપે છે. આ ફિલ્મનું ગ્રાન્ડ રિલીઝિંગ ૩૧ ઓક્ટોબરના રોજ થવાનું છે.

બાહુબલી : ધ બિગિનિંગ (૨૦૧૫) અને બાહુબલી : ધ કલૂઝન (૨૦૧૭) ભારતીય સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર્સ રહી છે. આ બંને ફિલ્મોએ માત્ર બોક્સ ઓફિસના રેકોર્ડ્સ તોડ્યા જ નહીં, પણ સમગ્ર દેશમાં પેન-ઇન્ડિયા ટ્રેન્ડને જન્મ આપ્યો હતો.હવે રાજામૌલીએ આ બંનેને ભવ્ય રૂપ આપીને ‘ધ એપિક’ નામે એક નવા સ્વરૂપમાં રજૂ કરવાની જાહેરાત કરી છે. ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબાતી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રમ્યા કૃષ્ણન અને નાસર જેવા કલાકારો ફરી નજરે ચઢવાના છે.

ચાહકો માટે આ ફિલ્મ એક સ્મરણિય સફર સાબિત થવાની પૂરી શક્યતા છે.

જન શતાબ્દી એક્સપ્રેસ મોટી દુર્ઘટનાથી બચી, ટ્રેક ભૂલ પર અધિકારીઓ સસ્પેન્ડ

0

જન શતાબ્દી એક્સપ્રેસ એક મોટી દુર્ઘટનામાં માંડ માંડ બચી ગઈ. આગ્રા રેલ્વે ડિવિઝને આ અંગે મોટી કાર્યવાહી કરી છે અને બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. દિલ્હી જતી જન શતાબ્દી એક્સપ્રેસને ટ્રેક પર વાળવામાં આવી હતી જેનું સમારકામ ચાલી રહ્યું હતું. આ કેસમાં એક સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક કંટ્રોલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા.

ઇમરજન્સી બ્રેક લગાવીને જોખમ ટાળ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેનના સતર્ક ક્રૂએ ટ્રેકનું સંચાલન કરી રહેલા સ્ટાફ દ્વારા લગાવવામાં આવેલા લાલ ધ્વજ જોયા અને જ્યાં સમારકામ ચાલી રહ્યું હતું તે વિભાગ સુધી પહોંચે તે પહેલાં જ ટ્રેનને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને રોકી દીધી.

ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર અને ડિવિઝનના અધિકૃત પ્રવક્તા, પ્રશસ્તિ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે બે કર્મચારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું, “આ બે કર્મચારીઓના નબળા ઓપરેશનલ પ્લાનિંગનો મામલો છે. શિસ્તભંગની કાર્યવાહીના ભાગ રૂપે, તેમને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.”

મુસાફરની તબિયત બગડતાં ટીટીઈએ ટ્રેન રોકવાની વિનંતી કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે 3: 1 થી 3:00 વાગ્યાની વચ્ચે, એક મુસાફરની તબિયત બગડતી હોવાની માહિતી મળ્યા બાદ, ટ્રેન ટિકિટ એક્ઝામિનર (TTE) એ આગ્રા કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો અને છતા સ્ટેશન પર ટ્રેન રોકવાની વિનંતી કરી. “જોકે, લોકો પાઇલટને જરૂરી સૂચનાઓ સમયસર ન પહોંચતા છતા સ્ટેશન પાર કરવામાં આવ્યું. આ પછી, TTE એ ફરીથી સંપર્ક કર્યો અને મુસાફરને આગામી સ્ટેશન કોસી પર ઉતારવાની પરવાનગી માંગી, કારણ કે તેની તબિયત વધુ બગડી ગઈ હતી,” એક સૂત્રએ જણાવ્યું.

સ્ટેશન માસ્તરે ટ્રેનને લૂપ લાઇન તરફ ફેરવી
તેમણે કહ્યું, “જ્યારે ટ્રેન કોસી પર રોકાઈ નહીં, ત્યારે ટ્રેનમાં હાજર સ્ટાફે ફરીથી વિનંતી કરી, ત્યારબાદ હોડલ સ્ટેશન પર ટ્રેન રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ સ્ટેશન માસ્ટરે ઉતાવળમાં, સલામતીના ધોરણોને અવગણીને, ટ્રેનને લૂપ લાઇન તરફ ફેરવી દીધી જેનું સમારકામ ચાલી રહ્યું હતું.” ઘટનાથી વાકેફ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેકનું સમારકામ કરી રહેલા કામદારોએ લૂપ લાઇન શરૂ થાય તે પહેલાં લાલ ઝંડો લગાવ્યો હતો, જેને જોઈને સતર્ક ક્રૂએ તાત્કાલિક બ્રેક લગાવી અને ટ્રેન રોકી દીધી.

લોકો પાયલોટની હાજરીથી અકસ્માત ટળી ગયો
એક વિભાગીય અધિકારીએ જણાવ્યું હતું કે, “જો લોકો પાઇલટે સમયસર સમજદારી ન દાખવી હોત, તો મોટી દુર્ઘટના થઈ શકી હોત. આટલી ગંભીર સુરક્ષા ભૂલ માટે માત્ર નીચલા સ્તરના જ નહીં, પરંતુ વરિષ્ઠ રેલ્વે અધિકારીઓને પણ જવાબદાર ઠેરવવા જોઈએ.” તેમણે કહ્યું, “જ્યારે મુસાફરના ખરાબ સ્વાસ્થ્યની માહિતી મળી, ત્યારે ટ્રેન રોકવા અંગે આટલી અનિર્ણાયકતા કેમ હતી? વરિષ્ઠ અધિકારીઓ ક્યાં હતા?”

પત્રકાર અભિસાર શર્મા વિરુદ્ધ આસામ પોલીસની FIR પર સુપ્રીમ કોર્ટમાં અરજી

0

અભિસાર શર્મા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 (રાજદ્રોહ), 196 (ધર્મ, જાતિ, ભાષા અથવા સમુદાયના આધારે જૂથો વચ્ચે દુશ્મની ફેલાવવી) અને 197 (રાષ્ટ્રીય એકીકરણને નુકસાન પહોંચાડતા નિવેદનો) હેઠળ આસામ પોલીસ દ્વારા નોંધાયેલી FIR વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

આલોક બરુઆ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે અભિસાર શર્માએ યુટ્યુબ પર એક વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં તેમણે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર સાંપ્રદાયિક રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં, શર્માએ રામરાજ્યના સિદ્ધાંતની મજાક ઉડાવી અને દાવો કર્યો કે સરકાર ફક્ત ‘હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ’ પર ટકી રહી છે. બરુઆએ આગળ જણાવ્યું કે આ નિવેદનો દૂષિત ઈરાદાથી ચૂંટાયેલી સરકારોની બદનામી કરવા અને સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવવા માટે કરવામાં આવ્યાં હતાં.

ફરિયાદમાં એવો પણ આરોપ છે કે આવાં નિવેદનો જાહેર શાંતિ ખલેલ પહોંચાડવા, લોકોની લાગણીઓ ઉશ્કેરવા, કાયદેસર સ્થાપિત સત્તાઓ વિરુદ્ધ અવિશ્વાસ ઉભો કરવા અને ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મની ફેલાવવા માટે પૂરતાં છે. ફરિયાદમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે શર્માનો વિડીયો બરુઆના સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો તેના કારણે ધર્મ આધારિત વિભાજન વિશે વાત કરી રહ્યા છે, જે જાહેર શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડી શકે છે.

અભિસાર શર્મા સાથે જોડાયેલ વિવાદ
નોંધનીય છે કે અભિસાર શર્માનો ઇતિહાસ વિવાદો સાથે જોડાયેલો રહ્યો છે. તેઓ એક ટેલિવિઝન પત્રકાર રહી ચૂકેલા યુટ્યુબર છે ઉપરાંત વિવાદિત ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિક સાથે પણ સંકળાયેલા રહ્યા છે. ન્યૂઝક્લિક પર 2021થી વિદેશી ફંડિંગ ખાસ કરીને ચીનથી ફંડિંગના આરોપો લાગ્યા હતા. 2023માં દિલ્હી પોલીસે ન્યૂઝક્લિક સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં શર્માના ઘરનો પણ સમાવેશ થતો હતો. તેમનું લેપટોપ અને ફોન જપ્ત કરવામાં આવ્યાં હતાં. ન્યૂઝક્લિક પર આરોપ હતો કે તેણે ચીની પ્રચારને પ્રોત્સાહન આપવા માટે લગભગ 38 કરોડનું વિદેશી ફંડિંગ મેળવ્યું હતું.

અભિસાર શર્મા સાથે જોડાયેલા ન્યૂઝક્લિક પર અગાઉ ચીની ફંડિંગના આરોપોને લઈને ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા સંસદમાં પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારે તાજેતરમાં આસામમાં નોંધાયેલી FIR મામલે આગળની તપાસ ગુવાહાટી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

નવી મુંબઈમાં ચાર માળની ઇમારત ધરાશાયી: 3 લોકોના મોત, અનેક લોકો ફસાયા

0

મુંબઈની ઉપનગર વિસ્તારમાં આવેલા વિરાટમાં રમાબાઈ એપાર્ટમેન્ટનો પાછળનો ભાગ ગઈકાલે મોડી રાત્રે ધરાશાયી થયો. રમાબાઈ એપાર્ટમેન્ટ નારંગી રોડ પર ચામુંડા નગર અને વિજય નગર વચ્ચે સ્થિત છે. ચાર માળની આ ઈમારતના ધરાશાયી થતા હજુ સ્પષ્ટ થતી સંખ્યા પ્રમાણે બે લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.પાલઘર પોલીસના જણાવ્યા પ્રમાણે, ફાયર બ્રિગેડ અને બે NDRF ટીમોની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 11 લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને વિરાર અને નાલા સોપારા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આશંકા છે કે 10 થી 15 લોકો હજુ પણ કાટમાળની નીચે ફસાયેલા હોઈ શકે છે.

સ્થાનિક બચાવકર્મીઓએ જણાવ્યું કે, ધરાશાયી ઈમારતનો પાછળનો ભાગ મજબૂત ન હોવાથી આ દુર્ઘટના ઘટી હતી. NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી કાટમાળની નીચે ફસાયેલા લોકોને શોધી બહાર કાઢવા માટે શોધખોળ શરૂ કરી છે. પાલઘર પોલીસ અને સ્થાનિક ફાયર બ્રિગેડ દ્રારા રાત્રિભર કામગીરી ચાલુ રાખવામાં આવી છે.આ દુર્ઘટનાએ વિસ્તારના લોકોને ચિંતામાં મૂક્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ લોકોને સુરક્ષિત વિસ્તારમાં રહેવા સલાહ આપી રહી છે અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

હિટ એન્ડ રન: દાહોદથી અંબાજી જતા બે પદયાત્રીઓના કમકમાટીભર્યા મોત, એક ગંભીર

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં જીતપુર પાસે આજે વહેલી સવારે એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. દાહોદથી માં અંબાના દર્શનાર્થે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓના સંઘને એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા બે પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક પદયાત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

કેવી રીતે બની ઘટના?

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદનો પદયાત્રી સંઘ જ્યારે જીતપુર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા એક અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે ૪૨ વર્ષીય સુરેશ વાસના ડામોર અને ૪૫ વર્ષીય દિનેશ રાઠોડ સિસોદિયાએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થઈ ગયો હતો.

પોલીસે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ માલપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સીએચસી ખાતે ખસેડ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ પદયાત્રીને તાત્કાલિક સારવાર માટે મોડાસા રેફર કરવામાં આવ્યા હતા. માલપુર પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ તેજ કરવામાં આવી છે. આ દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.

તમિલનાડુમાં અભિનેતાથી નેતા બનેલા વિજય થલાપતિ વિવાદોમાં ફસાયા, પોલીસ ફરિયાદ દાખલ

0

મિલનાડુમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે અભિનેતાથી નેતા બનેલા વિજય થલાપતિ વિવાદોમાં ફસાયા છે. જેમાં હાલમાં યોજાયેલી એક રાજકીય રેલીમાં મારપીટ માટે વિજય થલાપતિ અને તેની સુરક્ષા ટીમ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના 21 ઓગસ્ટના રોજ તમિલનાડુના મદુરાઈમાં તમિલગા વેત્રી કઝગમની રેલી દરમિયાન ઘટી હતી.

વિજય થલાપતિના બાઉન્સરોએ રેમ્પ પર ફેંક્યો
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ જયારે મદુરાઈમાં ટીવીકેની એક રેલી યોજાઈ હતી ત્યારે મારપીટની ઘટના ઘટી હતી. જેમાં ફરિયાદી શરત કુમારે પેરમ્બલુર પોલીસ સ્ટેશનના ફરિયાદ દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ રેલી દરમિયાન તે વિજય થલાપતિને મળવા માટે સ્ટેજ પર આગળ વધ્યો હતો. ત્યારે વિજય થલાપતિના બાઉન્સરોએ તેમને પકડીને જબરજ્સ્તી રેમ્પ પર ફેંક્યો હતો. તેમજ તેની બાદ માર પણ મારવામાં આવ્યો. તેમજ આ રેલીમાં લોકો સાથે પણ
અયોગ્ય વ્ય્વહાર કરવામાં આવ્યો હતો.

પેરામ્બલુર પોલીસે ફરિયાદ નોંધી
આ ફરિયાદના આધારે પેરામ્બલુર પોલીસે વિજય થલાપતિ અને તેના સુરક્ષા કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કલમો ગેરકાયદે રીતે એકત્ર થવા, શાંતિમાં ખલેલ પહોંચાડવી સહિત અનેક ગંભીર ગુનાને ઉશ્કેરવા સંબંધિત છે.

મિલનાડુમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણી પૂર્વે અભિનેતામાંથી નેતા બનેલા વિજય થલાપતિ રાજકારણમાં પણ પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં તેમણે પોતાનો રાજકીય પક્ષ તમિલગા વેત્રી કઝગમ બનાવ્યો છે.

ભરૂચમાં નશાખોરી સામે મોટું ઓપરેશન – ₹6.11 કરોડના ડ્રગ્સનો વૈજ્ઞાનિક રીતે નાશ

0

ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ઐતિહાસિક પગલું ભરાયું છે. જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા દહેજ ખાતે આવેલી બેઈલ કંપનીમાં ₹6,11,79,157/-ની કિંમતના નાર્કોટિક્સ પદાર્થનો નાશ કરવામાં આવ્યો.

આ કાર્યવાહી દરમિયાન ભરૂચ જિલ્લામાં આવેલા 14 પોલીસ સ્ટેશનોના 37 કેસોમાં જપ્ત કરાયેલ નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો. તેમાં ભરૂચ શહેર બી ડિવિઝન-3, સી ડિવિઝન-7, ભરૂચ તાલુકા-4, પાલેજ-3, નબીપુર-3, દહેજ-2, અંકલેશ્વર શહેર એ ડિવિઝન-2, બી ડિવિઝન-1, અંકલેશ્વર રૂરલ-3, પાનોલી-1, નેત્રંગ-2, વાગરા-2, વાલીયા-2 અને જંબુસરના 2 કેસોનો સમાવેશ થાય છે.કાયદેસરની પ્રક્રિયા મુજબ કમિટીના સભ્યો અને અધિકારીઓની હાજરીમાં આ ડ્રગ્સને 1200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાળીને નાશ કરવામાં આવ્યા. આ કામગીરી દરમિયાન એસપી અક્ષયરાજ મકવાણા તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

સરકારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી માત્ર જથ્થો નાશ કરવાનો ઉપક્રમ નથી, પરંતુ યુવાનોને નશાની લતમાંથી બચાવવા અને ગેરકાયદેસર ડ્રગ્સના વેપારીઓને ચેતવણી આપવાનો કડક સંદેશો છે.ભરૂચ પોલીસએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર અને સેવન સામે શૂન્ય સહનશીલતા નીતિ અપનાવવામાં આવી છે. આગામી સમયમાં આવા કેસોમાં વધુ કડક કાર્યવાહી થશે.

વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભયાનક ભૂસ્ખલન : 33 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

0

જમ્મુ-કાશ્મીરમાં સતત ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. રિયાસી જિલ્લાના કટરા નજીક વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર મંગળવારે બપોરે ભયાનક ભૂસ્ખલન થતાં 33થી વધુ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 23થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના અધકવારી નજીક ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે બની હતી, જે ત્રિકુટા ટેકરી પર સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિર તરફ જતા 12 કિમી લાંબા માર્ગનો મધ્ય ભાગ છે. ભૂસ્ખલન બાદ યાત્રા માર્ગ કાટમાળમાં ફેરવાઈ ગયો છે અને ઘણા શ્રદ્ધાળુઓ હજી પણ ફસાયેલા હોવાની આશંકા છે.

હાલમાં NDRF અને SDRFની ટીમો સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી ચલાવી રહી છે. ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે – જમ્મુમાં અનેક પુલ તૂટી પડ્યા છે, વીજળીના તાર તૂટી ગયા છે અને મોબાઇલ ટાવરોને પણ નુકસાન પહોંચ્યું છે. માત્ર છ કલાકમાં 22 સેમી વરસાદ પડતાં જીવન વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. મધરાત્રિ પછી વરસાદ ઓછો થવાથી થોડું રાહત અનુભવી છે, પરંતુ હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે.

અંકલેશ્વરમાં શ્રીજી આગમનયાત્રા દરમિયાન બે મોટી દુર્ઘટના: 5 વર્ષની બાળકીનું મોત, 11 ઈજાગ્રસ્ત

અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ પૂર્વે શ્રીજીની આગમનયાત્રા દરમિયાન બે અલગ અલગ દુર્ઘટનાઓ સર્જાતા શોક અને ચિંતાનો માહોલ સર્જાયો છે. ગડખોલથી અંદાડા રોડ પર હરિકૃપા સોસાયટીની આગમનયાત્રામાં ડી.જે.નો ટેમ્પો અચાનક રિવર્સ થતા નાચતા બાળકોને અડફેટે લીધો હતો. આ ઘટનામાં 5 વર્ષની નવ્યા પ્રવીણસિંહનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે ત્રણ અન્ય બાળકો દિયાન, જનક અને કૃષ્ણા ઈજાગ્રસ્ત થયા છે.ત્યાંજ બીજી તરફ, COP-7 ગ્રુપની આગમનયાત્રા દરમિયાન ડી.જે.ના મોટા અવાજથી ભડકેલો આખલો ભીડમાં ઘૂસી જતા ચાર મહિલા સહિત 8થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તમામને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ ખસેડાયા છે. આ દુર્ઘટનાઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ટેમ્પોના માલિક રાકેશે વાહન ચલાવવાની જવાબદારી ચિરાગ વ્યાસને સોંપી હતી, અને નિયંત્રણ ગુમાવતાં આ દુર્ઘટના બની હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.ગણેશ મહોત્સવની શરૂઆત પૂર્વે બનેલી આ દુર્ઘટનાઓએ શહેરમાં માહોલ ગમગીન કરી દીધો છે.