Home Blog Page 336

જૈન પૂજારીનો વેશ ધારણ કરી લાલ કિલ્લામાંથી એક કરોડનો રત્નજડિત કળશ ચોરી

0

દિલ્હીના લાલ કિલ્લાના સંકુલમાંથી મંગળવારે લગભગ એક કરોડ રૂપિયાની કિંમતનો કળશ ચોરાયો હતો. એવું કહેવામાં આવે છે કે લાલ કિલ્લાના પરિસરમાં એક ધાર્મિક વિધિ ચાલી રહી હતી. લોકો ધાર્મિક વિધિમાં વ્યસ્ત હતા ત્યારે ચોરોએ 760 ગ્રામ સોનું અને 150 ગ્રામ હીરા, માણેક, પન્ના જડિત કળશની ચોરી કરી હતી.

પોલીસે જણાવ્યું કે લાલ કિલ્લા સંકુલની સામેના એક પાર્કમાં યોયાજેલા એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થઇ હતી. સોના અને હીરાથી જડેલા બે કળશની ચોરી કરવામાં આવી હતી. પોલીસ ઉપાયુક્ત (ઉત્તરી દિલ્હી) રાજા બંથિયાએ સ્પષ્ટતા કરી હતી કે આ ચોરી ઐતિહાસિક કિલ્લાની અંદર નહીં પણ લાલ કિલ્લા સંકુલની સામે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન થઈ હતી.

જૈન ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આ ચોરી થઈ
પોલીસે જણાવ્યું હતું કે પાર્ક ખાતે જૈન પર્વ પંડાલ દ્વારા આયોજિત જૈન ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આ ચોરી થઈ હતી, જેમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા. ઔપચારિક સ્વાગત દરમિયાન ભીડની વચ્ચે સ્ટેજ પરથી અનુષ્ઠાનના વાસણો ગાયબ થઈ ગયા હતા.

કરોડો રૂપિયાની કિંમતનો આ કળશ સ્થાનિક ઉદ્યોગપતિ સુધીર જૈન દ્વારા દૈનિક વિધિ માટે લાવવામાં આવ્યો હતો. સુધીર જૈનની ફરિયાદ મુજબ ચોરીની વસ્તુઓમાં આશરે 760 ગ્રામ વજનની એક મોટી સોનાની ઝારી (કળશ), સોનામાંથી બનેલું એક નાળિયેર અને હીરા, માણેક અને પન્નાથી જડિત એક નાના કળશનો સમાવેશ થાય છે.

તેલંગાણામાં 12,000 કરોડ રૂપિયાના ડ્રગ રેકેટનો પર્દાફાશ, 13 લોકોની ધરપકડ

0

થાણે જિલ્લાની મીરા ભાયંદર પોલીસે સૌથી મોટા ડ્રગ વિરોધી ઓપરેશનમાં તેલંગાણામાં કાર્યરત એક મોટા ડ્રગ મેન્યુફેક્ચરિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ યુનિટમાંથી લગભગ 32,000 લિટર કાચા MD ડ્રગ્સ જપ્ત કર્યા છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 12,000 કરોડ રૂપિયા છે. તપાસ માત્ર 200 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત થયા સાથે શરૂ થઈ હતી જેની કિંમત લગભગ 25 લાખ રૂપિયા છે. જેમ જેમ તપાસ વધુ ઊંડાણપૂર્વક વધતી ગઈ, તેમ તેમ પોલીસે તે સાંકળ શોધી કાઢી જેના કારણે તેલંગાણામાં મોટા પાયે મેન્યુફેક્ચરિંગ યુનિટનો ખુલાસો થયો.

13 આરોપી ધરપકડ
આ કાર્યવાહી દરમિયાન 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસની શરૂઆત માત્ર 200 ગ્રામ ડ્રગ્સની જપ્તીથી થઈ હતી, જેની કિંમત લગભગ 25 લાખ રૂપિયા આંકવામાં આવી હતી. પરંતુ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસે ડ્રગ્સના ઉત્પાદન કરતી આ મોટી ફેક્ટરી સુધી પહોંચ મેળવી.

પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા નેટવર્કનું દેશ અને વિદેશમાં મોટું કનેક્શન હોવાનું બહાર આવ્યું છે. કબજે કરાયેલા ડ્રગ્સ અને ફેક્ટરીમાંથી મળેલા કેમિકલ્સને સીલ કરી આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી ડ્રગ્સ માફિયા સામે મીરા-ભાયંદર પોલીસની સૌથી મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.

આ પહેલાં જુલાઈ, 2025માં મુંબઈ પોલીસે ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં મોટી સફળતા મેળવી હતી. મુંબઈ પોલીસે લગભગ 400 કરોડ રૂપિયાની એક મોટી ડ્રગ્સની ખેપ પકડી હતી. આ દરમિયાન મુંબઈ પોલીસે કર્નાટકના મૈસુરમાં પણ દરોડા પાડ્યા હતા. મૈસુર મામલે કર્નાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે જણાવ્યું હતું કે મેં મૈસુર કમિશનરેટને ખૂબ કડક સૂચનાઓ આપી છે. એ સાથે જ રાજ્યમાં હવે દરેક SPને સતર્ક બનાવવામાં આવ્યા છે અને દરેક કમિશનરેટને આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે કડક નિર્દેશ આપવામાં આવ્યા છે.”

દેશમાં ડ્રગ્સનું સિન્ડિકેટ ઘણું મોટું છે. સમયાંતરે પોલીસ આ નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહી કરતી રહે છે, પરંતુ તેનું મૂળથી નાશ કરવો અત્યંત જરૂરી છે. ડ્રગ્સ સિન્ડિકેટ ભારતના યુવાનોને નિશાન બનાવી રહ્યા છે.

કેરળથી અબુધાબી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોચી પરત ફર્યું

0

કેરળના કોચ્ચિથી અબુ ધાબી માટે ઉડાન ભરેલા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા પરત કોચ્ચિ પર ઉતારવાની ફરજ પડી હતી. ઇન્ડિગોની ફ્લાઈટે ઉડાન ભર્યા બાદ તેમાં ટેકનિકલ ખામી સર્જાતા પરત ફરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. અ વિમાનમાં 180 થી વધુ મુસાફરો અને છ ક્રૂ મેમ્બર સવાર હતા.

ફલાઈટે બે કલાક સુધી ઉડાન ભરી હતી
આ અંગે મળતી માહિતી મુજબ કેરળના કોચ્ચિથી અબુ ધાબી માટે ઉડાન ભર્યા બાદ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ઇન્ડિગોની આ ફલાઈટે બે કલાક સુધી ઉડાન ભરી હતી. તેની બાદ ખામીની જાણકારી મળી હતી. તેથી તેને પરત કોચ્ચિ આવવા નિદેશ આપવામાં આવ્યો હતો. જે શુક્રવારે મોડી રાત્રે પરત ફરી હતી.

મુસાફરોને બીજા વિમાનના અબુ ધાબી લઈ જવાયા
જોકે, આ અંગે ઇન્ડિગો તરફથી કોઈ ટિપ્પણી કરવામાં નથી આવી. સુત્રોના જણાવ્યા અનુસાર 6E-1403 ફ્લાઈટે શુક્રવારે રાત્રે 11.10 વાગે કેરળના કોચ્ચિથી અબુ ધાબી માટે ઉડાન ભરી હતી. જોકે, ટેકનિકલ ખામી સર્જાયા બાદ ફલાઈટ રાત્રે 1.44 વાગ્યે કોચ્ચિ પરત ફરી હતી. જયારે રાત્રે સાડા ત્રણ વાગ્યે મુસાફરોને બીજા વિમાનના અબુ ધાબી લઈ જવામાં આવ્યા હતા.

મુંબઈમાં ‘માનવ બોમ્બ વિસ્ફોટ’ અને 400 કિલો RDX ની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ

0

ઉત્તર પ્રદેશના નોઈડાના અશ્વિન કુમાર સુપ્રા (50) નામના વ્યક્તિની મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે આ કાર્યવાહી કરી હતી.

મુંબઈ પોલીસને ગઈ કાલે બોમ્બની ઘમકી મળી હતી. જોકે, ધમકી મળ્યાના 24 કલાકની અંદર ક્રાઈમ બ્રાન્ચે ધમકી આપનારને નોઈડા સેક્ટર 79માંથી પકડી લીધો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી મૂળ બિહારનો છે. ધમકી આપવામાં વપરાયેલ તેનો ફોન અને સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યું છે. તેને નોઈડાથી મુંબઈ લાવવામાં આવ્યો છે. વધુ તપાસ કરવામાં આવશે.

અગાઉ, મુંબઈ પોલીસે માહિતી આપી હતી કે મુંબઈ ટ્રાફિક પોલીસને તેમના સત્તાવાર વોટ્સએપ નંબર પર ધમકીઓ મળી હતી. ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે શહેરમાં 34 વાહનોમાં 34 ‘માનવ બોમ્બ’ લગાવવામાં આવ્યા છે. આ વિસ્ફોટ આખા મુંબઈને હચમચાવી નાખશે. ‘લશ્કર-એ-જેહાદી’ હોવાનો દાવો કરતી આ સંસ્થાએ દાવો કર્યો હતો કે 14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા છે. ધમકીભર્યા સંદેશમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે વિસ્ફોટમાં 400 કિલો RDXનો ઉપયોગ કરવામાં આવશે. મુંબઈ પોલીસ સતર્ક છે અને રાજ્યભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધમકીના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે ધમકીભર્યા સંદેશમાં ‘લશ્કર-એ-જેહાદી’ નામના સંગઠનનો પણ ઉલ્લેખ હતો. અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ભૂતકાળમાં પણ આવી જ બોમ્બ ધમકીઓ મળી હતી અને નાગરિકોને ગભરાવાની જરૂર નથી તેવી વિનંતી કરી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે, કોમ્બિંગ ઓપરેશન ચાલી રહ્યું છે, અને લોકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવાની સલાહ આપવામાં આવી છે.

દિલ્હીમાં સેવન ડે સ્કૂલ જેવી ઘટના: સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થીને છાતીમાં છરી મારી

0

દિલ્હીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મધ્ય દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં ત્રણ સગીરોએ શાળાની બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર હુમલો કર્યો. આ ઘટના ચોથી સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી છાતીમાં છરી લઈને પહાડગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વિદ્યાર્થીને જોઈને પોલીસકર્મીઓ ચોંકી ગઈ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આવી જ ઘટના અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં પણ બની હતી.

પોલીસે શનિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના 4 સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે ઘાયલ છોકરો છાતીમાં ફસાયેલા ચાકુ સાથે પહાડગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેને તાત્કાલિક નજીકની કલાવતી સરન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં RML હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ સફળતાપૂર્વક તેની છાતીમાંથી ચાકુ બહાર કાઢ્યું હતું.

જાણો શું છે મામલો
અહેવોલો અનુસાર, પોલીસને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે લગભગ 10-15 દિવસ પહેલા, એક આરોપી વિદ્યાર્થીને કેટલાક અન્ય વિદ્યાર્થીએ માર માર્યો હતો. તેને શંકા હતી કે પીડિત વિદ્યાર્થીએ આ ઝઘડો ઉશ્કેર્યો હતો. આ દુશ્મનાવટને કારણે, તેણે બે મિત્રો સાથે મળીને વિદ્યાર્થી પર હુમલો કરવાનો પ્લાન ઘડ્યો હતો. ચોથી સપ્ટેમ્બરના રોજ પીડિતા વિદ્યાર્થી શાળાના ગેટ પર પહોંત્યો ત્યારે, ત્રણ સગીર આરોપીઓએ તેને ઘેરી લીધો. પોલીસનું કહેવું છે કે એક સગીરે પીડિતા પર છરીથી હુમલો કર્યો હતો જ્યારે અન્ય બેએ તેને પકડી રાખ્યો હતો. આરોપીઓમાંથી એકે પીડિતાને ધમકાવવા માટે તૂટેલી બીયરની બોટલ પણ બતાવી હતી.

આ મામલે પહાડગંજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે સ્થાનિક ગુપ્તચર માહિતી અને ત્વરિત દરોડા દ્વારા FIR નોંધાયાના થોડા કલાકોમાં જ ત્રણેય આરોપી છોકરાઓને આરામ બાગ વિસ્તારમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પરથી છરી અને તૂટેલી બિયરની બોટલ પણ જપ્ત કરી હતી.

રાજકોટઃ ઇનોવા કાર પલટી જતાં R. K. યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીના મોત

રાજકોટ જિલ્લાના આટકોટના જંગવડ પાસે કારનો ગંભીર અકસ્માત થયો છે. ઇનોવા કાર પલટી જતાં રાજકોટની R. K. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં છે. મૃતકમાં આંધ્રપ્રદેશના નરેશ સુબ્બારાવ, તેલંગાણાના મોથી હર્ષા અને આફરીન સાયદનો સમાવેશ થાય છે. ત્રણેય વિદ્યાર્થીની ઉંમર 19 વર્ષની છે. વિદ્યાર્થીઓ ઇનોવા કાર ભાડે કરી દીવ જતા હતા, ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો છે. આ અકસ્માતમાં કારના ફુરચેફુરચા ઊડી ગયા છે. હાલ તો ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.

આ તે કયું પાન ?,,, ઈતિહાસથી આજ સુધી આરોગ્ય અને પરંપરાનો અતૂટ સંબંધ

નાગરવેલનું પાન માત્ર એક સામાન્ય પાન નથી, તે ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આરોગ્ય સાથે ગાઢ રીતે જોડાયેલું છે. સદીઓ પહેલાંથી લોકો ભોજન પછી પાન ચાવવાની પરંપરા અપનાવતા આવ્યા છે. આજના સમયમાં પણ નાગરવેલનું પાન આરોગ્ય માટે અમૂલ્ય માનવામાં આવે છે.

ઈતિહાસમાં સ્થાન
પ્રાચીન આયુર્વેદ ગ્રંથો ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં નાગરવેલના પાનના ઔષધીય ગુણોનું વર્ણન મળે છે. રાજાઓ અને મહારાજાઓના દરબારમાં ભોજન પછી પાન પીરસવું શાહી પરંપરાનો હિસ્સો હતું. મહેલોમાં તો ખાસ પાનખાનું રાખવામાં આવતું જ્યાં મહેમાનો માટે પાન તૈયાર થતું.

ધાર્મિક મહત્વ
પૂજા-પાઠમાં નાગરવેલનું પાન શુભ માનવામાં આવે છે. દેવતાઓને ચઢાવવા અને શુભ પ્રસંગોમાં તેનો ઉપયોગ સદીઓથી ચાલે છે. હિંદુ પરંપરામાં તેને સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. અતિથિ સન્માનમાં પાન“અતિથિ દેવો ભવ”ની પરંપરા હેઠળ, મહેમાનોને ભોજન પછી નાગરવેલનું પાન પીરસવાનું ખાસ મહત્વ હતું. આ માત્ર સ્વાદ નહીં પરંતુ સન્માનનો એક અંગ ગણાતો.ભારતમાંથી નાગરવેલનું પાન દક્ષિણ-પૂર્વ એશિયામાં પહોંચ્યું. શ્રીલંકા, બર્મા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં આજે પણ પાન સાંસ્કૃતિક પરંપરાનો હિસ્સો છે.

આરોગ્યલક્ષી ફાયદા
ઈતિહાસ જેટલું જ આજના સમયમાં પણ નાગરવેલ આરોગ્ય માટે ઉપયોગી છે. તે પાચનક્રિયા મજબૂત કરે છે, ગેસ-અપચો અને કબજિયાત દૂર કરે છે, ડાયાબિટીસ કાબૂમાં રાખે છે, શ્વાસની દુર્ગંધ દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સાથે જ તે સાંધાના દુખાવામાં રાહત આપે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.નાગરવેલના પાન મેટાબોલિઝ્મને ઝડપી બનાવે છે, જેનાથી ચરબી ઝડપથી બર્ન થાય છે. તેથી, જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓએ ભોજન પછી ચોક્કસપણે નાગરવેલના પાન ખાવા જોઈએ.ત્વચા અને વાળ માટે ફાયદાકારકનાગરવેલના પાનનો રસ તમારા ચહેરા અને વાળ પર લગાવી શકો છો, કારણ કે તે ત્વચાને સાફ કરવામાં અને વાળને મજબૂત બનાવવામાં પણ મદદરુપ થાય છેએટલે, નાગરવેલનું પાન માત્ર પરંપરા નથી, તે આરોગ્ય અને સંસ્કૃતિનો જીવંત વારસો છે. ભોજન પછી એક પાન ખાવાની આદત તમને તંદુરસ્તી સાથે ઈતિહાસની યાદ અપાવશે.

પીએમ મોદી સાથે પુતિન-જિનપિંગનો ફોટો શેર કર્યા પછી ટ્રમ્પે કહ્યું, ‘આપણે ભારત ગુમાવ્યું…’

0

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એકવાર ભારત વિશે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે અમને લાગે છે કે આપણે ભારત અને રશિયા ગુમાવી દીધા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ચીનમાં આયોજિત SCO સમિટમાં પીએમ મોદી, રશિયન રાષ્ટ્રપતિ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મળ્યા હતા. કાર્યક્રમમાં ત્રણેય મહાસત્તાઓના ઘણા ફોટા વાયરલ થયા હતા. આ ફોટાની ચર્ચા આખા દેશમાં થઈ હતી. ખાસ કરીને ત્રણેય નેતાઓની મિત્રતાના ફોટાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને સૌથી વધુ નારાજ કર્યા. હવે આ જ ફોટો શેર કરતા ટ્રમ્પે કહ્યું છે કે આપણે ભારત અને રશિયાને ચીન સામે ગુમાવી દીધા છે.

સોશિયલ મીડિયા પર આપ્યું નિવેદન
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ પ્લેટફોર્મ પર લખ્યું કે એવું લાગે છે કે આપણે ભારત અને રશિયાને સૌથી ઊંડા અને અંધકારમય ચીન સામે ગુમાવી દીધા છે. તેમનું ભવિષ્ય લાંબુ અને સમૃદ્ધ રહે.

ટ્રમ્પની ઊંઘ ઉડી ગઈ, વહેલી સવારે પોસ્ટ કરી
ટ્રમ્પ ભારત, રશિયા અને ચીનની બેઠકથી ખૂબ જ નારાજ છે. તેમની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ ટ્રમ્પની પોતાની બેચેનીનો પુરાવો છે. ટ્રમ્પે શુક્રવારે સવારે 6:30 વાગ્યે ભારતીય સમય મુજબ સાંજે 4 વાગ્યે આ પોસ્ટ કરી હતી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ટ્રમ્પ ત્રણેય મહાસત્તાઓના એક સાથે આવવાથી કેટલા નારાજ છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ ટ્રમ્પની આટલી વહેલી સવારે પોસ્ટ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

ભારતે કહ્યું- કોઈ ટિપ્પણી નહીં
ભારતના વિદેશ મંત્રાલયે પણ ટ્રમ્પની પોસ્ટ પર એક નિવેદન જારી કર્યું છે. ટ્રમ્પ દ્વારા ભારત સાથેના સંબંધો સમાપ્ત કરવાની જાહેરાત પર પ્રેસ કોન્ફરન્સમાં, MEA પ્રવક્તાએ કહ્યું – કોઈ ટિપ્પણી નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે વેપાર મુદ્દાઓ પર યુએસ પક્ષ સાથે વાત કરવાનું ચાલુ રાખીશું. અમે ચાર સભ્ય દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ પર સહિયારા હિતોની ચર્ચા કરવા માટે ક્વાડને એક મૂલ્યવાન પ્લેટફોર્મ તરીકે જોઈએ છીએ. નેતાઓની સમિટ સભ્ય દેશો વચ્ચે રાજદ્વારી પરામર્શ દ્વારા નક્કી કરવામાં આવે છે. જ્યાં સુધી યુક્રેન સંઘર્ષનો સંબંધ છે, અમે યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવા માટેના તમામ તાજેતરના પ્રયાસોનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે બધા પક્ષો રચનાત્મક રીતે આગળ વધશે.

રાજ્યસભાના સાંસદ અશોક મિત્તલે આ યુનિવર્સિટીમાં પૂરગ્રસ્તોને નોકરી આપવાની ઓફર કરી

0

પૂરને કારણે પંજાબમાં ભયનો માહોલ છે. પંજાબના 9 જિલ્લાઓ પૂરથી સંપૂર્ણપણે નાશ પામ્યા છે. અત્યાર સુધીમાં પૂરને કારણે પંજાબમાં લગભગ 37 લોકોના મોત થયા છે. પંજાબના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલે એક મોટી જાહેરાત કરી છે. તેમણે પંજાબમાં પૂરમાં જીવ ગુમાવનારાઓના પરિવારના એક સભ્યને નોકરી આપવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે મૃતકોના દરેક પરિવારના એક સભ્યને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં નોકરી આપવામાં આવશે. પંજાબમાં આવેલી આફતમાં લોકો માટે આ એક મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

મિત્તલ એલપીયુના ચાન્સેલર
અશોક કુમાર મિત્તલનો જન્મ 10 સપ્ટેમ્બર 1964 ના રોજ થયો હતો. મિત્તલે 2005 માં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) ની સ્થાપના કરી હતી. 2022 ની પંજાબ ચૂંટણી પછી મિત્તલ રાજકારણમાં સક્રિય થયા. આમ આદમી પાર્ટીએ મિત્તલને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા. આવી સ્થિતિમાં, બીજા કોઈએ તેમનો વિરોધ કર્યો નહીં.

ટિબીનો ખતરો વધી રહ્યો છે: ગુજરાતમાં ચોંકાવનારા આંકડા

ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ના દર્દીઓની સંખ્યા ચિંતાજનક ઝડપે વધી રહી છે.

વર્ષ 2024માં અત્યાર સુધી કુલ 1.37 લાખ કેસ નોંધાયા છે, જેમાંથી માત્ર છેલ્લા 9 મહિનામાં જ 87,397 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં ટિબી સામેનો સંઘર્ષ હજી પણ ગંભીર પડકાર રૂપ છે. સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે, જ્યાં 12,827 દર્દીઓ મળી આવ્યા છે. જેમાં શહેરમાં 10,361 અને ગ્રામ્ય વિસ્તારોમાં 2,466 કેસ નોંધાયા છે.ભારતમાં ટિબીના સૌથી વધુ કેસ ઉત્તર પ્રદેશમાં (4.76 લાખ) જોવા મળે છે, જ્યારે મહારાષ્ટ્ર (1.43 લાખ) અને બિહાર (1.38 લાખ) બાદ ગુજરાતનું સ્થાન ચોથું છે. ચિંતાની બાબત એ છે કે દરરોજ સરેરાશ 358 નવા કેસ નોંધાઈ રહ્યા છે, જે આરોગ્ય વ્યવસ્થા માટે ચેતવણીરૂપ છે.

હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે સમયસર નિદાન, સારવાર પૂર્ણ કરવા પર ભાર તથા પોષણયુક્ત આહાર દ્વારા જ ટિબી પર નિયંત્રણ મેળવી શકાય છે. સામાન્ય લક્ષણો જેમ કે સતત ખાંસી, તાવ, વજનમાં ઘટાડો અને શરીરમાં નબળાઈ હોય તો તરત જ તબીબી સલાહ લેવી જોઈએ.રાજ્ય સરકાર પણ “ટિબી મુક્ત ગુજરાત” અભિયાન હેઠળ સારવાર અને દવાઓ મફતમાં ઉપલબ્ધ કરાવી રહી છે, પરંતુ જાહેરજાગૃતિ અને વ્યક્તિગત સાવચેતી વધારવાની તાતી જરૂર છે.

ટિબી શું છે?
ટ્યુબરક્યુલોસિસ (ટીબી) એક ચેપજન્ય બીમારી છે, જે માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના જીવાણુથી થાય છે. આ મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે, પરંતુ હાડકાં, કિડની, મગજ અને ત્વચા પર પણ તેનો પ્રભાવ થઈ શકે છે.સરકારનો અભિગમ ભારત સરકારનો લક્ષ્ય છે કે 2025 સુધી દેશમાં ટિબીનો સંપૂર્ણ અંત લાવવો. આ માટે “નિ-ક્ષય મિત્રણ યોજના” હેઠળ ટિબીના દર્દીઓને દવા સાથે પોષણ સહાય ભથ્થું પણ આપવામાં આવે છે.