Home Blog Page 335

નેપાળમાં ઓલી સરકારને ઉથલાવી નાખનાર 36 વર્ષનો યુવાન છે કોણ?

નેપાળની રાજધાનીની શેરીઓમાં લાખો યુવાનોના વિરોધ પ્રદર્શનથી ગુંજી ઊઠી હતી. સરકારના સોશિયલ મીડિયા પર પ્રતિબંધના નિર્ણયથી ભડકેલા યુવાનો આંદોલન ગઈકાલે શરૂ કર્યું હતું. પરંતુ આ ઐતિહાસીક આંદોલનના કથાનો પ્રારંભ ઘણા સમય પહેલા જ થઈ ચૂક્યો હતો. નેપાળના જનરલ-ઝેડ ચળવળ પાછળ ફક્ત એક જ ચહેરો હતો છે જેનું નામ છે સુદાન ગુરુંગ. 36 વર્ષના સુદાન ગુરુંગ નામના યુવાનના એક અવાજે લાખો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શનોમાં 20 લોકોના મોત થયા અને 300થી વધુ ઘાયલ થયા હતા છતાં યુવાનોનો જોશ ઘટ્યો નથી, પરિણામે આ આંદોલનથી નેપાળના ગૃહ, કૃષિ અને આરોગ્ય મંત્રી પછી વડા પ્રધાનને પણ રાજીનામું આપવાની ફરજ પડી છે.

સુદન ગુરંગે નેપાળના યુવાનોને એકઠા કર્યા
હામી નેપાળ એનજીઓના ફાઉન્ડર સુદન ગુરંગે યુવાનોનો ગુસ્સો ઓળખી તેને એક મંચ આપ્યું. સમગ્ર નેપાળમાં જુદા-જુદા નેટવર્ક મારફત આ રોષની જ્વાળા ભડકાવી. આ આંદોલનને વેગ અને દિશા આપનારૂ સંગઠન હામી નેપાળ 2015માં શરૂ થયુ હતું. પરંતુ તેનું રજિસ્ટ્રેશન 2020માં થયુ હતું. 36 વર્ષીય સુદન ગુરંગ એક કાર્યકર તરીકે કુદરતી આફતોમાં સહાયતા પ્રદાન કરતું એનજીઓ ચલાવી રહ્યા છે. જેને આંતરરાષ્ટ્રીય ફંડિંગ મળી રહ્યું છે.

સુદન ગુરંગે આઠ સપ્ટેમ્બરના રોજ Gen-Z આંદોલનનો હુંકાર કરતાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી કે, ‘ભાઈઓ-બહેનો આઠ સપ્ટેમ્બરના દિવસે આપણે સૌ નેપાળના યુવાનો અવાજ ઉઠાવીશું, અને કહીશુંઃ હવે બહું થયું. આ આપણો સમય છે, આપણી લડાઈ છે, તે યુવાનોથી શરૂ થાય છે. આપણે સૌ અવાજ ઉઠાવીશું, મુઠ્ઠી વાળી એકતાની તાકાત બતાવીશું. આપણી શક્તિ સામે સરકારને ઝુકાવીશું.’

મેસેજ, મેનેજમેન્ટ અને હોબાળો
સુદન ગુરુંગે 8 સપ્ટેમ્બરના આંદોલનને ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ તરીકે રજૂ કર્યું, તેને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ પરના ગુસ્સા કરતાં પણ મોટો અવકાશ મળ્યો. સુદન ગુરુંગે પહેલા ઇન્સ્ટાગ્રામ, પછી ડિસ્કોર્ડ અને VPN જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી હજારો યુવા વિરોધીઓને એકત્ર કર્યા. 27 ઓગસ્ટ, 2025ના રોજ તેણે પોસ્ટ કરી, ‘જો આપણે પોતાને બદલીશું, તો દેશ આપોઆપ બદલાઈ જશે.’ જેમાં વિશેષાધિકાર અને ભ્રષ્ટાચાર સામે સામૂહિક કાર્યવાહી કરવાની હાકલ કરવામાં આવી હતી. સુદન ગુરુંગે દેશના ‘નેપો બેબીઝ’ અને રાજકીય વર્ગને નિશાન બનાવ્યા હતા.

લદ્દાખના સિયાચીનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કાર્ય શરૂ

0

લદ્દાખના સિયાચીન ગ્લેશિયરમાં એક મોટું હિમસ્ખલન થયું હતું, જેમાં ભારતીય સેનાના ત્રણ સૈનિકો શહીદ થયા છે. આ વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર છે જ્યાં સૈનિકો -60 ડિગ્રી ઠંડી, ભારે પવન અને બર્ફીલા જોખમોનો સામનો કરે છે. હિમસ્ખલન એક સૈન્ય ચોકી પર અથડાયું હતું, જેના કારણે આ દુ:ખદ ઘટના બની હતી.

સૌથી ઊંચુ યુદ્ધક્ષેત્ર
સિયાચીન ગ્લેશિયર, જે કારાકોરમ પર્વતમાળામાં 20 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. આ સમાચાર દુઃખદ છે, કારણ કે સિયાચીનમાં આવી ઘટનાઓ પહેલા પણ બની છે. સિયાચીનને વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર કહેવામાં આવે છે. અહીંનું તાપમાન -60 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે.

ભારે પવન, હિમવર્ષા અને હિમસ્ખલન અહીં ખૂબ જ સામાન્ય છે. આ હિમસ્ખલન ઉત્તરીય ગ્લેશિયર ક્ષેત્રમાં થયું હતું, જ્યાં 18,000 થી 20,000 ફૂટની ઊંચાઈ છે. આ વિસ્તારમાં સૈનિકોને માત્ર દુશ્મન જ નહીં પરંતુ કુદરતના પ્રકોપ સામે પણ લડવું પડે છે. 1984માં ઓપરેશન મેઘદૂત શરૂ થયા પછી ભારતે સિયાચીન પર નિયંત્રણ જાળવી રાખ્યું છે, પરંતુ હવામાનને કારણે 1,000 થી વધુ સૈનિકો શહીદ થઈ ચુક્યા છે.

બચાવ કામગીરી શરૂ
હિમસ્ખલનની ખબર મળતાની સાથે જ ભારતીય સેના અને વાયુસેનાએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. વિશેષ હિમસ્ખલન બચાવ ટીમો (ART) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જે બરફમાં દટાયેલા સૈનિકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ટીમ લેહ અને ઉધમપુરથી સંકલન કરી રહી છે. ઘાયલોને બહાર કાઢવા અને તેમને હોસ્પિટલમાં લઈ જવા માટે સેનાના હેલિકોપ્ટર ચિત્તા અને Mi-17 નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સિયાચીનમાં આવી ઈમરજન્સી માટે સેના હંમેશા તૈયાર રહે છે, પરંતુ બરફ અને ઠંડીને કારણે બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ હોય છે.

નેપાળમાં નાણામંત્રી અને પૂર્વ વડાપ્રધાન પૌડેલને પણ માર મારવામાં આવ્યો

નેપાળમાં થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને હિંસાની વચ્ચે, મંત્રીઓ પર હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. પ્રદર્શનકારીઓએ કાઠમંડુમાં નેપાળના ડેપ્યુટી PM અને નાણા મંત્રી બિષ્ણુ પ્રસાદ પૌડેલને દોડાવી-દોડાવીને માર્યો. નેપાળથી આવેલા એક વીડિયોમાં બિષ્ણુ પ્રસાદ પૌડેલ કાઠમંડુની એક ગલીમાં દેખાય છે, જ્યાં પ્રદર્શનકારીઓ તેમને ઘેરી વળે છે. તેઓ તેમને દોડાવવા લાગે છે અને એક પ્રદર્શનકારી લાત મારતા તેઓ નીચે પડી જાય છે. ત્યારબાદ, પ્રદર્શનકારીઓ તેમને પકડીને લઈ જાય છે.

કોણ છે બિષ્ણુ પ્રસાદ પૌડેલ?
બિષ્ણુ પ્રસાદ પૌડેલ નેપાળના એક મોટા રાજનેતા છે. તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (યુએમએલ)ના ઉપાધ્યક્ષ છે. પૌડેલ તાજેતરમાં ત્રીજા દહલ મંત્રીમંડળમાં નાયબ વડાપ્રધાન અને નાણા મંત્રી રહ્યા હતા. આ પહેલા પણ તેઓ ઘણીવાર મહત્ત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેઓ 2021માં નાયબ વડાપ્રધાન રહ્યા અને ગૃહ મંત્રાલય, ઉદ્યોગ મંત્રાલય, જળ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય પણ સંભાળી ચૂક્યા છે. નાણા મંત્રાલય તેમણે બે વખત (2020-21 અને 2015-16) સંભાળ્યું છે. જળ મંત્રાલયની જવાબદારી તેમણે 1994-99, 2008-09 અને 2021માં પણ સંભાળી હતી.

સંસદ ભવન અને સુપ્રીમ કોર્ટને આગ ચાંપી દેવામાં આવી
વિરોધ પ્રદર્શનોમાં સામેલ ગુસ્સે ભરાયેલા યુવાનોએ સિંહ દરબાર સંકુલ, સંસદ ભવન અને વરિષ્ઠ રાજકીય નેતાઓના ખાનગી નિવાસસ્થાનોને પણ નિશાન બનાવ્યા અને આગચંપી અને તોડફોડનો આશરો લીધો. પાર્ટી કાર્યાલયો અને પોલીસ સ્ટેશનોને પણ બક્ષવામાં આવ્યા ન હતા, દિવસભર સતત તોડફોડના અહેવાલો આવી રહ્યા છે. કાઠમંડુમાં વિરોધીઓ મુખ્ય સરકારી અને રાજકીય સ્થળો પર ભીડ જમાવી રહ્યા હોવાથી અધિકારીઓ હિંસાને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ 7 મંત્રીઓ સાથે દેશ છોડ્યો

જનરલ-ઝેડ વિરોધ વચ્ચે, નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલી રાજીનામું આપ્યા પછી તરત જ દેશ છોડીને ચાલ્યા ગયા. તેઓ હેલિકોપ્ટરમાં રવાના થયા. તેમની સાથે 7 મંત્રીઓ પણ છે. જોકે, ઓલી તેમના મંત્રીઓ સાથે ક્યાં ગયા છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ દરમિયાન, વિરોધીઓએ બાલુવાતાર એટલે કે પીએમ નિવાસસ્થાન પર કબજો કરી લીધો છે.

સેના મંત્રીઓના નિવાસસ્થાનો ખાલી કરાવી રહી છે
પૂર્વ પીએમ ઓલીના દેશ છોડ્યા પછી, કાઠમંડુમાં સેનાએ મંત્રીઓના સરકારી નિવાસસ્થાનો ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. મંત્રીઓને તેમના નિવાસસ્થાનોમાંથી બહાર કાઢીને હેલિકોપ્ટર દ્વારા સલામત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે. આખા શહેરમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, સેના મંત્રીઓને સલામત રીતે બહાર મોકલી રહી છે. આ ઉપરાંત, સંસદ ભવનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. તે જ સમયે, લશ્કરી છાવણીઓમાં વરિષ્ઠ અધિકારીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

ઓલીનું ખાનગી ઘર પણ સળગાવી દેવામાં આવ્યું હતું
ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ ભક્તપુરમાં પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના અંગત નિવાસસ્થાને પણ આગ લગાવી દીધી હતી. આગ લગાવ્યા પછી, પ્રદર્શનકારીઓએ નાચગાન કરીને ઉજવણી પણ કરી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

તાલાલામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3ની તીવ્રતા

તાલાલા સહિત ગીર પંથકમાં આજે બપોરે 2:25 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3ની નોંધાઈ હતી. ભૂકંપનું એપિસેન્ટર તાલાલાથી 10 કિલોમીટર ઉત્તર-પૂર્વ દિશામાં હતું. આ ભૂકંપ જમીનમાંથી 3.1 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત, મૃત્યુઆંક 8 પર પહોંચ્યો

સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત થયા હતા. સંતોષ ટેક્સટાઈલ મિલમાં દુર્ઘટનામાં મૃત્યુઆંક સાત પર પહોંચ્યો હતો. સારવાર દરમિયાન ગંભીર ઈજાગ્રસ્ત વધુ બે કામદારના મોત થયા હતા. ડ્રમ વોશર દુર્ઘટનામાં બે કામદાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ડ્રમ વિભાગના ડ્રમ નં 6 અને 10ના ઓપરેટર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

અનમોલ શાહુ અને ઓપરેટર અલ્પેશ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. બંનેએ પોતાની ફરજમાં બેદરકારી રાખ્યાનો તપાસમાં ખુલાસો થયો હતો. બંને કર્મીઓની બેદરકારીના કારણે 8 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતકના પરિવારને મિલના માલિક 15 લાખની આર્થિક સહાય આપશે.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામની સંતોષ ટેક્સટાઇલ મિલમાં સર્જાયેલી દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલ વધુ બેના સુરતની ખાનગી હોસ્પિટલમાં મોત થયા છે. બે દિવસમાં ચારના મોતથી આ ઘટનામાં મૃત્યુ આંક 8 પર પહોંચ્યો છે. મૃતકના પરિવારને મિલના માલિક 15 લાખની આર્થિક સહાય આપશે. હાલ પણ સુરતની ખાનગી હોસ્પિટલમાં બે દર્દી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગત 1 સપ્ટેમ્બરના રોજ કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે કામદારોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 15થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને કડોદરા તેમજ પલસાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં દાઝી ગયેલા 11 વ્યક્તિઓને સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદમાં વરસાદી પાણીમાં વીજ કરંટના કારણે યુવક-યુવતીનું કરુણ મોત

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં મોડી રાત્રે એક ગંભીર દુર્ઘટના બની હતી, જેમાં વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી એક દંપતીનું મોત થયું હતું. નારોલ વિસ્તારના રહેવાસી પતિ-પત્ની ગઈકાલે રાત્રે એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા. આ રોડ પર મોટા ખાડાઓ છે અને તેમાં વરસાદનું પાણી ભરાયેલું હતું. અચાનક વીજ કરંટ લાગવાથી બંને બેભાન થઈને પાણીમાં પડી ગયા હતા.

સ્થાનિક લોકોએ તરત જ ફાયર બ્રિગેડ અને વીજ કંપનીને જાણ કરી હતી. વીજ કંપનીના અધિકારીઓએ વીજ પુરવઠો બંધ કર્યા બાદ ફાયર બ્રિગેડની ટીમે બંનેને બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નારોલ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.

સ્થાનિકોએ શું કહ્યું
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં રોડ પર ઘણા સમયથી ખાડાઓ હતા અને વરસાદનું પાણી ભરાઈ રહે છે. કરોડોના બજેટ છતાં તંત્રની બેદરકારીને કારણે આ દંપતીએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ ઘટના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે.

નેપાળમાં રાજકીય સંકટ, દેશના તણાવ વચ્ચે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ આપ્યું રાજીનામું

નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિરોધીઓ તેમના કાર્યાલય ‘સિંહ દરબાર’માં પણ ઘૂસી ગયા છે. વિરોધીઓએ સંસદ પર પણ કબજો કરી લીધો છે.

નેપાળમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. વિરોધ પ્રદર્શનોએ હિંસક વળાંક લીધો છે. રાજધાની કાઠમંડુ સહિત ઘણા વિસ્તારોમાં આગચંપી, તોડફોડ અને પથ્થરમારાની ઘટનાઓ નોંધાઈ રહી છે. વિરોધીઓએ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના અંગત નિવાસસ્થાન પર કબજો કર્યો, તોડફોડ કરી અને આગ લગાવી દીધી.

આ પહેલા વડાપ્રધાન કેપી શર્મા ઓલીના પક્ષના નેતા રઘુવીર મહાસેઠ અને માઓવાદી પ્રમુખ પ્રચંડના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિમંત્રી રામનાથ અધિકારી, આરોગ્યમંત્રી સહિત પાંચ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. સતત વધી રહેલા દબાણ વચ્ચે, પીએમ ઓલી સારવારના નામે દુબઈ જવાની તૈયારી કરી રહ્યા છે અને તેમણે નાયબ વડાપ્રધાનને કાર્યકારી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે.

નેપાળમાં વિરોધીઓએ પ્રધાનમંત્રી-રાષ્ટ્રપતિના નિવાસ સ્થાનોમાં આગ લગાવી, દેશ અશાંત

નેપાળમાં પ્રદર્શનકારીઓએ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના નિવાસસ્થાનમાં આગ લગાવી દીધી છે. સોમવારથી શરૂ થયેલ વિદ્યાર્થીઓનો આ વિરોધ મંગળવારે દેશભરમાં ફેલાઈ ગયો છે. બીજી તરફ, નેપાળના મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે મંગળવારે કહ્યું છે કે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી રાજીનામું નહીં આપે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હિંસક વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારના 10 થી વધુ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે.

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ કટોકટીની સ્થિતિમાં પોતાનો જીવ બચાવવા માટે એક ખાનગી એરલાઇનનું વિમાન સ્ટેન્ડબાય રાખ્યું છે. બીજી તરફ, પ્રદર્શનકારીઓ પ્રધાનમંત્રી ઓલીના રાજીનામા સિવાય બીજું કંઈ સાંભળવા તૈયાર નથી, જ્યારે અત્યાર સુધીમાં 19 વિદ્યાર્થીઓના મોત થયા છે.

ઓલીના રાજીનામાની માંગણી કરતા, પ્રદર્શનકારીઓએ તેમનું નિવાસસ્થાન સળગાવી દીધું છે. પ્રદર્શનકારીઓએ બાલાકોટમાં પ્રધાનમંત્રી ઓલીના નિવાસસ્થાનમાં આગ લગાવી દીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓના એક મોટા જૂથે પરિસરમાં પ્રવેશતા અને ઘરના ભાગોમાં આગ લગાવતા પહેલા ઘરમાં હાજર વસ્તુઓ બહાર કાઢી હતી. જ્યારે આગ ફેલાઈ ત્યારે નિવાસસ્થાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા. તે જ સમયે, દેશના ઉર્જા મંત્રી અને રાષ્ટ્રપતિના ઘરોને પણ વિરોધીઓ દ્વારા બાળી નાખવામાં આવ્યા છે. વિરોધીઓ “કેપી ચોર, દેશ છોડી દો”, “ભ્રષ્ટ નેતાઓ સામે કાર્યવાહી કરો” જેવા નારા લગાવી રહ્યા છે. વિરોધીઓએ રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલના નિવાસસ્થાનને સંપૂર્ણપણે બાળી નાખ્યું છે.

નેપાળ સળગી રહ્યું છે, ઓલી ક્યારે રાજીનામું આપશે?
નેપાળ સરકારના મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે કહ્યું કે “વડાપ્રધાન ઓલી રાજીનામું નહીં આપે. વિરોધ પ્રદર્શનો અને હિંસા પાછળ રાજકીય પક્ષોનો હાથ છે. અરાજકતાવાદીઓએ વિરોધ પ્રદર્શનોને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો છે, જેના પરિણામે હિંસા થઈ છે. વડા પ્રધાન વિવિધ રાજકીય પક્ષોના સભ્યોને મળશે અને તેઓ વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરનારાઓને મળવા માટે પણ તૈયાર છે.” તેમણે એમ પણ કહ્યું કે નેપાળ કેબિનેટે હિંસા અને હત્યાઓની તપાસ માટે એક સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે. જો કે, ઘણા કેબિનેટ મંત્રીઓએ વિરોધીઓની ફરિયાદો પ્રત્યે સરકારની અજ્ઞાનતાનો હવાલો આપીને રાજીનામું આપી દીધું છે અથવા રાજીનામાની જાહેરાત કરી છે. નેપાળ કેબિનેટમાં વડા પ્રધાન સહિત 25 મંત્રીઓ છે.

ગઠબંધન સરકારમાં નેપાળી કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા ગૃહમંત્રી રમેશ લેખકે સોમવારની જીવલેણ અથડામણો બાદ નૈતિક ધોરણે રાજીનામું આપી દીધું છે. મંગળવારે કૃષિમંત્રી રામનાથ અધિકારીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આરોગ્યમંત્રી પ્રદીપ પૌડેલે જણાવ્યું હતું કે તેઓ પણ રાજીનામું આપશે કારણ કે “આવા સંજોગોમાં સરકારમાં રહેવું શક્ય નથી”. તેવી જ રીતે, યુવા અને રમતગમત મંત્રી તેજુ લાલ ચૌધરી અને જળ સંસાધન મંત્રી પ્રદીપ યાદવે પણ રાજીનામું આપી દીધું છે.

ભારતના ઉપરાષ્ટ્રપતિની શું હોય છે શક્તિઓ અને અધિકારો, રાષ્ટ્રપતિથી કેટલા અલગ? 5 મુદ્દામાં સમજો

0

આજે દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીઓ ચાલી રહી છે. ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષી પાર્ટી ઇન્ડિયા બ્લોકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે. આ દરમિયાન, ચાલો તમને જણાવીએ કે ભારતમાં ઉપરાષ્ટ્રપતિ પાસે કઈ સત્તાઓ અને અધિકાર છે અને આ પદ રાષ્ટ્રપતિથી કેટલું અલગ છે?

  1. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ તરીકે સેવા આપે છે . અહીં એ જાણવું મહત્વપૂર્ણ છે કે ઉપરાષ્ટ્રપતિની સત્તાઓ અને કાર્યો લોકસભા અધ્યક્ષ જેવા જ છે.
  2. જો કોઈ કારણોસર રાષ્ટ્રપતિ પોતાની ફરજો બજાવી શકતા નથી અથવા રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે છે, તો આવી સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે છે.
  3. ભારતીય રાજ્યમાં સાતત્ય જાળવવા માટે ઉપરાષ્ટ્રપતિનું પદ બનાવવામાં આવ્યું હતું. જોકે, આગામી રાષ્ટ્રપતિની પસંદગી થાય ત્યાં સુધી તે ફક્ત ૬ મહિના સુધી જ રહે છે.
  4. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે, ઉપરાષ્ટ્રપતિ સત્ર દરમિયાન વ્યવસ્થા જાળવી રાખે છે. ચર્ચાઓનું નિયમન કરવા ઉપરાંત, ઉપરાષ્ટ્રપતિ સંસદના નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
  5. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે જો કોઈ કારણોસર રાષ્ટ્રપતિનું પદ ખાલી થઈ જાય, તો ઉપરાષ્ટ્રપતિ ફક્ત ૬ મહિના માટે રાષ્ટ્રપતિ તરીકે કામ કરી શકે છે. આ દરમિયાન, રાષ્ટ્રપતિની ચૂંટણી ફરજિયાત છે.

શું ઉપરાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરી શકાય છે?
અહીં તમને જણાવી દઈએ કે જો કોઈ પ્રસ્તાવ કે બિલ ગેરબંધારણીય હોય તો ઉપરાષ્ટ્રપતિ પાસે તેને રોકવાની સત્તા છે. જો આપણે વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિને પણ રાષ્ટ્રપતિ જેવી જ પ્રક્રિયા અનુસરીને તેમના પદ પરથી દૂર કરી શકાય છે. આ પ્રક્રિયાને અનુસરવા માટે રાજ્યસભા તેમજ લોકસભામાં 2/3 બહુમતી જરૂરી છે.