Home Blog Page 313

રાજસ્થાન-મધ્યપ્રદેશમાં કફ સિરપે લીધો બાળકોનો જીવ! કફ સિરપ પર મુકાયો પ્રતિબંધ

0

આફ્રિકાના દેશ ગામ્બિયામાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી કફ સિરપ પીવાથી 70 બાળકોના મોત થયા હતાં. હવે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ઉત્પાદિત કફ સિરપ ફરી એક વાર વિવાદમાં ઘેરાઈ છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કફ સિરપ લીધા બાદ બાળકોના મોતના બનાવો બનતા ખળભળાટ મચી ગયો છે. હાલ બંને રાજ્યોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

અહેવાલ મુજબ રાજસ્થાન સરકાર માટે ઉત્પાદિત સામાન્ય કફ સિરપ લેવા લેવાથી છેલ્લા બે અઠવાડિયામાં રાજ્યમાં બે બાળકોના મોત થયા છે, 10 અન્ય લોકો બીમાર પડ્યા છે.

રાજસ્થાનમાં બે બાળકોનો જીવ ગયો:
અહેવાલ મુજબ કેસન ફાર્મા નામની ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ કમ્પાઉન્ડ ધરાવતી કફ સિરપ બનાવવામાં આવી હતી, જે રાજસ્થાન સરકારે ખરીદી હતી. રવિવારે સીકર જિલ્લાના ચિરાનાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર(CHC)માં ફરજ પર હાજર ડોકટરે શરદી અને ખાંસીથી પીડાતા એક 5 વર્ષીય બાળક માટે આ કફ સીરપ આપી હતી.

ડોક્ટર પણ બીમાર પડ્યા:
રાજસ્થાનના બયાના વિસ્તારમાં 3 વર્ષીય બાળકના માતા પિતાએ કફ સિરપ અંગે ફરિયાદ કરતા PHCના આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોકટરે પોતે સીરપનો ડોઝ લીધો હતો અને એમ્બ્યુલન્સ ડ્રાઇવરને પણ સિરપ પીવડાવી હતી. થોડા સમય બાદ બંનેની તબીયાર લથડી હતી.

આ બાબતની તપાસ ચાલી રહી છે.
CMHO એ જણાવ્યું, “ઘટના પ્રકાશમાં આવ્યા પછી, અમે પારસિયા સરકારી હોસ્પિટલમાં 10 બેડનો વોર્ડ બનાવ્યો. ત્યારબાદ વધુ ત્રણ બાળકોના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં, 4 થી 26 સપ્ટેમ્બરની વચ્ચે છ બાળકોના મૃત્યુ થયા છે. કારણ કિડની ફેલ્યોર છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) અને રાજ્ય-સ્તરીય ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોજેક્ટ (IDSP) ની ટીમો તપાસ માટે આવી છે. તેઓએ માનવ, પાણી અને અન્ય સંબંધિત નમૂનાઓ એકત્રિત કર્યા છે. આને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે બેતુલ, સિઓની અને પંધુર્ણામાંથી પણ કેટલાક કેસ નોંધાયા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કોઈ રોગ નથી, પરંતુ આ બાબતની તપાસ ચાલી રહી છે.

મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ વિજળીના દરોમાં ઘટાડાની જાહેરાત કરી

0

વિજયવાડા: મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડૂએ નવેમ્બરમાં વિજળીના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જે રાજ્યના ઊર્જા ક્ષેત્ર માટે એક ઐતિહાસિક સિદ્ધિ બની રહેશે.

નાયડૂએ એક પોસ્ટમાં જણાવ્યુ કે રાજ્યએ “true down” પ્રણાલી અમલમાં મૂકી છે, જેના કારણે વિજળીના દરોમાં પ્રતિ યુનિટ 13 પૈસાની ઘટાડો થઈ છે અને ગ્રાહકોને કુલ 923 કરોડ રૂપિયાની બચત મળી છે. તેમણે જણાવ્યું કે આ સિદ્ધિ એનડીએ ગઠબંધન સરકાર દ્વારા વિજળી ક્ષેત્રના 15 મહિના લાંબા કુંશળ પ્રબંધનનું પરિણામ છે.

નાયડૂએ નોંધ્યું કે રાજ્યએ અન્ય રાજ્યો સાથે વ્યૂહાત્મક વિજળીની અદલા-બદલી દ્વારા ચરમ માંગ દરમિયાન ઊંચા દરે વિજળી ખરીદવાની પ્રથા પર નિયંત્રણ મૂક્યું છે. આથી મોંઘી લઘુકાલીન વિજળી ખરીદવાની જરૂરિયાત દૂર થઈ ગઈ છે.

પ્રધાનમંત્રી કુસમ યોજના હેઠળ ખેડૂતોને મફત સૌર ઊર્જા મળી રહી છે, જ્યારે પ્રધાનમંત્રી સૂર્યાગાર યોજના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિજાતીય સમુદાયોને મફત સૌર વિજળી પૂરી પાડે છે, અને પછાત વર્ગના ગ્રાહકો ₹98,000 સુધીની સબસિડીના હકદાર છે. સાથે જ સરકાર 1500 મેગાવોટની બેટરી ઊર્જા સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરીને ઊર્જાની વિશ્વસનીયતા વધારી રહી છે.

ગઠબંધન સરકારના સુધારણાઓએ ઊર્જા ક્ષેત્રને વ્યવસ્થિત બનાવ્યું છે, જેના કારણે રાજ્યમાં કુશળ વિદ્યુત વ્યવસ્થાપન સુનિશ્ચિત થયું છે. નાયડૂએ ભવિષ્યમાં સસ્તી વિજળી ઉપલબ્ધ કરાવવા માટે મોટા પાયે સ્વચ્છ ઊર્જા પ્રોજેક્ટ્સ શરૂ કરવાની યોજના પર ભાર મૂક્યો.

અમદાવાદ: વટવા GIDC માં ગરબા આયોજકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર!

અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં એક ગરબા આયોજક યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. મૃતકનું નામ મયંક પરમાર છે. આ બનાવ અંગે વટવા GIDC પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ગઈકાલે બપોરથી સાંજ દરમિયાન, મયંક પરમારે વટવા GIDCની મહાલક્ષ્મી એસ્ટેટમાં આવેલી પોતાની દુકાનમાં ગળેફાંસો ખાધો હતો. મૃતક મયંક પરમારે હાથીજણ સર્કલ નજીક આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટમાં ‘ગેલેક્સી રાસ’ નામે ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું.

સાંજે આસપાસના લોકોને આ ઘટનાની જાણ થતાં પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો લીધો હતો. પોલીસને મૃતક પાસેથી એક નાની ડાયરીના ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે લખ્યું છે કે, “ગેલેક્સી રાસ ગરબાનું આયોજન કર્યું હતું જે મારું પોતાનું હતું. તેમાં મારું કોઈ પાર્ટનર નથી.”

વટવા GIDC પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એમ. પરમારના જણાવ્યા મુજબ, સ્યુસાઇડ નોટમાં મયંક પરમારે સ્પષ્ટ રીતે કોઈ વ્યક્તિનું નામ લખ્યું નથી કે જેના કારણે તેમને આ પગલું ભરવું પડ્યું હોય. પોલીસે હવે સ્યુસાઇડ નોટની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત, મયંકે શા માટે આત્મહત્યા કરી તેના ચોક્કસ કારણની પણ પોલીસ તપાસ કરી રહી છે.

મૃતકે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, હું મયંક અમરતલાલ પરમાર, મારા બે ચેક અમિતભાઈ પંચાલ ટોરેન્ટ પાવરમાં કામ કરે છે તેમની પાસે છે. જેમણે મને વ્યાજ પર રૂપિયા આપ્યા હતા. દર 10 દિવસનું 10 ટકા વ્યાજ લેતા હતા. મારા બે ચેક એમની પાસે હશે.ગેલેક્સી રાસ ગરબાનું આયોજન કર્યું હતું જે મારું પોતાનું હતું. તેમાં મારું કોઈ પાર્ટનર નથી. રૂપિયાની લેવડદેવડ મારી પોતાની હતી. તેમાં જે નામ છે તે ખાલી અને ખાલી સપોર્ટ માટે હતા. તેમાંથી કોઈપણ જવાબદાર નથી. લગભગ બધાનું પેમેન્ટ 90 ટકા આપે છે. જેનાથી કોઈ ખોટી અફવા ના ઉડાવતા.

નડિયાદમાં ધર્માંતરણના આરોપમાં એકની ધરપકડઃ વિદેશી ફંડ અને કનેક્શનની તપાસ શરૂ

0

ખેડા જિલ્લાના નડિયાદમાં ધર્માંતરણના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે દલિત અને આદિવાસી સમુદાયના લોકોને પ્રલોભન આપીને ધર્માંતરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ધાર્મિક સદભાવનાને નબળી પાડનારા તત્ત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની જરૂરિયાત યાદ અપાવે છે, જેથી સમાજમાં શાંતિ અને એકતા જળવાઈ રહે. પોલીસે આરોપીને 28 સપ્ટેમ્બરે પકડી પાડવામાં આવ્યા પછી તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખેડા પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સ્ટીવન મેકવાનની 28 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તે એક કાર્યક્રમમાં 9 નાના બાળકો સહિત કુલ 59 લોકોના ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આરોપી પર દલિત અને આદિવાસી સમુદાયના લોકોને પ્રલોભન આપીને ઈસાઈ ધર્માંતરણ કરાવવાનો આરોપ છે. તે છેલ્લા 3 વર્ષથી આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો અને વિદેશી નાગરિકો પાસેથી પણ નાણાં મેળવતો હતો.

ગેરકાયદે ધર્મ પરિવર્તનના આરોપમાં સ્ટીવન મેકવાનને સ્થાનિક અદાલતે 7 દિવસની પોલીસ હિરાસતમાં મોકલી દીધો છે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ ભારતના વિવિધ ભાગો સહિત નેપાળની પણ મુલાકાત લીધી હતી. આ પ્રવૃત્તિઓને આગળ ધપાવવા માટે તે વિદેશી સંપર્કોનો ઉપયોગ કરતો હતો, જેની તપાસ ચાલુ છે.

આ કેસમાં પોલીસે શંકા વ્યક્ત કરી છે કે ગેરકાયદે ધર્મ પરિવર્તનમાં આંતરરાષ્ટ્રીય ફંડનો ઉપયોગ અને ગરીબ તેમ જ જરુરિયામંદ લોકોને આર્થિક લાચલ આપીને ધર્મ પરિવર્તન કરાવવા માટે થતો હતો, તેથી સંબંધિત ટ્રસ્ટ અને નાણાકીય વ્યવહારની પણ તપાસ પણ કરવામાં આવશે. ગુજરાત સહિત અન્ય રાજ્યના કનેક્શન સહિત ફંડ મુદ્દે વિસ્તૃત તપાસ પણ કરવામાં આવશે.

યૂપી બેહરાઇચમાં હિંસાનો ભયંકર કાંડ: બે કિશોરની હત્યા, પરિવાર સાથે શખ્સે પોતે પણ લગાવી આગ

0

બુધવારે ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં એક ભયાનક ગુનો સામે આવ્યો. બહરાઇચના નિંદુપુરવા ટેપ્રાહા ગામમાં વહેલી સવારે છ લોકોના મોતથી ચકચાર મચી ગઈ. અહેવાલો અનુસાર, એક વ્યક્તિએ પહેલા બે સગીર છોકરાઓની કુહાડીથી હત્યા કરી અને પછી પોતાના ઘરમાં પોતાને અને તેના પરિવારને આગ લગાવી દીધી. તે બધાને જીવતા સળગાવી દેવામાં આવ્યા.

આખી ઘટના કેમ બની?
અહેવાલો અનુસાર, ગામના વિજય કુમારે પહેલા બે કિશોરો, સૂરજ યાદવ (14) અને સન્ની વર્મા (13) ને કુહાડીથી મારી નાખ્યા કારણ કે તેઓએ તેમના ખેતરમાં લસણ વાવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેમણે પોતાની પત્ની અને બે પુત્રીઓ સાથે પોતાને એક રૂમમાં બંધ કરી દીધો અને ઘરને આગ લગાવી દીધી. વિજય, તેની પત્ની અને બે પુત્રીઓ સહિત ચાર લોકો આગમાં બળીને મૃત્યુ પામ્યા. ઘરમાં બાંધેલા ચાર ઢોર પણ બળીને મૃત્યુ પામ્યા.

આખા ગામમાં શોકનું વાતાવરણ છે
ચીસો સાંભળીને ગામલોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા, પરંતુ કિશોરોના લોહીથી લથપથ મૃતદેહો આંગણામાં પડેલા જોઈને તેઓ ગભરાઈ ગયા. પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગને કાબુમાં લીધી. આ ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ઘટનાથી બહરાઈચમાં ભય અને ગભરાટ ફેલાયો છે.

પોલીસે શું કાર્યવાહી કરી?
એક જ ગામમાં આગ અને છ લોકોના મોતની માહિતી મળતાં, જિલ્લાના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, અને રૂમમાંથી બધા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ઘરમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. વધુ તપાસ ચાલુ છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ઇન્ટરનેટ પર પ્રતિબંધની ખબરોને નકારી, જાણો શું કહ્યું?

0

તાલિબાન સરકારે બુધવારે અફઘાનિસ્તાનમાં દેશવ્યાપી ઇન્ટરનેટ નાકાબંધીના અહેવાલોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે જૂના ફાઇબર ઓપ્ટિક કેબલ ઘસાઈ ગયા છે અને તેમને બદલવામાં આવી રહ્યા છે. આ જાહેરાત તાલિબાનનું પ્રથમ જાહેર નિવેદન હતું જેણે બેંકિંગ, વાણિજ્ય અને ઉડ્ડયનને ખોરવી નાખ્યું છે.

‘અફવાઓ ફેલાવવામાં આવી રહી છે’
ગયા મહિને, ઘણા પ્રાંતોએ અનૈતિકતા સામે લડવા માટે તાલિબાન નેતા હિબાતુલ્લાહ અખુંદઝાદાના આદેશને કારણે ઇન્ટરનેટ બંધ કરવાની પુષ્ટિ કરી હતી. “એવી અફવાઓ ફેલાઈ રહી છે કે અમે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો છે,” તાલિબાન અધિકારીઓએ પાકિસ્તાની પત્રકારો સાથેના ચેટ ગ્રુપમાં ત્રણ લાઇનના નિવેદનમાં જણાવ્યું હતું.

નેટબ્લોક્સે શું કહ્યું?
અગાઉ, ઇન્ટરનેટ ઍક્સેસને ટેકો આપતી સંસ્થા નેટબ્લોક્સે અહેવાલ આપ્યો હતો કે અફઘાનિસ્તાનમાં કનેક્ટિવિટી સામાન્ય સ્તરના 14 ટકા સુધી ઘટી ગઈ છે અને દેશભરમાં ટેલિકોમ સેવાઓ ખોરવાઈ ગઈ છે. મંગળવારે એસોસિએટેડ પ્રેસ તેના કાબુલ બ્યુરો તેમજ પૂર્વી અને દક્ષિણ પ્રાંતો નાંગરહાર અને હેલમંડમાં પત્રકારો સુધી પહોંચી શક્યું ન હતું.

લોકો ફરિયાદ કરી રહ્યા છે
છેલ્લા કેટલાક અઠવાડિયાથી, અફઘાનિસ્તાનના ઘણા પ્રાંતોમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓ ધીમા ઇન્ટરનેટ ઍક્સેસ અથવા બિલકુલ કનેક્ટિવિટી ન હોવાની ફરિયાદ કરી રહ્યા છે. ઘણા લોકોએ એમ પણ જણાવ્યું હતું કે તેમની પુત્રીઓના ઑનલાઇન અંગ્રેજી વર્ગો ખોરવાઈ ગયા હતા. એક મહિલાએ જણાવ્યું હતું કે ઇન્ટરનેટ બંધ થઈ ગયા પછી તે તેના ઑનલાઇન વર્ગમાં હાજરી આપી શકી નથી.

ઘણા વિસ્તારો પ્રભાવિત થયા
દરમિયાન, દેશભરમાં બેંકિંગ અને અન્ય ઈ-કોમર્સ સેવાઓ પ્રભાવિત થઈ છે. કાબુલમાં ઘણા લોકોએ અહેવાલ આપ્યો છે કે તેમનું ફાઈબર-ઓપ્ટિક ઇન્ટરનેટ બંધ થઈ ગયું છે. ટોલો ન્યૂઝની ટેલિવિઝન અને રેડિયો નેટવર્ક સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. કાબુલ એરપોર્ટથી ફ્લાઇટ્સ પણ ખોરવાઈ ગઈ છે.

સુરતમાં GSRTCની 40 નવી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું: રાજ્યમંત્રી હર્ષ સંઘવી

0

ગૃહ, વાહનવ્યવહાર રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરત શહેરના પીપલોદ સ્થિત કારગીલ સર્કલથી રૂ.૧૫ કરોડના ખર્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ(GSRTC)ની ૪૦ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વડોદરા, ભરૂચ, વલસાડ અને સુરત એમ ચાર ડિવિઝનની ૨૦ સુપર એક્સપ્રેસ, ૫ એ.સી, ૧૫ મિની મળી કુલ ૪૦ નવીન બસોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી નવીન બસો મુસાફરોને પરિવહન સુવિધામાં વધારો કરશે. યાતાયાત સરળ બનતા મુસાફરોનો સમય અને નાણા બંનેની બચત થાય છે. રાજ્ય સરકાર જાહેર પરિવહન સેવાને ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર બનાવવા સતત કાર્યરત છે.

વધુમાં તેમણે કહ્યું કે, એસ.ટી વિભાગ દ્વારા છેલ્લા ૨ વર્ષમાં ૨ હજારથી વધુ નવી બસો શરૂ કરાઈ છે, અને ૨.૧૫ લાખથી વધુ પ્રવાસીઓનો ઐતિહાસિક વધારો કરવામાં સફળતા મેળવી છે. તેમજ એસ.ટી વિભાગ દ્વારા દિવાળી પહેલા વધુ ૨૦૦ બસો શરૂ કરવાનો લક્ષ્યાંક હોવાનું જણાવ્યું હતું. ૨૪ કલાક મુસાફરોને ગંતવ્ય સ્થાને સુરક્ષિત પહોંચાડતા એસ.ટી. ડ્રાઈવરોની સેવાને બિરદાવી હતી.

આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, GSRTC વિભાગીય નિયામક પી.વી. ગુર્જર, GSRTCના સચિવ રવિભાઈ નિર્મલ અને જનરલ મેનેજર એ.ડી. જોશી સહિત એસ.ટીના અધિકારી/કર્મચારી ઉપસ્થિત હતા.

ભારતના 5મી પેઢીના ફાઇટર જેટ માટે 7 કંપનીઓએ બોલી, 2 લાખ કરોડથી બનશે 125 જેટ

0

ભારતીય વાયુસેનામાં પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટનો સમાવેશ કરવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. ભારત સરકાર ₹2 લાખ કરોડના ખર્ચે 125 થી વધુ એરક્રાફ્ટ બનાવવાની યોજના ધરાવે છે. આ માટે સાત કંપનીઓએ બિડ સબમિટ કરી છે. એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ ભારતમાં બનાવવામાં આવશે. આ પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર હશે. DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન) પ્રોટોટાઇપ ડિઝાઇન અને વિકસાવવા માટે એક અથવા વધુ કંપનીઓ સાથે ભાગીદારી કરી શકે છે.

સરકાર સાત બોલી લગાવનારાઓમાંથી બે કંપનીઓની પસંદગી કરશે. આ કંપનીઓને પાંચ મોડેલ બનાવવા માટે ₹15,000 કરોડ મળશે. ત્યારબાદ તેમને વિમાન ઉત્પાદન અધિકારો આપવામાં આવશે.

આ કંપનીઓ બોલી લગાવે છે
સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે બોલી લગાવનારી સાત કંપનીઓમાં લાર્સન એન્ડ ટુબ્રો, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને અદાણી ડિફેન્સનો સમાવેશ થાય છે. તેમની બોલીઓનું મૂલ્યાંકન બ્રહ્મોસ એરોસ્પેસના ભૂતપૂર્વ વડા એ. શિવથનુ પિલ્લઈની આગેવાની હેઠળની સમિતિ દ્વારા કરવામાં આવશે. સમિતિ પોતાનો અહેવાલ સંરક્ષણ મંત્રાલયને સુપરત કરશે, જે અંતિમ પસંદગી કરશે.

યોજના શું છે?
AMCA એ ₹2 લાખ કરોડનો ઉત્પાદન પ્રોજેક્ટ છે જે 125 થી વધુ ફાઇટર જેટનું ઉત્પાદન કરશે. આ વિમાનો 2035 પહેલાં વાયુસેનામાં સામેલ થવા માટે તૈયાર થવાની અપેક્ષા નથી. જોકે, એકવાર આવું થશે, ત્યારે ભારત પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ ધરાવતા દેશોની યાદીમાં જોડાશે. મે 2025 સુધીમાં, ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સ (F-22 અને F-35), ચીન (J-20) અને રશિયા (Su-57) પાસે આ વિમાનો છે.

AMCA શું છે?
ભારતનું પહેલું પાંચમી પેઢીનું ફાઇટર એરક્રાફ્ટ સિંગલ-સીટ, ટ્વીન-એન્જિન જેટ હશે જેમાં અદ્યતન સ્ટીલ્થ કોટિંગ્સ અને આંતરિક શસ્ત્રોના ખાડા હશે, જે F-22, F-35 અને Su-57 જેવા અમેરિકન અને રશિયન વિમાનોમાં જોવા મળતા સમાન છે. તેની ઓપરેશનલ ઊંચાઈ 55,000 ફૂટ હોવાની અપેક્ષા છે અને તે આંતરિક રીતે 1,500 કિલો અને બાહ્ય રીતે વધારાના 5,500 કિલો શસ્ત્રો વહન કરશે. AMCA સંભવતઃ 6,500 કિલો વધારાનું ઇંધણ વહન કરશે.

બીજા સંસ્કરણમાં સ્થાનિક એન્જિન હશે
અહેવાલો સૂચવે છે કે તેના બે વર્ઝન હશે. ભારતને અપેક્ષા છે કે બીજા વર્ઝનમાં સ્વદેશી રીતે વિકસિત એન્જિન હશે, જે કદાચ પહેલા વર્ઝનમાં ફીટ કરાયેલા અમેરિકન બનાવટના GE F414 કરતા વધુ શક્તિશાળી હશે. તે ખૂબ જ ચાલાક અને ગુપ્ત રીતે ઉપયોગમાં લેવાતું બહુ-ભૂમિકા ધરાવતું ફાઇટર જેટ હશે. તેમાં 21મી સદીમાં વિકસિત મુખ્ય તકનીકોનો સમાવેશ કરવામાં આવશે. તે કાર્યરત સૌથી આધુનિક ફાઇટર જેટ છે. તે અદ્યતન યુદ્ધભૂમિ સોફ્ટવેરનો ઉપયોગ કરશે, જે પાઇલટને યુદ્ધભૂમિ અને દુશ્મન લડવૈયાઓ વિશે વિગતવાર માહિતી પ્રદાન કરે છે, જે તેમને ધાર આપે છે.

ભારત સેનાને આધુનિક શસ્ત્રો પૂરા પાડી રહ્યું છે
ભારત પોતાની સેનાને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરવા માંગે છે. આ સંદર્ભમાં આ પગલું લેવામાં આવ્યું છે. એપ્રિલમાં, ભારતે ફ્રેન્ચ કંપની દસોલ્ટ એવિએશન પાસેથી 26 રાફેલ-એમ ફાઇટર જેટ, એક દરિયાઈ સંસ્કરણ, ખરીદવા માટે 63,000 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા. 2031 સુધીમાં ડિલિવર થનારા આ વિમાનો જૂના રશિયન મિગ-29K ને બદલશે. વાયુસેના પહેલાથી જ 36 રાફેલ-સી ફાઇટર ચલાવે છે. છેલ્લા એક દાયકામાં, ભારતે સ્વદેશી રીતે વિકસિત અને ઉત્પાદિત વિમાનવાહક જહાજો, યુદ્ધ જહાજો અને સબમરીન લોન્ચ કર્યા છે, અને લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે. રાજનાથ સિંહે ભારતીય બનાવટના શસ્ત્રોના ઉત્પાદનને વધારવા અને નિકાસ આવક વધારવા માટે 2033 સુધીમાં ઓછામાં ઓછા $100 બિલિયનના નવા સ્થાનિક લશ્કરી હાર્ડવેર કરારોનું પણ વચન આપ્યું છે.

દશેરા પહેલાં કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો

0

દિવાળી અને દશેરા પહેલા, કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA Hike) માં 3 ટકાનો વધારો મંજૂર કર્યો છે. બુધવારે, કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી. આ સાથે, કર્મચારીઓનો મોંઘવારી ભથ્થો હવે 55 ટકાથી વધીને 58 ટકા થઈ ગયો છે. આ વધારો 1 જુલાઈ, 2025 થી અમલમાં આવશે

અગાઉ DA ક્યારે વધારવામાં આવ્યો હતો ?
સરકારે અગાઉ 1 જાન્યુઆરી, 2025 થી મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) માં 2% વધારો કર્યો હતો, જેનો લાભ લગભગ 11.5 મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળ્યો હતો. આ વધારા બાદ, મોંઘવારી ભથ્થું મૂળ પગારના 53% થી વધીને 55% થયું.

દિવાળી પહેલા, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં વધારાની મોટી જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે મોંઘવારી ભથ્થા (DA) માં આ બીજો વધારો છે. સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થા (DA) માં સુધારો કરે છે.

કર્મચારીઓને દિવાળી પહેલા તેમના જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના બાકી પગાર ઓક્ટોબરના પગાર સાથે મળશે. આનો અર્થ એ છે કે કર્મચારીઓ માટે નોંધપાત્ર પગાર વધારો થશે. આનાથી કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારોની ખરીદીમાં વ્યસ્ત રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ વધારો સાતમા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવતા તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો અને પરિવારના પેન્શનરોને લાગુ પડશે.

પગાર કેટલો વધશે?
હાલમાં, કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 55% છે. 3% વધારાની જાહેરાત સાથે જ DA વધીને 58% થશે. આ વધારો જુલાઈ 2025 થી અમલમાં છે. આનો અર્થ એ છે કે કર્મચારીઓને તેમના મૂળ પગારના 58% મોંઘવારી ભથ્થા તરીકે મળશે.

₹60,000 ના મૂળ પગારવાળા કર્મચારીઓને હાલમાં ₹33,000 મોંઘવારી ભથ્થા તરીકે મળે છે. 3% વધારા પછી, તેમને ₹34,800 મોંઘવારી ભથ્થા તરીકે મળશે. એટલે કે તેમના કુલ પગારમાં 1,800 રૂપિયાનો વધારો થશે.

એશિયા કપ 2025 ટ્રોફી લીધા પછી મોહસીન નકવીએ માફી માંગી, PCB ચીફે ઘૂંટણીએ બેઠા

0

ભારતીય ક્રિકેટ ટીમે T20 એશિયા કપ 2025 ની ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું. પાકિસ્તાની ટીમ એશિયા કપમાં ભારત સામે પોતાનું સ્થાન જાળવી રાખવામાં નિષ્ફળ રહી, ત્રણ મેચ હારી ગઈ. એશિયા કપ 2025 જીત્યા બાદ, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ નકવી લાંબા સમય સુધી પોડિયમ પર ઉભા રહ્યા, જ્યારે સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ચાહકોએ “ભારત માતા કી જય” ના નારા લગાવ્યા. નકવી બાદમાં ગુસ્સામાં સ્ટેડિયમ છોડીને એશિયા કપ ટ્રોફી અને ભારતીય ખેલાડીઓના મેડલ પોતાની સાથે લઈ ગયા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું કે જો ભારતને મેડલ અને ટ્રોફી જોઈતી હોય, તો તેમણે દુબઈ સ્થિત ACC ઓફિસમાંથી આવીને લેવા જોઈએ. જોકે, તેમણે હવે યુ-ટર્ન લીધો છે અને માફી માંગી છે.

PCB ચીફે માફી માંગી
ટ્રોફી વિવાદ બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં એક બેઠક યોજાઈ હતી. PCBના વડા મોહસીન નકવીએ કહ્યું કે જે બન્યું તે ન થવું જોઈએ. જોકે, તેમણે ટ્રોફી અને મેડલ પરત કરવાનો પણ ઇનકાર કર્યો હતો. આના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. નકવીએ માંગ કરી કે સૂર્યકુમાર યાદવ દુબઈ આવીને ટ્રોફી લે. BCCIએ જવાબ આપ્યો, “જ્યારે તમે તેમની સાથે હાજર હતા ત્યારે તેમણે ટ્રોફી લીધી ન હતી. શું તમને લાગે છે કે તે હવે લેશે?”

એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાન સામે 3 મેચ જીતી
ફાઇનલમાં, પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને કુલ 146 રન બનાવ્યા. ત્યારબાદ ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી, તેણે માત્ર 20 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. જોકે, તિલક વર્માએ ક્રીઝના એક છેડે પોતાનું સ્થાન જાળવી રાખ્યું અને સતત બેટિંગ કરી. તેણે 67 રન બનાવ્યા અને અંતિમ ઓવરમાં ટીમને વિજય અપાવ્યો. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. રિંકુ સિંહે વિનિંગ સ્ટ્રોક અને બાઉન્ડ્રી ફટકારી. ફાઇનલ પહેલા, ભારતે સુપર ફોર અને ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.