Home Blog Page 302

મધ્યપ્રદેશ સિરપ કાંડમાં હવે EDની એન્ટ્રી, શ્રીસન ફાર્માના ઑફિસ અને ફેક્ટરી પર દરોડા

0

મધ્યપ્રદેશના સરકારી દવાખાનામાંથી આપવામાં આવેલી કફ સિરપ લેવાને કારણે 20થી વધુ બાળકોના મોત નીપજ્યા છે, જેને કારણે ખળભળાટ મચી ગયો છે. બાળકોને આપવામાં આવેલી કફ સિરપ તમિલનાડુની શ્રીસન ફાર્મા દ્વારા બનાવવામાં આવી હતી, જેના માલિક જી. રંગનાથનની ધરપકડ કરવામાં આવી છે.

હવે આ મામલે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ શ્રીસન ફાર્મા સાથે જોડાયેલા પરિસરોમાં દરોડા પાડ્યા છે. ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA) હેઠળ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં શ્રીસન ફાર્માના સાત સ્થળોએ દરોડા પાડ્યા છે. મહત્વની વાત એ છે કે તમિલનાડુ ડ્રગ કંટ્રોલ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ સાથે જોડાયેલા કેટલાક સ્થળોએ પણ દરોડા આપવામાં આવ્યા છે.

EDના અધિકારીઓના જણાવ્યા મુજબ પોલીસ તપાસના આધારે આ મામલે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરવામાં આવી છે. ED કંપની અને અન્ય લોકોએ કરેલા ટ્રાન્ઝેક્શનની તપાસ કરશે. મધ્યપ્રદેશ પોલીસ પાસેથી કંપનીના માલિક જી રંગનાથનની કસ્ટડી મળ્યા બાદ, ED તેની પણ પૂછપરછ કરશે.

કંપનીનું લાઇસન્સ રદ થશે:
મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ તમિલનાડુ સરકારે શ્રીસન ફાર્મા કંપનીને બંધ કરવાનો આદેશ આપ્યો હતો, ટૂંક સમયમાં કંપનીનું લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવશે. શ્રીસન ફાર્મા કંપનીના માલિક જી રંગનાથનની ગયા અઠવાડિયે મધ્યપ્રદેશ અને તમિલનાડુ પોલીસે ધરપકડ કરી

સુરતમાં ઓડિશાની હસ્તકલામાં રામાયણ મહાભારતના પ્રસંગોનું પ્રદર્શન

ભારતીય સંસ્કૃતિ અને કળા, વચ્ચે પ્રાચીન સંબંધ છે. જેમાંની એક ‘ચિત્રકલા’માં કાગળ કે કપડાં પર બનતા ચિત્રો જીવંત બને છે. લોકકલાના વારસા સમાન પટચિત્ર કલા પણ રાષ્ટ્રીય સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવે છે, જેનો ઉદ્દભવ પૂર્વ ભારતના ઓડિશા રાજ્યમાં થયો હતો. ભારત સરકાર દ્વારા તેને જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન(GI) ટેગ મળવાથી વૈશ્વિક ઓળખ મળી છે. આ ટેગ દ્વારા કળાની મૌલિકતા સુરક્ષિત રહી છે અને સ્થાનિક કલાકારોના જીવનધોરણમાં પણ નોંધપાત્ર સુધારો આવ્યો છે.

ઓડિશાના ચિત્રકાર દેવી પ્રસાદે કહ્યું કે, ઓડિશાની પટચિત્ર કલા ભારતની પ્રાચીન ધરોહર અને આધ્યાત્મિક વૈભવને વ્યક્ત કરે છે. તે મુખ્યત્વે હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત હોય છે, જેમ કે રામચરિત માનસ, કૃષ્ણલીલાની કથાઓને ખૂબ બારીકાઈ અને મહેનત સાથે હાથથી ચિત્રિત કરવામાં આવે છે. તામ્રપત્ર ઉપર લોખંડના સળિયાની ટેકનિકથી આર્ટ તૈયાર થાય છે તો બીજી તરફ કાપડ, પત્ર અને ટોર્સ સિલ્ક ઉપર પણ વિશિષ્ટ આર્ટફોર્મ વિકસાવવામાં આવે છે.

વધુમાં દેવી પ્રસાદે કહ્યું હતું કે, પેઈન્ટિંગ સાથે ઈતિહાસ, ભક્તિની વિરાસત સમાન આ હસ્તકલા કલાકારની વર્ષોની કુશળતા અને સાધનાનું પરિણામ છે. એક કલાકારને આ કલા આત્મસાત કરવામાં દસથી પંદર વર્ષ જેટલો સમય લાગી શકે છે. જે રીતે અન્ય લોકો વારસામાં જમીન-મિલકત મેળવે છે, એ જ રીતે અમે આ કલાને વડીલો પાસેથી વારસામાં મેળવીએ છીએ. આજે પણ હું જ્યારે પેઈન્ટિંગ કરું છું, ત્યારે એવું લાગે કે ભગવાન જગન્નાથ સામે બેઠા છે. હિન્દુ દેવીદેવતાઓ સહિતની ધાર્મિક કથાઓના ચિત્રોને ખૂબ જ ઝીણવટથી અને શાસ્ત્રીય અંદાજે તૈયાર કરવામાં આવે છે.

વધુમાં તેમણે કહ્યું કે, સુરતનો સરસ મેળો કલાકૃતિઓના વેચાણ સાથે સાંસ્કૃતિક આદાનપ્રદાનનું પ્લેટફોર્મ બની રહ્યું છે. ગુજરાતી લોકોનો પ્રેમ અને હસ્તકલા માટેની સમજણ જોઈને આનંદ થયો છે. આધુનિક યુગમાં આજે પણ લોકો હેન્ડમેડ ચીજવસ્તુઓ અપનાવી રહ્યાં છે, જે અમારા જેવા કલાકારોની આજીવિકાનો સ્ત્રોત બને છે.

તેમણે ઉમેર્યું કે, સરળ મેળા જેવા આયોજનો અમારી કળાને મંચ પૂરો પાડે છે. સરકાર દ્વારા મળેલા પ્લેટફોર્મથી હવે ગ્રામીણ વિસ્તારના કલાકારોને પણ પોતાની કલા દર્શાવવાની તક મળી રહી છે. વિવિધ હસ્તકલા મેળાઓ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા હવે આ કલા વૈશ્વિક સ્તરે લોકપ્રિય બની રહી છે.

‘પટ’ એટલે કે કાપડ અને ‘ચિત્ર’ એટલે કે ચિત્રિત દ્રશ્ય. ઓડિશાની આ કલા લગભગ હજારેક વર્ષ જૂની છે. તેમાં ભગવાન જગન્નાથ, કૃષ્ણલીલા, રામાયણ, મહાભારત અને પૌરાણિક કથાઓને ચિત્ર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. આ ચિત્રો મંદિરની દિવાલોને શોભાવવા માટે બનાવાતા હતા. તેની વિશિષ્ટ શૈલી, કુદરતી રંગો અને ચિત્રાત્મક અભિવ્યક્તિ માટે જાણીતી છે. દરેક પેઈન્ટિંગ પાછળ કોઈ ન કોઈ વાર્તા હોય છે જે સંસ્કૃતિને જીવંત બનાવે છે. આ ઉપરાંત કાગળ, તાડપત્ર, અને કપડાં ઉપર હાથથી કરવામાં આવતી પેઈન્ટિંગને પ્રાચીન સમયમાં મંદિરમાં દેવદર્શને આવતા શ્રદ્ધાળુઓ નિહાળે છે. હવે અ ચિત્રો ઘરની શોભા પણ વધારી રહ્યા છે. 

લાલુ યાદવ, રાબડી અને તેજસ્વીને મોટો ઝટકો, IRCTC કેસમાં કોર્ટે આરોપોને આપી મંજૂરી

0

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના વડા લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. IRCTC કૌભાંડમાં એક મોટા ચુકાદામાં, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ત્રણેય સામે ભ્રષ્ટાચારના આરોપો ઘડ્યા છે. તેમની સામે સીબીઆઈના આરોપોમાં લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર દ્વારા ટેન્ડરમાં દખલગીરીનો આરોપ છે.

લાલુ, રાબડી અને તેજસ્વી પર કેસ ચલાવવામાં આવશે. લાલુ યાદવ પર ભ્રષ્ટાચાર, ગુનાહિત કાવતરું અને છેતરપિંડીનો આરોપ છે. વધુમાં, રાબડી દેવી અને તેજસ્વી યાદવ પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 420 (છેતરપિંડી) અને 120B (ગુનાહિત કાવતરું) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. જો ત્રણેય સામેના આરોપો સાબિત થાય છે, તો તેમને એક થી સાત વર્ષની જેલની સજા થઈ શકે છે.

હવે જાણો શું છે IRCTC કૌભાંડ
આ કેસ 2004 થી 2009ના સમયગાળાનો છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. CBIનો આરોપ છે કે આ દરમિયાન, બે IRCTC હોટલ (રાંચી અને પુરીમાં) માટે જાળવણીનો કોન્ટ્રાક્ટ સુજાતા હોટેલ્સ નામની ખાનગી કંપનીને ખોટી રીતે આપવામાં આવ્યો હતો.

તપાસ એજન્સીનો દાવો છે કે લાલુ પરિવારને આ સોદાના બદલામાં પટનામાં કિંમતી જમીન મળી હતી. લાલુ પરિવાર ઉપરાંત, તત્કાલીન IRCTC ગ્રુપના જનરલ મેનેજર વીકે અસ્થાના, આરકે ગોયલ અને સુજાતા હોટેલ્સના ડિરેક્ટર વિજય અને વિનય કોચર પણ આ કેસમાં આરોપી છે.

CBIના એડિશનલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ કોર્ટને જણાવ્યું હતું કે જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા, ત્યારે પુરી અને રાંચીમાં રેલવેની BNR હોટલને IRCTCને ટ્રાન્સફર કરવામાં આવી હતી. જાળવણી અને સુધારો કરવા માટે તેમને ભાડે આપવાની યોજના હતી.

આ પ્રોજેક્ટ માટેનું ટેન્ડર વિનય કોચરની કંપની, મેસર્સ સુજાતા હોટેલ્સને આપવામાં આવ્યું હતું. ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળા કરવામાં આવ્યા હતા. તત્કાલીન IRCTCના MD, પીકે ગોયલે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી હતી. 17 જુલાઈ, 2017ના રોજ, CBIએ લાલુ પ્રસાદ યાદવ અને અન્ય પાંચ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી. વિનય કોચર અને અન્ય આરોપીઓના 12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

હવે લેન્ડ ફોર જોબ્સ કૌભાંડ વિશે જાણો
CBIનું કહેવું છે કે આખું કાવતરું 2004 થી 2009ની વચ્ચે ઘડાયું હતું, જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે આ દરમિયાન, લગભગ તમામ કેસોમાં, નોકરી આપતા પહેલા જ જમીન ટ્રાન્સફર કરવામાં આવી હતી અને મોટાભાગના કેસોમાં, ગિફ્ટ ડીડ તૈયાર કરવામાં આવ્યા હતા.

CBIએ ચાર્જશીટમાં એવો પણ દાવો કર્યો છે કે જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા, ત્યારે તેમના નજીકના સહાયક ભલ્લા યાદવે ગામમાં જઈને કહ્યું હતું કે તેમના પરિવારના સભ્યોને નોકરી અપાવવાના બદલામાં, તેઓ પોત-પોતાની જમીન લાલુ પરિવારના નામે ટ્રાન્સફર કરે. લાલુ પરિવારના નામે જમીન ટ્રાન્સફર કરનારા તમામ આરોપીઓએ દાવો કર્યો છે કે તેમને લાલુ પરિવાર દ્વારા રોકડમાં ચૂકવણી કરવામાં આવી હતી.

સુરત ભાજપ વોર્ડ પ્રમુખે જાહેરમાં કેક કાપી જન્મદિવસ ઉજવ્યો, સરાજાહેર પ્રતિબંધનો ભંગ

સુરતમાં ભાજપના વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે ઉધના વિસ્તારમાં જાહેર માર્ગ પર જ જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરતાં વિવાદ સર્જાયો છે. આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં, જાહેર માર્ગો પર આવી ઉજવણી પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકનારી સુરત પોલીસની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.

શું છે સમગ્ર મામલો
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ વોર્ડ નં. 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે પોતાનો જન્મદિવસ ઉધનામાં આવેલા સાઇબાબા સોસાયટીના ગેટ પાસે જાહેર માર્ગ પર ઊજવ્યો હતો. ખેરનારે તેમના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે મળીને રસ્તા પર જ કેક કાપી હતી. આ દરમિયાન, તેમના સમર્થકોએ જાહેર માર્ગ પર જોરદાર ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી, જેના કારણે ટ્રાફિક અને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી હોવાનું પણ સામે આવ્યું છે. પ્રમુખની આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સુરત શહેરમાં અવારનવાર યુવાનો કે રાજકીય અગ્રણીઓ દ્વારા જાહેર રસ્તા પર કેક કાપવા અને ઉજવણી કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આ પ્રકારની બેફામ ઉજવણી પર અંકુશ લાવવા માટે સુરત પોલીસે કડક પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડેલું છે.

આ સંજોગોમાં, ખુદ સત્તાધારી પક્ષના એક વોર્ડ પ્રમુખ દ્વારા જ પોલીસના જાહેરનામાનો ઉલ્લંઘન કરવામાં આવ્યો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ હવે સવાલ ઊઠી રહ્યો છે કે શું સુરત પોલીસ આ મામલે પક્ષપાત વગર કાર્યવાહી કરશે? તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.

અનિલ અંબાણી ગ્રુપના CFO અશોક પાલની ધરપકડ, મની લોન્ડરિંગ કેશમાં EDની કાર્યવાહી

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે રિલાયન્સ પાવરના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીના નજીકના સહયોગી અશોક કુમાર પાલની ₹17,000 કરોડના બેંક લોન કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગના આરોપસર ધરપકડ કરી હતી.

અશોક કુમાર પાલ કોણ છે?
અશોક કુમાર પાલ રિલાયન્સ પાવર લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ED) અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) છે. તેમની ધરપકડ કંપની સાથે સંકળાયેલા કથિત મોટા લોન કૌભાંડની ચાલુ તપાસનો એક ભાગ છે.

આ કેસ યસ બેંક અને ADA ગ્રુપ હેઠળની કંપનીઓ સાથે સંકળાયેલા કથિત નાણાકીય ગેરવર્તણૂક સાથે સંબંધિત છે. અધિકારીઓ આ મોટા કૌભાંડ તરફ દોરી શકે તેવી અનિયમિતતાઓ માટે લોન અને વ્યવહારોની તપાસ કરી રહ્યા છે. નકલી બેંક ગેરંટી સંબંધિત કેસમાં EDની દિલ્હી ઓફિસમાં પૂછપરછ બાદ પાલની અટકાયત કરવામાં આવી હતી. ETના અહેવાલ મુજબ, આ કેસમાં છેતરપિંડી બેંક ગેરંટી અને છેતરપિંડીભર્યા ઇન્વોઇસિંગના આરોપોનો સમાવેશ થાય છે.

આરોપો શું છે?
EDએ આરોપ લગાવ્યો છે કે પાલ (જેમની કંપની જાહેરમાં લિસ્ટેડ છે અને તેના 75% થી વધુ શેર જાહેર જનતા પાસે છે) એ રિલાયન્સ પાવરમાંથી ભંડોળ વાળવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેનાથી જાહેર ભંડોળ પર અસર પડી હતી.

એજન્સીના જણાવ્યા અનુસાર, પાલને બોર્ડના ઠરાવ દ્વારા સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) ટેન્ડર સંબંધિત તમામ દસ્તાવેજોને અંતિમ સ્વરૂપ આપવા, મંજૂરી આપવા, સહી કરવા અને અમલમાં મૂકવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. તેમને બિડને ટેકો આપવા માટે રિલાયન્સ પાવરની નાણાકીય શક્તિનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપવામાં આવી હતી.

યસ બેંક સાથે સંકળાયેલા વ્યાપક ADA કેસનો એક ભાગ
આ કેસ યસ બેંક અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના ADA ગ્રુપની કંપનીઓ સાથે સંકળાયેલી નાણાકીય અનિયમિતતાઓમાં ADAની ચાલી રહેલી તપાસનો એક ભાગ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આરોપ લગાવ્યો છે કે અનિલ અંબાણી અને રિલાયન્સ ગ્રુપની કંપનીઓ ₹17,000 કરોડના લોન કૌભાંડમાં સંડોવાયેલી હતી. ઓગસ્ટમાં, એજન્સીએ ચાલુ તપાસના ભાગ રૂપે અંબાણીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

નવી સિવિલ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ દાદાના અંગદાનથી ત્રણને નવજીવન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૮૦મું સફળ અંગદાન થયું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલાઈગામ ખાતે રહેતા મિત્ના પરિવારના બ્રેઈનડેડ દાદાના બે કિડની અને એક લીવર દાન થતા ત્રણ જરૂરિયાતમંદ નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલાઈગામ ખાતે રહેતા ૭૩ વર્ષીય લક્ષ્મણભાઇ મિત્ના ઘર ઉપર પતરા મુકવા માટે ચઢયા હતાં. ત્યારે ચક્કર આવવાથી પડી ગયા અને બેભાન થઇ ગયાં હતા. જેથી પરિવારજનો દ્વારા ૧૦૮ મારફતે ભીલાડ સ્થિત હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં લક્ષ્મણભાઇને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત ગંભીર જણાતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. લક્ષ્મણભાઇની હાલત વધુ ગંભીર જણાતા તા.૮મી ઓક્ટોબરે વધુ સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તબીયત લથડતા ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં સઘન સારવાર બાદ તા.૧૦મી ઓક્ટોબરના રોડ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

મિત્ના પરિવારને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાઠુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. સ્વ. લક્ષ્મણભાઈની દિકરી અને પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતાં દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી.

સ્વ.લક્ષ્મણભાઈના દીકરીએ કહ્યું હતું કે, પિતાના મૃત્યુંનુ ખુબજ દુ:ખ છે. મારા પિતાના અંગો જે છેલ્લી પળે પણ કોઇને નવું જીવન આપી શકે તો અમે સહમત છીએ. બીજાને દાન મળશે એમાં મારા પિતા જીવીત રહેશે અને અમને યાદ આવશે કે, એ કોઇ જરૂરતમંદ વ્યકિતમાં જીવે છે.

અમેરિકામાં વધતું આર્થિક તંગીનું સંકટ, સરકારી કર્મચારીઓની છટણી શરુ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે આર્થિક સંકટ વધુ ઘેરાયું છે. જેમાં અમેરિકામાં 10 દિવસના શટડાઉન બાદ હવે સરકારી કર્મચારીઓને નોકરીમાંથી છટણી કરવામાં આવી રહી છે. જયારે બજેટ અને વ્યવસ્થાપન વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે હજુ વધુ છટણી કરવામાં આવી શકે છે. આ સમગ્ર પ્રકિયાને ટ્રમ્પ દ્વારા ડેમોક્રેટ પર દબાણ ઉભા કરવાના પ્રયાસો તરીકે જોવામાં આવી રહી છે.

અમેરિકામાં સરકારના અનેક વિભાગોમાં છટણી શરુ
અમેરિકાના બજેટ અને વ્યવસ્થાપન વિભાગના ડિરેક્ટર રસ વોટે સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે છટણી શરૂ થઈ ગઈ છે. અમેરિકામાં સરકારી વિભાગો શિક્ષણ, નાણાં, ગૃહ સુરક્ષા અને આરોગ્ય અને જન સેવા વિભાગોમાં છટણી થવાની અપેક્ષા છે. આ વિભાગોના પ્રવક્તાઓએ જણાવ્યું હતું કે તેમને છટણીની સૂચનાઓ મળી છે.

જોકે, અમેરિકાના સામાન્ય રીતે શટડાઉન દરમિયાન કર્મચારીઓને રજા પર ઉતારવામાં આવે છે અને શટડાઉન સમાપ્ત થયા પછી પાછા બોલાવવામાં આવે છે. જો કે, છટણીથી અમેરિકામાં રાજકીય તણાવ વધી શકે છે.

રાજકીય પક્ષો દ્વારા નિર્ણયની આકરી ટીકા
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા સરકારી કર્મચારીઓની છટણીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જેના લીધે ટ્રમ્પ વહીવટીતંત્રને હવે લોકો અને રાજકીય પક્ષોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ડેમોક્રેટ ઉપરાંત ટ્રમ્પની રિપબ્લિક પાર્ટીના કેટલાક નેતાઓ પણ આ નિર્ણયની ટીકા કરી છે.

રાજસ્થાનના અલવરમાં પાકિસ્તાની જાસૂસની ધરપકડ

0

રાજસ્થાન પોલીસે જણાવ્યું હતું કે એક પાકિસ્તાની મહિલાએ અલવર કેન્ટોનમેન્ટ વિસ્તાર અને ભારતના અન્ય વ્યૂહાત્મક સ્થળો સંબંધિત સંવેદનશીલ માહિતી મેળવવા માટે રાજસ્થાનના એક પુરુષને ફસાવ્યો હતો.

રાજસ્થાન ઇન્ટેલિજન્સે પાકિસ્તાનની ISI માટે જાસૂસી કરતા અલવરના રહેવાસી મંગત સિંહની ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ 1923 હેઠળ ધરપકડ કરી છે. મંગત સિંહ એક વર્ષ સુધી બે પાકિસ્તાની નંબરો સાથે સંપર્કમાં હતો અને તેમને અલવર આર્મી કેન્ટ સહિત સેના વિશે મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યો હતો. બદલામાં, તેને પાકિસ્તાન તરફથી ઘણી વખત મોટી રકમ મળી છે. તે હજુ પણ તેમના સંપર્કમાં છે અને સતત માહિતી શેર કરી રહ્યો છે. ગુપ્તચર તપાસમાં બહાર આવ્યું છે કે એક નંબર હની ટ્રેપ સાથે જોડાયેલો છે, જ્યારે બીજો નંબર પાકિસ્તાનનો છે. તેની તપાસ ચાલુ છે.

ઓપરેશન સિંદૂર પછી, રાજસ્થાન ઇન્ટેલિજન્સ રાજ્યના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારો પર નજીકથી નજર રાખી રહ્યું છે. અલવર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો ખૂબ જ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક અને સંવેદનશીલ વિસ્તાર છે. અલવરમાં છાવણી વિસ્તારની દેખરેખ દરમિયાન, અલવરના ગોવિંદગઢના રહેવાસી મંગત સિંહની પ્રવૃત્તિઓ શંકાસ્પદ મળી આવી હતી. છેલ્લા બે વર્ષથી, મંગત સિંહ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતો. ઓપરેશન સિંદૂર પહેલા અને પછી, મંગત સિંહ પૈસા અને હની ટ્રેપની લાલચ હેઠળ, સોશિયલ મીડિયા દ્વારા અલવર શહેરના સૌથી મહત્વપૂર્ણ છાવણી વિસ્તાર અને દેશના અન્ય વ્યૂહાત્મક સ્થળો વિશે મહત્વપૂર્ણ માહિતી સતત એક મહિલા પાકિસ્તાની હેન્ડલરે, ઉપનામ ઇશા શર્મા સાથે શેર કરી રહ્યો હતો.

10 ઓક્ટોબરના રોજ ધરપકડ
જયપુરના સેન્ટ્રલ ઇન્ટરોગેશન સેન્ટર ખાતે વિવિધ ગુપ્તચર એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછ અને તેમના મોબાઇલ ફોનની ટેકનિકલ તપાસ દ્વારા ઉપરોક્ત હકીકતોની પુષ્ટિ થતાં, મંગત સિંહ વિરુદ્ધ જયપુરના સ્પેશિયલ પોલીસ સ્ટેશનમાં ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ,1923 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને રાજસ્થાનના સીઆઈડી ઇન્ટેલિજન્સ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

તપાસ અધિકારીએ શું કહ્યું
ગુપ્તચર ડીઆઈજી રાજેશ મીલે જણાવ્યું હતું કે મંગત સિંહ લાંબા સમયથી બે પાકિસ્તાની નંબરો સાથે સંપર્કમાં હતો અને નિયમિતપણે તેમને સૈન્ય સંબંધિત માહિતી મોકલતો હતો. આ પ્રથા હજુ પણ ચાલુ હતી. બદલામાં, તેને ત્યાંથી મોટી રકમ મળતી હતી. તેને અસંખ્ય નાણાં ટ્રાન્સફર મળ્યા છે. તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે, અને પૂછપરછ દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે.

અલવર આર્મી હેડક્વાર્ટરથી મોકલવામાં આવેલી માહિતી
અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાન માટે જાસૂસી કરતો એજન્ટ અલવર આર્મી હેડક્વાર્ટર સહિત સેનાના વિવિધ ક્ષેત્રો વિશે પાકિસ્તાનની ISI ને માહિતી મોકલી ચૂક્યો છે. તેણે સેનાને લગતી ઘણી મહત્વપૂર્ણ માહિતી પણ મોકલી છે.

પાકિસ્તાનમાં પોલીસ તાલીમ શાળા પર હુમલોઃ 3 પોલીસકર્મીના મોત, 6 આતંકી ઠાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાનમાં આતંકવાદીઓએ પોલીસ તાલીમ શાળા પર આત્મઘાતી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા દળોએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો. એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ માર્યા ગયા અને ત્રણ પોલીસકર્મીઓ પણ માર્યા ગયા.

પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓ શાળામાં ઘૂસીને મોટો હુમલો કરવાનો ઇરાદો ધરાવતા હતા. પરંતુ પોલીસે વળતો જવાબ આપ્યો અને તેમને મારી નાખ્યા.

પોલીસે જણાવ્યું હતું કે આ કાર્યવાહી ડેરા ઇસ્માઇલ ખાનના ડેપ્યુટી પ્રોસિક્યુટર જનરલ ઓફ પોલીસ (ડીપીઓ) ના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં પાકિસ્તાનમાં ટીટીપીના હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન, અફઘાન તાલિબાન સાથેના સંબંધોમાં ખટાશ પણ પાકિસ્તાન માટે મુશ્કેલીનું કારણ બની રહી છે.

શુક્રવારે, પંજાબ પ્રાંતના ચેનાબમાં અહમદી સમુદાયની બૈત-ઉલ-મહદી મસ્જિદમાં શુક્રવારની નમાજ પછી આતંકવાદી હુમલો થયો, જેમાં ઘણા સ્વયંસેવકો ઘાયલ થયા અને એક હુમલાખોરનું મોત નીપજ્યું.

આ ઘટના પાકિસ્તાનમાં અહમદી મુસ્લિમ સમુદાય પર વધતા લક્ષિત હુમલાઓનું નવીનતમ ઉદાહરણ છે. સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે સમુદાયે સરકાર પાસેથી ગુનેગારોની ઝડપી ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ કરી છે. (૩૮.૧૫)

EDનો મોટો એક્શન: સહાયક ડ્રગ કન્ટ્રોલર ધરપકડ, કરોડોની મિલ્કત અને રોકડ જપ્ત

0

હિમાચલ પ્રદેશમાં ભ્રષ્ટાચારના એક મોટા કેસનો પર્દાફાશ કરતા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નિશાંત સરીનની ધરપકડ કરી છે, જે હાલમાં હિમાચલ પ્રદેશના આરોગ્ય અને સલામતી નિયમન નિયામકાલયના સહાયક ડ્રગ કંટ્રોલર (મુખ્ય મથક) તરીકે તૈનાત છે. આ ધરપકડ PMLA હેઠળ કરવામાં આવી હતી. ચાલો સમગ્ર મામલાની તપાસ કરીએ.

શું છે આખો મામલો?
રાજ્ય સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (SV&ACB) દ્વારા દાખલ કરાયેલી FIRના આધારે ED તપાસ શરૂ કરવામાં આવી હતી. નિશાંત સરીન પર ડ્રગ ઇન્સ્પેક્ટર અને બાદમાં સહાયક ડ્રગ કંટ્રોલર તરીકે ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી લાંચ લઈને મોટી સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે. હિમાચલ પ્રદેશ પોલીસ સતર્કતા વિભાગે અગાઉ નિશાંત સરીન અને તેના સહયોગી કોમલ ખન્ના વિરુદ્ધ ભ્રષ્ટાચાર, બનાવટી, છેતરપિંડી અને કાવતરા માટે કેસ દાખલ કર્યો હતો. બંને પર ઝેનિયા ફાર્માસ્યુટિકલ્સ (પંચકુલા) ના ભાગીદારી દસ્તાવેજમાં બનાવટી બનાવવાનો પણ આરોપ છે. એવું જાણવા મળ્યું હતું કે કોમલ ખન્નાનો હિસ્સો બળજબરીથી 50% થી વધારીને 95% કરવામાં આવ્યો હતો, અને આમાં નિશાંત સરીનની ભૂમિકા બહાર આવી હતી.

દરોડામાં શું મળ્યું?
વધુમાં, 23 સપ્ટેમ્બર, 2025 ના રોજ, શિમલા વિજિલન્સ વિભાગે બીજી FIR નોંધી હતી જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે નિશાંત સરીને ₹1.66 કરોડની ગેરકાયદેસર સંપત્તિ એકઠી કરી છે, જે તેમની કાયદેસર આવક કરતાં ઘણી વધારે છે. EDએ જૂન અને જુલાઈ 2025 માં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આશરે ₹3.2 મિલિયનના બે વાહનો, ₹6.5 મિલિયનના સોનાના દાગીના અને 48 બેંક ખાતાઓ/FDR માં જમા કરાયેલા ₹2.23 મિલિયન જપ્ત/સ્થિર કરવામાં આવ્યા હતા.

તપાસમાં શું બહાર આવ્યું?
તપાસમાં જાણવા મળ્યું કે નિશાંત સરીન, ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી વ્યક્તિગત લાભો અને લાંચ મેળવીને, વૈભવી જીવનશૈલી જીવતો હતો અને બેનામી મિલકતો ખરીદતો હતો. ધરપકડ બાદ, નિશાંત સરીનને શિમલાની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 14 ઓક્ટોબર, 2025 સુધી ઇડી કસ્ટડીમાં મોકલ્યો હતો.