Home Blog Page 281

આરોગ્ય વિભાગે PMJAY હેઠળ ગેરરીતિ કરતી ખાનગી હોસ્પિટલ સામે કાર્યવાહી કરી

ગુજરાત આરોગ્ય વિભાગે PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત ગેરરીતિ કરતી ચાર ખાનગી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્યપ્રધાન પ્રફૂલ પાનસેરિયાની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન બંને હોસ્પિટલોમાં ગેરરીતિની વિગતો સામે આવી હતી. કાર્યવાહી હેઠળ બે હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના બે હોસ્પિટલને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે. આરોગ્યપ્રધાન પાનસેરિયાએ હૂંફ આપી જણાવ્યું કે ગેરરીતિ પર કોઈ ક્ષમા નહી, અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા સખ્ત પગલાં લેવામાં આવશે.

દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેર, ગોધરા, પંચમહાલ (HOSP24T130518)
સ્થિતિ: સસ્પેન્ડ
▪️PICU અને NICU માટે જરૂરી માપદંડોની પૂર્તતા નહોતી
▪️એક્સપાયર્ડ દવાઓ મળી
▪️MBBS ડોકટર હાજર નહોતા
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું
▪️ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું

કાશીમા હોસ્પિટલ, ભરુચ (HOSP24T170981)
સ્થિતિ: સસ્પેન્ડ
▪️PICU અને NICU માટેની માપદંડ પૂરા નહોતા
▪️ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું
▪️નર્સિંગ સ્ટાફ કવોલીફાઈડ નહોતાં
▪️બપોરના ૧૨ વાગ્યા સુધી તબીબી અધિકારી હાજર નહોતા
▪️BU પરમીશન અને ફાયર NOC ઉપલબ્ધ નહોતાં

મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ, કાલોલ, પંચમહાલ (HOSP24T132829)
સ્થિતિ: કારણદર્શક નોટિસ આપવામાં આવેલ
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું

મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર, દેવગઢ બારિયા, દાહોદ (HOSP24T148571)
સ્થિતિ: કારણદર્શક નોટિસ આપવામાં આવેલ
▪️NICU માં એક્સપાયર્ડ દવાઓ મળી
▪️હોસ્પિટલ દ્વારા CCTV ફૂટેજ આપવા ઈનકાર કર્યો
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું

    આ બાબતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મોડી રાત્રે નિવેદન આપતા જણાવ્યું કે “રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ક્ષેત્રે માનવતાને પ્રથમ સ્થાન આપવાનો સંકલ્પ છેપી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.

    વધુમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે – “ભવિષ્યમાં પણ સરકારી યોજનામાં માનવ સેવા વિરુદ્ધ વર્તન કરનાર હોસ્પિટલ સામે રાજ્ય સરકાર કડકથી કડક પગલાં લેતી રહેશે.”

    સુરતના ભેસ્તાનમાં બંધ ફ્લેટમાંથી મળ્યો નઝીર અહમદનો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા અંગે ઉઠ્યા અનેક સવાલો

    સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભેસ્તાનના એક બંધ ફ્લેટમાંથી નઝીર અહમદ નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. મૃતદેહ મળી આવતાની સાથે જ ભેસ્તાન પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. નઝીર અહમદનો મૃતદેહ જે રીતે બંધ ફ્લેટમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો છે તેના કારણે આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.

    બંધ ફલેટમાંથી નઝીરનો મૃતદેહ મળતા ચકચાર
    ઘટનાની ગંભીરતા જોતાં ભેસ્તાન પોલીસ સહિત ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે સૌપ્રથમ મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પુરાવાઓ એકઠા કરવા અને મૃત્યુના ચોક્કસ કારણો જાણવા માટે ફોરેન્સિક વિભાગની ટીમ પણ બોલાવવામાં આવી હતી. ફોરેન્સિક ટીમે સ્થળ પરથી જરૂરી સેમ્પલો એકત્ર કરીને તપાસ શરૂ કરી છે.

    પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી
    ભેસ્તાન પોલીસે હાલ બે મુખ્ય દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, શું કોઈએ નઝીર અહમદની હત્યા કરી છે? કે પછી નઝીર અહમદે કોઈ કારણોસર આત્મહત્યા કરી છે? પોલીસે મૃતકના નજીકના સગા-સંબંધીઓ અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે. તેમજ મૃતકનો વ્યવસાય અને છેલ્લી પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી મેળવી રહી છે.

    100 કરોડની જમીન 15 કરોડમાં! જમીન સોદાના નામે 12 કરોડની છેતરપિંડી, 3 ઠગોની ધરપકડ

    સુરતમાં સરકારી જમીનની ફાળવણીના નામે એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અહીં એક વેપારીને રૂ. 100 કરોડની કિંમતની સરકારી જમીન માત્ર રૂ. ૧૫ કરોડમાં અપાવવાની લાલચ આપીને તેમની પાસેથી રૂ. 12 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. આ ગંભીર મામલે સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, જેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઠગ ટોળકીએ વિશ્વાસ કેળવવા માટે સરકારી વિભાગો અને એક મંત્રીના પીએના નામના બોગસ લેટરપેડ નો ઉપયોગ કર્યો હતો.

    છેતરપિંડી કરનારા આરોપીઓએ ફરિયાદી વેપારીનો વિશ્વાસ જીતવા માટે સુરત અને ગાંધીનગરની સરકારી કચેરીઓના નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તેમણે વેપારીને ખાતરી આપી હતી કે તેઓ મહેસૂલ વિભાગથી લઈને શહેરી વિકાસ વિભાગ સુધીની તમામ સરકારી પ્રક્રિયાઓ પૂરી કરાવી દેશે અને આ પ્રક્રિયા પેટે રૂ. 15 કરોડમાં જમીન વેપારીના નામે થઈ જશે. આ ખોટા ભરોસાના આધારે વેપારીએ તબક્કાવાર કુલ રૂ. 12 કરોડ રૂપિયા આરોપીઓને ચૂકવી દીધા હતા. જોકે, લાંબા સમય સુધી જમીનનો કરાર આગળ ન વધ્યો અને કોઈપણ સરકારી અધિકારીનો સંપર્ક ન થતાં વેપારીને શંકા ગઈ હતી. બાદમાં તપાસમાં બહાર આવ્યું કે રજૂ કરાયેલા તમામ લેટરપેડ અને દસ્તાવેજો સંપૂર્ણપણે નકલી અને બનાવટી હતા.

    સુરત પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ડીસીપી કરણરાજ વાઘેલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આરોપીઓમાં રતન સિંહ ઠાકોર, સંગ્રામ સિંહ અને સંજય સિંહ ઠાકોરનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ ગાંધીનગરના દહેગામ ગામના રહેવાસી છે અને એકબીજાના સગાં-સંબંધી છે. જોકે, અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર છે અને તેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

    પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને હાલ પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે છેતરપિંડી કરીને મેળવેલા રૂ. ૧૨ કરોડ રૂપિયાનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાંની સંડોવણી છે કે કેમ.

    સુરત નેચર પાર્કને દિવાળી વેકેશન ફળ્યું, 1.53 લાખ લોકોએ મુલાકાત લીધી, 42.85 લાખની આવક થઇ

    સુરત શહેરના મુખ્ય આકર્ષણોમાંના એક એવા સરથાણા નેચર પાર્ક માટે દિવાળીનું વેકેશન ખૂબ જ લાભદાયી સાબિત થયું છે. જાહેર રજાઓ અને તહેવારોની સિઝનમાં સહેલાણીઓની ભારે ભીડ ઉમટી પડતાં 42,85 લાખ રૂપિયાની આવક થઇ હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા મનપા સંચાલિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂઓલોજિકલ ગાર્ડન સરથાણા નેચર પાર્ક ને દિવાળી વેકેશન ફળ્યું છે, તા. 16-10-2025 થી 6-11-2025 સુધીના લગભગ 21 દિવસના સમયગાળા દરમિયાન, મોટી સંખ્યામાં લોકોએ આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આ 21 દિવસના ગાળામાં કુલ 1,53,705 લોકોએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી, જે એક નોંધપાત્ર આંકડો છે.

    મુલાકાતીઓની આ ભારે સંખ્યાના કારણે નેચર પાર્કને સારો એવો આર્થિક ફાયદો થયો છે. આ સમયગાળા દરમિયાન ટિકિટ વેચાણ મારફતે રૂપિયા 42,85,930 રૂપિયાની જંગી આવક નોંધાઈ છે. ઉનાળુ વેકેશન, દિવાળી વેકેશન અને જાહેર રજાઓમાં નેચર પાર્કમાં સામાન્ય રીતે ભારે ભીડ જોવા મળતી હોય છે. ખાસ કરીને દિવાળી, ભાઈ બીજથી લઈને લાભ પાંચમ સુધીના દિવસોમાં પરિવાર સાથે ફરવા આવેલા મુલાકાતીઓની સંખ્યામાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો, નેચર પાર્કમાં વાઘ સિંડ, દીપડા સહિતના પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર બને.

    જમ્મુ-કાશ્મીરમાં મોટું આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ, ત્રણ આતંકવાદીઓની ધરપકડ

    0

    રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સામે નિર્ણાયક પ્રહાર કરતા, શ્રીનગર પોલીસે ગુરુવારે રાત્રે મમતા ચોક, કોનાખાન, ડલગેટ પાસે ત્રણ વ્યક્તિઓને ધરપકડ કરી. આનાથી એક આતંકવાદી હુમલાની ષડયંત્ર નિષ્ફળ થઈ ગઈ. આ ઘટના નિયમિત વાહન તપાસ દરમિયાન બની, જ્યારે નોંધણી વિનાની કાળી રોયલ એન્ફિલ્ડ મોટરસાઇકલને પોલીસે રોકવાનો ઇશારો કર્યો. આ દરમિયાન બાઇક સવાર અને બીજા બે વ્યક્તિઓએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્યુટી પર રહેલા સજાગ અધિકારીઓએ તેમને તરત જ રોકી લીધા.

    ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ
    પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ સંદેહિતોની ઓળખ શાહ મુતાયબ (કુલીપોરા ખાનયાર), કમરાન હસન શાહ (કુલીપોરા ખાનયાર) અને મોહમ્મદ નદીમ (મેરઠ, હાલમાં ખાનયારના કાવા મોહલ્લામાં) તરીકે થઈ છે. તપાસ દરમિયાન તેમની પાસેથી એક દેશી કટ્ટા અને 9 જીવંત કારતુસ મળ્યા, જેનાથી એક આયોજિત આતંકવાદી વારદાતની આશંકા મજબૂત થઈ.

    આતંકી ષડયંત્રનો પર્દાફાશ
    ઘટના પછી ખાનયાર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ, UAPA અને મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ FIR નોંધાઈ છે (FIR નં. 51/2025). પ્રારંભિક તપાસથી જાણવા મળ્યું છે કે ત્રણેય વ્યક્તિઓએ મળેલા હથિયાર અને ગોળાબારૂદનો ઉપયોગ કરીને આતંકી હુમલાની યોજના બનાવી હતી. અધિકારીઓ હવે સંદેહિતોના નેટવર્ક, સહયોગીઓ અને કોઈ પણ વ્યાપક આતંકી સંબંધની તપાસ કરી રહ્યા છે. શ્રીનગર પોલીસની ઝડપી પ્રતિક્રિયા અને અસરકારક કાર્યવાહીએ એક મોટા હુમલાને ટાળી દીધો, જેમાંથી શહેરની શાંતિ અને સુરક્ષા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા ઉજાગર થઈ. અધિકારીઓએ તેમના કર્મચારીઓની વ્યાવસાયિક કુશળતાની પ્રશંસા કરી અને વિધ્વંસક તત્વોને નિષ્ફળ બનાવવા માટે સતત સજાગતા જરૂરી છે તેના પર ભાર મૂક્યો.

    કાશ્મીરમાં આતંકવાદીઓની નવી લામબંધી
    જણાવી દઈએ કે ભારતીય સુરક્ષા દળોના ‘ઓપરેશન સિંદુર’થી પહલગામમાં આતંકવાદી માળખાને નબળું પાડ્યા પછી છ મહિના પછી, તાજી ખુફિયા માહિતી જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોના ફરી સંગઠિત થવાના સંકેતો આપી રહી છે. પાકિસ્તાન આધારિત લશ્કર-એ-તૈબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM), ISI અને તેના વિશેષ SSG કમાન્ડોના સક્રિય સમર્થનથી, આખા વિસ્તારમાં સંકલિત હુમલાઓની તૈયારી કરી રહ્યા છે. આ પગલાંને ઉગ્રવાદી નેટવર્કને પુનઃજીવિત કરવા અને વર્ષની શરૂઆતમાં થયેલા નુકસાનનો બદલો લેવાના પ્રયાસો તરીકે જોવામાં આવી રહ્યા છે.

    મહિલા RFOને માથામાં ગોળી વાગી, કામરેજ નજીક કારમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા

    સુરતમાં વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા ફોરેસ્ટ ઑફિસર (RFO)ને માથામાં ગોળી વાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ તો તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

    સુરત વન વિભાગના ફરજ બજાવતા મહિલા RFO સોનલ સોલંકી કામરેજ-જોખા રોડ પર પોતાની કારમાંથી માથામાં ગોળી વાગેલી હાલતમાં લોહીલુહાણ મળી આવ્યા હતા.

    સોનલ સોલંકીને ગોળી કંઈ રીતે વાગી? તે હજુ સુધી જાણી શકાયું નથી. જ્યારે હોસ્પિટલમાં તબીબોએ સિટી સ્કેન કર્યો, ત્યારે મગજમાં ગોળી હોવાનું માલૂમ પડ્યું હતુ. આથી તબીબોએ તાત્કાલિક સર્જરી કરીને ગોળી કાઢી લીધી છે. બીજી તરફ આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. FSLની ટીમને પણ ઘટના સ્થળે બોલાવીને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

    આ અંગે સુરત જિલ્લા એસ.પી. રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળી હતી. જેમાં જોખાવાવ રોડ પર એક ઝાડ સાથે ગાડી અથડાઈને અકસ્માત થયો હોવાનું જણાવાયું હતુ. આથી પોલીસની ટીમ ત્યાં પહોચી હતી. જેમાં RFO તરીકે ફરજ બજાવતા સોનલ સોલંકી લોહીલુહાણ મળી આવ્યા હતા. જેમને સુરત સીટીમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા એટલે પોલીસ ત્યાં પહોચી હતી ડોકટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડોક્ટરને અંદાજ આવ્યો કે કઈ શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળી છે.

    હાલ સોનલબેન સોલંકી હોસ્પિટલમાં એડમીટ છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ ખૂબ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી માઈક્રો લેવલે ચેક કરી રહ્યા છે.

    ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું નિધન

    0

    ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્ય સંશોધક અને વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું અવસાન થયું છે. તેમના અવસાનના સમાચારથી સાહિત્ય અને કલા જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

    વર્ષ 2019માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરાયા
    જોરાવરસિંહ જાદવ લોક સાહિત્યના સંશોધક અને લોક કલાના પ્રમોટર હતા. તેમનો જન્મ 10 જાન્યુઆરી, 1940 ના રોજ થયો હતો. લોક સાહિત્યમાં (folk writer,) તેમના અનોખા યોગદાનને કારણે તેમને 2019 માં સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. તેમને મેઘાણી સુવર્ણ ચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર સહિત અનેક અન્ય સન્માનો અને પુરસ્કારો પણ મળ્યા હતા.

    જોરાવર સિંહે બાળપણમાં જ લોક સાહિત્ય અને લોક કલાનો ઊંડો અનુભવ મેળવ્યો હતો.
    તેમણે લોકકથાઓ, ગીતો અને લોકજીવનના વિવિધ પાસાઓ પર આધારિત 90 થી વધુ કૃતિઓનું સંપાદન અને રચના કરી. તેમની સૌથી જાણીતી વાર્તાઓમાં “મરદ કસુંબલ રંગ ચઢે” અને “મરદાઈ માથા સાતે” જેવી લોકપ્રિય કૃતિઓનો સમાવેશ થાય છે. તેમને મેઘાણી સુવર્ણ ચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    ઝોરાવર સિંહ જાધવ 1964 થી સરકાર સાપ્તાહિક, ગ્રામસ્વરાજ અને જિનમંગલ માસિક સામયિકોનું સંપાદન કરી રહ્યા હતા. તેમણે કલાને લોકો સુધી પહોંચાડવા માટે સામયિકો તેમજ રેડિયો અને ટેલિવિઝન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન અને હોસ્ટિંગ કર્યું. ૧૯૭૮ માં, તેમણે ગુજરાત લોક કલા ફાઉન્ડેશનની સ્થાપના કરી, જે ગુજરાત અને રાજસ્થાનના અશિક્ષિત, શોષિત અને વિચરતી સમુદાયોના લોક કલાકારોને જાહેરમાં પોતાની જાતને વ્યક્ત કરવાની તક પૂરી પાડતી સંસ્થા હતી.

    07 નવેમ્બર, 2025 : મેષ રાશિના લોકોને વ્યવસાયમાં પ્રગતિની તક મળી શકે છે, સિંહ રાશિના લોકોને બાકી રહેલા પૈસા મળી શકે છે, જુઓ આજનુ રાશિફળ

    મેષ (Aries)
    આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવાર સાથેસમય વ્યતીત કરવો સુખદ રહેશે. પારિવારિક સંપત્તિસંબંધિત નિર્ણય લઈ શકાશે. કુટુંબીજનોનોસહકાર અને પ્રેમ મળશે. જમીન-મિલકત સંબંધિત કાર્ય શુભ રહેશે. સ્વાદિષ્ટ ભોજન અનેઆરામનો લાભ મળશે.

    વૃષભ (Taurus)

    આત્મવિશ્વાસ અને આકર્ષણ વધશે.
    તમારુંવ્યક્તિત્વ ખૂબ ચમકશે અને પ્રભાવશાળી બનશે.
    નવાકપડાં અને સ્ટાઇલમાં સુધારો કરવો શુભ રહેશે.
    લોકોતમારી વાત ગંભીરતાથી સાંભળશે.
    શારીરિક ઊર્જાઊંચી રહેશે, નવા કામ માં ઝડપથી ઉતરશો.
    કોઈ પણ સ્પર્ધામાંતમને ફાયદો થશે.

    મિથુન (Gemini)

    મન અંતર્મુખી રહેશે.
    એકાંત અનેધ્યાનથી માનસિક શાંતિ મળશે.
    ગુપ્ત શત્રુઓથીસાવધાન રહેવું ફાયદાકારક રહેશે.
    ખર્ચાનિયંત્રણમાં રાખો, અનિયમિતતા થઈ શકે.
    નાણાં સંબંધિત કાર્યો લાભકારક રહેશે.
    વિદેશીવ્યવહાર અથવા યાત્રાની તક મળી શકે.

    કર્ક (Cancer)

    મિત્રો અને સામાજિક જીવન સક્રિય રહેશે.
    જૂનીઇચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના છે.
    સામૂહિક પ્રવૃત્તિઓમાંસફળતા મળશે.
    નેટવર્કિંગથીભવિષ્યમાં લાભ થશે.
    મિત્રોપાસેથી આર્થિક સહાય મળી શકે છે.
    સમાજમાંતમારું માન-સન્માન વધશે.

    સિંહ (Leo)

    કારકિર્દી અને પ્રતિષ્ઠા માટે શુભ દિવસ છે.ઉચ્ચ અધિકારીઓનોસમર્થન અને પ્રશંસા મળશે.તમારીમહેનત રંગ લાવશે અને સન્માન વધશે.નવીજવાબદારી મળવાની સંભાવના છે.સમાજમાંતમારી પદવી ઊંચી થશે.લક્ષ્યોપ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખો, સફળતા મળશે.

    કન્યા (Virgo)

    ભાગ્ય તમારો સાથ આપશે.
    ધાર્મિક અને દાર્શનિક વિચારોમાં મન રમશે.લાંબીયાત્રા પર જવું શુભ અને લાભદાયક રહેશે.ગુરુજનોઅને વડીલોનો આશીર્વાદ મળશે.ઉચ્ચ શિક્ષણ અભ્યાસમાંસફળતા મળશે.
    જીવનનાઉદ્દેશ્ય પ્રત્યે સકારાત્મક વલણ વિકસશે.

    તુલા (Libra)

    ગૂઢ વિષયો પ્રત્યે રુચિ વધશે. પરંપરાગત સંપત્તિઅથવા વીમા થી લાભ થઈ શકે.માનસિક રૂપાંતરણનોસમય ચાલુ છે, ધીરજ રાખો.મનનીઅંદરની બેચેની અનેતણાવથીબચો.ગુપ્તશત્રુઓથીસાવધાન રહેવુંફાયદાકારક રહેશે.આધ્યાત્મિક સાધનાદ્વારા આંતરિક શાંતિ મળશે.

    વૃશ્ચિક (Scorpio)
    લગ્ન અને ભાગીદારી માટે શુભ દિવસ છે.
    જીવનસાથીસાથે સુમેળભર્યો અને મધુર સંબંધ રહેશે.
    વ્યવસાયિક ભાગીદારીમાંનવા કરાર થઈ શકે.
    શત્રુઓ પર વિજય મળશે,વિવાદો સમાપ્ત થશે.
    સામાજિક પ્રતિષ્ઠાઅને ખ્યાતિમાં વૃદ્ધિ થશે.
    પ્રેમ પ્રસ્થાપનામાટે આદર્શ દિવસ છે.

    ધનુ (Sagittarius)

    કાર્યસ્થળે સ્પર્ધા હશે પણ વિજય મળશે.
    પ્રતિસ્પર્ધીઓ પર પ્રભાવ વધશે.
    નોકર-ચાકર અથવાસહકર્મીઓ સાથે સંબંધ સુધરશે.
    જૂનીઆરોગ્ય સમસ્યાઓમાં સુધારો થશે.
    નિયમિત વ્યાયામ અનેસંયમિત આહાર ફાયદાકારક રહેશે.

    મકર (Capricorn)

    રચનાત્મકતા અને પ્રેમમાં વૃદ્ધિ થશે.
    પ્રેમીઓ માટેદિવસ ખૂબ જ અનુકૂળ અને રોમાંચક રહેશે.
    સંતાનોથીસુખ, સન્માન અને ગર્વાનુભવ થશે.
    શેર બજારમાં નાણાં ખર્ચવાથી દૂર રહેશો.
    કલાત્મક કાર્યોઅને હોબીમાં સફળતા મળશે.
    મનોરંજન અનેઆનંદ માટે સમય કાઢશો.

    કુંભ (Aquarius)
    મન ઘર-પરિવાર તરફ રહેશે.
    માઅથવા માતૃસમાન વ્યક્તિનો સાથ અને સહારો મળશે.
    ઘર અથવાજમીન સંબંધિત શુભ સમાચાર મળી શકે.
    માનસિક સંતોષ માટેઘરે જ સમય વ્યતીત કરો.
    પારિવારિક સલાહ-મસલત મહત્વપૂર્ણ રહેશે.
    ઘરેલુંવાતાવરણ સુખદ અને સ્નેહમય રહેશે.

    મીન (Pisces)

    વાતચીત અને સાહસિકતા વધશે.
    નવાપ્રોજેક્ટ શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે.
    ભાઈ-બહેન અથવાપડોશીઓ સાથે સંબંધો સુધરશે.
    ટૂંકીમુસાફરી લાભદાયક અને આનંદદાયક રહેશે.
    માનસિક ઉત્સાહ ઊંચોરહેશે, નવા વિચારો આવશે.
    લેખન,અભિવ્યક્તિ અને વ્યાપારમાં સફળતા મળશે.

    છત્તીસગઢના બિલાસપુરમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતનું ‘રિયલ સિક્રેટ’ જાણો

    0

    છત્તીસગઢના બિલાસપુરમાં મંગળવારે મોટી ટ્રેન દુર્ઘટના ઘટી હતી, જેમાં 12 લોકોના મોત અને 20 જણને ગંભીર ઈજા પહોંચી હતી. કોરબાથી બિલાસપુર જઈ રહેલી (મેઈનલાઈન ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ-MEMU) ટ્રેને ગૂડ્સ ટ્રેનને જોરદાર ટક્કર મારી હતી, જેને લઈ અનેક સવાલો કરવામાં આવ્યા છે. ગતોરા રેલવે સ્ટેશન નજીકના અકસ્માતને લઈ ઉચ્ચ સ્તરીય ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે.

    પ્રાથમિક તબક્કાની તપાસમાં જાણવા મળ્યું છે કે પેસેન્જર ટ્રેનના લોકો પાઈલટને એક નહીં, પરંતુ ત્રણ વખત સિગ્નલને ઈગ્નોર કર્યું હતું જેને કારણે એ જ ટ્રેક પરની ગૂડ્સ ટ્રેનને ટકરાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી મેમૂ પેસેન્જર ટ્રેન ગૂડ્સ ટ્રેન પર ચઢી ગઈ હતી.

    સિગ્નલની અવગણના કરવાનું પડ્યું ભારે
    અકસ્માત અંગેના પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યું છે કે મેમુ ટ્રેન જ્યારે ગતોરા રેલવે સ્ટેશનથી નીકળી ત્યારે સ્પીડ કલાકના 76 કિલોમીટરની હતી. ટ્રેનના લોકો પાઈલટે ટ્રેક પરના ડબલ યલો અને સિંગલ યલો સિગ્નલને નજરઅંદાજ કર્યું હતું. આ બંને સિગ્નલના સંકેત છે કે સ્પીડને ઘટાડવાની રહે છે, પરંતુ તેની અવગણના કરી હતી.

    મહિલા પૂર્વે લોકો પાઈલટને મળ્યું પ્રમોશન
    તપાસકર્તાઓએ જણાવ્યું છે કે ટક્કર પછી પહેલા રેડ સિગ્નલ આપ્યું હતું, પરંતુ ટ્રેન રોકાઈ નહોતી. ગૂડ્સ ટ્રેન સાથે પેસેન્જર ટ્રેન ટકરાઈ હતી, ત્યારે સ્પીડ કલાકના પચાસ કિલોમીટરની હતી. સૂત્રોએ જણાવ્યું છે કે મેમૂ ટ્રેનના લોકો પાઈલટ વિદ્યાસાગરને એક મહિના પૂર્વે પ્રમોટ કરવામાં આવ્યો હતો. પ્રમોશન આપીને લોકો પાઈલટને પેસેન્જર ટ્રેન ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

    અકસ્માતમાં લોકો પાઈલટનું મોત આસિસ્ટંટ ઈજાગ્રસ્ત
    અકસ્માતના સ્થળ નજીક ટર્નિંગ નજીક લોકો પાઈલટે અન્ય લાઈનના સિગ્નલને પોતાની ટ્રેન માટે સમજી લીધા હોવા જોઈએ, પરિણામે અકસ્માત થયો હોઈ શકે છે, એમ અધિકારીએ શક્યતા વ્યક્ત કરી હતી.

    આ અકસ્માતમાં લોકો પાઈલટનું મોત થયું હતું, જ્યારે આસિસ્ટંટ લોકો પાઈલટને ગંભીર ઈજા પહોંચી હતી. આજે આ અકસ્માત મુદ્દે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે રેલવે કમિશનરના નેતૃત્વમાં પાંચ સભ્યની ટીમ ડીઆરએમ કચેરીને રિપોર્ટ સોંપશે. રેલવેએ અત્યાર સુધીમાં 19 રેલ કર્મચારી સહિત અધિકારીઓની પૂછપરછ કરી છે.

    બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, 1314 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

    0

    બિહાર ચૂંટણી મતદાન પહેલો તબક્કો: 2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો ગુરુવારે પૂર્ણ થયો. રાજ્યમાં ગુરુવારે 121 બેઠકો પર મતદાન થયું. બાકીની 122 બેઠકો માટે ચૂંટણી 11 નવેમ્બરે યોજાશે. 2025 બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. મતદાનના આ પ્રથમ તબક્કામાં ઘણી અગ્રણી વ્યક્તિઓનું ભાવિ દાવ પર છે. કડક સુરક્ષા વચ્ચે, આજે રાજ્યમાં ભારે મતદાન જોવા મળ્યું.

    બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. મતદાન મથકોની બહાર હજુ પણ કતારમાં ઉભેલા લોકોને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. પ્રથમ તબક્કાના મતદાનની સાથે જ, 18 જિલ્લાઓની 121 બેઠકો માટે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.

    RJD ઉમેદવાર ભાઈ વીરેન્દ્રએ માણેરમાં હંગામો મચાવ્યો
    માનેર વિધાનસભા ક્ષેત્રના મહિંવા બૂથ નંબર 79 પર પોતાની પત્ની સાથે મતદાન કરવા આવેલા આરજેડી ધારાસભ્યએ મતદાન મથકના મુખ્ય દરવાજા પર સ્લિપ તપાસી રહેલા સુરક્ષા ગાર્ડ પર પક્ષપાતનો આરોપ લગાવતા તેના પર પ્રહાર કર્યો. ધારાસભ્ય ભાઈ વીરેન્દ્ર ત્યાં જ ન અટક્યા અને સુરક્ષા ગાર્ડને ધમકી પણ આપી. ભાઈ વીરેન્દ્રએ કહ્યું કે બિહારમાં મહાગઠબંધનની લહેર છે, જનતા સરકાર બદલવા માટે તૈયાર છે, મહાગઠબંધનની સરકાર બનશે. તે જ સમયે, વહીવટ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે વહીવટને સ્લિપ તપાસવાનો અધિકાર નથી પરંતુ અમારા મતદારોને તેમની સ્લિપ તપાસ્યા પછી રોકી રહ્યા છે.

    RJD ઉમેદવાર ભાઈ વીરેન્દ્રએ માણેરમાં હંગામો મચાવ્યો
    માનેર વિધાનસભા ક્ષેત્રના મહિંવા બૂથ નંબર 79 પર પોતાની પત્ની સાથે મતદાન કરવા આવેલા આરજેડી ધારાસભ્યએ મતદાન મથકના મુખ્ય દરવાજા પર સ્લિપ તપાસી રહેલા સુરક્ષા ગાર્ડ પર પક્ષપાતનો આરોપ લગાવતા તેના પર પ્રહાર કર્યો. ધારાસભ્ય ભાઈ વીરેન્દ્ર ત્યાં જ ન અટક્યા અને સુરક્ષા ગાર્ડને ધમકી પણ આપી. ભાઈ વીરેન્દ્રએ કહ્યું કે બિહારમાં મહાગઠબંધનની લહેર છે, જનતા સરકાર બદલવા માટે તૈયાર છે, મહાગઠબંધનની સરકાર બનશે. તે જ સમયે, વહીવટ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે વહીવટને સ્લિપ તપાસવાનો અધિકાર નથી પરંતુ અમારા મતદારોને તેમની સ્લિપ તપાસ્યા પછી રોકી રહ્યા છે.