Home Blog Page 254

ગુજરાત SIR તપાસમાં ચોંકાવનારો ખુલાસો: યાદીમાં 17 લાખ ‘મૃત મતદારો’નાં નામ હજી પણ સક્રિય

ગુજરાતમાં હાલ ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા ખરેખર એક મોટું “મતદાર યાદી ક્લિન-અપ ડ્રાઇવ” બની ગઈ છે. 4 નવેમ્બરથી શરૂ થયેલી આ પ્રક્રિયા 11 ડિસેમ્બર સુધી ચાલશે અને તેના પરિણામો ચોંકાવનારા છે. ગુજરાતમાં ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન, એવું બહાર આવ્યું છે કે રાજ્યભરમાં 17 લાખથી વધુ મૃત મતદારોના નામ હજુ પણ યાદી છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલયે જણાવ્યું કે ગુજરાતમાં SIR પ્રક્રિયા 4 નવેમ્બરના રોજ BLO દ્વારા તેમના નિયુક્ત વિસ્તારોમાં ગણતરી ફોર્મના વિતરણ સાથે શરૂ થઈ હતી. આ પ્રક્રિયા 11 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

33 જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ
સીઈઓના જણાવ્યા મુજબ, “છેલ્લા એક મહિનામાં, 2025 ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓમાંથી મોટાભાગનામાં 100% ફોર્મ વિતરણ પૂર્ણ થઈ ગયું છે. ભરેલા ફોર્મનું ડિજિટાઇઝેશન હાલમાં ચાલુ છે. અત્યાર સુધીમાં, 182 વિધાનસભા બેઠકોમાંથી 12 બેઠકોમાં ડિજિટાઇઝેશન પૂર્ણ થઈ ગયું છે.”

આમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને થરાદ, દાહોદ જિલ્લાના લીમખેડા અને દાહોદ (ST), અરવલ્લી જિલ્લાના બાયડ, રાજકોટ જિલ્લામાં ધોરાજી, જસદણ અને ગોંડલ, આણંદ જિલ્લામાં ખંભાત, જૂનાગઢ જિલ્લાના કેશોદ, નવસારી જિલ્લાના જલાલપોર અને ખેડા જિલ્લાના મહેમદાવાદનો સમાવેશ થાય છે.

SIR પ્રક્રિયામાં ડાંગ જિલ્લો આગળ
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ડાંગ જિલ્લો આ પ્રક્રિયામાં આગળ છે, તેણે પરત આવેલા 94.35% ફોર્મનું ડિજિટાઇઝેશન પૂર્ણ કર્યું છે. કમિશનના જણાવ્યા અનુસાર, “આ કવાયત દરમિયાન, એવું જાણવા મળ્યું કે રાજ્યભરમાં કુલ મતદાર યાદીમાં લગભગ 17 લાખ મૃત મતદારોનો સમાવેશ થયો છે. 6.14 લાખથી વધુ મતદારો તેમના જૂના સરનામે મળ્યા જ નહીં (ગુમનામ). વધુમાં, એવું બહાર આવ્યું છે કે 30 લાખથી વધુ લોકો કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયા છે, પણ તેમનું નામ જૂની જગ્યાએ જ છે.

ગુજરાતની મતદાર યાદીમાં લાખો મતદારો એવા છે જેમની પાસે એક કરતાં વધુ મતદાર કાર્ડ છે. રાજ્ય ચૂંટણી પંચની વિશેષ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ને 3.25 લાખથી વધુ એવા મતદારો મળ્યા છે, જેમનું નામ એક કરતાં વધુ મતવિસ્તાર કે મતદાન મથકે નોંધાયેલું છે.

ઇન્ડિગો પર મોટી આફત: ત્રણ દિવસની અવ્યવસ્થામાં આજે 600 થી વધુ ફ્લાઇટ્સ રદ

0

ભારતની સૌથી મોટી એરલાઈન ઇન્ડિગો છેલ્લા ત્રણ દિવસથી મોટી મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે. ગઈ કાલે ગુરુવારે ઇન્ડિગોને દેશભરમાં 600 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી રહી છે. જેને કારણે હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

કેબિન ક્રૂની સમસ્યાઓ અને ટેકનોલોજીકલ સમસ્યાઓને કારણે ઇન્ડિગોને શેડ્યુલમાં મોટા ફેરફાર કરવાની ફરજ પડી છે, જેને કારણે ફલાઈટ ઓપરેશનને ખોરવાયું છે. ઇન્ડિગો એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું કે કે આગામી બે-ત્રણ દિવસમાં હજુ પણ સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી શકે છે. 8 ડિસેમ્બરથી ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે.

ક્યાં શહેરથી કેટલી ફ્લાઈટ્સ રદ?
અહેવાલ મુજબ, ગુરુવારે મુંબઈ એરપોર્ટ પર 118, બેંગ્લોરમથી 100, હૈદરાબાદથી 75, કોલકાતાથી 35, ચેન્નઈથી 26 અને ગોવામાં 11 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. દેશના અન્ય એરપોર્ટ પરથી પણ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

ઓનટાઈમ પરફોર્મન્સ ખાડે ગયું:
સામાન્ય રીતે ઇન્ડિગો દરરોજ લગભગ 2,300થી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે, એરલાઈન તેની ફ્લાઈટ્સની પંકચ્યુઆલીટી જાળવવા માટે જાણીતી છે. પરંતુ હાલમાં ઉભી થયેલી સમસ્યાઓને કારણે બુધવારે ઓનટાઈમ પરફોર્મન્સ ઘટીને માત્ર 19.7 ટકા થઇ ગયું હતું, જે મંગળવારે નોંધાયેલા 35 ટકા હતું. ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે સ્ટાફને એક નિવેદનમાં જણાવ્યું કે ઓપરેશન સામાન્ય બનાવવું અને અને પંકચ્યુઆલીટી ફરી પહેલા જેવી કરવી એ સરળ નહીં રહે.

શું છે સમસ્યાનું કારણ?
સિવિલ એવિએશન મીનીસ્ટ્રી અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)ના અધિકારીઓ ગઈકાલે ઇન્ડિગોના વરિષ્ઠ પદાધિકારીઓને મળ્યા હતા, જેથી સમસ્યાઓનો ઉકેલ શોધી શકાય.

ઇન્ડિગોએ કારણો જણાવતા કહ્યું કે તેઓ નવા ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા (FDTL) નિયમોના બીજા તબક્કા 2 ને યોગ્ય રેતે લાગુ કરી શક્યા નહીં, એ માટે ક્રૂની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહ્યા. શિયાળાના હવામાનને કારણે પણ ફ્લાઈટ ઓપરેશન પર પહેલાથી અસર પડી રહી હતી.

ઉત્તરાખંડમાં મુસાફરોથી ભરેલી બોલેરો જીપ ખીણમાં ખાબકી, 8 લોકોના મોત

0

ઉત્તરાખંડના ચંપાવત-ટનકપુર-પિથોરાગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક મોટો માર્ગ અકસ્માત થયો છે. લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી એક બોલેરો જીપ સવારે લગભગ 2:30 વાગ્યે ઘાટ નજીક બાગધરા નજીક કાબુ ગુમાવી દીધી અને 200 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ. પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. માહિતી મળતાં, લોહાઘાટ પોલીસ સ્ટેશનના અધિકારી અશોક કુમાર સિંહના નેતૃત્વમાં SDRF અને ફાયર બ્રિગેડની એક ટીમે બચાવ કામગીરી શરૂ કરી, ઘાયલોને ખાડામાંથી બહાર કાઢ્યા અને તેમને લોહાઘાટ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

ઘાયલોની સારવાર ચાલુ
સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. વિરાજ રાઠી અને ડૉ. અઝીમે જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ ભાસ્કર પાંડા (કિલોટા) ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ચંપાવતની જિલ્લા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. અન્ય ઘાયલોમાં ધીરજ (રુદ્રપુર), રાજેશ (14, લખતોલી), ચેતન ચૌબે (5, દિલ્હી) અને ડ્રાઇવર દેવદત્ત (38, શેરાઘાટ)નો સમાવેશ થાય છે, જેમની સારવાર ચાલી રહી છે.

મૃતકોની ઓળખ
પોલીસ ખીણમાંથી મૃતદેહો કાઢવાના પ્રયાસો ચાલુ રાખી રહી છે. જિલ્લા વહીવટીતંત્રની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટે હોસ્પિટલ મેનેજમેન્ટને ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. મૃતકોમાં ભાવના ચૌબે, તેનો પુત્ર પ્રિયાંશુ, પ્રકાશ ચંદ્ર ઉનિયાલ (૪૦, બિલાસપુર), કેવલ ચંદ્ર ઉનિયાલ (૩૫) અને સુરેશ નૌટિયાલ (૩૨, પંતનગર)નો સમાવેશ થાય છે.

ગુરુવારે કાર અકસ્માતમાં ત્રણના મોત
ગુરુવારે સાંજે ૭ વાગ્યે જમ્મુ વિભાગના કઠુઆ જિલ્લાના ભંડારા રોડ પર અલ્ટો કાર અકસ્માતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે બે અન્ય ઘાયલ થયા હતા. મૃતકોમાં રાકેશ કુમાર (ગટ્ટી), જીવન (બેઠક કોટે) અને વિક્કી (ખેમ રાજ)નો સમાવેશ થાય છે. જીવન અને વિક્કીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે રાકેશ કુમારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ભારતમાં માર્ગ અકસ્માતોનો નવો રેકોર્ડ: 2024માં મોતનો આંકડો 1.77 લાખને પાર

0

નવી દિલ્હી: ભારતમાં રોડ અકસ્માતોમાં જાનહાનિએ 2024માં ચોંકાવનારો રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષે દેશભરમાં માર્ગ અકસ્માતોમાં 1.77 લાખથી વધુ લોકોના મોત થયા છે, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. માર્ગ પરિવહન મંત્રાલયે લોકસભામાં એક લેખિત જવાબમાં આ આંકડા રજૂ કર્યા, જોકે વાર્ષિક રિપોર્ટ હજુ પ્રકાશિત થયો નથી.

2023માં માર્ગ અકસ્માતોમાં આશરે 1.73 લાખ લોકોના મોત થયેલા.
ડીીએમકેના એ. રાજાના પ્રશ્નના જવાબમાં માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે, “રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 2024ના વર્ષ દરમ્યાન દેશની તમામ શ્રેણીની સડકો પર કુલ 1,77,177 લોકોના મૃત્યુ નોંધાયા છે, જેમાં પશ્ચિમ બંગાળનો ઇ-ડીઆર પોર્ટલ પરથી મેળવેલો ડેટા પણ સામેલ છે.”

રાષ્ટ્રીય હાઈવેઝ પર થતા અકસ્માતોને લઈને અન્ય જવાબમાં ગડકરીએ જણાવ્યું કે, માત્ર રાષ્ટ્રીય રાજમાર્ગો પર જ 54,433 લોકોના મોત થયા છે, જે દેશભરમાં થયેલા કુલ માર્ગ અકસ્માતોના લગભગ 31% છે.

વિશેષજ્ઞો સતત એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે, તમામ ઘાતક અકસ્માતોની વૈજ્ઞાનિક તપાસ અને જવાબદાર એજન્સીઓની સ્પષ્ટ જવાબદારી નિર્ધારીત કરવાથી જ જાનહાનિમાં ઘટાડો શક્ય બનશે.

એક વિશેષજ્ઞે જણાવ્યું કે, “સરકારએ આ ગંભીર સમસ્યાને હલ કરવા માટે નાગરિક સમાજ અને મોટી સંખ્યામાં એનજીઓને જોડવા જોઈએ, માત્ર થોડાં સંગઠનો પર નિર્ભર રહેવાની જગ્યાએ કારણ કે સમસ્યા બહુ વિશાળ છે.”

સુરત મનપાની મોટી કાર્યવાહી: સ્વચ્છતા નિયમોના ઉલ્લંઘન બદલ રૂ.4.36 લાખનો દંડ

નાયબ મુખ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવતા સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ડુમસ બીચ ખાતે ફૂડ વિભાગ દ્વારા ૬૮ સંસ્થાઓમાંથી ૧૦૩ સેમ્પલ લઈ ૫૧ સંસ્થાઓને નોટીસ અપાઈ હતી. સેનિટેશન ટીમ દ્વારા પ્રવાસન સ્થળ, બસ/રેલ્વે સ્ટેશનની ૨૬૦ સંસ્થાઓમાં તપાસ કરી કચરાપેટી ન રાખતી ૭૨ સંસ્થાઓને નોટીસ પાઠવવામાં આવી હતી.

સુરત શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા ૬૪ સંસ્થાઓ ચેક કરી તપાસ દ્વારા ૧૪૦ કિ.ગ્રા. સિંગલ યુઝ/પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.૪.૩૬ લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી. 

ઇન્ડિગો 150 થી વધુ ફ્લાઇટ્સ રદ, ક્રૂની અછત અને ખરાબ હવામાનને કારણે મુસાફરો પરેશાન

0

ભારતની બજેટ એરલાઇન ઇન્ડિગો હાલમાં નોંધપાત્ર સંચાલન મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ગુરુવારે સતત ત્રીજા દિવસે દેશભરના વિવિધ એરપોર્ટ પર અસંખ્ય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. અગાઉ મંગળવાર અને બુધવારે 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી જેના કારણે હજારો મુસાફરોને અગવડતા પડી હતી.

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને અન્ય શહેરોમાં ઘણી ફ્લાઇટ્સ કામગીરી સ્થગિત કરી છે જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને અગવડતા પડી છે.

આજે નોંધપાત્ર સંખ્યામાં ઇન્ડિગો ફ્લાઇટ્સ પ્રભાવિત
એવું જાણવા મળ્યું છે કે ઇન્ડિગોએ ગુરુવારે દિલ્હીથી ઉપડતી 30 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે. જો કે, આ પાછળના કારણો અંગે કોઈ ચોક્કસ માહિતી જાહેર કરવામાં આવી નથી. હૈદરાબાદમાં પણ લગભગ 33 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ પર પણ ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઇન્ડિગોએ આજે ​​દેશભરમાં 170 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઇન્ડિગો દરરોજ 22,000 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. જોકે કંપનીએ છેલ્લા ત્રણ દિવસમાં ફ્લાઇટ રદ થવાની મોટી સંખ્યા માટે મુસાફરોની માફી માંગી છે.

ઇન્ડિગો મુસાફરોની માફી માંગી
બુધવારે એક સત્તાવાર નિવેદનમાં ઇન્ડિગોએ જણાવ્યું હતું કે ટેકનિકલ સમસ્યાઓ શિયાળા સંબંધિત સમયપત્રકમાં ફેરફાર, ખરાબ હવામાન, ઉડ્ડયન પ્રણાલીમાં વધેલી ભીડ અને ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદાઓએ તેની કામગીરીને ગંભીર અસર કરી છે, જેના કારણે તેને ઘણી ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે.

એરલાઇને જણાવ્યું હતું કે વિક્ષેપો અટકાવવા અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે તેણે તેના સમયપત્રકમાં નાના ફેરફારો શરૂ કર્યા છે. આ પગલાં આગામી 48 કલાક સુધી અમલમાં રહેશે અને તેને તેના સંચાલનને સામાન્ય બનાવવા અને ધીમે ધીમે તેના નેટવર્કમાં સમયસરતા પાછી મેળવવાની મંજૂરી આપશે.

TMC ધારાસભ્ય હુમાયુ કબીર સસ્પેન્ડ, બાબરી મસ્જિદ મુદ્દે નિવેદન બાદ વિવાદ થયો

0

બાબરી મસ્જિદ પર ટિપ્પણી કરવા બદલ મુર્શિદાબાદના ધારાસભ્ય હુમાયુ કબીરને ટીએમસીએ સસ્પેન્ડ કર્યા છે. કલકત્તાના મેયર ફિરહાદ હકીમે આ અંગે માહિતી આપી હતી.

કલકત્તાના મેયર ફિરહાદ હકીમે કહ્યું કે, અમે જોયું કે મુર્શિદાબાદના અમારા એક ધારાસભ્યએ અચાનક બાબરી મસ્જિદ બનાવવાની જાહેરાત કરી હતી. અચાનક બાબરી મસ્જિદ કેમ? અમે તેમને ચેતવણી આપી દીધી હતી. અમારી પાર્ટી ટીએમસીના નિર્ણય મુજબ અમે ધારાસભ્ય હુમાયુ કબીરને સસ્પેન્ડ કરી રહ્યા છીએ.

ટીએમસી પાર્ટી માંથી સસ્પેન્ડ કરાયા બાદ ધારાસભ્ય હુમાયુ કબીરે કહ્યું કે, હું આવતીકાલ ટીએમસી માંથી રાજીનામું આપીશ. જો જરૂર પડી તો 22 ડિસેમ્બરે નવી પાર્ટીની ઘોષણા કરીશ.

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ મુશ્કેલીમાં, અપશબ્દોના કેસમાં લસકાણા પોલીસે ગુનો નોંધ્યો

ખંડણીખોર ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પર સુરતની લસકાણા પોલીસે ગુનો દાખલ કર્યો છે. સોશિયલ મીડિયા અને ચર્ચામાં રહેતી પાસામાં બંધ કિર્તી પટેલને મોટો ઝટકો મળ્યો છે. વધુ એક વેપારીએ કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ કરી.

ફરિયાદી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુરત શહેરની કુખ્યાત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ઉપર વધુ એક ગુનો દાખલ થયો છે. કીર્તિ પટેલ પર મારામારી, હત્યાનો પ્રયાસ, ખંડણી અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરવા જેવી અનેક ફરિયાદો થઈ છે. ત્યારે અલ્પેસ ડોંડાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ કરી છે.

અલ્પેશ ડોંડાએ કહ્યું કે, મિત્રો સાથે હું ઈન્સ્ટાગ્રામ કોલ પર હતો. ત્યારે એક મિત્રએ કોલ પર કીર્તિ પટેલ વિશે એલફેલ બોલ્યો હતો. તેના બાદ કીર્તિ પટેલે મને કોલ કરીને બિભત્સ ભાષામાં ઘમકીઓ આપવા લાગી હતી અને મારી પત્ની વિશે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ધમકીઓ આપી હતી. સમગ્ર ઘટના ગત નવેમ્બર મહિનામાં બની હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કીર્તિ પટેલ સામે નોંધાયેલો આ 10 મો ગુનો છે. એટલુ જ નહિ, સોશિયલ મીડિયામાં વિવાદિત નિવેદનો-હરકતો કરવામાં પણ બદનામ નામચીન કીર્તિ પટેલની તાજેતરમાં પાસા હેઠળ અટકાયત કરાઈ હતી. હનીટ્રેપ-ખંડણીમાં નામચીન કીર્તિ પટેલ સામે પોલીસે પહેલીવખત પાસાનું શસ્ત્ર ઉગામ્યું હતું નવ ગુનાનો ઈતિહાસ ધરાવતી કીર્તિને વડોદરા જેલ ભેગી કરાઈ હતી. ત્યારે હવે તેની સામે દસમો ગુનો નોંધાયો છે.

ગુનાનો ઇતિહાસ અને ખંડણીખોરીની મોડસ ઓપરેન્ડી
નામચીન કીર્તિ પટેલ સામે સુરત સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં હવે કુલ 10 ગુના થઈ ગયા છે. તેની મુખ્ય મોડસ ઓપરેન્ડી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોને ધમકાવવા અને ખંડણી પડાવવાની છે. કીર્તિ પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ધમકાવતી, બદનામ કરતી અને પછી સમાધાનના બહાને મોટી રકમની માંગણી કરીને રૂપિયા પડાવતી હતી. તેની ગુનાહિત પ્રવૃત્તિઓ માત્ર સુરત પૂરતી સીમિત ન રહેતા અન્ય જિલ્લાઓમાં પણ ફેલાયેલી હતી. વારંવાર ગુના આચરવાની ટેવ અને સમાજની શાંતિ માટે જોખમરૂપ બની જતી પ્રવૃત્તિઓને કારણે કાપોદ્રા પોલીસે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો. એમ.આર. સોલંકીની દેખરેખ હેઠળ આ પાસા પ્રપોઝલ તૈયાર કરવામાં આવ્યો હતો.

અમેરિકામાં વડોદરાના પાટીદાર યુવકની હત્યા

અમેરિકાના શિકાગોમાં રહેતા વડોદરાના વૃદ્ધની તેના જ પુત્રએ માથામાં હથોડીના ફટકા મારી હત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. મળતી વિગત પ્રમાણે, શિકાગોના સ્કોમબર્ગ વિસ્તારમાં આ ઘટના બની હતી. 67 વર્ષીય અનુપમ પટેલની હત્યા તેના જ પુત્રએ કરી હતી.

શું છે મામલો
લાંબા સમયથી પિતાને પુત્ર અભિજિત સાતે વિવાદ ચાલતો હતો. પિતાએ પુત્રના વર્તન અંગે પોલીસ ફરિયાદ કરી હતી. જેનાથી રોષે ભરાયેલા પુત્રએ ઘરમાં ઘૂસી પિતાને માથામાં હથોડીના ઉપરાછાપરી ફટકા મારતા તેઓ લોહીલુહાણ હાલતમાં સોફા પર ફસડાઈ પડ્યા હતા. જેના કારણે મૃત્યુ થયું હતું.

પુત્રએ આ ઘટના બાદ પોલીસને ફોન કરીને આ અંગેની જાણકારી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હોવાથી ફર્સ્ટ ડિગ્રી મર્ડર તરીકે નોંધવામાં આવ્યું છે. આ કેસમાં આરોપીને 20થી લઈ 60 વર્ષ સુધી સજા થઈ શકે છે. હત્યાના પગલે શિકાગોમાં રહેતા ગુજરાતી પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સૂત્રોના કહેવા પ્રમાણે, અમેરિકામાં અભ્યાસ દરમિયાન અભિજિતે આપત્તિજનક મેસેજ અન્યના મોબાઈલ પર મોકલ્યા હતા. જેથી બાપ-દીકરા વચ્ચે વિવાદ થયો હતો. પુત્રથી ખતરો લાગતા પિતાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે અભિજિતની અટકાયત કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટ તેને પિતાથી દૂર રહેવા આદેશ આપ્યો હતો.

કચ્છના ખાવડામાં રાત 12:49 વાગ્યે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

0

કચ્છ જિલ્લામાં આજે બપોરે ફરી એકવાર ભૂકંપનો ધ્રુજારો અનુભવાયો હતો. ખાવડા વિસ્તારમાં બરાબર 12:49 વાગ્યે 3.3 તીવ્રતાનો આંચકો નોંધાયો, જેના કારણે સ્થાનિકોમાં થોડો ભયનો માહોલ સર્જાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી આશરે 44 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ દિશામાં નોંધાયું હોવાનું સીસ્મોલોજી વિભાગે માહિતી આપી છે.

આ આંચકો નાનો હોવા છતાં ખાવડા તેમજ આસપાસના ગામોમાં લોકો ઘેરા અવાજ સાથે ધરતી ધ્રૂજતા બહાર નીકળી આવ્યા હતા. હાલ સુધી કોઈ જાનહાની કે નુકસાનની માહિતી સામે આવી નથી. કચ્છ જેવા ભૂકંપપ્રવણ વિસ્તારમાં આવા ઝટકા સમયાંતરે અનુભવાતા રહે છે, પરંતુ આજે પડેલો આંચકો લોકોને 2001ના ભૂકંપની યાદ તાજી કરાવી ગયો.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય