Home Blog Page 234

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી, દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં ફેરફાર

0

રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી પડશે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ જોવા મળશે. આગામી 7 દિવસ રાજ્યનું વાતાવરણ સુકું રહશે.અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી રહેવાઅને ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાનની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ઠંડી જૂનાગઢના કેશોદમાં નોંધાઈ હતી. અહીં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે સૌથી વધુ લઘુત્તમ તાપમાન ઓખામાં 22 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આવતા દિવસોમાં પવન બદલાશે અને સાથે જ ઠંડીનો પારો વધુ ગગડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, ગુજરાતમાં ફરીથી હાડ થીજવતી ઠંડી પડશે. આ ઠંડી રવિ પાક માટે ઠડી સારી રહેશે.

ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, 23, 27 અને 28 ડિસેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીર ઉપરાંત લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. બીજી તરફ, 23 અને 28 ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ હળવો વરસાદ અને હિમવર્ષા જોવા મળી શકે છે. આ ઉપરાંત, 27 અને 28 ડિસેમ્બરના રોજ આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહમાં ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

દિલ્હી NCRમાં મંગળવારથી હવામાન ચોખ્ખું થવા જઈ રહ્યું છે. આ દરમિયાન હળવો તડકો નીકળી શકે છે. આ ઉપરાંત 10 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આ આગાહી કરવામાં આવી છે. IMD અનુસાર, 23 થી 26 ડિસેમ્બર સુધી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ખાસ ઘટાડો નહીં થાય, પરંતુ 27-28 ડિસેમ્બરે મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાનું અનુમાન છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં ઉત્તરીય પવનોના પ્રભાવને કારણે 24 ડિસેમ્બરથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો આવી શકે છે. સાથે જ રાજ્યના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં 23 અને 24 ડિસેમ્બરે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા છે, જેનાથી જનજીવન પ્રભાવિત થઈ શકે છે.

ઝારખંડમાં કડકડતી ઠંડીની અસર જોવા મળી રહી છે અને આગળ પણ ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન કેન્દ્ર રાંચીના જણાવ્યા અનુસાર, 25 ડિસેમ્બર સુધી રાજધાનીનું લઘુત્તમ તાપમાન 7 થી 8 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે, જ્યારે મહત્તમ તાપમાન 22 થી 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.

બિહારના અલગ-અલગ જિલ્લાઓમાં લોકો કડકડતી ઠંડીનો સામનો કરવા મજબૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી પવનોને કારણે ઠંડી અને ધ્રુજારીની અસર હજુ થોડા દિવસો સુધી રહી શકે છે. આગામી 48 કલાક સુધી તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ અને ‘એક્સટ્રીમ કોલ્ડ ડે’ (અતિશય ઠંડો દિવસ) એલર્ટ આપવામાં આવ્યું છે. આ કારણે વિઝિબિલિટી 50 મીટર સુધી રહી શકે છે. પ્રયાગરાજ, કાનપુર, લખનઉ, વારાણસી, સોનભદ્ર, મિર્ઝાપુર, ચંદૌલી, સંત રવિદાસ નગર, જૌનપુર, ગાઝીપુર, આઝમગઢ, સુલતાનપુર અને આંબેડકર નગરમાં આજે કડકડતી ઠંડી પડશે. આ જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ અને અતિશય ઠંડીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સુરત RFO સોનલ સોલંકીનું 48 દિવસ બાદ અમદાબાદ સિવિલમાં મોત

સુરતના કામરેજ નજીક થયેલા ચકચારી ફાયરિંગ કેસમાં આત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મીત સામે ઝઝુમી રહેલા મહિલા ફેરિસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકીનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. આ સમાચારથી આ વિભાગ અને તેમના પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

શું હતી સમગ્ર ઘટના?
થોડા દિવસો પૂર્વે સુરતના કામરેજ વિસ્તારમાં સોનલ સોલંકી પર અજાણ્યા રાખ્સો દ્વારા અંધાધુકા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં તેમને ગભીર ઈજાઓ પડોંચી હતી. પ્રાથમિક તપાસમાં આ ડુમલો અંગત અદાવત અથવા વ્યાવસાયિક કારણોસર કોવાની આશંકા સેવાઈ રહી હતી. હુમલા બાદ તેમને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ડોસ્પિટલના હેમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોના જાણાવ્યા અનુસાર, સોનલ સોલંકીને ગોળી વાગવાને કારવી શરીઆ મહત્વના અંગોને ગંભીર નુકસાન થયું હતું. તેમની હાલત નાજુક હોવાથી તેમને સતત વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તબીબોની ટીમ દ્વારા તેમને બચાવવા માટે અથાગ પ્રયાનો કરવામાં આવ્યા હતા. પરંતુ લોઠીનો વધુ પડતો સ્વાવ અને મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર થવાને કારણે આજે સવારે તેમનું નિધન થયું હતું.

પોલીસ તપાસ અને આરોપીઓની શોધખોળ
સોનલ સોલંકીના મોતના સમાચાર મળતા જ સુરત અને અમદાવાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે. હવે આ કેસમાં ‘હત્યાના પ્રયાસ’ની કલમ બદલીને ‘હત્યા’ની કલમ ઉમેરવામાં આવશે. પોલીસે હુમલાખોરોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. એવી પણ ચર્ચા છે કે વન વિભાગમાં ફરજ દરમિયાન કડક કામગીરીને કારણે કોઈ માથાભારે તત્વોએ આ કાવતરું ઘડ્યું હોઈ શકે. આ કેસમાં પોલીસે RFOના પતિ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી છે. આરોપી નિકુંજે આત્મસમર્પણની અરજી અરજી કરતાં સુરત કઠોર કોર્ટે અરજી ફગાવી હતી.

વન વિભાગમાં શોકનું મોજું
એક નિષ્ઠાવાન અને બહાદુર મહિલા અધિકારી ગુમાવવા બદલ ગુજરાત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. સોનલ સોલંકી તેમના વિભાગમાં ખૂબ જ લોકપ્રિય હતા અને તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાના અનેક ઉદાહરણો આપવામાં આવે છે. આ કેસમાં હજુ સુધી મુખ્ય આરોપીઓની ધરપકડ થઈ શકી નથી, ત્યારે પરિવારજનો અને સાથી કર્મચારીઓ આરોપીઓને વહેલી તકે પકડી કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે.

iPhone 18 માટે રાહ વધુ લંબાઈ, 2026 નહીં પરંતુ 2027માં લોન્ચ થવાની શક્યતા

0

આઈફોન 18ની રાહ જોઈ રહેલા લોકો માટે એક ખરાબ ખબર છે. રિપોર્ટ્સ અનુસાર, આઈફોન 18 આગામી વર્ષે એટલે કે 2026માં નહીં પરંતુ 2027માં લોન્ચ કરવામાં આવશે. સમાચારો અનુસાર, એપલ આઈફોન 18નું ટ્રાયલ પ્રોડક્શન આગામી વર્ષે એટલે કે 2026ની શરૂઆતમાં શરૂ થશે. આ કારણે અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નેક્સ્ટ જનરેશન આઈફોન સિરીઝનો બેઝ મોડલ પ્રો મોડલ્સ સાથે નહીં પરંતુ તેમના પછી 2027માં લોન્ચ કરવામાં આવશે.

આ વખતે એપલ તેની આઈફોન સિરીઝની લોન્ચિંગ પ્રોસેસમાં ફેરફાર કરી શકે છે. દર વખતેની જેમ અલગ આ વખતે આગામી આઈફોન સિરીઝ એટલે કે આઈફોન 18 સિરીઝ બે તબક્કામાં લોન્ચ કરવાની અપેક્ષા છે. આઈફોન 18 પ્રો મોડલ્સ સપ્ટેમ્બર 2026માં લોન્ચ થઈ શકે છે. તેની સાથે જ કંપની તેનો પ્રથમ ફોલ્ડેબલ ફોન પણ રજૂ કરી શકે છે. જ્યારે સિરીઝનો બેઝ મોડલ આઈફોન 18, 2027ની શરૂઆતમાં આવી શકે છે. લેટેસ્ટ લીકથી ખ્યાલ આવ્યો છે કે આઈફોન 18નું ટ્રાયલ પ્રોડક્શન હજુ શરૂ થયું નથી. તેની શરૂઆત 2026માં થશે.

વીબો પર ટિપ્સ્ટર ફિક્સ્ડ ફોકસ ડિજિટલ અનુસાર, આઈફોન 18નું ટ્રાયલ પ્રોડક્શન ચીની નવા વર્ષ પછી જ શરૂ થવાની અપેક્ષા છે. જણાવી દઈએ કે ચીનમાં ચીની નવા વર્ષની રજાઓ સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતે પૂરી થાય છે. ત્યારબાદ ફેક્ટરીઓ સામાન્ય રીતે કામ શરૂ કરી દે છે અને મોટા પાયે નવા પ્રોજેક્ટ્સ લે છે.

આ ખબરે તે અફવાઓને વધુ મજબૂત કરી દીધી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આઈફોન 18 આગામી વર્ષે નહીં પરંતુ 2027માં લોન્ચ થશે. જોકે, હજુ સુધી એપલે આ સંબંધમાં કોઈ માહિતી આપી નથી. આ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેની સાથે કંપની આઈફોન 18e અને આગામી પેઢીના આઈફોન એર લોન્ચ કરશે.

2026માં લોન્ચ થશે આ આઈફોન્સ
એક અન્ય ટિપ્સ્ટરનો દાવો છે કે આઈફોન 18 પ્રો મોડલ માટે પ્રોડક્શન લાઇન્સ પહેલેથી જ સ્થાપિત થઈ ચૂકી છે. જેનાથી ખ્યાલ આવે છે કે પ્રો હાર્ડવેરનું ડિઝાઇન પહેલેથી જ ફાઇનલ થઈ ચૂક્યું છે. જોકે, પોસ્ટમાં આ પણ સૂચવવામાં આવ્યું છે કે આઈફોન 18 પ્રો અને 18 પ્રો મેક્સમાં અપેક્ષા કરતા ઓછા હાર્ડવેર ફેરફારો થશે. આ જ કારણે આઈફોન 18 પ્રો મોડલ પહેલા એટલે કે દર વર્ષેની જેમ 2026ના સપ્ટેમ્બરમાં આવવાની અપેક્ષા છે અને આઈફોન 18ને 2027માં રજૂ કરવામાં આવી શકે છે.

બાંગ્લાદેશમાં હિંસા યથાવત્: ઉસ્માન હાદી બાદ વધુ એક વિદ્યાર્થી નેતા પર ફાયરિંગ

બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીના મૃત્યુ બાદ સતત હિંસા વધી રહી છે. જોકે, આ દરમિયાન હવે નેશનાલિસ્ટ સિટીઝન પાર્ટી ખુલનાના પ્રમુખ અને વિદ્યાર્થી નેતા મોતાલેબ સિકંદર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો. મોતલેબને સોનાડાંગા વિસ્તારના જાહેરમાં ગોળી મારવામાં આવી હતી. હોસ્પિટલ સુત્રોના જણાવ્યા અનુસાર તેમને ગંભીર હાલતમાં ખુલના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે સોમવારે ખુલનામાં અજાણ્યા હુમલાખોરોએ નેશનલ સિટીઝન્સ પાર્ટીના સેન્ટ્રલ વર્કર્સ યુનિયનના નેતા મોહમ્મદ મોતાલેબ સિકંદરને ગોળી મારી હતી. જેમાં ગોળી તેમના કાન નજીકથી પસાર થતાં તેઓ ઘાયલ થયા હતા.

મોતાલેબ ખતરામાંથી બહાર
સોનડાંગા મોડેલ પોલીસ સ્ટેશનના પ્રભારી અનિમેષ મંડલે જણાવ્યું હતું કે હુમલાખોરોએ સવારે 11.45 વાગ્યે શહેરના ગાઝી મેડિકલ કોલેજ હોસ્પિટલ નજીક મોહમ્મદ મોતાલેબના માથામાં ગોળી મારી હતી. તેમને ગંભીર હાલતમાં ખુલના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોનો ઉલ્લેખ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મોતાલેબ ખતરામાંથી બહાર છે. ગોળી એક બાજુથી તેના કાનમાં ઘૂસીને બીજી બાજુથી બહાર નીકળી ગઈ છે.

મોતાલેબ મજૂર રેલીની તૈયારીમાં વ્યસ્ત
આ અંગે વધુ માહિતી આપતા એનસીપી ખુલના મ્યુનિસિપાલિટીના આયોજક સૈફ નવાઝે પ્રથમ આલોને જણાવ્યું હતું કે મોતાલેબ સિકંદર પાર્ટીના મજૂર સંગઠન, રાષ્ટ્રીય શ્રમિક શક્તિના કેન્દ્રીય આયોજક અને ખુલના વિભાગીય સંયોજક હતા. પાર્ટીએ થોડા દિવસોમાં ખુલનામાં એક વિભાગીય મજૂર રેલી યોજવાનું હતી. મોતાલેબ સિકંદર તેની તૈયારીમાં વ્યસ્ત હતા.

1 જાન્યુઆરી 2026થી નવા નિયમો અમલમાં: UPI પેમેન્ટ અને રેશન કાર્ડમાં મોટા ફેરફાર

0

1 જાન્યુઆરી, 2026 થી, દેશભરમાં ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવશે, જેની સીધી અસર તમારા ખિસ્સા અને રોજિંદા જીવન પર પડશે. બેંકિંગ, કર, ડિજિટલ ચુકવણી, રેશન કાર્ડ, સોશિયલ મીડિયાથી લઈને ખેડૂતો સુધી દરેક ક્ષેત્રમાં પરિવર્તન જોવા મળશે. નવા વર્ષની શરૂઆત સાથે બદલાતા નિયમો અને તે તમારી નાણાકીય પરિસ્થિતિને કેવી રીતે અસર કરી શકે છે તે વિશે જાણો.

ખેડૂતો માટે નવા નિયમો
ખેડૂતો માટે પીએમ કિસાન યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જાન્યુઆરી 2026 થી ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી ફરજિયાત બનશે. ખેડૂત આઈડી વિના, પીએમ કિસાન હપ્તા બંધ કરવામાં આવશે. પીએમએફબીવાય 2026 હેઠળ, જંગલી પ્રાણીઓ દ્વારા નુકસાન પામેલા ખરીફ પાક માટે વીમા કવરેજ પણ ઉપલબ્ધ થશે. નુકસાનની જાણ હવે 72 કલાકની અંદર ફરજિયાત રહેશે.

બૅન્કિંગ અને કર ફેરફારો
નવા વર્ષથી બેંકિંગ નિયમો અને આવકવેરા રિટર્ન (ITR) ફોર્મ પણ બદલાશે. વધુ ડેટા-આધારિત રિપોર્ટિંગને કારણે, ક્રેડિટ સ્કોર અપડેટ નિયમ એપ્રિલ ૨2026 થી દર 7 દિવસે અપડેટ કરવામાં આવશે, જે અગાઉના 15 દિવસથી વધુ છે. વધુમાં, SBI જેવી બેંકોએ લોનના વ્યાજ દરો અને ફિક્સ્ડ ડિપોઝિટ દરોમાં ઘટાડો કર્યો છે, જેની અસર આવતા વર્ષે દેખાશે.

LPG અને ઇંધણના ભાવ
તેલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દર મહિનાની પહેલી તારીખે LPG અને એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં સુધારો કરે છે. ડિસેમ્બરમાં, વાણિજ્યિક સિલિન્ડરના ભાવમાં 10નો ઘટાડો કરવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે, જે સામાન્ય પરિવારોને રાહત આપી શકે છે.

નવો ડિજિટલ હાજરી નિયમ
સરકારી શાળાઓમાં ડિજિટલ હાજરી લાગુ કરવામાં આવશે. ઘણા રાજ્યોમાં, વિદ્યાર્થીઓની હાજરી હવે ટેબ દ્વારા રેકોર્ડ કરવામાં આવશે, જે શાળાઓ અને વહીવટ બંને માટે વધુ સારી ટ્રેકિંગ પ્રદાન કરશે.

નવી રેશન કાર્ડ સુવિધા
રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે 2026 થી એક નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. આનાથી ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોના લોકોને સીધો ફાયદો થશે.

મોસ્કોમાં કાર બોમ્બ વિસ્ફોટમાં રશિયન જનરલનું મોત, અધિકારીઓએ પુષ્ટિ કરી

રશિયાની રાજધાની મોસ્કોમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં એક વરિષ્ઠ રશિયન જનરલનું મોત થયું હોવાની માહિતી અધિકારીઓએ આપી છે. રશિયન તપાસ સમિતિ મુજબ, સોમવારની સવારે એક કારની નીચે મૂકાયેલા વિસ્ફોટક ઉપકરણમાં બ્લાસ્ટ થતાં લેફ્ટનન્ટ જનરલ ફેનિલ સર્વરોવ ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારબાદ હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. સર્વરોવ રશિયન સશસ્ત્ર દળોના ઓપરેશનલ ટ્રેનિંગ વિભાગના વડા તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

તપાસ એજન્સીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને હત્યા તેમજ વિસ્ફોટકોના ગેરકાયદેસર ઉપયોગના કેસ નોંધવામાં આવ્યા છે. તપાસ દરમિયાન એક સંભાવનાની પણ તપાસ થઈ રહી છે કે આ હુમલામાં યુક્રેનિયન ગુપ્તચર એજન્સીઓની સંડોવણી હોઈ શકે છે, જોકે યુક્રેન તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ઘટનાસ્થળની તસવીરોમાં એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પાસે પાર્ક કરેલી એક સફેદ કાર સંપૂર્ણ રીતે નુકસાનગ્રસ્ત જોવા મળી હતી, જેના દરવાજા દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. રશિયન મીડિયા અનુસાર, સર્વરોવે અગાઉ ચેચન યુદ્ધો તેમજ અન્ય સૈન્ય અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને સીરિયામાં પણ સૈન્ય કામગીરીનું નેતૃત્વ કર્યું હતું.

ક્રેમલિનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આ ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ મોસ્કોમાં અનેક લશ્કરી અધિકારીઓ અને જાણીતા વ્યક્તિઓ પર હુમલાઓ થયા છે, જેને કારણે રશિયામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વધી રહી છે.

વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, શર્ટ વીજપોલમાં ફસાઈ જતાં યુવકનો ‘ફિલ્મી’ બચાવ

વડોદરાના નંદેસરી બ્રિજ પર આજે એક અત્યંત વિચિત્ર અને રૂંવાડા ઉભા કરી દે તેવો અકસ્માત સર્જાયો હતો. એક 20 વર્ષીય યુવક પોતાની મોપેડ લઈને બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે યુવક બ્રિજ પરથી નીચે ફેંકાયો હતો.

ઘાયલ યુવકની ઓળખ સિદ્ધરાજસિંહ મહિડા તરીકે થઈ છે, જે આણંદ જિલ્લાના અડાસ ગામના રહેવાસી છે. તેમના સંબંધી સરોજબેનના જણાવ્યા અનુસાર, સિદ્ધરાજસિંહ નાની-મોટી નોકરી કરતા હતા અને શનિવારે સવારે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળીને પોતાના મોપેડ પર વડોદરા તરફ જઈ રહ્યા હતા.

નંદેસરી પુલ પાર કરતી વખતે, એક અજાણ્યા વાહને તેમને પાછળથી ટક્કર મારી હતી. ટક્કરને કારણે, તેઓ પુલની ધાર પર પટકાયા હતા અને નીચે પડી ગયા હોવાની શક્યતા હતી.

સિદ્ધરાજસિંહનો શર્ટ પુલ પરના વીજળીના થાંભલામાં ફસાઈ ગયો હતો, જેના કારણે તે હવામાં લટકીને પડી ગયો હતો. અકસ્માત અને ઇજાઓને કારણે તે બેભાન થઈ ગયો હોવાના અહેવાલ છે. પુલ પરના ઘણા લોકોએ આ ઘટના જોઈ અને ટ્રાફિક ઠપ થઈ જતાં મદદ માટે દોડી આવ્યા.

પસાર થતા લોકોએ યુવકને સલામત સ્થળે ખેંચ્યો

સાંકરદા ગામના રહેવાસી અશ્વિન સોલંકીએ જણાવ્યું કે તે તેના પિતા સાથે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેણે યુવકને બેભાન અવસ્થામાં પુલ પરથી લટકતો જોયો. અન્ય રાહદારીઓ સાથે મળીને તેણે સિદ્ધરાજસિંહને પકડી રાખ્યો અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યો.
ત્યારબાદ ઘાયલ યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેને આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને બાદમાં વધુ સારવાર માટે વડોદરા નજીક પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેને ફક્ત નાની ઇજાઓ જ થઈ છે.

પંજાબના ભૂતપૂર્વ IGએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી, જાણો સમગ્ર મામલો

0

પંજાબના ભૂતપૂર્વ IPS અધિકારી અમર સિંહ ચહલે કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેઓ પટિયાલામાં તેમના ઘરે ગંભીર રીતે ઘાયલ મળી આવ્યા હતા. તેમણે પોતાને ગોળી મારી દીધી હતી અને હાલમાં તેમની હાલત ગંભીર છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી છે, જેમાં ઓનલાઈન છેતરપિંડીને કારણે થયેલા નોંધપાત્ર નાણાકીય નુકસાન અને મુશ્કેલીઓનો ઉલ્લેખ છે.

નોંધનીય છે કે અમર સિંહ ચહલ ઇન્સ્પેક્ટર જનરલ પદ પરથી નિવૃત્ત થયા છે. પોલીસ વિભાગને પણ આટલા વરિષ્ઠ પદ પર રહેલા વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા આ આત્યંતિક પગલાને પચાવવું મુશ્કેલ લાગી રહ્યું છે.

પટિયાલાના SSP વરુણ શર્માએ જણાવ્યું હતું કે ગોળીબારની માહિતી મળતાં, પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચહલને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત હજુ પણ ગંભીર છે, અને ડોકટરો તેમને બચાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.

અમર સિંહ ચહલ 2015ના ફરીદકોટ ગોળીબાર કેસમાં આરોપી હતા. 2023 માં, પંજાબ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને સુખબીર સિંહ બાદલ, ચહલ સહિત અન્ય ઘણા પોલીસ અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

દિલ્હીથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

0

મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટને ટેકનિકલ સમસ્યાને કારણે તેની મુસાફરી ટૂંકી કરીને દિલ્હી પરત ફરવાની ફરજ પડી હતી.વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.

એર ઇન્ડિયાની એક ફ્લાઇટને આજે ટેક્નિકલ ખામીને કારણે તેની નિર્ધારિત મુસાફરી ટૂંકી કરીને દિલ્હી પરત ફરવી પડી. દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ AI 887 માં ટેકઓફ થયાના થોડા સમય પછી જ ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો, જેના કારણે વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે પાછું ઉતર્યું. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા એર ઇન્ડિયાએ કહ્યું કે મુસાફરોની સલામતી સૌથી મહત્વપૂર્ણ છે.

વિમાનનું એક એન્જિન નિષ્ફળ ગયું
અહેવાલો અનુસાર, સોમવારે સવારે દિલ્હીથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ IGI એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી નિષ્ફળ ગઈ, જેના કારણે તેને દિલ્હી પરત ફરવાની ફરજ પડી. સોમવારે સવારે 6:10 વાગ્યે ટેકઓફ કર્યા પછી તરત જ વિમાનનું એક એન્જિન નિષ્ફળ ગયું હોવાનું જાણવા મળે છે. તે સવારે 6:52 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. એર ઈન્ડિયાએ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.

એર ઇન્ડિયાએ મુસાફરો અને ક્રૂના સલામત ઉતરાણની પુષ્ટિ કરી અને આ અણધારી પરિસ્થિતિને કારણે થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી. એરલાઇને જણાવ્યું હતું કે વિમાનનું જરૂરી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને બધા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 22 ડિસેમ્બરે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ AI887, ટેક-ઓફ પછી ટેકનિકલ સમસ્યાને કારણે, માનક સંચાલન પ્રક્રિયા મુજબ દિલ્હી એરપોર્ટ પર પાછી ફરવામાં આવી હતી. બધા મુસાફરોને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા અને તેમની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી છે. બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.

માંડવીના યોગકોચનું સુરત જિલ્લાના શ્રેષ્ઠ યોગ કક્ષા સંચાલક તરીકે રાજ્યકક્ષાએ સન્માન

માંડવી તાલુકામાં છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી નિયમિત રીતે નિશુલ્ક યોગ કક્ષાઓનું સંચાલન કરી રહેલા માંડવી તાલુકા યોગકોચ કમલેશભાઈ ચૌધરીને સુરત જિલ્લાના શ્રેષ્ઠ યોગ કક્ષા સંચાલક તરીકે રાજ્યકક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા છે.

તા.૨૧ ડિસેમ્બર-વિશ્વ ધ્યાન દિવસના અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હિમાલયન સમર્પણ મેડિટેશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોગકોચ અને યોગ ટ્રેનરનો પ્રથમ દીક્ષાંત સમારોહ તથા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે જ્યભરના યોગસાધકો અને યોગકોચોને સન્માન અંતર્ગત કમલેશભાઈને મેડલ એનાયત થયો હતો.

નોંધનીય છે કે, કમલેશભાઈ અને અંજલિબેન વાંકડા દ્વારા માંડવીમાં સવાર અને સાંજના સમયે ચાલતી આ યોગશિબિરમાં યોગપ્રેમી નગરજનો નિયમિત રીતે જોડાઈ રહ્યા છે. યોગના પ્રચાર અને પ્રસાર માટે યોગકોચ દ્વારા માત્ર કક્ષાઓ પૂરતું સીમિત ન રહેતા, વિવિધ જાગૃતિ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ તથા નગરજનોમાં આરોગ્ય પ્રત્યે ચેતના જગાવવા રેલીઓ યોજે છે, પરિણામે, માંડવીમાં યોગ પ્રત્યે સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે.