Home Blog Page 220

માંડવી ધર્માંતરણ કેસમાં વધુ એક શિક્ષકની ધરપકડ, માસ્ટરમાઈન્ડ સાથે નજીકની સાંકળ ખુલ્લી

સુરત જિલ્લાના માંડવીમાં સામે આવેલા ધર્માંતરણ મામલે પોલીસે વધુ એક શિક્ષકની ધરપકડ કરી છે. રાકેશ વસાવા નામના આ શિક્ષકને ઝડપી લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાકેશ વસાવા ખાનગી શાળામાં અંગ્રેજી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો અને ધર્માંતરણના માસ્ટર માઈન્ડ ગણાતા રામજી ચૌધરીનો નજીકનો સહયોગી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રાકેશ વસાવા ધર્માંતરણ માટે આવતા ફંડ અને ખર્ચનો સમગ્ર હિસાબ રાખતો હતો. ઉપરાંત કોનું ધર્માંતરણ કોની પાસે કરાવવું તેની જવાબદારી પણ તે સંભાળતો હતો. એક સાથે લગભગ 20 લોકોના ધર્માંતરણમાં તેની સંડોવણી બહાર આવી છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અગાઉ યોજાયેલા ત્રણ દિવસીય કાર્યક્રમમાં પણ તેની મુખ્ય ભૂમિકા હતી.

પોલીસ સૂત્રો મુજબ, રાકેશ વસાવાને ધર્માંતરણના માસ્ટર માઈન્ડ રામજી ચૌધરીનો “રહસ્ય સચિવ” પણ કહેવાતો હતો. તેની ધરપકડ બાદ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. હાલ આરોપીને 5 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે માંડવી ધર્માંતરણ કેસમાં અત્યાર સુધીમાં કુલ 4 શિક્ષક અને 1 તબીબની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.

મલાઈકા અરોરાનું આલીશાન રેસ્ટોરન્ટ: 350નું પાણી અને 21 હજારની શેમ્પેઈન, શું છે ખાસ?

મલાઇકા અરોરા રિયાલિટી શો, આઈટમ નંબર્સ અને કમર્શિયલ એડ્સ દ્વારા કરોડોની કમાણી કરે છે અને લક્ઝુરિયસ લાઈફ જીવે છે. હવે મલાઈકાએ બિઝનેસ વર્લ્ડમાં પણ પોતાનો સિક્કો જમાવ્યો છે. મલાઈકા અને તેનો પુત્ર અરહાન ખાન મુંબઈના બાંદ્રામાં ‘સ્કારલેટ હાઉસ’ (Scarlet House) નામના લક્ઝરી રેસ્ટોરન્ટમાં હિસ્સેદારી ધરાવે છે.

90 વર્ષ જૂના બંગલામાં રેટ્રો વાઈબ
આ રેસ્ટોરન્ટ બાંદ્રાના પાલી વિલેજમાં સ્થિત એક 90 વર્ષ જૂના ઇન્ડો-પોર્ટુગીઝ બંગલામાં આવેલું છે. 2,500 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું આ રેસ્ટોરન્ટ સેલિબ્રિટીઝનું હોટ સ્પોટ બની ગયું છે. તેનું ઇન્ટિરિયર રસ્ટિક સિમ્પલિસિટી અને ઓલ્ડ સ્કૂલ સ્ટાઇલથી પ્રેરિત છે, જે ગ્રાહકોને ઈતિહાસ અને નોસ્ટાલ્જીયાનો અહેસાસ કરાવે છે.

મેનૂના ભાવ ઉડાવી દેશે હોશ
‘સ્કારલેટ હાઉસ’નું મેનૂ અને તેના ભાવ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે:

  • એન્ટી-એજિંગ વોટર:350 રૂપિયા (ઇન્ફ્યુઝ્ડ વોટર બોટલ)
  • મસાલા ખીચડી:550 રૂપિયા
  • શેમ્પેઈન:20,900 રૂપિયા
  • એવોકાડો ટોસ્ટ:625 રૂપિયા
  • લુધિયાણા સ્ટાઈલ વ્હાઈટ બટર ચિકન:750 રૂપિયા
  • હેલ્ધી હેર જ્યુસ (બીટ-તરબૂચ-કરી પત્તા):450 રૂપિયા
  • ભારતનું પ્રથમ હાઈડ્રેશન બાર

મલાઈકાએ આ રેસ્ટોરન્ટમાં ભારતનું પ્રથમ ‘હાઈડ્રેશન બાર’ લોન્ચ કર્યું છે. અહીં ખાસ પ્રકારના ડ્રિંક્સ અને સ્મૂધી મળે છે જે થાક, ઓછી રોગપ્રતિકારક શક્તિ અને સ્કીન પ્રોબ્લેમ્સમાં ફાયદાકારક હોવાનો દાવો કરવામાં આવે છે. અહીં 350 રૂપિયામાં ‘હેંગઓવર રેમેડી’ ડ્રિંક પણ ઉપલબ્ધ છે.

કેવી રીતે શરૂ થયું આ સાહસ?
એક ઇન્ટરવ્યુમાં મલાઈકાએ જણાવ્યું કે, તે હંમેશાથી એક કૂલ કેફે ખોલવા માંગતી હતી. બાંદ્રાની ગલીઓમાં સ્થિત આ લાલ પોર્ટુગીઝ બંગલાને જોતા જ તેને પસંદ આવી ગયો હતો. આ 100 સીટર રેસ્ટોરન્ટમાં વ્હાઇટ વોશ દિવાલો, લાકડાનું ફિનિશિંગ અને વિન્ટેજ ક્રોકરી એક અલગ જ રેટ્રો લુક આપે છે. મલાઈકા અને અરહાન આ રેસ્ટોરન્ટમાં ધવલ ઉદેશી અને મલાયા નાગપાલ સાથે સહ-માલિક છે.

‘ધુરંધર’માં બદલાવ બાદ આજથી થિયેટરોમાં નવું વર્ઝન, જાણો શું બદલાયું

આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી સ્પાય-થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’ વિવાદ અને સફળતા બંને વચ્ચે ઘેરાયેલી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં ₹1100 કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચી દીધો છે. જો કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયની સૂચના અનુસાર 1 જાન્યુઆરીથી થિયેટરોમાં આ ફિલ્મનું નવું વર્ઝન જોવા મળશે.

કેમ અને શું બદલાયું?
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની સૂચના બાદ રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’માં મહત્ત્વના ફેરફારો કરાયા છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના કેટલાક વિવાદાસ્પદ ડાયલોગ્સ પર કાતર ફેરવવામાં આવી છે. ખાસ કરીને ‘બલૂચ’ (Baloch) શબ્દને મ્યુટ કરી દેવામાં આવ્યો છે.

આ સુધારાના અમલીકરણ માટે ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા 31 ડિસેમ્બરના રોજ દેશભરના સિનેમા હોલ્સને ઈ-મેલ મોકલી જૂની DCP ફાઈલને બદલે નવું ‘રિવાઈઝ્ડ વર્ઝન’ વાપરવાની સૂચના અપાઈ છે. પરિણામે 1 જાન્યુઆરી, 2026થી થિયેટરોમાં પ્રેક્ષકોને આ નવા વર્ઝન સાથે ફિલ્મ બતાવવામાં આવશે.

આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો બીજો ભાગ પણ અત્યંત ઝડપથી આવી રહ્યો છે. ‘ધુરંધર પાર્ટ-2’ 19 માર્ચ, 2026ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે. ભાગ્યે જ કોઈ ફિલ્મમાં જોવા મળ્યું હશે કે માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં જ સિક્વલ રિલીઝ થઈ જાય.

બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’ના રેકોર્ડ્સ
રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં ₹1113 કરોડથી વધુનું શાનદાર કલેક્શન કરીને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોની યાદીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ સફળતા સાથે તે રણવીર સિંહની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી અને યાદગાર ફિલ્મ સાબિત થઈ છે.

આંધ્રપ્રદેશમાં હૃદયદ્રાવક ઘટના: પિતાએ ત્રણ સગીર પુત્રોની હત્યા બાદ કર્યો આપઘાત

0

આંધ્રપ્રદેશના નંદયાલ જિલ્લામાંથી વિચલિત કરી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. ઉય્યાલાવાડા ગામમાં એક વ્યક્તિએ કથિત રીતે તેના ત્રણ સગીર પુત્રોની હત્યા કરી નાખી અને પછી પોતાને પણ ફાંસી લગાવી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ ગંભીર આર્થિક તંગી હોવાનું જણાય છે.

ગુરુવારે પોલીસને ઘટનાની જાણ થઈ. અલ્લાગડ્ડા ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી) કે. પ્રમોદ કુમારે જણાવ્યું કે આ દુ:ખદ ઘટના બુધવારે બની હતી. મૃતક વ્યક્તિએ પહેલા તેના ત્રણ બાળકોની હત્યા કરી અને પછી ઘરમાં પોતાને ફાંસી લગાવી લીધી. ગ્રામજનો પાસેથી માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોનો કબજો લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા.

આર્થિક તંગી અને કૌટુંબિક સંકટ
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવાર લાંબા સમયથી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. પરિવારની પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ હતી, જેના કારણે પિતાએ આ આત્યંતિક પગલું ભર્યું.

પત્નીએ પણ પહેલા આત્મહત્યા કરી હતી
તપાસમાં બીજી એક દુ:ખદ હકીકત બહાર આવી છે કે મૃતકની પત્નીએ પણ આ વર્ષના ઓગસ્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃત્યુ પછી, પરિવારની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી, અને બાળકોની જવાબદારી ફક્ત પિતા પર જ હતી.

પોલીસ તપાસ ચાલુ છે
પોલીસ હાલમાં બાળકોના મૃત્યુનું ચોક્કસ કારણ તપાસી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે કે બાળકોની હત્યા કેવી રીતે કરવામાં આવી છે. ડીએસપી પ્રમોદ કુમારે જણાવ્યું કે, “અમે કેસ નોંધ્યો છે અને દરેક પાસાની તપાસ કરી રહ્યા છીએ. વધુ તપાસ અને પુરાવાઓથી વિગતો બહાર આવશે. ઘટના બાદ ગામમાં શોક છવાઈ ગયો છે.”

હવે વિદેશમાં પણ વાગશે ભારતીય ઈ-સ્કૂટર્સનો ડંકો!

0

ભારતનો ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટ ધીમે ધીમે તેની ગતિ પકડી રહ્યો છે. દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સના વેચાણમાં વધારો થવાની સાથે હવે વિદેશી ધરતી પર પણ ભારતીય બ્રાન્ડ્સનો દબદબો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એપ્રિલથી નવેમ્બર 2025 દરમિયાન થયેલા નિકાસના આંકડા ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે ખૂબ જ પ્રોત્સાહક છે.

નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ
ભારતીય ટુ-વ્હીલર ઉદ્યોગે એપ્રિલ-નવેમ્બર 2025ના સમયગાળા દરમિયાન કુલ 33.3 લાખ યુનિટ્સની નિકાસ સાથે વાર્ષિક ધોરણે 24%ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. આ કુલ નિકાસમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (E-2W) સેગમેન્ટ પણ મહત્ત્વનો ફાળો આપી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા આઠ મહિનામાં કુલ 5,536 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહનો વિદેશમાં મોકલવામાં આવ્યા છે, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 3% વધુ છે.

આ બે બ્રાન્ડ્સનો છે દબદબો
નિકાસના આંકડાઓમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે કુલ નિકાસ થયેલા ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં સિંહ ફાળો માત્ર બે કંપનીઓનો જ છે. TVS મોટર કંપની (TVS Motor Company) અને એથર એનર્જી (Ather Energy) એ મળીને કુલ નિકાસમાં 93% હિસ્સો નોંધાવ્યો છે.

TVS મોટર કંપની: TVS તેનું લોકપ્રિય મોડલ iQube વિદેશી બજારોમાં મોટા પાયે નિકાસ કરી રહી છે. કંપનીની મજબૂત ગ્લોબલ સપ્લાય ચેઈન અને ભરોસાપાત્ર ટેકનોલોજીને કારણે દક્ષિણ-પૂર્વ એશિયા અને લેટિન અમેરિકાના દેશોમાં તેની માંગ વધી રહી છે.
એથર એનર્જી: બેંગલુરુ સ્થિત આ સ્ટાર્ટઅપ કંપનીએ તેના પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે. એથરના સ્કૂટર્સ તેની ડિઝાઈન અને સ્માર્ટ ફીચર્સ માટે વિદેશી ગ્રાહકોમાં પસંદગી પામી રહ્યા છે.
નિકાસ વધવા પાછળના કારણો
ગુણવત્તા અને ટેકનોલોજી: ભારતીય કંપનીઓ હવે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના સ્કૂટર્સ બનાવી રહી છે, જે પરફોર્મન્સ અને રેન્જની બાબતમાં શ્રેષ્ઠ છે.
ખર્ચમાં ઘટાડો: ભારતમાં મોટા પાયે ઉત્પાદન થવાને કારણે આ સ્કૂટર્સ વૈશ્વિક બજારમાં ચીન અને અન્ય દેશોના સ્કૂટર્સ સામે સ્પર્ધાત્મક કિંમતે ઉપલબ્ધ છે.
સરકારી પ્રોત્સાહન: ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ અને PLI સ્કીમ જેવી નીતિઓએ સ્થાનિક ઉત્પાદકોને વૈશ્વિક બજારમાં પગપેસારો કરવામાં મદદ કરી છે.

ભવિષ્યની સંભાવનાઓ

ઓટોમોબાઈલ નિષ્ણાતોનું માનવું છે કે આગામી વર્ષોમાં ઓલા ઇલેક્ટ્રિક (Ola Electric) અને બજાજ (Bajaj) જેવી અન્ય કંપનીઓ પણ નિકાસમાં આક્રમક રીતે આગળ વધશે. જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો, તો ભારત ટૂંક સમયમાં વિશ્વ માટે ‘ઇલેક્ટ્રિક વ્હીકલ એક્સપોર્ટ હબ’ બની શકે છે.

સ્વિટ્ઝર્લેન્ડના રિસોર્ટ બારમાં ભયાનક વિસ્ફોટ: 40નાં મોત, 100થી વધુ ઘાયલ

સ્વિટ્ઝર્લેન્ડના એક રિસોર્ટ બારમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે અને 100 થી વધુ ઘાયલ થયા છે. આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે 130 વાગ્યે બની હતી.

કેન્સ-મોન્ટાના સ્કી રિસોર્ટના બારમાં વિસ્ફોટ
પોલીસે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડના કેન્સ-મોન્ટાના સ્કી રિસોર્ટના એક બારમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘાયલ થયા હતા. બીબીસીને આપેલા નિવેદનમાં, પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટ ‘લે કોન્સ્ટેલેશન બારમાં સ્થાનિક સમય મુજબ 01:30 વાગ્યે (00:30 GMT) થયો હતો.

ઇટાલીના વિદેશ મંત્રાલયે પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે અને 100 થી વધુ ઘાયલ થયા છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી લેવામાં આવ્યો છે અને હવાઈ ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સ્વિટ્ઝર્લૅન્ડે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે, જેમાં 10 હેલિકોપ્ટર, 40 એમ્બ્યુલન્સ અને 150 પ્રતિભાવકર્તાઓ બચાવ અને રાહત કામગીરીમાં સામેલ છે.

નવા વર્ષમાં સિગારેટ પીવી થશે વધુ મોંઘી, સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો

0

2026 ના પહેલા જ દિવસે, ધૂમ્રપાન કરનારાઓ અને તમાકુ ખાનારાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે સિગારેટ પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદવાનું જાહેરનામું બહાર પાડ્યું છે, જેના કારણે 1 ફેબ્રુઆરી, 2026 થી દેશમાં સિગારેટના ભાવમાં વધારો થઈ શકે છે. નાણા મંત્રાલયના આ નિર્ણયની અસર આજે શેરબજાર પર પણ જોવા મળી હતી, જ્યાં બજારના અગ્રણી ITC લિમિટેડ અને ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

એક્સાઇઝ ડ્યુટીમાં કેટલો વધારો થયો?
સરકારના માહિતી મુજબ, સિગારેટની લંબાઈના આધારે વધારાની એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવશે. દર1000 સિગારેટ સ્ટીક માટે ચાર્જ 2,050 થી 8,500 સુધીનો હશે. મહત્વપૂર્ણ વાત એ છે કે, આ નવો ટેક્સ તમાકુ ઉત્પાદનો પર લાદવામાં આવતા હાલના 40% ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઉપરાંતનો હશે.

75 મીમીથી વધુ લંબાઈ: 8,500 પ્રતિ 1000 સ્ટીક માટે
આ નવી વસૂલાત હાલમાં લાગુ ‘કમ્પેન્સેશન સેસ’નું સ્થાન લેશે, જે હવે નાબૂદ કરવામાં આવી રહી છે.

કિંમતો પર શું અસર થશે?
બજાર વિશ્લેષકો અને બ્રોકરેજ કંપનીઓના મતે, આ નવા ટેક્સ માળખાથી છૂટક સિગારેટના ભાવમાં સરેરાશ 22% થી 28% નો વધારો થઈ શકે છે. લોકપ્રિય બ્રાન્ડ્સ માટે સિગારેટના ભાવમાં 2 થી 3 નો વધારો થવાની ધારણા છે. કંપનીઓ આ વધેલા ટેક્સનો બોજ ગ્રાહકો પર નાખશે તે નિશ્ચિત છે.

શેરબજારમાં તમાકુ કંપનીઓની હાલત ખરાબ છે.
સરકારે નવા ટેક્સ નિયમોની જાહેરાત કરતાની સાથે જ, તમાકુ કંપનીઓના રોકાણકારોએ ઝડપથી નફો બુક કરવાનું શરૂ કરી દીધું.

  • ITC Ltd: NSE પર કંપનીના શેર 8% થી વધુ ઘટીને 370 પર બંધ થયા.
  • Godfrey Phillips: આ કંપનીના શેરમાં 10% થી 15% નો મોટો ઘટાડો જોવા મળ્યો.
  • આ ઘટાડો ITC માટે પણ મોટો છે કારણ કે કંપનીની કુલ આવકનો લગભગ 48% ભાગ સિગારેટના વ્યવસાયમાંથી આવે છે.

સરકારી ઉદ્દેશ્યો: આરોગ્ય અને મહેસૂલ
નાણા મંત્રાલયના અધિકારીઓ કહે છે કે ભારતમાં સિગારેટ પરનો કુલ ટેક્સ બોજ હાલમાં છૂટક ભાવના આશરે 53% છે. આ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા ભલામણ કરાયેલ 75% ધોરણ કરતા નોંધપાત્ર રીતે ઓછો છે. સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય તમાકુ ઉત્પાદનોને વધુ મોંઘા બનાવીને તમાકુના વપરાશને નિરુત્સાહિત કરવાનો અને જાહેર આરોગ્ય ખર્ચને નિયંત્રિત કરવાનો છે.

બીડી પરના ટેક્સ દરમાં કોઈ ફેરફાર નથી
નોંધનીય છે કે, બીડી પરના કર દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે પાન મસાલા અને ગુટખા માટે નવી મશીન-ક્ષમતા-આધારિત કર માળખું પણ 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે.

“અરે છોડો યાર, ફાલતુ સવાલો ન પૂછો” 10ના મોત પર ભાજપના મંત્રીનું બેજવાબદાર નિવેદન

0

મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં દૂષિત પાણીના સપ્લાયને કારણે થયેલી ભયાનક દુર્ઘટના બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ઘટનાને લઈને સવાલ પૂછવા પર રાજ્યના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય મીડિયા પર ગુસ્સે ભરાયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેમણે માફી માંગી હતી.

શું છે સમગ્ર ઘટના?
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઓળખાતા ઇન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં પાઇપલાઇન લીકેજ થવાને કારણે ગટરનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી ગયું હતું. આ દૂષિત પાણી પીવાથી વિસ્તારમાં ઉલટી-ઝાડાનો રોગચાળો ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 2000થી વધુ લોકો તેનાથી પ્રભાવિત થયા છે, જેમાંથી સેંકડો લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા મુખ્યમંત્રી ડો. મોહન યાદવે એક તપાસ સમિતિની રચના કરી છે. તેમણે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને એકને સેવામાંથી બરતરફ કરી દીધા છે. સરકાર પ્રભાવિતોના સારવારનો ખર્ચ ઉઠાવી રહી છે અને ટેન્કરો દ્વારા શુદ્ધ પાણીની વ્યવસ્થા કરી રહી છે.

મંત્રી વિજયવર્ગીયનો વિવાદિત જવાબ
બુધવારે એમજીએમ મેડિકલ કોલેજમાં મુખ્યમંત્રીની બેઠક બાદ, કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય (જેમનો વિધાનસભા ક્ષેત્ર ઇન્દોર-1 ભાગીરથપુરામાં આવે છે) બહાર નીકળ્યા હતા. તે સમયે એક પત્રકારે તેમને સવાલ પૂછ્યો કે ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને હજુ સુધી રિફંડ કેમ નથી મળ્યું અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કેમ નથી થઈ?

આ સવાલ પર મંત્રી ભડકી ગયા અને બોલ્યા, “અરે છોડો યાર, ફાલતુ સવાલો ન પૂછો.” જ્યારે પત્રકારે ફરીથી આગ્રહ કર્યો, ત્યારે તેમણે કથિત રીતે અપશબ્દોનો ઉપયોગ કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. આ દરમિયાન, એક સ્થાનિક કોર્પોરેટર (કમલ વાઘેલા)એ પણ પત્રકાર સાથે ઉગ્ર દલીલ કરી હતી.

વીડિયો વાયરલ થયા બાદ મંત્રીએ ખેદ વ્યક્ત કર્યો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. વિવાદ વધતા, મોડી રાત્રે મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ X (ટ્વિટર) પર એક પોસ્ટ કરીને માફી માંગી. તેમણે લખ્યું: “હું અને મારી ટીમ છેલ્લા બે દિવસથી ઊંઘ્યા વગર પ્રભાવિત વિસ્તારમાં સતત પરિસ્થિતિ સુધારવામાં લાગેલા છીએ. દૂષિત પાણીથી મારા લોકો પીડિત છે અને કેટલાક આપણને છોડીને ચાલ્યા ગયા છે, આ ઊંડા દુઃખની સ્થિતિમાં મીડિયાના એક સવાલ પર મારા શબ્દો ખોટા નીકળી ગયા. તે માટે હું ખેદ વ્યક્ત કરું છું. પરંતુ જ્યાં સુધી મારા લોકો સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્વસ્થ નહીં થઈ જાય, ત્યાં સુધી હું શાંત નહીં બેસીશ.”

કોંગ્રેસે મંત્રીના આ નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે. પાર્ટીએ આને “સત્તાના અહંકારનું પ્રતિક” ગણાવ્યું અને માંગ કરી કે મંત્રી જાહેરમાં માફી માંગે. વિપક્ષનું કહેવું છે કે સ્વચ્છતાના દાવાઓ છતાં આવી બેદરકારી વહીવટીતંત્રની નિષ્ફળતા દર્શાવે છે. બીજી તરફ, વહીવટીતંત્રનો દાવો છે કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને તપાસ બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

15 ઓગસ્ટ 2027ના રોજ દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડશે, કેન્દ્રીય રેલવે મંત્રીની જાહેરાત

0

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. લોકોને પ્રશ્ન છે કે આખરે ક્યારે દેશની બુલેટ ટ્રેન દોડશે? આખરે દેશવાસીઓને કેન્દ્ર સરકાર દ્વારા એક ખુશખબર આપવામાં આવી, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે 15 ઓગસ્ટ 2027ના રોજ પ્રથમ બુલેટ ટ્રેન દોડશે.

મુંબઈ, અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્રગતિ (12 ડિસેમ્બર 2025 મુજબ)

  • 508 કિ.મીમાંથી 330 કિ.મી વાયડક્ટ અને 408 કિમી પિયરનું કામ પૂર્ણ થઈ ગયું છે
  • 17 રિવર બ્રેજ, 5 પીએસસી (પ્રીસ્ટ્રેસ્ડ કોંક્રિટ) અને 11 સ્ટીલ બ્રિજ, 230 મીટર લાંબા સ્ટીલ બ્રિજનો પ્રથમ 130 મીટર સ્પાન પૂર્ણ થયો છે
  • 235 કિ.મીના પટ પર 4.7 લાખથી વધુ અવાજ અવરોધો સ્થાપિત કરવામાં આવ્યા છે
  • 560 ટ્રેક કિમી (130 રૂટ કિમી) આરસી ટ્રેક બેડ બાંધકામ પૂર્ણ થયું
  • મુખ્ય લાઇન વાયડક્ટના આશરે 85 કિમી રૂટને આવરી લેતા લગભગ 3700 OHE માસ્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે.
  • પાલઘર જિલ્લામાં 7 પર્વતીય ટનલ પર ખોદકામ ચાલુ છે
  • બીકેસી અને શિલ્ફાટા (મહારાષ્ટ્રમાં) વચ્ચેની 21 કિમી ટનલમાંથી 5 કિ.મી NATM ટનલ ખોદવામાં આવી છે
  • સુરત અને અમદાવાદમાં રોલિંગ સ્ટોક ડેપોનું બાંધકામ ચાલુ છે
  • ગુજરાતના તમામ સ્ટેશનો પર સુપરસ્ટ્રક્ચરનું કામ અંતિમ તબક્કામાં છે. ત્રણેય એલિવેટેડ સ્ટેશનો પર કામ શરૂ થઈ ગયું છે અને મહારાષ્ટ્રમાં મુંબઈ ભૂગર્ભ સ્ટેશન પર બેઝ સ્લેબ કાસ્ટિંગ ચાલુ છે.

નવા વર્ષની શરૂઆતમાં મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ LPG સિલિન્ડર ₹111 મોંઘું

0

નવા વર્ષ 2026ની શરૂઆત મોંઘવારીના મોટા ઝટકા સાથે થઈ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કર્યો છે. 1 જાન્યુઆરી, 2026થી દેશભરમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર ₹111 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે, 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે.

મુખ્ય શહેરોમાં નવા ભાવ
1 જાન્યુઆરી, 2026થી લાગુ થયેલા નવા દરો મુજબ, દેશના મુખ્ય મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ નીચે મુજબ છે:

દિલ્હી: અહીં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹1580.50 થી વધીને હવે ₹1691.50 થઈ ગયો છે.
કોલકાતા: કોલકાતામાં સિલિન્ડરનો ભાવ ₹1684 થી વધીને ₹1795 પર પહોંચી ગયો છે.
મુંબઈ: મુંબઈમાં જે સિલિન્ડર ₹1531.50 માં મળતો હતો, તેની કિંમત હવે ₹1642.50 થઈ ગઈ છે.
ચેન્નઈ: ચેન્નઈમાં ભાવ ₹1739.5 થી વધીને ₹1849.50 કરવામાં આવ્યો છે.

સતત બે મહિનાના ઘટાડા બાદ વધારો
આ ભાવવધારો સતત બે મહિનાના ઘટાડા બાદ આવ્યો છે. આ પહેલા 1 ડિસેમ્બર, 2025ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જેમાં દિલ્હી અને કોલકાતામાં ₹10 જ્યારે મુંબઈ અને ચેન્નઈમાં ₹11નો ઘટાડો થયો હતો. નવેમ્બર 2025માં પણ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

ઘરેલુ સિલિન્ડરના ભાવ સ્થિર
એક તરફ જ્યાં છેલ્લા કેટલાક મહિનાઓથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે, ત્યાં 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ એપ્રિલ 2025ના સ્તર પર જ સ્થિર છે. હાલમાં ઘરેલુ સિલિન્ડરના ભાવ નીચે મુજબ છે:

દિલ્હી: ₹853
કોલકાતા: ₹879
મુંબઈ: ₹852
ચેન્નઈ: ₹868