Home Blog Page 213

ઉત્તર પ્રદેશ: 6 ફૂટ લાંબા કોબ્રા સાથે મસ્તી ભારે પડી, ત્રણ વખત કરડયા બાદ વૃદ્ધનું હોસ્પિટલમાં મોત

0

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં 50 વર્ષના એક વૃદ્ધને 6 ફૂટ લાંબા કોબ્રા સાપ સાથે રમવાનું ખૂબ જ ભારે પડી ગયું. આની કિંમત તેને જીવ ગુમાવીને ચૂકવવી પડી. કોબ્રા સાપે આ વ્યક્તિને ત્રણ વાર ડંખ માર્યો, જેના કારણે તેનું મોત થયું. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રામપુર જિલ્લાના બિલાસપુર તાલુકાના પિપલિયા ગોપાલ ગામમાં 50 વર્ષના રાજ સિંહે 6 ફૂટ લાંબો કોબ્રા પકડ્યો હતો. સાપને પકડ્યા બાદ તેણે તેની સાથે રમવાનું શરૂ કર્યું જે ખતરનાક સાબિત થયું. આ દરમિયાન ગ્રામજનોએ તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે સમજ્યો નહીં.

કોબ્રાએ રાજ સિંહને ત્રણ વાર ડંખ માર્યો
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રાજ સિંહ ખેતરની બાજુમાં બેઠો છે અને તેના ગળામાં કોબ્રા સાપ છે. રાજ સિંહ ઝેરી કોબ્રા સાથે રમી રહ્યો છે. ક્યારેક સાપ તેના ગળામાં આવે છે તો ક્યારેક તેના માથા પર રહે છે. રાજ સિંહની આસપાસ લોકોની ભીડ છે જે તેને સાપને હટાવવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તે માનતો નથી અને આ દરમિયાન સાપે તેને ત્રણ વખત ડંખ માર્યો હતો. જ્યારે તેની તબિયત બગડવા લાગી ત્યારે ગામલોકો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેનું મૃત્યુ થયું.

કહેવામાં આવી રહ્યું છે કે રાજ સિંહની માનસિક સ્થિતિ સારી નહોતી. તેના લગ્ન પણ થયા ના હતા. તે કેટલાય કલાકો સુધી સાપ સાથે રમતો રહ્યો. આ દરમિયાન સાપે તેને ત્રણ વખત ડંખ માર્યો હતો. જ્યારે તેના શરીરમાં ઝેર ફેલાવા લાગ્યું, ત્યારે તેની હાલત ખરાબ થઈ ગઈ, ત્યારબાદ ગામલોકો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. સાપ સાથે રમતી વખતે રાજ સિંહ વારંવાર પોતાને બહાદુર ગણાવી રહ્યો હતો. આ ડ્રામા તેના માટે ભારે સાબિત થયું અને તે સાપના ડંખને કારણે મૃત્યુ પામ્યો.

Breaking News : સુરતમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ, જાણો સમગ્ર મામલો

સુરત શહેરમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પતંગ ખરીદવા આવેલા ત્રણ ગ્રાહકોને માર મારવાના આરોપસર સરથાણા પોલીસ મથકમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં અલ્પેશ કથીરિયા તેમના ભાઈ અને અન્ય એક વ્યક્તિ સહિત કુલ ત્રણ સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ ખાતે બની હતી. ગ્રાહકો અને અલ્પેશ કથીરિયાના ભાઈ વચ્ચે પતંગના ભાવ મુદ્દે બોલાચાલી થઈ હતી. આ માથાકૂટ ઉગ્ર બનતા અલ્પેશ કથીરિયાએ ભાઈ સાથે મળીને ગ્રાહકોને માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પતંગની ખરીદી દરમિયાન થયેલી આ બબાલ અને પાટીદાર નેતા સામે નોંધાયેલી ફરિયાદને કારણે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ઓડિશાના જંગલમાં હાથીએ જીવતો બોમ્બ ખાઈ લીધો, મોઢામાં જતાં જ ચીથડાં ઉડી ગયા

0

ઓડિશાના અંગુલ વન વિભાગના બંતાલા વન રેન્જના બાલુકાટા ગામના પથરાગડા સાહી વિસ્તારમાં એક યુવાન નર હાથી ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. અહેવાલો દર્શાવે છે કે હાથીએ ભૂલથી ગેરકાયદેસર ક્રૂડ બોમ્બ ચાવી લીધો હતો, જે તેના મોંમાં ફૂટ્યો હતો. હાથીની તબિયત બગડતી હોવાના સમાચાર મળતાં, વન વિભાગની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક તબીબી સહાયની વ્યવસ્થા કરી હતી.

મોઢાની અંદર ઊંડા ઘા
ઘાયલ હાથી આશરે 6 થી 7 વર્ષનો હોવાનો અંદાજ છે. વિસ્ફોટથી તેના મોઢાની અંદર ઊંડા ઘા થયા છે, જેના કારણે તે પીડા અનુભવે છે અને યોગ્ય રીતે ખાઈ શકતો નથી.

પશુચિકિત્સકોને શંકા છે કે આ અકસ્માત લગભગ પાંચથી છ દિવસ પહેલા થયો હતો. એવું માનવામાં આવે છે કે ક્રૂડ બોમ્બ ગેરકાયદેસર રીતે જંગલી પ્રાણીઓના શિકાર માટે મૂકવામાં આવ્યો હતો, અને હાથીએ અજાણતાં તેને ચાવ્યો હતો, જેના કારણે તેના મોંમાં ગંભીર ઇજાઓ થઈ હતી. કપિલાશ, અંગુલ સદર અને સતકોસિયાની પશુચિકિત્સા ટીમો ઘાયલ હાથીની સારવાર માટે ઘટનાસ્થળે પહોંચી છે. હાથીની સ્થિતિને નિયંત્રિત કરવા અને ચેપ અટકાવવા માટે ડોકટરો સતત દવાઓ આપી રહ્યા છે.

પશુચિકિત્સક પ્રદીપ સિંહે જણાવ્યું હતું કે ડીએફઓ અને રેન્જર પાસેથી માહિતી મળ્યા બાદ તેમને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, જ્યારે ટીમ પહોંચી ત્યારે હાથી બેભાન હતો અને તેના મોંમાં ગંભીર ઘા હતા. ઘાવ સાફ કરવામાં આવ્યા હતા અને એન્ટિબાયોટિક્સ અને એન્ટિસેપ્ટિક્સ લાગુ કરવામાં આવ્યા હતા. સારવાર પછી હાથીની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો છે. તે ભાનમાં આવતાં તે થોડો આક્રમક બની રહ્યો છે, પરંતુ તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટરોને હજુ પણ શંકા છે કે ક્રૂડ બોમ્બના વિસ્ફોટથી તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.

સુરતમાં આનંદ વિલા સોસાયટીમાં સાયકલ ચલાવતા બાળકનું દોરીથી ગળું કપાતા 15 સેકન્ડમાં મોત

ઉત્તરાયણ નિમિત્તે દોરીથી કપાવાના અનેક કિસ્સા સામે આવે છે. ત્યારે હવે સુરતમાંથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતંગની દોરી જીવલેણ સાબિત થઈ છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પતંગની દોરીએ એક 8 વર્ષના બાળકોનું ગળું ચીરી નાખ્યું હતું. જે બાદ તેનું મોત થઈ ગયું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આનંદ વિલા સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની અમોલભાઈ બોરસેનો 8 વર્ષનો દીકરો રેહાન આ અકસ્માતને ભોગ બન્યો છે. રેહાન તેમના પરિવારનો એકનો એક દીકરો હતો અને તે ધોરણ 3માં ભણતો હતો.

રેહાન્સ સોસાયટીમાં બાળકો સાથે સાયકલ ચલાવી રહ્યો હતો ત્યાં સોસાયટીની દિવાલ અને તાર ફેન્સિંગ પાસે પતંગની દોરી લટકી રહી હતી. રેહાન્સ જેવો સાયકલ લઇને આવ્યો કે આ લટકતી દોરી તેના ગળામાં ભરાઇ અને તે કશું સમજે તે પહેલા તો ગળું કપાઇ ગયું. રેહાન્સને લોહીલુહાણ જોઇ બીજા બાળકો આ ઘટના વિશે કહેવા માટે પરિવારને દોડી ગયા હતા. પરંતુ માત્ર 15 સેકન્ડમાં તો રેહાન્સના શરીરમાંથી ખૂબ જ લોહી વહી ગયું અને હોસ્પિટલ લઇ જતાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.

વેનેઝુએલાનાં મારિયા મચાડોએ પોતાનો નોબલ પુરસ્કાર ટ્રમ્પને સોંપ્યો

વેનેઝુએલામાં ચાલી રહેલા ગંભીર રાજકીય સંકટ વચ્ચે, વિપક્ષી નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ મુલાકાત બાદ મચાડોએ દાવો કર્યો કે તેમણે પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ ટ્રમ્પને ભેટમાં આપ્યો હતો. આ ગિફ્ટ ડિપ્લોમસીએ વોશિંગ્ટનથી લઈને કરાકસ સુધી નવી રાજકીય અટકળોને જન્મ આપ્યો છે.

આ બહુચર્ચિત બેઠક ગુરુવારે વ્હાઇટ હાઉસમાં લંચ પર યોજાઈ હતી, જે આ મહિનાની શરૂઆતમાં અમેરિકાની આગેવાની હેઠળના ઓપરેશનમાં પૂર્વ પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ થઈ છે. એક કલાકથી વધુ ચાલેલી ચર્ચા બાદ જ્યારે મચાડો વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળ્યા, ત્યારે તેમના સમર્થકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે સમર્થકોને કહ્યું, “આપણે પ્રમુખ ટ્રમ્પ પર વિશ્વાસ કરી શકીએ છીએ.”

ડોનાલ્ડ ટ્રમ્પે નાબેલ પુરસ્કારને લઈને શું કહ્યું?
આ મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, “આજે વેનેઝુએલાના મારિયા કોરિના મચાડો સાથે મુલાકાત કરવી મારા માટે ખૂબ મોટું સન્માન હતું. તેઓ એક અદ્ભુત મહિલા છે, જેમણે ઘણું સહન કર્યું છે.” ટ્રમ્પે નોબેલ પુરસ્કારને લઈને કહ્યું કે, “મારિયા કોરિના મચાડોએ મારા કામ માટે મને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ભેટ આપ્યો છે. આ પરસ્પર સન્માનનો એક શાનદાર સંકેત છે. આભાર, મારિયા!”

વેનેઝુએલામાં ચાલી રહેલા ગંભીર રાજકીય સંકટ વચ્ચે, વિપક્ષી નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ મુલાકાત બાદ મચાડોએ દાવો કર્યો કે તેમણે પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ ટ્રમ્પને ભેટમાં આપ્યો હતો. આ ગિફ્ટ ડિપ્લોમસીએ વોશિંગ્ટનથી લઈને કરાકસ સુધી નવી રાજકીય અટકળોને જન્મ આપ્યો છે.

આ બહુચર્ચિત બેઠક ગુરુવારે વ્હાઇટ હાઉસમાં લંચ પર યોજાઈ હતી, જે આ મહિનાની શરૂઆતમાં અમેરિકાની આગેવાની હેઠળના ઓપરેશનમાં પૂર્વ પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ થઈ છે. એક કલાકથી વધુ ચાલેલી ચર્ચા બાદ જ્યારે મચાડો વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળ્યા, ત્યારે તેમના સમર્થકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે સમર્થકોને કહ્યું, “આપણે પ્રમુખ ટ્રમ્પ પર વિશ્વાસ કરી શકીએ છીએ.”

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, દિમિત્રી મુરાતોવનું મેડલ એક ઉદાહરણ છે, જેની યુક્રેન યુદ્ધના શરણાર્થીઓની મદદ માટે 100 મિલિયન અમેરિકી ડોલરથી વધુમાં હરાજી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, નોબેલ પીસ સેન્ટરમાં પ્રદર્શિત કરવામાં આવેલું મેડલ ખરેખર ઉધાર લઈને રાખવામાં આવ્યું છે, આ મેડલ નોર્વેના પ્રથમ નેબોલ શાંતિ પુરસ્કાર વિજેતા ક્રિશ્ચિયન લૂસ લેંગનું હતું.

પરંતુ સત્ય એ છે કે, નોબેલ શાંતિ પુરસ્કાર જાતે કોઈ બીજાને આપી શકાતો નથી, માત્ર તેનું મોડલ જ કોઈ બીજા વ્યક્તિને સોંપી શકાય છે. એક વખત કોઈ વ્યક્તિને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવે તો તે ખિતાબ હંમેશા તે વ્યક્તિના નામે જ રહે છે. સરળ શબ્દોમાં કહીએ તો મારિયાએ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપ્યો, તેનો મતલબ એ નથી કે ટ્રમ્પ હવે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા બની ગયા.

મહારાષ્ટ્રમાં લોકલ બોડી ચૂંટણીના પરિણામો આજે થશે જાહેર, BMC પર કોણ કરશે રાજ?

0

મહારાષ્ટ્રમાં લોકલ બોડી ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે, જેમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની રાજકીય દિશા નક્કી થશે. BMCની 29 મહાનગરપાલિકા માટે ગુરુવારે મતદાન થયું હતું. રાજ્ય ચૂંટણી પંચ (એસઈસી) કમિશ્નર દિનેશ વાઘમારેના જણાવ્યા અનુસાર 46 થી 50 ટકા મતદાન થયું છે. શુક્રવારે મતગણતરી થશે.

બીએમસી માટે ઘણી ચૂંટણી એજન્સીઓએ એક્ઝિટ પોલ જાહેર કર્યા છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે કે કુલ 227 વોર્ડમાંથી ભાજપના ગઠબંધનને 131 થી 161 બેઠકો મળી શકે છે, જ્યારે શિવસેના-યુબીટી ગઠબંધનને 58 થી 68 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને 12-16 બેઠકો મળી શકે છે જ્યારે અન્યને 6-12 બેઠકો મળી શકે છે.

ભાજપ ગઠબંધનને 42 ટકા મત મળવાનો અંદાજ
એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં બીએમસીની ચૂંટણીમાં ભાજપના ગઠબંધનને 42 ટકા અને ઠાકરે બંધુઓને 32 ટકા મત મળવાનો અંદાજ છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ એ પણ દર્શાવે છે કે બીએમસીની ચૂંટણીમાં ઠાકરે બંધુઓને 49 ટકા મરાઠી મતદારોના મત મળ્યા છે, જ્યારે 68 ટકા ઉત્તર ભારતીયોએ ભાજપ અને શિવસેના (શિંદે જૂથ)ની તરફેણમાં મત આપ્યો હતો.

BMC પર કોણ કરશે રાજ?
BMCની 29 મહાનગરપાલિકા માટે ગુરુવારે મતદાન થયું હતું. રાજ્ય ચૂંટણી પંચ (એસઈસી) કમિશ્નર દિનેશ વાઘમારેના જણાવ્યા અનુસાર 46 થી 50 ટકા મતદાન થયું છે. શુક્રવારે મતગણતરી થશે.

બીએમસી માટે ઘણી ચૂંટણી એજન્સીઓએ એક્ઝિટ પોલ જાહેર કર્યા છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે કે કુલ 227 વોર્ડમાંથી ભાજપના ગઠબંધનને 131 થી 161 બેઠકો મળી શકે છે, જ્યારે શિવસેના-યુબીટી ગઠબંધનને 58 થી 68 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને 12-16 બેઠકો મળી શકે છે જ્યારે અન્યને 6-12 બેઠકો મળી શકે છે.

મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે નીકળેલા પરિવારને ગમખ્વાર અકસ્માત, 5ના કરુણ મોત

0

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ એક પરિવાર માટે અત્યંત દુઃખદ અને કાળ બનીને આવ્યો. જિલ્લાના બેરસિયા થાણા વિસ્તારમાં આવેલા વિધા વિહાર સ્કૂલ પાસે એક ટ્રેક્ટર-ટ્રોલી અને લોડિંગ વાહન વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં એક જ પરિવારના 5 સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે 12થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકો તમામ વિદિશા જિલ્લાના સિરોંજ વિસ્તારના રહેવાસી હતા અને એક જ પરિવારના સભ્યો હતા. મકર સંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે આખો પરિવાર લોડિંગ વાહનમાં સવાર થઈને હોશંગાબાદ ખાતે નદીમાં સ્નાન કરવા માટે જઈ રહ્યો હતો. સવારના સમયે જ્યારે તેમનું વાહન બેરસિયા પાસે પહોંચ્યું, ત્યારે સામેથી આવી રહેલી એક ટ્રેક્ટર-ટ્રોલી સાથે તેમની ધડાકાભેર ટક્કર થઈ હતી.

ટક્કર એટલી ભીષણ હતી કે લોડિંગ વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર લોકો અંદર ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનાને કારણે ઘટનાસ્થળે ચારેબાજુ ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાંચ લોકોએ તો ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.

દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને એસડીએમ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હમીદિયા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતાં બેરસિયાના એસડીએમ આશુતોષ શર્મા, એએસપી નીરજ ચૌરસિયા અને ધારાસભ્ય વિષ્ણુ ખત્રીએ હોસ્પિટલ પહોંચીને ઘાયલોના હાલચાલ પૂછ્યા હતા અને ડોક્ટરોને શ્રેષ્ઠ સારવાર આપવા માટે નિર્દેશ આપ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

ઉત્તરાયણમાં ઉજવણી વચ્ચે દુર્ઘટનાઓ: 108ને 5,897 કોલ્સ, 400થી વધુ પક્ષીઓ ઘાયલ

0

ગુજરાતના લોકપ્રિય પર્વ ઉત્તરાયણની ઉજવણી આ વર્ષે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી, પરંતુ તેની પાછળ અકસ્માતો અને કરુણાંતિકાઓનો એક ભયાનક ચહેરો પણ સામે આવ્યો છે. ૧૪ જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં પતંગબાજીના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓએ ઇમરજન્સી સેવાઓને દોડતી કરી મૂકી હતી. એક તરફ ૧૦૮ એમ્બ્યુલન્સ પર કોલ્સનો વરસાદ થયો હતો, તો બીજી તરફ ઘાતક દોરીઓએ આકાશમાં અબોલ પક્ષીઓના લોહી વહેવડાવ્યા હતા.

માનવીય ઈમરજન્સી: ૧૦૮ સેવા પર કેટલા કોલ?
૧૪ જાન્યુઆરીના રોજ માત્ર ૨૪ કલાકના ગાળામાં રાજ્યની ‘૧૦૮’ ઇમરજન્સી સેવાને રેકોર્ડબ્રેક ૫,૮૯૭ ઇમરજન્સી કોલ્સ મળ્યા હતા. સામાન્ય દિવસોની સરખામણીએ આ આંકડો ઘણો ઊંચો છે. સૌથી વધુ ચિંતાજનક બાબત પતંગ ચગાવતી વખતે રાખવામાં આવતી બેદરકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉતરાયણના દિવસે ઊંચાઈ પરથી પડી જવાના ૪૮૮ કિસ્સા નોંધાયા હતા. પતંગ પકડવાની લ્હાયમાં અથવા અગાશી પર સંતુલન ગુમાવવાને કારણે નાના બાળકો અને યુવાનો ધાબા પરથી પટકાયા હતા, જેમાં અનેકને ગંભીર ફેક્ચર કે માથામાં ઈજાઓ પહોંચી હતી.

પક્ષીઓ માટે ‘કાળ’ બની પતંગની દોરી
તહેવારની સૌથી મોટી સજા નિર્દોષ પક્ષીઓને ભોગવવી પડી છે. અમદાવાદ શહેરમાં કાચ પાયેલી ઘાતક દોરીએ અનેક પક્ષીઓને આકાશમાં જ કાપી નાખ્યા હતા. ૧૪ જાન્યુઆરીએ સાંજે ૪ વાગ્યા સુધીમાં શહેરમાં ૪૦૦થી વધુ પક્ષીઓની ઇમરજન્સી નોંધાઈ હતી. આકાશમાં પેચ લડાવતી વખતે વપરાતી ચાઇનીઝ કે સિન્થેટિક દોરીઓએ કબૂતર, ઘુવડ અને સમળી જેવા પક્ષીઓની પાંખોને ચીરી નાખી હતી. અનેક પક્ષીઓ લોહીલુહાણ હાલતમાં રસ્તાઓ અને ધાબા પર પટકાયેલા જોવા મળ્યા હતા.

સેવાયજ્ઞ: ૨૨ ઓપરેશન થિયેટર સાથે જીવદયા ટ્રસ્ટ સજ્જ
ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અમદાવાદના પાંજરાપોળ સ્થિત જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી હતી. સંસ્થાએ પક્ષીઓની સારવાર માટે ૨૨ જેટલા ઓપરેશન થિયેટર કાર્યરત કર્યા હતા. તબીબો અને સ્વયંસેવકોની ટીમે સતત કામ કરી પક્ષીઓની પાંખોનું સર્જરી દ્વારા રિપેરિંગ કર્યું હતું. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, અનેક પક્ષીઓ આજીવન અપંગ બની ગયા છે.

સોનું-ચાંદી સતત બીજા દિવસે ઓલટાઈમ હાઈ! ચાંદીમાં રૂ.6500નો વધારો, સોનું રૂ. 1.40 લાખને પાર

0

સોના-ચાંદીના ભાવમાં આજે 13 જાન્યુઆરીના રોજ સતત બીજા દિવસે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA)ના રિપોર્ટ અનુસાર ચાંદીની કિંમતમાં એક જ દિવસમાં રૂ. 6566નો તોતિંગ વધારો થતાં તે રૂ. 2,62,742 પ્રતિ કિલોના ઓલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ છે. માત્ર બે જ દિવસમાં ચાંદી રૂ. 20,000 જેટલી મોંઘી થઈ છે.

બીજી તરફ 24 કેરેટ સોનાનો ભાવ પણ રૂ. 33 વધીને રૂ. 1,40,482 પ્રતિ 10 ગ્રામની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. વર્ષ 2025માં સોનામાં 75% અને ચાંદીમાં 167% જેટલો જંગી વધારો નોંધાયા બાદ પણ કિંમતો અટકવાનું નામ નથી લઈ રહી. નિષ્ણાતોના મતે આગામી સમયમાં ચાંદી રૂ. 2.75 લાખ અને સોનું રૂ. 1.50 લાખને પાર કરી શકે છે.

સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી રહેલી આ અસાધારણ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ડોલરના મૂલ્યમાં ઘટાડો, રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તંગદિલી અને ચીન જેવી મધ્યસ્થ બેન્કો દ્વારા કરવામાં આવી રહેલી સોનાની જંગી ખરીદીને કારણે સોનું સતત મોંઘું થઈ રહ્યું છે.

બીજી તરફ ચાંદીના કિસ્સામાં, સોલાર પેનલ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ(EV)માં વધતી જતી ઔદ્યોગિક માંગને કારણે તે હવે માત્ર ઘરેણું મટીને એક અનિવાર્ય રો મટિરિયલ બની ગઈ છે. આ ઉપરાંત અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના ડરથી અનેક કંપનીઓ મોટા પાયે ચાંદીનો સંગ્રહ કરી રહી છે, જેના કારણે વૈશ્વિક પુરવઠામાં અછત સર્જાઈ છે અને ભાવ આસમાને પહોંચ્યા છે.

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે અથડામણ શરુ

0

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકી ગતિવિધી વધી છે. જેમાં હાલમાં જમ્મુના કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ બિલ્લાવર વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી જોવા મળ્યો હતો. તેણે સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જેની બાદ સુરક્ષા દળો અને પોલીસ જવાબી કાર્યવાહી શરુ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ જૈશ કમાન્ડર માવી ફસાયો હોવાની શકયતા છે. સુરક્ષા દળોએ બે થી ત્રણ આતંકવાદીઓ હોવાની માહિતીના આધારે બિલ્લાવરના કહોગ ગામ નજીકના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેની બાદ આતંકી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરુ થઈ હતી. જમ્મુના પોલીસ મહાનિરીક્ષક ભીમ સેન તુતીએ જણાવ્યું હતું કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો અને આતંકીઓ વચ્ચે કઠુઆના કામધ નાલ્લાના જંગલ વિસ્તારમાં અથડામણ ચાલી રહી છે. જોકે, આ ઓપરેશન દરમિયાન સ્થાનિક નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકી ગતિવિધી વધી છે. જાન્યુઆરી 2026 પૂર્વે 7-8 જાન્યુઆરીએ આ જ વિસ્તારમાં એક એન્કાઉન્ટર થયું હતું. જેમાં એક સૈનિક ઘાયલ થયો હતો. વર્ષ 2025માં કઠુઆમાં પણ અનેક એન્કાઉન્ટર થયા હતા. માર્ચ 2025માં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.