Home Blog Page 207

અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીનો આપઘાત

અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ આપઘાત કર્યો. નિશાંતસિંગ લોહાર નામના કેદીએ આપઘાત કર્યો. બાથરૂમની બારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. મૃતક આરોપી મોબાઈલ ચોરીના ગુનામાં જેલમાં હતો. વિરમગામ રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

માહિતી અનુસાર આ કેદીની ધરપકડ વિરમગામ પોલીસે 8 જાન્યુઆરીએ કરી હતી. જોકે જેલમાં 9 દિવસ થયાને જ તેણે આ ચોંકાવનારું પગલું ભરતાં જેલમાં હડકંપ મચી ગયો હતો. કેદીની ઓળખ નિશાન સિંહ તરીકે થઇ છે. તેની વય 31 વર્ષ હતી. મૂળ પંજાબ અને ચોરીના ગુનામાં ઝડપાયેલા નિશાન સિંહે પોતાની પાઘડી ઉતારીને જ એનાથી જ ગળે ફાંસો ખાઈ લીધો હતો. રાણીપ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વિગતો મુજબ નિશાન સિંહ કાચા કામનો કેદી હતો. તેણે આજે વહેલી સવારે જ શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર 4માં બાથરૂમમાં પોતાની જ પાઘડીના કાપડના સહારે આત્મહત્યા કરી લીધી હતી. જ્યાં સુધી પોલીસ અધિકારીઓને જાણ થઇ ત્યાં સુધીમાં તો તે જીવ ગુમાવી ચૂક્યો હતો. ડૉક્ટરોએ તપાસ કરતાં તેને મૃત જાહેર કરી દીધો હતો. વિરમગામ રેલવે પોલીસ સ્ટેશને તેની સામે ચોરીનો ગુનો નોંધાયેલો હતો. ધરપકડ બાદ તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવીને રાખવામાં આવ્યો હતો. જોકે તેણે આપઘાત કેમ કર્યો તેને લઈને રહસ્ય ઘેરાયું છે. કોઈ સ્યુસાઈડ નોટ પણ ઘટનાસ્થળેથી મળી નથી.

કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતા

કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 1.22 વાગ્યે ધરતી ધ્રુજતા લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના કારણે કેટલાક લોકો ઘરમાંથી બહાર નીકળ્યા હતા. ગુજરાતમાં આ મહિનામાં જ અગાઉ રાજકોટ અને કચ્છ જિલ્લામાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે.

મળતી માહિતી મુજબ કચ્છમાં મોડી રાતે ભૂંકપના આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. રીકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધાઈ હતી. સીસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી અંદાજે 55 કિમી દૂર નોંધાયું હતું. આંચકો હળવો હોવાથી મોટું નુકસાન થયું નથી.

લોકોને શાંતિ જાળવવા પ્રસાશને આપીલ
ભૂકંપ બાદ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલ સુધી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી. લોકોમાં ભય ન ફેલાય તે માટે પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે. અધિકારીઓએ લોકોને અફવા પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

તમને જણાવી દઈએ કે અગાઉ 26 અને 27 ડિસેમ્બરના રોજ કચ્છ જિલ્લામાં ચાર વખત ભૂકંપના આંચકા નોંધાયા હતા. જેમાં 26 ડિસેમ્બરે રાપર વિસ્તારમાં બે વખત અને 27 ડિસેમ્બરે ફરી બે વખત ધરતી ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 26 ડિસેમ્બરે નોંધાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 જેટલી હોવાથી લોકોમાં ચિંતા વધી હતી. અચાનક આવેલા આ આંચકાના કારણે ઘણા લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

આટકોટમાં બાળકી પર અત્યાચારના આરોપીને ફાંસીની સજા: રાજકોટ સ્પેશિયલ કોર્ટનો ચુકાદો

રાજકોટ જિલ્લાના આટકોટ વિસ્તારમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં એક 7 વર્ષની માસૂમ બાળકી પર થયેલા ક્રૂર અત્યાચાર અને દુષ્કર્મના કેસમાં આજે રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રેમસીંગ તેરસિંગ ડુડવાને ફાંસીની સજા સંભળાવી છે. આ કેસને દિલ્હીના નિર્ભયા કાંડ સાથે સરખાવીને જોવામાં આવ્યો હતો, અને માત્ર 44 દિવસમાં આ કેસનો નિર્ણય આવી જવા સાથે તે ઝડપી ન્યાયનું ઉદાહરણ બન્યો છે.

ઘટનાની વિગતો
ઘટના 4 ડિસેમ્બર 2025ની છે, જ્યારે આટકોટના કાનપર ગામની સીમમાં ખેતમજૂરી કરતા એક પરિવારની 7 વર્ષની બાળકી તેના ભાઈ-બહેનો સાથે વાડીમાં રમી રહી હતી. ત્યારે 35 વર્ષીય આરોપી રેમસીંગ, જે ત્રણ સંતાનોનો પિતા છે અને મધ્યપ્રદેશનો વતની છે, મોટરસાઈકલ પર આવ્યો અને બાળકીને ઉઠાવીને નજીકની ઝાડીમાં લઈ ગયો. તેણે ત્યાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને તેમાં અસફળ થતા ક્રૂરતાની હદ વટાવીને તેના ગુપ્તાંગમાં લોખંડના સળિયા જેવું હથિયાર ઘુસાડી દીધું.” બાળકીના ચીસાચીસથી તેની કાકી દોડી આવી અને આરોપી ત્યાંથી ભાગી ગયો.

બાળકીને તરત જ કાનપરની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઈ, ત્યાંથી જસદણ સરકારી હોસ્પિટલ અને પછી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. તેને ભારે રક્તસ્ત્રાવ અને ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેને ઓપરેશન કરવું પડ્યું. તબીબોએ તેને જીવલેણ સ્થિતિમાંથી બચાવી લીધી અને તેની હાલત સ્થિર થઈ.”

તપાસ અને અરેસ્ટ
બાળકીના પિતાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પરંતુ શરૂઆતમાં કોઈએ આરોપીને જોયો ન હોવાથી તપાસ મુશ્કેલ બની. પોલીસે 10 ટીમો બનાવી અને 140થી વધુ શંકાસ્પદોની પૂછપરછ કરી. 8 ડિસેમ્બરે આરોપીને શંકાના આધારે પકડવામાં આવ્યો. પોલીસ રિમાન્ડ દરમિયાન તેણે કાનપર ગામમાં એક ઝાડ નીચેથી લોહીથી લથપથ સળિયો રિકવર કરાવ્યો. ફોરેન્સિક તપાસમાં આરોપીના વાળ અને સળિયા પરનું લોહી પીડિતાનું હોવાનું સાબિત થયું. આરોપીના મોબાઈલના કોલ ડેટા રેકોર્ડ્સ પણ તેને ઘટનાસ્થળે હાજર સાબિત કરે છે.

તપાસ અધિકારીએ માત્ર 11 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી. તપાસ દરમિયાન આરોપીએ તેના ઘર પાસે પોલીસ અધિકારી પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો, જેમાં પોલીસે ફાયરિંગ કરીને તેને પગમાં ઈજા પહોંચાડી અને પકડી લીધો.

કોર્ટ પ્રોસીડિંગ્સ અને ચુકાદો
રાજકોટ સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ ઝડપથી ચાલી અને 12 જાન્યુઆરી 2026ના રોજ આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો. સજાનું એલાન મૂળ 15 જાન્યુઆરી માટે હતું, પરંતુ તેને મુલતવી રાખીને 17 જાન્યુઆરી કરવામાં આવ્યું. આજે કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે, જે આ કેસને 44 દિવસમાં પૂર્ણ કરીને ન્યાયિક વ્યવસ્થાનું ઉદાહરણ બનાવે છે. પીડિતાના પિતાએ કોર્ટને પત્ર લખીને ઝડપી ટ્રાયલ અને કડક સજાની માંગ કરી હતી.

આ ચુકાદાથી સમાજમાં રોષ અને સંતોષની મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક તેને ન્યાયની જીત માને છે, જ્યારે અન્ય કાનૂની પ્રક્રિયાની ઝડપને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આરોપીને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અને પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે.

BMC Election Result 2026: એક જ પરિવારના 3 સભ્યો 3 અલગ-અલગ પક્ષમાંથી વિજયી, રાજકારણમાં અનોખો સંયોગ

0

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી BMC ELECTION RESULT માટે મત ગણતરી ચાલી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં આશ્ચર્યજનક પરિણામો આવી રહ્યાં છે. મહત્ત્વની વાત એ છે કે અહીં એક પરિવારે એક એવી સિદ્ધિ મેળવી છે જે ભૂતકાળમાં દેશના કોઈ ખૂણે યોજાયેલી કોઈપણ ચૂંટણીમાં જોવા મળી નથી. મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો અલગ-અલગ પક્ષમાંથી વિજય થયો છે.

મ્હાત્રે પરિવારે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજય બનીને અભૂતપૂર્વ ઈતિહાસ રચ્યો છે. પરિવારના ત્રણ સભ્યો ત્રણ અલગ-અલગ પક્ષોની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતાં અને ત્રણેય વોર્ડ જીતી લીધા છે. આ ત્રણેય ડોંબિવલીના 21 નંબરના વોર્ડની પેનલમાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા પણ ત્રણેયનો અલગ-અલગ પક્ષમાંથી વિજય થયો છે.

કોણ કઈ પાર્ટીમાંથી જીત્યા?
પ્રહલાદ મ્હાત્રે: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની ટિકિટ પર વિજયી થયા છે.
રેખા મ્હાત્રે: શિવસેનાની ટિકિટ પર જીત હાંસલ કરી છે.
રવિન મ્હાત્રે: ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાનો વોર્ડ જીતવામાં સફળ રહ્યા છે.

ભારતમાં ઘૂષણખોરી કરવાની ફીરાકમાં હતા 9 પાકિસ્તાની, ભારતીય કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યા

0

પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું. અહેવાલો અનુસાર, ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા નવ પાકિસ્તાનીઓને પકડી પાડ્યા છે. ભારતીય જવાનોએ પાકિસ્તાની બોટ “અલ-મદીના” ને અટકાવી અને માછીમારોના વેશમાં આવેલા પાકિસ્તાનીઓને પકડી પાડ્યા. તમામ આરોપીઓને હાલમાં ગુજરાતના પોરબંદર કિનારે લઈ જવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, 14 જાન્યુઆરીની રાત્રે ભારતીય કોસ્ટ ગાર્ડનું પેટ્રોલિંગ જહાજ અરબી સમુદ્રમાં નિયમિત દેખરેખ રાખી રહ્યું હતું. અચાનક રડાર પર શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક ભારતીય પાણીમાં એક બોટ શાંતિથી ફરતી હતી. તે કોઈ સામાન્ય માછીમારી જહાજ ન હોવાથી તેની હિલચાલ શંકાસ્પદ હતી. આનાથી સૈનિકોને તે જહાજ શંકાસ્પદ લાગ્યું.

ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજે બોટ તરફ પોતાની દિશા ફેરવતા જ તેમાં સવાર પાકિસ્તાનીઓ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભારતીય જહાજને નજીક આવતું જોઈને તેઓએ તેમની બોટને પાકિસ્તાન તરફ પાછી ફેરવી અને એન્જિનની ગતિ વધારી. તેઓએ અંધારાનો લાભ લઈને ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતીય સૈનિકોએ તેમની બોટને ઘેરી લીધી અને તેમને પકડી લીધા.

આ સમય દરમિયાન અરબી સમુદ્રમાં એક હાઇ-વોલ્ટેજ ડ્રામા થયો. પાકિસ્તાની બોટ ભાગી રહી હતી પરંતુ કોસ્ટ ગાર્ડનું જહાજ તેમનો પીછો કરી રહ્યું હતું. થોડી વાર પછી સૈનિકોએ તેમની બોટને ઘેરી લીધી અને તેમને રોકવાની ચેતવણી આપી નહીંતર પરિણામ ભોગવવા ચેતવણી આપી હતી.

આ પછી પાકિસ્તાની બોટ અને તેના મુસાફરો પાસે રોકાવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહીં. દરમિયાન શસ્ત્રોથી સજ્જ ભારતીય સૈનિકો બોટમાં કૂદી પડ્યા અને તેમની તલાશી લીધી.

ધરપકડ કરાયેલા નવ પાકિસ્તાનીઓને બાંધીને ગુજરાતના પોરબંદર કિનારે લાવવામાં આવી રહ્યા છે. પોરબંદર એક મુખ્ય સુરક્ષા કેન્દ્ર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોટ કિનારે પહોંચતાની સાથે જ દેશની તમામ ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ ત્યાં પહેલેથી જ હાજર રહેશે. ગુપ્તચર બ્યુરો હવે આ વ્યક્તિઓના પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશવાના હેતુની તપાસ કરશે. દરમિયાન ગુજરાત ATS આતંકવાદી કોણ અને સ્થાનિક નેટવર્કની તપાસ કરશે. આ ઉપરાંત નેવી ઇન્ટેલિજન્સ અને પોલીસ તેમના GPS ડેટાની પણ તપાસ કરશે.

સુરતના ગોડાદરામાં હત્યાની અદાવતમાં ફાયરિંગ, યુવક ઇજાગ્રસ્ત

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં અંગત અદાવતના કારણે ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં 25 વર્ષીય યુવક ચિરાગ ગજેન્દ્ર ગોડક્યાને ગોળી વાગતા ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તબીબોએ યુવકના શરીરમાંથી ગોળી કાઢી સારવાર શરૂ કરી છે. હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ફાયરિંગની ઘટના 15 જાન્યુઆરીના રોજ રાત્રે લગભગ 8:30 વાગ્યે ગોડાદરા વિસ્તાર નજીક આસપાસ દાદા મંદિર સામે આવેલી કલાકુંજ સોસાયટીમાં બની હતી. અગાઉ થયેલી એક હત્યાની અદાવતને લઈને આરોપીએ યુવક પર ગોળીબાર કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હુમલાનો ઉદ્દેશ હત્યા કરવાનો હોવાનું પોલીસે આશંકા વ્યક્ત કરી છે.

ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ પુરાવા મળવાની શક્યતા છે.

પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ફાયરિંગ કરનાર આરોપીની અટકાયત કરી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી અગાઉથી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

પ્રજાસત્તાક દિવસ 2026: યુરોપિયન યુનિયનના નેતાઓ બનશે મુખ્ય મહેમાન

0

ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ એન્ટોનિયો કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેયન હાજરી આપશે અને વોશિંગ્ટનની વેપાર અને ટેરિફ નીતિઓ અંગે વધતી ચિંતાઓ વચ્ચે બંને પક્ષ ૨૭ જાન્યુઆરીએ બહુપ્રતિક્ષિત ફ્રી ટ્રેડ કરાર પર મહોર મારવા માટે તૈયાર છે.

યુરોપિયન યુનિયન (EU) અને ભારત ૨૫ જાન્યુઆરીથી શરૂ થનારી કોસ્ટા અને વોન ડેર લેયનની નવી દિલ્હીની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન વ્યાપક વૈશ્વિક એજન્ડા બનાવવા પર વિચાર કરે તેવી અપેક્ષા છે. યુરોપિયન યુનિયન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં માલસામાનમાં દ્વિપક્ષીય વેપાર ૧૩૫ અબજ ડોલરનો રેકોર્ડ છે. ફ્રી ટ્રેડ કરારથી વ્યાપારિક સંબંધોમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.

વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ, એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાનો તરીકે ૨૫-૨૭ જાન્યુઆરી દરમિયાન ભારતની રાષ્ટ્રીય મુલાકાતે આવશે.

તેમાં કહેવામાં આવ્યું છે કે નેતાઓ ૨૭ જાન્યુઆરીએ ૧૬મા ભારત-ઇયુ સમિટનું સહ-અધ્યક્ષતાપદ પણ કરશે. દર વર્ષે, ભારત તેના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે વિશ્વના નેતાઓને આમંત્રણ આપે છે.

ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું કે વોશિંગ્ટનની ટેરિફ નીતિને ધ્યાનમાં રાખીને વિશ્વ વેપાર વિક્ષેપો જોઈ રહ્યું છે તેવા સમયે, પ્રસ્તાવિત કરાર વિવિધ ક્ષેત્રોમાં એકંદર દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ગુણાત્મક પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે.

આ ઉપરાંત, બંને પક્ષ સમિટમાં સંરક્ષણ માળખા કરાર અને વ્યૂહાત્મક એજન્ડાનું અનાવરણ કરે તેવી શક્યતા છે. ભારત અને યુરોપિયન યુનિયન ૨૦૦૪ થી વ્યૂહાત્મક ભાગીદારો છે. 15મી ભારત-ઇયુ સમિટ જુલાઈ, ૨૦૨૦માં વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી.

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા

બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંદુની હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાયને સતત નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ સ્થિતિ હજી પણ યથાવત જોવા મળી રહી છે. હિંદુઓના માત્ર હેરાન જ નહીં પરંતુ હવે જાહેરમાં હિંદુઓની હત્યાઓ પણ થવા લાગી છે. બાંગ્લાદેશના નરસિંગડી જિલ્લામાં ફરી એક હિંદુની હત્યા થઈ છે. કરિયાણાની દુકાનદાર મોની ચક્રવર્તીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. મોની પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેના કારણે તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો.

હિંદુ વેપારી ગંભીર રીતે ઘાયલ થયો હોવાના કારણે સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પલાશ પોલીસ સ્ટેશનના અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી હતી. પોલીસની જણાવ્યાં પ્રમાણે હત્યામાં તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પોલીસ હવે આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે. પોલીસ માત્ર તપાસ જ કરે છે. તેમાં કોઈ કામગીરી કેમ કરવામાં નથી આવતી? છેલ્લા એક જ મહિનામાં અનેક હિંદુઓની હત્યા થઈ છે.

બાંગ્લાદેશ અત્યારે હિંદુઓ માટે સુરક્ષિત છે કે કેમ કે એક સવાલ બની ગયો છે. સતત હિંદુઓને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યાં છે અને હવે તો હત્યાની પણ ઘટનાઓ વધી રહી છે. ડિસેમ્બર મહિનાથી હિંદુઓની હત્યા વધી રહી છે. 18 ડિસેમ્બરે દીપુ ચન્દ્ર દાસની હત્યા, 25 ડિસેમ્બરે અમૃત મંડલ નામના યુવકની હત્યા, 11 જાન્યુઆરીએ સમીર દાસ નામના યુવકની હત્યા થઈ હતી. હિંદુ સમુદાયને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જે ત્યાંની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર પણ હિંદુઓની રક્ષા કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે.

ઉત્તર પ્રદેશ: 6 ફૂટ લાંબા કોબ્રા સાથે મસ્તી ભારે પડી, ત્રણ વખત કરડયા બાદ વૃદ્ધનું હોસ્પિટલમાં મોત

0

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં 50 વર્ષના એક વૃદ્ધને 6 ફૂટ લાંબા કોબ્રા સાપ સાથે રમવાનું ખૂબ જ ભારે પડી ગયું. આની કિંમત તેને જીવ ગુમાવીને ચૂકવવી પડી. કોબ્રા સાપે આ વ્યક્તિને ત્રણ વાર ડંખ માર્યો, જેના કારણે તેનું મોત થયું. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રામપુર જિલ્લાના બિલાસપુર તાલુકાના પિપલિયા ગોપાલ ગામમાં 50 વર્ષના રાજ સિંહે 6 ફૂટ લાંબો કોબ્રા પકડ્યો હતો. સાપને પકડ્યા બાદ તેણે તેની સાથે રમવાનું શરૂ કર્યું જે ખતરનાક સાબિત થયું. આ દરમિયાન ગ્રામજનોએ તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે સમજ્યો નહીં.

કોબ્રાએ રાજ સિંહને ત્રણ વાર ડંખ માર્યો
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રાજ સિંહ ખેતરની બાજુમાં બેઠો છે અને તેના ગળામાં કોબ્રા સાપ છે. રાજ સિંહ ઝેરી કોબ્રા સાથે રમી રહ્યો છે. ક્યારેક સાપ તેના ગળામાં આવે છે તો ક્યારેક તેના માથા પર રહે છે. રાજ સિંહની આસપાસ લોકોની ભીડ છે જે તેને સાપને હટાવવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તે માનતો નથી અને આ દરમિયાન સાપે તેને ત્રણ વખત ડંખ માર્યો હતો. જ્યારે તેની તબિયત બગડવા લાગી ત્યારે ગામલોકો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેનું મૃત્યુ થયું.

કહેવામાં આવી રહ્યું છે કે રાજ સિંહની માનસિક સ્થિતિ સારી નહોતી. તેના લગ્ન પણ થયા ના હતા. તે કેટલાય કલાકો સુધી સાપ સાથે રમતો રહ્યો. આ દરમિયાન સાપે તેને ત્રણ વખત ડંખ માર્યો હતો. જ્યારે તેના શરીરમાં ઝેર ફેલાવા લાગ્યું, ત્યારે તેની હાલત ખરાબ થઈ ગઈ, ત્યારબાદ ગામલોકો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. સાપ સાથે રમતી વખતે રાજ સિંહ વારંવાર પોતાને બહાદુર ગણાવી રહ્યો હતો. આ ડ્રામા તેના માટે ભારે સાબિત થયું અને તે સાપના ડંખને કારણે મૃત્યુ પામ્યો.

Breaking News : સુરતમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ, જાણો સમગ્ર મામલો

સુરત શહેરમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પતંગ ખરીદવા આવેલા ત્રણ ગ્રાહકોને માર મારવાના આરોપસર સરથાણા પોલીસ મથકમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં અલ્પેશ કથીરિયા તેમના ભાઈ અને અન્ય એક વ્યક્તિ સહિત કુલ ત્રણ સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ ખાતે બની હતી. ગ્રાહકો અને અલ્પેશ કથીરિયાના ભાઈ વચ્ચે પતંગના ભાવ મુદ્દે બોલાચાલી થઈ હતી. આ માથાકૂટ ઉગ્ર બનતા અલ્પેશ કથીરિયાએ ભાઈ સાથે મળીને ગ્રાહકોને માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પતંગની ખરીદી દરમિયાન થયેલી આ બબાલ અને પાટીદાર નેતા સામે નોંધાયેલી ફરિયાદને કારણે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.