Home Blog Page 202

ધાર્મિક સ્થળની મિલકત પર પૂજારીનો હક નથી: ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

0

ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ ધાર્મિક સ્થળના પૂજારી તે મિલકત પર માલિકી હક ધરાવી શકતા નથી. પૂજારી એ માત્ર ભગવાનના સેવક છે. હાઈકોર્ટે આ ટિપ્પણી સાથે મંદિરના પૂજારી રમેશભાઈ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી બીજી અપીલને ફગાવી દીધી છે. આ ચુકાદાને પગલે જાહેર રોડ પર અવરોધરૂપ બનેલા ગણેશ મંદિરના ગેરકાયદે બાંધકામને હટાવવાનો માર્ગ મોકળો થયો હતો.

મળતી વિગતો અનુસાર, આ વિવાદની શરૂઆત આશાબેન કે. મોદી દ્વારા દાખલ કરવામાં આવેલા દિવાની દાવાથી થઈ હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમની જમીન પાસેના જાહેર માર્ગ પર સત્તાધિકારીઓની મંજૂરી વિના ગણેશ મંદિર બનાવવામાં આવ્યું છે, જે તેમના પ્રોપર્ટીમાં આવવા-જવાના કાયદેસરના રસ્તામાં અવરોધ ઊભો કરે છે. અગાઉ નીચલી અદાલત અને પ્રથમ એપેલેટ કોર્ટે પણ આશાબેનની તરફેણમાં ચુકાદો આપીને મંદિરનું બાંધકામ હટાવવાનો આદેશ આપ્યો હતો, જેને પૂજારીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

જસ્ટિસ જે. સી. દોશીએ આ કેસની સુનાવણી દરમિયાન પૂજારીના ‘એડવર્સ પઝેશન’ (કબજા હક) ના દાવાને સદંતર નકારી કાઢ્યો હતો. પૂજારીની દલીલ હતી કે તેઓ ૧૨ વર્ષથી વધુ સમયથી ત્યાં રહીને ધાર્મિક વિધિઓ કરે છે, તેથી તેમને કાયદેસરનો હક મળે છે. જોકે, કોર્ટે સ્પષ્ટતા કરી કે કબજા હક સાબિત કરવા માટે માલિકની વિરુદ્ધમાં શત્રુતાપૂર્ણ અને અવિરત કબજો સાબિત કરવો પડે. કોર્ટે અવલોકન કર્યું હતું કે પ્રતિવાદી માત્ર એક પૂજારી હતા, તેઓ માલિક નથી. પૂજારી તરીકેનો તેમનો દરજ્જો ભગવાનના સેવક તરીકેનો છે, મિલકતના માલિક તરીકેનો નહીં.

બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદેસર હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે પૂજારી હોવાને નાતે મિલકત પર કોઈ સ્વતંત્ર અધિકાર મળતો નથી. આ કેસમાં કાયદાનો કોઈ પાયાનો પ્રશ્ન ન જણાતા કોર્ટે અપીલ ફગાવી દીધી હતી. હાઈકોર્ટે અંતમાં જણાવ્યું હતું કે જાહેર માર્ગ પર કરવામાં આવેલું આવું કોઈપણ બાંધકામ “સંપૂર્ણપણે ગેરકાયદેસર અને અનધિકૃત” છે. આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે ધર્મના નામે જાહેર જમીનો કે રસ્તાઓ પર કરવામાં આવેલા દબાણોને કાયદાકીય રક્ષણ મળી શકે નહીં.

24 કલાકમાં ગુજરાતમાં ત્રીજો પોલીસકર્મીનો આપઘાત, ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલનું મોત

0

ગુજરાત પોલીસ વિભાગ માટે છેલ્લા 24 કલાક અત્યંત દુઃખદ અને ચિંતાજનક રહ્યા છે. ભરૂચ અને ભાવનગરમાં પોલીસકર્મીઓના આપઘાતની ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યાં હવે પાટનગર ગાંધીનગરમાં વધુ એક પોલીસ હેડ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. 24 કલાકની અંદર રાજ્યમાં પોલીસકર્મીના આપઘાતની આ ત્રીજી ઘટના છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ ચોકીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આજે સવારે પોતાના જ ઘરમાં ઉપરના માળે પંખા સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. ઉપેન્દ્ર સિંહ વાઘેલા પેથાપુરના રહેવાશી હતા. તેઓ સીક લીવ લઈને રજા પર હતા. હાલમાં તેમના પરિવારમાં માતા, બે બાળકો અને પત્ની છે. આ મામલે સેક્ટર 7ના પોલીસ ઈન્સપેક્ટર ગોહિલે આપી હતી. હાલમાં મૃતક ઉપેન્દ્ર સિંહ વાઘેલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આપઘાત પાછળના કારણ સુધી પહોંચવા માટે પરિવારજનો અને સાથે ફરજ બજાવતા સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

રાજ્યમાં કમોસમી વરસાદ અને પવનની આગાહી: અંબાલાલ પટેલ

ગુજરાતના જાણીતા મોસમી વિજ્ઞાનિ અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમનું કહેવું છે કે 25 અને 26 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરકારક પ્રવાહને કારણે રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ વચ્ચે, જાન્યુઆરી મહિનાના અંત સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, કમોસમી વરસાદના પગલે રાજ્યના અનેક ભાગોમાં ઠંડીનો ચમકારો નોંધાશે અને લોકોમાં ઠંડીની અસર વધુ અનુભવાઈ શકે છે. તેમ સાથે, ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે, જે કમોસમી વરસાદ અને પવનની વધુ કામગીરીનો સંકેત છે.

હવામાન વિભાગની આગાહીને પગલે ગુરુવારે સાંજે કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. આમ, પાકિસ્તાન ઉપર સર્જાયેલા કોલ્ડ ફ્રન્ટ કચ્છ તરફ આવતા વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદના કારણે ઠંડીએ જોર પડ્યું છે.

આ બાજુ બનાસકાંઠા, પાટણ સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ આગાહી કરી હતી. જેમાં મહેસાણા શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરની કેટલીક જગ્યાએ અચાનક કમોસમી વરસાદ વરસ્યો થયો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના રવિ પાકને નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા છે.

ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, હેડક્વાર્ટરના રૂમમાં ગળા ફાંસો ખાઈ લીધો

0

ભરૂચ શહેરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પોલીસ તંત્રમાં હાહાકાર મચી ગયો છે. ગઈ કાલે રાતના સમયે ભરૂચ હેડક્વાર્ટર ખાતે આવેલા પોતાના રહેણાંક રૂમમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.

આપઘાતનું કારણ હજુ અકબંધ
મૂળ ભાવનગરની 27 વર્ષીય પ્રીતિ ઉદેસિંહ પરમારના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ મામલે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે મૃતકના પરિવારજનો અને સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અમદાવાદની 15 જેટલી શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

0

અમદાવાદ શહેરની સાત જેટલી સ્કૂલને આજે (23મી જાન્યુઆરી) વહેલી સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમા આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ તથા વસ્ત્રાપુર સ્વયંમ સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર, આજે સવારે અમદાવાદની સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમા આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ તથા વસ્ત્રાપુરની સ્વયંમ સ્કૂલ શરૂ થયાના ગણતરીના સમયમાં જ સ્કૂલ વહીવટી તંત્રને બોમ્બ અંગેનો ઈમેલ મળ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટે વિલંબ કર્યા વગર તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ધમકી મળતા જ સાવચેતીના ભાગરૂપે બંને સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ અને ફોન દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને ઘરે લઈ જાય. અચાનક શાળાએથી તેડવા માટેનો મેસેજ મળતા જ વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલએ પહોંચ્યા હતા.

બોપલમાં આવેલી DPS સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, તમારા બાળકને લઈ જાવ. આ પછી વાલીઓ અહીં પહોંચતા સંમતિ ફોર્મ ભરવામાં આવ્યું હતું અને વાલીઓ અહીં હેરાન થયા હતા. બોમ્બ મળ્યાની ધમકી હોવા છતાં આ રીતની કાર્યવાહીથી વાલીઓ પણ પેનિકમાં આવી ગયા હતા.

વાલીએ જણાવ્યું હતું કે, દુઃખદ બાબત કહેવાય આ પ્રકારની ધમકી ભર્યો મેલ મળવો, આવું થવું જ ન જોઈએ. અવારનવાર આ સમાચાર મળે છે તે સારી બાબત નથી. જેથી કડક પગલાં ભરવા જોઈએ. આના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. મેસેજ મળતા દરેક વાલીઓમાં ડરનો માહોલ ફેલાઈ જાય છે. બીજી-ત્રીજી વખત આવું બન્યું છે, ગમે ત્યારે લેવા માટે આવી જવું પડતું હોય છે.

એક મહિના અગાઉ અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ હતી. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. તમામ સ્કૂલોમાંથી કોઈપણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ ન મળતા તપાસ પૂર્ણ કરાઈ હતી.

જમ્મુ-કાશ્મીરના ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 જવાન શહીદ

0

પહાડી વિસ્તારોમાં અવારનવાર અકસ્માતો થતા રહે છે. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સેનાના એક વાહન સાથે મોટી દુર્ઘટના ઘટી છે. આજે બપોરે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક અત્યંત દુખદ અકસ્માત સર્જાયો છે. ભારતીય સેનાના જવાનોને લઈ જઈ રહેલા એક વાહને અચાનક કાબૂ ગુમાવતા તે ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં સેનાના 10 જેટલા જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય 7 જવાનો ઈજાગ્રસ્ત થયા છે.

સેનાના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ આ અકસ્માત ડોડાના પહાડી વિસ્તારમાં સર્જાયો હતો. સેનાના 17 જવાનોને બેસાડીને એક ગાડી પહાડી વિસ્તારમાં આવેલી ચેક પોસ્ટ પર જઈ રહી હતી. ત્યારે ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવતા ગાડી 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી.

દુર્ઘટના બાદ તુરંત જ સ્થાનિક લોકો અને સેનાની અન્ય ટુકડીઓ દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, ઈજાગ્રસ્ત જવાનમાં ત્રણની હાલત ગંભીર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ત્રણ જવાનોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં થયેલી આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી ચૂક્યા છે. જેને લઈને સમગ્ર દેશમાં અને સેનાના છાવણીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પહાડી રસ્તાઓ પર બરફ અથવા લપસણી હોવાને કારણે કે અન્ય કોઈ ટેકનિકલ ખામીને લીધે વાહન ખાઈમાં પડ્યું છે કે કેમ, તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આર્મીના અધિકારીએ કહ્યું કે આ બનાવ ભદ્રવાહ-ચંબા ઈન્ટરસ્ટેટ ખાતેની ખન્ની ટોપ ખાતે બન્યો હતો. ખાઈમાં ખાબકેલી ગાડી બુલેટ પ્રુફ છે, જેમાં 17 જવાન સવાર હતા. ઊંચાઈ પરની પર્વતીય પોસ્ટ ખાતે વાહન જઈ રહ્યું હતું ત્યારે ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવ્યો હતો, જેથી 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. આ બનાવની તપાસ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે, જ્યારે મૃતકના પરિવારને પણ જાણ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્યના રાજ્યપાલ મનોજ સિંહાએ ડોડા અકસ્માતમાં શહીદ જવાન પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. એક્સ પર પોસ્ટ મૂકીને લખ્યું છે કે સેનાના 10 બહાદુર જવાનની શહીદીથી બહુ દુખ થયું છે. દેશ તેમની શ્રેષ્ઠ સેવા અને સર્વોચ્ચ બલિદાન હંમેશા યાદ રાખશે. દરમિયાન ઘાયલ સૈનિકોને ઝડપથી એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવાની સાથે શ્રેષ્ઠ મેડિકલ સર્વિસ પૂરી પાડવાનો પ્રયાસ કરવાનું પણ જણાવ્યું છે.

પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી બાદ ભોજપુરી ગાયક સામે પોલીસ કાર્યવાહી

0

ઉત્તર પ્રદેશના વારાણસીમાં પોલીસે લોક ગાયિકા નેહા સિંહ રાઠોડને 2025 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નોંધાયેલા કેસના સંદર્ભમાં નોટિસ ફટકારી છે, પોલીસ અધિકારીઓએ ગુરુવારે પુષ્ટિ આપી. લંકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રાજકુમાર શર્માએ જણાવ્યું હતું કે નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ 2025 માં કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં તેમના પર વડા પ્રધાન વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવાની પ્રક્રિયાના ભાગ રૂપે બુધવારે રાઠોડને કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આ નોટિસ કાનૂની પ્રક્રિયાનો સખત ભાગ છે અને તે કોઈ વધારાની કે અસાધારણ કાર્યવાહી નથી. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે કાયદા મુજબ આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા, નેહા સિંહ રાઠોડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની નારાજગી વ્યક્ત કરી. તેણીએ દાવો કર્યો હતો કે લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશન તરફથી સમન્સ મળ્યા બાદ, વારાણસીના લંકા પોલીસ સ્ટેશનની પોલીસ પણ તેના ઘરે ગઈ હતી.

રાઠોડે પોતાની પોસ્ટમાં લખ્યું છે, “હું ઈચ્છું છું કે મને હેરાન કરવા માટે જે ખંત અને ઉતાવળ બતાવવામાં આવી રહી છે તે જ ખંત અને ઉતાવળનો ઉપયોગ પટનાની પુત્રી માટે ન્યાય સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે.” તેણીએ વધુમાં ઉમેર્યું, “આ રીતે દીકરીઓનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે તે શરમજનક છે.” તેણીની ટિપ્પણી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પોલીસ અધિકારીઓએ પુનરોચ્ચાર કર્યો કે નોટિસ 2025 માં નોંધાયેલા કેસ સાથે સંબંધિત છે અને કાયદાના દાયરામાં જારી કરવામાં આવી હતી. પોલીસ કહે છે કે આ કાર્યવાહીનો હેતુ ફક્ત કાનૂની પ્રક્રિયાને આગળ વધારવાનો છે.

નેહા સિંહ રાઠોડ બીજા પણ એક કેસમાં લખનૌ પોલીસ દ્વારા તપાસનો સામનો કરી રહી છે. આ કેસ 2025માં પહેલગામ આતંકવાદી હુમલા અંગે તેમણે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ સાથે સંબંધિત છે, જેમાં જમ્મુ અને કાશ્મીરમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં 27 એપ્રિલે FIR નોંધવામાં આવી હતી, ત્યારબાદ રાઠોડે તેને કોર્ટમાં પડકાર્યો હતો. કેસની સુનાવણી બાદ, સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરીએ નેહા સિંહ રાઠોડને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું. હાલમાં, બંને કેસમાં કાનૂની કાર્યવાહી ચાલુ છે.

બેંગ્લુરુ એરપોર્ટ પર ચેકિંગના બહાને કોરિયન મહિલાની છેડતી, સ્ટાફકર્મીની ધરપકડ

0

બેંગ્લુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિદેશી મહિલા સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. અહીં એર ઈન્ડિયા એસએટીએસના ગ્રાઉન્ડ સ્ટાફકર્મી મોહમ્મદ અફ્ફાનની કોરિયન મહિલાની છેડતી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.આરોપીએ મહિલાને કથિત રીતે ફ્લાઈટ ચૂકી જવાનો ડર દેખાડ્યો અને સામાનમાં ગડબડના બહાને તેને એકાંતમાં લઈ ગયો અને તેની છેડતી કરી. એરપોર્ટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ કંપનીએ કાર્યવાહી કરતા તેને તાત્કાલિક અસરથી બરતરફ કર્યો છે.

કોરિયન મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું સોમવારે 19 જાન્યુઆરીના રોજ કોરિયા જતી ફ્લાઈટમાં સવાર થવા માટે એરપોર્ટ પર હતી. ઈમિગ્રેશન તપાસ પૂર્ણ કર્યા બાદ હું ટર્મિનલ તરફ જઈ રહી હતી. આ દરમિયાન મોહમ્મદ અફ્ફાન નામના એક પુરુષ કર્મચારીએ મારી સાથે સંપર્ક કર્યો અને મને ફ્લાઈટ ટિકિટ બતાવવા માટે કહ્યું. પછી તેણે દાવો કર્યો કે મારા ચેક-ઈન સામાનમાં કોઈ સમસ્યા છે અને તેમાંથી બીપનો અવાજ આવી રહ્યો છે.

અફ્ફાને કથિત રીતે મહિલાને કહ્યું કે, નિયમિત સ્ક્રીનિંગ કાઉન્ટર પર પાછા જવામાં સમય લાગશે અને તમે ફ્લાઈટ ચૂકી જશો. તેણે ભાર મૂકીને કહ્યું કે, તેની અલગથી તપાસ થવી જોઈએ અને તે મહિલાને પુરુષોના વોશરૂમ પાસે લઈ ગયો. મહિલાએ વાંધો ઉઠાવ્યો છતાં અફ્ફાને તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે તેણે કથિત રીતે તેને ગળે લગાવી અને ચાલ્યો ગયો.

આ ઘટના બાદ તરત જ મહિલાએ તેની જાણ એરપોર્ટ સુરક્ષાકર્મીઓને કરી. ત્યારબાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન અફ્ફાનની આ ઘૃણાસ્પદ હરકત જોઈ. કોરિયન મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ ચાલી રહી છે.

અમિત શાહે હરિદ્વારમાં ‘પતંજલિ ઇમરજન્સી અને ક્રિટિકલ કેર હોસ્પિટલ’નું ઉદ્ઘાટન કર્યું

0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિદ્વારના પતંજલિ યોગપીઠ ખાતે ‘પતંજલિ ઇમરજન્સી અને ક્રિટિકલ કેર હોસ્પિટલ’નું ઉદ્ઘાટન કર્યું. આ હોસ્પિટલ યોગ, આયુર્વેદ, પ્રાકૃતિક ચિકિત્સા અને આધુનિક તબીબી પદ્ધતિઓને એકીકૃત કરીને લોકોને વિશ્વસ્તરીય આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડશે. ઉદ્ઘાટન સમારોહમાં યોગ ગુરુ સ્વામી રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, સાંસદ ત્રિવેન્દ્ર સિંહ રાવત, શિક્ષણ મંત્રી ધન સિંહ રાવત સહિત અનેક અગ્રણી લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે પણ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું. તેમણે ઇન્ટિગ્રેટેડ મેડિસિન સિસ્ટમની આ પહેલની ખૂબ પ્રશંસા કરી.

પતંજલિ ઇમરજન્સી અને ક્રિટિકલ કેર હોસ્પિટલ હૃદય, મગજ અને કરોડરજ્જુની સર્જરી માટે સર્જરી સુવિધાઓ પ્રદાન કરે છે. તે નાગરિકોને કટોકટી અને ગંભીર બીમારીઓ માટે ઉચ્ચ ગુણવત્તાની તબીબી સંભાળ પૂરી પાડશે. ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાત્રે પતંજલિ યોગપીઠ કેમ્પસમાં રાત્રિ રોકાણ કર્યું. તેમણે યોગ ગુરુ સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ મહારાજ સાથે દવા, શિક્ષણ, સનાતન જીવનશૈલી અને ઋષિઓના જ્ઞાન વારસાની વૈશ્વિક માન્યતા જેવા વિષયો પર વ્યાપક ચર્ચા કરી.

ચર્ચા દરમિયાન, શાહે ભવિષ્યમાં પતંજલિ આ દિશામાં શું અગ્રણી ભૂમિકા ભજવશે તે અંગે પણ પૂછપરછ કરી. ગૃહમંત્રીના આગમનથી પતંજલિ પરિવારમાં ગૌરવ, પ્રેરણા અને નવી ઉર્જાનો સંચાર થયો હોવાનું કહેવાય છે. પતંજલિ યોગપીઠ પરિવાર વતી, યોગ ગુરુ સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ, પતંજલિ ગુરુકુલમ અને આચાર્યકુલમના ઘણા સંતો, ભક્તો, શિષ્યો, વિદ્યાર્થીઓએ ગૃહમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને અભિનંદન પાઠવ્યા. આ કાર્યક્રમને ભારતીય પરંપરા અને આધુનિકતાના મિશ્રણને આરોગ્ય સેવાઓ સાથે મજબૂત બનાવવા તરફ એક પ્રશંસનીય પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

Breaking News: જમ્મુ-કાશ્મીરના ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું, 4 જવાન શહીદ, 12 ઘાયલ

0

જમ્મુ અને કાશ્મીરના ડોડામાં એક ભયાનક ઘટના બની છે. આર્મી કેસ્પર વાહન ઉંડી ખીણમાં પડી ગયું, જેમાં 4 સૈનિકોના મોત થયા અને 12 અન્ય ઘાયલ થયા. કેસ્પર વાહન ડોડામાં ભદરવાહ-ચંબા રોડ પર મુસાફરી કરી રહ્યું હતું, જે પહેલાથી જ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. કેસ્પર વાહન લગભગ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું. સૈનિકોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે, અને બચાવ ટીમો ઝડપી ગતિએ કામ કરી રહી છે.

એક અધિકારીએ જણાવ્યું કે અજ્ઞાત કારણોસર વાહન રસ્તા પરથી લપસી ગયું. ઘટના બાદ તાત્કાલિક બચાવ અને રાહત ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ઘાયલ સૈનિકોને અકસ્માત સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકના તબીબી કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રણ સૈનિકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.