Home Blog Page 193

Surat: ડિંડોલીના રિજન્ટ પ્લાઝમા ફ્લેટમાંથી રાજસ્થાનના ‘ડ્રગ્સ નેક્સસ’નો પર્દાફાશ, ત્રણ તસ્કરો ઝડપાયા

ગુજરાત રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા સુરત શહેરમાં ડ્રગ્સના સોદાગરો વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 3 અને 4 ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ડિંડોલી વિસ્તારમાં આવેલા ફ્લાવર ગાર્ડન પાસેના રીજન્ટ પ્લાઝામાં એસએમસીની ટીમે ઓચિતો દરોડો પાડીને 1 કિલોથી વધુ પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશનમાં પોલીસે રાજસ્થાન મૂળના ત્રણ શખ્સોની ધરપકડ કરી ડ્રગ્સના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.

દરોડાની વિગત અને જપ્ત મુદ્દામાલ
એસએમસીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડિંડોલીના રીજન્ટ પ્લાઝામાં આવેલા ફ્લેટ નંબર F-304 માં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ફ્લેટમાંથી 1053.65 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 31,60,950 રૂપિયા થાય છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે 8 લાખની કિંમતના ૨ વાહનો, 95 હજારની કિંમતના ૪ મોબાઈલ ફોન અને 61,100 રૂપિયા રોકડા મળીને કુલ 41,17,050 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ

  • ઓમ પ્રકાશ રુમારામ જાટ: (રહે. બોરનાડા ગામ, લૂણી, જોધપુર, રાજસ્થાન) – આ શખ્સ એમડી ડ્રગ્સનો મુખ્ય
  • સપ્લાયર હોવાનું સામે આવ્યું છે.
  • મહેન્દ્ર સોહનલાલ જોશી: (હાલ રહે. રીજન્ટ પ્લાઝા, ડિડોલી, સુરત; મૂળ રહે. કલવાણા ગામ, ઉદયપુર, રાજસ્થાન).
  • ચૈલસિહ હાથીસિંહ પુરોહિત: (હાલ રહે. રીજન્ટ પ્લાઝા, ડિંડોલી, સુરત; મૂળ રહે. સિરાણા ગામ, જાલોર, રાજસ્થાન).

ત્રણ મુખ્ય સપ્લાયરો વોન્ટેડ
આ ડ્રગ્સ નેટવર્કમાં સામેલ અન્ય ત્રણ શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા અમિત કાબા (મૂળ રહે. ભીનમાલ, રાજસ્થાન) તેમજ રાજસ્થાનના ઝાલાવાડના મુખ્ય સપ્લાયરો રાજેશ પાટીદાર અને કંવર પાલ સિંહનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

એસએમસીના પીઆઈ સી.એચ. પાનારા અને પીએસઆઈ આર.જી. વસાવા સહિતની ટીમે એનડીપીએસ એક્ટ1985 ની કલમ 8(સી), 22(સી) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દરોડાથી સુરતના ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

નેપાળથી તૂર્કિયે જતી ફ્લાઈટનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ, એન્જિનમાં આગની આશંકા

0

નેપાળના કાઠમંડુથી તૂર્કિયેના ઈસ્તંબુલ જઈ રહેલી ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ નંબર-727નું બુધવારે (4 ફેબ્રુઆરી) કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય (NSCBI) એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનના એન્જિનમાં આગ લાગવાની આશંકા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

કોલકાતા એરપોર્ટના ડાયરેક્ટર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ, વિમાનના કેપ્ટને કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જમણી બાજુના એન્જિનમાં આગ લાગી હોવાની અથવા ધુમાડો નીકળવાની સંભાવના અંગે જાણ કરી હતી. આ માહિતી મળતા જ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને બપોરે આશરે 2:49 વાગ્યે વિમાનને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યું હતું.

236 મુસાફરો સુરક્ષિત
લેન્ડિંગ બાદ વિમાનમાં સવાર તમામ 236 મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. હાલમાં વિમાનને એરપોર્ટના આઈસોલેશન બેમાં રાખવામાં આવ્યું છે, જ્યાં ટેકનિકલ નિષ્ણાતોની ટીમ તેની તપાસ કરી રહી છે. તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આગ લાગવાની માહિતી માત્ર ટેકનિકલ ખામી હતી કે, ખરેખર એન્જિનમાં કોઈ ગંભીર સમસ્યા હતી. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિમાનની આગળની ઉડાન પર રોક લગાવી દેવામાં આવી છે.

મુંબઈ ઇવેન્ટમાં સની લિયોનીનો સ્ટાઇલિશ લુક ચર્ચામાં, ડેનિયલ વેબર સાથે ફોટા વાયરલ

0

બોલિવૂડ દિવા સની લિયોની હાલમાં સ્પ્લિટ્સવિલા 16 હોસ્ટ કરી રહી છે. તે 1 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં એક કાર્યક્રમમાં જોવા મળી હતી. સનીએ આ કાર્યક્રમમાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ આ વખતે કારણ થોડું અલગ હતું. તેના પતિ ડેનિયલ વેબર સાથે આવેલી સનીએ પાપારાઝી માટે સ્ટાઈલિશ પોઝ આપ્યો. તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સનીની Oops મોમેન્ટ
અભિનેત્રીને ઈવેન્ટમાં ઉફ્ફ મોમેન્ટનો Oops moment સામનો કરવો પડ્યો હતો. સનીએ ડીપ બ્રાઉન રંગનો ફ્લોર-લેન્થ ગાઉન પહેર્યો હતો જે ડ્રામેટિક અને સોફેસ્ટિકેશનથી ભરપૂર હતો. ગાઉનમાં એક પ્લંજિંગ વી-નેકલાઇન હતી. તેણે ન્યૂનતમ પરંતુ આકર્ષક એક્સેસરીઝ પસંદ કરી હતી. નેકલાઈનને હાઈલાઈટ કરનાર લેયર્ડ નેકલેસ, સ્ટેટમેન્ટ ડ્રોપ ઇયરિંગ્સ અને રિંગ્સ જે ગ્લેમર ઉમેરે છે. તેના હેરને ચિક અપડૂમાં સ્ટાઇલ કરવામાં આવ્યા હતા. સની આત્મવિશ્વાસથી હસતી હતી અને ફોટોગ્રાફર્સ સાથે વાતો કરી રહી હતી, પરંતુ ફોટોશૂટ દરમિયાન તેને અચાનક વોર્ડરોબ માલફંક્શનનો સામનો કરવો પડ્યો હતો. વાયરલ વીડિયોમાં સનીના નિપલ પેચ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા અને કદાચ તેણે શરૂઆતમાં તે ધ્યાનમાં લીધું ન હતું.

ડેનિયલે ઈશારો કર્યો
ઈન્ટરનેટ યુઝર્સ ડેનિયલની પ્રતિક્રિયાથી સૌથી વધુ પ્રભાવિત થયા હોય તેવું લાગે છે. તેમણે સનીની ઉપ્સ મુમેન્ટ જોઈ અને સનીને એક ઈશારો કરીને એલર્ટ કરી. ત્યારબાદ સનીએ પોતાના આઉટફિટ એડજ્ટ કર્યા અને ખૂબ જ ગ્રેસપૂર્વક પરિસ્થિતિને સંભાળી

સનીએ અનેક ઈન્ટરવ્યુમાં તેના પતિ વિશે વાત કરી ચૂકી છે. સની કહે છે કે તેણે તેના જીવનમાં ઘણા મુશ્કેલ સમયનો સામનો કર્યો છે. તેના પતિ ડેનિયલ આ મુશ્કેલ સમયમાં ઢાલની જેમ તેની સાથે ઉભા રહ્યા. મુંબઈના કાર્યક્રમમાં જે બન્યું અને ડેનિયલે જે રીતે તેને સંભાળ્યું તે ખરેખર પ્રશંસનીય છે. ડેનિયલનો તેની પત્ની પ્રત્યેનો આ જેસ્ચર જોઈને અંદાજ લગાવી શકાય છે કે સનીના તેના પતિ વિશેના શબ્દો એકદમ સાચા હતા. સની લિયોન ફિલ્મો, રિયાલિટી ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર લોકપ્રિય છે. તે ઘણીવાર તેની ફેશન પસંદગીઓ અને જાહેર દેખાવને કારણે હેડલાઇન્સમાં રહે છે.

જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી: ઉધમપુરમાં બે આતંકી ઠાર, ઓપરેશન હજુ ચાલુ

0

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ મોટી કાર્યવાહી હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતીય સેનાએ ઉધમપુરમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની વિગતો મળી છે. આ બંને આતંકવાદી જૈશ-એના હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ગઈકાલથી અથડામણ થઈ રહી છે, તેમાં આજે બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યાં છે. હજી પણ સેના દ્વારા તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ મામલે જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલે વિગતો આપતા જણાવ્યં કે, જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સીઆરપીએફે સાથે મળીને સંયુક્ત ઓપરેશનમાં ઉધમપુરના બંસંતગઢ વિસ્તારમાં થયેલી અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યાં છે, અને હજી પણ ઓપરેશન યથાવત છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ગઈ કાલે રામનગરના જાફડ જંગલોમાં આવેલી એક ગુફામાં આતંકવાદીઓ દેખાયા હોવાની વિગતો ભારતીય સેનાને મળી હતી.

ભારતીય સેનાને આતંકીઓ હોવાની જાણકારી મળ્યાં બાદ સેનાએ આ વિસ્તારની ઘેરી લીધો હતો. આ દરમિયાન થયેલી ફાયરિંગમાં એક આતંકી ઘાયલ પણ થયો હતો, પરંતુ પછી તે તેના સાથી સાથે ગુફામાં ભાગી ગયો હતો. આ પછી રાત્રે અંધારાનો લાભ લઈને આતંકીઓ ગુફા છોડીને ફરાર થઈ ગયાં હતા. આ દરમિયાન આ વિસ્તારમાં ભારે ફાયરિંગ થયું હતું. અત્યારે આ વિસ્તારને ભારતીય સેના સંપૂર્ણ રીતે ધેરી લીધો છે. રાત્રે કોઈ ફાયરિંગ કરવામાં આવ્યું ન હતું.

માહિતી એવી મળી છે કે, આતંકવાદીઓએ આત્મસમર્પણ કરવાની ના પાડી દીધી હોવાથી સેના દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આખા વિસ્તારની મજબૂત રીતે ઘેરાબંધી કરી દીધી છે. આ દરમિયાન બે આતંકવાદીઓને ઠાર કર્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 132મી બટાલિયન સાથેના સંયુક્ત ઓપરેશનથી અબી ગુજર વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં શોધખોળ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.

‘માફ કરજો મમ્મી-પપ્પા…’ ત્રણ બહેનોએ નવમા માળેથી કૂદી પહેલાં છોડી સુસાઇડ નોટ

0

વર્તમાન સમયમાં સ્માર્ટફોન અને ઓનલાઇન ગેમ્સ બાળકોના માનસપટ પર કેવી ગંભીર અસર કરી શકે છે, તેનો એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી સામે આવ્યો છે. જે ઉંમરે બાળકોનું ભવિષ્ય ઘડાતું હોય છે, તે ઉંમરે ત્રણ સગી બહેનોએ એક ઓનલાઇન ગેમના રવાડે ચડીને મધ્યરાત્રિએ મરણિયું પગલું ભરી લીધું. આ ઘટનાએ વાલીઓ અને સમાજ માટે લાલબત્તી સમાન ચેતવણી આપી છે.

ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારમાં આવેલી ભારત સિટી સોસાયટીમાં મંગળવારે રાત્રે આશરે 2 વાગ્યે કંપારી છૂટી જાય તેવી ઘટના બની. અહીં રહેતી ત્રણ સગી બહેનો—નિશિકા (16 વર્ષ), પ્રાચી (14 વર્ષ) અને પાખી (12 વર્ષ)—એ બી-1 ટાવરના 9મા માળે આવેલા પોતાના ફ્લેટની ગેલેરીમાંથી એકસાથે છલાંગ લગાવી દીધી હતી. આ ત્રણેય બહેનો એટલી હદે એકબીજા સાથે જોડાયેલી હતી કે તેઓ જમવાનું, સૂવાનું અને શાળાએ જવાનું પણ સાથે જ કરતી હતી, અને કમનસીબે મોતનો માર્ગ પણ તેમણે સાથે જ પસંદ કર્યો.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેય બહેનોને ઓનલાઇન ગેમ્સની ગંભીર લત હતી. તેઓ ‘કોરિયન લવ ગેમ’ જેવી ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ રમતી હતી. કોરોનાકાળ દરમિયાન લાગેલા મોબાઈલના વળગણને કારણે તેઓ અભ્યાસમાં પણ અનિયમિત થઈ ગઈ હતી. પરિવાર દ્વારા મોબાઈલ ગેમ રમવાની મનાઈ કરવામાં આવતા તેઓ માનસિક રીતે વિચલિત થઈ હતી અને આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું મનાય છે.

આ આત્મહત્યા પાછળનું કારણ પોલીસને ઘટનાસ્થળેથી મળેલી 8 થી 10 પાનાની ડાયરીમાં છુપાયેલું હતું. આ સુસાઈડ નોટમાં ત્રણેય બહેનોએ પોતાની વેદના ઠાલવતા લખ્યું હતું કે, “મમ્મી-પપ્પા સોરી, અમે આ ગેમ છોડી શકતા નથી. આ કોરિયન ગેમ જ અમારી જિંદગી અને અમારો જીવ છે.” મૃતક બાળકિઓના પિતાએ મીડિયાને જણાવ્યું કે, તેમની ત્રણેય દીકરીઓ છેલ્લા 3 વર્ષથી આ ગેમની લતે ચઢી હતી અને તેઓ કોરિયા જવાની વાતો કરતી હતી. વધુ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, મોટી બહેન અન્ય બે બહેનોને ટાસ્ક આપતી હતી અને તેઓ એટલી હદે માનસિક ગુલામ બની ગઈ હતી કે ખાવા-પીવાથી લઈને નહાવા સુધીના તમામ કામો સાથે જ કરતી હતી. પિતાએ અન્ય વાલીઓને આજીજી કરતા કહ્યું છે કે, જે તેમના બાળકો સાથે થયું તે કોઈની સાથે ન થાય, મહેરબાની કરીને બાળકોને મોબાઈલ ગેમથી દૂર રાખજો.

આ દુર્ઘટના બાદ પિતા ચેતન કુમાર સહિત આખો પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે. ઘરમાં એકસાથે ત્રણ દીકરીઓના મોતથી આખી સોસાયટીમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલો નોંધ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ ગેમમાં તેમને કોઈ ચોક્કસ ‘ડેથ ટાસ્ક’ આપવામાં આવ્યો હતો કે કેમ, જેના કારણે તેમણે 9મા માળેથી મોતની છલાંગ લગાવી.

ચાલો જાણીએ મેદસ્વિતા નિવારવા માટે ઉપયોગી પીણાં વિશે

0

રાજ્ય સરકાર દ્વારા હાલમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન ચાલી રહ્યું છે. રોજીંદા ઉપયોગમાં લેવાતા દેશી પીણાંઓ ચરબી ઓછી કરવા માટે ફાયદાકારક છે. સ્થૂળતા ઘટાડવા માટે સવારમાં દેશી અને આયુર્વેદિક પીણાં પીવા જોઈએ.

ગ્રીન ટી : ગ્રીન ટી ચરબી ઓછી કરવા માટે ઉપયોગી છે, તેમાં ઉચ્ચ એન્ટીઓક્સિડન્ટ હોય છે. ભોજન પછી અને સવારે તેનું સેવન કરવાથી ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. તેનાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ ચયાપચયમાં સુધારો કરે છે.

‘તજ’ની ચા : તજની ચા પીવી, એ શરીરની ચરબી ઓછી કરવાની સરસ રીત છે. સાંજે તજની ચા પીવાથી ચયાપચયને વધારવામાં મદદ કરે છે. તેના એન્ટીબેકટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મોને કારણે શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે અને લીવર સ્વસ્થ રહે છે.

છાશ : જો વજન ઘટાડવા માટે કેટલાક સ્વાદિષ્ટ અને સ્વસ્થ વિકલ્પોની શોધમાં છો, તો છાશ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. છાશને એક શ્રેષ્ઠ પીણાં તરીકે માનવામાં આવે છે, જે પેટની ચરબી ઘટાડે છે. છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચનમાં સુધારો કરે છે, વિટામિન બી-૧૨ અને પોષક તત્વોમાં વધારો કરે છે

જીરાનું પાણી : જીરામાં થાઈમોસિનોન નામનું તત્વ હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત, જીરામાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ છે, જે પાચન અને ચયાપચયમાં વધારો કરે છે. સારી બાબત એ છે કે, તે બનાવવું પણ સરળ છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું અથવા જીરા પાઉડર ઉમેરી તેને હલાવીને પીવાનું હોય છે.

મધ અને લીંબુનું ગરમ પાણી : જ્યારે પેટની ચરબી ઘટાડવાની વાત આવે ત્યારે લીંબુને ગરમ પાણી સાથે પીવું, એ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. લીંબુ શરીરને સાફ કરે છે, ચયાપચયમાં વધારો કરે છે અને ચરબીને ઓગાળવામાં મદદરૂપ થાય છે. તેનો સ્વાદ વધારવા માટે, તેમાં થોડું મધ ઉમેરી શકાય છે. મધ વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. એક કપ ગરમ પાણીમાં અર્ધી ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને તેને સવારે પીવાથી વજન નિયંત્રિત રહે છે.

અમરેલીમાં એશિયાટિક સિંહોની સુરક્ષા માટે વન વિભાગ અલર્ટ

અમરેલી જિલ્લો એશિયાટિક સિંહોનો ગઢ ગાય છે. ગીર, સાસણગીર, જુનાગઢ અને અમરેલી જિલ્લામાં સિંહોનો વસવાટ છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી હાઈવે પર સિંહોના અકસ્માતની ઘટનામાં વધારો થતાં વનવિભાગે તાબડતોબ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા સિંહોની સુરક્ષા માટે સૌથી જોખમી સ્થળો શોધીને તેનું લિસ્ટ બનાવવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ જરૂર પડે તે સ્થળ પર નેશનલ ઓથોરિટી સહિત માર્ગોના અધિકારીઓને વન વિભાગ સાથે રાખીને સ્પીડ બ્રેકર ઉભી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

સિંહોની સુરક્ષા વધારવા અને અકસ્માતે મૃત્યુ ઘટાડવા અધિકારીઓને આદેશ અપાયા છે. જોખમી સ્થળોની ઓળખ, સ્પીડ બ્રેકર સ્થાપના, અને જરૂર પડ્યે સિંહોને રેડિયો કોલર પહેરાવવા જેવા પગલાં લેવાશે. આ બેઠકમાં સૌરાષ્ટ્રના DCF અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

અમરેલી જિલ્લામાં સિંહોના અકસ્માતોની ઘટનાઓ બાદ વન વિભાગ વધુ સતર્ક બન્યું છે. તાજેતરમાં, ધારીના છતડીયા નજીક સ્ટેટ હાઈવે પર 11 એશિયાટિક સિંહોનું એક ટોળું જોવા મળ્યું હતું, જે રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. વન વિભાગના કર્મચારીઓએ તુરંત જ કાર્યવાહી કરી, વાહનવ્યવહારને અટકાવીને સિંહોને સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવ્યો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એકસાથે 11 સિંહોને શાંતિપૂર્ણ રીતે હાઈવે ક્રોસ કરતા જોઈ શકાય છે. વન વિભાગની આ સમયસર અને સજાગ કામગીરીને કારણે સંભવિત અકસ્માત ટળ્યો હતો અને વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો ન હતો. આ પ્રશંસનીય કાર્યને વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ વખાણીને વન વિભાગના કર્મચારીઓના પ્રયાસોને બિરદાવ્યા હતા.

સુરતમાં ગજેરા કંપનીમાં ITની તપાસમાં 1500 કરોડના બેનામી વ્યવહાર મળ્યા

સુરતમાં ગજેરા એન્ડ કંપની પર આવકવેરા વિભાગ દ્વારા દરોડો કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન 1,500 કરોડ રૂપિયાના બેનામી વ્યવહાર સામે આવ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું. લક્ષ્મી ડાયમંડ ગ્રુપના 30થી વધુ બેંક લોકર્સ પણ તપાસ દરમિયાન મળ્યાં છે. દરોડામાં લગભગ 30 કરોડ રૂપિયાનું રોકડ અને જ્વેલરી સીઝ કરાયું છે, તેમજ અનેક મહત્વના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે.

ગજેરા ગ્રુપના રહેણાક અને ઓફિસ સ્થળોથી થોકબંધ દસ્તાવેજો મળ્યાં છે, તેમજ ડિજિટલ ડેટા પણ કબ્જે કરવામાં આવ્યો છે, જેની ઉલટ તપાસ કરવામાં આવશે. લક્ષ્મી ડાયમંડના ગજેરા બહેનુ અને ગ્રુપ પર IT વિભાગે દરોડા કર્યા છે, અને બેનામી વ્યવહારો સામે આવ્યા બાદ ગજેરા એન્ડ કંપની સામે કાર્યવાહી માટે તૈયારી શરૂ કરી છે.

ગજેરા ગ્રુપના રહેણાક અને ઓફિસ સ્થળો પરથી થોકબંધ દસ્તાવેજ મળી આવ્યા છે. આ ઉપરાંત ડિજિટલ ડેટા પણ કબ્જે કરવામાં આવ્યો છે,જે તમામ દસ્તાવેજોની ઉલટ તપાસ કરાશે.લક્ષ્મી ડાયમંડના ગજેરા બંધુ અને ગ્રુપ પર IT વિભાગે દરોડા પાડ્યા છે.બેનામી વ્યવહારો મળી આવ્યા બાદ IT વિભાગ દ્વારા ગજેરા એન્ડ કંપની સામે કાર્યવાહીની તૈયારીમાં છે.આ તપાસ પાછળ મુખ્યત્વે મોટી કરચોરીની આશંકા જવાબદાર છે.

30 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ
ટુંકમાં ITના દરોડામાં 30 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ કરવામાં આવી છે.લક્ષ્મી ડાયમંડ ગ્રુપના 30થી વધુ બેંક લોકર,થોકબંધ દસ્તાવેજ મળી આવ્યા છે.હુજ પણ મોટી સંખ્યામાં કરચોરી સામે આવે તેવી પણ શક્યતા છે.7 દિવસ સુધી ચાલેલી આ તપાસમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે. ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ જેવા ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે.આ તપાસ પાછળ મુખ્યત્વે મોટી કરચોરીની આશંકા જવાબદાર છે. આઈટી વિભાગને માહિતી મળી હતી કે લક્ષ્મી ગ્રુપમાં ભાગેડુ મેહુલ ચોક્સીનું રોકાણ છે

સુરતમાં મોતીવાલા પર્ફ્યુમ પર સેન્ટ્રલ GSTના દરોડા

0

સુરતમાં મોતીવાલા પર્ફ્યુમ પર સેન્ટ્રલ GSTની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા દરોડો કરવામાં આવ્યો છે. તપાસમાં કરોડોની GST ચોરી ઝડપાઈ છે. 3.40 કરોડના પરફ્યુમનું વેચાણ ચોપડા પર દર્શાવ્યા વિના કરવામાં આવ્યું હતું. તપાસમાં ખુલાસો થયો કે પરફ્યુમનો મુદ્દામાલ 18 ટકા GST વગર વેચાયો હતો. નોંધનીય છે કે છ મહિના પહેલા પણ મોતીવાલા પરફ્યુમ પર GST તપાસ કરવામાં આવી હતી. હાલ GST વિભાગ દ્વારા 3.40 કરોડનો ટેક્સ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

રાહુલ ગાંધીના ‘દેશદ્રોહી’ નિવેદનથી સંસદમાં હંગામો, રવનીત સિંહ બિટ્ટુ સાથે ઉગ્ર ટકરાવ

0

બુધવારે સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. રાહુલ ગાંધીએ બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા અને તેમને “દેશદ્રોહી” ગણાવ્યા, જેના પર ભાજપ નેતાએ તીખો જવાબ આપ્યો. રવનીત બિટ્ટુએ આકરા પ્રત્યુત્તર આપતા કહ્યું કે તેમનો “દેશના દુશ્મનો” સાથે કોઈ સંબંધ નથી.

રાહુલ ગાંધીએ કહ્યું, “મારા દેશદ્રોહી મિત્ર. ચિંતા ના કર, તું કોંગ્રેસમાં પાછો આવીશ.”
અહેવાલો અનુસાર, જ્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુ મકર દ્વાર ખાતે વિરોધ કરી રહેલા કોંગ્રેસ સાંસદો પાસેથી પસાર થયા, ત્યારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “જુઓ, અહીંથી એક દેશદ્રોહી પસાર થઈ રહ્યો છે. તેનો ચહેરો જુઓ…” બિટ્ટુ સાથે હાથ મિલાવવાની ઓફર કરતાં, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “નમસ્તે ભાઈ, મારા દેશદ્રોહી મિત્ર. ચિંતા ના કરો, તમે પાછા (કોંગ્રેસમાં) આવશો.” બિટ્ટુ પહેલા કોંગ્રેસમાં હતા અને તેમને પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા માનવામાં આવતા હતા. બાદમાં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા.

બિટ્ટુએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો
દરમિયાન, કેન્દ્રીય મંત્રી બિટ્ટુએ રાહુલ ગાંધીને “રાષ્ટ્રના દુશ્મન” ગણાવ્યા. કોંગ્રેસના નેતા પર વળતો પ્રહાર કરતા, બિટ્ટુએ તેમની સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો, અને કહ્યું કે તેમનો રાષ્ટ્રના દુશ્મન ગણાતા લોકો સાથે કોઈ સંબંધ નથી. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી, અને પછી આગળ વધ્યા.

કોંગ્રેસના સાંસદોએ સંસદના પગથિયાં પર વિરોધ પ્રદર્શન કર્યું
“પીએમ સમાધાન પર પહોંચી ગયા છે” લખેલા પોસ્ટરો પકડીને કોંગ્રેસના સાંસદો સંસદના પગથિયાં પર ભારત-અમેરિકા વેપાર સોદા પર વિરોધ કરતા જોવા મળ્યા. મંગળવારે ભારત-અમેરિકા વેપાર સોદા પર મીડિયા સાથે વાત કરતી વખતે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ આ જ આરોપ લગાવ્યો હતો. મંગળવારે, કોંગ્રેસના સાત અને સીપીઆઈ-એમના એક સહિત આઠ વિપક્ષી સભ્યોને અનુશાસનહીનતા માટે બજેટ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સસ્પેન્ડ કરાયેલા લોકસભા સાંસદો ગુરજીત સિંહ ઔજલા, હિબી એડન, ડીન કુરિયાકોસે, અમરિંદર સિંહ રાજા વારિંગ, બી. મણિકમ ટાગોર, ડૉ. પ્રશાંત યાદવરાવ પાડોલે, ચમલા કિરણ કુમાર રેડ્ડી અને એસ. વેંકટેશને સંસદ સંકુલમાં વિરોધ કર્યો હતો.