Home Blog Page 135

સરકાર કડક મૂડમાં: મિલ્ક, પનીર કે એનાલોગ? હોટેલ-રેસ્ટોરન્ટમાં બોર્ડ લગાવવું ફરજિયાત

0

રાજ્યમાં સતત વધી રહેલા નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરના વેચાણને રોકવા માટે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક સૂચના આપી છે કે હવેથી રાજ્યની તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોએ ગ્રાહકોને પીરસવામાં આવતું પનીર અસલી છે કે ’એનાલોગ’, તેની જાણકારી ફરજિયાતપણે બોર્ડ પર પ્રદર્શિત કરવી પડશે.

સામાન્ય રીતે પનીર શુદ્ધ દૂધમાંથી બનાવવામાં આવે છે, પરંતુ ’એનાલોગ પનીર’ એ દૂધનું પનીર નથી. તે પામોલિન તેલ, વનસ્પતિ ઘી, મિલ્ક પાવડર અને વિવિધ કેમિકલ્સના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. આ પનીર દેખાવમાં અસલી જેવું જ લાગે છે, પરંતુ તેમાં કુદરતી પોષક તત્વોનો અભાવ હોય છે અને હાનિકારક ફેટ્સનું પ્રમાણ વધુ હોય છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં નફો વધારવા માટે આ પ્રકારના સબ-સ્ટાન્ડર્ડ પનીરનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, જે લાંબા ગાળે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી શકે છે.

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાજેતરમાં જ આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ગ્રાહકોને તેઓ શું ખાઈ રહ્યા છે તે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. જે હોટલધારકો એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે, તેમણે કાઉન્ટર પર અથવા મેનુ કાર્ડની સાથે સ્પષ્ટ બોર્ડ લગાવવું પડશે કે “અહીં એનાલોગ પનીરનો ઉપયોગ થાય છે.” આ આદેશનું ઉલ્લંઘન કરનારા એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સીધી લાલ આંખ કરવામાં આવશે અને લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અસલી પનીર નરમ હોય છે અને તેને મસળતા તે દાણાદાર બની જાય છે. જ્યારે એનાલોગ પનીર થોડું રબર જેવું ખેંચાય તેવું હોઈ શકે છે અને તેને ગરમ કરવા પર તે તેલ છોડવા લાગે છે. વનસ્પતિ તેલમાંથી બનતું હોવાથી તેનો સ્વાદ પણ અસલી પનીર જેવો મીઠો હોતો નથી. પાલિકાના અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે જો તમને કોઈ હોટલમાં પનીરની ગુણવત્તા પર શંકા જાય, તો તુરંત આરોગ્ય વિભાગને ફરિયાદ કરો.

માલદા હિંસામાં મોટી કાર્યવાહી: કથિત માસ્ટરમાઇન્ડ મોફક્કરુલ ઇસ્લામની ધરપકડ

0

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં થયેલી હિંસાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરતાં કથિત માસ્ટરમાઇન્ડ મોફક્કરુલ ઇસ્લામની ધરપકડ કરી છે. શુક્રવારે (3 એપ્રિલ, 2026) પશ્ચિમ બંગાળ પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. મોફક્કરુલ ઇસ્લામ વ્યવસાયે વકીલ છે અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં AIMIM (ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન)ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે.

માહિતી મુજબ, હિંસાના સમયે તેઓ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસ (BDO)ની બહાર ભીડને સંબોધન કરતા અને લોકોને સ્થળ ન છોડવા માટે ઉશ્કેરતા જોવા મળ્યા હતા. આ ઘટનામાં ન્યાયિક અધિકારીઓને પણ બંધક બનાવવામાં આવ્યા હતા, જેને લઈને મામલો વધુ ગંભીર બન્યો હતો.

ઉત્તર બંગાળના પોલીસ મહાનિરીક્ષક કે. જયરામે માહિતી આપતા જણાવ્યું કે મોફક્કરુલ ઇસ્લામ બાગડોગરા એરપોર્ટ પરથી રાજ્ય છોડીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં હિંસા મામલે 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 19 કેસ નોંધવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે લોકોને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ હિંસા કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.

GPSC ભરતી 2026: સ્નાતકો માટે મોટી તક, ₹56,100થી ₹1.42 લાખ સુધી પગાર

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ નાયબ પોલીસ અધિક્ષક (DYSP), સરકારી શ્રમ અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી અને અન્ય ઉચ્ચ પદો માટે અરજીઓ ખોલી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 16 એપ્રિલ, 2026 સુધીમાં સત્તાવાર OJAS પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

શ્રેણી-1 પોસ્ટ્સ (કુલ: 13)

પોસ્ટનું નામકુલજનરલઇડબ્લ્યુએસએસઇબીસીઅનુસૂચિત જાતિઅનુસૂચિત જનજાતિ
ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ)050302000000
નાયબ પોલીસ અધિક્ષક080301030001
કુલ130603030001

શ્રેણી-2 પોસ્ટ્સ (કુલ: 58)

પોસ્ટનું નામકુલજનરલઇડબ્લ્યુએસએસઇબીસીઅનુસૂચિત જાતિઅનુસૂચિત જનજાતિ
સરકારી શ્રમ અધિકારી130401040202
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)070400020001
અધિક્ષક, નશાબંધી અને આબકારી110401030102
સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)110601030100
મદદનીશ નિયામક (ખાદ્ય અને નાગરિક પુરવઠા)060300010101
મદદનીશ માહિતી નિયામક (વહીવટ)040001020001
મુખ્ય અધિકારી (નગરપાલિકા)060301010001
કુલ582405160508

અરજી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) માં વિવિધ હોદ્દા માટે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.

પસંદગી પ્રક્રિયામાં ત્રણ તબક્કાનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કો પ્રારંભિક પરીક્ષા છે, ત્યારબાદ મુખ્ય (લેખિત) પરીક્ષા છે. અંતિમ તબક્કો વ્યક્તિત્વ પરીક્ષણ/ઇન્ટરવ્યૂ છે, જે ઉમેદવારોની યોગ્યતા, ક્ષમતા અને માનસિક વલણનું મૂલ્યાંકન કરે છે.

અરજી ફી કેટલી હશે?
પ્રારંભિક પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોએ ઓનલાઇન અથવા પોસ્ટ ઓફિસ દ્વારા અરજી ફી ચૂકવવાની રહેશે. આ ફી પરતપાત્ર નથી. સામાન્ય (બિનઅનામત) ઉમેદવારો માટે, ફી ₹100 વત્તા સેવા/પોસ્ટલ ચાર્જ છે, જ્યારે SC/ST/SEBC/EWS/PWBD અને ભૂતપૂર્વ સૈનિકોના ઉમેદવારોને સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.

પગાર
પસંદ કરાયેલા ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ માસિક પગાર મળશે. ગુજરાત વહીવટી સેવા (GAS) અને નાયબ પોલીસ અધિક્ષક (DYSP) જેવી શ્રેણી-1 ની જગ્યાઓ માટે પગાર સ્તર 10 હેઠળ ₹56,100 – ₹1,77,500 નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય તમામ શ્રેણી-2 ની જગ્યાઓ માટે પગાર સ્તર 8 હેઠળ ₹44,900 – ₹1,42,400 મળશે.

CNG કાર અને રિક્ષામાં મુસાફરી મોંઘી: અદાણીએ ગેસના ભાવ વધાર્યા, જાણો નવા દર

0

સીએનજી કાર અને રિક્ષા ચાલકો માટે માઠા સમાચાર આવ્યા છે. અદાણી ટોટલ ગેસ કંપનીએ સીએનજીના ભાવ વધાર્યા છે. સીએનજી ના ભાવ વધતા રિક્ષા ભાડું પણ વધશે. તો સીએનજી કાર ચાલકો માટે વાહન ચલાવવું મોંઘુ પડશે. નોંધનિય છે કે, ઈઝરાયલ ઈરાન યુદ્ધ બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધી છે ત્યારે સીએનજી પણ મોંઘી થતા કાર ચાલકોને બેવડો માર પડી રહ્યો છે.

અદાણી CNG કિંમત વધી
અમદાવાદમાં ફરી એકવાર સીએનજીના ભાવમાં વધારો થયો છે. અદાણી ટોટલ ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં 1.50 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારા બાદ અમદાવાદમાં સીએનજીની નવી કિંમત 83.77 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે જે લોકો પહેલાથી જ મોંઘવારીના મારનો સામનો કરી રહ્યા છે તેઓ રોજિંદા ખર્ચને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ઓટો રિક્ષા, ટેક્સીઓ અને ખાનગી વાહનોમાં સીએનજીનો ઉપયોગ થાય છે. આનો અર્થ એ થયો કે સામાન્ય લોકો માટે દરરોજ અવર જવર કરવી હવો મોંઘી થઈ જશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દેશભરમાં ઈઝરાયલ ઇરાન યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની અસર કોમર્શિયલ એલપીજીના ભાવ પર પડી હતી. 1 એપ્રિલ, 2026ના રોજ સરકારી ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 195.50 રૂપિયાનો વધારો કર્યો હતો.

Shell નું પેટ્રોલ ડીઝલ મોંઘુ થયું
શેલ ઈન્ડિયા કંપનીએ 1 એપ્રિલથી પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા છે. જેમા બેંગ્લોરમાં શેલ કંપનીના સામાન્ય પેટ્રોલની કિંમત 7.41 રૂપિયા વધીને પ્રતિ લિટર 119.85 રૂપિયા થઇ છે. તો પાવર પેટ્રોલની કિંમત 129.85 રૂપિયા પ્રતિ લિટર થઇ છે. ડીઝલની કિંમત 25.01 રૂપિયા વધારે છે. આ ભાવ વધારા બાદ 1 લીટર પેટ્રોલની કિંમત 123.52 રૂપિયા અને ડીઝલની કિંમત 133.52 રૂપિયા પ્રતિ લિટર થઇ છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.

31 ડિસેમ્બર 2026 સુધી સિમ કાર્ડ વગર પણ ચાલશે WhatsApp અને Telegram

0

ટેલિકોમ વિભાગે સોશિયલ મીડિયા યુઝર્સને મોટી રાહત આપતા ‘સિમ બાઈન્ડિંગ’ ગાઈડલાઈન્સના અમલીકરણને 31 ડિસેમ્બર 2026 સુધી ટાળી દીધું છે. આનો અર્થ એ છે કે હવે તમારું WhatsApp અને Telegram મેસેન્જર સિમ કાર્ડ વગર પણ કામ કરતું રહેશે અને વેબ વર્ઝન પર વારંવાર ઓટોમેટિક લોગ-આઉટ થવાની સમસ્યા નહીં રહે.

અગાઉ આ નિયમ 30 માર્ચથી લાગુ થવાનો હતો, જે મુજબ જો મોબાઈલમાં એક્ટિવ સિમ કાર્ડ ન હોય તો મેસેજિંગ એપ કામ કરવાનું બંધ કરી દેત. એપલે આ ગાઈડલાઈન સામે ટેકનિકલ કારણોસર વાંધો ઉઠાવ્યો હતો, જેના પગલે સરકારે કંપનીઓને આ નિયમનું પાલન કરવા માટે વર્ષના અંત સુધીનો સમય આપ્યો છે. સિમ બાઈન્ડિંગનો મુખ્ય હેતુ સાયબર છેતરપિંડી રોકવાનો હતો, કારણ કે ઘણા ગુનેગારો સિમ વગરની એપનો ઉપયોગ કરીને ફ્રોડ કરતા હોય છે.

ટેલિકોમ વિભાગના નવા નિર્દેશો મુજબ, ડિજિટલ સિક્યોરિટી વધારવા માટે આ નિયમ ભવિષ્યમાં અનિવાર્ય બનશે, પરંતુ હાલ પૂરતું યુઝર્સ અને કંપનીઓને તૈયારી માટે સમય અપાયો છે. હાલમાં વેબ વર્ઝન પર જે 6 કલાકમાં ઓટોમેટિક લોગ-આઉટ થવાનો નિયમ હતો, તે પણ હાલ પૂરતો મુલતવી રખાયો છે.

AAPમાં રાજકીય હલચલ: રાઘવ ચઢ્ઢાના ભવિષ્ય પર સવાલ, કેજરીવાલ સાથે મતભેદોની અટકળો તેજ

0

આમ આદમી પાર્ટી (AAP) એ ગુરુવારે મોટો નિર્ણય લેતા પંજાબથી રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદ પરથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ અશોક મિત્તલની વરણી કરવામાં આવી છે. એક સમયે અરવિંદ કેજરીવાલના જમણા હાથ ગણાતા રાઘવ ચઢ્ઢા માટે આ એક મોટો રાજકીય ફટકો માનવામાં આવે છે. અહીં સવાલ એ છે કે, રાઘવ ચઢ્ઢા અને AAP વચ્ચે કેમ વધી દૂરી? અહીં જાણો ડેપ્યુટી લીડર પદ ગુમાવવા પાછળના 5 મુખ્ય કારણો.

મુશ્કેલ સમયમાં ગેરહાજરી
પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા એક્સાઇઝ પોલિસી કેસમાં જેલમાં હતા, ત્યારે રાઘવ ચઢ્ઢા લાંબા સમય સુધી લંડનમાં હતા. જોકે તેઓ આંખની સર્જરી માટે ગયા હોવાનું કહેવાતું હતું, પરંતુ પાર્ટીના સંકટ સમયમાં તેમની ગેરહાજરી નેતૃત્વને ખટકી હતી. તાજેતરમાં કેજરીવાલ છૂટ્યા ત્યારે પણ રાઘવ ચઢ્ઢાની હાજરી નહિવત હતી.

પંજાબ સરકારમાં દખલગીરી
AAP ના આંતરિક સૂત્રોનું કહેવું છે કે રાઘવ ચઢ્ઢા ભગવંત માનના નેતૃત્વ હેઠળની પંજાબ સરકારની કામગીરીમાં ‘હસ્તક્ષેપ’ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત, તેઓ પોતાની વ્યક્તિગત પ્રોફાઇલ વધારવા પર વધુ ધ્યાન આપી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

સ્ટાર ચૂંટણી પ્રચારકોની યાદીમાંથી બહાર
તાજેતરમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આસામ જેવી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે AAP એ જાહેર કરેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં રાઘવ ચઢ્ઢાનું નામ પણ ગાયબ હતું. આ ઘટનાએ જ સંકેત આપી દીધો હતો કે પાર્ટીમાં તેમનું કદ ઘટી રહ્યું છે. પાર્ટીએ એમને હાંસિયામાં ધકેલ્યા છે.

પક્ષની વિચારધારાથી અંતર?
રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના એરપોર્ટ પરના એક કાફેના વખાણ કર્યા હતા, જે ભાજપ શાસિત ગઠબંધન હેઠળ આવે છે. આ નાની બાબતો અને પાર્ટીના કાર્યક્રમોમાં તેમની લાંબી ચુપકીદીએ નેતૃત્વ સાથેના એમના આંતરિક મતભેદ અને ખટરાવના અંતરને સ્પષ્ટ કર્યું હતું.

શું રાઘવ ચઢ્ઢા હવે સસ્પેન્ડ થશે?
હાલમાં રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યૂટી લીડર પદેથી દૂર કરાયા છે જોકે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. તેઓ રાજ્યસભામાં AAP ના 10 સભ્યોમાંથી એક તરીકે ચાલુ રહેશે. જોકે, સંજય સિંઘ અને અશોક મિત્તલ આ ફેરફારને ‘રૂટિન પ્રક્રિયા’ ગણાવી રહ્યા છે, પરંતુ રાજકીય વિશ્લેષકો તેને રાઘવ ચઢ્ઢાના રાજકીય વનવાસની શરૂઆત તરીકે જોઈ રહ્યા છે.

રાઘવ ચઢ્ઢા એ આમ આદમી પાર્ટી સામે વળતો પ્રહાર કરતાં કહ્યું કે, હું તો દેશવાસીઓના ફાયદા માટે રાજ્યસભામાં અવાજ ઉઠાવતો હતો. જેનાથી લોકોને ફાયદો થતો હતો. તો આમાં પાર્ટીને નુક્સાન ક્યાં થયું? વધુમાં તેમણે કહ્યું કે, મેરી ખામાશી કો મેરી હાર મત સમજ લેના, મૈં વો દરિયા હું જો વક્ત આને પર સૈલાબ બનતા હૈ…

ઈરાનનો દાવો: અમેરિકી F-35 સ્ટેલ્થ ફાઈટર જેટને ઠાર માર્યું, પાયલોટની હાલત ગંભીર

0

ઈરાને એક શક્તિશાળી યુએસ એફ-૪૫ સ્ટીલ્થ ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો છે. ઈરાનની અર્ધ-સત્તાવાર એજન્સી મેહર ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે ઈરાની દળોએ બીજા યુએસ એફ-૩૫ ફાઇટર જેટને તોડી પાડ્યું છે. એજન્સીએ એવો પણ દાવો કર્યો હતો કે પાઇલટને ગંભીર ઈજાઓ થઈ છે અને તેના બચવાની શક્યતા ઓછી છે. અત્યાર સુધી, યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ બાબતે કોઈ નિવેદન કે ટિપ્પણી કરી નથી.

ઈરાનના ખાતમ અલ-અંબિયા મુખ્યાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, મધ્ય ઈરાનમાં બીજા યુએસ F-35 સ્ટીલ્થ ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે F-35 લાઈટનિંગ II ને ઈરાની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ફાઇટર જેટ બ્રિટનમાં રોયલ એર ફોર્સ લેકનહીથ સાથે જોડાયેલ સ્ક્વોડ્રનનો ભાગ હતો.

ઈરાને બે અઠવાડિયા પહેલા દાવો કર્યો હતો કે તેણે યુએસ એફ-૩૫ લાઈટનિંગ II વિમાન પર હુમલો કર્યો હતો. ૧૯ માર્ચે, સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સે જણાવ્યું હતું કે યુએસ એફ-૩૫ ફાઈટર જેટ ઈરાન પર લડાઈ મિશન પર હતું ત્યારે તેણે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું. હોકિન્સે કહ્યું કે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું છે અને તપાસ ચાલી રહી છે. સીએનએનએ બે સ્ત્રોતોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે વિમાન પર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

F-35 ને અમેરિકાના સૌથી આધુનિક અને શક્તિશાળી વિમાનોમાંનું એક માનવામાં આવે છે. જો ઈરાનનો દાવો સાચો હોય, તો તે પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટના અમેરિકાના વર્ચસ્વ માટે મોટો ફટકો હશે. ઈરાન સામેના સંઘર્ષમાં અમેરિકા અને ઈઝરાયલ બંને F-35 ફાઈટર જેટનો ઉપયોગ કરી રહ્યા છે. આ વિમાનની કિંમત $100 મિલિયનથી વધુ છે.

ટ્રમ્પનો ‘ટેરિફ બોમ્બ’: વૈશ્વિક અર્થતંત્ર પર ડબલ ઝટકો, તેલ સંકટ વચ્ચે વેપાર યુદ્ધ તેજ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો ફરી એકવાર વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી રહ્યા છે. એક તરફ ઈરાન-અમેરિકા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ પર ઊભી થયેલી અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા પર ભારે દબાણ છે, ત્યારે બીજી તરફ ટ્રમ્પે નવા ટેરિફ પગલાં લઈને આંતરરાષ્ટ્રીય વેપારમાં નવી ઉથલપાથલ મચાવી છે. તેલ અને ગેસ સપ્લાય ચેઈનમાં આવેલા વિક્ષેપને કારણે ક્રૂડના ભાવ આસમાને પહોંચી ગયા છે અને અનેક દેશો ઊર્જા સંકટનો સામનો કરી રહ્યા છે.

આ જ સંજોગોમાં ટ્રમ્પે ‘ટેરિફ બોમ્બ’ ફેંકતા પેટન્ટ દવાઓ પર 100% સુધી ટેરિફ લાદવાનો મોટો નિર્ણય લીધો છે. ભારત સહિત એવા દેશો, જેમણે અમેરિકასთან રિશોરિંગ અથવા MFN પ્રાઈસિંગ કરાર કર્યા નથી, તેમની દવાઓ પર આ ભારે ટેરિફ લાગુ પડશે. જોકે, જનરિક દવાઓને આમાંથી રાહત આપવામાં આવી છે, જેનાથી ફાર્મા ક્ષેત્રમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

આ સાથે જ સ્ટીલ, એલ્યુમિનિયમ અને તાંબાના ઉત્પાદનો માટેના ટેરિફ નિયમોમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે જો કોઈ ઉત્પાદનમાં આ ધાતુઓનો ભાગ 15%થી ઓછો હશે, તો તેના પર પહેલાનો 50% ટેરિફ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે. પરંતુ વધુ ધાતુ ધરાવતા ઉત્પાદનો પર હવે સમગ્ર મૂલ્યના આધારે 25% ટેરિફ વસૂલવામાં આવશે, જેનાથી આયાત ખર્ચમાં મોટો ફેરફાર થશે.

ટ્રમ્પ વહીવટીતંત્રે ટેરિફ ગણતરીની પદ્ધતિમાં પણ મોટો બદલાવ કર્યો છે. હવે ટેરિફ ફક્ત ધાતુના જથ્થા પર નહીં પરંતુ આખા ઉત્પાદના મૂલ્ય પર લાગુ પડશે. આ પગલું અંડરરિપોર્ટિંગ અટકાવવા માટે લેવામાં આવ્યું છે, કારણ કે ઘણા આયાતકારો ટેરિફથી બચવા માટે કિંમતો ઓછી દર્શાવતા હતા.

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં પણ ટ્રમ્પે કડક વલણ અપનાવ્યું છે. નવી નીતિ મુજબ કેટલીક આયાતી પેટન્ટ દવાઓ પર 100% સુધી ટેરિફ લાગુ થઈ શકે છે. મોટા ઉત્પાદકો માટે આ નિયમો 120 દિવસમાં અમલમાં આવશે, જ્યારે નાના ઉત્પાદકોને 180 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ પગલું વિદેશી કંપનીઓને અમેરિકામાં ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવા માટે દબાણ બનાવવા માટે લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, નવી ટેરિફ રચના પહેલાની તુલનામાં વધુ સરળ અને પારદર્શક છે, જે ઉદ્યોગ માટે અનુકૂળ સાબિત થશે. સાથે જ સરકારને આવકમાં વધારો થવાની પણ આશા છે, કારણ કે હવે ટેરિફ સમગ્ર વેચાણ મૂલ્ય પર લાગુ થશે.

આ સમગ્ર પરિસ્થિતિ એવા સમયે ઊભી થઈ છે જ્યારે અમેરિકા પહેલેથી જ ઈરાન સાથેના તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઈનના પડકારોનો સામનો કરી રહ્યું છે. ટ્રમ્પના આ નવા પગલાં સ્પષ્ટ કરે છે કે તેમનું વહીવટીતંત્ર ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિને વધુ આક્રમક રીતે અમલમાં મૂકવા માગે છે, જેના પ્રભાવથી આવનારા સમયમાં વૈશ્વિક વેપાર અને અર્થતંત્ર પર વધુ અસર જોવા મળી શકે છે.

સાણંદ-બેચરાજી બનશે EV હબ: ગુજરાત સરકારની નવી પોલિસી ટૂંક સમયમાં જાહેર

ઈરાન યુદ્ધના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ગમે ત્યારો ભડકો થાય તેવા એંધાણ છે. કેટલીક કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. 28 ફેબ્રુઆરીથી ઈરાન યુદ્ધની શરૂઆત થયા બાદ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે. ઈંધણની અછતની ચિંતા અને ટેક્સ ઇન્સેન્ટિવ્સ પૂરા થતા પહેલા તેનો લાભ લેવાની દોડને કારણે માર્ચ મહિનામાં ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 75.5%નો વધારો થયો હતો. આ દરમિયાન રાજ્ય સરકારે આ સાણંદ અને માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજયનને ઈલેક્ટ્રિક વ્હીકલ હબ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે.

શું છે સરકારની યોજના
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા દોઢ દાયકામાં અમદાવાદ નજીક આવેલું સાણંદ અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગના હબ તરીકે ઉભરી આવ્યા છે. અહીં ઘણી અગ્રણી ઓટોમોબાઇલ કંપનીઓએ રોકાણ કર્યું છે અને કેટલીક કંપનીઓ રોકાણ કરવા ઈચ્છી રહી છે. ઇલેક્ટ્રિક વાહનોના ઝડપથી વધતા પ્રચલન સાથે, ગુજરાત સરકારે આ બે ઓટોમોબાઇલ ઉદ્યોગ હબને EV અને EV કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ તેમજ EV બિઝનેસ સપ્લાય ચેઇન હબ તરીકે પ્રદર્શિત કરવાની યોજના તૈયાર કરી છે.

પ્રોત્સાહન યોજના ટૂંક સમયમાં થઈ શકે છે જાહેર
સૂત્રોએ જણાવ્યું હતું કે, EV મેન્યુફેક્ચરિંગ અને EV કમ્પોનન્ટ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આગામી નવી ઔદ્યોગિક નીતિમાં વિશેષ પ્રોત્સાહક યોજનાઓની શ્રેણી શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. સૂત્રએ જણાવ્યું હતું કે, સરકાર સાણંદ અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનને સમર્પિત EV અને સંબંધિત ઉદ્યોગ હબ તરીકે વિકસાવવાની યોજના ધરાવે છે. સાણંદ અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનમાં EV અને સંબંધિત ઉદ્યોગો માટે પ્રાથમિકતાના ધોરણે જમીન ફાળવવામાં આવશે. EV ક્ષેત્ર માટે પ્રોત્સાહન યોજના ટૂંક સમયમાં આવવાની ધારણા છે. હાલની ઓટો કંપનીઓને તેમના EV સાહસો અથવા વિસ્તરણ યોજનાઓ માટે નવા ઇન્સેન્ટિવ્સ મળી શકે છે. પ્રોત્સાહનોના આ નવા સેટમાં EV બેટરી અને બેટરી ઘટકોનું ઉત્પાદન કરતી કંપનીઓને પણ આવરી લેવામાં આવશે.

દોઢ દાયકામાં ગુજરાતના ઓટોમોબાઈલ ઉત્પાદનમાં વૃદ્ધિ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતે છેલ્લા દોઢ દાયકામાં ઓટોમોબાઇલ ઉત્પાદનમાં જંગી વૃદ્ધિ જોઈ છે. છેલ્લા 15 વર્ષમાં ઉત્પાદન આશરે 22 ગણું વધ્યું છે, જે તેને ભારતના ટોચના ઓટો હબ પૈકીનું એક બનાવે છે. ઓટોમોબાઇલ કંપનીઓ માટે સાણંદ અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન પસંદગીના સ્થળો સાબિત થયા છે.

આ દિગ્ગજ કંપનીઓના છે પ્લાન્ટ
સાણંદ અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન માં ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, હોન્ડા, હીરો મોટોકોર્પ અને અન્ય મોટી કંપનીઓ કાર્યરત છે. આમાંની કેટલીક ઓટો દિગ્ગજ કંપનીઓએ આ બે ઓટો હબ પર EV મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પહેલેથી જ સ્થાપી દીધા છે. અનેક મુખ્ય ઓટો કમ્પોનન્ટ ઉત્પાદકોએ પણ આ બે હબમાં પોતાના યુનિટ્સ સ્થાપ્યા છે, જે સાણંદ અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનમાં પ્લાન્ટ ધરાવતા મોટા ઓટોમોબાઇલ ઉત્પાદકો માટે અનુકૂળ ઇકોસિસ્ટમ પૂરી પાડે છે.

ગૌતમ અદાણીએ અયોધ્યામાં રામ મંદિરના દર્શન સાથે ગુરુકુળમાં AI લેબ સ્થાપનાની જાહેરાત

0

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના પત્ની પ્રીતિ અદાણી, પુત્ર કરણ અદાણી અને પુત્રવધૂ પરિધિ અદાણી સાથે અયોધ્યાની મુલાકાતે આવ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન, તેઓએ શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લીધી અને પૂજા કરી. આ મંદિર ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર આવેલું છે. તેને શ્રદ્ધા, સંસ્કૃતિ અને ભારતીય સભ્યતાની સાતત્યનું પ્રતીક માનવામાં આવે છે.

ગૌતમ અદાણીએ હનુમાન જયંતિ નિમિત્તે અયોધ્યાની મુલાકાતને ખૂબ જ ભાવનાત્મક અને ગર્વની ક્ષણ ગણાવી. તેમણે કહ્યું કે તે માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ દેશની સાંસ્કૃતિક એકતા, આત્મવિશ્વાસ અને મૂલ્યોનું પ્રતીક છે. તેમણે ભગવાન શ્રી રામના સત્ય, ફરજ અને સેવાના આદર્શોને આપણા દેશના ભવિષ્ય માટે માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે પણ વર્ણવ્યા.

શ્રી રામ મંદિરની મુલાકાત લીધા પછી, ગૌતમ અદાણીએ શ્રી ફ્રી ગુરુકુલ મહાવિદ્યાલયની મુલાકાત લીધી, જ્યાં તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. 1935 માં સ્વામી ત્યાગનંદ દ્વારા સ્થાપિત, આ ગુરુકુલ આર્ય સમાજના સિદ્ધાંતો પર આધારિત છે. અહીં ગુરુકુલ પદ્ધતિનું પાલન કરવામાં આવે છે, જ્યાં વિદ્યાર્થીઓ રહેણાંક વાતાવરણમાં શિક્ષણ મેળવે છે.

આશરે 200 વિદ્યાર્થીઓ સાથે, આ ગુરુકુળ મફત શિક્ષણ પૂરું પાડે છે, જે બધા માટે જ્ઞાનની પહોંચ સુનિશ્ચિત કરે છે. ગુરુકુળ કેમ્પસમાં એક ગૌશાળા પણ છે, જે ગ્રામીણ જીવનશૈલી અને ભારતીય પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે. મહાત્મા ગાંધી અને સુભાષ ચંદ્ર બોઝ જેવા મહાન વ્યક્તિઓએ આ ગુરુકુળની મુલાકાત લીધી છે.

ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે મૂલ્ય આધારિત શિક્ષણ ફક્ત વ્યક્તિઓનું જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રોનું ભવિષ્ય ઘડે છે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે અદાણી ફાઉન્ડેશન ગુરુકુળમાં AI-આધારિત પ્રયોગશાળાની સ્થાપના કરીને પરંપરાગત જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના સંકલનને પ્રોત્સાહન આપશે. તેમણે “સેવા એ આધ્યાત્મિક અભ્યાસ છે” ના સિદ્ધાંતનો પુનરોચ્ચાર કર્યો અને સામાજિક જવાબદારી નિભાવવાના મહત્વ પર ભાર મૂક્યો.