Home Blog Page 1155

આ બોલિવુડ એક્ટ્રેસે ઝીલવા પડ્યાં અનેક રિજેક્શન, હાથમાંથી છૂટી ગઈ અનેક સારી ફિલ્મો, કારણ જાણી ચોંકી જશો

The Bollywood actress has
  • બોલિવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ જણાવ્યું કે તેણે ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓને લઈને ઘણા ભેદભાવ સહન કર્યા છે. ઘણી વખત તો પોતાની સુંદરતાના કારણે તેને રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે.

બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Bollywood Film Industry) અભિનેત્રીઓના પ્રોજેક્શનને લઈને હંમેશા ડિબેટ થાય છે. અમુક વર્ગનું કહેવું છે કે એક્ટ્રેસના નક્કી કરવામાં આવેલા પેરામીટર્સમાં જ તેમનું સિલેક્શન થાય છે. એટલે કે તેમનો રંગ ગોરો હોય, દેખાવમાં સુંદર હોય, પાતળી હોય, લાંબી હોય.

અમુક એક્ટ્રેસે (Actress) આ વાત કબૂલી છે કે ઘણી વખત તે ખર્ચામાં ફિટ ન હોવાના કારણે તેમને ફિલ્મો ગુમાવવી પડે છે. પરંતુ અહીં દિયા મિર્જાનું સ્ટેટમેન્ટ ઈન્ડસ્ટ્રીનું અલગ પાસુ દર્શાવે છે.

દિયા મિર્જાનો મોટો ખુલાસો :

એક ખાસ વાતચીતમાં દિયાએ જણાવ્યું કે પાછલા 20 વર્ષોથી વધારે એક્ટિંગ ફિલ્ડમાં સક્રિય રહેવા છતાં તેમને ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓને લઈને ઘણા ભેદભાવ સહન કરવા પડ્યા છે.

Dia Mirza, Vaibhav Rekhi announce birth of first child

તેમને ઘણા પ્રકારના સ્ટીરિયોટાઈપમાંથી ગુજરવું પડ્યું છે. ઘણી વખત તો તેમને પોતાની સુંદરતાના કારણે રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે.

દિયાને આ કારણે કરવો પડ્યો રિજેક્શનનો સામનો :

દિયા તેના પર ડિટેલમાં વાત કરતા કહે છે કે હું હંમેશા એવા મેકર્સની સાથે કામ કરવાની ઈચ્છા રાખે છે. જેમનું સીરિયસ સિનેમા પર ફોકસ હોય. ઘણા લોકોએ મને પોતાની ફિલ્મોનો ભાગ એટલા માટે નથી બનાવી કારણ કે મારો લુક આગળ આવી જાય છે.

Dia Mirza: People Still Identify With 'Rehnaa Hai Terre Dil Mein' And It Has Become A Cult Film

મારા પર ફિલ્મ મેકર્સ એક્યુઝ લગાવે છે કે હું ખૂબ જ સુંદર દેખાઉ છું અને આ કારણે કામ નથી મળી શકતું. એવું નથી કે મને પોતાના લુકથી કમ્પલેન છે કે હું પોતાને પસંદ નથી કરતી. પરંતુ આ વાતમાં સંપૂર્ણ સત્યતા છે ઘણા એક્ટર્સને તેમના લુકના કારણે સીમિત કરી દેવામાં આવે છે. જે એક આર્ટિસ્ટ માટે સારી વાત નથી.

ફિલ્મ ‘ભીડ’ને લઈને ચર્ચામાં દિયા :

મહત્વનું છે કે દિયા હાલ અનુભવ સિન્હાની ફિલ્મ ભીડને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ લોકડાઉન પર આધારિત છે. તેમાં દિયા એક પ્રીવિલેજ્ડ માતાની ભુમિકામાં જોવા મળી રહી છે. જે પોતાની દિકરીને હોસ્ટેલથી લેવા માટે ઘરથી નિકળે છે.

આ પણ વાંચો :-

Shocking ! વિદાય ટાણે અચાનક વરરાજા કપડાં ફાડવા લાગ્યા, પરિજનોએ હાથમાં ચપ્પલ લીધી અને….જે થયું જાણીને સ્તબ્ધ થશો

0

Bye-bye, suddenly the bridegroom started tearing his clothes, the family members took

  • લગ્નોમાં જ્યારે વિવાદ થાય છે ત્યારે અનેકવાર એવું થાય છે કે મામલો મંડપથી લઈને પોલીસ મથક સુધી પહોંચી જતો હોય છે. કેટલાક કેસના પતાવટ થઈ જાય છે પરંતુ કેટલીકવાર એવું પણ થાય છે કે જાન દુલ્હનને લીધા વગર જ પાછી ફરી જાય છે.

લગ્નોમાં (Marriages) જ્યારે વિવાદ થાય છે ત્યારે અનેકવાર એવું થાય છે કે મામલો મંડપથી લઈને પોલીસ મથક સુધી પહોંચી જતો હોય છે. કેટલાક કેસના પતાવટ થઈ જાય છે પરંતુ કેટલીકવાર એવું પણ થાય છે કે જાન દુલ્હનને (Bride) લીધા વગર જ પાછી ફરી જાય છે.

આવા કેસોમાં મોટાભાગે ભૂલ છોકરાવાળાઓની જોવા મળતી હોય છે. હાલ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ઝાંસીથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં જાનનું છોકરીવાળા દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ લગ્નની તમામ રસ્મો પણ શરૂ થઈ. જયમાલા બાદ દુલ્હા દુલ્હનના (bride bride) ફેરા પણ પતી ગયા. હવે વિદાયનો સમય આવ્યો. જેવા વરરાજા કારમાં બેઠા તો પડી ગયા. જમીન પર પડતાની સાથે જ વરરાજાએ એવી હરકતો ચાલુ કરી દીધી કે દુલ્હન તો સ્તબ્ધ થઈ ગઈ.

તેણે સાસરે જવાની ના પાડી દીધી. આ જોઈને મામલો ગરમાઈ ગઓ. સીધો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. જાનૈયાઓ કોઈ પણ ભોગે દુલ્હનને લઈ જવા માટે માથાપચ્ચી કરી રહ્યા હતા. જ્યારે દુલ્હન પક્ષ વરરાજાને વાઈની બીમારી છૂપાવવા બદલ દીકરીને સાસરે ન મોકલવા માટે મક્કમ હતા.

અલીગોળ ખિડકી રહીશ દીપક શાક્યની 28 વર્ષની બહેન આરતીના લગ્ન પ્રેમનગર પોલીસ મથક હદના રાજકુમાર સાથે નક્કી થયા હતા. બે મહિના પહેલા સગાઈ થઈ અને 11 માર્ચે લગ્ન થયા. ધૂમધામથી લગ્ન થયા અને 12 માર્ચે વિદાયનો સમય આવ્યો તો બહેનને કારમાં બેસાડ્યા બાદ જ્યારે વરરાજા કારમાં બેસવા ગયા ત્યારે અચાનક બેભાન થઈને પડી ગયા. શરીર અકડાતા અને કપડાં ફાટતા જોઈને પરિજનોએ ચપ્પલ સૂંઘાડવા માંડ્યા ત્યારબાદ વરરાજા ઠીક થયા. આ જોઈને દુલ્હન ભડકી ગઈ અને કાર નીચે ઉતરીને વરરાજા સાથે જવાની ના પાડી દીધી.

બીજી બાજુ સસારીયાઓ દુલ્હનને પોતાની સાથે લઈ જવાની જીદ કરવા લાગ્યા. જેને કારણે વિવાદની સ્થિતિ સર્જાઈ ગઈ અને હંગામો મચી ગયો. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. દુલ્હન પક્ષનો આરોપ છે કે વરરાજાના વાઈની બીમારીથી પીડિત છે એ વાત તેમણે લગ્ન સમયે જણાવી નહીં. બીજી બાજુ વરરાજા પક્ષના લોકોનું કહેવું હતું કે વરરાજાને ખેંચ આવતી નથી. આ મામલો હાલ મેડિકલ તપાસ સુધી પણ પહોંચી ગયો છે. પોલીસ સમગ્ર મામલે સામાન્ય સહમતિ બનાવવામાં લાગી છે.

આ પણ વાંચો :-

બેંક-ATM માંથી રૂપિયા કાઢીને રીક્ષામાં બેસતા પહેલા સાવધાન, નહિ તો થઈ શકે છે આવું

0

Be careful before getting

  • Navsari News : બેંક અને ATM માંથી રૂપિયા ઉપાડી નીકળતા લોકોને નિશાન બનાવી, રિક્ષામાં બેઠા બાદ મુસાફરોના સ્વાંગમાં રૂપિયા મોબાઈલ ચોરી લેતી ટોળકી ઝડપાઈ.

બેંક કે ATM માંથી રૂપિયા ઉપાડી નીકળતા લોકોને નિશાન બનાવી રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસીને તેમની નજર ચૂકવી રોકડ, મોબાઈલ ચોરતી ટોળકીના ત્રણને નવસારી (Navsari) એલસીબી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી જેલના સળિયા ગણતા કર્યા છે. આરોપીઓ પકડાતા આંતર જિલ્લા ચોરીઓનો ભેદ ઉકેલાયો છે.

નવસારી શહેરમાં બેંક કે ATM માંથી રોકડ રૂપિયા લઈને નીકળતા લોકોને રિક્ષામાં આવતી ટોળકી છેતરતી હોવાની ફરીયાદો વધતા જિલ્લા પોલીસ સતર્ક બની હતી. જેમાં નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બેંક અને ATM ના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. જેની સાથે જ શહેરમાં લગાવવામાં આવેલા નેત્રમ પ્રોજેક્ટના ફૂટેજ મેળવી તમામનું એનાલીસિસ કરતા ઘણી જગ્યાએ સુરત પાસિંગની રિક્ષા ઓળખાય હતી.

જેની વોચ દરમિયાન પોલીસે બાતમીને આધારે શહેરના ઝવેરી સડક પર આવેલા ચાંદની એપાર્ટમેન્ટ નજીકથી ઓળખ થયેલ સુરત પાસિંગની રિક્ષાને અટકાવી હતી. આ રીક્ષામાં બેસેલા ત્રણ યુવકોની શંકાસ્પદ હિલચાલ દેખાતા પોલીસે તેમને ઝડપી આકરી પૂછપરછ કરી હતી.

સઈદ શેખ, રઈસ ઉર્ફે લલ્લા શેખ અને ઈમરાન એહમદખાનને અટકમાં લઈ પૂછપરછ કરાઈ. જેમાં થોડા દિવસો અગાઉ નવસારીમાં એક યુવાનને રિક્ષામાં બેસાડી તેના પેન્ટના ખિસ્સામાંથી 15 હજાર ચોરી કર્યાં સાથે જ શહેરમાંથી 10 ચોરીઓ કબૂલી હતી.

નવસારી એલસીબી પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓ સુરતના રહેવાસી છે અને તેઓ સુરતથી રિક્ષા ભાડે ફેરવવાના બહાને લાવતા હતા. રિક્ષામાં બે આરોપી પાછળ મુસાફરના સ્વાંગમાં બેસતા હતા. તેઓ બેંક કે ATM બહાર ઉભા રહીને જે ગ્રાહક રોકડ લઈ રિક્ષાની શોધ કરે એને ટાર્ગેટ કરીને બાદમાં મુસાફરના સ્વાંગમાં તેની સાથે બેસી તેની નજર ચૂકવી રોકડ કે મોબાઈલ ચોરી લેતા હતા. જોકે નવસારી પોલીસને હાથે ચઢ્યા બાદ આ ત્રણેય આરોપીઓ ગુજરાતના અલગ અલગ ગુનામાં જેલની હવા ખાશે.

આ પણ વાંચો :-

સુરતમાં રાત્રે અઢી વાગ્યે બ્રિજ પર આ*ઘાત કરવા પહોંચ્યા આધેડ, સતર્ક પોલીસે નીચે જાળી પકડીને બચાવી લીધા

0

In Surat at 2.30 am, the middle-aged man

  • સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં પોલીસ મથક પાસેના બ્રીજ પાસે અડધી રાતે એક આધેડ બ્રીજ પર ચડીને આપઘાતનો પ્રયાસ કરતા હતા.

જો કે ત્યાં હાજર પોલીસકર્મીઓની (policeman) નજર પડતા જ નજીકમાં આવેલા ફાયર સ્ટેશનથી જાળીઓ તેમજ ફાયરના અધિકારીઓને બોલાવી લીધા હતા. બીજી તરફ પોલીસકર્મીઓ બ્રીજ નીચે નેટની જાળી પકડીને ઉભા રહ્યા હતા અને આધેડ કુદતા તેને બચાવી લીધા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો (Videos) પણ સામે આવ્યો છે.

અડધી રાત્રે બ્રીજ પર આપઘાત કરવા પહોંચ્યા આધેડ :

સુરતના કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમ્યાન રાત્રીના અઢીથી ત્રણ વાગ્યાના દરમ્યાન પોલીસકર્મીઓ પેટ્રોલિંગ કરીને પોલીસ મથકે આવ્યા હતા. ત્યારે કાપોદ્રા પોલીસ મથક પાસે આવેલા બ્રીજ પર એક આધેડ બ્રીજ પર ચડીને આપઘાતનો પ્રયાસ કરતો હતો. પોલીસકર્મીઓનું ધ્યાન જતા જ ત્યાં દોડી ગયા હતા અને બીજી તરફ આધેડને સમજાવી નીચે ઉતારવાનો પ્રયાસ કરતા હતા.

દરમ્યાન કાપોદ્રા પોલીસ મથકની બાજુમાં આવેલા ફાયર સ્ટેશનથી ફાયરના અધિકારીઓને નેટની જાળી લઈને બોલાવી લીધા હતા. એક તરફ પોલીસકર્મીઓ આધેડને બ્રીજ પરથી આપઘાતનો પ્રયાસ ના કરવા સમજાવી રહ્યા હતા તો અન્ય પોલીસકર્મીઓ બ્રીજની નીચે નેટની જાળી પકડીને ઉભા હતા. સદનસીબે તેનો જીવ બચી ગયો હતો પરંતુ તેને માથામાં થોડીક ઈજાઓ થતા તે બેભાન જેવો થઇ ગયો હતો.

નેટમાં પડીને બેભાન થઈ જતા સારવાર માટે ખસેડાયા :

આ બનાવ અંગેની જાણ 108ની ટીમને પણ કરવામાં આવી હતી. જેથી 108ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. વધુમાં આધેડની તપાસ કરતા તેની પાસેથી કોઈ આધાર-પુરાવા મળી આવ્યા ન હતા, જેથી તેની ઓળખ થઇ શકી ન હતી. બીજી તરફ તે આપઘાતનો પ્રયાસ કેમ કરતો હતો અને તેનું નામ શું અને ક્યાં રહેતો હતો તે જાણી શકાયું ન હતું.

તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસકર્મીઓનો રેસ્ક્યુનો વિડીયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીઓ બ્રીજની નીચે નેટ પકડીને ઉભા છે જ્યારે આધેડ બ્રીજ પર લટકી રહ્યો હતો. જયારે પોલીસકર્મીઓ તેને આવું પગલું ન ભરવા પણ સમજાવી રહ્યા છે તેમ છતાં આધેડ માન્યા ન હતા જોકે પોલીસની સતર્કતાથી મધ રાત્રે પણ આધેડનો જીવ બચી જવા પામ્યો છે.

આ પણ વાંચો :-

ડરના મના હૈ : અમદાવાદ સહિત ગુજરાતના ભૂતિયા સ્થળો, જ્યાંથી લોકો ગાયબ થઈ ગયા હોવાના પણ છે કિસ્સા

0

Ghostly places in Gujarat

  • Gujarat Haunted Places : ગુજરાતના ભૂતિયા સ્થળોમાં સૌથી ટોપ પર નામ છે ડુમસ બીચ. સુરતનો ડુમસ બીચ એટલો ડરાવનો છે કે સાંજ થતા જ આવેલા લોકો પરત ફરવા લાગે છે. અનેક લોકોએ અહીં કોઈના રડતા હોવાનો અવાજ સાંભળ્યો છે.

દેશ-દુનિયામાં ફરવાલાયક (walkable) અનેક સ્થળો આવેલા છે. એનું લિસ્ટ પણ લાંબુલચક છે. દરેક શહેર-ગામમાં ફરવાલાયક સ્થળો હોય છે. પરંતુ કેટલાક સ્થળો એવા પણ હોય છે, જેના નામ માત્રથી લોકો થરથર કાંપતા હોય છે. જે હોન્ટેડ પ્લેસ, ભૂતિયા સ્થળો તરીકે પ્રખ્યાત બન્યાં છે. આવા સ્થળોમાં ગુજરાતના (Gujarat) પણ કેટલાક સ્થળો છે. ગુજરાતમાં પણ ભૂતિયા સ્થળો (Haunted places) છે. જ્યાં જતા પહેલા લોકો સો વાર વિચારે છે. આજે જાણી લો આ નજોવાલાયક સ્થળો વિશે…

ગુજરાતના ભૂતિયા સ્થળોમાં સૌથી ટોપ પર નામ છે ડુમસ બીચ. સુરતનો ડુમસ બીચ એટલો ડરાવનો છે કે, સાંજ થતા જ આવેલા લોકો પરત ફરવા લાગે છે. અનેક લોકોએ અહીં કોઈના રડતા હોવાનો અવાજ સાંભળ્યો છે. આ બીચ પર પહેલા લોકોને દફનાવવામાં આવતા હતા. તેથી અતૃપ્ત આત્માઓ અહીં ફરતી હોવાનો અનેકોને ભાસ થયો છે. આ બીચ પરથી અનેક લોકો ગાયબ થયા હોવાના કિસ્સાઓ પણ ફેમસ છે.

વિસાવદર તાલુકામાં આવેલ સત્તાધારમાં આપા ગીગાનું મથક આવેલું છે. જ્યાં એક ભૂતવડલો આવેલો છે. આ વડલા વિશે પણ લોકોની માન્યતા ભૂતિયા જેવી છે. અહીં એક જય ભૂતબાપા આવેલા છે. તમને તેનું એક બોર્ડ પણ દેખાઈ આવશે. આરતી ચાલતી હોય એટલો સમય ભૂતવડલા વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે. કેમ કે માન્યતા પ્રમાણે ભૂતબાપા એ વખતે ત્યાં હાજર હોય છે. કેટલાક લોકોએ પોતે ભૂતબાપાને જોયા હોવાનો પણ દાવો કરે છે, પરંતુ એમાં તથ્ય છે કે નહીં એ વાત પરથી જ ખબર પડી જાય. પરંતુ આ સ્થળનું નામ માત્ર ભૂતિયા બાપા છે. બાકી તો લોકો અહીં બાધા રાખીને તેને પૂરી કરવા આવે છે.

ભૂતિયા સ્થળમાં અમદાવાદના સિગ્નેચર ફાર્મનું નામ પણ ફેમસ છે. મણિપુર પાસે આવેલ આ ફાર્મ ભૂતિયું છે. અહીં તમને ઠેકઠેકાણે વચ્ચેથી કપાયેલી હોય તેવી મૂર્તિઓ જોવા મળશે. કહેવાય છે કે, આ સ્થળે સામૂહિક હત્યાકાંડ થયો હતો. જેના બાદ આ સ્થળે એક-બે નહિ, પણ અનેક આત્માઓ ભટકતી હોવાનો ભાસ થાય છે.

રાજકોટમાં આવેલ અવધ પેલેસ પણ હોન્ટેડ પ્લેસ છે. કહેવાય છે કે, આ વિશાળ હવેલીમાં એક યુવતી પર કેટલાક પુરુષો દ્વારા સામૂહિક બળાત્કાર કરાયો હતો. બાદમાં તેને બાળી મૂકાઈ હતી. જેના બાદ યુવતીની આત્મા અહી ભટકતી હોવાનું કહેવાય. જો કે આ પેલેસ હવે જર્જરિત થઈ ગયો છે. આ ઘટના બાદ ત્યાં કોઈ રહેતું નથી.

જુનાગઢના મધ્યભાગમાં આવેલ ઉપરકોટ ફોર્ટ બહુ જ ફેમસ છે. અહીં અનેક જોવાલાયક સ્થળો હોવાથી અનેક લોકો અહીં ફરવા આવે છે, પરંતુ અહીં આવેલી એક મસ્જિદની આસપાસનો વિસ્તાર ભૂતિયા હોવાનું કહેવાય છે. સૂર્યાસ્ત બાદ અહીં કોઈ જવાનું હિંમત પણ નથી કરતું.

આ પણ વાંચો :-

જેલમાં દિન દહાડે ગંદો ખેલ ! બે ડઝનથી વધુ મહિલા જેલરોએ પુરુષ કેદીઓ સાથે માણ્યું સેકસ

Day Dahad dirty game in prison

  • Lady Jailer Have Sex with Prisoners : જેલ ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે જેલમાં શંકાસ્પદ ભૂમિકા ધરાવતી મહિલાઓને નોકરી આપવામાં આવી હતી. કર્મચારીઓની ભરતી માટે કોઈ રૂબરૂ ઈન્ટરવ્યુ થયા નથી. બધા ઇન્ટરવ્યુ ઝૂમ પર લેવામાં આવે છે.

ગુનેગારોને (Criminals) જેલમાં કેદીઓ તરીકે એટલા માટે રાખવામાં આવે છે તેઓ બહાર અન્ય કોઈ ગુનો કરી ન શકે અને તેમને સુધારવાની તક મળે. પરંતુ જેલના જવાબદાર અધિકારીઓ (Responsible Officer) જ બગડેલા હોય અને તે અધિકારી મહિલા હોય તો શું કહેવું. હા, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે ડઝનથી વધુ મહિલા જેલરોએ જેલના કેદીઓ સાથે વારો પાડીને સંબંધ બાંધ્યા છે. આ બાબતનો ખુલાસો ત્રણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે. જેઓ પોતે આ કાંડમાં સામેલ હતી.

એવું પણ જાણવા મળ્યું છે કે એક જેલરને કેદી સાથેની કામુક તસવીરોની અદલા બદલી કરતાં પકડી પાડવામાં આવી છે. એ પણ ખુલાસો થયો છે કે જેલરે ચૂપચાપ એક ફોન પણ કેદીને આપ્યો હતો. જેનિફર ગવને એક ચોરને તેનો મોબાઈલ લાવવા માટે 150 યુરો આપ્યા હતા. આ કેદી દુરચારના કેસમાં 8 મહિનાથી જેલમાં છે.

એમિલી વોટસન (Emily Watson) નામની જેલરે જેલમાં બંધ ડ્રગ ડીલર જ્હોન મેગી સાથે ગઠબંધન કર્યું હતું. જોન મેગી ખતરનાક ડ્રાઇવિંગ માટે 8 વર્ષથી જેલના સળિયા પાછળ છે. અને આયેશા ગુન ભયંકર લૂંટારા ખુર્રમ રઝાકને “અત્યંત કામુક” તસવીરો અને વિડિયો મોકલવાના કેસમાં સામેલ હતી. પ્રિઝન ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખ માર્ક ફેરહર્સ્ટે જેલમાં હાયરિંગનીની પ્રણાલીની ટીકા કરી છે.

જેલ ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે જેલમાં શંકાસ્પદ ભૂમિકા ધરાવતી મહિલાઓને નોકરી આપવામાં આવી હતી. કર્મચારીઓની ભરતી માટે કોઈ રૂબરૂ ઈન્ટરવ્યુ થયા નથી. બધા ઇન્ટરવ્યુ ઝૂમ પર લેવામાં આવે છે. એટલું જ નહીં જેલમાં નોકરી મેળવનારા ઘણા લોકો પાસે જીવનનો પૂરતો અનુભવ નથી અને તેઓ કેદીઓ સાથે વ્યવહાર કરવા માટે પૂરતા ગંભીર નથી. આ આંકડાઓ એ સાબિત કરે છે કે અમે વર્ષોથી ભરતી કરનારાઓને ચેતવણી કેમ આપતા હતા.

ન્યાય મંત્રાલયના આંકડાઓ અનુસાર, 2019 ની શરૂઆતથી કેદીઓ સાથે અયોગ્ય સંબંધો બદલ 32 મહિલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બેરવિન જેલ પહેલેથી જ બ્રિટનની સૌથી આરામદાયક જેલ તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે. અહીં કેદીઓ માટે ખાસ વ્યવસ્થા છે. અહીં કેદીઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા રૂમ ઉપલબ્ધ છે, જેમાં અટેચ બાથરૂમ છે. વધુમાં લોખંડના સળિયા વિના બારીઓ છે. જેલના પ્રવક્તાએ કહ્યું કે મોટાભાગનો સ્ટાફ મહેનતુ અને પ્રામાણિક છે, પરંતુ તેઓ નિયમ તોડનારાઓને પકડવા માટે વધુ પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

બિન્દાસ છે આ છોકરી…છોકરો ના પાડતો રહી તો પણ તૂટી પડી, અંતે તો..

0

This girl is beautiful

  • mumbai local train couple kiss viral video : મુંબઈના આ કપલે જે કર્યું તે કાયદાકીય અને સામાજિક બંનેની દૃષ્ટિએ યોગ્ય નથી. આ વીડિયોને શેર કરતા એક ટ્વિટર યુઝરે લખ્યું કે, ‘મુંબઈ લોકલ ટ્રેનમાં કપલ કિસ કરતો જૂનો વીડિયો ફરી વાયરલ થયો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કપલ એકબીજાને કિસ કરતા જોવા મળે છે.

ભારતમાં તમને દરેક જગ્યાએ પ્રેમીઓ મળશે. પછી તે પાર્ક હોય, સિનેમા હોલ હોય કે કેફે. સાર્વજનિક સ્થળે પ્રેમ વ્યક્ત કરવાની વિવિધ રીતો હોય છે. પરંતુ મુંબઈના (Mumbai) આ કપલે જે કર્યું તે કાયદાકીય અને સામાજિક બંનેની દૃષ્ટિએ યોગ્ય નથી. આ વીડિયોને (Videos) શેર કરતા એક ટ્વિટર યુઝરે લખ્યું કે, ‘મુંબઈ લોકલ ટ્રેનમાં કપલ કિસ કરતો જૂનો વીડિયો ફરી વાયરલ થયો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કપલ એકબીજાને કિસ કરતા જોવા મળે છે.

ચુંબન કરતી છોકરી :

આ વીડિયો મુંબઈની લોકલ ટ્રેનનો છે. 1 મિનિટના આ વીડિયોમાં એક છોકરો અને છોકરી ટ્રેનમાં બેઠા છે. તેની આસપાસ અન્ય કોઈ મુસાફર દેખાતો નથી. છોકરી છોકરા પર નજર માંડીને બેઠી છે. છોકરો ફોન ઓપરેટ કરતાં છોકરી સાથે વાત કરી રહ્યો છે. પહેલા છોકરી છોકરાના ગળા પર હાથ મૂકે છે. પછી તે છોકરાના ગાલ પર ચુંબન કરે છે. આ પછી તે આગળ ઝૂકે છે અને છોકરો છોકરીના ગાલ પર ચુંબન કરે છે. આ પછી બંને થોડીવાર એક જ ફોન પર કંઈક જોતા રહે છે.

છોકરાના અટકાવવા છતાં પણ અટકી નહી :

છોકરી છોકરાને જ જોતી રહે છે. થોડી વાર પછી છોકરી ફરીથી છોકરાને ગાલ પર ચુંબન કરે છે. પરંતુ આ વખતે તે તેને હોઠ પર પણ ચુંબન કરે છે. પહેલા તો છોકરો કંઈ બોલતો નથી પણ પછી તે બાજુમાં થઇ જાય છે અને ફોન જોવા લાગે છે. છોકરી થોડું હસે છે અને આ વખતે છોકરાને પોતાની તરફ ખેંચે છે અને છોકરાના હોઠ પર કિસ કરવા લાગે છે. છોકરો આનો વિરોધ કરે છે.

પરંતુ છોકરી તેને ઝકડીને કિસ કરતી રહે છે. આખરે છોકરી તેને જવા દે છે અને તે ફરીથી સીધો બેસી જાય છે. તો પણ યુવતી તેને વારંવાર ગાલ પર કિસ કરતી રહે છે. વીડિયો જોઈને ખબર પડે છે કે ત્યારે બાકીના લોકો ત્યાં આવી ગયા હતા. ત્યાર બાદ તેઓ અલગ થઈ ગયા અને ટ્રેનની સીટ પરથી ઉભા થઈ ગયા અને ચાલ્યા ગયા.

આ પણ વાંચો :-

 

તમારા ફોનની વોઈસ ક્વોલિટી સારી નથી આવતી ? બસ આટલું કરો થઇ જશે ચકાચક

The voice quality of your phone is not good?

  • Smartphone : તમારા ફોનમાંથી અવાજ અસ્પષ્ટ આવતો હોય ત્યારે સર્વિસ સેન્ટરની જગ્યાએ ઘરે બેઠા પણ આ કાર્ય કરી શકો છો. આજે અમે તમને અમુક ટ્રીક્સ બતાવીશું કે જેનાથી તમારા સ્માર્ટ ફોનનો અવાજ Clear આવશે.

Advanced Calling : એવું ઘણી વખત થાય છે કે તમારા Smartphone ના અવાજ (Voice) માં તકલીફ થાય છે જેનાથી વાત કરવામાં ખૂબ Irritation થાય છે. કેમકે અવાજ સરખો આવતો નથી. આ પ્રકારની પરીસ્થિતિમાં વપરાશકર્તા હેરાન થઈ જાય છે અને સર્વિસ સેન્ટરે પહોંચી જાય છે. જ્યારે તમારા ફોનમાંથી અવાજ અસ્પષ્ટ આવતો હોય ત્યારે સર્વિસ સેન્ટરની જગ્યાએ ઘરે બેઠા પણ આ કાર્ય કરી શકો છો. આજે અમે તમને અમુક ટ્રીક્સ બતાવીશું કે જેનાથી તમારા સ્માર્ટ ફોનનો અવાજ Clear આવશે.

Microphone, Earphone હોય શકે છે કારણ :

જો તમારા ફોનમાં અવાજ Clear નથી આવતો તો માઈક્રોફોન, ઈયરફોન અથવા speakar ની સમસ્યા હોય શકે છે ઘણી વખત તેમાં કચરો જમા થઈ જાય છે જેથી Voice Quality ઓછી થઈ જાય છે. તમે ટૂથ બ્રશથી માઈક્રોફોન, ઈયરફોન અને સ્પીકરને સાફ કરી દો. આમ કરવાથી વોઈસ કોલિટી સારી થઈ જશે.

VoLTE કરો Active :

એન્ડ્રોઈડ ફોનમાં હાઈ-ક્વોલિટી calling ની સુવિદ્યા આપવામાં આવે છે. આ HD વોઈસ calling અથવા VoLTE કહેવામાં આવે છે. આને ઓન કરવાથી calling ની વોઈસ કોલિટી સારી થઈ જાય છે. આજ-કાલ ઘણા ફોનમાં આ ફિચર્સ ઈન બિલ્ટ હોય છે.

HD Calling :

જો તમને જુનો કોઈ ફોન વાપરી રહ્યા છો તો તમારે તમારા ઓપરેટરનો કોન્ટેક્ટ કરી આને ઓન કરવાની રીત પૂછવી પડશે. જોકે, કેટલાક Phones માં Setting માં જઈને Advanced Calling ને ઓન કરી HD Calling નો અનુભવ લઈ શકાય છે.

કરો આ App નો ઉપયોગ :

જો તમને આ બધું કર્યા પછી પણ અવાજ સ્પષ્ટ નથી આવતો તો તમારે કોલ કરવા માટે Google Duo, WhatsApp, Messenger નો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો :-

14 માર્ચ 2023, આ પાંચ રાશિના જાતકો પર રહેશે ગણેશજીની વિશેષ કૃપા -જાણો આજનું રાશિ ભવિષ્ય

14 March 2023, Today’s Horoscope

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. બપોર સુધી આવક સામાન્ય રહે. ત્યારબાદ સુધારો જણાય. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી શુભ ફળ મળતું જણાય. સ્વાસ્થ્ય સારું રહે.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે શુફ ફળ મળતું જણાય. પરિવારમાં લાગણીશીલતા વધે. જીવનસાથી સાથે પ્રેમનો અનુભવ થાય. બપોર બાદ સામાન્ય દિવસ.

મિથુનઃ
સ્વભાવમાં જીદનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઈ બહેનોની પ્રગતિથી આનંદ. આવકનો સ્ત્રોત જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. આરોગ્ય જળવાય.

કર્કઃ
સ્વભાવમાં લાગણીશીલતા વધતી જણાય. દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. સંતાનોની પ્રગતિના સાક્ષી બની શકો. સ્વાસ્થ્ય સારું રહેશે. ટાયર, ટ્યૂબ, કલર, કેમિકલ તથા બાંધકામના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ
દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહૃ-તાજગી વધતા જણાય. નોકરીમાં પ્રગતિ તથા ધંધામાં શાંતિનો અનુભવ થાય. માતાનું આરોગ્ય જળવાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. શરદી-ખાંસીની કાળજી રાખવી.

કન્યાઃ
સરળ સ્વભાવ રહે. વાણીના પ્રભાવ દ્વારા સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. આંખના દુઃખાવાથી સાચવવું..

તુલાઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. સ્થાવર જંગમ મિલકતો અંગેના વ્યવહારોમાં સાવચેતી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

વૃશ્ચિકઃ
મન ચંચળ રહે. વિચારોનું પ્રમાણ વધે. નાણાકીય બાબતો અંગે સંતોષ વર્તાય. દામ્પત્ય જીવનમાં પ્રેમની અનુભૂતિ થાય. પ્રિયપાત્ર સાથે મિલન-મુલાકાત શક્ય બને. આરોગ્ય જળવાય.

ધનઃ
પરોપકારની ભાવના પ્રબળ બનતી જણાય. બપોર સુધી ખર્ચનું પ્રમાણ વધે. ત્યારબાદ આવક જળવાય. શરદી-ખાંસીની સમસ્યા રહે. દામ્પત્ય સુખ જળવાય. ખોટા વિચારો ટાળવા.

મકરઃ
કામકાજમાં ઉદાસીનતા વર્તાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વધારો થાય. મિત્રોનો સાથ સહકાર મળે. નવી ઓળખાણ ફાયદાકારક સાબિત થાય.

કુંભઃ
નોકરીયાતને શાંતિનો અનુભવ થાય. ધંધામાં યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. ખોટા વિચાર ટાળવા. પાણીથી થતા રોગોથી સાવધાની જરૂરી. ખોટા ખર્ચા ટાળવા.

મીનઃ
ભાગ્યનો સાથ મળતાં આવક વધતી જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસ શક્ય બને. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. આંખ અને કમરના દુખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

Watch : કીર્તિદાન ગઢવીના ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ, નોટોથી આખું સ્ટેજ ઢંકાઈ ગયું

0
Watch: Rainfall in Kirtidan Gadhvi
  • Trending Video : વલસાડમાં રખડતી અને બિનવારસી ગાયોના લાભાર્થે ડાયરો યોજાયો હતો… જેમાં અઢળક રૂપિયાનો વરસાદ થયો હતો.

વલસાડમાં (Valsad) જૂજવા ગામે યોજાયો ગૌધામના લાભાર્થે ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં લોકકલાકાર કિર્તીદાન ગઢવીએ (Kirtidan gadhvi) જમાવટ કરી હતી. જેમાં લખલૂટ રૂપિયાનો વરસાદ થયો હતો. મોટી સંખ્યામાં લોકોએ રૂપિયાનો વરસાદ કરતા આખું સ્ટેજ રૂપિયાથી ભરાઈ ગયું હતું. તો વલસાડમાં રખડતી અને બિનવારસી ગાયોના (Non-Resident Cows) લાભાર્થે આ ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જે સફળ રહ્યો હતો.

ગુજરાતમાં ડાયરો હોય અને રૂપિયાનો વરસાદ ન થાય તેવુ બને જ નહિ. ત્યારે હાલ ગુજરાતમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં થયેલા રૂપિયાનો વરસાદનો વીડિયો વાયરલ થયો છે. વલસાડમાં રખડતી અને બિનવારસી ગાયોના લાભાર્થે ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રૂપિયા વરસાવ્યા હતા. તો સાથે જ વલસાડના કિન્નર સમાજે પણ દાન આપવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. કિન્નર સમાજના લોકોએ ડાયરામાં રૂપિયાનો વરસાદ કર્યો હતો.

ગુજરાતના ખ્યાતનામ કલાકાર કિર્તીદાન ગઢવી પર નોટોનો વરસાદ થઈ રહ્યો છે. જેને પગલે સ્ટેજ પર જાણે નોટોની ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમ જેમ કીર્તિદાન ગઢવીએ રમઝટ બોલાવી, તેમ તેમ રૂપિયાનો વરસાદ વધતો ગયો હતો. હાર્મોનિયમ સાથે વાગતા ભજનોને લઈ અને યુવાનો 10, 20, 50 અને સો રૂપિયાની નોટોનો વરસાદ થયો હતો.

આ દ્રશ્ય એટલુ અદભૂત હતુ કે ત્યા હાજર લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો. યુવાનો દ્વારા ઉડાવવામાં આવતી આ રૂપિયાની નોટોના વરસાદને લઈ અને થોડી જ વારમાં સ્ટેજ નોટોથી ઢંકાઈ ગયું હતું.

આ પણ વાંચો :-