Home Blog Page 104

પશ્ચિમ બંગાળમાં ભાજપ 190 બેઠકો પર આગળ, સત્તા તરફ મજબૂત પગલું

0

પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીના વિધાનસભા ચૂંટણી 2026 માટે મતગણતરી આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક પરિણામો મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપને ભારે બહુમતી મળતી દેખાઈ રહી છે. મમતા બેનર્જીની TMC 100 બેઠકોની અંદર સીમિત થતી નજરે પડે છે, જ્યારે ભાજપ 190થી વધુ બેઠકો પર આગળ છે.

આસામમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે ત્રીજી વખત સત્તામાં પાછી ફરતી દેખાઈ રહી છે. તામિલનાડુમાં 2024માં બનેલી વિજયની પાર્ટી TVKનો જબરદસ્ત પ્રભાવ જોવા મળી રહ્યો છે અને તે સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી રહી છે. TVKએ 100 બેઠકોનો આંકડો પાર કરી લીધો છે. સત્તાધારી પાર્ટી ત્રીજા સ્થાન પર ખસી રહી છે, જ્યારે બીજા સ્થાને AIADMK છે.

કેરળમાં UDF સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ભાજપ ગઠબંધન બહુમતી મેળવતું નજરે પડે છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણી આ વખતે સૌથી વધુ ચર્ચામાં રહી હતી. કુલ 294 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, પરંતુ ફાલતા બેઠક પર પુનઃમતદાનને કારણે હાલમાં 293 બેઠકોની ગણતરી ચાલી રહી છે. આ બેઠક પર 21 મેએ ફરી મતદાન થશે અને પરિણામ 24 મેએ આવશે.

જો આ રુઝાનો અંતિમ પરિણામમાં ફેરવાય, તો પહેલી વાર પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવી શકે છે. બપોર સુધીના રુઝાનો મુજબ BJP 190થી વધુ બેઠકો પર આગળ છે, જ્યારે મમતા બેનર્જીની TMC 100થી નીચે સીમિત રહી શકે છે। રાજ્યમાં મતદાન બે તબક્કામાં થયું હતું અને આ વખતે 92 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.

વાવાઝોડા વચ્ચે ફ્લાઇટ ડાયવર્ટ: લખનઉ જતી ફ્લાઇટનું ભોપાલમાં ઇમરજન્સી લેન્ડિંગ, બંને ડેપ્યુટી CM સુરક્ષિત

0

લખનઉમાં અચાનક બદલાયેલા હવામાનના કારણે દિલ્હીથી આવતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-6476ને ભોપાલમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. આ ફ્લાઇટમાં ઉત્તર પ્રદેશના બંને ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સવાર હતા, જે સુરક્ષિત રીતે ભોપાલ પહોંચ્યા. લખનઉ એરપોર્ટ પર ત્રણ વખત લેન્ડિંગનો પ્રયાસ નિષ્ફળ જતા અંતે વિમાનને ડાયવર્ટ કરવામાં આવ્યું.

સોમવારે સવારે લખનઉમાં વાવાઝોડા સાથે લગભગ દોઢ કલાક ભારે વરસાદ પડ્યો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું અને નાળા છલકાઈ ગયા. સવારે 8:20 વાગ્યે અચાનક વાદળો છવાઈ જતા અંધકારમય માહોલ સર્જાયો હતો અને થોડા જ મિનિટોમાં જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો.

હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ ભારે વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરી છે, તેમજ આગામી ત્રણ દિવસ સુધી તોફાની હવામાન યથાવત રહેવાની ચેતવણી આપી છે. હાલ વરસાદ પછી વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે, જ્યારે લખનઉમાં આજનું તાપમાન 23 થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.

વરાછા SBI લૂંટ કેસમાં મોટી સફળતા: સુરત ક્રાઈમ બ્રાન્ચે UPથી 2 આરોપીઓ ઝડપાયા

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ SBI બેંકમાં થયેલી 50 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ (DCB) ને મોટી સફળતા હાથ લાગી છે. સઘન તપાસ અને ઇન્ટેલિજન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તરપ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપીઓના નામ:

  1. શુભમ કુમાર અજીત ઠાકુર
  2. વિકાસ સિંઘ અરુણ કુમાર સિંઘ

પકડાયેલા બંને આરોપીઓને કાયદેસરની પ્રક્રિયા અંતર્ગત ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાના હેતુથી આજે ગોંડા કોર્ટ (ઉત્તરપ્રદેશ) માં રજૂ કરવામાં આવશે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર થયા બાદ આરોપીઓને સઘન પૂછપરછ અને વધુ તપાસ માટે સુરત લાવવાની આગળની તજવીજ હાથ ધરવામાં આવશે.

લુંટના આરોપીઓએ બોગસ આધારકાર્ડનો ઉપયોગ કર્યાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. વપરાયેલી અપાચે બાઈક લૂંટારૂઓએ તેલંગાણાથી ડુપ્લિકેટ આધારકાર્ડથી ખરીદી હતી. ચોરીમાં વપરાયેલી ત્રણેય બાઈક પહેલીવાર સામે આવી. આ સાથે જ રાંદેર વિસ્તારમાં ભાડે રહેવા માટે પણ બોગસ આધારકાર્ડનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા એલ.એચ.રોડ સ્થિત SBI બેંકની વરાછા બ્રાન્ચમાં સોમવારે ભરબપોરે પાંચથી વધુ લૂંટારૂઓ ખુલ્લા ચેહરામાં હથિયાર સાથે બેંકમાં ઘૂસ્યા હતા અને પિસ્તોલના નાળચે બેંકના સર્વિસ મેનેજર કિરણ પ્રકાશ ભોગે, કેશિયર અનિલ રાઠોડ, જુનિયર એસોસિએટ કાર્તિક પ્રજાપતિ ઉપરાંત ક્રેડિક કાર્ડનું કામ કરતી રિદ્ધિબેન અને પટાવાળા ગૌરવ ચૌધરી તથા ATMનો ગાર્ડ ગજેન્દ્ર પાટિલ ઉપરાંત બીજા છથી સાત ગાહકોને બંધક બનાવી અને ડરાવી ધમકાવી રોકડા 50 લાખ, બેંકકર્મી અને ગ્રાહકોના મોબાઈલ ફોન લૂંટી ત્રણ બાઈક પર નાસી ગયા હતા.

બંગાળમાં ભાજપની લહેર: 200થી વધુ બેઠકો પર લીડ, TMCમાં ચિંતા વધતી

0

પશ્ચિમ બંગાળમાં મતગણતરી દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ) શરૂઆતના વલણોમાં જ અડધા આંકડાથી આગળ નીકળી ગઈ છે અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) સામે નોંધપાત્ર લીડ બનાવી રાખી છે. વલણો આગળ વધતા TMCના નેતાઓએ પરિસ્થિતિને ગંભીર ગણાવી અને અંતિમ પરિણામ સુધી ધીરજ રાખવાની અપીલ કરી છે. એક મહિનાથી વધુ સમય ચાલેલા જોરદાર પ્રચાર બાદ આજે 4 મે 2026ના રોજ પરિણામનો દિવસ છે, જેમાં TMC ફરી સત્તા જાળવી રાખવા મથામણ કરી રહી છે, જ્યારે ભાજપ રાજ્યમાં પ્રથમ વખત ઐતિહાસિક જીત માટે આગળ વધી રહી છે. બીજી તરફ CPI(M) અને કોંગ્રેસ પણ 2021 બાદ ફરી રાજકીય વાપસીની આશા રાખી રહ્યા છે.

આ ચૂંટણીમાં મતદાનનો ઉત્સાહ પણ નોંધપાત્ર રહ્યો હતો. 23 એપ્રિલના પ્રથમ તબક્કામાં 92.8% અને 29 એપ્રિલના બીજા તબક્કામાં 91.47% મતદાન નોંધાયું, જે સ્વતંત્રતા બાદ સૌથી ઊંચું ગણાય છે.

ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી અને ભાજપના સુવેન્દુ અધિકારી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. 11 રાઉન્ડ બાદ સુવેન્દુ અધિકારીએ મત અંતર ઘટાડવામાં સફળતા મેળવી છે. બપોરે 2:20 વાગ્યા સુધી મમતા બેનર્જી આગળ હોવા છતાં તેમની લીડ 17,000થી ઘટીને લગભગ 9,000 મત સુધી આવી ગઈ છે. કુલ 20 રાઉન્ડની મતગણતરી ચાલી રહી છે અને અંતિમ પરિણામ માટે સૌની નજર ટકી છે.

કુખ્યાત લાલુ સિંધી ગેંગ પર ગુજસીટોકનો શિકંજો, બુટલેગર મુકેશ મખીજા ઝડપાયો

વડોદરા શહેરમાં કરોડો રૂપિયાનો દારૂ ઠાલવનાર લાલુ સિંધી અને તેની ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી શહેર જિલ્લા સહિત મધ્ય ગુજરાતના અનેક નાના-મોટા નગરોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો કરોડોનો વેપલો કરનાર કુખ્યાત બુટલેગર લાલુ સિંધી સામે આખરે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને તેની ટોળકીના 12 આરોપી સામે શહેર પોલીસ તંત્ર દ્વારા નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બુટલેગર મુકેશ મખીજાનીની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકીના ચાર આરોપી હાલમાં જેલમાં છે અને લાલુ સિંધી સહિતના આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

લાલુ સિંધી અને તેની ટોળકી દર મહીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, દમણ અને ગોવાથી કરોડોનો દારૂ ગુજરાતમાં ઠાલવતા અને તેનો ખુલ્લેઆમ વેપાર કરતા હતા. આ ગુનાની તપાસ મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાણી ઉર્ફે લાલુ સિંધી, સુનીલ ઉર્ફે અદો પ્રકાશભાઈ કેવલરામાણી અને બંન્નેનો બોઝ ગણાતા વિજુ સિંધી દ્વારા વડોદરા શહેર અને જીલ્લામાં દારૂનો વેપલો કરવામાં આવતો હતો એટલે સુધી કે કોઈ સ્થાનિક બુટલેગરને ધંધો કરવાની પરવાનગી જોઈતી હોય તો તેઓ લાલુનો સંપર્ક કરતા હતા.

તાજેતરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપી પાડીને આ ટોળકીના કારનામાં છતાં કરતા વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા આખરે આ ટોળકી સામે ગુનો દાખલ કરવાની ફરજ પડી હતી. 37 ગુનામાં સંડોવાયેલો અને 6 વખત પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂકેલા લાલચંદ ખાનાણી ઉર્ફે લાલુ સિંધી, સુનિલ ઉર્ફ અદો પ્રકાશભાઈ કેવલરામાણી, મુકેશ નારાયણદાસ મખીજાની, અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી, ધર્મેશ ઉર્દૂ, લાલો સંમતસિંહ ચૌહાણ, ફાલુ ઉર્ફ ટોપી સુંદરલાલ ટેલવાણી, મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસિંગાની જીતેન્દ્ર ઉર્ફે જીતુ સંપતસિંહ ચૌહાણ મોહીત દિલીપભાઈ અગ્રવાલ, હેમંત નાનકરામ સચવાણી, હિમાંશુ દીલીપ અગ્રવાલ અને દીપેન દિનેશભાઈ વાળા સામે ગુજસીટોકનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપનો ધમાકેદાર વિજય, 30 હજાર મતથી જીત, કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ

આજે ગુજરાતની પ્રતિષ્ઠાભરી આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે વલ્લભ વિદ્યાનગરની BJVM કોલેજ ખાતે સવારે 8:00 કલાકે મતગણતરી શરૂ થઈ છે. શરૂઆતના વલણોથી જ ભારતીય જનતા પાર્ટીએ (BJP) લીડ જાળવી રાખી હતી. આ બેઠક ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધન બાદ ખાલી પડી હતી, જેના કારણે ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને મેદાને ઉતાર્યા હતા. જ્યારે સામે પક્ષે કોંગ્રેસે અનુભવી નેતા ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાને ઉતારીને ભાજપને ટક્કર આપવાનો પ્રયાસ કર્યો હતો. હવે ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ઉમરેઠ વિધાનસભાની પેટાચુંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાયો છે.

ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઈ છે. તેઓ 30,500 મતથી જીત્યા છે.

પિતા પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ EVM માં થયેલી ગરબડ હોઈ શકે છે.

23મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન 59.04 ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત 3 અપક્ષ ઉમેદવારો અને એક BNJD પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો.

પશ્ચિમ બંગાળમાં શરૂઆતના ટ્રેન્ડ પર મમતા બેનર્જીનું પ્રથમ નિવેદન, કાર્યકર્તાઓને કરી આવી અપીલ

0

સીએમ મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના શરૂઆત ટ્રેન્ડ પછી પહેલું નિવેદન બહાર પાડ્યું છે. ટીએમસી પ્રમુખે તેમના કાર્યકરો માટે એક વીડિયો સંદેશો જાહેર કર્યો છે. પરિણામોમાં પાછળ રહ્યા પછી આ પ્રથમ નિવેદનમાં મમતાએ કહ્યું છે કે અમને મતગણતરી કેન્દ્ર પર રોકવામાં આવ્યા હતા. તેમણે તેમના કાર્યકરોને અપીલ કરી હતી કે તેઓ કાઉન્ટિંગ એજન્ટો બૂથ ના છોડ કારણ કે મતગણતરીના ઘણા રાઉન્ડ બાકી છે.

મમતા બેનર્જીએ પોતાના સંદેશમાં કહ્યું કે આ ભાજપનો પ્લાન છે, હું ગઈકાલથી સાંભળી રહી છું કે ચૂંટણીમાં ભાજપ આગળ રહેશે. ઘણી જગ્યાએ મતગણતરી બંધ કરી દેવામાં આવી છે.

મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે કલ્યાણીમાં એવા મશીનો મળી આવ્યા છે જ્યાં મેચ થઇ નથી. કેન્દ્રીય દળો દ્વારા ટીએમસી પર ચારે બાજુથી અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. એસઆઈઆર દ્વારા મત ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હજુ પણ આપણે 100 થી વધુ બેઠકો પર આગળ છીએ. પરંતુ આ બતાવવામાં આવી રહ્યું નથી. બધા ખોટા રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.

મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે પોતાની મરજીથી કામ કરી રહ્યું છે અને કેન્દ્રીય દળો પણ તેમની સાથે છે. પોલીસ પણ કેન્દ્રીય દળો સાથે મળીને કામ કરી રહી છે.

મમતા બેનર્જીએ ટીએમસી કાર્યકર્તાને અપીલ કરી કે હું પાર્ટીના કાર્યકર્તાઓને કહેવા માંગુ છું કે નિરાશ થવાની કોઈ જરૂર નથી. સૂર્યાસ્ત પછી તમે લોકો જીતી જશો. અત્યારે માત્ર 2-4 રાઉન્ડની ગણતરી કરવામાં આવે છે જ્યારે કુલ ગણતરી 14-18 રાઉન્ડ સુધી જાય છે અને અંતે અમે જીતીશું. કોઈએ ડરવાની જરૂર નથી.

ઉત્તરપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: ડ્રાઇવરને ઝોકું આવતા કાર બેકાબૂ, 6 લોકોના મોત

0

ઉત્તરપ્રદેશના જાલૌન જનપદના કાલપી કોતવાલી વિસ્તારમાં આજે સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

લલિતપુર જનપદના મહરૌનીના રહેવાસી શશિકાંત તિવારી પરિવાર સાથે અયોધ્યા દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ તિવારી પરિવાર કારથી પરત ફરી રહ્યો હતો. ત્યારે સવારે છએક વાગે કાલપી વિસ્તારના જોલ્હુપુર વળાંક પાસે ડ્રાઈવરને ઝોકું આવી જતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કાર સામેથી આવતા વાહન સાથે ધડાકાભેર ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના સ્થળ પર અને બેના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે કારમાં સવાર અન્ય 4 લોકોને હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

પશ્ચિમ બંગાળમાં CAPF તૈનાતી મામલે સુપ્રીમ કોર્ટનો ઇનકાર, 11 મે પછી સુનાવણીની સંભાવના

0

સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી પછીની હિંસા અટકાવવા માટે ચૂંટણી પૂર્ણ થયા પછી પણ પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) ની તૈનાતી ચાલુ રાખવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો કે તે 11 મેના રોજ અરજી પર વિચાર કરી શકે છે, જેમાં મતદાન પછીની હિંસાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળોની તૈનાતી ચાલુ રાખવાના નિર્દેશોની માંગ કરવામાં આવી છે.

CJI સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીની બેન્ચે શું કહ્યું?
અરજદારોમાંથી એક વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વી. ગિરીએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચ સમક્ષ આ મહત્વપૂર્ણ વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે 2021ની વિધાનસભા ચૂંટણી પછી રાજ્યમાં વ્યાપક હિંસા થઈ હતી તે ધ્યાનમાં લેતા, કેન્દ્રીય દળોને રાજ્યમાં રહેવાની મંજૂરી આપવી જોઈએ . ચૂંટણી પંચના વકીલે દલીલ કરી હતી કે ચૂંટણી પૂર્ણ થયા પછી કમિશનની ભૂમિકા સમાપ્ત થઈ જાય છે.

બેન્ચે કહ્યું કે તે 11 મેના રોજ અરજી પર વિચાર કરી શકે છે.
બેન્ચે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કરતા કહ્યું કે સરકાર નિર્ણય લેશે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત થવું જોઈએ, કોર્ટ દ્વારા નહીં. જોકે, બેન્ચે કહ્યું કે તે 11 મેના રોજ અરજી પર વિચાર કરી શકે છે, જ્યારે તે રાજ્યમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંબંધિત અન્ય અરજીઓની સુનાવણી કરશે .

સુરતની અક્ષરા રાજ્યમાં પ્રથમ, સૌથી વધુ માર્ક મેળવી ઇતિહાસ રચ્યો

સુરતમાં સુતરીયા અક્ષરા અનિલભાઈએ 687 માર્ક્સ મેળવ્યા છે જે અત્યાર સુધી કોમર્સમાં કોઈને મળ્યા નથી. તેને આખા ગુજરાતમાં સૌથી વધારે માર્ક્સ મેળવ્યા છે. અક્ષરા આશાદીપ વિદ્યાલયની વિદ્યાર્થીની છે.

મારી મહેનતથી આજે બોર્ડનો રેકોર્ડ 686નો હતો, જ્યારે હું 687 માર્ક્સ એટલે ગુજરાત બોર્ડનો પણ રેકોર્ડ મેં તોડેલો છે. અને આ પરિણામથી હું ખૂબ જ સેટિસ્ફાઈડ છું અને મારી સાથે સાથે મારી શાળાની ટીમની પણ ખૂબ જ સારી મહેનત હતી.