Tuesday, Dec 9, 2025

કેરળના વાયનાડના મેપ્પડીમાં ધોધમાર વરસાદ બાદ ભૂસ્ખલન, 43થી વધું લોકોના મૃત્યુ

2 Min Read

કેરળના વાયનાડમાં એક વિશાળ ભૂસ્ખલન થયું છે. લેન્ડ સ્લાઈડને કારણે અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 43 પર પહોંચી ગયો છે. માનવામાં આવે છે કે આ આંકડો હજુ વધી શકે છે. મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે 1 વાગ્યાથી વાયનાડના મેપ્પડી, મુબાદક્કાઈ અને ચુરલ માલા પહાડીઓ પર ભૂસ્ખલન થયું છે. પછીનો ભૂસ્ખલન ચુરલ માલા ખાતે વહેલી સવારે 4 વાગ્યે થયો હતો. તે સમયે બચાવ કામગીરી ચાલી રહી હતી. શિબિર તરીકે સેવા આપતી એક શાળા, એક ઘર, એક શાળા બસ આ બધું જ પૂર અને કાદવ અને પાણીથી ભરાઈ ગયું હતું.

કેરળમાં મોટી દુર્ઘટનામાં 19 લોકોના મોત : ભયાનક ભૂસ્ખલન બાદ માટી નીચે દબાયા સેંકડો લોકો, રેસ્ક્યૂ ચાલુ

કેરળના મુખ્ય સચિવ વી.વેણુએ જણાવ્યું કે, લગભગ 2-3 વખત ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનમાં ઈજાગ્રસ્ત થયેલા 16 લોકોને વાયનાડના મેપ્પડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ દુર્ઘટના પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. આજે રાજ્યના મંત્રી સ્થળની મુલાકાત લઈ શકે છે.

કેરળના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ જણાવ્યું છે કે, હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે અને બચાવ કામગીરીમાં એરફોર્સને તૈનાત કરવામાં આવી છે. CMOએ કહ્યું, “વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. આરોગ્ય વિભાગ- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે અને કટોકટીની સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 જારી કરવામાં આવ્યા છે. એરફોર્સના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALH રવાના થયા છે.

આ પણ વાંચો :-

Share This Article