Monday, Dec 8, 2025

મુંબઇમાં બેકાબૂ બસે લોકોને લીધા અડફેટે, 7 લોકોનાં મોત, 49 ઘાયલ

3 Min Read

મુંબઇમાં કુર્લા વિસ્તારમાં LBS રોડ પર એક બેસ્ટની બસે બજારમાં ભીડને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં છ લોકોનાં મોત થયાં છે અને 49થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત વખતે થોડી જ વારમાં રસ્તા પર લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી.

કુર્લામાં બેકાબૂ બનેલી બસે પહેલાં ઓક રિક્ષાને ટક્કર મારી અને એ પછી ત્રણ કારને ટક્કર મારતી ગઈ હતી. આ બસે અને પદયાત્રીઓ અને ફેરિયાઓને અડફેટે લીધા હતી. નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે કેવી રીતે થોડી જ વારમાં રસ્તો લોહીથી લાલ થયો હતો. આ બસ કુર્લા રેલવે સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી. બેસ્ટ બસના ચાલકે બસ પરનો કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં છ લોકોનાં મોત થયાં છે અને 49થી વધુ લોકો ઘાયલ થયા છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કુર્લા બસ દુર્ઘટનામાં ઘણા ચોકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડ્રાઈવરને બસ ચલાવવાનો કોઈ અનુભવ નહોતો. તે પહેલીવાર બસ ચલાવી રહ્યો હતો. આ પહેલા તે હળવા વાહનો એટલે કે કાર-વાન ચલાવતો હતો. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ડ્રાઈવરને બેસ્ટ (બળહમુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ) દ્વારા કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યો હતો. તેઓ ૧ ડિસેમ્બરથી ફરજ પર હતા.

આ અકસ્માત સોમવારે રાત્રે ૯:૫૦ વાગ્યે એસજી બર્વે રોડ પર અંજુમ-એ-ઈસ્લામ સ્કૂલ પાસે, એલ વોર્ડની સામે થયો હતો. મુસાફરોથી ભરેલી બસ કાબૂ બહાર ગઈ અને ભીડભાડવાળા વિસ્તારમાં ઘુસી ગઈ. આ દરમિયાન સ્પીડમાં આવતી બસે ઘણા લોકોને કચડી નાખ્યા હતા. આખરે બસ એક બિલ્ડીંગના આરસીસી કોલમ સાથે અથડાઈને થંભી ગઈ. પરંતુ બિલ્ડિંગની બાઉન્ડ્રી વોલ ધરાશાયી થઈ હતી. આ દરમિયાન બસે 100 મીટરની ત્રિજ્યામાં ૪૦ વાહનોને ટક્કર મારી હતી.

મળતી માહિતી મુજબ અકસ્માતમાં સામેલ બસનો નંબર MH-01, EM-8228 છે. તે બેસ્ટની ઇલેક્ટ્રિક બસ હતી જે કુર્લા સ્ટેશનથી અંધેરી તરફ જઈ રહી હતી ભીડવાળા વિસ્તારમાં 100 મીટર સુધી બસ લોકો અને અન્ય વાહનોને અથડાતી રહી. જેના કારણે અનેક લોકો ઘાયલ થયા અને રસ્તા પર પડી ગયા. આખરે બસ એક બિલ્ડીંગને ટક્કર માર્યા બાદ થંભી ગઈ. બસે કુલ 40 વાહનોને ટક્કર મારી હતી. આ પછી ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહી દોડી રહ્યા હતા. બાદમાં પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article