Sunday, Sep 14, 2025

આજે સંસદ ભવનની બહાર અદાણી-સંભલ હિંસા મુદ્દે વિપક્ષનો વિરોધ

2 Min Read

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી સહિત INDIA ગઠબંધનના નેતાઓએ સંસદ ભવનની બહાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન અદાણીના મુદ્દાને લઇને INDIA ગઠબંધનના નેતાઓે મોદી સરકારને ઘેરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને નવા ચૂંટાયેલા સાંસદ પ્રિયંકા ગાંધી સામેલ છે. નોંધનીય વાત એ છે કે સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા નથી.

25 નવેમ્બરથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષના હોબાળાને કારણે સતત વિક્ષેપ પડી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી સમગ્ર ધ્યાન અદાણી પર અમેરિકામાં લાગેલા આરોપો પર કેન્દ્રિત કરી રહી છે. પરંતુ સમાજવાદી પાર્ટી સંભલ શહેરમાં થયેલી કોમી હિંસા પર ચર્ચાની માંગ કરી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ ઇચ્છે છે કે મોંઘવારી, બેરોજગારી, ખેડૂતો, ખાતર, વિપક્ષ સાશિત રાજ્યો અને મણિપુરને આપવામાં આવેલા નાણાંમાં કાપ જેવા મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ.

સંસદ પરિસદમાં વિરોધ દરમિયાન ઇન્ડિયા ગઠબંધનમાં મતભેદો ખુલીને સામે આવ્યા હતાં. વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામેલ થયા હતાં, પરંતુ સમાજવાદી પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસના સાંસદો વિરોધમાં ન જોડાયા.

આ સત્ર માટે સત્તા પક્ષ 16 બિલ રજૂ કરવાનું છે. જોકે, હજુ સુધી આ બિલ પર ચર્ચા થઇ નથી. આશા છે કે આ અઠવાડિયે કેટલાક બિલને રજૂ કરીને પાસ કરવામાં આવી શકે છે. આ સિવાય બંધારણની 75મી વર્ષગાંઠ પર બે દિવસની વિશેષ ચર્ચા પણ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો :-

Share This Article