ઉત્તર પ્રદેશના સીએમ યોગીના નેતૃત્વમાં ક્રાઇમ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. જેમાં ઓપરેશન લંગડા હેઠળ પોલીસ ગુનેગારો હેઠળ કડક કાર્યવાહી કરી રહી છે. આ અંતર્ગત પોલીસે છેલ્લા 24 કલાકમાં 10 એન્કાઉન્ટર કર્યા છે. જેના પગલે હવે ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો છે.
આ સમગ્ર ઓપરેશનની વિગત મુજબ ઉત્તર પ્રદેશમાં ગુનેગારો સામે પોલીસનું ઓપરેશન એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસે એક પછી એક એન્કાઉન્ટર કરી રહી છે. યુપી પોલીસે 24 કલાકમાં રાજ્યના 10 શહેરોમાં એન્કાઉન્ટર કર્યા. આ એન્કાઉન્ટરમાં ઘણા મોટા ગુનેગારો પકડાયા. આ બધા એવા ગુનેગારો છે જેમને પોલીસ લાંબા સમયથી શોધી રહી હતી.
લખનૌમાં એન્કાઉન્ટર બાદ પોલીસે બળાત્કારના આરોપીની ધરપકડ કરી હતી. તો ગાઝિયાબાદમાં કોન્સ્ટેબલની હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. શામલીમાં 25 હજારનું ઇનામ ધરાવતો ગુનેગાર પકડાયો હતો. ઝાંસીમાં પણ પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. બુલંદશહેર, બાગપત, આગ્રા, જાલૌન, બલિયા અને ઉન્નાવમાં એન્કાઉન્ટર બાદ પોલીસે ઘણા ગુનેગારોની ધરપકડ કરી છે.
આ શહેરોના એન્કાઉન્ટર અને ગુનેગારોની ધરપકડ
- લખનૌ: બળાત્કારના આરોપીનું એન્કાઉન્ટર
- ગાઝિયાબાદ: હત્યાના આરોપીને પગમાં ગોળી વાગી
- શામલી: ગાય તસ્કરનું એન્કાઉન્ટર
- ઝાંસી: વોન્ટેડ ગુનેગારને ગોળી વાગી
- બુલંદશહેર: બળાત્કારના આરોપીનું એન્કાઉન્ટર
- બાગપત: લૂંટના આરોપીને પોલીસે પકડ્યો
- બલિયા: ફરાર ગુનેગારને ગોળી વાગી
- આગ્રા: ચોરીના આરોપીનું એન્કાઉન્ટર
- જાલૌન: લૂંટના આરોપીનું એન્કાઉન્ટર
- ઉન્નાવ: હિસ્ટ્રીશીટરનું એન્કાઉન્ટર