ભારતમાં ઇંધણ નીતિમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેમાં 1 એપ્રિલ, 2026 થી દેશના તમામ પેટ્રોલ પંપ પર માત્ર E20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) વેચાણ માટે ઉપલબ્ધ થશે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો, પ્રદૂષણમાં ઘટાડો અને ખેડૂતોની આવક વધારવાનો છે. આ નિર્ણય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની ઇથેનોલ મિશ્રણ નીતિનો એક ભાગ છે, જે અંતર્ગત પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારીને 20 ટકા કરવામાં આવી રહ્યું છે.
જો તમે ટુ-વ્હીલર, ફોર વ્હીલર અથવા કોઈ પણ પેટ્રોલથી ચાલતું વાહન પણ ચલાવો છો, તો અહીં જાણો કે E20 પેટ્રોલ શું છે, નિયમો શું છે, તેનાથી વાહનની માઇલેજ પર કેવી અસર થાય છે અને કારના એન્જિનને કેવી રીતે સુરક્ષિત રાખવું.
E20 પેટ્રોલ શું છે?
E20 પેટ્રોલ એક એવું ઇંખણ છે જેમાં 80 ટકા પેટ્રોલ અને 20 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવે છે. ઇથેનોલ સામાન્ય રીતે શેરડી, મકાઈ અને અન્ય બાયોમાસમાંથી ઉત્પન્ન થાય છે, તેથી તે શુદ્ધ પેટ્રોલ કરતાં પર્યાવરણ માટે વધુ સારું અને રિન્યુએબલ ઇંધણ માનવામાં આવે છે.
1 એપ્રિલ, 2026 થી શું બદલાશે
સરકારના નવા નિયમ મુજબ દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ પેટ્રોલ પંપ પર ઇ20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત રહેશે. આ ઇ20 પેટ્રોલનો મિનિમમ રિસર્ચ ઓક્ટેન નંબર રોન 95 હશે, ત્યારબાદ સામાન્ય લો ઓક્ટેન પેટ્રોલની ઉપલબ્ધતા ધીમે ધીમે દૂર કરવામાં આવશે. આ પ્રક્રિયા ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમને વેગ આપવાની ભારત સરકારની વ્યૂહરચનાનો પણ એક ભાગ છે.
E20 પેટ્રોલના ફાયદા
E20 પેટ્રોલના ઘણા મોટા ફાયદા છે, જે નીચે મુજબ છે.
- ઓછું પ્રદૂષણ : ઇથેનોલ એક સ્વચ્છ જ્વલનશીલ બળતણ છે, જે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે છે.
- એન્જિન ઓછો અવાજ કરે છે : RON 95 હોવાથી એન્જિનમાં વધુ સારી નોક પ્રોટેક્શન મળે છે.
- ક્રૂડ આયાત ઘટશે : ભારતના ક્રૂડ ઓઇલની આયાત બિલ ઘટશે, જેનાથી વિદેશી હૂંડિયામણની બચત થશે.
- ખેડૂતોને ફાયદો : ઇથેનોલના ઉત્પાદનમાં શેરડી અને મકાઈની માંગ વધશે, જે ખેડૂતોની આવકમાં વધારો કરી શકે છે.
શું તમારી કાર E20 માટે તૈયાર છે?
સરકાર અને ઓટો કંપનીઓના જણાવ્યા અનુસાર, 2023 પછી લોન્ચ થયેલી મોટાભાગની કાર E20 સુસંગત છે, જે નવી એન્જિન ટેક્નોલોજી અનુસાર ડિઝાઇન કરવામાં આવી છે
E20 તૈયાર મોડલ ઓફર કરતી મોટી કંપનીઓ
મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા, ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ કંપનીઓમાં સામેલ છે જેમણે ભારત સરકારની E20 પેટ્રોલ નીતિ હેઠળ પોતાને તૈયાર કર્યા છે. આ સિવાય અન્ય કંપનીઓ પણ આ નવી પેટ્રોલ પોલિસી હેઠળ પોતાને અનુકૂળ થવા માટે ઝડપથી તૈયારી કરી રહી છે.
E20 પેટ્રોલની જૂની કાર પર શું અસર થશે?
- નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, BS3 અને BS4 અથવા 2020 પહેલાની ઘણી કારની થોડી અસર થઈ શકે છે, જે નીચે મુજબ છે.
- માઇલેજમાં 3 થી 7 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.
- રબર અને પ્લાસ્ટિકના પાર્ટ્સ ઝડપથી ઘસાઈ શકે છે.
- નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વાહનમાં લાંબા સમય સુધી ઇ20 ઇંધણ સંગ્રહિત કરવું યોગ્ય નથી, તેથી વપરાયેલી કારના માલિકોએ માલિકના મેન્યુઅલમાં ઇ20 સુસંગતતા ચોક્કસપણે તપાસવી જોઈએ.
કાર માલિકો માટે મહત્વની સલાહ
- E20 પેટ્રોલનો ઉપયોગ કરતી વખતે આ સાવચેતી રાખો.
- વાહનનું ફ્યૂઅલ ફિલ્ટર સમયસર બદલી નાંખો.
- પેટ્રોલને લાંબા સમય સુધી ટાંકીમાં સંગ્રહિત કરશો નહીં
- ભેજવાળા વિસ્તારોમાં ફ્યૂઅલ ટેન્કને 25 ટકાથી ઉપર રાખો.
- નિયમિત સર્વિસ કરાવો
E20 પેટ્રોલનો ઉદ્દેશ્ય શું છે?
ઇ20 પેટ્રોલ પાછળ ભારત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રૂડ ઓઇલની આયાત નિર્ભરતા ઘટાડવાનો છે. તેનાથી ગ્રીન ઇંધણના ઉપયોગને વેગ મળશે સાથે સાથે પ્રદૂષણ પણ ઘટે છે. કેન્દ્ર સરકારની આ પહેલને ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન તરફનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.