Wednesday, Oct 29, 2025

અમદાવાદ અને સુરતમાંથી હજાર બાંગ્લાદેશીઓ પકડાયા

2 Min Read

ગુજરાત પોલીસના સુરત અને અમદાવાદની ટિમ દ્વારા ગતરાત્રે એક મોટું ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે રહેતા લગભગ હજાર બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા હતા.

પહેલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ગેરકાયદે રહેતાં પાકિસ્તાની તથા બાંગ્લાદેશી નાગરિકોને તત્કાળ પકડીને રવાના કરવા માટે કહ્યા બાદ ગઈ રાત્રે ગુજરાત પોલીસે અમદાવાદ અને સુરતમાં મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. આ બંને શહેરોમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પકડાયા હતા. અમદાવાદમાંથી 890 તેમજ સુરતમાં થઈ 134 બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા હતા. ગેરકાયદેસર રીતે રહેતા આ બાંગ્લાદેશી બંગાળથી ઘુસ્યા હતા અને ત્યારબાદ ગેરકાયદેસર ડોક્યુમેન્ટ ઉભા કરીને દેશના અલગ અલગ રાજ્યમાં રહેતા હતા. પકડાયેલા બાંગ્લાદેશીઓમાંથી કેટલાય ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા છે. અગાઉ પકડાયેલા ચાર બાંગ્લાદેશીઓ અલ કાયદા નામના આતંકવાદી સંગઠન માટે કામ કરતા હતા.

આ ઓપરેશન બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ચેષ સંઘવીએ ચેતવણી આપી હતી કે જેઓ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં રહે છે તે તમામ નજીકના પોલીસ સ્ટેશનના હાજર થઈ જાય. તેઓ હાજર નહીં થાય તો ગુજરાત પોલીસ ન ભૂતો ન ભવિષ્ય જેવી કાર્યવાહી કરશે.કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા નિર્દેશ અનુસાર કામગીરી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનીઓને પણ પરત મોકલવાની કામગીરી ચાલી રહી હોવાનું કહી હર્ષ સંઘવીએ સુરત પોલીસ અને અમદાવાદ પોલીસને અભિનંદન આપ્યા હતા.

એસીપી ડીસીપી સહિતના તમામ અધિકારીઓ અને પોલીસ કર્મચારી આખી રાત ખડે પગે રહ્યા હતા. ગૃહ મંત્રીએ આપી ઘૂસણખોરોને ચેતવણી હતી. આવનારા બે દિવસોમાં તમામ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પોલીસ સ્ટેશનમાં જઈ સરેન્ડર કરે નહીં તો પોલીસ ઘરે ઘરે જઈને પકડશે. ગેરકાયદે રહેનારાઓને શરણ આપનારાઓને પણ ગુજરાત પોલીસ નહીં છોડે. આ તમામ બાંગ્લાદેશીઓને ફેક ડોક્યુમેન્ટ બનાવી આપનારાઓને પણ પકડવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક બાદ ભારત સરકારે પગલા ઉઠાવ્યા છે

Share This Article