દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સેનાના બે જવાનોનું અપહરણ કરી લીધું હતું. જો કે, આમાંથી એક સૈનિક અપહરણ કર્યા બાદ ભાગવામાં સફળ રહ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ટેરિટોરિયલ આર્મીના જવાનનું આતંકવાદીઓ દ્વારા અનંતનાગના કોકરનાગ વિસ્તારના શાંગાસથી અપહરણ કરવામાં આવ્યું છે. અન્ય એક જવાન આતંકીઓને ચકમો આપીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ત્યાંથી ભાગ્યા બાદ તેણે સેનાને જાણ કરી. સુરક્ષા દળોએ ગુમ થયેલા જવાનની શોધ માટે અભિયાન શરૂ કર્યું છે.

જવાનની ઓળખ હિલાલ અહેમદ તરીકે થઈ છે. પોલીસ સૂત્રોએ પુષ્ટિ કરી છે કે સૈનિકને ઘણી ગોળી વાગી હતી. શરીર પર છરીના ઘાના નિશાન નથી. આ પહેલા સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અનંતનાગમાં ટેરિટોરિયલ આર્મીના 161 યુનિટના બે જવાનનું આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાંથી એક નાસી છૂટવામાં સફળ થયો હતો.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 8 ઓક્ટોબરે ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે અને હવે અહીં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનની નવી સરકાર બનવા જઈ રહી છે. હવે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર સામે પણ પડકાર વધશે. હકીકતમાં, પાકિસ્તાન અને પાકિસ્તાન તરફી સંગઠનો ચૂંટણીના સફળ સંચાલનથી ઉશ્કેરાયા છે. આ પછી અહીં આતંકી ગતિવિધિઓમાં ભારે વધારો થવાની સંભાવના છે.
આ પણ વાંચો :-