HomeNationalજ્યોતિ મલ્હોત્રા બાદ પંજાબમાંથી વધુ એક યુટ્યુબર પકડાયો, ISI માટે જાસૂસીનો સંદેહ

જ્યોતિ મલ્હોત્રા બાદ પંજાબમાંથી વધુ એક યુટ્યુબર પકડાયો, ISI માટે જાસૂસીનો સંદેહ

Date:

Related stories

મેડિકલ સાયન્સ માટે પણ પડકાર! 4 હાથ-4 પગવાળા બાળકનો જન્મ, ડોક્ટરોએ શું કહ્યું?

સામાન્ય રીતે સંતાન જન્મે એટલે પરિવારમાં ખુશી છવાઈ જતી...

‘મહિલાઓને શું પહેરવું એ કહેવાનું ક્યારે બંધ થશે?’ કૃત્તિ સેનનનો ટ્રોલર્સને જવાબ

રક્ષાબંધન જેવી પરંપરા અને પહેરવેશને લઈને શરૂ થયેલી ચર્ચાએ...

પંજાબ પોલીસની સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલએ આજે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. પાકિસ્તાન સમર્થિત જાસૂસી નેટવર્કમાં કથિત સંડોવણી હોવાના આરોપસર યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેના યુટ્યુબ પર 11 લાખથી વધુ સબ્સક્રાઈબર્સ છે.

પોલીસે જણાવ્યું હતું કે, રૂપનગરમાં રહેતો જસબીર સિંહનો પાકિસ્તાનના સિક્રેટ એજન્ટ શાકિર ઉર્ફ જટ્ટ રંધાવા સાથે સંબંધ હોવાનો આરોપ છે. જે એક આતંકી સમર્થિત જાસૂસી નેટવર્કનો હિસ્સો છે. જસબીરનો હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને પાકિસ્તાની નાગરિક અહેસાન-ઉર-રહીમ ઉર્ફ દાનિશ સાથે અંગત સંબંધ હતાં. દાનિશ પાકિસ્તાન હાઈ કમિશનમાંથી બરતરફ કરવામાં આવેલો અધિકારી છે.

પંજાબ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, જસબીર સિંહે દાનિશના નિમંત્રણ પર દિલ્હીમાં આયોજિત પાકિસ્તાન નેશનલ ડે સમારોહમાં ભાગ લીધો હતો. જ્યાં તેની મુલાકાત પાકિસ્તાની સેનાના અન્ય અધિકારીઓ અને બ્લોગર્સ સાથે થઈ હતી. જસબીરે 2020, 2021 અને 2024માં ત્રણ વખ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેના ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાં અનેક પાકિસ્તાન આધારિત ફોન નંબર છે. જેની ફોરેન્સિક તપાસ હાથ ધરાઈ છે. જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ જસબીરે PIO સાથે પોતાના તમામ કોમ્યુનિકેશનના પુરાવા ડિલિટ કરવાનો પ્રયાસ કર્યો હતો. મોહાલીના SSOC માં આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે.

પંજાબ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગે ગઈકાલે તરણતારણ પોલીસ સાથે મળી એક જોઈન્ટ ઓપરેશનમાં પાકિસ્તાની જાસુસ ગગનદીપ સિંહની ધરપકડ કરી હતી. ગગનસિંહના પાકિસ્તાની એજન્સી ISI અને ખાલિસ્તાની સમર્થક ગોપાલસિંહ ચૌહાણ સાથે સંપર્ક હતો. આરોપીએ ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાની એક્ટિવિટી અને ડિપ્લોમેન્ટ સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાનની એજન્સીને આપી હોવાનો આરોપ હતો.

Subscribe

Latest stories