Sunday, Dec 21, 2025

ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ધર્મ પરિવર્તન ગેંગનો પર્દાફાશ, 8 લોકોની ધરપકડ

1 Min Read

ઉત્તર પ્રદેશના આગ્રામાં ફરી એકવાર ધર્મ પરિવર્તન ગેંગનો પર્દાફાશ થયો છે. શાહગંજ પોલીસે આ ગેંગના 8 સભ્યોની ધરપકડ કરી છે. જેમાં 5 પુરુષો અને ૩ મહિલાઓનો સમાવેશ થાય છે. ગેંગ લીડર રાજકુમાર લાલવાણી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગ ગરીબ અને બીમાર લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લલચાવતી હતી લોકોને ઝાડુ-ફૂંક, ચમત્કાર અને સારવારના ખોટા વચનો આપીને તેમની જાળમાં ફસાવતા હતા.

ધર્મ પરિવર્તન ગેંગનો પર્દાફાશ
પોલીસને એક વ્હાઈટ કોલર લીડર દ્વારા આ ગેંગ વિશે માહિતી મળી હતી. ત્યારબાદ 2 મહિલા પોલીસકર્મીઓને ગુપ્ત કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી. તેમણે સત્સંગના નામે ચાલી રહેલા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને ધર્મ પરિવર્તનની વાસ્તવિકતાના પુરાવા એકત્રિત કર્યા હતા

પોલીસે ગેંગના 8 સભ્યોની ધરપકડ કરી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગનો ‘ચર્ચ ઓફ ગોડ’ આગ્રા સાથે સંબંધ છે. રવિવારે ગુપ્ત બેઠકોમાં ધર્મ પરિવર્તનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતી હતી. સોશિયલ મીડિયા અને યુટ્યુબ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. પોલીસે દરોડો પાડયો હતો અને ઘણા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને સામગ્રી કબજે કરી હતી. હાલમાં, કેસની વધુ તપાસ ચાલી રહી છે.

Share This Article